જામનગર જિલ્લા તલાટી મંડળીની સાધારણ સભા યોજાઇ
- નવી નિમણુંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા
- જોડીયાના તાલુકા વિકાસ અધિકારી જીપીએસસી પરીક્ષામાં રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવતાં તેમને પણ સન્માનિત કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લા તલાટી મંડળની વાર્ષિક સાધારણ સભા તેમજ સન્માન અભિવાદન કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પંચયતના પ્રમુખ મયબેન ગરચરના અઘ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં નવી નિમણૂંક પામેલા ૧૨૫ તલાટી કમ મંત્રી તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓને અને જોડીયાના તાલુકા વિકાસ અધિકારી રોનક ઠોરીયાએ જીપીએસસી પરીક્ષામાં રાજયમાં અવ્વલ સ્થાને ઉત્તીર્ણ કરતાં તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, વિમલભાઇ ગઢવી, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના મહામંત્રી શ્રીરામ સેજપાલ, વિસ્તરણ અધિકારી મંડળના પ્રમુખ મેસિયાભાઇ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘના ઉપપ્રમુખ નિલેશભાઇ ઓઝા સહિત મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા તલાટી મંડળના પ્રમુખ પરેશભાઇ પારેગી અને ઉપપ્રમુખ હરદેવસિંહ વાઘેલાની રાહબારી હેઠળ મહામંત્રી નિલેશભાઇ ગોજીયા સહિત જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

જામનગરની એસ.ઓ.જી. શાખા ના પી.આઇ. શ્રી ચૌધરી ની આગેવાની હેઠળ એસ.ઓ.જી.ની ટુકડી તેમજ બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈકાલથી આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે, અને આગામી ૨૨ તારીખ સુધી અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જામનગર શહેરના એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન, ઉપરાંત તળાવની પાળ સહિતના ફરવા લાયક સ્થળો, સિનેમાગૃહો, શોપિંગ મોલ તેમજ બાલા હનુમાન મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થળો સહિત શહેરની તમામ જાહેર જગ્યાઓ પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

સનાતન ધર્મમાં દાન અને અન્નના મહત્વને ધ્યાનમાં રાખીને તેમજ ૩૬ કોટી દેવી-દેવતા ના વાસ ધરાવનારા ગૌમાતાના લાભાર્થે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સતત ચોથા વર્ષે ગૌચારા અન્નકોટ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪૨ જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો, અને ગૌ ભક્તો માટે દર્શનાર્થે મુકાયો હતો, ત્યારબાદ તમામ વસ્તુઓ ગાયને ખવડાવ્યા પછી ગૌ માતાની આરતી પણ કરવામાં આવી હતી, જેમાં શહેરના અનેક ગૌભક્તો જોડાયા હતા.
સાથો સાથ શ્રીનાથજી ની આઠ શમાની ઝાંખી ના દર્શન પણ યોજાયા હતા. સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૫.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી દર્શન નો લાભ લેવા હરિભક્તો જોડાયા હતા. સમગ્ર મહોત્સવ ની ઉજવણી જલારામ સેવા ટ્રસ્ટ વતી સર્વશ્રી રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કિરીટભાઈ દતાણી, ભરતભાઈ મોદી, સુરેશભાઈ રૂપારેલ, રાજુભાઈ ચંદારાણા, અતુલભાઇ કાતર, રાજુભાઈ પતાણી, જયેશભાઈ ધામેચા, દિલીપભાઈ મજીઠીયા, પ્રમોદભાઈ રાજાણી, પ્રફુલભાઈ વારા, અતુલભાઈ પુજારા, શૈલેષભાઈ મલકાન, કમલેશભાઈ વસાણી, અને શૈલેષભાઈ કારીયા દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગૌચારા અન્નકોટ સમિતિમાં રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, મુકેશભાઈ લાખાણી, હિનેશભાઈ દોઢીયા, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, લલિતભાઈ જોશી, હસમુખભાઈ પટેલ, જયેશભાઈ ચંદારાણા, ભાવિનભાઈ સચદેવ, જયેશભાઇ પાબારી અને અશોકભાઈ ભદ્રા જોડાયા હતા.આ ઉપરાંત વિક્રમ સવંત ૧૮૨૦ અને તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ માતુશ્રી વીરબાઈ માં તેમજ પૂજ્ય જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ- હાપા દ્વારા સતત ૧૨મી વખત ૧૧૧ પ્રકારના રોટલાના અન્નકોટ નું આયોજન કરવામાં આવ્યું છે.
જે રોટલા અન્નકોટ સમિતિમાં એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી, જગદીશભાઈ સોમૈયા, નરોત્તમભાઈ થોભાણી, ધીરેનભાઈ દતાણી, ઉદિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ તન્ના, ઉદીતભાઈ પંચમતીયા, વિરલભાઈ બગલ, ભાવેશભાઈ દતાણી, ગિરીશભાઈ વિઠલાણી અને જયભાઈ દતાણી જહેમત લઇ રહ્યા છે.
