જામનગર ના બ્રાસપાટના વેપારીનના પીપરટોડા પાસે મળી આવેલા મૃતદેહ ના પોસ્ટમોર્ટમ દરમિયાન થયો ખુલાસો
- મૃતકને ઝેરી જાનવર કરડી જતાં જેરી અસર થવાના કારણે મૃત્યુ થયું: પગમાં જાનવર ના ડંખ જોવા મળ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪ જામનગર ના બ્રાસપાર્ટ ના એક વેપારી પોતાની વાડીએ બાઇકમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન પીપરટોડા ગામ પાસેથી ગઈકાલે સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી જતાં ઝેરી અસર થવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નિકળ્યું છે, અને પગમાં ઝેરી જાનવર ના ડંખના ત્રણ નિશાન જોવા મળ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કીર્તિ પાન પાછળ વ્રજ સોસાયટીમાં રહેતા અને મૂળ કાલાવડ તાલુકાના નવાગામ ના વતની અને બ્રાસપાટ નું કારખાનું તેમજ ખેતીવાડી ધરાવતા દિનેશભાઈ શીવાભાઈ સાવલિયા (ઉ.વ.૪૫), કે જેઓ ગઈકાલે સવારે પોતાના ઘેરથી વાડીએ આંટો મારવા માટે નીકળ્યા હતા, દરમિયાન તેઓ બપોર સુધી પરત ફર્યા ના હતા, અને તેમનો મોબાઇલ ફોન નો રિપ્લાય થતો હતો.
દરમિયાન ગઈકાલે સાંજ સુધી તેઓની શોધખોળ બાદ લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે પુલિયા નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓને માથામાં સહેજ ઈજા થયાનું નિશાન જોવા મળ્યું હોવાથી લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, શંકાસ્પદ મૃત્યુ ગણીને અને આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેઓનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.
જેના રિપોર્ટમાં તેઓને ઝેરી અસર થવા થી મૃત્યુ નીપજયું હોવાનું તારણ નીકળ્યું હતું, અને તેમને પગમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોય તેવા અલગ અલગ ત્રણ ડંખ જોવા મળ્યા હતા, અને તેના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું.
પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન દિનેશભાઈ સાવલિયા, કે જેઓ પોતાની વાડીએ જતી વખતે પીપરટોડા નજીક બાઇકને સાઈડમાં રાખીને તેઓ જાજરૂ કરવા ગયા હશે, તે દરમિયાન તેઓને પગમાં ઝેરી જાનવર કરડી ગ્યાનો અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે જાનવર ના ડંખના કારણે તેઓ નીચે પટકાઈ પડ્યા હોવાથી સ્થાનિક જગ્યાએ પડેલા એક પથ્થર વાગવાથી માથામાં સામાન્ય ઇજા નું નિશાન બન્યું હતું.સમગ્ર પરિવારની હાજરીમાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવાયા પછી મૃતદેહ તેમના પરિવારજનોને સુપ્રત કરી દીધો છે. લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના લાખાભાઈ સહિતની ટીમ દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવી હતી.
મૃતક સવારથી નીકળ્યા પછી દિવસ દરમિયાન મળતા ન હોવાના કારણે તેમના કુટુંબીજનો પરેશભાઈ સાવલિયા વગેરે તેઓને શોધી રહ્યા હતા, દરમિયાન પીપરટોળા પાસેથી સૌ પ્રથમ તેઓનું બાઈક ઘોડી ચડાવેલું મળી આવ્યું હતું, અને બાઈકથી થોદે દૂર જ દિનેશભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો.

અંધાશ્રમ પાસેના આવાસ ખૂબ જ જર્જરીત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા સૂચના અપાઇ હતી, અને તે જગ્યા ખુલ્લી કરી ત્યાર પછી તેમાં નવા ફ્લેટ તૈયાર કરીને મૂળ ફ્લેટ ધારકોને તેમાં વધારે સુવિધા યુક્ત ફલેટ ફાળવવામાં આવશે, તેવી યોજના ઘડી કાઢવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો ખાલી કરતા નથી, અને જર્જરિત આવાસમાં વસવાટ કરે છે, જેથી તેઓ પર જોખમ તોડાઈ રહ્યું છે.
આ ઉપરાંત કેટલાક ફ્લેટ ધારકો કે જેઓએ ગ્રાઉન્ડ ફ્લોરમાં પોતાના ફ્લેટમાં ગેર કાયદે રીતે દુકાનો ખડકી દીધી છે, અને તે દુકાનો હજુ સુધી ચાલુ રાખી હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, તથા અન્ય જુદા જુદા વિભાગના અધિકારીઓની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને ગેરકાયદેરીતે ચાલી રહેલી ૧૪ દુકાનોપર જામનગર મહાનગર પાલિકાના શીલ મારી દેવામાં આવ્યા છે.
આ કાર્યવાહીને લઈને ભારે નાશ ભાગ મચી ગઈ હતી.આવાસના દુકાનદારો કે જેઓએ પોતાનો માલ સામાન કાઢવા માટે ની રજૂઆત કરતાં તેમને મહાનગરપાલિકાની કચેરીએ આવીને એસ્ટેટ શાખા ની ટુકડીનો સંપર્ક સાધી દુકાનો ખાલી કરી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે, તેમ જણાવ્યું છે.જયારે અન્ય કેટલાક ફ્લેટ ધારકો હજુ તેમાં વસવાટ કરતા હોવાથી તેઓને આજે ફરીથી માઈક દ્વારા સૂચના આપી આવાસ ને ખાલી કરી દેવા માટેની ચેતવણી અપાઇ છે.
