Friday, October 16, 2026
Home Blog Page 181

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા વણીક સરકારી કોન્ટ્રાક્ટરને પતાવી દેવાની ધમકી અપાઇ

0

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા વણીક સરકારી કોન્ટ્રાક્ટરને પતાવી દેવાની ધમકી અપાઇ

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેટા કોન્ટ્રાક્ટર અને પોરબંદરના વતની બે સાગરીતોએ કામ પૂરું કર્યા વિના પૈસા કઢાવવા માટે ધમકી આપ્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૨ જાન્યુઆરી ૨૪, જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતા એક વણિક કોન્ટ્રાક્ટર યુવાનને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક પેટા કોન્ટ્રાક્ટર અને તેના પોરબંદરના બે સાગરીતોએ કામ પૂરું કર્યું ન હોવા છતાં કામના પૈસા કઢાવવા માટે ધાક ધમકી આપ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -૩ માં રહેતા પીનાકભાઈ કિરીટભાઈ મહેતા (ઉંમર વર્ષ ૪૯) કે જેઓ સરકારી કોન્ટ્રાક્ટર છે, અને મિલેટ્રી એન્જિનિયરિંગ સર્વિસ ના રજીસ્ટર કોન્ટ્રાક્ટર છે. અને તેમણે હાલમાં ઓખા માં આવેલા કોસ્ટ ગાર્ડ સ્ટેશન નું ઉભું કરવા માટેનું કામ રાખેલું છે, જેમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે તેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડામાં રહેતા વિસોત કન્સ્ટ્રકશન વાળા હરીશભાઈ પરમારને પેટા કોન્ટ્રાકટ મારફતે કામ આપ્યું હતું.

જે કામ પૂરું થયું ન હોવા છતાં તેના દ્વારા પુરા કામના પૈસાની માંગણી કરવામાં આવતી હતી. કામ પૂરું કર્યા પછી પૈસા આપવાની વાત કરતા હરીશભાઈ ના પોરબંદર માં રહેતા બે સાગરીતો ભીમભાઇ મોઢવાડિયા અને ભરત ઓડેદરા મારફતે પઠાણી ઉઘરાણી કરાવાઈ હતી,વણીક કોન્ટ્રાક્ટરને મોબાઈલ ફોન પર પૈસા આપવા માટે ધમકીઓ અપાતી હતી, અને જો પૈસા નહીં આપે તો પતાવી નાખશે તેવી ધમકી આપતાં આખરે મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથક માં પીનાકભાઈ મહેતાએ પેટા કોન્ટ્રાક્ટર હરીશ કિશોરભાઈ પરમાર તેમજ તેના સાગરીતો પોરબંદરના ભીમાભાઇ મોઢવાડિયા અને ભરત ઓડેદરા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૫૦૭,૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દર દેવભૂમિ-દ્વારકા અને પોરબંદર સુધી લંબાવ્યો છે.

કામદારો વચ્ચેના સંઘર્ષની પરિસ્થિતિની જેમ, ice casino વિશ્વમાં, અમે નિષ્પક્ષતા અને પ્રામાણિકતાના મહત્વને સમજીએ છીએ. બોનસ અને પ્રમોશન એ ખેલાડીઓની વફાદારી માટે એક પ્રકારનું પુરસ્કાર છે, જે પરસ્પર સમજણનું વાતાવરણ બનાવે છે અને તેમને રમતનો આનંદ માણવાની વધુ તક આપે છે. સ્લોટ્સ, પોકર, બ્લેકજેક અને રૂલેટ જેવી રમતોની શ્રેણી સાથે, દરેક વ્યક્તિ પોતાના માટે યોગ્ય રમત શોધી શકે છે. ખેલાડીઓની રુચિ અને પસંદગીમાં તફાવત જીવનની વિવિધ પરિસ્થિતિઓને અનુરૂપ છે અને અમે તેમને મહત્તમ મનોરંજન અને સંતોષ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

0

જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

  • વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો દ્વારા કળશ અને પત્રિકા જામસાહેબશ્રીને અર્પણ કરવામાં આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી નામદાર મહારાજા જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર મહાનગરના અગ્રણીઓએ અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા આદરણીય જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને આમંત્રણ ને સ્વીકારી પૂજન અર્ચન કરી આ ઐતિહાસિક ક્ષણમાં તમામ જામનગરવાસીઓને જોડાવા પણ આહ્વાન કર્યું છે, અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્ર નો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

0

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કેન્દ્ર નો સંતો-મહંતોના હસ્તે શુભારંભ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ જાન્યુઆરી ૨૪ જામનગર : ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ગુરુદ્વારા ચોકડી પાસે કુબેર કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે જનસેવા કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય જામનગરના આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવીપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના પૂ. મહારાજશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી ચત્રભૂજદાસજી, નવતનપુરી ધામના મહંતશ્રી ના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું. આ સાથે અયોધ્યા થી આવેલા પવિત્ર કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આજ ના આ સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો, ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટન સાથે આજે આખા દિવસ માટે હસ્તકલા તથા પરંપરાગત ટ્રેડના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અંતર્ગત મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રિવાબા જાડેજા એ સૌનું સ્વાગત કરી તેમના જનસેવા કેન્દ્રમાં અરજદારો, લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન-સહકાર મળી રહેશે તેવી વ્યવસ્થા સુવિધાની વિગતો રજૂ કરી હતી. ઉપસ્થિત સંતો-મહંતોએ રિવાબા જાડેજા ના પ્રજાલક્ષી અભિગમ ને બિરદાવી આશીર્વચન આપ્યા હતાં. સમારોહનું સંચાલન બિમલ ઓઝા એ કર્યું હતું.

જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન

0

જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન

  • આગામી તારીખ ૧૪ ના રોજ મકરસંક્રાંતિના દિવસે પટેલ સેવા સમાજમાં મહા રક્તદાન કેમ્પ નું આયોજન
  • જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સર ની જાગૃતિ અર્થે ૨૧૦૦ બહેનોની મેમોગ્રાફી તેમજ ૯૦ કુપોષિત બાળકોને દતક લેવાનો સેવાયજ્ઞ યોજાશે
  • અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભ ને અનુલક્ષીને ના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણ થી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના ૩૮૬ કુપોષિત બાળકોને દત્તક લેવાયા હતા, અને સુપોષિત કરી દેવાયા છે.જ્યારે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

ત્યારે આ વખતે ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે ચર્તુવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, ૯૦ કુપોષિત બાળકોને દતક લેવા, તેમજ મહિલાઓમાં બ્રેષ્ટ કેન્સર ની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફી સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે.સાથો સાથ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને અનુલક્ષીને જામનગરમાં વસવાટ કરતા રામ ભક્તો અને કારસેવકો નો સત્કાર સમારંભ પણ યોજાયો છે.

જામનગર ના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી નો આગામી ૧૪ મી જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વ ના દિવસે જન્મદિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે ૯.૦૦ વાગ્યાથી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત ૭૯- વિધાનસભા વિસ્તારની આંગણવાડીના વધુ ૯૦ કુપોષિત બાળકોને દતક લેવાનો કાર્યક્રમ પણ યોજાશે.

સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) ની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફીનું પણ અભિયાન હાથ ધરવામાં આવશે.બ્રેસ્ટ કેન્સર અંગે અગાઉથીજ બહેનોને સચોટ જાણકારી મળી રહે, તેમાટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાધુનિક ડી.આર. મેમોગ્રાફી મશીન વસાવ્યું છે. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી નગરના બહેનોનું બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાવી આપવામાં આવશે. ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે.

ઉપરોક્ત સમગ્ર ચર્તુવિધ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત અયોધ્યામાં આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવનાર છે, તે સંદર્ભમાં જામનગરના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાયો છે.

જામનગર કાનાલુસ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા ૧૦ વ્યક્તિ ઘાયલ : જુવો Vided

0

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ કાનાલુસ પાસે ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા ૧૦ વ્યક્તિ ઘાયલ: બેની હાલત ગંભીર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ , જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલુસ ગામના પાટીયા પાસે મોડી સાંજે ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે બસની અંદર બેઠેલા મુસાફરો પૈકીના ૧૦ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માત બાદ ૧૦૮ ની ટીમ અને પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાનાલૂસ ગામના પાટીયા પાસે સાતેક વાગ્યાના અરસામાં એક ખાનગી લક્ઝરી બસ કે જે મોટી ખાવડી થી કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જામનગર તરફ આવી રહી હતી, જે બસ અકસ્માતે પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં બસની અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ ૧૦૮ ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ અન્ય ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ પણ બનાવના સ્થળે પહોંચી હતી, અને સૌપ્રથમ ૧૦૮ ની ટીમે ચાર ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.આ ઉપરાંત અન્ય છ વ્યક્તિને પણ નાની-મોટી ઈજા થઈ હોવાથી ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે, સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો છે, અને વધુ તપાસ ચલાવાઈ રહી છે.

જામનગરના સમપર્ણ સર્કલ પાસે ડુપ્લીકેટ ચાવીથી બાઈકની ઉઠાવી ગયા

0

જામનગર શહેરમાં વાહન ચોરીનો સિલસિલો અવિરત ચાલુ: વધુ એક બાઈક ની ચોરીની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ જામનગર શહેરમાં વાહન ચોરીની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને સમર્પણ સર્કલ પાસેથી કોઈ તસ્કરો એક મોટરસાયકલની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં પટેલ કોલોની નજીક શાંતિ નગર શેરી નંબર -૬ મા રહેતા મયુરસિંહ પ્રદ્યુમનસિંહ વાળા નામના ૨૭ વર્ષના યુવાને જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સમર્પણ હોસ્પિટલ ની દિવાલ પાસે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે બાઈક ચાલુ કરીને લઈ ગયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

જામનગર હર્ષદમીલની ચાલીમાં મકાન વેંચી કબ્જો ‘ન’ આપતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ

0

જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો વધુ એક ગુનો નોંધાયો

  • હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં ૫.૪૦ લાખ માં મકાનનો સોદો કર્યા પછી મકાન નહીં આપી પચાવી પાડયા ની ફરિયાદ
  • આરોપી :- ગફારભાઇ જુમાભાઇ ખીરા રહે.નીલકંઠનગર, હર્ષદ મીલ ચાલી, જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૪, જામનગર શહેરમાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો વધુ એક ગુનો દાખલ થયો છે. હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં એક શખ્સે પોતાનું મકાન ૫.૪૦ લાખ માં વેચાણ થી આપી દીધા પછી રકમ મેળવી લઈ મકાનનો કબજો નહીં આપી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ અરજી કરાયા પછી મકાન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા યુસુફભાઈ જુસબભાઈ ખફી નામના ૩૮ વર્ષના સુમરા યુવાને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા ગફાર જુમાભાઇ ખીરા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ અંગેની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને આરોપી ગફાર ભાઈ ખીરા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અને અધીનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫ (ગ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુસુફભાઈએ આજથી બે વર્ષ પહેલાં હર્ષદ મિલ ની ચાલી વિસ્તારમાં રહેતા ગફર જુમાભાઈ ખીરા નામના શખ્સનું મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યું હતું, અને તેના દસ્તાવેજ બનાવી લીધા પછી પાંચ લાખ ચાલીસ હજારની રકમ ચૂકવી દીધી હતી. ત્યારબાદ ૧૫ દિવસમાં મકાન ખાલી કરી ને સોંપી દેશે તેવો વાયદો કર્યા પછી આજ દિન સુધી મકાન સોંપ્યું ન હતું, અને મકાન પચાવી પાડ્યું હતું.

જે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી. જે અંગે પોલીસ મારફતે તપાસણી કરાવાયા પછી ગેરકાયદે મકાનનો કબજો પચાવી પાડ્યો હોવાનું તારણ નીકળ્યું હોવાથી આરોપી ગફર ખીરા સામે ગુનો નોંધાયો છે.

જામનગર બેડીના હુમલા પ્રકરણમાં ૬ સામે હત્યાનો પ્રયાસ , કાવતરું અંગે ગુનો નોંધાયો

0

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર જીવલેણ હુમલો કરનાર ૬ શખ્સો સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

  • આરોપી :- (૧) સબ્બીર કાસમભાઇ છરેચા રહે.બેડી, થરી વિસ્તાર, જામનગર (૨) અનવર હાજીભાઇ છરેચા રહે. બેડી, જામનગર તથા ચાર અજાણ્યા માણસો “

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર કરચલા પકડવા બાબતે તકરાર થયા પછી ૬ શખ્સોએ છરી સહિતના ધારદાર હથિયાર વડે જીવણ હુમલો કર્યો હતો. જે પ્રકરણમાં પોલીસે તમામ હુમલાખોરો સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધ્યો છે, અને તમામની શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતા અસગરભાઈ કાસમભાઈ સંઘાર નામના યુવાન પર ગઈકાલે સાંજે કરચલા પકડવા જેવી બાબતનું મનદુઃખ રાખીને હુમલો કરાયો હતો, અને છ જેટલા શખ્સોએ છરી તથા અન્ય ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેથી અસગર કાસમ સંઘારને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

આ હુમલા ના બનાવ અંગે ઇજાગ્રસ્ત ના સંબંધી અબુભાઈ આદમભાઈ સુંભણીયાએ અસગર કાસમભાઈ પર જીવલેણ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે બેડી વિસ્તારમાં જ રહેતા સબીર કાસમ ભાઈ છરેચા, અનવર હાજીભાઈ છરેચા, તથા તેના અન્ય ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તથા પૂર્વયોજિત કાવતરૂં ઘડી જામ સીટી બી .કલમ-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી) તથા જી.પી.એક્ટ્ની કલમ-૧૩૫(૧) મુજબ જીવલેણ હુમલો કરવા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ ભાગી છૂટ્યો હોવાથી તેઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગર તાલુકાના શેખપાટ ગામનાં લાંચમાં ઝડપાયેલા બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર

0

જામનગર તાલુકા ના શેખપાટ ગામ નાં લાંચમાં ઝડપાયેલા બન્ને આરોપીઓની જામીન અરજી ના મંજૂર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૮ જાન્યુઆરી ૨૪ જામનગર તાલુકાના શેખપાટ ગામ નાં ઊપ સરપંચ અને ગ્રામ પંચાયત નાં સભ્ય લાંચ લેતા ઝડપાયા પછી જેલ હવાલે કરાયા હતા.જેઓ ની જામીન અરજી અદાલતે નાં મંજૂર કરી છે. શેખપાઠ ગામ મા એક વ્યક્તિ જમીન માં લેવલિંગ કામ કરાવતા હતા ત્યારે ગામ નાં ઊપ સરપંચ રામજીભાઈ ભિમસીભાઈ કણજારીયા અને ગ્રામ પંચાયત નાં સદસ્ય મનસુખ નાથાભાઈ ચાવડા તમો ખનીજ ની ચોરી કરો છો તેમ કહી ને બંને એ ત્રીસ – ત્રીસ હજાર ની લાંચ ની માગણી કરતા લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવી બંને ને ઝડપી લીધા હતા, અને તેઓને જેલ હવાલે કરાયા હતા.

બંને આરોપીઓ દ્વારા જામીન ઉપર છુટવા માટે અરજી કરતાં તમામ દલીલો નાં અંતે બંને ની જામીન અરજી અદાલતે રદ કરી હતી.સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.

જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) દ્વારા સન્માન સમારોહ યોજાયો

0

જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) દ્વારા સન્માન સમારોહ યોજાયો

  • સ્નેહમીલન કાર્યક્રમ સંપન્ન બાલમંદિર થી પીએચડી સુધીના ૭૬૦ જેટલા તેજસ્વી તારલાઓનું કરાયુ બહુમાન

દેશ દેવી ન્યુઝ જામનગર o૯ જાન્યુઆરી ૨૪ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમીલનનો એક કાર્યક્રમ વિશ્વકર્મા બાગ ગાંધીનગર રોડ ખાતે યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છનાં હોદેદારો દ્રારા સર્વે પેટજ્ઞાતિઓને સાથે રાખી અંદાજે ૭૬૫ થી વધુ વિદ્યાર્થીઓમાં બાલમંદિરથી પીએચડી સુધીનાં તેજસ્વી તારલાઓને મહેમાનોનાં હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા.જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા બ્રહ્મસમાજનાં વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તેમજ બ્રહ્મપરિવારનાં સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવેલ હતો જિલ્લા બ્રહ્મસમાજનાં પ્રમુખ પ્રફુલભાઈ વાસુનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા તથા શહેર માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બ્રહ્મસમાજના બહેનો-ભાઈઓ ઉમટી પડયા હતા. આ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન મુખ્ય અતિથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનાં પ્રમુખ વિજયભાઈ બુજડ, ટ્રસ્ટ મંડળનાં પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ પંડયા, પૂર્વ શિક્ષણમંત્રી પ્રો. વસુબેન ત્રીવેદી, જામનગરનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રીવેદી, પધ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય સાહેબ, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જામનગરનાં ચેરમેન અશોકભાઈ ભટ્ટ, ખંભાળીયા જિલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ વિપુલભાઈ જોષી, રાજકોટ જિલ્લા પ્રમુખ પંકજભાઈ રાવલ, પોરબંદર જિલ્લા પ્રમુખ કાનજીભાઈ જોષી, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ઓઝા, ગીરસોમનાથ જિલ્લા પ્રમુખ તુષારભાઈ પંડયા વગેરે આગેવાનોનાં હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ.આ તકે ગણેશ વંદના અને સરસ્વતી વંદના ભવ્યતા મૌલિકભાઈ ભટ્ટ દ્રારા કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જામનગર જિલ્લા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ વાસુ દ્રારા કરવામાં આવેલ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમીલનમાં અન્ય મહેમાનોમાં જામનગર શહેર પ્રમુખ અને શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, કો. ટ્રસ્ટી સુનિલભાઈ ખેતીયા, કારોબારી સભ્ય વલ્લભભાઈ જોષી, નયનભાઈ વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ મનિષાબેન સુંબડ, શહેર મહિલા પ્રમુખ જાગૃતિબેન ત્રીવેદી, શહેર મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોષી, શહેર મહામંત્રી હિરેનભાઈ કનૈયા, શહેર યુવા પ્રમુખ જસ્મીનભાઈ ધોળકીયા, જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતીયા, શહેર મહામંત્રી વિમલભાઈ જોષી, જિલ્લા મહામંત્રી ચિરાગભાઈ અસ્વાર, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી મઘુબેન ભટ્ટ, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનાં ડાયરેકટર ઓફ એજયુકેશન ઉસ્મિતાબેન ભટ્ટ, કોર્પોરેટર સુભાષભાઈ જોષી , તૃપ્તીબેન ખેતીયા, એડવોકેટ અશોકભાઈ જોષી, જયદેવભાઈ ભટ્ટ, લાલપુર સરપંચ જયેશભાઈ તેરૈયા, નાયરોબીથી પધારેલ જગદિશભાઈ બારોટ, ડો. સુરેશભાઈ ઠાકર, ડો. ગાયત્રીબેન ઠાકર, ડો. કિશનભાઈ ત્રિવેદી, ડો. મૌલિકાબેન ત્રિવેદી, ડો. જોગીનભાઈ જોષી , ગામ્ય મામલતદાર મયુરભાઈ દવે, આર્કિટેક શૈલેષભાઈ જોષી, કમલેશભાઈ જોષી, બિલ્ડર વિશાલભાઈ મહેતા, પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી, દિવ્યેશભાઈ વાયડા, ડોલરભાઈ રાવલ વિગેરે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયેલ.કાર્યક્રમના ભોજન સમારંભના દાતા તરીકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટુ, વિદ્યાર્થીઓના ઈનામના દાતા તરીકે નિલેશભાઈ ત્રિવેદી, અન્ય સહયોગી દાતા પધ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય, ડો. દિપ્તીબેન વ્યાસ, ડો. ખુશ્બુબેન જોષી, અલ્પેશભાઈ ત્રિવેદી, હરીઓમ ટ્રસ્ટનાં જોષીબાપા, નિલેષભાઈ આચાર્ય, દ્રારા વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કરી સન્માનીત કરાયેલ.ભોજનવ્યવસ્થા સમિતિમાં  ભરતભાઈ અસ્વાર તથા પરજીયા રાજગોર યુવા બ્રહ્મસમાજ ટીમ તથા સમગ્ર કાર્યક્રમમાં વિશ્વકર્મા બાગ દિલીપમામા તેમજ ટીમ ધ્વારા સહયોગ મળેલ હતો, સાથે બ્રહ્મસમાજ ઘટકોમાં રણજીતનગર બ્રહ્મસમાજ, N.R.P. બ્રહ્મસમાજ, સાધના કોલોની બ્રહ્મસમાજ, ગ્રીનસીટી બ્રહ્મસમાજ, ગોકુલનગર બહ્મસમાજ, બ્રહ્મ અભ્યુદય સેવા સમાજ, સેન્ટ્રલ બેંક બ્રહ્મસમાજ તેમજ બહ્મસમાજની સર્વે પેટાજ્ઞાતીનાં પ્રમુખશ્રી / મંત્રીશ્રી કારોબારી સભ્યશ્રી ટીમ સાથે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણિતા ઉદધોસક લલીતભાઈ જોષી, તથા શહેર યુવા પ્રમુખ જસ્મીનભાઈ ધોળકીયા ધ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રહ્મસમાજ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ તથા શહેર બ્રહ્મસમાજ પ્રમુખ અને શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષીની રાહબરી હેઠળ કિશોરભાઈ ભટ્ટ, પિયુષભાઈ પુંજાણી, હિરલભાઈ ભટ્ટ, નિલશેભાઈ ઓઝા, રૂપેશભાઈ કેવલીયા, જીજ્ઞેશભાઈ રાવલ, અશોકભાઈ ભટ્ટ, ઉપેનભાઈ વ્યાસ, સુરેશભાઈ ત્રિવેદી, પારસભાઈ ભટ્ટ, નિલેશભાઈ વ્યાસ, લલીતભાઈ જોષી, નિલેશભાઈ ત્રિવેદી, ડો. ભાવેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ પંડયા, વિપુલભાઈ પંડયા, નિરજભાઈ સુંબડ, વિપુલભાઈ સુંબડ, ચંદુભાઈ અસ્વાર, ભાવેશભાઈ રાજયગુરૂ, દર્પણભાઈ પુરોહિત, ચેતનભાઈ પુરોહિત, પ્રકાશભાઈ વ્યાસ, સુચિતભાઈ જાની, શિવમભાઈ દવે, ભવ્યરાજભાઈ ખીરા, કિશનભાઈ આચાર્ય, મિતભાઈ વ્યાસ, પ્રતિકભાઈ ઠાકર, યશભાઈ ભુદેવ, ભાર્ગવભાઈ ઘેડીયા, કિશનભાઈ ઉપાધ્યાય, હર્ષલભાઈ જોષી, ભાર્ગવભાઈ શુકલ, તેજશભાઈ કનૈયા, પ્રિયંકભાઈ ભટ્ટ, મેહુલભાઈ જોષી, હેમાંગભાઈ જોષી, લાકેશભાઈ પંડયા, હાર્દિકભાઈ શુકલ, મહિલા પાંખના અનુભૂતિબેન ઠાકર, ધર્માબેન ઠાકર, ધર્મિષ્ઠાબેન રાવલ, દિપ્તીબેન પંડયા, મીનાબેન જયોતીષી, ગીતાબેન રાવલ, હીરલબેન દાદલ, નેહાબેન સાતા, શોભનાબેન જોષી, શ્રુતિબેન દવે, તૃપ્તીબેન ઓઝા, વિભાબેન રાજયગુરૂ, વિધ્યાબેન મહેતા, રાજશ્રીબેન ત્રિવેદી, રીનાબેન ત્રિવેદી, એકતાબેન વ્યાસ, ચૈતાલીબેન ભટ્ટ, હિરલબેન મીન, દર્શાબેન જોષી, માધ્વીબેન રાવલ, પ્રતિક્ષાબેન જોષી, પ્રીતિબેન જોષી, રીધ્ધીબેન કલ્યાણી, પ્રીતિબેન વ્યાસ, શીલ્પાબેન પંડયા, જયોતીબેન ત્રિવેદી, દેવાંગીબેન ત્રિવેદી, નિયતીબેન રાવલ, અવનીબેન ત્રિવેદી, રેખાબેન વ્યાસ, કેતનાબેન દવે, ધારાબેન વ્યાસ, ધારાબેન પંડયા, વૈશાલીબેન કનૈયા, મેધનાબેન જોષી, હર્ષાબેન રાજગોર, નિશાબેન દવે, ડો.જલશ્રીબેન ત્રિવેદી વિગેરે ધ્વારા ઉતકૃષ્ટ કામગીરી કરવામાં આવેલ આભારવિધી શહેર પ્રમુખ અને શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી ધ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંત સૌ મહેમાનો, વિદ્યાર્થીઓ તથા બ્રહ્મસમાજ પરિવાર ભાઈઓ-બહેનોએ સ્વરૂચી ભોજન લઈ કાર્યક્રમ સમાપન કર્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.