Friday, October 16, 2026
Home Blog Page 174

જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ : 8 ની અટકાયત

0

જામનગર માં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ: પોલીસ દ્વારા ભાજપ ના આઠ કાર્યકર્તાઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૪ કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યુંછે. આ અંતર્ગત ભાજપ નાં બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા દહન કાર્યક્રમ આજે લાલ બંગલા સર્કલમાં યોજવામાં આવ્યો હતો. જે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૮ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.ભારતીય જનતા પાર્ટી જામનગર ના બક્ષીપંચ મોરચા દ્વારા શહેર નાં લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી નાં પૂતળાં દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી વિશે એલફેલ ભાષણ રાહુલ ગાંધીએ કર્યું હતું.આથી તેના વિરોધ મા જામનગર માં આજે રાહુલ ગાંધી ના પૂતળાં દહન નો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.ભાજપના કાર્યકર્તાઓ પૂતળું લઈ ને આવતાની સાથેજ પોલીસે તેને કબ્જે કરવા દોડધામ કરી હતી. આ સમયે પોલીસે ભાજપના આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપ ના કોર્પોરેટરો કાર્યકર્તા ભાઈ – બહેનો અને બક્ષી પંચ મોરચા ના કાર્યકર્તાઓ જોડાયા હતા.

જામનગર બ્રાસના વેપારી નો ૮૨ લાખનો માલ ભરેલો ટ્રક લઈ ડ્રાઈવર છુમંતર

0

જામનગરના દરેડ વિસ્તારમાં એક બ્રાસ પ્રોડક્ટ ની કંપનીમાંથી ૮૨ લાખનો બ્રાસનો માલ સામાન ભરીને નાશિક જવા માટે નીકળેલો ટ્રક ચાલક છું મંતર

  • ટ્રક ચાલકે બ્રાસપાર્ટ નો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ: ખાલી ટ્રક કામરેજ પાસેથી રેઢો મળ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ફેબ્રુઆરી ૨૪, જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારી ની પેઢીમાંથી નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો છે. ટ્રકમાંથી બ્રાસ નો સામાન ક્યાંક બીજે ઉતારી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જ્યારે ખાલી ટ્રક કામરેજ પાસેથી બિન વારસુ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ ફરીયાદ અંગે ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટ ની પેઢી માં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમતનો તૈયાર બ્રાસ પાર્ટ નો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યા ને ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયા ની કંપનીને જામનગર થી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટે નો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની માંથી રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમત નો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો. જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જી.જે.૧૦ ટી.વાય. ૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦૦ નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન ૯૮૩૮ કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા ૮૨,૨૫,૭૮૦ થવા જાય છે.

જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગર થી ટ્રક ચાલક નીકળ્યા પછી ગઈકાલ સુધીમાં નાસિક ના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટ નો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.

જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક : બજેટ મા રૂ.૧રપ કરોડનો વધારો

0

જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક : બજેટ મા રૂ.૧રપ કરોડનો વધારો

  • કર દર વધારા વગર નું કમિશનર નું બજેટ સ્ટેન્ડિંગ મા પણ મંજૂર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ ફેબ્રુઆરી ૨૪, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત તા. ર-ર-ર૪ ના રજુ કરવામાં આવેલ રૂ. ૧ર૪૩ . ૭૦ કરોડ ના વાર્ષિક અંદાજ પત્ર અન્વયે આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ૧રપ કરોડના આવક-ખર્ચને ગણતરીમાં લેવામાં આવતા હવે બજેટનું કદ સવાસો કરોડનું વધીને કુલ રૂ. ૧૩૬૮ કરોડ નું મંજૂર કરાયું હતું.જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, ઉપરાંત કમિટી નાં સભ્યો અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.ગત તા. ર-ર-ર૪ના મ્યુનિ. કમિશનર દ્વારા વર્ષ ર૦ર૪-રપ નું વાર્ષિક રૃા. ૧ર૪૩.૭૦ કરોડના ખર્ચવાળું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું તેમાં સવાસો કરોડના આવક-ખર્ચની ગણતરી કરી તેઓએ બજેટનું કદ વધારે કુલ રૃા. ૧૩૬૮ કરોડનું કરવામાં આવ્યું હતું. જેના ઉપર ચર્ચા કર્યાના અંતે બજેટને મંજુરી આપી સામાન્ય સભા તરફ મંજુરી માટે મોકલી આપવામાં આવ્યું હતું.મિલકત વેરા, પાણી વેરા, સરચાર્જ, કન્ઝર્વન્સી ચાર્જ, વ્હીકલ, મનોરંજન વેરો, વ્યવસાય વેરો રીબેટ માં.કોઈ ફેરફાર સૂચવાયો ન હતો. રેન્ટ બેઈઝ મુજબ ની વ્યાજ માફી યોજનાની મુદ્દત ૩૧-૩-રપ સુધી કરવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે ક્ષેત્રફળ આધારીત બાકી મિલકત વેરા વસુલાત માટે વ્યાજ માફી યોજનામાં ૧૦૦ ટકા માફી આપવા ભલામણ કરવામાં આવી છે.વોટર વર્કસ, એસ્ટેટ શાખાના દર, ટાઉન હોલ ભાડા, કારખાના લાયસન્સ, પાર્કિંગ જાહેરાત નાં દર , સોલીડ વેસ્ટ, ફાયર ચાર્જ, ભૂગર્ભ ગટર ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. ગાર્ડન એન્ટ્રી ફ્રી, તળાવ એન્ટ્રી ફ્રી, ભુજીયા કોઠા એન્ટ્રી ફ્રી, કોમ્યુનિટી હોલ ભાડું સહિતના નો દરો પણ યથાવત રાખવા નિર્ણય લેવાયો હતો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના દિને સિટી બસમાં મહિલાઓને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. સમર્પણ જંકશન સર્કલ પાસે ૬પ કરોડના ખર્ચ અને અને ઠેબા ચોકડી પાસે રૃા. ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવશે આ માટે કુલ ૧રપ કરોડની રકમ સરકાર ફાળવશે. જે રકમ નો આજ ની બેઠક માં સમાવેશ કરાયો હતો. આથી બજેટનું કદ વધવા પામ્યું છે. ઉપરાંત મહાનગરપાલિકાની સેવાઓ ઓનલાઈન કરાશે. આ માટે એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે.તેની પણ જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત ૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, ૧૪૦૪ આવાસ નું રી-ડેવલોપમેન્ટ, પાઈપ લાઈન, રોડ સર્ફેસના કામો, લોક ભાગીદારી થી સીસી રોડ, બ્લોક ના કામો, અન્ય ચાર રોડ ને ગૌરવ પથ તરીકે વિકસાવવા, ઓડીટોરીયમ, નવા બે સ્ટેશન બનાવવાના આયોજન ને પણ બહાલી અપાઈ છે.

તો વધુ એક વખત રાત્રિ બજારનો ઈરાદો જાહેર થયો છે. વર્ષ ર૦ર૪-રપ માં મહાનગરપાલિકા પોતાના ફાળા પેટે રૃા. ર૦ કરોડ શિક્ષણ સમિતિને ફાળવશે ઉપરાંત ફર્નિચર રિપેરીંગ માટે દોઢ કરોડની રકમ પણ ફાળવશે જ્યારે વી.એમ. મહેતા મ્યુનિ કોલેજ ને રૂ. ૧પ કરોડ ની રકમ ફાળવવા માં આવશે.

આજે સવાસો કરોડના કદ વધારા પછી ઉઘડતી પુરાંત રૃા. ૩૬પ કરોડ, ઉપજ ૧૧૮૭ કરોડ મળી કુલ રૃા. ૧૧પર કરોડમાંથી ૧૩૬૮ કરોડનો ખર્ચ અંતે ૧૮૪ કરોડની બંધ પુરાંત દર્શાવાઈ, હવે સામાન્ય સભા તરફ બજેટ ને મંજૂરી માટે મોકલી અપાશે.

જામનગરના ભણગોર ગામે અપરણિત યુવતીનો રહસ્યમય સંજોગોમાં આપધાત

0

લાલપુર નજીક ભણગોર ગામમાં અપરણિત યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંષા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ફેબ્રુઆરી ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ભણગોર ગામમાં રહેતી ૧૮ વર્ષની અપરણિત યુવતી એ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુરના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ વશરામભાઈ મેરાણી નામના ખેડૂત ની ૧૮ વર્ષ ની અપરણિત પુત્રી નિરજાબેન ઉર્ફે નિકિતાબેન મનસુખભાઈ મેરાણી એ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો, જેથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતક ના પિતા મનસુખભાઈ મેંરાણીએ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી.સી. ગોહિલ મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરની ફાયર બ્રિગેડ ના રાકેશ ગોકાણી તેમજ જેન્તીભાઈ સીંધવ ની પ્રશંસનીય કામગીરી

0

જામનગરની ફાયર બ્રિગેડ ના રાકેશ ગોકાણી તેમજ જેન્તીભાઈ સીંધવ ની પ્રશંસનીય કામગીરી

  • કાલવડ ફાયર ની સમગ્ર ટીમ ખડેપગે રહી પ્રસંન્નીય કામગીરી હાથે ધરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ફેબ્રુઆરી ૨૪, લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં બોરવેલ માં ફસાયેલા બે વર્ષના બાળક રાજ ને જીવિત અવસ્થામાં કાઢી લેનાર જામનગરની ફાયર બ્રિગેડ શાખાના રાકેશ ગોકાણી તથા જેન્તીભાઈ સીંધવ જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી, ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, વગેરેએ જામનગર કાલાવડ ની સમગ્ર ટીમને  અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા બાળકના માતા-પિતા તથા અન્ય પરિવારજનો વાડી માલિક અને આસપાસના વિસ્તારના ખેડૂતો વગેરેએ પણ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટુકડી ઉપરાંત કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટુકડી તેમજ પોલીસ તંત્ર અને ૧૦૮ ની ટીમ વગેરેનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લામાં બોરવેલ ની ઘટનામાં બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

જામનગર લાલપુરના ગોવાણા ગામે જીંદગી સામે જંગ જીત્યો ‘રાજ’ : જુવો Live રેસ્ક્યું

0

લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલ માં ફસાયેલો બાળક રાજ આખરે જિંદગીનો જંગ જીતી ગયો

  • ફાયર બ્રિગેડ તથા અન્ય તંત્રની ૯ કલાક ની અથાગ મહેનતને લઈને રેસ્ક્યુ કામગીરી આખરે સફળ પુરવાર થઈ
  • બાળકના પરિવારજનોએ હર્ષના આશું સાથે સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો: તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ફેબ્રુઆરી ૨૪ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રામદે રણમલ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના પરપ્રાંતીય શ્રમિકનો બે વર્ષ નો પુત્ર રાજ વસાવા, કે જે ખુલ્લા બોરવેલ માં પડી ગયો હતો, જે ૯ કલાકની જહેમત બાદ જિંદગીનો જંગ જીતી ગયો છે, અને ફાયરતંત્ર- પોલીસ તથા અન્ય સર્વેની અથાગ મહેનતને લઈને બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાયો છે, અને બાળકના પરિવારે હર્ષના આંસુ સાથે સર્વે તંત્રનો આભાર માન્યો છે. તેમજ વહીવટી તંત્ર એ પણ ખૂબ જ રાહતનો શ્વાસ લઈ અને સફળ કામગીરી બદલ આનંદ વ્યક્ત કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તેમજ કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ પણ મદદમાં આવી હતી, જ્યારે લાલપુર પોલીસ વિભાગની ટુકડી લાલપુર મામલતદાર ની ટીમ, ૧૦૮ ની ટિમ તથા આસપાસના અન્ય ખેડૂતો વગેરેએ સંયુક્ત રીતે બાળકને બચાવવા માટે ના અથાગ પ્રયત્નો કર્યા હતા. બાળક બોરવેલ માં ૧૪ ફૂટ સુધી ફસાયો હોવાથી જેસીબી ની મદદ લઈને બોરવેલ ની બાજુમાં જ સૌપ્રથમ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જેસીબી અને બ્રેકરની મદદથી આડું ડ્રીલિંગ કરીને બાળકને હેમ ખેમ જીવિત અવસ્થામાં બહાર ખેંચી લેવાયો હતો. જેને સહી સલામત રીતે બહાર કાઢી લેવાતાં બાળકના માતા-પિતા સહિતના વાલી વગેરેએ હર્ષના આંસુ સાથે બાળકને ગળે લગાવી લીધો હતો, એટલું જ માત્ર નહીં આ સફળ કામગીરી કરનાર સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

ઉપરાંત સમગ્ર તંત્રએ બાળકને હેમ ખેમ બહાર કાઢી લીધું હોવાથી અને ૯ કલાકની રેસક્યૂ કામગીરી આખરે સફળ પુરવાર થઈ હોવાથી સર્વેએ રાહતનો શ્વાસ લીધો છે.બાળકને બોરવેલ માંથી બહાર કાઢી લીધા પછી ૧૦૮ ની ટુકડી સ્થળ પર જ હાજર હતી, જેને બાળકને ઓક્સિજન સહિતની તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી હતી. બાળકને શરીર ના ભાગે માત્ર એક બે સ્થળે સામાન્ય ઉઝરડા પડ્યા હતા.

અન્યથા કોઈ બાહ્ય ઇજા ન હોવાથી બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૪ કલાક માટે ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ- પોલીસ-૧૦૮ વગેરેની ટીમ પરત ફરી હતી.

સહનશીલતા ખૂટી : જામનગર વાઘેર વાડામાં પરણીતાનો આપધાત

0

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા-પિતાને ઘેર આંટો દેવા આવેલી પરણિતાનો અગ્નિસ્નાન દ્વારા આપઘાત

  • બે વર્ષની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી પતિને મોબાઈલ ફોનમાં વાત કરતાં પતિએ ઠપકો આપ્યો હોવાથી અગ્નિ સ્નાન કરી લીધું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૪ જામનગર માં વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા પિતાના ઘેર આંટો દેવા આવેલી પરણીતાએ પોતાની કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી નું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. પોતાની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી પતિને મોબાઈલ ફોનમાં વાત કરતાં પતિએ ઠપકો આપ્યો હોવાથી માઠું લાગી આવતાં અગ્નિ સ્નાન કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર ના વાઘેરવાડા વિસ્તારમાં રહેતી અને માધાપર ભુંગામાં પરણાવેલી શેરબાનું હબીબભાઈ કુંગડા નામની ૩૫ વર્ષની વાઘેર પરણીતા કે જે પોતાના માતા પિતાને ઘેર બે વર્ષની નાની પુત્રીને લઈને આંટો દેવા માટે આવી હતી. જયાં તેની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી અને ઘરકામ કરવા દેતી ન હોવાથી શેરબાનુએ પોતાના પતિને મોબાઈલ ફોન થી વાત કરી હતી.

જેથી પતિએ ફોન માં ઠપકો આપતાં તેણીએ ફોન કાપી નાખ્યો હતો, અને માઠું લાગી આવતાં પોતાની કાયા પર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેથી તેણીને સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે સીટી એ . ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર ભાજપના વોર્ડ મહામંત્રી નું રહસ્યમય સંજોગોમાં અગ્નિસનાન

0

જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારનો પોતાની દુકાનમાં રહસ્યમય સંજોગોમાં અગ્નિસનાન દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૪, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં કાયા પર પેટ્રોલ રેડી અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.આ બનાવની વિગત કેવી છે કે જામનગરના રામેશ્વર નગર નજીક ગાયત્રી નગર શેરી નંબર ત્રણ માં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના યુવાને પોતાની દુકાનમાં કોઈ અગમ્ય કારણસર પોતાની કાયા પર પેટ્રોલ છાંટી અગ્નિસ્તાન કરી લીધું હતું.જે બનાવ અંગે ૧૦૮ ની ટીમને જાણ થતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભાગ્યદીપસિંહ ને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કૃષ્ણદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ડાયરેક્ટર માટે ની ચૂંટણી યોજાઇ

0

જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ડાયરેક્ટર માટે ની ચૂંટણી યોજાઇ

  • વેપારી તેમજ ખેડૂત વિભાગના ડાયરેકટર્સની ૧૪ બેઠકો માટે ર૮ ઉમેદવારો મેદાનમાં
  • વેપારી વિભાગ મા ૧૦૦ ટકા અને ખેડૂત વિભાગ મા ૯૬ ટકા મતદાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, ખેતી વાડી ઉત્પન્ન બજાર સમીતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ) ના ૧૪ ડાયરેકટર માટેની ચૂંટણી માં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૪ બેઠક માટે ર૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સરેરાશ ૯૭ ટકા જેવું ભારે મતદાન થઈ ગયું છે.હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી સમરસ થાય તેવા પ્રયત્નો થયા હતાં. પરંતુ તેમાં સફળતા મળી ન હતી આથી આજે બેલેટ પેપર થી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૭ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠક ૧૧ ઉમેદવારો એ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. ખેડૂત વિભાગ માં ૭૬૦ અને વેપારી વિભાગ ૧૧૦ મળી કુલ ૧૪ બેઠક માટે ૮૭૦ મતદારો નોંધાયા છે.આજે સોમવારે સવારે ૯ વાગ્યે માર્કેટ યાર્ડમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થયું હતું. ખેડૂત વિભાગમાં ૭૬૦ મતદારો નોંધાયા છે તેમાંથી ૭૧૯ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા ૯૪ ટકા જેવું મતદાન નોંધાયું છે. જ્યારે વેપારી વિભાગમાં તમામ ૧૧૦ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું હતું. આમ બંને વિભાગમાં મળીને સરેરાશ ૯૭ ટકા જેવું ભારે મતદાન થયું છે.હવે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલ સામે પક્ષનાં જ બે સભ્યોએ ઉમેદવારી નોંધાવી ઉપરાંત આમ આદમી પાર્ટીનાં જીલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ પણ ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી અધિકારીઓ જીલ્લા રજીસ્ટ્રારની સિધી દેખરેખ હેઠળ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

જામનગર દરેડ માં ભાનુશાળી પિતા પુત્ર પર હુમલા પ્રકારણમાં સામસામી ફરિયાદ

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં મફત પાન ખાવા આવેલા શખ્સોનો વેપારી પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

  • પાનના પૈસા નહીં આપી અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ચાર શખ્સોએ ખૂની હુમલો કર્યો
  • સામાપક્ષના હારૂન ખફીએ પિતા પુત્ર એ માર માર્યાં ની વળતી ફરીયાદ નોંધાવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક પાનની દુકાને મફત પાન ખાવા માટે આવેલા એક શખ્સ અને તેના ત્રણ સાગરીતો એ હંગામો મચાવ્યો હતો, અને મફત પાન ખાધા પછી તમારે અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે, તેમ કહી હંગામા મચાવ્યો હતો, અને વેપારી પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. સામા પક્ષે પિતા પુત્ર સામે હુમલા ની વળતી ફરિયાદ પણ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર માં વસંત વાટિકા વિસ્તારમાં રહેતા અને દરેડના શિવમ પાર્ક વિસ્તારમાં જય હિંગળાજ એન્ટરપ્રાઇઝ નામની પાન મસાલા ની દુકાન ચલાવતા નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા નામના વેપારી અને તેના પુત્ર મીત નીરજભાઈ નાખવા પર લોખંડના પાઇપ- ઘોક જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવતાં ભારે દોડધામ થઈ છે. બંને ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને દરેડ વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી.

જામનગર નજીક મસીતીયા ગામમાં રહેતા હારૂન હાસમ ખફી નામના શખ્સે વેપારી ની દુકાને આવીને દુકાનની બહાર આડેધડ વાહન પાર્ક કર્યું હતું, ત્યારબાદ પાન મસાલા ની ખરીદી કરીને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો, એટલુંજ માત્ર નહીં, પણ જો તમારે અહીં ધંધો ચાલુ રાખવો હોય તો હપ્તો આપવો પડશે તેવી પણ માંગણી કરી હંગામા મચાવ્યો હતો.

ત્યારબાદ તેણે ફોન કરીને પોતાના અન્ય ત્રણ સાગરીતો આસિફ ફકીર મહંમદ ખફી, હાજી અબ્બાસભાઈ ખફી અને બોદુ ગફાર ખફીને બોલાવી લીધા હતા. ત્યારબાદ ચારેય શખ્સો વેપારી નીરજભાઈ નાખવા અને તેના પુત્ર મીત ઉપર લોખંડના પાઇપ લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હાથમાં તથા માથામાં ગંભી ઇજા પહોંચાડી હોવાથી નીરજભાઈ નાખવા દ્વારા ચારેય આરોપીઓ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અંગેની તેમજ ખૂનની કોશિશ અંગેની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાં પક્ષે હારુન હાસમભાઈએ પોતાના ઉપર તથા અન્ય વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વેપારી નીરજ નરેન્દ્ર ભાઈ નાખવા અને તેના પુત્ર મીત નીરજભાઈ નાખવા સામે હુમલાની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. જે મામલે પંચકોસી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવને લઈને વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.