Friday, October 16, 2026
Home Blog Page 271

સરમત એરફોર્સ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધ અંગે જાહેરનામું ફરમાવતા ક્લેક્ટર

0

સરમત એરફોર્સ સ્ટેશનના 100 મીટર વિસ્તારમાં બાંધકામ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડતાં જિલ્લા કલેકટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 21 જુલાઈ ૨૨ જામનગર ભારતીય હવાઇદળના સ્ટેશનો અને મથકોની આજુબાજુની જમીનોના ઉપયોગ અને ભોગવટા પર પ્રતિબંધો લાગુ પાડવાનું જરૂરી જણાતાં ઉપરોક્ત જાહેરનામાંથી જિલ્લા મેજિસ્ટ્રેસ્ટ ડો. સૌરભ પારઘી દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાય છે કે આવી તમામ જમીનોને મકાનો, બાંધકામો અને અન્ય અવરોધોથી મુક્ત રાખવી અને જાહેરનામાંના પરિશિષ્ટ-ક માં દર્શાવેલ એરફોર્સ સ્ટેશનની જમીનોની બહારની દીવાલથી હયાત દીવાલ/ ફેન્સિંગથી 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ મકાન, બાંધકામ કે માળખું બાંધી શકાશે નહિ, ઉભું કરી શકાશે નહીં કે ચણી શકાશે નહિ તેમજ આ જમીનોમાં વૃક્ષારોપણ કરી શકાશે નહિ.જો કોઈપણ પ્રકારનું બાંધકામ શરુ થાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવું. ઉપરોક્ત જાહેરનામાંના પરિશિષ્ટ-ક માં એરફોર્સ સ્ટેશન, સરમતનો સમાવેશ ક્રમાંક 67માં થયેલ છે. તેથી આ એરફોર્સ સ્ટેશન, સરમતની આજુબાજુના 100 મીટર વિસ્તારની જમીનોમાં પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરોક્ત પ્રતિબંધિત જમીનોનો નકશો કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, જામનગર અને મુખ્ય કારોબારી અધિકારી, જામનગર વિસ્તાર વિકાસ સેવામંડળ, જામનગર ખાતેની કચેરીઓ ખાતે જોઈ શકાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હવાઈ જહાજ અધિનિયમ-1934ની કલમ-9 ક હેઠળ બહાર પડેલ જાહેરનામાં મુજબ લાગુ પડેલ પ્રતિબંધો પણ ભારતીય હવાઈ મથકોને લાગુ પડશે.

એરફોર્સ સ્ટેશન, સરમતના 100 મીટરના પ્રતિબંધિત વિસ્તારની જમીનોની ગામવાર/ સર્વેવાર વિગતો

5, 6/પૈકી, 14/ પૈકી, 20, 21/ પૈકી, 23/ પૈકી, 36, 37, 38, 39/ પૈકી, 42, 43, 44/ પૈકી, 89/ પૈકી, 128, 129, 130/ પૈકી, 132, 133, 134/ પૈકી, 149/ પૈકી, 151, 152, 153/ પૈકી, 164, 165, 166/ પૈકી, 171, 172, 173/ પૈકી, 175, 176, 177, 178, 179/ પૈકી, 417, 418/પૈકી..

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત

0

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

દેશ દેવી ન્યુઝ ૨૧ જુલાઇ ૨૨ આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે, જેમાં દ્રોપદી મુર્મૂ જીતની નજીક પહોંચી ચૂક્યા છે. દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ હવે ટુંક સમયમાં જ સત્તાવાર રીતે પરિણામ જાહેર થશે. આ તરફ હવે પ્રધાનમંત્રી મોદી નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લેશે. નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.

ખોડિયાર ચોકીમાં ફરજ બજાવતા કેતન ગોસ્વામી રૂા.23 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાયા

0

જામનગરમાં એસીબીની વધુ એક સફળ ટ્રેપ: લાંચ લેતા પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

સીટી-સી ડીવીઝનના ખોડિયાર ચોકીમાં ફરજ બજાવતા કેતન ગોસ્વામી રૂા.23 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા: વધુ એકનું નામ ચર્ચામાં.?

દારૂનો મોટો કેસ નહીં કરવા, હેરાન-પરેશાન નહીં કરવા માંગી હતી લાંચ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૧ જુલાઈ ૨૨ જામનગર શહેરમાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ફરિયાદીને દારૂના કેસમાં હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજારની લાંચ માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસકર્મીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

જામનગરની ખોડીયાર નગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગોસ્વામીએ ફરિયાદીનો દારૂનો મોટો કેસ નહીં કરવા અને હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.લાંચિયા પોલીસકર્મીએ માંગેલી લાંચની રકમ ફરિયાદીએ આપવી ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ફરિયાદ બાદ છટકું ગોઠવી કેતનગીરી ગોસ્વામીને 23 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો એસીબીની ટીમ લાંચિયા પોલીસકર્મીને એસીબી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીના દરોડોના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

0

જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

LaQshyaપ્રોગ્રામ પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં સગર્ભા માતાઓને અપાતી સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની ચકાસણી કરે છે

જી.જી. હોસ્પિટલના પ્રસુતિ રૂમને ૯૭% તથા મેટરનિટી ઓપરેશન થીએટરને મળી ૯૨% ગુણવત્તા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઇ ૨૨ જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshyaપ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. હોસ્પિટલ અને  એમ.પી.શાહ મેડિકલ કોલેજને લક્ષ્યનું નેશનલ લેવલનું રી-સર્ટીફિકેશન મળ્યું છે. આ પ્રકારે સતત બીજી વખત સર્ટિફિકેશન મેળવનાર ભારતની એકમાત્ર જામનગરની જી.જી. હોસ્પિટલ છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલએ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મે-૨૦૨૨ માં લેબરરૂમ (પ્રસુતિ વિભાગ) અને મેટરનિટી ઓપરેશન થિયેટરનું લક્ષ્યનું નેશનલ લેવલનું ઇન્સ્પેક્શન હતું.LaQshyaનો ઉદ્દેશ પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં સગર્ભામાતાઓને અપાતી તમામ સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ તેની સુદ્ઢતાની ચકાસણી માટેનો છે.

ગાયનેક વિભાગના વડા ડો.નલિની આનંદએ જણાવ્યું હતું કે, આ ઇન્સ્પેશન માટે દિલ્હી ખાતેથી ટીમ આવી હતી. અને જી.જી. હોસ્પિટલના પ્રસુતિરૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટરમાં ખુબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસના રિપોર્ટમાં પ્રસુતિ વિભાગની ગુણવત્તા ૯૭% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા ૯૨% છે. જે અંતર્ગત હોસ્પિટલને LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મળ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં પ્રસુતિ વિભાગની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની તપાસ કરવામાં આવી હતી ત્યારે પ્રથમ વખત સર્ટિફિકેટ મળ્યું હતું.LaQshyaપ્રોગ્રામ હેઠળ બનાવેલી ટીમ દ્વારા ડોક્યુમેન્ટેશન, દર્દીઓના રીવ્યુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને લેબોરેટરીના સાધનોની ચકાસણીના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેના આધારે ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટ ગાયનેક વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલ અને સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દ્વારા ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ LaQshyaપ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. LaQshyaનો ઉદ્દેશ્ય પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટર (OT)માં સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તેમજ માતૃત્વ અને નવજાત શિશુની બિમારી અને મૃત્યુદરમાં ઘટાડો, ડિલિવરી અને તાત્કાલિક પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તામાં સુધારો, લાભાર્થીઓનો સંતોષ વધારવો, સકારાત્મક પ્રસૂતિ અનુભવ અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં હાજરી આપતી તમામ સગર્ભા સ્ત્રીઓને આદરણીય પ્રસૂતિ સંભાળ (RMC) પ્રદાન કરવાનો છે.

ફાયર NOC ના મુદ્દે ગુજરાતમાં પહેલીવાર ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી સેવા બંધ રહેશે

0

જામનગર જિલ્લામાં આગામી શુકવારે ખાનગી હોસ્પિટલોના તમામ તબીબો ફાયર NOCના મુદ્દે હડતાલ પર ઉતરશે

ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર પણ નહીં મળે: જોકે સરકારી હોસ્પિટલ ચાલુ રહેશે

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઈ ૨૨ જામનગર: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા આઈ.સી.યૂ ના ફાયર એન.ઓ.સી. ના સરકારના નવા નિયમોને લઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે આગામી શુક્રવારે જામનગર શહેરની 400 થી વધુ તેમજ જિલ્લા ભરની 700 ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાલમાં જોડાશે, અને એક દિવસ માટે હોસ્પિટલોમાં તમામ પ્રકારની સારવાર બંધ રહેશે. રાજ્યમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે ટ્રસ્ટના સંચાલન હેઠળ ની હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી રહેશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા એલાન કરાયા મુજબ આગામી તા.22 જુલાઈને શુક્રવારના રોજ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પાડશે. ખાનગી હોસ્પિટલમાં ઓ.પી.ડી. તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.

ફાયર એન.ઓ.સી.,આઈ.સી.યુ. માટેના નિયમો સહિત સરકારના અલગ – અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા આ એક દિવસની હડતાળની જાહેરાત કરાઈ છે. જેમાં જામનગર શહેરની 400 થી વધુ હોસ્પિટલો તેમજ જિલ્લા ભરની 700 થી વધુ ખાનગી હોસ્પિટલ ના તબીબો જોડાશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચ ના પ્રેસિડેન્ટ ડો. રાજેશ ગોંડલીયા તેમજ સેક્રેટરી ડો. દિનકર સાવરીયા દ્વારા જણાવાયું છે. જામનગર શહેરમાં 20 જેટલી આઈ.સી.યૂ. ની સુવિધા વાળી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે દર્દીઓ સરકારી અથવા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.

સરકારની મનાઈ છતાં ઘરની ધોરાજી: 3 આર્ચાયની બદલી: વિવાદ વકર્યો.

0

લાગતા વળગતાને ગોઠવ્યા બાદ વધુ ૩ આચાર્યની બદલી કરતા વિવાદ:  શિક્ષણ સમિતિમાં વહીવટ કેવો ચાલે છે તે વાત પુરવાર થઇ છે.

પ્રવાસી શિક્ષકોની ભરતી રદ કરો : શિક્ષણમંત્રીને લખ્યો પત્ર: વિપક્ષી નેતા આનંદ રાઠોડનગર શિક્ષણ સમિતીના પૂર્વ સભ્ય નિતીન માડમે ભરતી મુદે ૧૪ મુદાની સણસણની RTI કરતા દોડા દોડી.ભાજપના એક ઉચ્ચ પદ પર બેઠેલા પદાધિકારી સગા ગણાતા આચાર્યની બે વખત બદલી કરવામાં આવી છે. કાગળ ઉપર કળા જેમાં પામેલ દીપા મહેતા નામના આચાર્યને 19 નંબરની શાળામાંથી પહેલા 24 નંબરની શાળામાં મૂકવામાં આવ્યા જે પછી બે દિવસ બાદ જ 24 નંબરમાંથી તેની બદલી કરી ફરીથી 30 નંબરની શાળામાં મૂકવામાં આવ્યા હતા વારે-વા ડિંડક..

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઇ ૨૨ જામનગર મહાનગ રપાલિકાની શિક્ષણ સમીતીએ કરેલ ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીનું ભૂત હજુ સમ્યું નથી ત્યા નવું ગતકડું જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 29 પ્રવાસી શિક્ષકોને નિયમો ચાતરીને ભરતી કરવાનું પ્રકરણ ગાજી રહ્યું છે તેના વચ્ચે સરકારના નિયમોનો ઉલાળીયો કરી ત્રણ આચાર્યોને બદલી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સરકારની મનાઈ હોવા છતા આચાર્ય ને બદલી કરતા શિક્ષણ સમિતિ હવે ઘરની સમિતિ બની ગયું હો હોય કેવી રીતે કામકાજ કરી રહી છે.જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા એચટીએટી આચાર્યોની બદલીઓની સરકારમાંથી કોર્ટ કેસ ચાલતો હોવાથી મનાય છે અને અનિવાર્ય સંજોગોમાં બદલી કરવી હોય તો નિયામકની મંજૂરી લઈને જ તેની બદલી કરી શકાય છે , પરંતુ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિને જાણે આ નિયમો લાગુ પડતા નથી તેમ તેને ત્રણ આચાર્યોની મંજૂરીની અપેક્ષાએ બધું કરી નાખતા શિક્ષણ જગતમાં સારી એવી ચર્ચા જાગી છે પોતાના વ્હાલા દવલાને સાચવવા તેમજ અન્યના હિસાબ – કિતાબ કરવા બદલીઓ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે .

જામનગરમાં અશાંતધારો લાગુ કરો : શરૂઆત અમારાથી કરો : ક્લેક્ટરને ૨જુઆત કરાઇ

0

જામનગરમાં અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે મેયર બન્યા આક્રમક.

ગુજરાતના અન્ય શહેરોમાં અશાંતધારો લાગું છે.તો જામનગરમાં કેમ નહી.!દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯ જુલાઇ ૨૨. જામનગરના પંચવટી સોસાયટીમાં આવેલ તમામ બંગ્લોઝ , ફલેટ , પ્લોટસને ‘ ‘ ગુજરાત અશાંતધારા ‘ ‘ અંતર્ગત સુરક્ષા કવચ આપવાની માંગ સાથે વિસ્તારવાસી દ્વારા ક્લેકટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમાં પંચવટી ગૌશાળા વિસ્તારવાસીઓ જણાવ્યું હતું કે તેવો છેલ્લા ૪૦ વર્ષ થી વસવાટ કર છે હાલ તે વિસ્તારમાં ૬૦ % હિન્દુ પરિવાર વસાવટ કરે છે . અને ૪૦ % અન્ય પરિવાર વસવાટ કરે છે અમારી સોસાયટીમાં વિદ્યર્થીઓ દ્વારા ઓછા ભાવે મકાન પડાવી લેવા બાબતે કારસો થતા રહે છે .

તદ્ઉપરાંત વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર જમાતખાનું , ફાયરીંગ , સોપારી આપવી એવી ઘટનાઓ બનેલી છે . અને બે પ્લોટોમાં હાલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કેસ ચાલું છે . પ્રવર્તમાન સંજોગોમાં અમારી સોસાયટીના વિસ્તારમાં રહેતાં તમામ હિન્દુ પરિવારોના પારંપરિક સંસ્કારો , રીતીરીવાજો તથા જીવનપ્રણાલી અન્ય ધર્મ કરતા અલગ હોવાના કારણે અને સંસ્કૃતિની રક્ષા થાય તેવા શાંતિપૂર્ણ ઉપાય તરીકે “ ગુજરાત અશાંતધારો ” અન્ય મહાનગરપાલિકા જેવા કે , સુરત , અમદાવાદ , વડોદરા , રાજકોટ અને નગરપાલિકા પાટણ , અંબાજીની જેમ જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં તાત્કાલિક અસ૨થી અન્ય શહેરોની માફક અમારા વિસ્તારમાં ઝડપથી અમલીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ક્લેક્ટરને રજુઆત કરવામાં આવી હતીસાથો સાથ આવનારા વર્ષોમાં લોકો શાંતિ અને સલામતિથી રહી શકે તે માટે ઉપરોક્ત બાબતે પંચવટી ગૌશાળામાં તમામ બંગ્લોઝ , પ્લોટ , ફ્લેટને ‘ ગુજરાત અશાંતધારો ” અંતર્ગત સુરક્ષા કવચ પુરુ પાડવાની માંગ કરી હતી વોર્ડ નં-૫ના વિસ્તારમાં વાસીઓ સાથે ભાજપના નગરસેવક નિલેશ કગથરા, ભાવીન ભોજાણી, સહિતના આગેવાનો, વિરતારવાસીઓ હાજર રહ્યા હતા.અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હતા, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન થાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.

નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બની વરિષ્ઠ નાગરિકોને છેતરતો હોટલ મેનેજર પકડાયો

0

સોશિયલ મીડિયામાં મહિલાના નામે વરિષ્ઠ નાગરિકોને છેતરતા શખસ પોલીસ પાંજરે પુરાયો

જામનગર સાઈબર ક્રાઇમ સેલે ખંભાળિયાથી પકડાયો

નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેઇકમેલ કરતો હોવાનો પણ ખુલાસો

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જુલાઈ ૨૨ જામનગર: સોશિયલ મીડિયાના માધ્યમથી સિનિયર સિટીઝનો ને ફેસબુક ઉપર હીના પટેલ ના નામથી આઈડી બનાવી તેઓની સાથે મિત્રતા કરી વાતચીત કરવા માટે ઓડીયો કોલ કરીને ત્યારબાદ તેની વાતચીતનો ઓડીયો-વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવી બ્લેકમેલ કરવામાં આવતા હોવાનું જામનગરની સાઇબર ક્રાઈમ ની ટિમ ને ધ્યાનમાં આવ્યું હતું.

જેમાં સિનિયર સિટીઝન સાથે મિત્રતા કેળવ્યા પછી મહિલાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે વકીલના ખર્ચ ના પૈસાની માંગણી કરી અને તેનો પણ વિડીયો વાયરલ થશે તેવી ધમકી આપી બ્લેકમેલ કરાતું હતું, સાથોસાથ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને પણ મોબાઈલ ફોન કરી ડરાવી ધમકાવી બ્લેકમેલ કરાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.આવી જ એક ફરિયાદ જામનગરની સાઇબર ક્રાઇમ સેલ ની ટીમને મળી હતી. એક સિનિયર સિટીઝન દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી હીના પટેલ નામના કોઈ પણ વ્યક્તિએ તેઓ સાથે મિત્રતા કેળવ્યા પછી પતિ સાથે છુટાછેડાના બહાને નકલી વકીલ અને નકલી પોલીસ અધિકારી ના ફોન કરાવી ધમકાવી સવા લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી, અને 75 હજાર રૂપિયામાં પતાવટ કરવા જણાવ્યું હતું.

આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સેલની ટીમ સમક્ષ પહોંચ્યા પછી સોશિયલ મીડિયાના એનાલિસિસ મારફતે તપાસનો દોર ખંભાળિયા સુધી લંબાવવામાં આવ્યો હતો, અને ત્યાંથી એક હોટલના મેનેજર એવા જતીન લાભશંકરભાઈ પંડ્યા કે જે ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહે છે, તેની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા હતા, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે સમગ્ર પ્રકરણની કબુલાત આપી દીધી હતી.

પોતે જ સ્ત્રી ના વોઇસમાં ફોન કરી ફેસબુક માં પોતે હીના પટેલ છે તેવું જણાવી, મિત્રતા કેળવતો હતો. ત્યાર પછી પોતાના પતિને પૂછા છેડા આપવા માટે વકીલની ફી ના પૈસા માટે દબાણ કરી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરતો હોવાનું કબૂલ્યું હતું. સાથોસાથ જરૂર પડયે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે પણ પોતે જ ફોન કરીને ડરાવી ધમકાવી પૈસા માંગતો હતો. જેમાં તેના એક સાગરીતની પણ મદદ લેતો હતો. આખરે તેની સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તેની ધરપકડ કરી લીધા પછી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેના એકાગ્રતની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ કામગીરી સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા, એ.એસ.આઈ. ડી.જે. ભુસા, એ.એસ.આઈ.સી. કે. રાઠોડ, તેમજ ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેશભાઈ વનાણી, રાજેશભાઈ પરમાર, રંજનાબેન વાઘ, રાહુલભાઈ મકવાણા, વિકીભાઈ ઝાલા, જેસાભાઇ ડાંગર, કલ્પેશભાઈ મૈયડ, પૂજાબેન ધોળકિયા, નીલમબેન સિસોદિયા, ગીતાબેન હિરાણી, તથા અલકાબેન કરમુર દ્વારા કરવામાં આવી હતી.

કારખાનેદારનું અપહરણ કરી ફિલ્મી ઢબે ઉંદ્યો ટીંગાળી ઢીંબી નાખ્યો : જુવો Video

0

કારખાનેદારને ભંગાર લેવો પડ્યો ભારી: ભંગારના પૈસાની ઉઘરાણી કરીને ૫ શખસોએ ઉંદ્યો-ટીંગાણીને ઢીબી નાખ્યો : અન્ય હાજર શખ્સો હસ્તા હતા

જામનગરમાં કારખાનેદારનું અપહરણ કરીને પટ્ટાથી ઢોર માર માર્યાનો આક્ષેપ: ઉદ્યોગ જગતમાં ખળભળાટ

કારખાનામાં ટેબલના ખાનામાંથી રોકડ રૂ .૧ લાખ રોકડ કાઢી લઈ અને ભાઈ પાસે ૨ ચેક લખાવી લીધાની રાવ: તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જુલાઇ ૨૨ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ – ર માંથી એક કારખાનેદાર પાસેથી ભંગારના પૈસાની ઉઘરાણી બાબતે ૫ શખસો તેને ઉપાડી જઈને ઢોર માર માર્યાનો કારખાનેદાર આક્ષેપો સાથે એલસીબીમાં રજૂઆત કરતાં કારખાનેદારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ગઈ કાલે એક પટેલ યુવાન હાફડો ફાફડો થતો LCBએ દોડી જઈ પોતાના સાથે બનેલ બનાવની વાત કરતા ચકચાર મચી જવા પામી હતી  જીઆઈડીસી ફેસ -૨ માં કારખાનેદાર મિત ગડારાએ આરોપીઓ પાસેથી ભંગાર લીધો હતો તે ભંગારના પૈસા ચુકવવાના હતાં અને પૈસા ચુકવવા માટે બે દિવસ રાહ જોવાનું કહ્યું હતું અને બે દિવસમાં પૈસા આપી દેવાની ખાતરી આપી હતી . પરંતુ પ શખસો તેનું કારમાં અપહરણ કરી શિવમ ઝોનમાં રહેણાંકે લઈ ગયા હતાં. જ્યા તેને ઉંદ્યો ટીંગાળી ને ઢીકા – પાટુનો તેમજ પટ્ટાવડે ઢોર માર માર્યો હતો . તેના ભાઈ પાસેથી ૨ ચેક લખાવી લીધા છે અને કારખાનેદાર પાસેથી રોકડ રૂ .૧ લાખ ટેબલના ખાનામાંથી કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો . જે બાદ તે એલસીબી કચેરી ખાતે પોતાની રજુઆત કરવા પહોંચ્યો હતો યુવાનની હાલત લથડતા તાત્કાલિક સારવાર અર્થે જામનગર ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો આ ઘટનાથી ઉદ્યોગકારોમાં સારી એવી ચકચાર જાગી છે.

લોકરક્ષક ભરતી-2018નું વેઇટિંગ લિસ્ટ થયું જાહેર: ઉમેદવારો ખૂશ

0

LRD નું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેઈટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

દેશ દેવી ન્યુઝ ૧૬ જુલાઇ ૨૨ લોકરક્ષક ભરતી-2018ની પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. lPS અધિકારી વિકાસ સહાયે આપી માહિતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકરક્ષક કેડર-2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે 10 ડિસેમ્બર 2019 ના રોજ જાહેર આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે 24 એપ્રિલ 2020ના રોજ જાગેર આખરી પરિણામમાં સામેલ ન થયા હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે.

પોલીસ ભરતી બોર્ડે જાહેર કરેલા વેઇટિંગ લિસ્ટ પ્રમાણે 1327 પુરૂષોને આ વેઇટિંગ લિસ્ટમાં જગ્યા મળી છે. જ્યારે 1112 મહિલાઓને આ વેઇટિંગ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની બાંહેધરી આપી હતી.

લોકરક્ષક ભરતી લિસ્ટ ઓપરેટ કરવા બાબતે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ કે, 2018 માં કુલ 12198 જગ્યા ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. 2020 માં પરિણામ જાહેર થયું હતું. ત્યારે વેઇટીંગ લિસ્ટ ન હતું. ઉમેદવારોની લાગણી અને માંગણી હેઠવ વેઇટીંગ લિસ્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યુવાનોને રોજગાર મળશે. પોલીસ અને પબ્લિકના રેશિયોમાં ઘટાડો થશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.