Friday, October 16, 2026
Home Blog Page 178

જામનગર શહેરના હોમગાર્ડ યુનિટના બે સભ્યોની મુખ્યમંત્રીના મેડલ માટે પસંદગી

0

જામનગર શહેરના હોમગાર્ડ યુનિટના બે સભ્યોની મુખ્યમંત્રીના મેડલ માટે પસંદગી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જાન્યુંઆરી ૨૪ જામનગર શહેરના હોમગાર્ડ યુનિટના બે સભ્યોની મુખ્યમંત્રીના મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. જામનગર શહેર સીટી સી. યુનિટ હોમગાર્ડઝના સિનિયર પ્લાટુન કમાન્ડર વિજયસિંહ વી. વાળા અને મહિલા હોમગાર્ડઝ સભ્ય હંસાબેન પી. મેડેકરની ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

જેને જિલ્લા કમાન્ડન્ટ અને ડીવાયએસપી મહેન્દ્રસિંહજી સોલંકી, જિલ્લાના સ્ટાફ ઓફિસર લીગલ ગીરીશ સરવૈયા., સ્ટાફ ઓફિસર મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ., યુનિટ ઓસી. હરુભા જાડેજા સહિતના તમામ અધિકારીઓ., વહીવટી સ્ટાફ અને હોમગાર્ડઝ સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે.

જામનગરમાં પોલીસ કર્મચારીનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી અપમૃત્યુ

0

જામનગરની બેડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી અપમૃત્યુ

  • સમન્સ બજાવવા જતી વખતે બાઈક સ્લીપ થઈને નીચે પટકાઈ પડવાથી નડ્યો અકસ્માત: પોલીસ બેડામાં ભારે શોકની લાગણી
  • મૃતકના વતન ખાવડી ગામમાં સ્થાનિક પોલીસ અને સિટી બી. ડિવિઝન પોલીસની હાજરીમાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૪ જામનગરની બેડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મયુરસિંહ રણજીતસિંહ જાડેજા નામના ૩૫ વર્ષ ના પોલીસ કર્મચારીનું આજે સવારે ૧૦.૦૦ વાગ્યે બેડી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે. જેથી મૃતકના પરિવારમાં તથા પોલીસ પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા આજે સવારે ૧૦.૦૦ વાગ્યે બેડી પોલીસ ચોકી થી સમન્સ બજાવવા માટે પોતાની ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન બેડી વિસ્તારના બેઠા પૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં નીચે ખાબક્યા હતા, અને હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી.

તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જેથી પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી, અને મૃતકના પરિજનો તેમજ અન્ય પોલીસ સ્ટાફ વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.

મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેઓના મૃતદેહને તેમના વતન મોટી ખાવડી ગામમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં સીટી બી. ડિવિઝન પોલીસ, ઉપરાંત સિક્કા અને પડાણા સહિતની પોલીસ ટીમની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું, અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

જામનગરમાં PGVCL નો બોલેરો પલ્ટી મારી જતા ચાર લોકો ઇજાગ્રસ્ત

0

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર પીજીવીસીએલની બોલેરો પલટી મારી જતાં ચાલક અને ત્રણ લાઈનમેન સહિત ચારને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૪, જામનગરમાં ગોકુલનગર સબ ડિવિઝન ની પીજીવીસીએલ ની બોલેરો કેમ્પર ગઈ રાત્રે ૧૨.૩૦ વાગ્યા ના અરસામાં હરિયા કોલેજ રોડ પર કમાન તૂટી જવાના કારણે પલટી મારી ગઈ હતી, જે અકસ્માતમાં બોલેરો ના ચાલક તથા અંદર બેઠેલા અન્ય ત્રણ લાઈનમેન વગેરેને ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના પીજીવીસીએલ ગોકુલનગર સબ ડિવિઝન ની જી.જે.૧૦ ટી.ઝેડ. ૮૪૦૫ નંબરની બોલેરો કેમ્પરમાં પી.જી.વી.સી.એલ. નો સ્ટાફ મસિતીયા ફીડર ફોલ્ટમાં ગયો હોવાથી તેના રીપેરીંગ કામ માટે જઈ રહ્યા હતા.

જે દરમિયાન હરિયા કોલેજ રોડ પર બોલેરો કેમ્પરની કમાન સ્પીડ બ્રેકરના કારણે તૂટી જતાં બોલેરો પલટી મારી ગઈ હતી, અને તેમાં બેઠેલા ડ્રાઇવર ભાવેશભાઈ તાળા, ઉપરાંત આસિસ્ટન્ટ લાઈનમેન બી.સી. પરમાર તથા અન્ય બે કર્મચારીઓ ડી.એ.ચોપડા ચોપડા અને જે. બી. ડાભી ને નાની મોટી ઈજા થઈ હોવાથી ચારેય ને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે ડ્રાઇવર ભાવેશભાઈ તાળાને માત્ર મુઢ માર ની ઈજા થઈ હોવાથી પોતાના ઘેર ચાલ્યા ગયા હતા. બાકીના તમામને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.આ અકસ્માત ના બનાવની જાણ થતા ગોકુલનગર સબ ડિવિઝનના અધિકારી આર.એસ. ગોસ્વામી તથા અન્ય પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે તેમ જ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ઇજાગ્રસ્ત કર્મચારીઓને મદદ કરી હતી.

જામનગર દરેડ વિસ્તારમાં ભયાનક અકસ્માત માં આધેડનું મોત

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજા થવાથી કમકમાટીભર્યું મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૪ જામનગર નજીક દરેડ વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક ના ચાલક જામનગરના આધેડનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં પરમ પાર્ક ની સામે ના ભાગમાંથી પસાર થઈ રહેલા જી.જે. ૧૦- ડી.એચ. ૯૫૨૫ નંબરના જયુપીટર મોટરસાયકલ ચાલકને પાછળથી પુરઝડપે આવી રહેલી જી.જે. -૧૦ બી.જી. ૭૮૭૭ નંબરની ફોર્ડ ફિગો કાર ના ચાલકે ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈકના ચાલક જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા મનોજભાઈ દલસાણીયા (ઉંમર વર્ષ ૫૨) નું માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા મૃતકના પુત્ર માનવભાઈ મનોજભાઈ દલસાણીયાએ પોલીસને જાણ કરતા, પંચકોષી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે કારના ચાલક સામે ગુનો નોંધી કારચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની શાળામાં વીજ ઇજનેરોનાં સંગઠન દ્વારા કીટ વિતરણ

જામનગરમાં ભીમવાસમાં પ્રાથમિક શાળામાં હાલાર ના બન્ને જિલ્લાના વીજ ઇજનેરોનાં સંગઠન દ્વારા કીટ વિતરણ

  • શાળામાં અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને વીજ સુરક્ષાલક્ષી સમજણ આપી કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુ આરી ૨૪, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પીજીવીસીએલનાં એન્જીનીયરનાં સંગઠન ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડ એન્જીનીયર્સ એસોસિએશન દ્વારા ભીમવાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં ૪૨ માં ૩૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા બુક્સ અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પેમ્પ્લેટ્સ વિતરણ વડે બાળકોમાં વીજ સુરક્ષા અંગે સમજણ આપી કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આયોજક એ.એમ. સોઢીયા (ધ્રોલ કચેરી ઇજનેર), સંદીપ અરોરા (રૂરલ વિભાગ ઇજનેર) તથા અજય પરમાર, (નાયબ ઇજનેર, સે.ઝોન) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભેંસદડીયા સાથે સંકલન સાધી શાળાનાં શિક્ષકોની સહાયથી કાર્યક્રમને સાકાર કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર , એચ. ડી.વ્યાસ, એન.એફ.દોશી, .કાપડીયા, તથા રાબડીયાની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં આમંત્રિત સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

જામનગરના ધારાસભ્ય અને મેયર દ્વારા નવી ST બસના કોચને લીલી ઝંડી અપાઇ

0

જામનગરના ધારાસભ્ય અને મેયર દ્વારા જામનગર-ઝાલોદ રૂટ ની નવી એસ.ટી. બસના કોચ ને લીલી ઝંડી અપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ જાન્યુઆરી ૨૪, જામનગર ના એસ.ટી. વિભાગ દ્વારા જુદા જુદા રૂટ પર નવી એસ.ટી. બસ ના કોચ મૂકવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને ગઈકાલે વધુ એક રૂટ ના નવા કોચને મુકવામાં આવ્યો છે, અને નગરના ધારાસભ્ય અને મેયરના હાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

જામનગરના એસ.ટી. ડિવિઝનમાં ગઈકાલે જામનગર- ઝાલોદ રૂટ પર નવો સ્લીપર કોચ ફાળવવામાં આવ્યો હતો, અને ગઈકાલથી નવા રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયાએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપીને એસ.ટી. ના નવા રૂટનું પ્રસ્થાન કરાવાયું હતું.

આ વેળાએ જામનગરના એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક જાડેજા, પરિવહન અધિકારી ઇસરાણી, તેમજ ડેપો મેનેજર વરમોરા સહિત એસ.ટી. ડિવિઝનના અધિકારીઓ અને સ્ટાફ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ૧૧,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી કરાઈ

0

જામનગરની શ્રી સત્ય સાઈ વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૧,૧૧૧ દીવડા દ્વારા ઉજવણી કરાઈ

  • જામનગરના માજી રાજવી શ્રી જામસાહેબ દ્વારા પ્રથમ જ્યોત પ્રગટાવવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જાન્યુંઆરી ૨૪, પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનું આંગણ ૧૧૧૧૧ દીવડાથી જગમગી ઉઠ્યું હતું. 

શ્રી સત્ય સાઈ વિદ્યાલયમા માત્ર દીવડા ની જ્યોત જ નહિ પરંતુ આ ૧૧,૧૧૧ દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૂપ ૨,૦૦૦ ફૂટની રંગોળીથી શ્રી રામના આગમનનો હર્ષ દર્શાવ્યો હતો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રી રામનું મહત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રકાશિત કરવાનો છે.

શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમન, જામનગરના માજી રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જમસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી રામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રી રામના ભક્તિમાય ભજન થી ગુંજી ઉઠ્યો. અનેક ઉત્સાહી સહભાગીઓના આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. શ્રી સત્ય સાંઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ હોવાનો ગર્વ અનુભવે છે.

જામનગરની હોસ્પિટલમાં શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો

0

‘છોટીકાશી’ માં ન્યુરોસર્જન ડો. રૂપારેલીયાની હોસ્પિટલમાં શ્રીરામ પૂજન નો કાર્યક્રમ યોજાયો

  • હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી ના મંદિરનું નિર્માણ કરાયું: રંગોળી પણ બનાવાઇ

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જાન્યુઆરી ૨૪, છોટીકાશી ના નામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં અનેક સ્થાનોપર અયોધ્યા મા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, ત્યારે જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે આવેલી ડો. એ.ડી. રૂપારેલીયાની હોસ્પિટલમાં પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા શ્રીમતી કૃતમાલા બેન રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ આજે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા કરવામાં આવી હતી, અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી સાથેનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, અને મહા આરતી કરાઈ હતી. સાથોસાથ અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિર ની પ્રતિકૃતિ સ્વરૂપની રંગોળી બનાવાઈ હતી, જ્યારે હોસ્પિટલ પરિસરને પણ ફૂલોના હારથી શણગારવામાં આવ્યું છે.

ડો.એ.ડી.રૂપારેલીયાની હોસ્પિટલમાં ગઈકાલે પ્રાકૃતિક વસ્તુઓથી રામ મંદિર બનાવી ને રોશની થી ઝળહળિત કરાયું હતું, તેમ જ ભગવાન શ્રીરામની મહા આરતી કરવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફની તમામ બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ પણ જાતે બનાવી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સ્ટાફના બહેનો દ્વારા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ સમાન આકર્ષક રંગોળી પણ બનાવાઈ હતી, જયારે હોસ્પિટલ પરિસરને ફૂલોના હાર થી સજાવવામાં આવ્યું છે.

જામનગર માં યુવતિની પજવણી બાબતે ધોકા ,પાઈપ ખેંચાયા

0

જામનગરમાં મારવાડી વાસમાં એક યુવતીની પજવણી કરી રહેલા ત્રણ શખ્સોને રોકવા જતાં યુવતીના ભાઈ પર છરી લાકડી વડે હુમલો

  • સામા પક્ષે પણ યુવતી ના ભાઈ સહિત ત્રણ શખ્સો સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવાઇ

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જાન્યુઆરી ૨૪, જામનગરમાં રણજીત સાગર રોડ પર મારવાડી વાસ વિસ્તારમાં રહેતી એક યુવતી ને આંખોના ઇસારા કરી પજવણી કરી રહેલા ત્રણ શખ્સોને યુવતીના ભાઈએ રોકવા જતાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવતી ના ભાઈ પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને ભંગારની ફેરી કરતા કમલેશ નામના યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેજ વિસ્તારમાં રહેતા હેમંત ઉર્ફે દુદો પ્રાગજીભાઈ પરમાર, તેમજ ડાયો અને પેમો નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે યુવાનને માથાના ભાગે અને હાથમાં ઈજા થઈ છે, અને ચાર ટાંકા લેવા પડ્યા છે.

ઉપરોકત ત્રણેય શખ્સોએ યુવાનની બહેન ની પજવણી કરી આંખોથી ઇશારા કરી રહ્યા હતા, તેઓને રોકવા જતાં આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. જે ત્રણેય હુમલાખોરો હુમલા પછી ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.આ ઉપરાંત યુવતીના ભાઈ કમલેશ ઉપરાંત વસંત અને રમેશ સહિતના ત્રણ આરોપીઓ સામે હેમંત પ્રાગજી પરમારે લોખંડના પાઇપ અને ધોકાવાડે હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં પણ યુવાનને ઈજા થઈ હોવાથી નવ ટાંકા લેવા પડ્યા છે.

જામનગરમાં શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

0

જામનગરમાં શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, આગામી ૨૨ ની તારીખે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રા પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને જામનગર શહેરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં શાંતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર શહેરમાં બ્રહ્મક્ષત્રીય સમાજ ની વાડીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થાય, તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા કોઇ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક જામનગર પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં એ.એસ.પી. અજયકુમાર મીણાં, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ નિકુંજ ચાવડા, તથા ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકી ના પી.એસ.આઈ. બુડાસણા સહિત સર્વેલન્સ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.