Friday, October 16, 2026
Home Blog Page 179

જામનગર રીવાબા જાડેજાને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અયોધ્યા યાત્રા માટે ભવ્ય રેલી સાથે અપાઇ વિદાય

0

ધર્માચાર્યો અને કૃષિ મંત્રી તેમજ પૂર્વ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ

  • ધારાસભ્ય રીવાબા જાડેજાને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ અયોધ્યા યાત્રા માટે રેલી સાથે અપાઇ વિદાય

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪ ‘છોટીકાશી’ જામનગરનાં ઉત્તર ૭૮- વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય રીવાબા જાડેજાને અયોધ્યાનાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથી બનવા આમંત્રણ મળ્યું છે ત્યારે અયોધ્યા યાત્રા પહેલા તેમને વિશાળ રેલી સહિતનાં કાર્યક્રમ વડે વિદાય આપવામાં આવી હતી. હિંમતનગર વિસ્તારમાં આવેલ શ્રીરામ મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરનાં મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઇ ભટ્ટ , સાસક પક્ષના નેતા આશિષ જોષી વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી સહિત શ્રીરામ પૂજન કરી રીવાબાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ‘છોટીકાશી’ નાં પ્રતિનિધિ રૂપે સપ્તપુરી માંની એક એવી અયોધ્યાપુરીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનાં ગૌરવ બદલ અભિનંદન પાઠવાયા હતા.

જામનગર મોબાઇલ શોપમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે નુકસાન

0

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી એક મોબાઇલ શોપમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે નુકસાન

  • આગ કારણે દુકાનમાં રાખેલી રૂપિયા બે લાખ ની રોકડ રકમ- ૫૦થી વધુ મોબાઈલ અને એસેસરીઝ બળીને ખાખ થયા
  • બહાર પાર્ક કરેલું સ્કૂટર પણ સળગ્યું: ફાયરબ્રિગેડે આગને કાબુમાં લેતાં અન્ય દુકાનોમાં આગ પ્રસરતી અટકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં મોબાઇલ એસેસરીઝની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને સમગ્ર દુકાન બળીને ખાખ થઈ હતી. જેમાં દુકાનમાં રાખેલી બેલાખ ની રોકડ રકમ, ૫૦થી વધુ મોબાઈલ ફોન તેમજ બહાર પડેલું એક સ્કૂટર વગેરે પણ સળગ્યા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના બે ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લેતાં આસપાસની દુકાનમાં આગ પ્રસરતી અટકી હતી. આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં આવેલા ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં જય માતાજી નામની મોબાઈલ એસેસરીઝ ની દુકાનમાં વહેલી સવારે ૬.૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

આ બનાવ અંગે દુકાનના માલિક વિનોદભાઈ કટેશીયા દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જેના કારણે આસપાસની દુકાનોમાં આગ પ્રસરતી અટકી હતી.ઉપરોક્ત આગના બનાવને લઈને મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા બે લાખની રોકડ રકમ, ૬૦ થી વધુ જુના મોબાઇલ અને તેની એસેસરીઝ ઉપરાંત ફર્નિચર વગેરે બળીને ખાખ થયા હતા.

આગના લબકારાઓ બહાર પણ નીકળ્યા હતા, જેના કારણે દુકાનની બહાર પાર્ક કરવામાં આવેલું એક સ્કૂટર પણ સળગ્યું હતું. જેમા લાગેલી આગને ફાયરે બુઝાવી હતી. આગને કારણે દુકાનદારને લાખોનું નુકસાન થયું છે.

જામનગર કામદાર કોલોનીમાં પાણી છાંટી રહેલા સીક્યુરીટી ગાર્ડ બીજા માળેથી પટકાતા અપમૃત્યુ

0

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ નું અકસ્માતે નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ જાન્યુઆરી ૨૪, જામનગરમાં કામદાર કોલોની માં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ નવા બંધાઈ રહેલા એક બિલ્ડીંગના બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, દરમિયાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા, અને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર-૩ માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મેરામણભાઇ કરસનભાઈ પરમાર (ઉંમર વર્ષ ૬૫) કે જેઓ ગઈકાલે કામદાર કોલોની શેરી નંબર ત્રણમાં આંગન એકસોટીસ નામના બિલ્ડિંગમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે તેઓ નો પગ લપસી પડતાં નીચે પટકાયા હતા અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર દિપકભાઈ મેરામણભાઇ પરમારએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો

0

આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જામનગર જિલ્લાના ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષકશ્રી, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું આગામી તા.૧૪.૩ ૨૦૨૪સુધી અમલમાં રહેશે.

પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલ ટાપુઓની વિગત

ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોન-બી ટાપુ – આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જામનગરના બંને ધારાસભ્યએ શ્રી બાલા હનુમાન મંદિરે સફાઇ વડે કરી શ્રમસેવા

0

જામનગર શહેર ના બન્ને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ શ્રી બાલા હનુમાન મંદિરે સફાઇ વડે કરી શ્રમસેવા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી ૨૪ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરનાં મંદિરોમાં સફાઇ અભિયાન હાથ ધરવા નેતાઓને આહ્વાન કર્યુ છે ત્યારે ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા સહિતનાં આગેવાનો દ્વારા સફાઇ કરવામાં આવી હતી.નેતાઓ દ્વારા ઝાડુ લઇ મંદિર પટાંગણને સ્વચ્છ બનાવી શ્રમસેવા કરી વડાપ્રધાનનાં સંદેશને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. આવેળા એ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો – કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને બાલા હનુમાનજી મંદિર પરિસરમાં શ્રમદાન કર્યું હતું.

જામનગરમાં સેવાભાવી સંસ્થા અને જામ્યુકો દ્વારા લાખોટામાં સફાઇ અભિયાન

0

જામનગરની સંસ્થા આરોગ્ય ભારતી અને મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

  • ૩૫ જેટલા સભ્યોની ટીમ દ્વારા વહેલી સવારે લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો કચરો બહાર કાઢી ડમ્પિંગ પોઇન્ટ માં મોકલાવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી, જામનગર ની સંસ્થા આરોગ્ય ભારતી તેમજ જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી આજે સવારે ૭.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લાખોટા તળાવ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

લાખોટા તળાવના બે નંબર ના ગ્રીત સામેના પાછળના રણમલ તળાવના ભાગમાં પાણી ઓછું થયું હોવાથી બહાર કચરો એકત્ર થયો હતો, જેને સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવ્યું હતું. જેવા આરોગ્ય ભારતી સંસ્થાના ૨૦ સભ્યો, જ્યારે જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની આગેવાનીમાં ૧૫ સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ઉતરવામાં આવ્યું હતું.જે અંતર્ગત લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો બહાર કાઢી લેવામાં આવ્યો હતો, અને ડમ્પિંગ પોઈન્ટ પણ પહોંચાડી દેવાયો છે.

જામનગરમાં ૧૯ વર્ષની અપરણીત યુવતીનો આપધાત

0

જામનગર નજીક ઢીંચડા માં રહેતી ૧૯ વર્ષની અપરણીત યુવતીએ ઝેરી દવા પી લઈ મોતને મીઠું કર્યું

  • પોતાને પ્રાઇવેટ નોકરી કરવી હોવાથી પરિવારજનોએ ના પાડતાં માઠું લાગવાથી આપઘાત નું પગલું ભર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી ૨૪, જામનગર નજીક ઢીંચડામાં રહેતી ૧૯ વર્ષ ની અપરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા માં રહેતી મંજુલાબેન ભગવાનજીભાઈ કટેશીયા નામની ૧૯ વર્ષની અપરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતીને પ્રાઇવેટ નોકરી કરવી હતી, પરંતુ ઘરના સભ્યોએ ના પાડી હતી, અને જો નોકરી મળે તો સરકારી નોકરી જ કરવાની, તેવો આગ્રહ રાખ્યો હતો. તેથી તેણી ને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું જાહેર થયું છે.

જામનગરમાં યુવતી સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યા ની ફરિયાદથી ચકચાર

0

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યા ની ફરિયાદ થી ચકચાર

  • સિટી સી -ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા બાદ જેલમાં ધકેલી દેવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૪ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની અપરણિત યુવતી ને છેલ્લા એકાદ વર્ષથી ત્રણ શખ્સોએ ધાક ધમકી આપી અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યુ હતું, આખરે યુવતી દ્વારા મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લઇ જેલહવાલે કર્યા છે.

જામનગરના સંકર ટેકરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષ ની અપરણિત યુવતી, કે જે શંકર ટેકરી વિસ્તારમાં જ રહેતા ત્રણ શખ્સો સમીર ફિરોજભાઈ ખીરા, હસન સિદીકભાઈ ખીરા અને ઈરફાન ઉર્ફે લાલો કાસમભાઇ ખીરાના સંપર્કમાં આવી હતી, અને છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે યુવતિ અને તેના પરિવારને ધાકધમકી આપીને જુદા જુદા સ્થળે દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે ત્રણેય ના ત્રાસથી કંટાળી યુવતીએ સીટી સી. ડિવિઝન પોલીસ નો સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પી.આઇ. ચૌધરી સહિતની પોલીસ ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. જયારે યુવતી ની તબીબી ચકાસણી કરાયા પછી તેણીના ઘેર મોકલી દેવાઇ છે.

જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્ક માં તાળા તોડી ચોરીનો પ્રયાસ

0

જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેન્ક માં તાળા તોડી ચોરીનો પ્રયાસ

  • સીટી સી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરવા ઘુસેલા નેપાળી શખ્સ ને ઝડપી લીધો
  • બેંકમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી સ્ટ્રોંગરૂમ ની દિવાલ તોડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૪, જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક ની બ્રાન્ચમાં મકરસક્રાંતિની પૂર્વ રાત્રી દરમિયાન તસકરે ચોરીનો પ્રયાસ કર્યો હતો, અને તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગરૂમની દિવાલ તોડવાના પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી લીધો છે, અને પૂછપરછ હાથ ધરી છે. જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ બેંકની બ્રાન્ચમાં ગત શનિવારની રાત્રી થી રવિવારના મકરસંક્રાંતિના તહેવારના દિવસ દરમિયાન કોઇ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા હતા, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો.

ત્યારબાદ બેંકનું સાહિત્ય રફેદફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી, અને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.સોમવારે સવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બેંકના મેનેજર દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચૌધરી તેમજ પીએસઆઈ એસ.એમ. સીસોદીયા ની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને બેંકના સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારના પણ કેમેરાઓ વગેરેની ચકાસણી કર્યા પછી બેંકની ચોરીના પ્રયાસ અંગેના બનાવ નો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને એક નેપાળી શખ્સની અટકાયત કરી લીધી છેજેણે કટર જેવા હથીયારની મદદથી બેંકના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, પરંતુ તિજોરી તોડવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગર મનપાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી : કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે

0

જામનગર મહાનગરપાલિકાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીઃ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે

  • મહાનગરપાલિકા તરફથી ૪૪ ખેડૂતો ને ૧૪૪ લાખ નું વળતર ચૂકવવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જાન્યુઆરી ૨૪ , જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે ઉપયોગ કરાયેલ ૪૪ ખેડૂતોની જમીન અન્વયે રૃા. ૧૩૬ લાખનું વળતર ચૂકવવામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. જ્યારે નવું સેટઅપ મંજૂર કરવાની દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામા આવશે.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર વાય. ડી. ગોહિલ, ઈચા. આસિ. કમિશનર (ટેક્ષ) જિજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભૂગર્ભ બોક્સ ગટરની સફાઈ પાવર બેકેટ મશીન થી કરવાની દરખાસ્ત અન્વયે રૂ. ૨૫ લાખ ૩૦ હજાર મંજૂર કરાયેલ છે. પ્રોવાઈડિંગ સપ્લાયિંગ, લેવલિંગ, લેઈંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ ૧૦૦૦ એમ એમ ડાયા ની ૭.૧ કિ.મી. ડી.આઈ. પાઈપ લાઈન કે-૯ રણજિતસાગર ડેમ થી મેઈન પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ના કામ માટે ખેડૂતો ને વળતર ચૂકવવા રૂ. ૧૩૬ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧-૬-૭ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ટ્રાફિક વર્કના કામ માટે ૨ લાખ, વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪ માં જુદી-જુદી કંપનીના અન્ડરગ્રાઉન્ડ કેબલ-ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા કરવા રૂ. ૧૦.૯૨ લાખ નો ખર્ચ અને વોર્ડ નં. ૧-૬-૭ માં કેનાલ બ્રિજ ના સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશેનના કામ માટે રૂ. ૫ લાખmનો ખર્ચ મંજૂર કરાયો છે. જાડા ની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે ઢીંચડા માં પાણીના ટાંકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવાના રૂ. ૩૪ લાખ ૪૮ હજાર, કોન્ટ્રાક્ટ બેઇઝ.થી કામ કરતા ૧૧૦ કર્મચારીઓને મહેનતાણા માં પાંચ ટકા નો પગાર વધારો કરવાની દરખાસ્ત અન્વયે ૧૦ ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો હતો. હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલ થી કનસુમરા સુધી ૧૮ મીટર પહોળા રેલવે ટ્રેક ને સમાંતર ડી.પી. રોડ બનાવવા ની દરખાસ્ત નો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.

જામનગર મહાનગર-પાલિકામાં મંજૂર થયેલ રિવાઈઝ્ડ સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તનો સ્વીકાર કરાયો હતો. જેમાં વર્ગ ૧ ની ૧૪ જગ્યા (ડે. કમિશનર, આસી. કમિશનર, મેડિકલ ઓફિસર, સિટી ઈજનેર, એક્ઝિ. એન્જિ. (ડ્રેનેજ), કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ અને ઈલેક્ટ્રીક) વર્ગ-૨ ની ૧૦૭ જગ્યા, વર્ગ -૩ ની ૧૯૩ અને ૪૭૩ જગ્યા અને વર્ગ-૪ ની ૩૯૦ જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિટ શાખાનું ૨૭ જગ્યાનું સેટઅપ તથા સેક્રેટરી શાખાનું ૩૬ જગ્યા ના સેટઅપ નો સમાવેશ થાય છે. આ તમામ દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભા તરફથી મોકલી આપવામાં આવનાર છે. આજ ની બેઠક માં કુલ રૂ. ૨ કરોડ ૧૩ લાખ ના ખર્ચ ને બહાલી આપવા માં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.