Friday, October 16, 2026
Home Blog Page 173

જામનગરના બે એકમોએ GST ના બોગસ બિલો માં સપડાયા

0

બોગસ બિલિંગ સંદર્ભે સ્ટેટ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી

  • જામનગરના બે એકમોએ બોગસ બિલો આધારિત રૂ. ૭૮.૫૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧૨ કરોડની વેરાશાખની ચોરી કરતા બે પેઢીના માલિકોની ધરપકડ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૪ ફેબુઆરી ૨૪ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તે પરત્વે અન્‍વેષણાત્મક કાર્યવાહીની ઝુંબેશ હાલમાં ચાલી રહેલ છે. ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકના સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે. આવી પેઢીઓ ઓપરેટ કરતાં ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

​તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરાશાખનો દાવો કરતાં હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરાશાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને મોટા પ્રામાણમાં નાણાકીય નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ બે એકમો દ્વારા બોગસ બિલો આધારિત રૂ. ૭૮.૫૦ કરોડની ખરીદીઓ દર્શાવી રૂ. ૧૪.૧૨ કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.

​ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-૧૩૨(૧)(સી) હેઠળ ગુનો બનતો હોય વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લીબર્ટ્રી પ્રોડક્ટ્સ પ્લોટ નં.૪૬૪/૨૯ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક સ્મિત દિપેન શાહની ધરપકડ તા.૦૨/૦૨/૨૦૨૪ના રોજ કરવામાં આવેલ. વોલ્ટ મેટલ ઈન્‍ડસ્ટ્રીઝ પ્લોટ નં.૪૬૪/૨૯/૩૦/૩૧ જીઆઈડીસી, શંકર ટેકરી, જામનગરના માલિક દિપેન ચંપકલાલ શાહ સ્થળ તપાસ દરમિયાન મળી આવેલ નહિ જેથી તેમની ખાનગી રાહે રેકી કરવામાં આવેલ અને બાતમીના આધારે તા.૧૨/૦૨/૨૦૨૪ના રોજ તેઓની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

આ બન્ને સખ્શો નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં જામનગર ખાતે રજુ કરવામાં આવેલ જે અન્વયે આરોપી સ્મિત દિપેન શાહના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. તેમજ તા. ૧૩/૦૨/૨૦૨૪ના રોજ આરોપી દિપેન ચંપકલાલ શાહને જામનગર કોર્ટમાં રજુ કરવામાં આવેલ, ગુન્હાની વધુ તપાસ સબબ રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી કરતાં તા. ૧૫/૦૨/૨૦૨૪ સુધીના નામ. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટે રીમાન્ડ મંજુર કર્યા છે .આમ, બોગસ બિલ મેળવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનારા ઇસમો સામે વિભાગ કડક હાથે કાર્યવાહી કરવા કટિબધ્ધ છે.

Бонусы на первый депозит для новых игроков казино

0



Бонусы на первый депозит для новых игроков казино


Бонусы на первый депозит для новых игроков казино

Если ищете, как сделать начало своей игровой карьеры более увлекательным, обратите внимание на специальные предложения, которые могут значительно увеличить ваш стартовый капитал. Эти выгоды не только придают азарт, но и открывают новые перспективы для профита. Многие площадки предлагают щедрые стимулы, особенно для тех, кто только делает шаг в мир виртуальных азарта.

Перед тем как выбрать платформу, внимательно изучите условия различных акций. Важно убедиться, что предлагаемые щедрости подходят именно вашим предпочтениям. Например, некоторым предпочитателям больше нравится моментально получать доступ к средствам, в то время как другие могут оценить дополнительные возможности для вращения слотов или настольных игр. Для более подробной информации о популярных вариантах запомните: казино бонус – это отличный ресурс.

Такое внимание к особенностям каждого предложения может помочь избежать недоразумений и улучшить игровой опыт. Применяя промо-коды и следуя подсказкам платформы, вы сможете получить максимум от своей начальной инвестиции, что, безусловно, сделает вашу игру более интересной и прибыльной.

Как выбрать казино с лучшими условиями бонусов на первый депозит

Оценивайте процент, который предлагается в вознаграждение. Часто встречаются сайты с предложением 100% или более, но стоит обратить внимание на максимальные лимиты, которые могут существенно различаться. Ищите те операторы, которые предлагают щедрые суммы, позволяющие удвоить ваши вложения.

Изучите условия, которые связаны с отыгрышем. Операторы могут предъявлять разные требования по этим параметрам. Выбирайте те, где условия разумные и выполнимые. Например, если вам необходимо отыграть сумму с коэффициентом 30x, это может быть трудозатратно и вызывать недовольство.

Обратите внимание на доступные способы пополнения счета. Некоторые площадки предлагают специальные предложения при использовании определённых методов. Например, использование электронных кошельков может повысить вашу выгоду.

  • Варианты: кредитные карты, электронные кошельки, криптовалюты.
  • Специальные акции: операции через определённые платёжные системы могут увеличивать ваш стартовый баланс.

Чтение отзывов и форумов со свидетельствами пользователей поможет узнать о реальных условиях предоставления бонусов. Это убережёт от избыточных обещаний, которые не всегда исполняются.

  1. Сравнивайте мнения нескольких источников.
  2. Обращайте внимание на информацию от реальных пользователей.

Проверьте наличие активной лицензии и репутацию оператора на рынке. Надежные площадки всегда предоставляют прозрачные условия и не скрывают информацию о своих предложениях. Если у компании есть лицензия, это говорит о ее серьёзном отношении к безопасности клиентов.

И на последок, прежде чем присоединиться, протестируйте платформу в демо-режиме, если такая возможность есть. Это позволит вам оценить интерфейс и легкость в использовании, а также ознакомиться с процессом получения вознаграждений без риска потерять средства.

Типы бонусов на первый депозит и их особенности

Дополнительно существуют предложения с бесплатными вращениями, которые могут быть привязаны к конкретным слотам. Этот вариант идеально подходит для любителей азартных машин, поскольку позволяет опробовать новые игры без финансовых затрат. Примечательно, что такие вращения могут предоставляться как сразу, так и поэтапно, что дает возможность продлить удовольствие от игры.

Также встречаются комбинированные предложения, в которых объединяются оба вида – увеличение суммы и бесплатные вращения. Такие акции предоставляют игроку максимальную выгоду, но здесь стоит также обращать внимание на условия, чтобы избежать недоразумений. Обязательно изучите все правила, связанные с отыгрышем и сроками действия, чтобы оптимально использовать предложенные ресурсы.

Ошибка при использовании бонусов: что стоит избегать

Не игнорируйте условия акций. Прежде чем сделать ставку, убедитесь, что вы полностью ознакомлены с правилами. Проверьте, какие игры допускаются при отыгрыше, и требования по ставкам, чтобы избежать неприятных сюрпризов.

Избегайте перекрестного отыгрыша. Часто игроки не понимают, что использовать средства с разных предложений одновременно может не быть разрешено. Это не только усложнит процесс, но и может привести к аннулированию выигрышей.

Планируйте свои действия. Установите лимиты по времени и финансам, прежде чем начать играть. Без четкого плана можно легко потерять контроль, что приведет к ненужным потерям.

Ошибка Риск
Игнорирование условий Потеря выигрыша
Перекрестный отыгрыш Аннулирование средств
Отсутствие плана Траты без контроля

Не оставляйте все на удачу. Чтение отзывов и рекомендаций других пользователей поможет вам получить лучшее представление о надежности платформы. Определите, какие акционные предложения наилучшим образом соответствуют вашим интересам.

Не забывайте о сроках использования предложений. Многие из них имеют ограничения по времени, и если вы не воспользуетесь ими вовремя, рискуете их потерять. Следите за активностью на вашем счете и используйте возможности вовремя.

Никогда не пытайтесь добиться большей суммы, чем позволяете себе. Играйте в рамках своих возможностей. При этом правильное использование средств принесет больше радости и позволит избежать стресса из-за финансовых потерь.


જામનગર માં કુતરાઓ નું ખસીકરણ આર્શિવાદ કે અભિશાપ.!!

0

જામનગર શહેરમાં શ્વાનના આતંક સામે મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

  • શહેરમાંથી ૯૧૬ શ્વાનને પકડી લઈ ખસીકરણ કરાયા પછી મૂળ સ્થાને મૂકી દેવાની કાર્યવાહી
  • ખસીકરણ થી શરીરમાં ઇન્ફ્રેકશન , મુત્યુનું પ્રમાણ વધ્યું , સ્વભાવ માં પરિવર્તન , બાઈટની સંખ્યા વધી .? : પશુ ચિકિત્સક ઘવલ રાવલ

 દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૪ જામનગર શહેરમાં કુતરા નો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા કુતરાઓની વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, અને ખાનગી કોન્ટ્રાકટર પાર્ટી દ્વારા શહેરમાથી કૂતરાઓ માટેની ખસિકરણ ની ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે ૯૧૬ શ્વાનનું ખસીકરણ કરી લેવાયું છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે. પરંતુ તેની વિપરીત અસર જોવા મળી રહી છે. ખસીકરણને કારણે કુતરાઓના સ્વભાવ માં પરીવર્તન જોવા મળી રહ્યું છે પરિણામે કુતરાઓ માં બચકા ભરવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.બીજી બાજુ ઓપરેશન બાદ ઈન્ફેકશન લાગવાથી અથવા ટાંકા ટુટી જવાના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.!! ઘણા ખરા કિસ્સામાં તો ઓપરેશન કરેલ શ્વાનના આંતરડા બહાર લટકતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેને લઈ પશુપ્રેમી ઓમાં રોષ ફાટી નીકળ્યો છે .

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ખાનગી પાર્ટીને શ્વાન ને ખશીકરણ માટેનો કોન્ટ્રાકટ અપાયો હતો, અને શહેરમાંથી અંદાજે ૨.૦૦૦ જેટલા કુતરાઓનું ખસીકરણ કરવા માટે નો ટાર્ગેટ અપાયો છે. જેના અનુસંધાને ગત ૨૩.૧૨.૨૩ થી ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, અને જુદા જુદા બે વાહનો મારફતે છ જેટલા સ્ટાફની ટુકડી દ્વારા શહેરમાં ખસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ છે, અને ગઈકાલ સુધીમાં ૯૧૬ કુતરાઓને પકડીને રણજીત સાગર રોડ પર સ્પેશિયલ દવાખાનું બનાવાયું છે, ત્યાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યાં અંદાજે ૧૭૫ જેટલા પાંજરા બનાવ્યા છે, જેમાં શહેરમાંથી પકડેલા કુતરાઓને લાવીને તેમાં રાખવામાં આવે છે, અને તેઓને જરૂરી દવા આપી પાંચ દિવસની પ્રક્રિયા ચલાવવામાં આવે છે, ત્યારબાદ શ્વાનને ફરીથી જે સ્થળેથી ઉપાડેલા હોય, તે સ્થળે મૂકવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ પણ શહેરમાંથી કુતરા ને પકડી લઈ ખસીકરણની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે.

જામનગર માં દહેજ બાબતે પરાણીતાને ત્રાસ : 7 સામે FIR

0

જામનગરમાં આરામ કોલોની વિસ્તારમાં રહેતી વિપ્ર પરાણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓ નો ત્રાસ

  • માવતરેથી દહેજ લઈ આવવા બાબતે ત્રાસ ગુજારવા અંગે શ્વસુર પક્ષના સાત સભ્યો સામે દહેજ ધારા અંગે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૪, જામનગર માં આરામ કોલોની વિસ્તારમાં રહેતી એક વિપ્ર પરણીતાએ દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પોતાને ત્રાસ ગુજારી માવતરેથી દહેજ માં રૂપિયા લઇ આવવાની માંગણી સાથે ત્રાસ આપવા અંગે પોતાના શ્વસૂર પક્ષના સાત સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની વિસ્તારમાં રહેતી વૈભવીબેન હેમિનભાઈ ભટ્ટ નામની ૨૯ વર્ષની જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરે થી દહેજ માં રૂપિયા લઈ આવવાની માંગણી સાથે હાંકી કાઢ્યા ની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે વૈભવીબેન ની ફરિયાદના આધારે તેણીના પતિ હેમીન વિમલેશકુમાર ભટ્ટ, સસરા વિમલેશકુમાર રજનીકાંત ભટ્ટ, સાસુ ફાલ્ગુનીબેન વિમલેશકુમાર ભટ્ટ, દાદાજી સસરા રજનીકાંત એમ ભટ્ટ, દાદીજી સાસ લીલાવતીબેન રજનીકાંતભાઈ ભટ્ટ, ફુવાજી સસરા પ્રણવ કુમાર પાઠક, અને ફઈજી સાસુ કેતકી બેન પ્રણવ કુમાર પાઠક સામે સ્ત્રી અત્યાચાર ધારા, તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો છે, અને તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

જામનગર માં વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાના પૂજન નો કાર્યક્રમ યોજાયો

0

જામનગરની લોહાણા કન્યા છાત્રાલયની ૫૦ વિદ્યાર્થીનીઓ દ્વારા માતા-પિતાના પૂજન નો કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ફેબ્રુઆરી ૨૪ જામનગરની લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી પ૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા આજે માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું.જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી સ્વ હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ, કે જેઓ દ્વારા આજે રવિવારે શરૂ સેક્શન રોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠમાં માતૃ પિતૃ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.લોહા કન્યા છાત્રાલયના ગૃહમાતા ભાવનાબેન પોપટના માર્ગદર્શન હેઠળ કન્યા છાત્રાલયની ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાઓને ગાયત્રી શક્તિ પીઠમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા, અને તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના માતા પિતાનું શાસ્ત્રોક્તવિધિ ની સાથે પૂજાન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ગાયત્રી શક્તિપીઠમાં યોગવેદાંત સમિતિના શિલ્પાબેન જોબનપુત્રા તેમજ કિશનભાઇ અને સુભાષભાઈ વગેરે સભ્યો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરાવવામાં આવ્યું હતું.આગામી ૧૪મી ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પણ માતૃ પિતૃઓનું પૂજન નો દિવસ છે, તેને અનુરૂપ આજે રવિવારના રજા ના દિવસે ગાયત્રી શક્તિપીઠમાં પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગર માં વિફરેલા રીક્ષા ચાલકે યુવાનને માથામાં અને નાકમાં પાઇપ ફટકાર્યા

0

જામનગરના સાત રસ્તા સર્કલમાં વિફરેલા રીક્ષા ચાલકે એક યુવાનને માથામાં અને નાકમાં જીવલેણ હુમલો કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ફેબ્રુઆરી ૨૪, જામનગરના સાત રસ્તા સર્કલમાં ઉભેલા એક રીક્ષા ચાલકે ઉશ્કેરાટમાં આવી જઈ ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાન પર કોઈ અગમ્ય કારણસર નાકમાં અને કપાળમાં હુમલો કરી લોહી લુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતો વિજય ઘેલાભાઈ સિંગરખીયા નામનો યુવાન ગઈકાલે સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાં ઉભેલા એક રીક્ષા ચાલકે કોઈ અગમ્ય કારણસર તેના માથા પર અને નાકના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને તેના નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

આ બનાવ અંગે વિજય ના પિતા ઘેલાભાઈ કારાભાઈ સિંગરખિયાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. એચ.બી. વડાવીયાએ રીક્ષા ચાલક સામે આઈપીસી કલમ ૩૨૬ અને ૩૨૫ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગર જામજોધપુર પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ નો જુગાર અંગે દરોડો

0

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ નો જુગાર અંગે દરોડો

  • જામજોધપુર નજીક તરસાઈ ગામમાંમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી રૂપિયા દોઢ લાખ ની માલમતા સાથે સાત પત્તા પ્રેમીઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં ચાલી રહેલા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ-ગાંધીનગર ની ટુકડીએ સ્થાનિક પોલીસ તંત્રને અંધારામાં રાખીને ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો, અને રૂપિયા દોઢ લાખની માલમતા સાથે સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લેતાં સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.

આ દરોડા ની વિગત એવી છે કે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીગરની પોલીસ ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં એક રેહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક પતા પ્રેમીઓ કે જેઓ જામજોધપુર તેમજ આસપાસના વિસ્તારમાંથી એકત્ર થઈને જુગાર રમવા આવ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, જે બાતમી ના આધારે ગઈ રાત્રે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ઓચીંતો દરોડો પાડ્યો હતો.ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલ તેમજ સ્ટાફના કિશોરભાઈ નંદાણીયા સહિતની ટીમે તરસાઈ ગામમાં પહોંચી જઈ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન સાત જેટલા પતાપ્રેમીઓ જુગાર રમી રહેલા રંગે હાથ પકડાયા હતા. જેથી પોલીસની ટીમેં જુગાર રમી રહેલા તરસાઈ ગામના વતની જીગ્નેશભાઈ ગોરધનભાઈ ચુડાસમા, તેમજ દર્શનભાઈ અશોકભાઈ ફળદુ, વાંસજાળીયા ગામના અમરીશ દેવાભાઈ બથવાર, તરસાઈ ગામના વિનોદ જેરામભાઈ ભલસોડ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામના કિશોરભાઈ છગનભાઈ પરમાર, વાંસજાળીયા ગામના અર્જુનભાઈ નાગજીભાઈ મેથાણીયા, તેમજ રાણાવાવ (પોરબંદર)ના આંબાભાઈ ટપુભાઈ વાઘેલા ની અટકાયત કરી લીધી હતી.

જેઓ પાસેથી રૂપિયા ૩૬,૫૭૦ ની રોકડ રકમ, ૬ નંગ મોબાઈલ ફોન, તેમજ ત્રણ નંગ મોટર સાયકલ વગેરે સહિત રૂપિયા ૧,૫૨,૦૭૦ ની માલમતા કબજે કરવામાં આવી છે, અને જામજોધપુર પોલીસ મથકમાં તમામ સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ની આ કાર્યવાહીને લઈને જામજોધપુર સહિતના જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલની તબિયત સ્થિર

0

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને બ્રેઇન સ્ટોક આવી જતાં હોસ્પિટલમાં ખસેડાયા

  • પરિવારજનો તથા ગુજરાત રાજ્યના ભાજપના અગ્રણીઓ સૌપ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં પહોંચ્યા
  • હાલ તેઓની તબિયત સ્થિર હોવાથી એરલીફ્ટ કરી વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર ગ્રામ્ય વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને ગઈ રાત્રે ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એકાએક તબિયત લથડી હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બ્રેઇન સ્ટ્રોક આવ્યાનું જાહેર થયું હતું. ત્યાંથી વધુ સારું માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની તબિયત સ્થિર હોવાથી વધુ સારવાર માટે મુંબઈ એરિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સમાચાર મળતાં કૃષિ મંત્રીના પરિવારજનો તેમજ ગુજરાત રાજ્યના ભાજપના અનેક અગ્રણીઓ તેમની ખબર પૂછવા માટે રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા છે.

ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘજીભાઈ મૂંગરા (પટેલ) કે જેઓ ગઈકાલે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચલો ગાંવ ચલે નામક એક કાર્યક્રમમાં મતવા ગામમાં હાજરી આપી રહ્યા હતા, તે દરમિયાન તેઓની અચાનક તબિયત લથડી હતી, અને તાત્કાલિક અસરથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં જી.જી. હોસ્પિટલ ના ડીન-સુપ્રીટેનડન્ટ તેમજ સમગ્ર તજજ્ઞ તબીબોની ટીમ હાજર થઈ હતી, અને તેઓની પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી. જેઓને બ્રેઇન સ્ટોક આવી ગયો હોવાનું જાહેર થયું હતું.આ સમાચાર મળતાં જ જામનગર શહેર જિલ્લાના ભાજપના અગ્રણીઓ તેમજ રાઘવજીભાઈ પટેલના પુત્ર સહિતના પરિવારજનો સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા.

ત્યારબાદ તબીબો ના અભિપ્રાયને ધ્યાને લઈને તેઓને મોડી રાત્રે જ વધુ સારવાર માટે રાજકોટની સિનરજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ તબીબોની ટીમ મારફતે તેઓની સધન સારવાર ચાલી રહી છે, અને હાલ તેઓની તબિયત સ્થિર છે.ગુજરાત રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા થતા જામનગર શહેર- જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ઉપરાંત રાજકોટ ભાજપના આગ્રણીઓ, રાજકોટના જિલ્લા કલેકટર વગેરે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેઓની સુશ્રુષા કરવામાં મદદ કરી હતી, અને તેઓના ખબર પૂછ્યા હતા.હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાથી તેઓને વધુ સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં એર લિફ્ટ કરીને ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ અહેવાલ મળતાં ની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ગુજરાત ભાજપના અગ્રણીઓ દ્વારા પણ ટેલીફોનિક સંદેશાઓ મારફતે તેઓની તબિયતના ખબર કાઢવામાં આવ્યા હતા. રાઘવજીભાઈ પટેલના પરિવારજનો તેમજ સમર્થકો વગેરેમાં ચિંતા નું મોજું ફરી મળ્યું છે.

જામનગર નો ટ્રક કાલાવડ નજીક આગની લપેટમાં : જુવો Video

0

જામનગર થી મીઠું ભરીને વેરાવળ જઈ રહેલા એક ટ્રકમાં અકસ્માતે આગ લાગી જતાં દોડધામ

  • કાલાવડ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લીધી: ટ્રકની પાછળની બોડી અને ટાયરોને નુકશાન: અડધું મીઠું પણ ધોવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ ફેબ્રુઆરી ૨૪, જામનગર થી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈ રાતે આગની ઘટના બની હતી, અને ટ્રકના પાછળના ટાયરો સહિતનો ભાગ સળગવા લાગ્યો હતો.આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ફાયર ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

જામનગરના પંકજભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટર ની માલિકી ના જી.જે.૩૨-ટી ૮૨૨૩ નંબરના ટ્રકમાં ગઈ રાત્રે આગનો બનાવ બન્યો હતો, અને ટ્રકના ડ્રાઇવર રીતેશભાઈ કે જેણે તેના માલિકને ફોન કર્યા પછી કાલાવડ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તેઓએ આગ બુજાવી હતી. જે આગ ના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલો હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થઈ છે.

જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ : 8 ની અટકાયત

0

જામનગર માં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ: પોલીસ દ્વારા ભાજપ ના આઠ કાર્યકર્તાઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૪ કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યુંછે. આ અંતર્ગત ભાજપ નાં બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા દહન કાર્યક્રમ આજે લાલ બંગલા સર્કલમાં યોજવામાં આવ્યો હતો. જે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૮ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.ભારતીય જનતા પાર્ટી જામનગર ના બક્ષીપંચ મોરચા દ્વારા શહેર નાં લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી નાં પૂતળાં દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી વિશે એલફેલ ભાષણ રાહુલ ગાંધીએ કર્યું હતું.આથી તેના વિરોધ મા જામનગર માં આજે રાહુલ ગાંધી ના પૂતળાં દહન નો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.ભાજપના કાર્યકર્તાઓ પૂતળું લઈ ને આવતાની સાથેજ પોલીસે તેને કબ્જે કરવા દોડધામ કરી હતી. આ સમયે પોલીસે ભાજપના આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપ ના કોર્પોરેટરો કાર્યકર્તા ભાઈ – બહેનો અને બક્ષી પંચ મોરચા ના કાર્યકર્તાઓ જોડાયા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.