Friday, October 16, 2026
Home Blog Page 177

જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર લાઈન કંપનીના સફાઈ કામદારો ના ધરણાં

0

જામનગરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન અને પાવર લાઈન કંપનીના સફાઈ કામદારો ના ધરણાં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ જાન્યુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકા હસ્તક પાવર લાઈન કંપનીના સફાઈ કામદાર કે જેઓના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, તેવા ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સહિતના સફાઈ કામદારો દ્વારા આજે અખીલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન ના નેજા હેઠળ પોતાના પ્રશ્નોને વાચા આપવા માતે લાલ બંગલા સર્કલમાં ધરણા કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાના તાબા હેઠળ ચાલતી પાવર લાઈન કંપની માં ફરજ બજાવતા ગારબેજ કલેક્શનના સફાઈ કામદારો કે જેના પ્રાણ પ્રશ્નોનો અનેક વખતની રજુઆત બાદ પણ ઉકેલ આવ્યો નથી. તેવા અંદાજે ૧૪૦ જેટલા કામદારો ત્રીજી જાન્યુઆરીથી તેઓની ફરજથી અળગા રહીને ગાંધી ચીંધ્યા માર્ગે ન્યાયિક અપેક્ષા થી હડતાલ ઉપર છે. જે કામદારો માટેનું કંપની દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાથી પોતાની માંગણીઓ ના સંદર્ભમાં આજે તમામ સફાઈ કામદારો દ્વારા અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ના નેજા હેઠળ લાલ બંગલા સર્કલમાં ઘરણાં યોજવામાં આવ્યા છે.

જો પોતાની માંગણીનો ઉકેલ નહીં આવે તો કંપનીના ભાડૂતી કામદારોની કામગીરી પણ અટકાવી ગારબેજ કલેક્શનની કામગીરી ગાંધી ચીંધ્યા માર્ગે બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જામનગર માં સાયલાથી દારૂનો જથ્થો આયાત થયો ને LCB પ્રગટ થઈ : 1 પકડાયો ,1 ફરાર

0

સાયલા થી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને હાપા વિસ્તારમાં મકાનમાં ઉતારનાર દારૂના ધંધાર્થીને એલસીબી ની ટીમે ઝડપી લીધો

  • LCBના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર તથા રૂષિરાજસિંહ વાળાની બાતમી
  • ૫૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરાયો: જ્યારે દારૂના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯ જાન્યુઆરી ૨૪ જામનગર નજીક હાપા ક્રિષ્ના ટાઉનશીપ માં સાયલા થી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતની ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને પચાસ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે એક શખ્સ ની અટકાયત કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક હાપામાં ક્રિષ્ના ટાઉનશિપ-૨ માં રહેતા વિજયસિંહ ભીખુભા જાડેજા દ્વારા સાયલા થી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને પોતાના ઘરમાં ઉતાર્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, જે બાતમી ના આધારે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૫૦ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૨૫,૦૦૦ ની માલમતા કબજે કરી છે, અને દારુના ધંધાર્થી વિજયસિંહ ભીખુભા જાડેજા ની અટકાયત કરી લીધી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના અજય સિંહ ઉર્ફે મટકુ નામના શખ્સ મારફતે સાયલા થી આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે અજયસિંહ ને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગર નજીક ચેલા-ચંગા પાસે ખાનગી લકઝરી બસની ગુલાંટ

0

જામનગર નજીક ચેલા-ચંગા પાસે ખાનગી લકઝરી બસ ની ગુલાંટ: બસમાં બેઠેલા શ્રમિકોમાં ભારે અફડા તફડીનો માહોલ

  • ૧૦ જેટલા ઇજાગ્રસ્તો ને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: બે ને ગંભીર ઇજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૪, જામનગર નજીક ચેલા-ચંગા પાસે રવિવારે સાંજે શ્રમિકોને મોટી ખાવડી તરફ લઈ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને ઊંધે માથે થઈ હતી. જે અકસ્માતમાં બસની અંદર બેઠેલા શ્રમિકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં બેઠેલા ૧૦ જેટલા શ્રમિકો ઇજા ગ્રસ્ત બન્યા હતા, અને તમામને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે શ્રમિકોને ગંભીર ઈજા થઈ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ઝારખંડ થી ટ્રેન મારફતે ૪૦ જેટલા શ્રમિકો જામનગર તરફ આવ્યા હતા, અને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં પહોંચાડવા માટે તેઓને જી.જે.-૧ડી.એક્સ. ૨૧૯૨ નંબરની ખાનગી લકઝરી બસ મારફતે મોટી ખાવડી પહોંચાડવામાં આવી રહ્યા હતા.જે દરમિયાન ચેલા-ચંગા ગામના પાટીયા પાસે એકાએક ખાનગી લકઝરી બસ રોડ થી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી, અને ઊંધા માથે થઈ હતી. જે અકસ્માતના બનાવને લઈને બસની અંદર બેઠેલા શ્રમીકોમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતના બનાવની જાણ થતાં જામનગર આસપાસની જુદી જુદી ત્રણ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી હતી, અને દસેક જેટલા ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં બે શ્રમિક ને ગંભીર ઇજા થઇ છે. બાકીના ને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર માં યુવાનને માર માર્યાંનો Video વાયરલ થયા બાદ 4 સામે ફરિયાદ

0

જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા દલિત યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હડધૂત કરાયો : ચાર સામે ફરિયાદ

  • ગઈકાલે શોશિયલ વિડિયો વાયરલ થયા બાદ પોલિસ એકશનમાં આવી
  • આરોપી : – (૧) મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા (૨) દર્શન ભાટીયા (૩) સુનિલ કરસનભાઈ ભાટીયા (૪) મયુર કરસનભાઈ ભાટિયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૪ જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક દલિત યુવાન પર જુની અદાવત રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હડધૂત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફોર્મ પાસે સિદ્ધાર્થ નગર શેરી નંબર -૨ માં રહેતા સાગર રામજીભાઈ માંગલીયા નામના ૨૧ વર્ષના દલિત જ્ઞાતિના યુવાન પર યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા, દર્શન ભાટીયા, સુનિલ કરસનભાઈ ભાટીયા, અને મયુર કરસનભાઈ ભાટિયા સામે પોતાને માર મારી હડધુત કરાયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં ફરિયાદીના મિત્ર સંદીપ તથા આરોપી સાથે માથાકૂટ થઈ હતી, જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મૂઢ ઇજા પહોચાડી હતી, અને હડધુત કરાયો હતો. આથી સીટી.સી.ડીવી પોલીસે ઇપીકો કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧), તથા એસ્ટ્રોસીટી એકટ કલમ-૩(૧) (એસ)૩ (૨) (પ-એ) મુજબ ગુનોં નોંધાયો હતો ઉપરોકત આરોપીઓ બનાવ બાદ ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગર ‘છોટીકાશી’ માં બ્રિલિયન્ટ સ્કુલ આયોજીત અવધમાં પધાર્યા શ્રી રામ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0

જામનગર ‘છોટીકાશી’ માં બ્રિલિયન્ટ સ્કુલ આયોજીત અવધમાં પધાર્યા શ્રી રામ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

  • શોભા યાત્રામાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતામાતા નું બાળ સ્વરૂપ ધારણ કરી બાળકોએ દિવ્ય દર્શન કરાવ્યા
  • વિદ્યાર્થીઓમાં મુલ્યોનું સિંચન કરવા શ્રી રામ પુન:પ્રતિષ્ઠા-અયોધ્યાને સમાંતર આસ્થામય માહોલમાં યોજાયા દિવ્ય કાર્યક્રમો
  • ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ની ભવ્ય શોભાયાત્રા , સ્વાગત , પાદુકા પૂજન , સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું .

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ જાન્યુઆરી ૨૪ જામનગર બ્રિલિયન્ટ સ્કૂલ્સ આયોજીત શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો સાથે ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ની ભવ્ય શોભાયાત્રા , સ્વાગત , પાદુકા પૂજન , સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું  જામનગરની પ્રતિષ્ઠીત અને શિસ્ત સાથે શિક્ષણને વરેલી વટવૃક્ષ સમાન જ્ઞાનયજ્ઞ સમાન બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુન:પ્રતિષ્ઠાનના ભવ્યાતિભવ્ય મહામહોત્સવના સમાંતર જ જામનગરમાં દિવ્ય આયોજન કરી વિદ્યાર્થીઓમાં મુલ્યોનું સિંચન થાય તેવા ઉમદા ભાવથી આસ્થામય માહોલને તાદ્રશ્ય કર્યો હતો જેથી બાળવયથી જ સત્ય-અનુશાસન- વચનબદ્ધતા સહિતના સદગુણો થકી વિદ્યાર્થીઓ સ્વયં ઉજાગર થાય જે દિવ્ય સમાજ અને દિવ્ય રાષ્ટ્રનું સર્જન કરી માં ભારતીના ચરણોમાં ભેંટ ધરી શકે છે.આ તકે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલના ડાયરેક્ટર શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ અને ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ કે અમારૂ આ આયોજન સહજ રીતે સાકાર થયાનો અમે અનુભવ કર્યો અને સમગ્ર આયોજનની પરીપુર્તિ વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉંડી શ્રદ્ધાનુ પ્રતિક બની રહી હતીવધુમાં બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જામનગરનાં ચેરમેનશ્રી અશોકભાઈ ભટ્ટએ જણાવ્યુ કે અયોધ્યાપુરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અહી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ સાથે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ જે ખુબજ સફળ બની રહ્યું હતુ ..જેમાં તા.૨૨ ને સોમવારના નાં સવારે લાલ બંગલા સર્કલથી સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણેશજી -હનુમાનજી – શ્રી રામ, લક્ષ્મણ, જાનકી તેમજ ભારતમાતાનાં પોષાકમાં સુ-સજજ થઈ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ શોભાયાત્રા લાલ બંગલા સર્કલથી નીકળી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે આવી જયાં શાળાનાં ડાયરેકટર ઓફ એજયુકેશન શ્રીમતી ઉસ્મિતાબેન ભટ્ટ ધ્વારા શોભાયાત્રાનું સ્વાગત તેમજ સામૈયા કરી શ્રી રામ ભગવાનનું સહ પરિવારનું પવિત્ર તીર્થજળથી પાદુકા પુજન તેમજ શાસ્ત્રોકત વિધિથી પુજન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ શાળા ખાતે રામ ભગવાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને અંતમાં ૧૦૦૮ દિપ પ્રગટાવી શાળાનાં ટ્રસ્ટી મૌલિકભાઈ ભટ્ટ તથા ભવ્યતાબેન ભટ્ટ ધ્વારા વિદ્યાર્થીઓ, વાલીગણ અને શિક્ષકગણને સાથે રાખી મહાઆરતી કરવામાં આવી હતી જે સંપુર્ણ આયોજન “અવધમાં પધાર્યા શ્રીરામ”ની થીમ અને આયોજન ને સમાંતર કાર્યક્રમો યોજાયા હતા જે ઉર્જામપ માહોલમાં સંપન્ન થયુ હતુ. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન રાષ્ટ્રભાવના સાથે કરાયુ હતુ ખાસ કરીને ભારત માં સદીઓ બાદ એક એવો અવસર આવ્યો છે જે નવા યુગનુ નિર્માણ કરનાર છે ત્યારે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના બાળકોમાં ભગવાન શ્રીરામ ના મર્યાદા પુરૂષોતમ અવતારના આદર્શો જાણી બાળવયથી જ જીવનમાં મુલ્યોનું સિંચન કરી પોતાના જીવનભર અનોખી દિવ્ય ઉર્જા સાથે પતાના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરે તે હેતુ સાથેનુ આ સમગ્ર આયોજન યાદગાર બની રહ્યું હતુ તેમજ વાલીઓના શુભેચ્છકોના, સ્નેહીઓના આ આયોજન અંગે સુંદર અને પ્રોત્સાહક પ્રતિભાવો સાંપડ્યા છે.

જામનગર ધ્રોલ મેમણ જમાતના કબ્રસ્તાનમાં તોડફોડ : 3 સામે ફોજદારી

0

ધ્રોલમાં મેમણ જમાતના કબ્રસ્તાનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે તેમ જ ધમકી આપવા અંગે ત્રણ સામે ફરિયાદ

  • આરોપી : – યાકુબ અબ્દુલભાઈ ડોસાણી તથા આદમભાઈ સતારભાઈ ડોસાણીના બે છોકરાઓ (ફરાર) 

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૭ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લાના ધ્રોલમાં મેમણ સમાજના કબ્રસ્તાનમાં પેવર બ્લોકની ઈંટો વગેરે તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે તેમ જ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલના ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં મેમણ જમાતનું કબ્રસ્તાન આવેલું છે, જેમાં પેવર બ્લોકના રોડ બનાવેલા હતા, જેની સાઈડમાં લગાવેલી ઈંટોને તોડી નાખી, બ્લોક ઉખેડી નાખ્યા હતા અને રૂપિયા ૫,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું.જે અંગે મેમણ જમાતના અગ્રણી અને વેપારી ફિરોજભાઈ અબ્દુલભાઈ નાગાણીએ તેઓને સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ ઉસકેરાયા હતા, અને મેમણ વેપારી તેમજ અન્ય સભ્યોને ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,

જેથી મામલો ધ્રોલ પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૪૨૭, ૨૯૪ (ખ), ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ  જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરની ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રમાણિકતા : ૬ લાખનો સામાન પરત કરાયો

0

જામનગરની ૧૦૮ એમ્બ્યુલન્સના નિષ્ઠાવાન અને કર્મઠ સ્ટાફ દ્વારા દર્દીનો ૬ લાખથી વધુનો કિંમતી સામાન પરત કરાયો

  • તાત્કાલિક સારવાર મળવાની સાથે કિંમતી સામાન પણ પરત મળતાં દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જાન્યુઆરી ૨૪, ફલ્લા ગામ નજીક રામપર પાટીયા પાસે ૪૦ વર્ષીય મહેશભાઈ નારણભાઈ શીલુ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈકનું બેલેન્સ ખોરવાયું હતું અને મહેશભાઈનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહેશભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.
નજીકથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા જામનગર ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. ગીતાબેન તથા ડ્રાઇવર ગજેન્દ્રસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહેશભાઈને વધુ સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે લવાયા હતા. મહેશભાઈ સાથે આ વેળાએ રૂ.એક લાખ રોકડા તેમજ આઠ તોલાનો સોનાનો ચેન તથા મોબાઈલ ફોન મળી અંદાજિત ૬ લાખથી વધુની રકમનો કિંમતી સામાન હતો જે તમામ સામાન ૧૦૮ ના નિષ્ઠાવાન અને કર્મઠ સ્ટાફ દ્વારા મહેશભાઈના પરિવારજનોને હેમખેમ સુપરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા.

તાત્કાલિક સારવારની સાથે સાથે કિંમતી સામાન પણ પરત મળતા મહેશભાઈના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.જ્યારે પ્રમાણિકતા દાખવવા બદલ ૧૦૮ ઇ.એમ.આર.આઈ.ગ્રીનના જિલ્લા અધિકારી શ્રી વિશ્રુત જોશીએ બંને કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

જામનગર ભાજપના ધારાસભ્યની કાર ને નડ્યો અકસ્માત : ચમત્કારિક બચાવ

0

જામનગર જિલ્લાના ૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્યની કાર ને નડ્યો અકસ્માત

  • કારનો સંપૂર્ણપણે બુકડો બોલી ગયો: પરંતુ ધારાસભ્ય અને ડ્રાઇવરનો ચમત્કારિક બચાવો

જામનગર તા ૨૫, જામનગર જિલ્લાના ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની કાર ને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો, અને કાર રોડથી નીચે ઉતરી જતાં કારનો બુકડો બોલી ગયો હતો, પરંતુ સદભાગ્યે ધારાસભ્ય અને કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, અને સદભાગ્યે જાનહાનિ ટળી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ગાંધીનગરથી પોતાના ઘેર ધ્રોળ પરત આવતા સમયે ૭૬- કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની કાર ને અકસ્માત નડ્યો હતો.

ગત મોડી રાત્રીના ધ્રોલ નજીક જામનગર રાજકોટ હાઈવે જાયવા પાસે પહોંચતાં તેઓની કાર ને અકસ્માત નડ્યો હતો, અને કાર રોડથી નીચે ઉતરી ગયા પછી એક ઝાડ સાથે પણ ટકરાઈ હતી અને કાર પડીકું વળી ગઈ હતી.

જે અકસ્માતમાં કારની અંદર બેઠેલા ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાનો ચમત્કારી બચાવ થયો છે અને તેમના ડ્રાઇવરને પણ કોઈ ઈજા થઇ નથી, અને બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જે અકસ્માતમાં ફોરવિલનો આગળનો ભાગ ટોટલ લોસ થયો છે.

જામનગર જિલ્લા કલેક્ટરને માઈનર હાર્ટ એટેક : તબિયતમાં સુધારો

0

જામનગરના જિલ્લા કલેકટર બીજલ શાહ ને મોડી રાત્રે માઈનર હાર્ટ એટેક આવતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

  • જી.જી. હોસ્પિટલના ડીન- અધિક્ષક ની ટીમ ખડે પગે: હાલ તબિયતમાં સુધારો
  • જોડીયા ના બાદનપરમાં આવતીકાલે ધ્વજ વંદના કાર્યક્રમ માટે સરકાર દ્વારા નવી વ્યવસ્થા કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જાન્યુઆરી ૨૪ જામનગરના જિલ્લા કલેક્ટર બીજલ શાહને ગઈકાલે મોડી રાતે તેઓના ઘેર માઈનર હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર બીજલ શાહ ને ગઈ રાત્રે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ કરી હતી, જેથી કાર્ડિયોગ્રામ વગેરે ની ચકાસણી અર્થે તેઓને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું આઈ.સી.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. તિવારી, ડીન ડો. નંદીની દેસાઈ, ઉપરાંત ડો. એસ.એન.ચેટરજી સહિતના સિનિયર તબીબોની ટીમ હાજર રહી હતી, અને તેઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.હાલ તેઓની તબિયતમાં સુધારો છે, અને ૨૪ કલાક માટે જી.જી. હોસ્પિટલના આઇ.સી.સી.યુ. વિભાગમાં ઓબ્ઝર્વં માં રાખવામાં આવ્યા છે.

આવતીકાલે ૨૬ જાન્યુઆરીએ જોડીયા તાલુકાના બાદનપર ગામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવ્યો હતો, પરંતુ તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવશે,અને નવું નામ નક્કી થયા પછી ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાશે તેમ જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં હિન્દુ સેનાની ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રા યોજાઈ

0

અયોધ્યામાં શ્રી રામજીના આગમનને વધાવવા જામનગરમાં હિન્દુ સેનાની ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રા યોજાઈ

  • ૫૦૦ થી વધુ બાઈક સાથે હિન્દુ સેનાના રામ ભક્તો- કોર્પોરેટરો- જ્ઞાતિના આગેવાનો જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જાન્યુઆરી ૨૪ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. જેની ખુશીમાં છોટી કાશીમાં શ્રી રામજીના આગમન પહેલા હિન્દુ સેના જામનગર દ્વારા ભવ્યાતી ભવ્ય શ્રી રામ રથ બાઇક યાત્રાનું આયોજન ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે કરવામાં આવ્યું હતું. શ્રી રામજી ને વધાવવા હિન્દુ સેનાએ પણ જામનગરમાં પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન શ્રીરામ રથ બાઇક યાત્રા દ્વારા કર્યું હતું. આ બાઈક યાત્રા બાલા હનુમાન મંદિરે પૂજન કરી સાંજે પાંચ વાગ્યે હિંદુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી દ્વારા પ્રસ્થાન કરાવી હતી.જે બાઈક યાત્રા હવાઈ ચોક, એવેડીયા મામા, સેન્ટર બેંક, વર્ધન ચોક, દરબારગઢ, ચાંદી બજાર, પંજાબ નેશનલ બેંક, કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર, બેડીનું નાકુ,અને અંતમાં ટાવરે શ્રીરામ દૂધ હનુમાન મંદિરે શ્રીરામ-લક્ષ્મણ -જાનકી અને હનુમાનજીનું સ્વાગત કર્યું હતું. શ્રી રામરથ યાત્રા દરમિયાન તળાવની પાળે બજરંગ ગ્રુપ, એવડિયા મામા પાસે ગજ કેસરી યુવા ગ્રુપના પંડ્યા સહિત, વર્ધન ચોક સીંધી માર્કેટ વાસણ એસોસિએશન, લાલવાડી ફટાકડા એસોસિએશન, કાશી વિશ્વનાથ ખવાસ રાજપૂત યુવા ગ્રુપ દિપક ટોકીઝ, પંજાબ નેશનલ બેંક કોર્પોરેટર આકાશ બારડ દ્વારા સ્વાગત, આ રીતે અનેક સ્થાનો પર સ્વાગત તેમજ ઠંડા પીણા ની વ્યવસ્થા ઉભી થયેલ હતી. શ્રી રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીના રથનું અનેક સ્થળો પર ફટાકડા ફોડી સ્વાગત કરાયું હતું.યાત્રા દરમિયાન જામનગર શહેર દક્ષિણ-૭૯ ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તેમજ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, કોર્પોરેટર અરવિંદ સભાયા, પાર્થ કોટડીયા,પ્રભાબેન ગોરેચા,ડિમ્પલબેન રાવલ, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ કોર્પોરેટર સુરેશ હાલરીયા તેમજ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો તથા બીજેપીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા દરમિયાન બીજેપીના જીતુભાઈ લાલે ફોનથી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સાંસદ પૂનમબેન માડમે હિન્દુ સેનાને પત્ર મોકલાવી શુભકામના પાઠવી હતી.આ યાત્રામાં હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી હિન્દુ સેનાને પૂરો સહયોગ આપ્યો હતો.યાત્રાની શરૂઆતથી જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્શ એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ ચૌહાણ, સહમંત્રી અમૃતભાઈ વાડીયા, ખજાનચી પંકજભાઈ બોરેચિય તથા અયોધ્યાનગર રામ મંદિરે ગ્રુપના આગેવાન લીલાભાઈ મોઢવાડિયા, જીવાભાઈ કારાવદરા, શૈલેષભાઈ વસોયા, કિશોરભાઈ ડાભી તેમજ સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી ધનરાજભાઈ મનગવાણી, પ્રમુખ ઓધવદાસ ચંદીરામાણી,બ્રહ્મ સમાજના અગ્રણી સુનિલભાઈ ખેતિયા તેમજ હિન્દુ કટ્ટર નેતા વ્રજલાલભાઇ પાઠક, વિશાલભાઈ ખખર, ભાવેશભાઈ ઠુમર, કરણી સેના જામનગરના મહામંત્રી હાર્દિકસિંહ ચુડાસમા, જીમી ભરાડની યાત્રા દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહી હતી.આ યાત્રા નું આકર્ષણ રથ બેઠેલા શ્રી રામ-લક્ષ્મણ-જાનકી તથા હનુમાનજી અને રથની પાછળ બહેનો દ્વારા જય શ્રી રામના નારાથી વાતાવરણ રામમય બની ગયું હતું. આજ યાત્રામાં સિંધી યુવાન દ્વારા પોતાની પીઠ પર અયોધ્યા વાપસી ના ચિત્રો દોરી લોકોમાં ઉત્સાહ તેમજ આકર્ષણ જગાવ્યું હતું.

આ યાત્રામાં પૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી (ગ્રામ્ય) ડી.પી. વાઘેલા તથા સીટી ‘ એ’ ડિવિઝનના પી.આઇ એન.એ. ચાવડા તેમજ તેમજ સીટી ‘એ’નો ડિ સ્ટાફ, ટ્રાફિક સ્ટાફ તથા પોલીસ જવાનો ખડે પગે રહી યાત્રાનું રક્ષણ પૂરું પાડ્યું હતું.આ યાત્રાનું આયોજન હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પીલ્લાઈ, મંત્રી મયુર ચંદનના નેજા હેઠળ થયું હતું. જેમાં ધીરેન નંદા, શશીકાંતભાઈ સોની, કિશન નંદા, કરણ દવે, રવિ લાખાણી, જીલ બારાઈ, રામ મદ્રાસી, રાજ ખરા, ઓમો ભાનુશાળી, સંજય ધનવાણી, સાગર નાગપાલ, રાજ રાઠોડ, હર્ષ ભાનુશાળી, જય ભટ્ટ, કનકસિંહ, યોગેશ્વર દ્વિવેદી, ભાવેશ શેઠિયા, મીડિયા સેલના સચિન જોશી સહિત અનેક સૈનિકોએ અથાગ મહેનત કરી યાત્રાને સફળ બનાવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.