Friday, October 16, 2026
Home Blog Page 272

અનાજ, કઠોળ પર 5% જીએસટીના નિર્ણય સામે હાલારના વેપારીઓમાં રોષ: બંધ પાળી વિરોધ નોંધાવ્યો

0

અનાજ, કઠોળ પર 5% જીએસટીના નિર્ણય સામે હાલારના વેપારીઓમાં રોષ: બંધ પાળી વિરોધ નોંધાવ્યો

જામનગર વેપારી મહામંડળે ભારત બંધ એલાનને ટેકો આપ્યો

સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો.નો ઓલ ઇન્ડીયા અનાજ મંડળને ટેકો.

જામનગર માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસોની હરાજી બંધદેશ દેવી ન્યુઝ જામનગર: ૧૬ જુલાઈ ૨૨ કેન્દ્ર સરકારે છૂટક અનાજ પર 5 ટકા જીએસટી લાગુ કરતા વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેના વિરોધમાં ઓલ ઇન્ડિયા અનાજ મંડળે આજ શનિવારે વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે જામનગર સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનની બેઠક મળી હતી અને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.આજે ગ્રેઇન માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

તદઉપરાંત છૂટક કરિયાણાના વેપારીઓ પણ બંધમાં જોડાશે. જામનગરમાં માર્કેટીંગ યાર્ડમાં અનાજ કઠોળ પર જીએસટીના વિરોધમાં શનિવારે હરાજી બંધ રહેશે. યાર્ડના વેપારી એસોસીએશને સરકારના અનાજ-કઠોળ ઉપર જીએસટી લાગુ કરવાના વિરોધમાં યાર્ડમાં ખરીદ-વેચાણ શનિવારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આથી યાર્ડમાં તમામ હરાજી બંધ રહેશે. તદઉપરાંત રવિવારના સાંજે 7 વાગ્યા સુધી તમામ જણસની આવક પણ બંધ રાખવામાં આવી છે તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું છે.ખંભાળિયામાં જુદા જુદા વેપારી મંડળો દ્વારા બંધ

ગુજરાત રાજયમાં અનાજ ઉપર આજથી પાંચ ટકાનું જી.એસ.ટી. દાખલ કરવાના વિરોધમાં ગુજરાતના વિરોધમાં ખંભાળિયા પણ જોડાયું છે. ગ્રેઇન મર્ચન્ટ રીટેલના પ્રમુખ જગુભાઇ રાયચુરાએ જણાવેલ કે પાંચ ટકા જી.એસ.ટી. અનાજ તથા અન્ય વસ્તુઓ પર નાખવાના વિરોધમાં આજે ખંભાળિયા શહેરનાં ચાર વેપારી મંડળો, ગ્રેઇન રીટેલ તથા કીરાણા મર્ચન્ટ ગ્રેઇન મર્ચન્ટ હોલસેલ, કેરલકૂક મર્ચન્ટ તથા એફ.એમ.સી. એસોસીએેશન તથા ખંભાળિયા માર્કેટીગ યાર્ડના તમામ દલાલો વેપારી કમીશન એજન્ટોએ પણ બંધ પાળીને આ અનાજ પર જીએસટીનો વિરોધ દર્શાવ્યો છે.

વેપારીઓના વિરોધને કોંગ્રેસનું સમર્થન

કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કઠોળ અને ડેરી પ્રોડકટ ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી દેશના મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકારે જીએસટીની આવક વધારવા માટે રોજીંદા વપરાશમાં આવતા છાશ-દહીં, લસ્સી, પનીર, ગોળ, ખાંડ વગેરે ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી મોંઘવારીનો માર સહન કરતી દેશની ગરીબ અને મધ્યમ વર્ગને પડતા ઉપર પાટુ મારવા બરોબર છે. જ્યારે બીજું બાજુ ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટીને ડોલરની સામે 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. ત્યારે વધતો ફુગાવો વધતી વેપાર ખાદ્ય ડોલર સામે રૂપિયાનું સતત ઘટતું મૂલ્ય, આયાતમાં વધારા સહિતના પરિબળો દેશના અર્થતંત્ર માટે નિરાશાજનક છે. ત્યારે કોંગ્રેસ ઉપરોકત ભાવ વધારાનો સખ્ત વિરોધ કરે છે અને આગામી દિવસોમાં આ ભાવ વધારા અને મોંઘવારી વિરૂઘ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી ભરતભાઈ વાળા દ્વારા જણાવાયું હતું.

જામનગરમાં જયાપાર્વતીના વ્રતમાં ખોટા ઉજાગરા કરનારા લુખ્ખા રોમિયો ઉપર પોલીસની લગામ: કઈકની આબરૂ ગઈ

0

જામનગરમાં જયાપાર્વતીના વ્રતમાં ખોટા ઉજાગરા કરનારા રોમિયો પાસે ઉઠ-બેસ કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૬ જુલાઈ ૨૨ : જામનગરમાં ગઈકાલ રાત્રે જયાપાર્વતીના જાગરણ નિમિત્તે લાખોટા તળાવ પર શુકવારે દિવસ ઉગ્યો હોય તેમ મોટી સંખ્યામાં યુવતી, મહિલાઓ તેમના પરિવાર સાથે ફરવા ઊમટી પડ્યા હતા, ત્યારે જાગરણમાં કારણ વગર ઉજાગરા કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી લાખોટા તળાવ રોડ ફરતે તેમજ રણજીતસાગર, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના ફરવાના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો દરમિયાન Dysp જયવિરસિંહ ઝાલા શહેરના સીટી-એ-બી-સી ના Pl તથા PSI સહિતના કાફલાએ રાતે કોઇ યુવતી, મહિલાઓની છેડતી ન કરે તે માટે બાઇક પર નીકળતા રોમિયોને અટકાવી ઉઠ-બેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું સાથે સાથ કાળા કાચ સાથે નિકળતા ફોર વ્હીલરમાં નિકળતા કેટલાય નબીરાની ફિલ્મ ઉતારી લેવાઈ

નગર પ્રાથમિક શિક્ષિણ સમિતિએ ૨૯ પ્રવાસી શિક્ષકોને નિયમને ચાત્રી બારોબાર ગોઠવી દીધા

0

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રવાસી શિક્ષકોની ભરતી કરી કરી હતી પરંતુ ગોઠવ્યા પોતાના ..જે કામ શાળા સમિતિએ કરવાનું હતું તે કામ જાતે કર્યુંપ્રવાસી શિક્ષકોની ભરતી જે તે શાળાની સ્કુલ મેનેજમેન્ટ કમીટીએ બેઠક બોલાવી લાયકાતવાળા ઉમેદવારની ચકાસણી કરવાની હોય છે અને તેનો ઠરાવ કરી શિક્ષણ સમિતિને મોકલવાનો હોય છે પરંતુ આ પ્રકરણમાં શિક્ષણ સમિતિએ પોતે જ નામ નક્કી કરી આચાર્યને મોકલી દીધા.!

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જુલાઈ ૨૨ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવેલી સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હતી . માટે નિયમ મુજબ જે તે શાળાના આચાર્યની બનેલી કમિટી શિક્ષકોની ભરતી કરે તેવું હોય છે , પરંતુ આમાં મલાઈ દેખાતા સત્તાધીશોએ પોતે નિયમ વિરુદ્ધ ભરતી કરી લીધી અને તેમાં 29 જેટલા લોકોને ભરતી કરીને જે – તે સ્કૂલમાં મોકલી આપ્યા અને આચાર્યોને આદેશ કર્યો આ લોકોને જોઈ લેશો હવે જ્યારે શિક્ષણ સમિતિ ભરતી કરે આચાર્ય કેવી રીતે તેનો વિરોધ કરી શકે ? હાલ તો ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આવનારા દિવસોમાં પ્રવાસી શિક્ષકોની ભરતીના મુદ્દે કડાકા-ભડાકાના એંધાણ વર્તાય રહ્યા છે.

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

0

મોટી ગોપમાં ગોચરની તથા મેઘપરની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર બે શખસ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

જમીનના વેચાણ કરાર કરી આપવાના ગુનામાં મહિલા સરપંચે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખસો સામે ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૪ જુલાઇ ૨૨ જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં આવેલી ગોચરની તથા મેઘપર ગામની સીમમાં આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી વેચાણ કરાર કરી આપવાના ગુનામાં મહિલા સરપંચે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખ્સો વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નં.828 વાળી ગોચરની જમીન તેમજ મેઘપર ગામમાં આવેલી રેવન્યુ સર્વે નં.199 વાળી સરકારી જમીન ઉપર વશરામ વેજાણંદ કારેણા અને સતિષ નાથા નામના બે શખ્સોએ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી ભોગવટામાં લઇ બાંધકામ કરી લીધું હતું તેમજ વેચાણ કરાર કરી નાખ્યું હતું. આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ હોવાની જાણ હોવા છતાં જમીન ખુલ્લી કરી ન હતી. આ અંગે મોટી ગોપ ગામના સરપંચ જોશનાબેન પાથર દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે તાલુકા પંચાયત સદસ્ય સહિત બે શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ ચલાવી રહ્યાં છે.

ગુજરાત સરકારે ભારે વરસાદ બાદ નુકશાન સહાયની જાહેરાત કરી

0

ગુજરાત સરકારે ભારે વરસાદ બાદ નુકશાન સહાયની જાહેરાત કરી

રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માનવ મૃત્યુ માટે 4 લાખ રૂપિયા અપાશે

પશુમાં દૂધાળા પશુ, ગાય, ભેંસ અને ઉંટ માટે 30 હજાર, બકરી અને ઘેટાં માટે 3 હજાર રૂપિયા આપવામાં આવશે

રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. 95,100 અને પર્વતીય વિસ્તાર માટે રૂ. 1,01,900, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. 4100 ની સહાય આપવામાં આવશે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ જુલાઈ ૨૨ : ગુજરાત સરકારે આજે ભારે વરસાદ બાદ નુકશાન સહાયની જાહેરાત કરી છે. આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વિગતો જાહેર કરી છે. જેમાં રાજય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માનવ મૃત્યુ માટે 4 લાખ રૂપિયા અપાશે. જ્યારે પશુમાં દૂધાળા પશુ, ગાય, ભેંસ અને ઉંટ માટે 30 હજાર, બકરી અને ઘેટાં માટે 3 હજાર રૂપિયા આપવામાં આવશે.

મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે નિયમ મુજબ સહાય જાહેર કરાઈ છે, જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે રૂ. 30, 000 ઘેટા-બકરાં વગેરે માટે રૂ. 3000 તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે, બળદ, ઊંટ, ઘોડાવગેરે માટે રૂ. 25,000 રેલ્લો, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂ. 16,000 ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી રૂ. 50 લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ રૂ. 5000 ની સહાય અપાશે. રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. 95,100 અને પર્વતીય વિસ્તાર માટે રૂ. 1,01,900, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. 4100 ની સહાય આપવામાં આવશે.

મંત્રીએ સહાયની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણ મુજબ મૃત્યુ પામેલાં તમામને પ્રતિ વ્યક્તિ રૂ. 4 લાખની સહાય આપવા કલેકટરઓને સૂચના આપી હતી. જે અન્વયે અત્યારસુધીમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલાં પાંચ નાગરિકોને કુલ રૂ. 20 લાખની સહાય ચૂકવવામાં આવી છે,જયારે બાકીના તમામને બનતી ત્વરાએ સહાય ચૂકવવામાં આવશે. તા. 7 જુલાઈથી અત્યારસુધીમાંકુલ 31 નાગરિકોના મૃત્યુ થયા છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 31,035 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 23,945 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે, જ્યારે 7,090 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાંછે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ 575 નાગરિકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ અપાશે. રાજ્યમાં વરસાદવાળા મોટાભાગના વિસ્તારોમાં એસ.ટી. બસના રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટની ઓફીસમાં તોડફોડ: અજાણ્યા સામે ફરિયાદ

0

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટની ઓફીસમાં તોડફોડ: અજાણ્યા શખસો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૧ જુલાઇ ૨૨ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ પાર્ટીપ્લોટમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તોડફોડ કરી ઓફિસના ખાનામાં સાડા આઠ હજારની મતા ચોરી ગયાની ફરીયાદ સીટી-બી મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરના ગાંધીનગર, પુનીતનગર શેરી નં.ર, નવા આશાપુરા મંદિરની બાજુમાં રહેતા હરેન્દ્રસિંહ ઉર્ફે પદીયો ભનુભા ચુડાસમા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગાંધીનગર નવી સ્મશાન રોડ, શીવ પાર્ક સોસાયટીની બાજુમાં ખોડીયાર પાર્ટી પ્લોટમાં ફરીયાદી હરેન્દ્રસિંહની ઓફીસની એલ્યુમીનીયમ સેકશનવાળી કાચની બારી તોડી તથા દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશી ઓફીસમાં રાખેલ એક સી.સી.ટીવી કેમેરામાં તોડફોડ કરી આશરે રૂપિયા 3000/- નું નુકશાન કરી તથા ઓફીસના કાઉન્ટરના ટેબલનું ખાનુ તોડી ધંધાના રોકડા રૂપિયા 8,500/ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ કરતા પોલીસ આગળની તપાસ હાથ અને શંકાસ્પદોની તરફ તપાસ લંબાવી છે.

આથી સીટી-બી ડિવિઝન પોલીસે IPC કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭,૪૨૭, ૧૧૪ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ PSI સપીયા ચલાવી રહ્યા છે.

ઈન્દ્રપ્રસ્થમાં સીજીંગના કોન્ટ્રાક્ટ બાબતે ગઢવી યુવાન પર 4 શખ્સો ધોકા-છરી વડે ટૂટી પડ્યા

0

જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં યુવાન ઉપર છરી વડે હુમલો: ચાર શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧ જુલાઇ ૨૨ જામનગરમાં ઢીચડા રોડ પર વિશાલ પાર્કમાં રહેતા અને વાહન સીઝર ની કંપનીનો કોન્ટ્રાક્ટ રાખનારા ભાર્ગવ વિનોદભાઈ ઈસરાણી નામના 25 વર્ષના યુવાન પર અન્ય વાહન સીઝર ના કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી વગેરે વસીમ કુરેશી, ધર્મેશ મકવાણા ગિરિરાજસિંહ જાડેજા, અને વિવેક રાજસિંહ જાડેજા વગેરેએ ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા નો ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેને હાથમાં તથા માથાના ભાગે ટાંકા લેવા પડ્યા છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ભાર્ગવ અને આરોપી વસીમ કુરેશી તથા ધર્મેશ મકવાણા અગાઉ સાથે જ કામ કરતા હતા, અને ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલી જય માતાજી એજન્સી નું વાહન સીઝરનું કામ કરતા હતા. દરમિયાન ભાર્ગવ એ કામ છોડી દીધું હતું. પરંતુ ફરીથી જય માતાજી એજન્સી એ વાહન સિઝર નું કામ ભાર્ગવ ને સોંપતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસ ચારેય હુમલાખોરો ને શોધી રહી છે.

ગણેશોત્સવને લઈને મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા

0

ગણેશોત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૯ જુલાઈ ૨૨ ગાંધીનગર: આગામી દિવસોમાં આવનારા ગણેશોત્સવને લઇને ગણેશભકત્તો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે.ગણેશોત્સવને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

હવે ચોમાસાની સિઝનમાં ઘણાં બધા તહેવારોની હારમાળા સર્જાશે. તેમાં આવતાં ભાદરવા મહિનામાં ગણેશોત્સવ આવશે અને બાપાના ભક્તો બાપાને વાજતે-ગાજતે પધરામણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી.

તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.31 માર્ચ-2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.આ સમાચાર સાંભળીને બની શકે છે કે ગણેશ ભક્તો હર્ષોઉલ્લાસમાં આવી જશે તેમજ પોતાના મુજબ અને મનગમતી મૂર્તીઓની સ્થાપના કરીને ગણેશઉત્સવ ઉજવશે. જો કે દરવખતે પર્યાવરણને લઈને ઈકો-ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ જોવા એ રહ્યું છે કે લોકો સરકારનો કેટલો સાથ આપે છે.

જામનગરના ગોકુલનગરમાંથી ઢોરને મારવાની દવાનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી લેતી SOG

0

જામનગરમાં પ્રતિબંધિત દવાનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી લેતી એસ.ઓ.જી.

પશુઓને અપાતી જે દવા પર સરકારે પ્રતિબંધ મૂકી રાખ્યો છે તે દવાની ફેક્ટરી ઝડપાઈ

ફેકટરીમાંથી ત્રણ ટ્રેકટર ભરી પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન સપ્લાય કરાતા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર ૯ જુલાઈ ૨૨ જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુઓને આપવામાં આવતી પ્રતિબંધિત દવાની ફેકટરી ઝડપાઈ હતી. પોલીસે ફેક્ટરીમાંથી ત્રણ ટ્રેકટર મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સંચાલકની ધરપકડ કરી હતી.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એસ ઓ જી પોલીસ દ્વારા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મસ મોટો ઇન્જેક્શનનો જથ્થો હાલ એસોજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે અને કેટલા સમયથી આ પ્રકારના ઇન્જેક્શનનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.ભેંસ જ્યારે દોહવા ન દેતી હોય ત્યારે તેને ઈન્જેકશન અપાતું હોય છે. જો કે, આ ઈન્જેકશન રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ભીમજી ગોજીયા નામનો શખ્સ અલગ અલગ ડ્રગ્સ મંગાવી તેમાંથી પ્રતિબંધિત દવા બનાવી રાજ્યભરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ચાલતી ફેકટરી પરથી પોલીસે પ્રતિબંધિત દવા તૈયાર કરવા માટેનું રો મટીરીયલ્સ અને મશીન કબજે કર્યા હતા.જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રતિબંધ દવાનું ઉત્પાદન અને અલગ અલગ જિલ્લામાં વેચાણ કરનાર ભીમજી ગોજીયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે. રાજ્યમાં આ દવાના અન્ય કોણ કોણ ખરીદદાર હતા તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પોલીસ ઉપર હુમલાના કેસમાં મહિલાના આગોતરા જામીન

0

જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી ફરજ રૂકાવટના ગુનામાં આરોપી મહિલાના આગોતરા જામીન મંજુર

યુવા એડવોકેટ નિર્મળસિંહ જાડેજાની ધારદાર દલીલો ધ્યાને લઈ મહિલાને આગોતરા જામીન મંજૂર

દેશ દેવી ન્યુઝ જામનગર: ૮ જુલાઇ ૨૨ જામનગર શહેરમાં ગત તા. 2-3-2022ના રોજ જામનગરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નં.રમાં રાજેશ ઉર્ફે રાજુભાઇ કેશુભાઇ વણાથીયા વીરૂઘ્ધ જામનગર સોટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળનો ગુનો દાખલ થયેલ હોય અને તેને અટક કરવાનો હોય જેથી જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલ બાતમીના આધારે આરોપી રાજેશને પકડવા જતાં તે ઘરેથી મળી આવતા પોલીસ દ્વારા તેને ખાનગી મોટરસાયકલમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ જવા માટેની તજવીજ હાથ ધરાઇ હતીતે દરમ્યાન આરોપી રાજેશભાઇએ બુમો પાડતા રાજેશભાઇના પરિવાજનો વિજય ઉર્ફે વીજલો કેશુભાઇ વરાણીયા, રોહીત ચંદુભાઇ લીંબડ, સીમા વિજય વરાણીયા, જશુબેન, રીટાબેન વગેરે મહિલાઓ સહિતના આરોપીઓએ પોલીસ સ્ટાફ મહેન્દ્રસિંહ જાડેજાની ઢીકાપાટુનો માર મારી અને સાથેના પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી અને ‘રાજુને કેમ લઇ જશો’ તેમ કહી ખાનગી મોટરસાયકલની ચાવી કાઢી લઇ જઇ તથા રાજેશભાઇ વરાણીયાને છોડાવી લઇ પોલીસકર્મચારીની કાયદેસરની સરકાર ફરજમાં રૂકાવટ કરી હતી.આ બનાવ અંગે જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારી વિજયભાઇ બળદેવભાઇ કાનાણી દ્વારા આઇપીસી કમલ 143-147-149-186-189-33ર મુજબ ફરીયાદ નોંધાવતા ગુનાની તપાસના કામે તપાસનીશ પોલીસ અધિકારી પોતાની ધરપડક કરશે તેવી દહેશત વ્યકત્ત કરી શીતલબેન કેશુભાઇ વરાણીયા દ્વારા જામનગર સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મુકત્ત થવા અરજી કરતા જામનગર પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી વી.જી.ત્રીવેદી દ્વારા શીતલબેનને રૂા.10.000ના આગોતરા જામીન ઉપર મુકત્ત કરવા હુકમ કરેલ છે આરોપી શીતલબેન તરફે વકીલ નિર્મળસિંહ એન. જાડેજા રોકાયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.