Friday, October 16, 2026
Home Blog Page 273

GEB માંથી આવું છું કહી બ્રાહ્મણ મહિલાની છરીની અણીએ ૨.૫૦ લાખની લૂંટથી ખળભળાટ: ST રોડ નજીકનો બનાવ

0

GEB માંથી આવું છુ મીટર ચેક કરવાનુંં છે. કહી વૃદ્ધાના ૨.૫૦ લાખના દાગીનાની લૂંટ ચલાવતા ખળભળાટ..

જામનગરના એસટી રોડ હેમાલી એપાર્ટમેન્ટનો રાત્રીઃ ૮: ૧૫ નો બનાવ..

જામનગર શહેરના એસ. ટી રોડ પર ડો..કલ્પનાબેનના દવાખાના પાસે હેમાલી એપાર્ટમેન્ટમાં રહેતા વિજ્યાલક્ષ્મી જનારદન પીલે  નામની ૭૫ વર્ષીય વૃદ્ધાના ૮ તોલા દાગીનાની લૂંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામી છે.દેશ દેવી ન્યુઝ ૮ જુલાઇ ૨૨ જામનગર શહેરના એસ.ટી રોડ પાસે રહેતા બ્રાહ્મણ વૃદ્ધા પોતાના તારે એક્લા ધરકામ કરતા હતા ત્યારે તે દરમ્યાન એક ત્રીસથી પાત્રીસ વર્ષનો અજાણ્યો શખ્સ શરીરે કાળા ક્લરનો રેઇન કોટ તથા મોઢે પહેરી વાળો ફરીયાદી વિજયાલક્ષ્મી પીલેના મકાનના દરવાજાની ડોર બેલ વગાડી વૃદ્ધાને કહ્યું હું GEB માંથી આવું છુ જેથી વૃદ્ધાએ મકાનનો દરવાજો ખોલતા જ અજાણ્યા શખ્સે વૃદ્ધાને તમારા ઘરનું મીટર ચેક કરવાનુ છે તેમ કહી ફરીયાદીના ઘરની અંદર પ્રવેશ કરી મકાનનો દરવાજો બંધ કરી વૃદ્ધા કાઈ સમજે તે પહેલા આરોપીએ છરી બતાવી અવાજ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ હાથમાં પહેરેલ સોનાની બંગળી નંગ -૪ ( ૪ તોલા ) તથા ગળામાં પહેરેલ સોનાનો ચેઇન નંગ -૧ ( ૪ તોલા ) એમ કુલ તોલા -૮ જેની કીમત રૂ .૨,૫૦,૦૦૦ ની ગણાય જેની લુંટ ચલાવી ફરીયાદી ને બેડ રૂમમા પુરી દઈ રૂમનો દરવાજો બહારથી બંધ કરી નાશી જતા ખળભળાટ મચી જવા પામી હતીબનાવની જાણ થતા સીટી-એ ડિવિઝનના Pl મહાવીરસિંહ જલુ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ બનાવની વિગત મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

આથી સીટી-એ ડિવિઝન પોલીસે વૃદ્ધાની ફરીયાદ પરથી આઇ.પી.સી. કલમ ૩૯૨ , ૩૪૧ , ૪૪૭ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી અજાણ્યા સખ્સની શોધખોળ આદરી છે.

રાજયના વધુ 33 પોલીસ ઈન્સપેક્ટની બદલીનો ઘાણવો: દેવભૂમિ દ્વારકાના ચાવડા વડોદરા મુકાયા

રાજયના વધુ 33 પી.આઇ.ની બદલીનો ઘાણવો

આગામી સમયમાં વધુ બદલીની ચર્ચા: આઇપીએસ અધિકારી સહિતની ચૂંટણીલક્ષી બદલીઓની તૈયારીદેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા જે.એમ. ચાવડાની વડોદરા ગ્રામ્યમાં બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૭ જૂલાઇ ૨૨ ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલી ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં હજુ પણ વધારે બદલ્યો આવે તે ચર્ચા પોલીસ બેડામાં વર્તાઈ રહી છે. કોઈપણ પોલીસ ઇન્સ્પેક્ટરને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેમની બદલી આવતી હોય છે, તે પ્રકારે હજી પણ આગામી સમયમાં રાજ્યભરમાં મોટાપાયે પીઆઇ, ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીને બદલી આવે તે નિશ્ચિત છે.બદલીનું વિસ્તૃત લીસ્ટ નીચે મુબજ છે.

જામનગરના સેન્ટ્રલ બેંક સામેના મઠફળીમાં જર્જરીત મકાન ધરાશાયી થતા સોની મહિલાનું મોત : જુવો Video

0

જામનગર શહેરના સેન્દ્રલ બેંક નજીકના મઠફળીમાં બે માળના મકાનની છત ધસી પડતા સોની મહિલાનું દટાઇ જવાથી મોત.

મહિલાના પતિ પ્રતાપરાય પાલા રણજીત રોડ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ સામે આવેલ ભૂત પાનની દુકાનમાં કામ કરતા હોવાનું જણાઇ આવેલ છે.

મનપાની ફાયરના યુવરાજસિંહ જાડેજા અને એસ્ટેટ ટીમના સુનીલ ભાનુશાળી યુવરાજસિંહ ઝાલા, ધવલ ભાનુશાળી અને કુલદી૫ સિંહ પરમાર સહિતની કામગીરી બિરદાવાને પાત્ર છે.

મહિલાના પતિ દુકાને જવા નિકળ્યા બાદ થોડી જ વારમાં અકસ્માત સર્જાયો:

દેશ દેવી ન્યુઝ જામનગર ૭ જુલાઈ ૨૨ જામનગર શહેરના સેન્ટ્રલ બેંક નજીક આવેલ મઠફળીમાં રહેતા સુનીતાબેન પ્રતાપરાય પાલા નામની મહિલા ઉપર બે માળની છત પડતા અકસ્માત સર્જાયો હતો તેમાં મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ દુર્ઘટનાની જાણ થતા જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા તથા ફાયક બ્રિગેડની ટીમ, સીટી – એ ડિવીઝનના પો.ઈન્સ મહાવીરસિંહ જલું સહિત પોલીસ કાફલો તથા મામલતદાર જાનવીબા જાડેજા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, મઠફળીમાં આવેલ જર્જરિત મકાન અંદાજે પચાસ વર્ષથી પણ જુનુ પુરાણું લોડ લેરીંગ ચુનાનું બાંધકામ હોવાથી ધસી પડ્યું હતું તેમાં રહેલ સોની મહિલા ઘરનું રૂટીંડા કામ કરતા હોવાથી દટાઇ જતા મોત નિપજ્યું હતું ત્યાં બચાવ કામગીરીમાં સ્થાનિક કોર્પોરેટર  કેતન નાખવા અને ધવલ નંદા દોડી ગયા હતા

જામનગરની જી.જી હોસ્પિટલમાં જાહેરમાં છરીઓ ખેંચાણી જુવો video

0

જામનગરની જી.જી હોસ્પિટલમાં જાહેરમાં છરીઓ ઉડી video થયા વાઈરલ

દર્દીઓના સગાઓ અંદરોઅંદર બાખડી પડ્યા: લોકોમાં નાશ ભાગ મચી.

વરસતા વરસાદ વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો આવ્યાં સામે, વીડિયો વાયરલ.

દેશ દેવી ન્યુઝ ૭ જુલાઈ ૨૨ જામનગર શહેરની જી.જી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ બહાર દર્દીઓના સગાઓ વચ્ચે મારામારી થતા જાહેરમાં છરીઓ ખેંચી લેતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી.જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીના સગાઓ અંદરો-એદર બાખડી પડતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો, આજરોજ ટ્રોમા વોર્ડમાં મહિલા પુરુષો દ્વારા જૂની અદાવતનો ખાર રાખીને છરીઓ સાથે સામસામે આવી જતા બધળાટી બોલી હતી જોતજોતામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા ક્ષણવાર તો હોસ્પિટલને બાનમાં લઈ લીધી હોય તેવું લાગી રહ્યું હતું જાહેરમાં છરીનો ઉડતા હોસ્પિટલ સિક્યુરીટી ઉપર સવાલ ઉભા થયા છે. બીજી બાજુ વિડીયો વાઈરલ થતા દેકારો બોલી ગયો છે.જોકે, આ મારામારીમાં પુરુષ સાથે મહિલાઓ પણ જોવા મળી હતી. આ લોકો હાથમાં છરીઓ લઇને મારામારી કરતા કેમેરામાં કેદ થયા છે. હાલ તો આ મુદ્દાએ સારી એવી ચર્ચાં જગાડી છે.

જી.જી હોસ્પિટલમાં મહિલાની છેડતી કરતો ઢગો પકડાયો : પતિ પત્નિએ રોડ પર ઢીંબી નાખ્યો

0

જામનગરની જીજી હોસ્પિટલમાંથી છેડતી કરતો ”રોડ છાપ” રોમિયો ઝડપાયો: લોકોએ ઢીંબો

સાત દિવસ પહેલા નો બનાવ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઓળખાણ છતી થતા ભાંડો ફૂટ્યો

જાહેરમાં પતિ પત્નીએ મેથીપાક ચખાડી પોલીસ સ્ટેશને લઈ જવાયો : રોડ પર ખેંચીને લાવતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો..

દેશ દેવી ન્યુઝ જામનગર: પ જુલાઇ ૨૨.જામનગર શહેરના જી.જી હોસ્પિટલમાં મહિલાની છેડતીનો બનાવ સામે ચકચાર મચી જવા પામેલ સાત આઠ દિવસ પહેલા મહિલા હોસ્પિટલમાં દવા લેવા આવી હતી ત્યારે ઢગાએ બિભસ્ત ચેનચાળા કરી ખરાબ ઇશારા કરતો હતો જેથી મહિલાને તેના પતિને છેડતી અંંગેની વાત કરી હતી.મહિલાને ફરી આજે દવાનો વારો હોય માટે જી.જી હોસ્પિટલમાં દેખાડવા આવતા ઢગાએ ફરી લખણ ઝળકાવ્યું તેવામાં મહિલાએ તેના પતિને ફોન કરી હોસ્પિટલ બોલાવી લેતા મામલો બિચક્યો અને હોસ્પિટલમાં જ મેથીપાક ચખાડીને પોલીસને સુપ્રત કર્યો હતો જાહેર રોડ પર તમાસો થતા લોકોના ટોળા એકઠા થયા હતા હાલતો સીટી – બી ડિવિઝન પોલિસે પુછપરછ હાથ ધરી હતી.

જામનગરના ગાજર ફળીમાં મહિલા સંચાલિત જૂગારધામ પર LCB પ્રગટી : 5 પકડાઇ 1 ફરાર

0

જામનગર મહિલા સંચાલિત જૂગારધામમાંથી ૫ મહિલા સહિત ૬ શખસો ઝડપાયા : ૧ ફેરારજુગારણ:- (૧) મમતાબેન કેતનભાઇ દવે બ્રામણ રહે . સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર (ર) ખ્યાતીબેન કેતનભાઇ દવે બ્રામણ રહે સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર (3) નિકીતાબેન બ્રિજેશભાઇ ચાવડા મોચી રહે . નાગર ચકલો લાલા મેતાની શેરી જામનગર (૪) રાજેશ્રીબેન ઇન્દ્રવર્ધન ગુસાણી સોની રહે.સત્યસાઇ સ્કુલ સદગુરૂ કોલોની સ્પંદન નં -૫૦૨ જામનગર (૫) ડીમ્પલબેન કપીલભાઇ ગઢીયા દરજી રહે.લાલામેતાની શેરી છાપીયાશેરી જામનગર (૬) હરેશભાઇ જયસુખલાલ ત્રિવેદી બ્રામણ રહે.મોટી ભલસાણ તા.જી.જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર: o3 જુલાઇ ૨૨ જામનગર શહેરમાં ગાજરળીમાં મહિલા સંચાલિત ગારધામ પર એલસીબીએ દરોડો પાડીને માતા-પુત્રી સહિત પાંચ મહિલાઓ મળીને ૬ શખસોને ઝડપી લઈને અડધા લાખનો મુદામાલ કબ્જે કર્યો છે જ્યારે એક શખ્સ નાશી છુટતાં તેની શોધખોળ આરંભી છે.જામનગર શહેરના પંચેશ્વર ટાવર, સત્યનારાયા મંદીર રોડ, ગાજરફળી શેરીમા રહેતી મમતાબેન કેતનભાઈ દવે નામની મહિલા પોતાના ભોગવટાના મકાનમાં બહારથી માણસો ભેગા કરીને નાલ ઉધરાવીને જગારનો અખાડો ચલાવતી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ આર.બી.ગોજીયાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતી મમતાબેન તેમજ ખ્યાનીબેન કેતનભાઈ દવે, નિકીતાબેન બ્રિજેશભાઈ ચાવડા, રાજેશ્રીબેન ઈન્દ્રવર્ધન ગુસાણી ડીમ્પલબેન કપીલભાઈ ગઢીયા અને હરેશભાઈ જયસુખલાલ ત્રિવેદીને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી રોકડ રૂા.૨૨,૫૦૦ તેમજ ૫ મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૪૭,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે દિપક મોઢા નામનો શખ્સ નાશી છુટતા પોલીસે તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.

લુખ્ખા બન્યા બેફામ : આણંદબાવા ચકલામાં આવેલ જૈન દેરાસરમાં ઘૂસી તોડફોડ કરી જુવો Video

0

જામનગરમાં લુખ્ખા-અસમાજીક તત્વોનો આતંક

આણંદબાવા ચકલામાં આવેલ જૈન દેરાસરમાં ઘૂસી તોડફોડ કરી : દેરાસરના કર્મચારી અને સાધુ સાથે અભદ્ર વર્તન

જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશ સમયે જ બનાવ બનતા જૈન સમાજમાં રોષની લાગણી

લુખ્ખા તત્વોને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન :  તમામની ઓળખ થઈ

 

દેશ દેવી ન્યુઝ જામનગર ર જુલાઇ ૨૨: જામનગર શહેરમાં અનેક સ્થળોએ જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ દરમ્યાન પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા હોય તેમ શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં વહેલી સવારે લુખ્ખા તત્વોએ સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન કરી તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કર્યાની ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો છે અને પોલીસના પેટ્રોલીંગ ઉપર પર અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતો બનાવ વહેલી સવારે જામનગર શહેરમાં બન્યો છે. જેમાં શહેરમાં આંણદાબાવાના ચકલાથી સેન્ટ્રલ બેંક તરફ જવાના માર્ગ પર જુની તાલુકા શાળા સામે આવેલાં શાંતિ ભુવન દેરાસરમાં રાત્રીના સમયે અજાણ્યા આવારા તત્વોએ ઘુસીને તોડફોડ કરી હતી. તેમજ દેરાસરના કર્મચારી અને સાધુ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ઉપરાંત આ લુખ્ખા તત્વોએ દેરાસરની બહાર પાર્ક કરેલાં કારોના કાચ તોડી નાખ્યાં હતાં. જામનગર શહેરના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આવી હિચકારી ઘટના બની હશે. આવી ઘટનાઓ બનતા લોકોમાં ગુજરાત બિહાર બની ગયું છે?! દેરાસરમાં થયેલા હુમલાની જાણ થતાં જૈન સમાજના ભરત પટેલ, કોર્પોરેટર નિલેશ કગથરા, નવિન ઝવેરી અને શાંતિભૂવન જૈન સંઘના ટ્રસ્ટી કૌશિક ઝવેરી તથા અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ કરાતાં પીઆઇ મહાવીરસિંહ જે. જલુ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી જે.એસ. ચાવડા સ્થળ તપાસ માટે આવી ગયા હતા. જૈન દેરાસરમાં બનેલી ઘટનાથી જૈન સમાજમાં રોષની લાગણી અને લોકોમાં ભય ફેલાઇ ગયો છે.પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તાત્કાલિક એકશનમાં આવીને તોડફોડ કરી સાધુ સાથે અભદ્ર વર્તન કરનાર લુખ્ખા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને મળતી વિગત મુજબ અમુક શખ્સોને ઝડપી લીધા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા તપાસ આરંભી હતી. બીજી તરફ શહેરના માર્ગો પર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરી લોકો ભયમુકત રહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ આવા હિચકારા હુમલાઓ પોલીસની ધાક ઓસરતી જતી હોવાનો પુરાવો પણ આપે છે.

ડોઢ વર્ષની બાળકીનું રમતા-રમતા કેરોસીન પી જવાથી મોત: અરેરાટી

0

મોટી માટલી ગામમાં રમતા-રમતા કેરોસીન પી જતાં દોઢ વર્ષની બાળકીનું મૃત્યુની અરેરાટી.

નાના બાળકોને રેઢા મૂકીને ચોવટ કરતા વાલીઓ માટે લાલબતી સામાન કિસ્સો.

દેશ દેવી ન્યુઝ જામનગર ર.જુલાઇ ૨૨ જામનગર જિલ્લાના મોટી માટલી ગામના વતની અને હાલ ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ હસમુખભાઈ રાઠોડ નામના યુવાનની પુત્રી નિશાબેન રાઠોડ (ઉ.વ.1 વર્ષ અને 6 મહિના) નામની બાળકી બુધવારે સવારના સમયે તેના ઘરે રમતી હતી ત્યારે ચુલો સળગાવવા માટે કપમાં રાખેલું કેરોસીન પી જતાં તબિયત લથડતા બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે શુક્રવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા ભાવિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડના ચારણ પીપળિયામાં યુવાનની હત્યાનો પ્રયાસ

ચારણ પીપળિયામાં યુવાનની હત્યાનો પ્રયાસ

પથ્થર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનાર અજાણ્યા શખસો સામે તપાસ શરૂદેશ દેવી ન્યુઝ ૧. જુલાઈ ૨૨ જામનગર: કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં નિંદ્રાધિન આદિવાસી યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામના સીમ વિસ્તારમાં રસીકભાઈ રામાણીની વાડીમાં ખેતીકામ કરતો રવિ મોહનસિંહ બધેલ (ઉ.વ.25) નામનો યુવાન ગત તા.28 ના રાત્રિના સમયે ખેતરમાં ખાટલા ઉપર નિંદ્રાધિન હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ખેતરમાં ઘુસી નિંદ્રાધિન રવિ ઉપર પથ્થર વડે માથામાં, કપાળમાં તથા શરીર ઉપર આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો.

ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા રવિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રવિના પિતા મોહનસિંહના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પ્રેમસંબંધ પરિણયમાં સફળ નહીં થતાં પ્રેમીયુગલે સજોડે જિંદગી ટુંકાવી

0

પ્રેમસંબંધ પરિણયમાં સફળ નહીં થતાં પ્રેમીયુગલે સજોડે જિંદગી ટુંકાવી

વિભાપરની સીમમાં ઝેર પી યુવક-યુવતિની આત્મહત્યાથી ચકચાર

જામનગરના યુવક અને મહુવાની પરિણીત યુવતીના પ્રેમસંબંધનો કરૂણ અંત: લોકોના ટોળા એકઠા થયા

મૃતક યુવતિનું નામ હેતલ અનિલભાઈ ચૌહાણ અને વિનોદ ભરતભાઈ સારિયા

દેશ દેવી ન્યુઝ જામનગર: ૩૦ જૂન ૨૨.જામનગર નજીક વિભાપર ગામની સીમ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીએ સજોડે ગુરૂવારે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જામનગરના યુવક અને મહુવાના કતપર ગામની પરણીત યુવત વચ્ચે પ્રેમ સંબંધ સફળ નહીં થતાં આખરે જિંદગીથી હારી જઈ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તથા એએસઆઈ ફિરોજભાઈ દલ વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં એક યુવક અને યુવતીના મૃતદેહ પડ્યા હતા, જેની બાજુમાં એક ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને ઊંડાણપૂર્વકની તપાસ કરતા બંનેની ઓળખ થઈ ગઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકનું નામ વિનોદ ભરતભાઈ સારિયા (ઉંમર વર્ષ 26) અને જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું અને છૂટક મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે મૃતક યુવતિનું નામ હેતલ અનિલભાઈ ચૌહાણ (ઉ.વ.22) અને મહુવા તાલુકાના કતપર ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન વિનોદભાઈના પિતા ભરતભાઈ પાંચાભાઇ સારીયા કે જેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને પોતાના પુત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ પ્રેમિકા હેતલ ના આજથી બે મહિના પહેલા અન્યત્ર લગ્ન થઈ જતા પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.

વિનોદભાઈ તથા હેતલબેન વચ્ચે છેલ્લા ચારેક માસથી પ્રેમ સંબંધ હોય અને એકબીજાના દૂરના કુટુંબીઓ હોવાથી મળતા પણ હતા, અને બંનેને એકબીજા સાથે જીવન વિતાવું હતું. પરંતુ હેતલબેનના પરિવારજનોએ તેના લગ્ન બે મહિના પહેલાં જ અનિલભાઈ ચૌહાણ સાથે કતપર ગામમાં કરાવી દીધા હતા. જે હેતલબેનને મંજુર ન હતું જેથી તેણી જામનગર આવી ગયા હતા. બાદમાં યુવક-યુવતિએ વિભાપર ગામની સીમ વિસ્તારમાં જ સજોડે વિષપાન કરીને બંને ઝિંદગીનો અંત આણ્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.