Friday, October 16, 2026
Home Blog Page 172

જામનગર : તળાજામાં ‘ગીગા ભમ્મર’ ના બેફામ બફાટ સામે ચારણ સમાજ લાલધુમ : જુવો Video

0

માતાજીઓ તથા ગઢવી સમાજ માટે અપમાનજનક નિવેદનનાં પ્રકરણમાં આવેદન

  • જામનગરમાં ગઢવી સમાજ દ્વારા પોલીસવડાને આક્રોષપૂર્ણ રજૂઆત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ફેબ્રુઆરી ૨૪ ભાવનગર જિલ્લાના તળાજા માં આયોજીત એક  કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ અને તેના માતાજી વિશે અસભ્ય ઉચ્ચારણ કરી ને લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર શખ્સ  સામે ગુનો નોંધી ને તેની ધરપકડ કરવા ની માંગ સાથે આજે જામનગર માં ચારણ ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર પોલીસ વાડા ને પાઠવાયું હતું.

તળાજામાં દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ગદ્દ તારીખ ૧૪  ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજના ગીગા જીવાભાઈ ભમરે,  ચારણ ગઢવી સમાજ વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ માતાજી વિશે પણ એલફેલ ઉચ્ચારણ કર્યા હતા. આથી ચારણ ગઢવી સમાજની લાગણી દુભાઇ છે. અને વાતાવરણ દૂષિત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે .પરિણામે ચારણ ગઢવી સમાજ મા રોષ ભભૂકી ઉઠયો  છે.

જામનગરમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આજે જામનગર જિલ્લા પોલીસવડા કચેરી માં આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું. અને ગીગાભાઈ જીવાભાઇ ભમર સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાની માગણી કરી હતી

જામનગર માં ગલી દાદા નો આંતક : સગીર પર નજીવી બાબતે મુઠ વડે હુમલો

0

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર મુઠ વડે હુમલો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ફેબ્રુઆરી ૨૪ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં બે બાઈક સામસામા અથડાઈ જતાં એક બાઈક ના ચાલક યુવાન પર સામેથી આવેલા શખ્સે મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઘરાર નગર શેરી નંબર-૧;માં રહેતા શાકીબ સબીરભાઈ કમોરા નામનો ૧૭ વર્ષનો વાઘેર યુવાન ગઈકાલે બેડેશ્વર વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી રાજા ઉર્ફે રાજડો હાસમ સંઘવાણી બાઈક લઈને આવ્યો હતો, અને બંનેના બાઈક સામસામા અથડાઈ ગયા હતા.

જેથી રાજા ઉર્ફે રાજડો ઉસકેરાઈ ગયો હતો. જેણે પોતાના ખિસ્સામાંથી મુઠ કાઢી સાકીબ પર હુમલો કરી દીધો હતો, અને પેટ ના ભાગે તેમજ છાતિના ભાગે અને મોઢા ના ભાગે ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે આરોપી રાજા સામે ગુન્હો નોંધ્યો છે, અને તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સીટી- બી પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩,૫૦૪,તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જામનગર માં બાવાજી યુવાન પર જામીન પડવાના પ્રશ્ન ધોકાવારી

0

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા બાવાજી યુવાન પર જામીન પડવાના પ્રશ્ન હુમલો: હાથમાં ફેક્ચર થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ફેબ્રુઆરી ૨૪, જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા હિરેનગર નવલગર ગોસાઈ નામના ૨૬ વર્ષના બાવાજી યુવાન પર આસિફ રાઉમાં નામના શખ્સે ધોકા વડે હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

આરોપી સામે તાજેતરમાં પોલીસ કેસ થયો હતો, જેમાં ફરિયાદીને જામીન પડવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદી યુવાન જામીન પડ્યો ન હોવાથી આરોપી ઉસકેરાયો હતો, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. સિટી બી-ડિવિઝન પોલીસજામ સીટી બી ડીવી ઇ.પી.કો.કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ત્થા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી વધુ તપાસ ચલાવે છે.

જામનગર માં ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે

0

જામનગર જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે

  • ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે
  • નિર્માણ પામનાર નવીન હોસ્પિટલ જામનગર ઉપરાંત પડોશી જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ફેબ્રુઆરી ૨૪, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્સન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે.આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે.

૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંઘકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે‌.

હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૧ થી ૨૩ માં ૧૪.૭૦ લાખ દર્દીઓએ સારવાર મેળવી.૨૪.૩૯ લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા . ૧૭,૩૦૭ સફળ પ્રસુતિ થઈ . ૧૮,૭૨૭ મેજર અને ૩૫,૫૬૫ માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

જામનગર મોરકંડાની નદી પાર કરી રહેલી મહિલા ઊંડા પાણીમાં ગરકાવ

0

જામનગર નજીક મોરકંડાની નદી પાર કરી રહેલી એક મહિલાનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ફેબ્રુઆરી ૨૪, જામનગર નજીક મોરકંડા ગામમાં આવેલી નદીમાંથી ગઈકાલે બપોરે એક મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. ફાયર બ્રિગેડે મૃતદેહ ને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે. મૃતક મહિલા નદી પાર કરીને પોતાના ઘેર તરફ જઈ રહી હતી પરંતુ અકસ્માતે ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ગામમાં મચ્છુ માતાજીના મંદિર પાસે રહેતી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ નામની ૨૫ વર્ષની યુવતી કે જે પોતાના ઘેર જવા માટે નદી પાર કરીને જઈ રહી હતી, જે દરમિયાન અકસ્માતે પાણીનો ઊંડો ખાડો આવી જતાં તેમાં પડી જવાના કારણે ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ ની ટુકડી ઘટના સ્થળે દોડીગઈ હતી, અને પાણીમાં પડી ગયેલી મહિલા ને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, અને તેણીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ જગદીશભાઈ લાલજીભાઈ પોલીસને જાણ કરતા પંચકશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર સિક્કા પાટીયા પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માતથી દોડધામ

0

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ના અકસ્માત થી દોડધામ

  • બન્ને વાહનોના ડ્રાઇવરને ઈજા: અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા: પોલીસે ટ્રાફિક મુક્ત કરાવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ ફેબ્રુઆરી ૨૪, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈ રાત્રે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહન ના ચાલકોને સામાન્ય ઈજા થઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એકાદ કલાકની જહેમત બાદ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી લક્ઝરી બસ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામ સામે અથડાઈ પડ્યા હોવાથી બંને વાહનોની કેબીનમાં નુકસાની થઈ હતી, જયારે બંને વાહન ના ચાલકો ઘાયલ થયા હતા. જે બંનેને પ્રાથમિક સારવાર અપાઇ છે.આ અકસ્માત બાદ સિક્કા પાટીયા પાસેનો એક તરફનો માર્ગ અવરોધાયો હતો, અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની જાણ મેઘપર પોલીસને થતાં મેઘપર સને સિક્કા ની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. લક્ઝરી બસ ખાલી હોવાથી જાન હાની ટળી હતી.

જામનગર માં હનીટ્રેપ : યુવતીએ પ્રેમ સંબંધ બાંધી યુવાન પાસેથી અનેકવાર પૈસા પડાવ્યા

0

જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા એક યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યાનો મામલો સામે આવતાં ભારે ચકચાર

  • વડોદરા ની યુવતીએ પ્રેમ સંબંધ બાંધી યુવાન પાસેથી અનેકવાર પૈસા પડાવ્યા પછી બળાત્કાર અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી
  • ભોગ બનના યુવાનના કાકાએ ભત્રીજા ને હની ટ્રેપ માં ફસાવનાર યુવતી અને તેના પતિ સહિત ૩ સામે વળતી ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરના એક યુવાનને વડોદરાની યુવતીએ હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવી લીધા નો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. સૌ પ્રથમ યુવતીએ પોતાની સાથે જામનગરના યુવકે બળાત્કાર ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જયારે દુષ્કર્મની જેની સામે ફરિયાદ નોંધાવાઈ છે, તે યુવકના કાકાએ વડોદરા ની યુવતી અને તેના પતિ તથા અન્ય એક સાગરીત સામે હની ટ્રેપમાં પસાવી નાણા પડાવી લીધાની વળતી ફરિયાદ નોંધાવી છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા કપિલભાઈ નવલભાઈ વશિયર નામના વેપારીએ પોતાના ભત્રીજા મિત વશીયરને હની ટ્રેપમાં ફસાવી ૧,૮૩,૫૦૦ થી વધુ ની રકમ પડાવી લેવા અંગે અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા બાબતે વડોદરા ની એક યુવતી તેમજ તેણીના પતિ પ્રતીક કમલેશભાઈ કનખરા અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવતીના સંબંધી જુગલ ધર્મેન્દ્રભાઈ બુધ્ધ સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા એ આઈપીસી કલમ ૩૮૬, ૫૦૬ (૨), ૨૧૧ અને ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ વડોદરા ની માંજલપુર વિસ્તારની રહેવાસી એક યુવતી કે જે વડોદરામાં વિશ્વામિત્રી ટાઉનશિપમાં રહે છે, અને તેણે આજથી દોઢેક વર્ષ પહેલાં જામનગરના હવાઈચોક વિસ્તારમાં રહેતા પ્રતિક કમલેશભાઈ કનખરા સાથે મિત્રતા કેળવી હતી, અને ત્યારબાદ બંને વડોદરા સાથે અભ્યાસ કરતા હતા. અને પરિચરમાં આવ્યા પછી પ્રેમ લગ્ન કરી લીધા હતા.

જે તે વખતે પ્રતિ કે પોતાના લગ્નની વાત છુપાવી હતી, અને પરિવારને જાણ કરી ન હતી. પરંતુ પાછળથી પરિવારને જાણ થતાં યુવતી અન્ય જ્ઞાતિ ની હોવાથી પ્રતીકના માતા પિતાએ અસ્વીકાર કરતાં યુવતી બરોડા રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ તેણે જામનગરના મીત વશિયર નામના યુવક સાથે ફેશબુક માં ફ્રેન્ડશીપ કરીને મિત્રતા કેળવી હતી, અને છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર જામનગર આવતી હતી, અને મીત સાથે હોટલ અથવા અન્ય સ્થળે મળતા હતા અને બંને વચ્ચે સાથે અનેક વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

પાછળથી મિતને જાણવા મળ્યું હતું કે યુવતી પરણિત છે, અને પ્રતીક સાથે છૂટાછેડા થયા ન હોવા છતાં પણ પોતાની સાથે બીજા લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, જેથી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતી દ્વારા અવારનવાર મિત ને બળાત્કાર અંગેની ફરિયાદ કરશે તેવો ભય બતાવી અવાર નવાર નાણાં પડાવ્યે રાખ્યા હતા, અને કટકે કટકે કુલ ૧,૮૩,૫૦૦ જેટલી રકમ પાડાવી લીધી હતી.

જેમાં પાછળથી તેના પતિ પ્રતિક કનખરાની પણ એન્ટ્રી થઈ હતી, અને તે પણ પૈસા પડાવવામાં મદદગારી કરતો હતો, ઉપરાંત યુવતી નો અન્ય એક કુટુંબી જુગલ ધર્મેન્દ્રભાઈ બુધ્ધ કે જે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહે છે, તે પણ પૈસા પડાવવા માટે વચ્ચે પડ્યો હતો, અને તારે પૈસા તો આપવા જ પડશે, તેવી ધમકી આપ્યા રાખતો હતો.
દરમિયાન વધુ પૈસા આપવાની મિતે ના પાડતાં ગત ૧૨મી તારીખે યુવતીએ સીટી એ. ડિવિઝન પોલીસમાં પહોંચી જઈ મીત વસિયન સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મિતની માતા પોતાને અવારનવાર ધમકી આપતી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.

જેની મેડિકલ તપાસણી કરાવ્યા પછી તેણી વડોદરા ચાલી ગઈ હતી. જ્યારે પોલીસ દ્વારા મિત વશિયાર અને તેની માતાની શોધ ખોળ કરતાં તેઓ હાલ લાપતા બન્યા છે.દરમિયાન ગઈકાલે મિત ના કાકા કપિલભાઈ વશિયર સીટી એ. ડિવિઝન પોલીસ મથકે આવ્યા હતા, અને સમગ્ર ઘટના અંગે પોલીસ પાસે વિગતવાર જાણકારી આપ્યા પછી સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં યુવતી અને તેના પતિ તથા તેના સાગરીત વગેરે ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તે ત્રણેય આરોપીઓ પણ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ ટુકડી તેઓને શોધી રહી છે આ ફરિયાદના બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.

જામનગરમાં જી.જી ને પૂર્વ છાત્રો દ્વારા 1.60 કરોડના મશીનનું દાન

0

જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ₹1.60 કરોડનાં મશીનોનું અમૂલ્ય દાન કરાયું

જામનગર તા.  ૧૫ ફેબ્રુઆરી ૨૪, શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સમાજમાં ખૂબ મોટા સ્થાન પર ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેઓ દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૪ના સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ ભૂતપૂર્વ ડોક્ટરો સંસ્થાનું ઋણ ચૂકવવા તથા દર્દીલક્ષી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની ભાવનાથી જી. જી. સરકારી હોસ્પિટલ અને શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરને વારંવાર મદદ કરતા હોય છે. જેના ભાગરૂપે જી. જી સરકારી હોસ્પિટલને ₹1.60 કરોડના મશીનોનું અમૂલ્ય દાન યુએસએમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી આપવામાં આવ્યું છે.આ દાનમાં મળેલા મશીનોમાં મેમોગ્રાફી મશીન-બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે, ઇકો મશીન- હૃદય રોગના નિદાન માટે, બાયોકેમેસ્ટ્રી એનેલાઇઝર- દર્દીઓની રૂટીન લોહીની તપાસ માટે મુખ્યત્વે છે. જે સંસ્થા અને દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.મેમોગ્રાફી મશીનની મદદથી 4000 જેટલી મહિલાઓની તપાસ કરવામાં આવી અને બ્રેસ્ટ કેન્સર લગત નિદાન કરવામાં આવ્યું છે. ઇકો કાર્ડિયોગ્રાફી મશીનની મદદથી રોજ ૮૦ જેટલા લોકો ઇકો તપાસ કરવા માટે સંસ્થા ખાતે આવે છે. અને હૃદયરોગ નું નિદાન કરવામાં આવે છે. બાયોકેમેસ્ટ્રી એનેલાઇઝર દ્વારા અત્યાર સુધી 60 લાખ જેટલા લોહીના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જે દર્દીઓના નિદાન માટે અને સારવાર માટે ખૂબ જ ઉપયોગી રહેલ છે.આ ઉપરાંત સંસ્થાના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી હાલના 42 જેટલા વિદ્યાર્થીઓને ₹60,000 / પ્રતિ વિદ્યાર્થી / પ્રતિ વર્ષ જેટલી સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. જે તેમના ભણતર અને ઘડતરમાં ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં પોતાના કાર્યક્ષેત્રમાં તબીબ તરીકે ખૂબ જ મોટું નામ ધરાવે છે તેઓ દ્વારા મળેલ આ દાન સંસ્થા, દર્દીઓ તથા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું, ઉપયોગી અને પ્રેરણાદાયી છે.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મળેલ દાનનું સંકલન કરનાર ડૉ. સુમન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે. અને ડૉ. પી. સી. રાજુ, ડૉ. સ્નેહલતા અને ડૉ. સુમંત પંડયા, ડૉ. જયેશ જોશી, ડૉ. પિયુષ માટલિયા અને ડૉ. ગાયત્રી ઉપાધ્યાય ઠાકર, ડૉ સુરેશ ઠાકરને ડીનશ્રી નંદીનીબેન દેસાઈ અને વિવિધ ફેકલ્ટી દ્વારા આવકારવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ માં જોડાયા

0

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરી ફરજ માં જોડાયા

  • ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહા સંઘના આદેશ અનુસાર આજથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમ નો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુ આરી ૨૪ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય ભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોને લઈ ને આજથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર જોડાયા છે.

કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની જુદી જુદી ચાર જેટલી માંગણીઓ જેમાં ૧.૪.૨૦૦૪ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત, તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં ૧૦ ટકા ના બદલે સરકારનો ફાળો ૧૪ ટકા કરવા, તથા કેન્દ્રના કારણે ડી.એ.ના સ્લેબ માં વધારો કરવા, ઉપરાંત કેન્દ્રના કારણે અન્ય ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ આપવા ની વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે.જે પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી આજે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર વિરોધ કરાયો છે.

આજે પ્રથમ દિવસે તથા આવતીકાલે બીજા દિવસે પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી કાળી પટ્ટી સાથે પોતાની ફરજ ચાલુ રખાશે, ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને પોતાની ફરજ બજાવશે, અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાશે. ત્યારબાદ આગામી તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી ૩.૦૦ વાગ્યા સુધી ધરણાં નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

જામનગર હાલારના બંન્ને જિલ્લાઓમાં વિજ ચેકિંગ : 64 લાખની વિજચોરી ખુલી

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વીજ ચેકીંગની કાર્યવાહીથી દોડધામ

  • સોમવાર અને મંગળવાર ના બે દિવસ દરમિયાન હાલાર પંથક માંથી રૂ. ૬૪.૧૮લાખ ની વિજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૪, જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગઈકાલે સોમવાર થી હાલારના બન્ને જિલ્લાઓ માં ફરી થી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે ગઈકાલે જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકિંગ હાથ ધરી રૂપિયા ૨૪.૧૩ લાખ ની વિજ ચોરી ઝડપી લેવાઇ છે, ત્યારે આજે સતત બીજા દિવસે ખંભાળિયા તેમજ ધ્રોલ પંથકમાં વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.જેમાં રૂ.૪૦.૦૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પખવાડિયાના વિરામ પછી ગઈકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું, અને કુલ ૪૧ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર તાલુકાના દડીયા, મોખાણા, લાવડીયા, ઢંઢા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે જ રીતે જામજોધપુર તાલુકાના બાલવા, ચુર, વસંતપુર, ઈશ્વરીયા, વેરાવળ સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, સાથોસાથ લાલપુર તાલુકાના મુરીલા, મેમાણા, ગજણા સહિતના ગામોમાં પણ વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૨૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૮૫ વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને ૨૪.૧૩ લાખના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.

દરમ્યાન આજે સતત બીજા દિવસે પણ ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વિજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.જ્યારે આજે ધ્રોલ – જોડિયા પંથક નાં જોડિયા ,નેસડા ,વાવડી, માણેકપર,હરીપર ,હજામ ચોરા, અને ધ્રોલ તેમજ ખંભાળીયા તાલુકા નાં ખંભાળીયા, કજુરડા, કાઠી દેવળીયા , નાના માંઢા, મોટા માંઢા, જકાસિયા, નાના – મોટા આસોટા, દાત્રાણા , ધંધુસર અને સોનારડી ગામ મા વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આજે ૫૫ ટીમ દ્વારા ૭૩૯ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા .જેમાંથી ૧૧૭ વીજ જોડાણ મા ગેરરીતિ જણાતાં આવા આસામીઓ ને રૂ.૪૦.૦૫ લાખ નાં પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.આમ બે દિવસ મા કુલ રૂ. ૬૪.૧૮ લાખ ની વીજ ચોરી ઝડપી લેવામા આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.