Friday, October 16, 2026
Home Blog Page 267

દિગ્જામ સર્કલ પાસેની “દેવપાર્ક સોસાયટીના રહેણાંક ફ્લેટમાં જુગારના અખાડામાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

0

જામનગરની દેવપાર્ક સોસાયટીમાં ચાલતી જુગારની મહેફીલ ઉપર ત્રાટકતી એલસીબી: 3 મહિલા સહિત 9 ઝડપાયા 

દિગ્જામ સર્કલ પાસની “દેવપાર્ક સોસાયટીના રહેણાંક ફ્લેટમાં જુગારના અખાડામાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

રૂા.59,490 ની રોકડ રકમ, 9 મોબાઇલ, 2 બાઈક સહિત કુલ રૂા.1,66,990 નો મુદ્દામાલ જપ્ત

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે દેવપાર્ક સોસાયટીમાં ફલેટમાં ચાલતા જૂગાર અખાડાના સ્થળે એલસીબીની ટીમે ત્રાટકીને ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા.59,490 ની રોકડ રકમ, 9 મોબાઇલ, 2 બાઈક સહિત કુલ રૂા.1,66,990 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા દેવપાર્ક સોસાયટી શેરી- નં.૧ માં રહેતાં રાહુલ ગાગીયા નામનો શખ્સ તેના ફલેટમાં જૂગારનો અખાડો ચલાવતો હોવાની એલસીબીના કિશોર પરમાર, અશોક સોલંકી અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે રેઇડ દરમિયાન રાહુલ ફોગા ગાગીયા, બુધા દેવરામ ભટ્ટ, હરીરામ બચુ જોશી, કમલેશ મણીલાલ જોગીયા, સંજય ચુની લોઢીયા, નિલેશ નથુ માળિયા અને ત્રણ મહિલાઓ સહિત નવ શખ્સોને રૂા.59,490 ની રોકડ અને રૂા.52,500 ની કિંમતના 9 નંગ મોબાઇલ તેમજ રૂા.55 હજારની કિંમતની બે બાઈક અને ગંજીપના સહિત કુલ રૂા.1,66,990 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ કે.જે.ભોયેની સુચનાથી PSI આર.બી.ગોજીયા PSl સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.સી સ્ટાફના માડણભાઇ વસરા, ASI સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ,અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિરેનભાઇ વરણવા, ભગીરથીસંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાના મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરીવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરમાં ”તું મારી બહેન સાથે હજી કેમ બોલશ” કહી યુવાન પર ૭ શખ્સો હથીયારો સાથે ટુટી પડ્યા

0

મારી બહેન સાથે હજી કેમ બોલશ કહી યુવાન પર ૭ શખ્સો ટુટી પડ્યા.

  • ફોરેસ્ટ ખાતા સામેના ઓવરબ્રિજ પાસેનો બનાવ
  • આરોપી:- (૧) આદિત્ય બારૈયા ( ૨ ) ચીરાગ (૩) જયેંદ્ર ( ૪ ) સતીષ ( ૫ ) વિપુલ બાંભણીયા ( ૬ ) ધેલો ( ૭ ) ધવલ રહે બધા- જામનગર

દેશ દેવી ન્યુઝ ર૩ ઓગસ્ટ ૨૨ જામનગરના ભીમવાસ શેરી નં-૩માં રહેતા આરીફ દાઉદભાઈ થઈમ નામના વીસ વર્ષીય યુવાન પર સાત શખ્સોએ એકસંપ થઇ હુમલો કરતા યુવાન ઘવાયો , જામનગર શહેરના ભીમવાસ શેરી નંબર-૩ રહેતા આરીફ દાઉદભાઈ થઈમ નામના વીસ વર્ષીય યુવાનને સમાધાન માટે બોલાવીને ૭ શખ્સો તિક્ષણ હથીયાર વડે ટુટી પડ્યા હતા પ્રેમપ્રકરણ કારણે મામલો બિચક્યો હોવાનું અને અગાઉ પણ આરોપીની બ્હેનને ન બોલાવા બાબતે બોલાચાલી થઈ હોવાનું મનાઈ રહ્યું છે જે બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો ઇજાગસ્તને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખેસડવામાં આવ્યો હતોજામનગર શહેરમાં આવેલ ભીમવાસ.૩ માં રેહતા આરીફ દાઉદભાઈ થઈમ (ઉ.વ.૨૦) (જાતે: મુસ્લીમ-વાઘેર) નામના યુવકને પ્રેમ-પ્રકરણ બાબતે બોલચાલી થયા, બાદ સમાધાન કરવા બાબતે શહેર ના ફોરેસ્ટ ખાતા ગેઇટની સામે બોલાવીને ૭ શખ્સોએ ધોકા, પાઇપ અને છરી વડે ટુટી પડતા નાશ ભાગ મચી ગઈ હતી.ત્યારબાદ ઇજાગસ્ત આરીફને ૧૦૮ મારફતે સારવાર અર્થે જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ તથા જ સિટી-બી ડિવિઝન પોલીસના PSI એસ.વી સામાણી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવ અંગેની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.યુવકની ફરીયાદ પરથી પોલીસે આઇ.પી.સી કલમ-  ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩પ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરમાં રૂદ્ર દાંડીયા ક્લાસ સંચાલકનો આપધાત: અરેરાટી

0

જામનગરમાં દાંડીયા સંચાલકનો આપધાતથી અરેરાટી

  • જામનગરમાં દાંડિયા ક્લાસ સંચાલકની આત્મહત્યા: પોલીસ તપાસનો ધમધમાટ
  • મૃતકનું નામ નિરવ અગ્રાવત અને  રૂદ્ર દાંડીયા કલાસ તરીકે એકેડમી ચલાવતો હોવાનું જણાઇ આવેલ છે.
  • નિરવ અગ્રાવતે અગાઉ પણ આત્મહત્યાની કોશીશ કરી હતી.

દેશ દેવી ન્યુઝ ૨૨. ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ રોડ પાસેની બ્રહ્મપુરી ખાતે રૂદ્ર દાંડીયા કલાસ ચલાવતા અને સ્વામીનારાયણનગરમાં રહેતા નિરવ અગ્રાવત નામના ૩૬ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતા બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા મૃતકનો પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે લોકો અવનવી નવી ચર્ચાઓ કરી રહ્યા હતા બીજી તરફ આ ઘટના અંગેની જાણ પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઇ સામાણી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ જીવટભરી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી મરનારે શા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી..

જામનગર ગુલાબનગરમાં સુમરા યુવાનને સમાધાન માટે બોલાવી ૪ શખ્સો તિક્ષણ હથીયાર વડે ટુટી પડ્યા

0

સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

  • સમાધાન માટે બોલાવી ૪ શખ્સો ધોકા, પાઇપ તલવાર વડે ટુટી પડ્યા: વહેલી સવારનો બનાવ
  • રાત્રીના ભાગે ચા-લારીના ગલ્લા ઉપર માથાકુંટનો સીલસીલો યથાવત
  • આરોપી :- (૧) અલ્તાફભાઇ ઉર્ફે અલ્તાફ ટોપી દોશમામદ તાયાણી રહે ધરાનગર આવાસ પોલીસ હેડ ક્વાર્ટસ પાછળ જામનગર (ર) ઇમરાન ખેરાણી (૩) મહમદબાપુ યુસુફભાઇ સુમરા (૪) જોન વાઘેર રહે બધા.ગુલાબનગર જામનગર

દેશ દેવી ન્યુઝ ૨૨ ઓગસ્ટ ૨૨ જામનગર ગુલાબનગર મોહનનગર રાજમોતી ટાઉનશીપ પાસે રહેતા સદામ તાયાણી નામના યુવકને સામુ જોવા બાબતે બોલાચાલી થયા બાદ સમાધાન કરવા કરવા બોલાવી ચાર શખ્સો ધોકા,પાઇપ વડે ટુટી પડતા નાશ ભાગ મચી ગઈ હતી.ફરીયાદી સદામ તાયાણી નામનો યુવક નાગનાના નાકે ચા પીવા ગયો હતો ત્યા ઇમરાન ખેરાણી સાથે સામુ જોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ બંને ત્યાથી છુટા પડી ગયા હતા તે બાબતનો ખાર રાખી અલ્તાફભાઇ ઉર્ફે અલ્તાફ ટોપી દોશમામદ તાયાણી નામના શખ્સે સમાધાનની વાતચીત કરવા સદામને ફોન કરી બોલાવ્યો હતો અગાઉથી તૈયારીમાં આવેલા શખ્સોએ સદામ કાંઈ સમજે તે પહેલા પથ્થરનો ઘા મારી યુવાનને પછાડી દીધો હતો તેવામાં આરોપી ઇમરાન ખેરાણીએ એક્સેસ ગાડીમાંથી તલવાર કાઢી ઉંધી તલવારના આડેધડ બે ઘા ફરિયાદના પગમાં ફટકારી દીધા હતા અને તમામ આરોપી એકસંપ થઇ લાંખડના પાઇપ , ધોકા વડે ટૂટી પડતા યુવાનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સામુ જોવા જેવી સામાન્ય બાબત ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે ચકચાર મચી ગઈ હતીબનાવની જાણ થતા સીટી-એ ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવની ભાળ મેળવી હતી ફરીયાદી સદામ વલીભાઈ તાયાણીની ફરીયાદ પરથી IPC કલમ ૩૨૫ , ૩૨૪ , ૩૨૩,૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.વધુ તપાસ Pl મહાવીર ર્સિહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI એન.વી હરિયાણી ચલાવી રહ્યા છે.

જામનગર ચર્ચાસ્પદ આત્મવિલોપન પ્રકરણમાં કોંગી મહામંત્રીને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ: જુવો જેલ બહારના દ્રશ્યો

0

જામનગરમાં કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન ના પ્રયાસ મામલે શહેર કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલને સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા: જેલ બહાર હારતોરા..

  • કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વિરૂદ્ધ પોલીસને જીવતી સળગાવી દેવા અને ગાડી માથે ચડાવી દેવા બાબતે ગુનો નોંધાયો હતો.
  • જિલ્લા જેલમાંથી બહાર નિકળતી વેળાએ વિપક્ષ નેતા, કોર્પોરેટર તથા કોંગી કાર્યકરોએ પાર્થ પટેલને ફુલના હારતોરા કર્યાં હતા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચચાસ્પદ બનેલા આત્મવિલોપન કાંડમાં જામનગર કોંગી મહામંત્રી પાર્થ પટેલને કોર્ટે જામીન મુક્ત કર્યો હતો ગત તારીખ ૬ ઓગસ્ટના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક ચાલતી હતી અને બહાર શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવા મામલે દિગુભા જાડેજા સાથે જેલમાં રહેલા પાર્થ પટેલને સેશન્સ કોર્ટે જામીન પર મુકત કર્યા છે.સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી . પાર્થ પટેલની જામીન અરજી મંજૂર જામનગરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવાના મામલે તેમજ પોલીસને જીવતી સળગાવી દેવા અને ગાડી માથે ચડાવી દેવાની બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જેથી તેઓ બન્ને જેલમાં બંધ હતા . તેમાં આજરોજ સેશન્સ કોર્ટમાં પાર્થ પટેલની જામીન અરજી મૂકવામાં આવી હતી . જેને સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યો હતો કોંગ્રેસ લિગલ સેલ વતી સીનીયર એડવોકેટ દિનેશ વિરાણી, જયેન્દ્રસિંહ એન ઝાલા, શિવરાજસિંહ રાઠોર રોકાયા હતા.

લાલપુરના સિંગચ ગામમાં કમ્પાઉન્ડર બન્યો ડોકટર: જુવો Video

0

લાલપુરના સિંગચ ગામમાં ખાનગી પ્રેકટીસ કરતા ગોસ્વામી ક્લીનીકમાં કમ્પાઉડર બન્યો ડોક્ટર

  • ડોક્ટર ૨જા ઉપર જતા કમ્પાઉડર દર્દીઓને દવા દેતો હોવાનો વિડીઓ સોશિયલ મીડીયા થયો વાઈરલ: અવાર-નવાર બોગસ ડોક્ટર પોલિસ ચોપડે ચડી જાય છે.
  • સ્થાનિક જાગૃત નાગરીક કલીનીકે દવા લેવા જતા બનાવ પ્રકાસમાં આવ્યોઃ ડીગ્રી માંગતા ભાંડો ફુટ્યો
  • જાગૃત નાગરીકે રજા ઉપર ગયેલ ડોક્ટર સાથે ટેલીફોનિક વાત કરતા ડોક્ટરે કબૂલ્યું: નાની-મોટી દવા માટે શહેરમાં ધક્કો ‘ન’ ખાવો પડે માટે ક્લીનિક ખૂલું રાખ્યું છે.
  • જિલ્લાઓના ગામડાઓમાં બેરોકટોક ધમધમતા ગેરકાયદેસર દવાખાના ઉપર લગામ ક્યારે..!!

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં ડિગ્રી વગર દર્દીઓની તપાસણી કરી કમ્પાઉડર દવા દેતો હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતા તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયા છે. બીજી બાજુ ડીગ્રી વગર દવા આપવાના કારણે કોઈ અનિરછીય બનાવ બને અથવા તો દવાના ઓવરડોઝથી કોઈ દર્દીનો જીવ જોખમાં મુકાયતો જવાબદારી કોની.!!

તેવો જ બનાવ લાલપુરના સીંગચ ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોક્ટર બની કમ્પાઉડર દર્દીઓને દવા દેતો કેમેરામાં કેદ થતા અફડાતફડી મચી ગઇ હતી ગામડાઓમાં ગેરકાયદેસર ધમધમી રહેલા દવાખાનામાં સિંગચ ગામ વિસ્તારના ગરીબ અને અભણ અને પછાત સમાજના દર્દીઓ પાસેથી મસમોટી ફી વસુલ કરાઈ રહી છે. આવા બોગસ ઘોડા ડોક્ટર  ડિગ્રી ”ન” હોવા છતા બેરોકટોક પ્રેક્ટીસ કરતા અવાર-નવાર પોલીસ ચોપડે ચડી જાય છે.આવા બોગસ ઘોડા ડોક્ટરો પાસેથી ઈલાજ કરાવવો માનવજીવન સાથે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.ખાસ કરીને આ વિસ્તારમાં મહાકાય કંપનીઓ હોવાના કારણે પરપ્રાંતિય લેબર મોટી સંખ્યામાં રહેતા હોય તેથી આવા બોગસ ઘોડા ડોક્ટરો સાદા કાગળ પર દવા, ઇન્જેક્શન લખી આપી રીતસરની ગેરકાયદેસરની લુંટ ચલાવે છે. જે ખરેખર તપાસનો વિષય છે.આવા ક્લિનીક તાન્કાલિક બંધ કરાવા લોકોની માંગ ઉઠી છે. વાઈરલ વિડીઓમાં કમ્પાઉડર ખૂદ કબુલે છે કે તેની પાસે કોઈ શર્ટી કે ડીગ્રી નથી છતાં ડોક્ટરની ખુરશીમાં બિન્દાસ બેઠો હોવાનો કેમેરમાં કેદ થઈ જાય છે. હાલતો આ વાઈરલ વિડીઓએ આજુ-બાજુના ગામમાં સારી એવી ચર્ચા જગાડી છે

ઇલેક્ટ્રોપેથી, નેચરોપથી અને બેચલર ઓફ અલ્ટરનેટિવ મેડિકલ સાયન્સ ધરાવતા સર્ટિફિકેટ અને ડિગ્રી ધારી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકતા નથી. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી ગુજરાત મેડિકલ કાઉન્સિલ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યૂનાની સિસ્ટમ ઓફ મેડિસિન અને કાઉન્સિલ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્યમાં નોંધણી ન કરાવી હોય એવા ડોક્ટર પણ પ્રેક્ટિસ નથી કરી શકતા.

કાલાવડના માછરડામાં બનેવીના હાથે સાળાની હત્યા: પત્નિ અને સસરાની હાલત ગંભીર

0

કાલાવડના માછરડામાં બનેવીનો પત્ની, સાળો અને સસરા ઉપર જીવલેણ હુમલો

વહેલી સવારે બનેવીએ સાળા ઉપર છરી વડે હુમલો કરાયો : સસરા અને પત્નિ વચ્ચે પડતા બને ઘવાયા

સાળાનું સારવાર દરમિયાન મોત સસરાની હાલત ગંભીર: બનાવ હત્યામાં પલટાયો

દેશ દેવી ન્યુઝ જામનગર ર૦ ઓગસ્ટ ૨૨ જામનગર કાલાવડના માછરડા ગામમાં રહેતા પિતા પુત્ર અને બહેન ઉપર બનેલીનો વહેલી સવારે જીવલેણ હુમલો થતા પિતા પુત્ર અને બહેનને તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા પુત્રનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો જ્યારે સસરા શક્તિસિંહ જાડેજાની હાલત ગંભીર હોવાનું જણાઇ આવેલ છે જયારે પત્નિ તૃપ્તિબા ઝાલાને બંને હાથે ગંભીર ઇજા થઇ હતી.જામનગરના કાલાવડના તાલુકાના માછરડા ગામના તૃપ્તિબાના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધા તાલુકાના ગંજેડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાથે થયા હતા છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલતો હોવાને કારણે પત્ની  પીયર હોય જેથી પતિ નરેન્દ્રસિંહ ઝાલાએ વહેલી સવારે માછરડા ગામે પહોંચી જઈ સાળો ઈન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા ઉપર છરીના આડેધડ ઘા જીંકી દેતા સાળો લોહી-લુહાણમાં ઢરી પડ્યો હતો સસરા શક્તિસિંહ જાડેજા અને બહેન પત્નિ તૃપ્તિબા ઝાલા વચ્ચે પડતા બંને ગંભીર રીતે ઘવાયા હતા સાળો લોહીલુહાણમાં ઢરી પડ્યો હતો પિતા પુત્ર અને બહેનને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરિમયાન ઈન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા ઉ.વર્ષ ૩૬ નું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતીબનાવની જાણ થતા LCB સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ બનાવની વિગત મેળવી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

લાલપુરના રક્કા ગામમાં ચાલતા જુગારના અડ્ડા પર LCBનો દરોડો : ૨૯ ઝડપાયા

0

લાલપુરના રક્કા ગામમાં જુગારના અડ્ડા પર LCBનો દરોડો ૨૯ ઝડપાયા ૧ ફરાર

૨.૫૮ લાખની રોકડ સહિત ૯.૬૦ લાખનો મુદામાલ જપ્ત

લોકલ ક્રાઈમ બ્રાન્ચના કિશોર પરમાર વનરાજ મકવાણાને મળેલ બાતમીને આધારે રેઇડ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગરના લાલપુર ગામના રક્કામાં હનીફ મામદ નાઈ અને ઇમરાન અબ્દુલ નાઈ નામના શખ્સો બહારથી માણસો બોલાવી ગંજીતતાનો જુગાર રમાડે છે. તેથી LCBના ઇન્ચાર્જ Pl કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ PSI આર.બી ગોજીયા તથા સ્ટાફ દ્વારા રેઇડ કરતા ૨૯ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા અને જુગાર રમાડતો હનીફ મામદ નાઈ નાશી જતા પોલીસે તેને ફરારી જાહેર કર્યોં છે. અચાનક લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકતા  નાશભાગ મચી જવા પામી હતી.

કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.જે ભોયે ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા , તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , અશ્વિનભાઇ ગંધા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ઘાઘલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , અશોકભાઇ સોલંકી , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , દોલતસિંહ જાડેજા , ધનશ્યામભાઇ ડેરવાળીયા , ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા , રાકેશભાઇ ચૌહાણ , યોગરાજસિંહ રાણા , કિશોરભાઇ પરમાર , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , ભારતીબેન ડાંગર , દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .

ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરી ખાતે ૫૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી શૌર્યરાસ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો જુવો Video

0

કેન્દ્રીય જળશકિત મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી  કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં ધ્રોલ ખાતે ૩૧ મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ યોજાયો

  • ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરી ખાતે ૫૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી શૌર્યરાસ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો
  • ભૂચરમોરીની આ ઘરા પર દેશ કાજે બલિદાન આપનારા શહીદોનું લોહી રેડાતાં ધરતી ચંદન બની છે : કેન્દ્રીય જળશકિત મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવત
  • પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર બલિદાન આપ્યું તે શહીદોને નમન : પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ઓગસ્ટ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ્ લંડન” માં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી  ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભૂચરમોરી ની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે ૫૦૦૦ યુવાઓએ તલવારબાજી થી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય મંત્રી  એ વધુમાં ચારે યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં જુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણાં દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. દેશના પરિવર્તનમાં અનેક વીરોનું પણ યોગદાન રહેલું છે.

પ્રદેશ મહામંત્રી  પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ઘરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લા ૩૦ વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે. અને ૩૧માં શ્રધ્ધાંજલી સમારોહમાં ૫૦૦૦ યુવાઓના તલવાર રાસથી નવો રેકોર્ડ સર્જાયો છે. તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.આ સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી  આઇ. કે. જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય  ગીતાબા જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી  પી.ટી. જાડેજા, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

જામનગર જિલ્લાના ૩૨૯ પોલિસકર્મીની આંતરિક બદલીનો ગંજીફો ચીપતા SP

0

જામનગર જીલ્લાના ૩૨૯ પોલિસ કમીની આતરીક બદલીનો ગંજીફો ચીપતા જિલ્લા પોલીસ વડા

error: Copying and use of the content of the website is considered as illegal activity.