Friday, October 16, 2026
Home Blog Page 268

સિક્કામાં પતિએ સુતેલી પત્નિનીને આડેધડ છરીના ઘા’ જીક્યા: હત્યાની કોશીશ

0

સિક્કામાં પતિએ સુતેલી પત્નિનીને આડેધડ છરીના ૧૪ ઘા’ જીક્યા: પત્નિ જીવન મરણ વચ્ચે..

છેલ્લા ૬ વર્ષથી ચાલતો અણબનાવ બન્યો હાફ મર્ડરનું કારણ : મહિલા સારવાર હેઠળ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૭ ઓગસ્ટ ૨૨ જામનગરના સિક્કામાં પતિ પત્નિ વચ્ચેનો અણબનાવે રોદ્ર રૂપ ધારણ કર્યું પતિએ સુતેલી પત્નિને આડેધડ છરીઓના ધા મારી દઈ જીવલેણ હુમલો કરતા નાના ચકચાર મચી જવા પામેલ જામનગર શહેરના સિક્કામાં નાગાણી સરમત ફીસીરીઝ કોલોનીમાં રહેતા સખીનાબેન દાઉદ ગજણ નામની મહિલાને છેલ્લા ઘણા વર્ષથી પોતાના પતિ દાઉદ આમદ ગજણ સાથે અણબનાવ ચાલતો હોય તેને લઈને મહિલા સવારના પોતાના ઘરે સુતી હોય ત્યારે તેનો પતિ અચાનક છરી લઇને ઘસી આવેલ અને નિદ્રાધીન પત્નિ કાઈ સમજે તે પહેલા શરીરે પેટના ભાગે છરીના પાંચ ઘા તથા ડાબા હાથે કોણી તથા કાંડા વચ્ચે છરીના ત્રણ ઘા કરી તથા ડાબા ખંભા ઉપર છરીનો એક ઘા કરી ફરાર થઈ ગયો હતો.

અચાનક થયેલ જીવણેલ હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા મહિલાને તાબડતોબ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી જ્યા તેના ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી અને મહિલાની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે.  બનાવની જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનના PSI વી. કે ગઢવી તથા સ્ટાફ  જામનગર ખાતે દોડી આવી બનાવની વિગત મેળવી હતી પોલીસે મહિલાની ફરીયાદ પરથી ઇ.પી.કો કલમ ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬ ( ૨ ) તથા જી.પી. એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં દાખલ કરી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરમાં રાજપુત કરણી સેનાનો ગૌ પ્રેમ: લમ્પી વાઇરસમાંથી ગૌધન મૂક્ત થાય તે માટે રુદ્ર અભિષેક-શિવપૂજા

0

જામનગરમાં રાજપુત કરણી સેનાનો ગૌ પ્રેમ: લમ્પી વાઇરસમાંથી ગૌધન મૂક્ત થાય તે માટે રુદ્ર અભિષેક-શિવપૂજા

  • સચાણાના હંસેશ્વર મહાદેવ મંદિરે રુદ્ર અભિષેક શિવ પૂજા તેમજ શિવભક્તો માટે પ્રસાદનું આયોજન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૬ ઓગસ્ટ ૨૨ જામનગર: સમગ્ર રાજ્યમાં લમ્પી વાઇરસ ફેલાયો છે. ત્યારે જામનગરમાં રાજપુત કરણી સેના દ્વારા લમ્પી વાઇરસને અટકાવવા માટે શિવજીને રુદ્ર અભિષેક કરાયો હતો. જામનગરથી 25 કિ.મી દુર આવેલા સચાણા ગામમાં હંસેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં રુદ્ર અભિષેક શિવ પૂજા તેમજ શિવભક્તો માટે પ્રસાદ તથા ફરારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લમ્પી વાઇરસમાંથી ગૌમાતા તદ્દન મૂક્ત થાય તે માટે મહારુદ્રી અભિષેક તથા શિવપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત કરણીસેના પ્રદેશ સંગઠનના હોદેદારો જિલ્લા સંગઠનના દોલુભા જાડેજા, મુળરાજસિંહ ઝાલા, સૂરપાલસિંહ વાળા, રાજભા ઝાલા, વિજયસિંહ જાડેજા તેમજ રાજપૂત સમાજના તમામ સંગઠનના હોદ્દેદારો 700થી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસમાં ઉપસ્થિત રહી શિવપૂજા અને અને પ્રસાદની વ્યવસ્થા કરી હતી.

ગુજરાત પોલીસ માટે ખુશીના સમાચાર: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત 

0

ગુજરાત પોલીસ માટે ખુશીના સમાચાર: ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત 

રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર  ૧૪ ઓગસ્ટ ૨૨ અમદાવાદ ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો પગાર વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર માહિતી આપી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે ઈખ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે.

  • પોલીસ કર્મચારીઓના પગારમાં જાણો કેટલો વધારો કરાયો?
  • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે
  • અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર હતો.
  • હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો છે.
  • જ્યારે અજઈંના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.

અગાઉ આટલો પગાર હતો

  • એલઆરડી અને એએસઆઇ ને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો
  • પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો
  • પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો

હવે આટલો પગાર વધ્યો

  • ફિક્સ પગાર એલઆરડી અને એએસઆઇનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો
  • એલઆરડી અને એએસઆઇનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો
  • પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો
  • પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો
  • પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધ્યો

એલઆરડી અને એએસઆઇનો આટલો પગાર વધ્યો

  • -ફિક્સ પગારમાં એલઆરડી અને એએસઆઇનો નો પગાર આટલો વધ્યો
  • – 2 લાખ 51 હજાર 100 રૂપિયા પગાર હતો
  • – હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા પગાર થયો
  • – 20 હજાર 925 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો
  • – હવે 28 હજાર 937 રૂપિયા દર મહિને પગાર મળશે
  • – વાર્ષિક 96150 તો માસિક 8012 રૂપિયા પગાર વધ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રી ની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જામનગરમાં મેમણ વેપારીના ઘેર થયેલી ચોરીનો ભેદ કલાકોમાં જ ઉકેલાયો

0

જામનગરમાં વેપારીના ઘેર થયેલી ચોરીનો ભેદ કલાકોમાં જ ઉકેલાયો

  • 7.40 લાખની માલમત્તા સાથે જામનગરના જ બે તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ ઓગસ્ટ ૨૨ જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એક રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના ની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં જ બે તસ્કરોને ચોરાઉ માલમતા સાથે ઝડપી પાડ્યા છે.જામનગરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળી વિસ્તારમાં રહેતા ઉવેશ બસીરભાઈ લુસવાલા નામના મેમણ વેપારીના રહેણાક મકાનમાંથી પરમદીને સાંજે 5.00 વાગ્યાથી રાત્રિના 10.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા એક લાખની રોકડ અને સોનાના દાગીના સહિત 7.40 લાખની માલમતા ઉઠાવી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાન ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનના પી.આઇ મહાવીરસિંહ જે. જેલુ  અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને જામનગરમાં જ રહેતા મોહમ્મદ રફીક દૂધવાલા તેમજ ઇકામુદ્દીન દરવાન નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા 75 હજારની રોકડ રકમ અને સોનાના દાગીના વગેરે મળી 7.40 લાખની ચોરાઉ માલમતા કબજે કરી લીધી છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના પટણીવાડ વિસ્તારના રહેણાંક મકાનમાં રૂા.7.40 લાખની મત્તાની ચોરી

0

જામનગરના પટણીવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં રૂા.7.40 લાખની મત્તાની ચોરી : પોલીસ તપાસનો ધમધમાટ

  • જાણભેદુ હોવાની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ
  • ગઇકાલે સાંજે પ થી ૧૦ વાગ્યા વચ્ચેનો બનાવ

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૨ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પટણી વાડ વિસ્તારમાં આવેલી ખંભોત્રી ફળીમાં રહેતાં મેમણ વેપારી ઉવેશ બસીરભાઈ લુસવાલા નામના યુવાનના બંધ મકાનમાં રક્ષાબંધનના દિવસે સાંજના 5 થી રાત્રિના 10 વાગ્યા સુધીના પાંચ કલાકના સમય દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ કોઇ હથિયાર વડે કાપીને ઉપરના માળે આવેલા રૂમમાં પ્રવેશ કર્યો હતો અને રૂમના કબાટના તાળા તોડી તેમાં રાખેલો દોઢ તોલાનો સોનાની સરવાળો સેટ, અઢી તોલાનો સોનાનો કાળા મોતીના સરવાળા બે મંગલસુત્ર, સાડા પાંચ તોલાના સોનાના બે નંગ પાટલા, બે સોનાની વીંટી, સોનાના ત્રણ નંગ પેડલ, કાનની જુદા જુદા પ્રકારની બુટીઓની છ જોડી, એક પોણા તોલાનો સોનાનો ચેઈન સહિત રૂા.6.65 લાખની કિંમતના પોણા પંદર તોલાના સોનાના દાગીના અને 75 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.7,40,000 ની કિંમતની માલમતા ચોરી કરી લઇ ગયા હતાં.આ બનાવ અંગે ઘરે પરત ફરેલા વેપારી ઉવેશભાઈ દ્વારા જાણ કરાતા પીઆઇ મહાવીરસિંહ જે.જલુ  તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે, પોલીસના પ્રાથમિક તારણમાં ચોરી કરનાર કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.

જામનગરનું ફડાકા કાંડ: વાહનચાલકને વારંવાર ડખ્ખો કરવો પડ્યો ભારી: ફોજદારી

0

જામનગરમાં ચર્ચાસ્પદ બનેલ ફડાકાકાંડમાં વાહન ચાલક સામે ફરિયાદ

આરોપી :- સીલ્વર કલરના એક્સેસ મો.સા રજી નં- GJ10-BL-9843 ના ચાલક 

  • જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક જવાનને ફરજ મુક્ત કરી દેવાયો છે.
  • વિકલાંક યુવાન અગાઉ પણ ટ્રાફિક પોલિસ સાથે ડખ્ખો કરી ચૂક્યો છે. તેવામાં ફરી બ્રિગ્રેડ સાથે બબાલ કરી
  • જામનગર શહેરમાં ચર્ચાસ્પદ બનેલ ફડાકા કાંડમાં નવો વણાંક આવ્યો છે. પોતાની ફરજ બજાવતા TRB જવાનને અપશબ્દ બોલી ઉશ્કેરાવટ વાતાવરણ ઉભુ કરનાર એકટીવા ચાલક સામે અંતે ગુનોં નોંધાયો

દેશ દેવી ન્યુઝ ૧૨ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના નાગનાથ સર્કલ પાસે ગઈકાલે સાંજના સમયે ટ્રાફીક જામ સર્જાયો હોય અને એક વિકલાંગ અને ટ્રાફીક બ્રિગેડના જવાન વચ્ચે ગાળાગાળી સાથે બોલાચાલી થઈ હતી તેવામાં TRB જવાને સ્કૂટર ચાલકને ફડાકો ઝીંકી દીધાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ સ્કૂટર ચાલકે ટ્રાફિક બ્રિગેડના જવાનન ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું છે.શહેરમાં ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક બ્રિગેડના જવાનોને રોજમદાર તરીકે રાખ્યા છે . તેઓને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે ફરજ પર રાખવામાં આવ્યા છે અને ટ્રાફીક નિયમન કરાવે છે . ત્યારે ગઈકાલે શહેરના નાગનાથ ચોકડી પાસે ટ્રાફીક વોર્ડન ટ્રાફીક નિયમન કરાવી રહ્યા હતાં. તેમ છતાં ટ્રાફીક ચક્કાજામ હતો, ત્યારે એક હાથે વિકલાંગ યુવાન સ્કુટર લઈને નિકળ્યો હતો અને કોઈ બાબતે ટ્રાફીક વોર્ડન સાથે માથાકુટ થઈ અને અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી જેથી બ્રિગેડ જવાને ફડાકો ચોડી દીધો હતો આ સમયે લોકો એકઠા થયા હતાં અને થોડીવાર માટે ટ્રાફીક જામ થઈ ગયો હતો . એકઠા થયેલા લોકોમાંથી કોઈએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં પોલીસ બેડામાં સારી એવી ચર્ચા જાગી છે. જે બાદ પોલીસે દશરથસિંહ વનરાજસિંહ વાઢેરની ફરિયાદ પરથી વાહનચાલક સામે ઈ.પી.કો. કલમ ૨૯૪ ( ખ ) , ૫૦૪ મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

દેવળીયામાં ભાડાનું મકાન ખાલી નહીં કરતા દિલીપ અંકલેશ્વરીયા સામે લેન્ડગ્રેબિંગ

0

કલ્યાણપુર પંથકમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

  • દેવળીયામાં ભાડાનું મકાન ખાલી નહીં કરતા શખસ સામે ફોજદારી
  • મકાન ભાડે રાખ્યા બાદ અવાર-નવાર ખાલી કરવાનું કહેવા છતાં ખાલી ન કરાતા થઈ ફોજદારી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૦ ઓગસ્ટ ૨૨  ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદાસભાઈ કાનાભાઈ ડુવા નામના 35 વર્ષના આહિર યુવાને આ જ વિસ્તારમાં રહેતા દિલીપ રાણાભાઈ અંકલેશ્વરીયા નામના શખ્સ પાસેથી વર્ષ 2016 માં એક ખુલ્લો પ્લોટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી અને તેના પર બાંધકામ કરીને આ મકાન વર્ષ 2018 માં દિલીપ અંકલેશ્વરીયાને ભાડેથી રહેવા માટે આપ્યું હતું.મકાન માલિક હરદાસભાઈએ આરોપી દિલીપ અંકલેશ્વરીયાને વારંવાર મકાન ખાલી કરવાનું કહેતા આ શખ્સ દ્વારા તેમનું મકાન ખાલી કરવામાં આવતું ન હતું. આથી આશરે રૂપિયા 9,00,000 જેટલી કિંમતનું મકાન પચાવી પાડવા હરદાસભાઈ કાનાભાઈ ડુવા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં દિલીપ રાણાભાઈ અંકલેશ્વરીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી, આગળની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયેની રાહબરી હેઠળ ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગર ધરાનગરમાં તાજીયામાં ”વીજ શોક” લાગતા :15 લોકો દાઝયા 2 ના મોત જુવો Video

0

જામનગરના ધરાનગરમાં બની ગોજારી ઘટના: તાજીયાના જુલુસ વેળાએ વીજ શોક લાગતા સર્જાયો અકસ્માત

  • હેવી વોલ્ટેજ વીજ લાઇનમાં તાજીયાનો ભાગ અડી જતા ૧૫ લોકો દાઝયા: બે ના મોતથી અરેરાટી
  • બનાવની જાણ થતા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા હોસ્પિટલ દોડી ગયા
  • મૃતકનું નામ આશીફ મલેક ઉવર્ષ- ૨૪ અને મહોમદ વાહીદ હુશેન ઉવર્ષ-૨૫ અન્ય એકની હાલત ગંભીર હોવાનું મનાય રહ્યું છે

દેશ દેવી ન્યુઝ જામનગર o૯ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં તાજીયાના જુલુસ વેળાને ૧૫ લોકોને વીજ શોક લાગતા તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા બે લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી

સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના ધરાનગર વિસ્તારમાં મહોરમ પર્વ નિમીતે તાજીયા કાઢતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વોલ્ટેજ વીજ લાઈનમાં તાજીયાનો ભાગ અડી જતા ગોઝારો અકરમાત સર્જાયો હતો જેમાં ૧૫ જેટલા લોકો દાઝયા હતા અને બે લોકોના મોત થયા હતા અચાનક બનેલી ઘટનામાં નાશભાગ મચી ગઈ હતી તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થયા હતા હોસ્પિટલના ટ્રોમા વાર્ડેમાં માતમ છવાઈ ગયો હતો.વોર્ડ નં-૨ના સ્થાનિક કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા સહિતના મુુુસ્લીમ આગેવાનો દોડી ગયા હતા ઘટનાના પગલે એસ.પી પ્રેમસુખ ડેલું તથા Dysp જયવીર સિહ ઝાલા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ જી.જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

ભોપલકામાં પિતાની બંદૂકમાંથી પુત્રએ ‘સીન’ નાંખવા કર્યું ફાયરિંગ

ભોપલકામાં પિતાની બંદૂકમાંથી પુત્રએ ‘સીન’ નાંખવા કર્યું ફાયરિંગ : પોલીસે ગુન્હો નોંધ્યો

  • મકાનની છત ઉપર ઊભીને બે રાઉન્ડ ફાયરિંગ કરી તેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યો..!
  • પરવાનો ધરાવતા આસામી માટે લાલબતી સમાન કિસ્સો

દેશ દેવી ન્યુઝ જામનગર o૮ ઓગસ્ટ ૨૨ ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે એક યુવાન દ્વારા પોતાના પિતાની લાયસન્સ વાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસમાં પિતા-પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પંથકમાં એક યુવાન હવામાં ફાયરિંગ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સંદર્ભે કલ્યાણપુર તાબેના ભાટિયા આઉટ પોસ્ટ વિભાગના પી.એસ.આઇ. એલ.એલ. ગઢવી તથા સ્ટાફ દ્વારા ઉપરોક્ત વિડીયો અંગે તપાસ થતા તેની કરાઈ કરવામાં આવતા આ વિડીયો ભોપલકા ગામના રહીશ યશપાલસિંહ અખુભા જાડેજાનો હોવાનું અને તેણે પોતાના રહેણાંક મકાનની છત ઉપર ઊભીને બે રાઉન્ડ ફાયરિંગ કરી તેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું.પોલીસની વધુ તપાસમાં ઉપરોક્ત યુવાન સામે હથિયાર તથા ફાયરિંગ અંગે કોઈ પરવાનો ન હતો. આ ફાયરિંગ તેણે તેના પિતા અખુભા ભાયલુભા જાડેજાના પરવાનાવાળી બાર બોરની બંદૂકમાંથી કર્યો હતો.

આમ, પરવાનો ન હોવા છતાં પુત્રને ફાયરિંગ માટે બંદૂક આપી હથિયારધારાનો ભંગ કરવા બદલ ભાટિયા પોસ્ટના પી.એસ.આઇ. એલ.એલ. ગઢવીએ જાતે ફરિયાદી બની, અખુભા ભાયલુભા જાડેજા તથા તેના પુત્ર યશપાલસિંહ જાડેજા સામે હથિયારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જામનગરમાં ક્રોંગેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ : જુવો Video.. દિગુભા 307

0

કલેકટર કચેરીના પટાંગણમાં પેટ્રોલ છાંટી લેતા અફડાતફડીના દ્રશ્યો સર્જાયા

  • મુખ્યમંત્રીની બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ 
  • આરોપી :- ( ૧ ) વીરેન્દ્રસીહ ઉર્ફે દીગુભા ટેમુભા જાડેજા જામનગર શહેર ક્રોગ્રેસ પ્રમુખ ( ર ) પાર્થ પટેલ – કોંગ્રેસ કાર્યકર વિરૂદ્ધ ગુનો દાખલ: કાર્યકરોમાં રોષ..
  • જામનગર શહેરમાં લમ્પી વાયરસની કામગીરીમાં ઢીલી નીતિનો આક્ષેપ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૦૭ ઓગસ્ટ ૨૨ જામનગરમાં મુખ્યમંત્રીની બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે કલેકટર કચેરીના પટાંગણમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. તેમણે શહે૨માં લમ્પી વાયરસની કામગીરીમાં ઢીલી નીતિનો આક્ષેપ કરી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું . જામનગરમાં શનિવારે લમ્પી વાયરસની સમીક્ષા અર્થે આવેલા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલેકટર કચેરીના સભાખંડમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલેકટર કચેરીમાં બીજા માળે ચાલી રહેલી બેઠક દરમિયાન જામનગર શહેરકોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કચેરીના પટાંગણમાં કારમાં ધસી આવ્યા હતાં . જયાં તેને પોતાની ક્રેટા કારમાંથી પેટ્રોલનું ડબલુ કાઢી માથા પર રેડી દીધા પછી આત્મવિલોપનનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો . આથી પોલીસે દિગુભા તથા સાથેના શહેર કોંગ્રેસના મહામંત્રીની અટકાયત કરી લીધી હતી . લમ્પી વાયરસમાં ઢીલી કામગીરી સામે રોષ વ્યકત કરી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યાનું કોંગી પ્રમુખે જણાવ્યું હતું. જેથી પોલીસ હરક્તમાં આવી અને બંને આગેવાનોની અટકાયત કરી તેની વિરુદ્ધ IPC ક્લમ -૩૦૭, ૩૩૨,૧૮૬ ,૧૧૪ મુજબ હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ક્રેટા કાર અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યોં છે. હાલમાં આ મુદાને લઈ ગુજરાતભરમાં સારી એવી ચર્ચાં જગાડી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.