Friday, October 16, 2026
Home Blog Page 266

જામનગર નવીવાસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ૪ પકડાયા

0

નવીવાસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી સીટી-એ પોલીસ: ચાર ઝડપાયા

  • ફરીયાદીના સાળાના પુત્રનું કારસ્તાન : દાગીનાના ભાગ પાડી રાજકોટ વેંચી માર્યો: તપાસ રાજકોટ લંબાવાઈ
  • ટાબરીયો સગીર હોવાથી તેનો કબ્જો તેના માતાપિતાને સોંપાયો
  • ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલતી પ્રંસન્નીય કામગીરી કરતી સીટી-એ ડિવિઝન પોલીસ
  • સીટી-એ ડી. સ્ટાફના જીતેન્દ્રસિંહ જાડેજા, દેવાયતભાઈ કોબરીયા, મહિપતસિંહ જાડેજા તથા વિક્રમસિંહ જાડેજાની બાતમીને મળી મોટી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ : ઓગસ્ટ ૨૨ જામનગરમાં નવી વાસ વિસ્તારમાં એક સિનિયર સિટીજન ના રહેણાંક મકાનમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઇ ગયો છે , અને પોલીસે મકાન માલિકના સાળાના દીકરા અને એક ટાબરીયા સહિન ચાર રાખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા બે લાખ પાંચ હજારની રોડ રકમ કબજે કરી છે. જયારે ઘરેણાંની ચોરી કર્યા પછી રાજકોટમાં દાગીના વેચી મારી રોકડી કરી લીધી હતી . સમગ્ર મામલે સીટી એ . ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.ઉપરોક્ત ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને ધોબી કામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રભુલાલ ભગવાનજીભાઈ દેવાણી નામના ૭૧ વર્ષના સિનિયર સિટીઝનના રહેણાક મકાનમાંથી ગઇ કાલે ધોળે દહાડે ચોરી થઈ હતી , તસ્કરો રૂપિયા ચાર લાખ પંદર હજારની કિંમનના સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયા હોવાનું સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કરાયું હતું.જેમાં પહેલેથી શંકાના દાયરામાં રહેલા અને ગુલાબનગર રહેતા પોતાના સાળાના પુત્ર અભય રમેશકુમાર કુંવરીયાનું નામ આપ્યું હતું .. જે સમગ્ર મામલે સીટી ડિવિઝનના પી.આઇ. મહાવીરસિંહ જલુ તેઓની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી . અને શંકાના દાયરામાં રહેલા એવા અભય રમેશકુમાર કુંવરીયા ને ઉપાડી લીધો હતો .જેની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી હતી.

જામનગર દિપક ટોકીઝ પાસે મિત્રના ઝગડામાં છોડાવવા વચ્ચે પડતા ખવાસ યુવાનનું ગળુ કપાયું : 3 સામે ફોજદારી

0

જામનગર રણજીત રોડ દિપક ટોકીઝ પાસે મિત્રના ઝગડામાં છોડાવવા પડતા ખવાસ યુવાન પર ૩ શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો.

  • આરોપી: શાહનવાઝ,નાજીર અને એક અજાણ્યો શખ્સ રહે. બધા આરબ ફળી જામનગર
  • રણજીત રોડ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ સામે દિપક ટોકીઝ પાસેનો બનાવ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૯ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના ધનબાઈ ડેલા પાસેના ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ નામના ખવાસ યુવાનો પર આરબફળીના બે શખ્સો સહિત ૩ નો જીવલેણ હુમલોજામનગર શહેરના ધનબાઈ ડેલા પાસેના ચારણફળીમાં રહેતા ભાવેશ પ્રવીણભાઈ રાઠોડ તેના પત્ની દિપાબેન અને સાળો અર્જુનભાઇ ચૌહાણ અંબર ચોકડી પાસેથી ઠંડુ પીને પોતાના ઘરે પરત આવતા હોય ત્યારે રણજીત રોડ દીપક ટોકીઝ પાસે ભાવેશનો મીત્ર રવી પરમાર સાથે આરોપીઓ બોલાચાલી ઝઘડૉ કરતા હોય જેથી ફરીયાદી ભાવેશ રાઠોડ છોડાવવા માટે વચ્ચે પડતા અરોપીઓએ ફરીયાદી સાથે પણ બોલાચાલી ઝઘડો કરી શાહનવાઝ નામના શખ્સે પોતાની પાસે રહેલ છરી કાઢી ભાવેશને એક ‘ઘા’ ગળાના ભાગે મારી દેતા અફડાતફડી મચી જવા પામી હતી વાત અહીંથી વાત ”ન” અટકતા ત્રણેય આરોપીઓએ એકસંપ થઇ ઢીકા પાટુનો મુઢ માર મારી કહેવા લાગેલ કે તારે શુ છે ? તુ અહિથી જતો રહે નકર સારાવાટ નહિ રહે તેમ કહી મનફાવે તેવી ગાળો દઈ નાશી ગયા હતા.હુમલાની વાત વાયુવેગે પ્રસરી જતા ભાવેશ રાઠોડના સગા-સ્નેહીઓ દોડી આવ્યા હતા અને ભાવેશને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો બનાવની જાણ થતા સીટી -એ ડિવિઝન પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ સઘળી હકીક્ત મેળવી હતી સીટી-એના Pl મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ આરોપી વિરૂદ્ધ IPC કલમ ૩૨૩ , ૩૨૪,૫૦૪ , ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી રાત્રે જ ઉઠાવી લઈ સરાભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

જામનગરમાં મહિલા વકીલ ઉપર પ્રેમીનો જીવલેણ હુમલો: મામલો પોલીસ મથકે

0

મહિલા વકીલ ઉપર લીંવીગ રીલેશનમાં રહેતા પ્રમીએ માથામાં આડેધડ ચાવીઓ ફટકારી: ભારે ચકચાર

  • મહિલા વકીલના પ્રેમીએ અગાઉ પણ બે વાર પોલીસમાં અરજી કરી હોવાનું મનાય રહ્યું છે.
  • ગઇકાલ બપોરનો બનાવ : મામલો પહોંચ્યો પોલીસ મથકે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ ઓગસ્ટ ૨૨ જામનગરના રામેશ્વરનગર વિસ્તારના કિષ્ના પાર્કમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા જાગૃતિબેન મનસુખલાલ જોગડીયા નામની મહિલા ઉપર કડીયાવાડમાં રહેતા વિશાલ ઉર્ફે ડેડુ કિશોરભાઈ લાખાણી નામના વ્યક્તિએ ફરીયાદીના ઘર પાસે આવી બેફામ ગાળો આપી માથાના ભાગે ચાવીઓના ચાર “ધા” ફટકારતા લોહી-લુહાણ હાલતમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો.બનાવની હકીક્ત મુજબ વકીલાતનો વ્યવસાય કરતા ફરીયાદી મહિલા વકીલ જાગૃતીબેન જોગડીયા અને આરોપી વિશાલ વચ્ચે પ્રેમ સંબધ હતો અને બંને લીવીંગ રીલેશનમાં સાથે રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રેમી વિશાલ અને મહિલા વકીલ વચ્ચે ઘરેલું અણબનાવ ચાલતો હોય જેને લઇ ગઇકાલ બપોરના ભાગે પ્રેમી વિશાલ મહિલા વકીલના ઘરે પહોંચી જઈ પોતાની કાર આપી દેતા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો દેકારો બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા જપા-જપીમાં મહિલા વકીલને પ્રેમીએ માથાના ભાગે ચાવીના ધા’ ફ્ટકારી દેતા લોહી લુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યા મહિલા વકીલને ઇજા થતા ડોક્ટરે ટાંકાની સર્જરી કરી સારવાર અપાઈ હતી બનાવની જાણ થતા સીટી-બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી જઈ બનાવની વિગત મેળવી હતી બાદ મહિલા વકીલની ફરિયાદ પરથી આરોપી વિશાલ લાખાણી વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી એકટની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડના ચકો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ પો.કો જગદીશ મકવાણા ચલાવી રહ્યા છે. મહિલા ઉપર પ્રેમીના હુમલાને લઈ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

જામનગર કાલાવડ નાકા બહારની સોસાયટીમાંથી 41 કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો જુવો Video

0

જામનગર શહેરમાં મકાનમાંથી ગાંજાનો 41 કિલો જથ્થા સાથે શખસ ઝડપાયો.

  • નાસિકથી ગાંજાનો જથ્થો શખસ લાવતો હતો: પોલીસે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો.
  • મહિલા સપ્લાયર આપાબાઈનું નામ ખુલતા તેની શોધળોળ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ ઓગસ્ટ ૨૨  જામનગર શહેરમાં રહેણાંક મકાનમાં ગાંજાનો માતબર જથ્થો નાસીકથી લાવી વેચાણ કરતા એસઓજીની ટીમે ઝડપી લીધો છે અને ગાંજાનો 41 કીલો ઉપરાંતનો જથ્થો કબ્જે કર્યો છે.શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ, સનસીટી-૨, શેરી નં.-૪ માં રહેતો મંહમદહુસેન આમદભાઈ સમા વાળો ગેર કાયદેસર કૈફી માદક પદાર્થ ગાંજો પોતાના રહેણાંક મકાને રાખી વેચાણ કરે છે. જે અંગેની મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પીઆઈ કે,જે.ભોયેની સુચનાથી પીએસઆઇ એ.એસ.ગરચરએ ટીમના દીનેશભાઈ સાગઠીયા, ચંન્દ્રસિહ જાડેજા સહિતની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મંહમદહુસેન આમદભાઈ સમાના રહેણાંક મકાન માંથી ગે.કા. માદક પદાર્થ ગાંજો કુલ ૪૧ કીલો ૩૦૦ ગ્રામ કી.રૂ. ૪,૧૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી..૪,૧૮,૦૦૦/- સાથે પકડેલ અને પુછપરછ દરમ્યાન આ ગાંજો મહારાષ્ટ્ર, નાશીક ખાતેથી લાવેલનું જણાવ્યું હતું. જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ સીટી એ ડીવી. પો.સ્ટે, એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. વધુ તપાસ દરબારગઢ ચોકીનો PSI નિશાંત હરિયાણી ચલાવી રહ્યા છે.

જામનગર ટાઉનહોલમાં નેપાળી સમુદાયના કાર્યક્રમમાં સ્ટેજ પર નાચતી વેળાએ બોલી બધડાટી

0

ટાઉનહોલમાં નેપાળી સમુદાયના કાર્યક્રમમાં બોલી બધડાટી: કાર્યક્રમ બંધ

  • ગઇકાલ સમી સાંજનો બનાવ: DJ વાળા ભાગ્યા..
  • કાર્યક્રમ વેળાએ અમુક ઉત્સાહી લોકો સ્ટેજ પર ચડી જતા મામલો બિચક્યો: પોલીસ બોલાવી પડી
  • સામસામા બચકા-લાતોની રમજટ વચ્ચે રમુજી ફેલાઈ : વિચીત્ર ગાળો વચ્ચે મામલો થાળે.
  • બનાવના પગલે મનપાના સીક્યુંરીટી ઇન્ચાર્જ તાત્કાલિક ટાઉનહોલ ખાલી કરાવ્યું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬-ઓગસ્ટ ૨૨ જામનગરના ટાઉન હોલમાં નેપાળીઓના ચાલી રહેલા એક કાર્યક્રમમાં યુવાનોના બે જૂથ વચ્ચે કોઈ બાબતે ડખ્ખો થતાં બંને પક્ષ મારામારી પર આવી ગયા હતા જે અંગે કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસના ધાડા ઉતરી પડ્યાં હતા અને વાતાવરણ બગડે તે પહેલાં જ કાર્યક્રમને બંધ કરાવીને લોકોને ત્યાંથી રવાના કરાવી દીધા હતા.જામનગર શહેરના મધ્યમાં આવેલા ટાઉનહોલમાં આજેસમી સાંજે નેપાળી સમુદાયનો કાર્યક્રમ હતો જેમાં બહોળી સંખ્યામાં ભેગા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું જે બાદ વાત મારામારી સુધી પહોંચી હતી.જે અંગે કોઈએ પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસ ની જીપ ઓવાત ટાઉનહોલ ખાતે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક મધ્યસ્થી કરીને કાર્યક્રમને આટોપી લીધો હતો અને લોકોને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા કહેવાય છે કેઆ લોકોનો વાર્ષિક કાર્યક્રમ હતો જેમાં કોઈ બાબતે માથાકૂટ થતા ઓવાત મારામારી સુધી પહોંચી હતી . જોકે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ ન હતી ફક્ત કંટ્રોલમાં જાણ થઇ હતી પરંતુ આ ઘટનાના પગલે આજુબાજુના લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા

જામનગર શહેરમાં રખડતા ઢોર માલિકો સામે ફોજદારી નોંધાવા ટીમની રચના: ૩નો સમાવેશ

0

જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ સામે મ્યું. કમિશનર આકારા પાણીએ: ઢોર માલીકો સામે FlR માટે એસ્ટેટના 3 કર્મીને વધારાની સતા ફાળવાઈ

  • હવેથી એસ્ટેટના રાજભા ચાવડા, સુનીલ ભાનુશાળી અને યુવરાજસિંહ ઝાલા બનશે ફરિયાદી: ઢોર માલીકોમાં ફફડાટ
  • મ્યું કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા ધી બી. પી.એમ.સી. એકટ –૧૯૪૯ ની કલમ -૬૯ ( ૧ ) મુજબ સતાની ફાળવણી કરાઈ
  • છેલ્લા ઘણા સમયથી ઢોરની સમસ્યાની અનેક ફરિયાદો સામે ઘણા નગરજનો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં રખડતાં ઢોરનાં નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. હાલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે તેમજ દિન – પ્રતિદિન રખડતાં ઢોરનાં ત્રાસમાં વધારો થતો જાય છે તેમજ જાહેર જનતાને પારાવાર મુશ્કેલીઓ અને આકસ્મિક બનાવોનો સામનો કરવો પડતો હોય છે. જેને લઈ આવાં અકસ્માતો બનાવો ભવિષ્યમાં ન બને તે માટે જામનગર શહેરમાં રખડતાં ઢોરનાં , માલિકો સામે એફ.આઇ.આર. નોંધાવવા અંગે ધી બી. પી. એમ. સી. એકટ –૧૯૪૯ ની કલમ -૬૯ ( ૧ ) મુજબ મ્યુ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા  રખડતાં ઢોરનાં માલિકો વિરૂધ્ધ એફ.આઇ.આર. નોંધાવવાની સત્તા મહાનગર પાલિકાની એસ્ટેટના કર્મચારી  સુનિલકુમાર એચ . ભાનુશાળી (સુનીલ ભારશાળી), રાજેન્દ્રસિંહ ભાવસિંહ ચાવડા (રાજભા) યુવરાજસિંહ એસ . ઝાલાને સતા ફાળવણી કરાઇ છે. હવેથી ઉપરોકત ત્રણેય કર્મચારી ઢોર માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી શકશે.

જામનગર ગુજસીટોકના તમામ આરોપીને ઘરના ભોજન – કપડાની સુવિધા બંધ કરવા આદેશ

0

જામનગર ગુજસીટોકના તમામ આરોપીને ઘરના ભોજન – કપડાની સુવિધા બંધ કરવા આદેશ

  • ઉલ્લેખનીય છે કે ગુજસીટોક પ્રકરણ મામલે પોલીસે 12 આરોપીઓને પકડી અલગ અલગ જેલમાં બંધ કર્યા હતા.
  • ગુજસીટોકમાં તમામ આરોપીને ઘરનું ભોજન, કપડાની સવલત બંધ કરવા ગૃહ વિભાગનો આદેશ
  • તપાસનીશ અધિકારી દ્વારા પત્ર લખી ગૃહ વિભાગને રજુઆત કરાતા : ગૃહ વિભાગ એક્શનમાં
  • આરોપીઓ જેલમાં રહી પોલીસ તપાસના કામમાં વિઘ્ન ઉભુ કરી રહ્યા છે. જે બાદ ગૃહમંત્રાલયે આદેશ કર્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ઓગસ્ટ ૨૨ જામનગરના કુખ્યાત ભૂ – માફિયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયા પછી રાજ્યની જુદી – જુદી જેલમાં ખસેડાયેલા આ ગુનાના બાર આરોપીઓને જેલમાં અપાતી સવલત સિવાયની સુવિધા બંધ કરવાનો રાજ્યના ગૃહવિભાગે હુકમ કરતા આ આરોપીઓને અપાતું ઘરનું ભોજન , કપડા બંધ કરવામાં આવ્યા છે . જામનગરમાં ખૂબ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં જામનગર પોલીસે ગુનો નોંધી 12 આરોપીઓને ઝડપી લઇ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા . આ દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલુ હોય એ અરસામાં આરોપીઓ દ્વારા તપાસની કામગીરીમાં વિઘ્ન ઉભું કરતા હોવાની તપાસનીશ પોલીસ અધિકારીએ ફરિયાદ કરી હતી.જેને લઈ રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા આ શખ્સોને જેલમાં જરૂરી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા આદેશ કર્યો હતો તેમજ તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા આદેશ કરતા ભારે ચકચાર જાગી છે. બાર આરોપીઓને અલગ – અલગ જેલમાં બંધ શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર આસામીઓની જમીન પચાવી પાડવા સહિતના ગંભીર ગુનાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા વકીલ , બિલ્ડર , પોલીસ કર્મચારી સહિત બાર આસામીઓ સામે ગુનો નોંધી આ તમામ શખ્સોની ગુજસીટોક હેઠળ અટકાયત કરી હતી . જેમાં અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી , નિલેશ મનસુખ ટોલીયા , યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા , જશપાલસિંહ મહેન્દ્રર્સિંહ જાડેજા,મુકેશ વલ્લભભાઇ અભંગી , અનિલ મનજી પરમાર , જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આદિત્ય , પ્રફુલ જેન્તીભાઇ પોપટ , વસંતલાલ લીલાધરભાઈ માનસત્તા અને અનીલ દિનેશભાઇ ડાંગરિયાની ધરપકડ કરી તેઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

તપાસનીય અધિકારીએ ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો આ દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલી રહ્યો હોય આ અરસામાં તપાસનીય અધિકારીએ ગૃહ વિભાગને પત્ર પાઠવી જેલમાં રહેલા આરોપી દ્વારા તપાસ કાર્યમાં વિઘ્ન ઉભું કરવામાં આવતો હોવાની ફરીયાદ કરી હતી જેથી તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા તેમજ આરોપીઓ સામે બાજ નજર રાખવાનો આદેશ કર્યો હતો .

જામનગર કોંગી પ્રમુખ દિગુભા જાડેજાને જામીન આપતી સેશન્સ કોર્ટ : જુવો Video

0

જામનગર ચર્ચાસ્પદ આત્મવિલોપન પ્રકરણમાં કોંગી પ્રમુખને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ: જુવો જેલ બહારના દ્રશ્યો.

  • જામનગરમાં કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન ના પ્રયાસ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા.
  • ઉલ્લેખનીય છે કે મહામંત્રી પાર્થ પટેલના જામીન તા.૨૦ ના રોજ મંજુર થયા હતા તે બાદ આજરોજ પ્રમુખના જામીન મંજૂર થયા હતા.
  • કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વિરૂદ્ધ પોલીસને જીવતી સળગાવી દેવા અને ગાડી માથે ચડાવી દેવા બાબતે ગુનો નોંધાયો હતો.
  • જિલ્લા જેલમાંથી બહાર નિકળતી વેળાએ વિપક્ષ નેતા, કોર્પોરેટર તથા લીગલ સેલના વકીલગણ, કોંગી કાર્યકરોએ દિગુભા જાડેજાના હારતોરા કર્યાં હતા.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ ઓગસ્ટ ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચચાસ્પદ બનેલા આત્મવિલોપન કાંડમાં જામનગર કોંગી પ્રમુખને સેસન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા ગત તારીખ ૬ ઓગસ્ટના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક ચાલતી હતી અને બહાર શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવા મામલે દિગુભા જાડેજા અને પાર્થ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જે બાદ સેશન્સ કોર્ટે અગાઉ પાર્થ પટેલને જામીન પર મુકત કર્યાં હતો. તેમાં આજરોજ સેશન્સ કોર્ટે  કોંગી પ્રમુખ દીગુભા જાડેજાને જેને સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા કોંગ્રેસ લિગલ સેલ વતી સીનીયર એડવોકેટ દિનેશ વિરાણી, જયેન્દ્રસિંહ એન ઝાલા, શિવરાજસિંહ રાઠોર, આનંદ ગોહિલ, મોસીન ગોરી રોકાયા હતા

જામનગર વાલકેશ્વરીનગરીમાં વકીલના બંગલામાંથી અડધા કરોડની ચોરીથી ખળભળાટ

0

જામનગરમાં વકીલના બંગલામાંથી અડધા કરોડની ચોરીથી ખળભળાટ: તપાસનો ધમધમાટ

  • વાલકેશ્વરીનગરીમાં આવેલ ફેસ-૨ બ્લોક ૧૪૩/બી ના અરિહંત બંગલાનો બનાવ.
  • મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા: પોલીસની દોડધામ
  • વકીલ પરિવાર દ્વારકામાં નિર્માણ પામેલા દેરાસરના મુહુર્ત નક્કી કરવા સહપરિવાર પાલીતાણા ગયા હતા : પાછળથી તસ્કરો ત્રાટક્યા
  • બનાવ અંગે પરિવારને જાણ કરાતા હાકડો ફાફડો થતો જામનગર આવ્યો: ફરિયાદની તજવીજ
  • બંગલાની તિજોરીમાંથી રોકડ રૂ. 20 થી 22 લાખ અને 40 થી 50 તોલા સોનાના દાગીના ચોરી થયા

દેશ દેવી ન્યુઝ ૨૩ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા અને દ્વારકામાં વકીલાત કરતા વકીલ પરિવાર સાથે પાલીતાણા ગયા અને બંધ બગલામાં તસ્કરો ત્રાટકીને રોકડ રૂા.૨૦ થી ૨૨ લાખ અને ૪૦ થી ૫૦ તોલા સોનું મળીને અંદાજે રૂા.૪૦ થી ૫૦ લાખની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ તે વિસ્તારમાંથી સીસી ટીવી ફુટેજ મેળવી રહી છે.દ્વારકામાં વકીલાત કરતાં રાજેશભાઈ અનંતરાય શેઠનો જામનગર શહેરના વાલકેશ્વરીનગરીમાં અરિહંત નામનો બંગલો આવેલો છે. તેમાં પરિવારજનો રહે છે. ત્યારે તેઓ ચાર દિવસ પહેલા વકીલ તેમજ તેમની પત્ની, પુત્ર અને પુત્રી પાલીતાણા ગયા હતાં. આ દરમ્યાન તસ્કરો બારણાનો લોક તોડીને બંગલાની અંદર ઘુસ્યા હતા અને રૂમમાં રહેલ લોકરમાંથી રોકડ રૂ.૨૦ થી ૨૨ લાખ તેમજ ૪૦ થી ૫૦ તોલા સોનાના ઘરેણા મળીને રૂ.૪૦ થી ૫૦ લાખની ચોરી કરીજતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. લાખોની ચોરીનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ આર.બી ગોજીયા, સી. એમ. કાંટેલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પહોંચી ગયો હતો પાલીતાણા ગયેલા પરિવારને જાણ કરતા તેઓ પણ જામનગર પહોંચી ગયા હતા અને પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.દ્વારકામાં વકીલાત કરતા રાજેશ (રાજુભાઈ) શેઠ ચારેક દિવસ પહેલા દ્વારકામાં નિર્માણ પામેલા દેરાસરના મુર્હુત નક્કી કરવા માટે વકીલ પરિવાર સાથે પાલીતાણા જૈનચાીના દર્શનાર્થે ગયા હતા. ત્યારે ગતરાત્રીના તસ્કરો કળા કરી ગયા દાવાનું માનવામાં આવે છે.

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું

0

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું

બાળકો તથા યુવાનોમાં સાહસ, પર્યાવરણ રક્ષાના સંસ્કારો જરુરી – ડી.સી.એફ. આર. ધનપાલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ ઓગસ્ટ ૨૨ : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ વન વગડામાં ગુંજે છે. આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તેમ જ પ્રકૃતિના સંવર્ધનના સંસ્કાર પડે તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા
જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં
તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રકીંગ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ૬૦ જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃતિ માણી હતી જે બાદ તા. ૨૧ ઓગસ્ટના રવિવારે
જામજોધપુર નજીકના આલેચ ડુંગરની રેન્જમાં વન વિભાગે ટ્રેકીંગ યોજ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને ૮૦ લોકો જોડાયા હતા. તમામ ટ્રેકર્સ ડુંગરાળ વિસ્તારોમાં કોતરોમાં થઈને વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતા ઘાસના વિશાળ મેદાનોમાં થઈને પરત આવ્યા હતા વન વિભાગ દ્વારા પશુધન માટે જામનગર જિલ્લામાં વર્ષે દહાડે ટનબંધ ઘાસનું ઉત્પાદન પશુધન માટે કરવામાં આવે છે. તે વિશે પણ ટ્રેકર્સ માહિતગાર બન્યા હતા. આ આયોજનમાં ડીસીએફ આર. ધનપાલના માર્ગદર્શન હેઠળ જામજોધપુર આરએફઓ દિપકભાઈ કોડીયાતર, લાલપુર આરએફઓ મુકેશ બડીયાવદરા, જામનગર આરએફઓ રાજેન જાદવ, ધ્રોલ આરએફઓ દક્ષાબેન સોરઠીયા દ્વારકાના ફોરેસ્ટ ઓફીસર જીવણભાઇ ગઢવી, અને બીટ ગાર્ડઝએ ટ્રેકર્સની સાથે રહીને જંગલમાં સહુને માર્ગદર્શન આપ્યું હતું અને તમામની નાસ્તા, પાણી, ભોજનની વ્યવસ્થા કરાવી હતી.આ અંગે ડીસ્ટ્રીકટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) આર. ધનપાલે જણાવ્યું હતું કે, જિલ્લાના
બાળકો, યુવાનોમાં સાહસ તેમજ પર્યાવરણ રક્ષાના સંસ્કાર પડે તે માટે આવી ટ્રેકીંગ જેવી પ્રવૃત્તિ જરુરી છે. જામનગર જિલ્લામાં પણ ભરપુર પ્રાકૃતિક સુંદરતા છે. જેની જાળવણી આપણા સહુની ફરજ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.