Friday, October 16, 2026
Home Blog Page 175

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

0

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વિષેશ સુવિધા નો પ્રારંભ: કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

  • આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ૩૦ મિનીટ સુધી ટોકન નંબર ચાલશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર શ્રી તરફથી શરુ કરાયેલી Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & Share સુવિધા ચાલુ કરવામાં આવેલી છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં.

દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે, જેના સ્ટેપ આ સાથે દર્શાવેલા છે. દર્દી અને તેમના સગા દ્વારા મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટોકન નંબર મેળવી લેવાથી તે ટોકન ૩૦ મિનિટ સુધી ચાલશે, અને દર્દીઓએ લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.

  1. જેના સ્ટેપ મુજબ સૌપ્રથમ તમારા સ્માર્ટ મોબાઈલમાં આભા(ABHA) એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  2. ત્યારબાદ આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરવા.
  3. આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવશે.
  4. ઓ.ટી.પી નાખ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર ઉમેરવાનો રહેશે.
  5. આભા એડ્રેસ નીચે માંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે.
  6. દર્દીનું આભા એડ્રેસ અને નંબર આ એપમાં જોવા મળશે, જે દ્વારા આ સુવિધાનો લાભ મેળવી શકાશે.
  7. આભા કાર્ડ બનાવ્યા પછી નીચે મુજબના QR કોડને સ્કેન કરીને કેસની નોંધણી ઘરેથી કરાવી શકાશે.
  8. નોંધણી કરાવ્યા પછી દર્દીને એક ટોકન નંબર મળશે, જે ૩૦ મિનીટ સુધી ચાલશે.

૩૦ મિનીટની અંદર જી.જી. હોસ્પિટલમાં આભા કેસબારી પરથી તાત્કાલિક કેશ મેળવી શકાશે. અને દર્દીને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે રાહ જોવી પડશે નહિ.

જામનગર માં લાપતા બનેલા કિશોરને પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું

0

જામનગરના ગણપત નગર વિસ્તારમાં સ્કૂલેથી છૂટીને લાપતા બનેલા ૧૩ વર્ષના કિશોરને પોલીસે શોધી કાઢી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરમાં શંકર ટેકરી દલિત નગર વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો કિશોર ગણપત નગર વિસ્તારમાં આવેલી શાળાએ ગયા પછી એકાએક લાપતા બન્યો હતો. સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયા પછી મોડી રાત્રે પોલીસે બાળકને શોધી કાઢ્યો હતો, અને તેના માતા-પિતા સાથે મિલન કરાવી દેતાં પરિવારજનોએ હર્ષના આંસુ સાથે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા કાંતિભાઈ પુંજાભાઈ ખીમસુરીયા નો ૧૩ વર્ષ નો પુત્ર કે જે ગણપત નગર વિસ્તારમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરવા જાય છે, ત્યાં શનિવારે સવારે બાળકના વાલીએ સવારે ૮.૩૦ વાગ્યે બાળકને સ્કૂલે મૂકયા પછી બપોર પછી છૂટીને બાળક પરત ફર્યો ન હતો, તેથી પરિવારજનોમાં ચિંતા નું મોજુ પ્રસર્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન બાળકની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળક લાપતા બન્યાની જાણ કરાઈ હતી.

જેથી પોલીસ તંત્રએ સમગ્ર બનાવવાની ગંભીરતા સમજી હતી, અને સીટી સી. ડિવિઝનના ઇનચાર્જ નાયબ પોલીસ અધિકારી નયના ગોરડીયા દ્વારા જુદી જુદી અલગ ટીમો બનાવી હતી, અને બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી.દરમિયાન રાત્રિના અઢી વાગ્યાના અરસામાં બેડીબંદર રીંગરોડ પર આવેલા નીલકંઠ પાર્કની સામે હનુમાનદાદાના મંદિરના ઓટલા પરથી બાળક મળી આવ્યો હતો. જેનો કબજો સંભાળી બાળકના વાલીઓને પોલીસ મથકે બોલાવી લીધા હતા, અને તેનો કબજો સોંપી આપ્યો હતો. જેથી બાળકના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી, અને હર્ષના આંસુ સાથે પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર રણજીતસાગર ડેમ માં સર્ગભા પરણિતા ખાબકી :પાછળ પતિએ ઝંપલાવ્યું

0

જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે ફરવા ગયેલા પર પ્રાંતીય દંપતી ડેમમાં પડી ગયા પછી ફાયરે બચાવી લીધા

  • ડેમ ના પાળા પર સેલ્ફી ના ચક્કરમાં પત્ની પાણી માં પડી ગયા પછી પતિએ પણ ઝંપલાવ્યું: બન્ને ને ઇજાગ્રસ્ત હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડયા
  • સદનશી બેત્રણ વર્ષના બાળકનો બચાવ થયો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ફરવા માટે ગયેલા પર પ્રાંતિય દંપતી એક પછી એક પાણીમાં પડી ગયા હોવાની ઘટના સામે આવતાં ફાયરતંત્ર દોડતું થયું હતું, અને બંનેને બચાવી લીધા હતા. તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતા પર પ્રાંતિય દંપતી કે જેમાં યુવકનું નામ મોહિત પાંડે (ઉ.વ.૨૯) અને તેની પત્ની પ્રતિમાબેન પાંડે (ઉ.વ.૨૭)તેમજ તેનું ચાર વર્ષનું બાળક રવિવારે સાંજે રણજીત સાગર ડેમ પર ફરવા માટે ગયા હતા, જ્યાં સાત વાગ્યાના અરસામાં ડેમના પાળા પરથી એકાએક પત્ની એ સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી પાણીમાં પડી હતી. ત્યારબાદ તેની પાછળ પતિએ પણ ડેમના પાણીમાં પડતું મૂકી દીધું હતું, અને કાંઠા પર ઉભા રહેલા ચાર વર્ષના બાળકે ભારે આક્રંદ કર્યું હતું.તેઓ નીચે પડ્યા પછી ડેમના પાળા ના એક પથ્થરને પકડીને પાણીમાં કાંઠે તરતા રહયા હતા.

જે બનાવની જાણ કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા ની ટુકડી તુરતજ રણજીત સાગર ડેમ પર પહોંચી હતી, અને લાઈફ જેકેટ- રસ્સા વગેરેને પાણીમાં નાખીને દંપત્તિને એક પછી એક બહાર કાઢી લીધા હતા. જેમાં પતિને પગમાં ઈજા થઈ છે, જ્યારે પત્નીને કમરના ભાગમાં ઇજા થઈ છે.

જે બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો રણજીત સાગર ડેમ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગર : સિક્કા માં અગાઉ થયેલા હુમલાનાં દુઃખાવામાં યુવાને દંમ તોડ્યો

0

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા યુવાનને પોતાના ઘેર માથાનો દુ:ખાવો અને ચક્કર તેમજ આંચકી આવતાં અપમૃત્યુ

  • આજથી છ મહિના પહેલાં મારામારીમાં માથામાં હેમરેજ સહિતની ઇજા થયા પછી સતત માથામાં દુ:ખાવો રહેતો હતો
  • સિક્કા ગામના રસુલ અજીજભાઈ તથા અજીજ કરીમે માથામાં ધોકા ફ્ટકાર્યા હતા , જે મામલે ફરીયાદ નોંધાવાઈ હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફ્રેબ્રુઆરી ૨૪ જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક યુવાનને આજથી છ મહિના પહેલાં મારામારીમાં હેમરેજ સહિતની ઈજા થયા પછી પોતાના ઘેર વારંવાર માથાનો દુ:ખાવો રહેતો હતો, અને ચક્કર અને આંચકી આવતાં મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા નામના ૩૪ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથાનો દુ:ખાવો થયા પછી એકાએક ચક્કર આવવા લાગ્યા હતા, તેમજ આંચકીઓ ઉપડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે મૃતકના સંબંધી ભગીરથસિંહ ભુપતસિંહ કંચવા એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને આજથી છ માસ પહેલાં ગત તારીખ ૪.૮.૨૦૨૩ ના દિવસે મારામારીમાં માથાના ભાગે હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેની અવારનવાર સારવાર ચાલતી હતી. દરમિયાન ગઈકાલે બેશુદ્ધ બન્યા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. સિક્કા પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં બાલાજી પાર્કમાં જુગાર રમતી 3 મહિલા પોલિસ સંકજામાં

0

જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાંથી ત્રણ મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ફેબ્રુઆરી ૨૪, જામનગર માં બાલાજી પાર્ક વિસ્તારમાં યોગેશ્વર ભગવાનના મંદિર પાસેથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલાઓની એલસીબી ની ટીમે અટકાયત કરી લીધી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં જાહેરમાં મંદિર પાસે કેટલીક મહિલાઓ એકત્ર થઈને જુગાર રમી રહી છે, તેવી માહિતીના આધારે દરોડો પાડયો હતો, અને ગંજીપાનાનો જુગાર રમી રહેલી ચંદુબા ભુપતસિંહ ઝાલા, રેશમાબેન કાસમભાઈ સંધિ, અને લક્ષ્મીબેન આલાભાઇ માતંગની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૧૭,૦૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગર મહાનગર પાલિકા નું. રૂ. ૧૨૪૩.૭૦ કરોડનું કર-દર વધારા વગર નું બજેટ રજુ કરતા કમિશ્નર

0

જામનગર મહાનગર પાલિકા નું. રૂ. ૧૨૪૩.૭૦ કરોડનું કર-દર વધારા વગર નું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ ફેબ્રુઆરી, ૨૪, જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ ૨૦૨૪-૨ ૨૫ નું રૃા. ૧૨૪૩.૭૦ કરોડનું કરદર વધારા વગરનું પુરાંતલક્ષી બજેટ આજે મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી ને સુપ્રત કર્યું છે. આજે આગામી વર્ષ નાં બજેટ ને મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાણીની લાઈન માં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સંપ , રોડ-રસ્તાના કાર્યો, ગૌરવ પથ, નંદઘર, રિવરફ્રન્ટ, ઓડિટોરિયમ, નવા ફાયર સ્ટેશન, શાક માર્કેટ, સિવિક સેન્ટર, વગેરેનો નવા આયોજનો બજેટમાં સૂચવાયા હતા. આ ઉપરાંત વધુ એક વખત નવા સ્મશાનનું આયોજન પણ સૂચવાયું છે. આ બજેટમાં કરદર માં કોઈ વધારો સૂચવાયો નથી.જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડે. મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સભ્યો, અધિકારીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જે વર્ષ ૨૦૨૪-૨૫ નું વાર્ષિક રૃા. ૧૨૪૩ કરોડ ૭૦ લાખનું કરદર વધારા વગરનું બજેટ મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમક્ષ કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણ સમિતિનું બજેટ પણ રજૂ કરાયું હતું.અવિરત વિકાસ અને સેવાયજ્ઞને આગળ વધારતા વિશેષ આયોજનો બજેટમાં સમાવાયા હતા. જેમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટ થી ફોરેસ્ટ ઓફિસ (ગંજીવાડા), સુધી અને ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ની ઠેબા ચોકડી સુધી ૭૦૦ એમએમ ડાયાની પાઈપલાઈન માટે રૃા. ૨૦.૮૨ કરોડ ના ખર્ચનું આયોજન થયું છે. જેમા છેવાડા ના વિસ્તાર માં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી બનશે. ઉપરાંત રૃા. ૨૩.૮૪ કરોડના ખર્ચે પાણી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નું પણ આયોજન કરાયુ છે.ઉંડ-૧ ડેમ પાસે ઈન્ટેકબેલ અને મશીનરી માટે રૃા. ૧૦ કરોડ ૯૧ લાખનો ખર્ચ, શંકર ટેકરી અને સમર્પણ ઈએસઆરમાં સમ્પ અને મશીનરી માટે રૂ.૧૨ કરોડના ખર્ચનું આયોજન કરાયું છે, રૃા. ૪૩.૮૩ કરોડના ખર્ચ રોડ રસ્તાના કામો, પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવ પથ માટે રૃા. ૧૫.૨૨ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

૧૦૦ ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર કરોડના ખર્ચે સીસીરોડ-પેવર બ્લોક તથા આયોજન મંડળ હસ્તક ધારાસભ્યની ૧૦, ર૦ તથા ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત રૃા. ૩ કરોડના ખર્ચે સીસીરોડ, પેવર બ્લોકના કામો કરવામાં આવશે. જામનગરમાં રૃા. ૬ કરોડ ૩૬ લાખના ખર્ચે બનશે નંદઘર, જયારે રિવરફ્રન્ટ માટે ૬૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેથી શહેરને એક રી-ક્રિએશન ઝોન મળશે.૧પ૦૦ બેઠકની સમક્ષા સાથેનું ઓડીટેરીયમ , કાલાવડ રોડ અને લાલપુર માર્ગે એમ બે નવા ફાયર સ્ટેશન ના કામો , શહેરની હદ વધતા જરૃરીયાત મુજબ ખંભાળીયા અને લાલપુર માર્ગે રૃા. ૪ કરોડનું ખર્ચ નવા બે સીવીક સેન્ટર, સુભાષ માર્કેટનું રી-ડેવલોપમેન્ટ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ના કામ અને બે નવા કેટલ પોન્ડ કામો પણ બજેટમાં સૂચવાયા છે.વિશાલ હોટલ પાછળ રર હજાર ચો.મી. જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૃા. ૩૧ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. હાપા નજીક પાંચ કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળે ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ સરકારના સહયોગથી આયોજન થયું છે.

રૂ. સાડાચાર કરોડના ખર્ચે ૧પ કિ.મી લંબાઈમાં વાઈડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવા તેમજ ટીપી-ડીપીના રસ્તા માટે ૬પ કિમીની લંબાઈના રસ્તા ખુલ્લા કરવા માટે રૃા. ૧૦ કરોડની ગ્રાન્ટનું આયોજન છે. પેકેજ-૧ અન્વયે રૃા. ૧૯.પ૦ કરોડના ખર્ચે પેકેજ -ર માં ૧૪.૯પ કરોડના ખર્ચે આસ્ફાલ્ટ રોડનું આયોજન સૂચવાયું છે. વિજયનગર જકાત નાકાથી નાઘેડી બાયપાસ રોડ પર અન્ડર બ્રીજ માટે રૃા. ૧૯.ર૦ કરોડ, તેમજ ત્રીજા સ્મશાન માટે વધુ એક વખત આયોજન જાહેર કારયું છે. બેડી મરીનથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધી રૃા. ૧૦ કરોડના ખર્ચે નેકલેશ રોડ નો પણ ફરી વખત ઈરાદો જાહેર થયો છે. શહેર માં બે ડિજીટલ લાયબ્રેરી પાર્ટી પ્લોટ, વિકસાવવા, પીપીપીના ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, કુલ પાંચ ગૌરવ પથ બનાવવા તથા ત્રણ દાદા-દાદી પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કરાયો છે.

રણમલ તળાવ ફેસ-ર ના ડેવલોપમેન્ટ માટે રૃા. ૩પ કરોડ ના સરકારની અમૃત યોજનાની ગ્રાન્ટ અન્વયે કામનું આયોજન માંડવી ટાવરનું રેસ્ટોરેશન, ઈ.બસ સેવા વધારવા શહેરના માર્ગો રોશનીથી સુશોભિત કરવા, પાંચ મેગાવોટ પાવર ગ્રીન-રીન્યુએબલ એનર્જીથી મેળવવા, ગંદા ઘર વપરાશી પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાસ કરવા માટે ૧૧૦ કરોડના ખર્ચે એસ.ટી.પી અને પમ્પીંગ સ્ટેશન બનાવવા, આવાસ રી-ડેવલોપમેન્ટ, સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર યોજના અન્વયે સેન્ટી લેન્ડફીલ સાઈટ વિકસાવવા, કમ્પોસ્ટ પ્લાન્ટ વિકસાવવા સહિત મશીનરી વગેરે માટેનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે. ૧૩ નવી ટીપી સ્કીમના અમલીકરણ, વગેરેનું આયોજન કરાયું છે. આગામી વર્ષમાં રૃા. ૭૯૪ કરોડના કામોનું આયોજન જાહેર થયું છે. જેમાં ગ્રાન્ટ ઉપ્લબ્ધ થયેથી કામો શરૃ કરાશે.

આ ઉપરાંત શહેરમાં કરોડો રૃપિયાના ખર્ચે અનેક વિકાસ કામો પ્રગતિમાં હોવાનું જાહેર કરાયું છે. જેમાં ફલાય ઓવરબ્રીજ, રેલવે ઓવરબ્રીજ, અન્ડર બ્રીજ, સાયન્સ નોલેજ પાર્ક, નવા જનલર બોર્ડની ઈમારત, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર,રોશનીથી માર્ગ સુશોભિત, ઘરના ઘરની યોજના અન્વયે આવાસ યોજના વગેરે કામોનો સમાવેશ થાય છે.

બજેટ મા ઉઘડતી પુરાંત રૃા. ૩૬પ.૧૬ કરોડ, સ્વભંડોળની આવક રૃા.૩૧૪.૧૪ કરોડ, ગ્રાન્ટની આવક રૃા. ૧૦૬.૮૬ કરોડ, કેપીટલ સ્વભંડોળની આવક ૩પ કરોડ, કેપીટલ ગ્રાંટ આવક રૃા. પ૬૪ કરોડ અનામત આવક રૃા. ૪૧.૩૦ કરોડ અને એડવાન્સ આવક રૃા. ૧.૧૦ કરોડ મળી કુલ ૧૦૬ર. ૪૦ કરોડ અને ઉઘડતી સિલક સહ રૃા. ૧૪ર૭.પ૬ કરોડની આવક સામે ખર્ચના અંદાજમાં મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૃા. ૩૬પ.૯૯ કરોડ, ગ્રાન્ટ ખર્ચ રૃા. પપ.૦૧ કરોડ, કેપીટલ સ્વભંડોળ ખર્ચ રૃા. ૪પ કરોડ, કેપીટલ ગ્રાન્ટ ખર્ચ રૃા. ૭.૪૯ કરોડ, અનામત ખર્ચ રૃા. ર૭.૪૦ કરોડ, તેમજ એડવાન્સ ખર્ચ રૃા. ૧.૩૦ કરોડ મળી કુલ ૧ર૪૩.૭૦ કરોડનો ખર્ચ અને રૃા. ૧૮૩.૮૭ કરોડથી બંધ પુરાંત દર્શાવાઈ છે.મહેસુલી આવક રૃા.૪ર૧ કરોડ અંદાજવામાં આવી છે. જેમાં શરૃઆતની મહેસુલી સિલક કુલ રૃા. ૧૭.૯૩ કરોડ ઉમેરતા કુલ રૃા. ૪૩૮.૯૩ કરોડ અને મહેસુલી ખર્ચ ૪ર૧ કરોડ અંદાજવામાં આવ્યા છે. અને વર્ષાન્તે રૃા. ૧૭.૯૩ કરોડની બંધ મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.

મહેસુલી આવકમાં ટેકસની આવક ૧૧૭.૬૭ કરોડ ટેકસ વગરની આવક ૧૬૧.પ૪, એજ્યુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષની આવક રૃા. ૧૮.૪૦ કરોડ, ઓકટ્રોય ગ્રાન્ટ આવક ૪ર કરોડ અન્ય ગ્રાન્ટ આવક રૃા. ૬૪.૮પ કરોડ તથા અન્ય આવક રૃા. ૧૬.પ૩ કરોડ મળી ૪૨૧ કરોડ સાથે મહેસુલી ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) રૃા. ૯૮.૭ર કરોડ, એસ્ટા (સફાઈ) રૃા. ૧૦૬.૧૩ કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૃા. પ.૬૪ કરોડ, વહીવટી ખર્ચ રૃા. પ.પ૮ કરોડ, મરામત નિભાવ રૃા. ૬૬.૧૦ કરોડ મહેસુલી ગ્રાન્ટ ખર્ચ રૃા. પપ.૦૧ કરોડ, લોન વ્યાજ ખર્ચ રૃા. ૦.૮પ કરોડ, એજ્યુકેશન શેષ લેબર વેલફેર સરકારમાં જમા કરાવવા માટે રૃા. ૧૭.૯૦ કરોડ, પ્રોગ્રામ ખર્ચ રૃા. પ.૯૩ કરોડ દર્શાવાયો છે. જાહેર શિક્ષણ ખર્ચ રૃા. ર૭.રપ કરોડ તેમજ કેપીટલ ખાતે ટ્રાન્સફર ખર્ચ રૃા. ૧૧.૭૪ કરોડ મળી કુલ ૪ર૧ કરોડ થવા જાય છે.

રૃપિયો કયાંથી આવશે કયાં વપરાશે

મહેસુલી આવકમાં ટેકસની આવક ર૮ પૈસા, ટેકસ વગરની આવક ૩૮ પૈસા, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર શેષ ૪ પૈસા ઓકટ્રોય ગ્રાન્ટ આવક ૧૦ પૈસા, અન્ય ગ્રાન્ટ આવક ૧૬ પૈસા અને અન્ય આવક ૪ પૈસા મળી કુલ ૧૦૦ પૈસા સામે ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) ર૪ પૈસા, એસ્ટા (સફાઈ) રપ પૈસા, એસ્ટા (જેએમટીએસ) ૧ પૈસા વહીવટી ચાર્જ ૧પૈસા, મરામત નિભાવ ૧૬ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ૧૨ પૈસા એજ્યુ. વેલફેર શેષ ૪ પૈસા, પ્રોગ્રામ ખર્ચ ૧ પૈસો, જાહેર શિક્ષણ પાંચ પૈસા, પરચુરણ ખર્ચ ૭ પૈસા, કેપીટલ ટ્રાન્સફર ૩ પૈસા મળી ૧૦૦ પૈસા થશે .

જામનગર મહાનગર પાલિકાની વિવિધ લોન, પાણી ચાર્જ વગેરે મળી અને વ્યાજ સહિત કુલ રૃા. ૮૧૯૩૮.૭૯ લાખની જવાબદારી અને રૃા. ૬૩૬૪૦. ૯૧ લાખનું લેણું બાકી નીકળે છે. નગરજનો ની માથા દીઠ આવક રૃા. ૬૯૦૬ ની છે. જ્યારે માથાદીઠ દેવુ રૃા. ૧૩૪૪૦ નું છે.આમ આજે કરદર વધારા વગરનું અંદાજપત્ર રજુ થયું છે હવે તેમાં સુધારા-વધારા સૂચવી સામાન્ય સભા સમક્ષ રજુ થશે.

જામનગરની સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ : જવાબદાર ચોવટમાં મશગુલ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગ: ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સહિતના વાહનો અટવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ ફેબ્રુઆરી ૨૪, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી આડેધડ વાહનોના પાર્કિંગથી દર્દીઓ સાથે ઈમરજન્સી વાહનો અટવાઈ જતાં દર્દીઓને તથા દર્દીઓના સગા સંબંધી ઉપરાંત સરકારી તંત્રને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે એક કાર ચાલકે પોતાની કાર વચ્ચે પાર્ક કરી જતા રહેતાં ઈમરજન્સી ૧૦૮ની એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. હોસ્પિટલના તંત્ર દ્વારા સિકયુરીટી ગાર્ડ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પાર્કિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

હોસ્પિટલના પ્રવેશ દ્વારથી લઈને છેક ઈમરજન્સી વોર્ડ સુધી ખાનગી વાહનોના ખડકલો થઈ જાય છે. પરિણામે ઈમજરન્સી કેસમાં દર્દીને લાવવા લઈ જવા આવનાર ઈમરજન્સી વાહન અને પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાબતે હોસ્પિટલના તંત્રએ યોગ્ય કરવા માંગ ઉઠી છે.

જામનગર જીલ્લા જેલમાંથી કેદીની બાકીની સજા માફ કરી જેલ મુક્ત કરાયા

0

જામનગર જીલ્લા જેલ માંથી કેદી ની બાકી ની સજા માફ કરી જેલ મુક્ત કરાયા

  • ૧૪ વર્ષથી સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરાયો : પરિવાર સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા
  • જેલ અધિક્ષક મનુભા જાડેજા દ્વારા હારતોરા કરી સન્માન સાથે વિદાય આપી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર નાં પાકા કામ નાં એક કેદી ની બાકી ની સજા માફ કરી ને આજે તેમને મુક્ત કરવા આવ્યા હતા.અને સમાજ મા પુનઃ સ્થાપન માટે શુભેચ્છા પાઠવી હતી.આજીવન કેદની સજા પામેલા જે કદી એ ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા હોય તેવા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટે ના હકારાત્મક પ્રયત્નો નો થકી આજ તા.૦૧-૦૨-૨૦૨૪ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ના આદેશોનુસાર જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામ નાં કેદી કેશુપુરી મોહનપુરી ગોસાઈ, (ઉમર વર્ષ ૫૯ ) ને સી.આર.પી.સી-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરતાં આ મજકુર કેદી ને શરતો આધિન આજ રોજ જેલ મુકત કરવામાં આવ્યા છે.

તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવ્યા હતા તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજ માં પુન:સ્થાપન ની શુભેચ્છા ઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવેલ છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 PI તેમજ 18 PSI ની બદલી કરાઈ : નિખીલકુમાર ડાભી જામનગર મુકાયા

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ પીઆઇ તેમજ ૧૮ પીએસઆઇ ની બદલી કરાઈ

  • સુરતથી PI નિખીલકુમાર.બી ડાભી , મોરબી ના વી.એમ લગારીયા તથા એચ .વી રાઠોડ જામનગર મુકાયા

  • અગાઉ જામનગર માં ઉત્કર્ષ કામગીરી કરનાર PSI ચેન્દ્રેશ કાટેલીયા જામનગર મુકાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર અને દેવભૂમિ દ્વારકા માં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ૧૮ પીએસઆઇ ની રાજ્ય સરકાર દ્વારા ફેર બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી લક્ષી કાર્યવાહીના અનુસંધાને બે વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવતા સરકારી કર્મચારીઓની ફેરબદલીઓનો દોર હાથ ધર્યો છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે બદલીનો ગંજીપો ચીપ્યો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.આઈ. એ. વાય. બ્લોચ અને એચ.જી. દેસાઈ ની સીઆઇડી ક્રાઈમમાં બદલી કરાઇ છે. જયારે જામનગરના પી.આઇ. પી એલ વાઘેલાની મહેસાણા બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત દેવભૂમિ દવારકાના પીએસઆઈ એચ.વી. ગલચરની રાજકોટ ગ્રામ્યમાં જયારે એમ કે ગઢવીની ભરૂચ બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના પી.એસ.આઇ એમ.એન. જાડેજાની સી.આઈ.ડી. ક્રાઈમ માં, એસ.વી. સમાણીની મોરબી, જયારે ડી.બી. લાખણોત્રાની પશ્ચિમ કચ્છમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત જયદીપસિંહ.ડી. પરમાર ની જીઈબી બરોડા, કે. આર. રાવલ ની અમદાવાદ શહેર, એચ.વી. પટેલની રાજકોટ શહેર માં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત પી.એસ.આઇ.વી.કે ગઢવીની સુરત, એમ.બી. વસાવા ની અમદાવાદ શહેર, ડીએસ વાઢેર ની અમદાવાદ શહેર, બી.એસ. વાળાની વડોદરા શહેર, કે. આર. સિસોદિયાની અને કે.વી. ઝાલાની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત આર.એલ. ઓડેદરા અને વી.કે. રાતિયા ની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત પીએસઆઇ જે.જી.ઝીંઝુવાડિયાની અમદાવાદ શહેરમાં બદલી કરાઇ છે.

જામનગર પટેલ વેપારીને પીપરટોડામાં સર્પદંશ : PMમાં ખુલાસો

0

જામનગર ના બ્રાસપાટના વેપારીનના પીપરટોડા પાસે મળી આવેલા મૃતદેહ ના પોસ્ટમોર્ટમ દરમિયાન થયો ખુલાસો

  • મૃતકને ઝેરી જાનવર કરડી જતાં જેરી અસર થવાના કારણે મૃત્યુ થયું: પગમાં જાનવર ના ડંખ જોવા મળ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪  જામનગર ના બ્રાસપાર્ટ ના એક વેપારી પોતાની વાડીએ બાઇકમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન પીપરટોડા ગામ પાસેથી ગઈકાલે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી જતાં ઝેરી અસર થવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નિકળ્યું છે, અને પગમાં ઝેરી જાનવર ના ડંખના ત્રણ નિશાન જોવા મળ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કીર્તિ પાન પાછળ વ્રજ સોસાયટીમાં રહેતા અને મૂળ કાલાવડ તાલુકાના નવાગામ ના વતની અને બ્રાસપાટ નું કારખાનું તેમજ ખેતીવાડી ધરાવતા દિનેશભાઈ શીવાભાઈ સાવલિયા (ઉ.વ.૪૫), કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી વાડીએ આંટો મારવા માટે નીકળ્યા હતા, દરમિયાન તેઓ બપોર સુધી પરત ફર્યા ના હતા, અને તેમનો મોબાઇલ ફોન નો રિપ્લાય થતો હતો.

દરમિયાન ગઈકાલે સાંજ સુધી તેઓની શોધખોળ બાદ લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે પુલિયા નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓને માથામાં સહેજ ઈજા થયાનું નિશાન જોવા મળ્યું હોવાથી લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, શંકાસ્પદ મૃત્યુ ગણીને અને આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેઓનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

જેના રિપોર્ટમાં તેઓને ઝેરી અસર થવા થી મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું, અને તેમને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોય તેવા અલગ અલગ ત્રણ ડંખ જોવા મળ્યા હતા, અને તેના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું.

પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન દિનેશભાઈ સાવલિયા, કે જેઓ પોતાની વાડીએ જતી વખતે પીપરટોડા નજીક બાઇકને સાઈડમાં રાખીને તેઓ જાજરૂ કરવા ગયા હશે, તે દરમિયાન તેઓને પગમાં ઝેરી જાનવર કરડી ગ્યાનો અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે જાનવર ના ડંખના કારણે તેઓ નીચે પટકાઈ પડ્યા હોવાથી સ્થાનિક જગ્યાએ પડેલા એક પથ્થર વાગવાથી માથામાં સામાન્ય ઇજા નું નિશાન બન્યું હતું.સમગ્ર પરિવારની હાજરીમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવાયા પછી મૃતદેહ તેમના પરિવારજનોને સુપ્રત કરી દીધો છે. લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના લાખાભાઈ સહિતની ટીમ દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવી હતી.

મૃતક સવારથી નીકળ્યા પછી દિવસ દરમિયાન મળતા ન હોવાના કારણે તેમના કુટુંબીજનો પરેશભાઈ સાવલિયા વગેરે તેઓને શોધી રહ્યા હતા, દરમિયાન પીપરટોળા પાસેથી સૌ પ્રથમ તેઓનું બાઈક ઘોડી ચડાવેલું મળી આવ્યું હતું, અને બાઈકથી થોદે દૂર જ દિનેશભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.