Friday, October 16, 2026
Home Blog Page 171

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે

0

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આવતીકાલ તા.૨૦ અને તા.૨૧ ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ ફેબ્રુઆરી ૨૪ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આવતીકાલ તા.૨૦ ફેબ્રુઆરી અને તા.૨૧ ફેબ્રુઆરીના રોજ બે દીવસ સુધી જામનગરની મુલાકાતે છે.રાજ્યપાલશ્રી તા.૨૦ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪:૦૦ કલાકે જામનગર એરપોર્ટ ખાતે પધારશે. ત્યાંથી તેઓ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત સખી મંડળો, શિક્ષકો અને યોગ શિક્ષકો સાથેના પ્રાકૃતિક કૃષિ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ આઈ.એન.એસ. વાલસુરા જવા રવાના થશે. તા.૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૮:૦૦ વાગ્યે રાજ્યપાલશ્રી આઈ.એન.એસ. વાલસુરામાં આયોજિત અગ્નિવીર પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થશે.

જામસાહેબ નાદુરસ્ત તબિયતના કારણે જન્મદિને કોઈને મળી શકશે નહીં

0

નાદુરસ્ત તબિયતના કારણે જામસાહેબ જન્મદિને કોઈને મળી શકશે નહીં

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ ફેબ્રુઆરી ૨૪, જામનગરના પૂર્વ રાજવી જામ શત્રુશલ્યસિંહજીની યાદી જણાવે છે કે ”હું ક્ષમા ચાહું છું કારણ કે જામનગરની પ્રેમી પ્રજામાંથી કોઈપણને યાદ હોય કે ૨૦ ફેબ્રુઆરીએ મારો જન્મ દિવસ છે. અને તે અંગે મને મળવા ઈચ્છતા હોય તો તેની હું ક્ષમા ચાહું છું કે મારી નાતંદુરસ્તીને હિસાબે હું કોઈને મળી શકીશ નહીં, તેમ છતાં કોઈપણ વ્યક્તિ મારા રહેણાકે આવે તો માત્ર તેનું નામ લખાવીને તેના કામમાંથી વધારે સમય ન બગાડવા મહેરબાની કરશો.’

જામનગરમાં વૃદ્ધા નું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ

0

જામનગરમાં પોતાન ઘરેથી ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ ફેબ્રુઆરી ૨૪, જામનગરના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને શારીરિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા જામનગરના સેનાનગર વિસ્તારમાંથી મળી આવ્યા અંગેની જાણ કરી હતી.જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એ મહિલાને લઇ આવ્યા હતા.

સેન્ટરના કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલું કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. જેથી કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપતાં વૃદ્ધ મહિલાએ પોતા વિશેની જાણકારી આપી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેઓના પતિ વર્ષ ૨૦૦૦માં મૃત્યુ પામ્યા છે, તેમજ તેઓ નિ:સંતાન છે. જેથી સેન્ટર દ્વારા મહિલાના પિયર અને સાસરીયા પક્ષના સભ્યો વિશે જાણવા પ્રયાસ કર્યો હતો. ત્યારે બહેને તેમના સગા વહાલાના નામ જણાવ્યા હતા. બહેન લોહાણા સમાજના હોય કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયાએ લોહાણા સમાજના અગ્રણી શ્રી જીતુભાઈ લાલ અને તેમના પી.એ.નો સંપર્ક કર્યો અને બહેનનો ફોટો તથા પરિવારના સભ્યો અંગેની માહિતી મોકલાવી હતી.

લોહાણા સમાજના અગ્રણી દ્વારા બહેનની માહિતી તેઓના સામાજીક ગૃપમાં મોકલવામાં આવતાં આ માહિતી મહિલાના ભાઈ રમણીકભાઈ ગણાત્રા સુધી પહોંચતાં તેઓએ રાત્રીના સમયે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક સાધી પરિવારજનો સાથે મહિલાને લેવા સેન્ટર પર આવ્યા હતા. આમ, જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયાસોથી ગણતરીની કલાકોમાં મહિલાનું તેના પરિવાર સાથે પુનઃમિલન થતાં મહિલાના પરિવારજનોએ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તેમજ તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

જામ્યુકોની જનરલ બોર્ડની બજેટ બેઠક પૂર્વે વિરોધ પક્ષનું આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન

0

જામનગર મહાનગર પાલિકા ની જનરલ બોર્ડની બજેટ બેઠક પૂર્વે વિરોધ પક્ષનું આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન

  • શહેરના પડતર પ્રશ્નો અને ભ્રષ્ટાચાર ને લગતા બેનર પોસ્ટર લગાવીને વિરોધ પક્ષના સભ્યો હાજર થતાં કુતુહલ ફેલાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકાની આજે બજેટ અંગેની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં શહેરના પડતર પ્રશ્નોની સમસ્યા તેમ જ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષો દ્વારા જુદા જુદા સૂત્રો લખેલો પોસ્ટ લગાવીને બોર્ડમાં પ્રવેશ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે કુતુહલ સર્જાયું હતું.

વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, ઉપરાંત અલતાફ ખફી, અન્ય કોન્ગ્રેસ ના સભ્યો રચનાબેન નંદાણીયા, તથા અન્ય કોંગી સભ્યો વગેરે પોતાના ગળામાં વિવિધ સૂત્રો ચાર લખેલા પોસ્ટરો લગાવ્યા હતા.

જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રીજા સ્મશાનની માંગ, શહેરમાં વધતી જતી ગંદકીનો પ્રશ્ન, ટ્રાફિક સમસ્યા, રખડતા શ્વાનના ત્રાસ વગેરે મુદ્દાઓને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેથી આજે કુતુહલ સર્જાયું હતું.

જામનગર સટ્ટાબજાર ઈમારતનો જર્જરીત હિસ્સો ટુટી પડતા બે લારીનો ભૂક્કો

0

જામનગરમાં સટ્ટાબજાર વિસ્તારમાં મનમોહન માર્કેટ નો જર્જરીત હિસ્સો ઘસી પડતાં એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો: નાસ્તાની બે લારી નો પણ ભૂકકો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૪, જામનગરમાં સટ્ટા બજાર વિસ્તારમાં મનમોહન માર્કેટ નો રવેશ નો હિસ્સો એકાએક ધસી પડતાં નીચે ઉભેલો એક યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો, ઉપરાંત નીચે રહેલી નાસ્તાની બે લારીનો પણ ભૂકો બોલી ગયો છે, અને જામનગરમાં નગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. જામનગરમાં સટ્ટા બજાર વિસ્તારમાં આવેલી જૂની મનમોહન માર્કેટ કે જેના રવેશ નો ભાગ એકાએક ધસીને નીચે પડ્યો હતો. જે ગલીમાં કેટલીક નાસ્તાની લારીઓ ઉભી રહે છે, અને અનેક લોકો વહેલી સવારથી નાસ્તો કરવા માટે ટોળે વળે છે, પરંતુ આ સમયે માત્ર એક વ્યક્તિ ત્યાં હાજર હતી અને તેના ઉપર રવેશનો કેટલોક હિસ્સો ધસી પડતાં ઈજાગ્રરત બન્યો હતો, જેને સારવાર માટે જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ ઉપરાંત રવેશમાંથી પડવાના કારણે બે નાસ્તાની લારી નો ભૂકો બોલી ગયો હતો, અને કાટમાળના સ્વરૂપમાં ફેરવાઇ છે. આ બનાવને લઈને ભયમાહોલ થઈ ગયો હતો. મહાનગરપાલિકા નું તંત્ર આ બનાવ પછી દોડતું થયું છે.

જામનગરમાં લોન એજન્ટ લોન લેતો થયો : 7 વિરૂદ્ધ ગુન્હો નોંધાયો

0

જામનગરનો લોન એજન્ટ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: સાત વિરૂદ્ધ ગુન્હો નોંધાયો

  • મીઠાપુરના પતિ-પત્નિ અને જામનગરના પાંચ શખ્સોએ પાંચથી ત્રીસ ટકા રાક્ષસી વ્યાજ વ્યાજ વસુલ્યું
  • રૂપિયા આપી કોરા ચેક લઇ ચેક બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી પઠાણી ઉઘરાણી
  • ઓરોપી (૧) વલ્પેશ પ્રભુદાસ પાબારી (૨) મીતાબેન વલ્પેશ પ્રભુદાસ પાબારી (૩) રૂષીરાજસિહ તખુભા જાડેજા (૪) મેઘરાજસિહ તખુભા જાડેજા (૫) કૃણાલસિહ રાઠોડ (૬) જયેશભાઇ જોબનપુત્રા (૭) સહદેવ ઉર્ફે શક્તિદાન મનહરદાન ગઢવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ ફેબ્રુઆરી ૨૪ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કાર લોન તેમજ હોમલોન એજન્ટ તરીકે કામ કરતા ભાવીક રમેશભાઇ તન્નાને વર્ષ ૨૦૧૨માં કન્સ્ટ્રકશનનાં ધંધામાં ખોટ જતાં મીઠાપુરમાં તેમના મિત્ર વલ્પેશ પ્રભુદાસ પાબારી પાસેથી પાંચ ટકાના વ્યાજદરે રૂા. ત્રણ લાખ લીધેલાં હતા, અને તે રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હતી. ત્યારબાદ વર્ષ-૨૦૨૨માં તેમની પાસેથી પાંચ ટકાના વ્યાજદરે લીધા હતા, અને અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું છે, અને નવેમ્બર-૨૩ માં વલ્કેશની પત્ની મિતાબેન પાસેથી વ્યાજના રૂપિયા ભરપાઇ કરવા ત્રણ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા’ અને અત્યાર સુધીમાં રૂા. એક લાખ વ્યાજ ચૂકવ્યા છતાં બન્ને પતિ-પત્નીએ રૂા. ૫.૫૪ લાખની ઉઘરાણી કરી સિકયુરીટી પેટે આપેલો ચેક બાઉન્સ કરાવી લીધો હતો.

ત્યારબાદ વર્ષ-૨૦૧૯ માં જામનગર શહેરમાં આવેલ પુનીત હોટલવાળા પાસે થી દસ ટકા લેખે સૌપ્રથમ રૂા. ૪૦ હજાર લઇ રૂા. ૧.૪૪ લાખ વ્યાજ સહિત ચૂકવેલાં અને જામનગરના રૂષિરાજસિંહ જાડેજા પાસેથી કટકે-કટકે રૂા. ૭.૯૫ લાખ વ્યાજે લીધેલાં અને રૂા. ૧૫.૧૪ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજી રૂા. ૪.૮૦ લાખ આપવાની માંગણી કરી ચેક બાઉન્સ કરાવી ધમકી આપે છે.

જયારે પુનીત હોટલવાળા મેઘરાજસિંહ તખુભા જાડેજા પાસેથી છ ટકાના વ્યાજ ના દરથી રૂા. ૬૫ હજાર લીધેલાં અને રૂા. ૨.૫૦ લાખ વ્યાજપેટે ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૩૫ હજારની માંગણી કરી ચેક બાઉન્સની ધમકી આપે છે.

જ્યારે પટેલ કોલોની શેરી નં. ૯ માં રહેતા કૃણાલસિંહ રાઠોડ પાસેથી રૂા. ૨૫ હજાર લીધા હતાં. અને અત્યાર સુધીમાં રૂા. ૫૮,૫૦૦ ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૧૫ હજારની માંગણી કરી ધમકી આપે છે. અને ગત જુલાઇ મહિનામાં જામનગરના જયેશભાઇ જોબનપુત્રા પાસેથી પાંચ ટકાના દરે રૂા. ૪ લાખના અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં રૂા. ૫.૨૫ લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ભાવીક રમેશભાઇ તન્નાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આથી પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૪ અને ગુજરાત મની લેન્ડર્સ એકટની જુદી-જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મિલ્કત ,વોટર , અને વ્યવસાય વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી મળશે

0

જામનગર મા મિલ્કત વેરા ,વોટર ચાર્જ , અને વ્યવસાય વેરો મા ૧૦૦ ટકા વ્યાજ માફી મળશે

દેશ દેવી ન્યૂઝ જામનગર  તા ૧૮ ફેબ્રુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકા ની સ્ટે. કમિટી નાં ઠરાવ અનુસાર શહેરીજનો માટે વધુ એક તક બાકી વેરા સહેલાયથી ભરપાઇ કરવા માટે આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દવારા મિલ્કત વેરા – વોટર ચાર્જ – વ્યવસાય વેરા માં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા.૧૫/૦૨/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવી છે. આ સોનેરી તક નો લાભ લેવા જામનગર શહેરના શહેરીજનો ને જાહેર અપીલ કરવામાં આવી છે.

મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વાર્ષિક કર દર સાલે તાં. ૧, એપ્રિલ અને તાં.૧, ઓકટોબર ના ડયુ થાય છે .અને તે દર છ માસે એડવાન્સમાં ભરપાઈ કરવાના રહે છે. શહેર હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતાં તમામ શહેરીજનો ને આ પ્રેસનોટ થી સુમાહિતગાર કરવામાં આવે છે કે જો આપ શહેરી હદ વિસ્તારમાં કોઈપણ મિલ્કત ધરાવતાં હોય તો આપ મિલ્કતવેરા અને તેને સંલગ્ન વેરા ભરવા જવાબદાર છો અને એ પણ એડવાન્સમાં એટલે કે, ૧, એપ્રિલ અને ૧, ઓક્ટોબર નાં .ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બિલો બજવણીની પ્રક્રિયા હાલે ચાલુ હોય પરંતુ જે આસામી / શહેરીજનો ને બિલો પ્રાપ્ત થયેલ ન હોય, તે જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર થી ડાઉનલોડ કરી મેળવી શકશે. અથવા તો જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખામાંથી રૂબરૂ મેળવી શકશે. ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ – ૧૯૭૬ અન્વયે વ્યવસાય વેરા ના કાયદાના

અમલીકરણ અને સતા ની જવાબદારી જામનગર મહાનગરપાલિકા ને સોંપવામાં આવેલ છે. જેમાં વાર્ષિક હોલ્ડરોને વાર્ષિક વ્યવસાય વેરા તા.૩૦/૦૯ સુધી ભરપાઈ કરવાની રહે છે તથા રજીસ્ટ્રેશન હોલ્ડરોનો વ્યવસાયવેરો દર માસે ભરપાઈ કરવાનો રહે છે. વર્ષ ૨૦૨૩-૨૪ સુધી ભરપાઈ કરવાનો બાકી હોય, તેવા બાકીદારોને આ પ્રેસનોટ થી ઉપરોકત સમયગાળા દરમ્યાન વ્યાજમાફી ની જાણ કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકામાં ટેકસ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, શરૂસેકશન સિવિક સેન્ટર, રણજીત નગર સિવીક સેન્ટર તથા ગુલાબનગર સિવીક સેન્ટર, રીકવરી વેન તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર અને HDFC BANK, IDBI BANK , નવાનગર બેંક ની તમાંમ બ્રાન્ચોમાં પણ ભરપાઈ કરી શકાશે. આ વ્યાજ માફી નો લાભ મેળવી આપના બાકી રહેતા મિલકત વેરા- વોટર ચાર્જ અને વ્યવસાય વેરા જામનગર મહાનગરપાલિકા માં વહેલી તકે ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગરપાલિકા એ અનુરોધ કર્યો છે.

જામનગર આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી

0

લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ફેબ્રુઆરી ૨૪ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે, લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શ્રી આરબલુસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ સંસ્થાના ધોરણ- 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિજય ભુરીયાએ ચક્ર ફેંક કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ધોરણ- 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન ગડારાએ લાંબી કુદ કેટેગરીમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ વિજેતા બાળકોને શાળા કક્ષાએ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તૈયારી કરવા માટે એક્સપર્ટસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દિલ્લી માં ભાજપ ની બેઠકમાં જામનગર શહેર – જિલ્લા નાં આગેવાનો જોડાયા

0

દિલ્લી માં ભાજપ ની બેઠકમાં જામનગર શહેર – જિલ્લા નાં આગેવાનો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૮ ફેબ્રુઆરી ૨૪ , દિલ્હી માં આજ થી ભાજપ ની બે દિવસ ની રાષ્ટ્રીય કાર્યકારીણી ની બેઠક યોજાઈ રહી છે. જેમાં જામનગર શહેર-જિલ્લા ના ભાજપ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. દિલ્હીના ભારત મંડ૫મ માં આજ થી ભાજપ ની બે દિવસ ની રાષ્ટ્રીય કાર્યકારીણી ની બેઠક યોજાઈ છે.

જામનગરના સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્યો રિવાબા જાડેજા , દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા , જામનગરના પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ મંત્રીઓ આર સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા.આને આજ ની બેઠક મા ભાગ લીધો હતો.

આજે પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે આવતીકાલ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને જરૂરી માર્ગદર્શન આપશે. ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખી ને બેઠક માં ચર્ચા પણ થઈ રહી છે.

જામનગર મુંગણી ગામે ધિંગાણા પ્રકરણમાં સામસામી 14 સામે ફરિયાદ

0

જામનગર તાલુકાના મુંગણી ગામમાં જૂની અદાવત ના કારણે બે જૂથ વચ્ચે શાસસ્ત્ર ધીંગાણું: બન્ને પક્ષે આઠ ઘવાયા

  • આરોપી:- (૧) કેશુભા વિભાજી જાડેજા  (૨) ભરતસિંહ દોલુભા કેર (૩) જીતુભા દોલુભા કેર (૪) રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા (૫) અજીતસિંહ જીલુભા જાડેજા (૬) મનોજસિંહ રણજીતસિંહ જાડેજા (૭) જયદેવસિંહ કેશુભા કેશરાણા (૮) દિલીપસિંહ ઘોઘુભા પીંગળ 
  • આરોપી:- (૧) રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા (૨) જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા (૩) ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા (૪) જાફરભાઇ યુસુબભાઇ વસા (૫) વનરાજસિંહ દેદા (૬) સહદેવસિંહ ઉર્ફે વિરાટ કેર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ફેબ્રુઆરી ૨૪, જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઈ રાત્રે જૂની અદાવત ના કારણે બે જૂથ વચ્ચે શાસ્ત્ર ધીંગાણું થયું હતું. અને સામ સામે તલવાર, પાઇપ, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતાં બંને જૂથના કુલ આઠ લોકો ઘવાયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો મુંગણી ગામ મા દોડી ગયો હતો. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઈકાલે એક સમાજવાડી મા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અજીતસિંહ જીલુભા જાડેજા ગયા હતા તેઓ મનોજસિંહ તથા કેશુભા વગેરે સાથે વાડી ની બહાર બેઠા હતા. જ્યાં જયરાજસિંહ જાડેજા જેસીબી મારફત જમીનનું લેવલિંગ અને સફાઈ કામ કરાવી રહ્યા હતા. ત્યારે વાહન નડતર હોવા થી સાઈડ માં રાખવાનું કહેતા અને બંને વચ્ચે અગાઉ પણ ફ્લાયએસ નાં કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયો હોવાથી એ જુની અદાવતને કારણે આરોપી જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા ( રે .સિક્કા), જાફર યુસુફભાઈ ,વનરાજસિંહ દેદા ( રે.ચેલા ) અને સહદેવ સિંહ ઉર્ફે વિરાટ કેર (રે. મેઘપર) એક સંપ કરીને અજીતસિંહ જાડેજા અને મનોજસિંહ ઉપર તલવાર ધારયા અને ગેડા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત અન્ય ને પણ માર માર્યો હતો. આ બનાવો અંગે અજીતસિંહ જિલુભા જાડેજા એ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. આથી સિક્કા પો.સ્ટેશન માં ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબ  પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

જ્યારે શામાં પક્ષે રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા એ પણ ફ્લાયએસ નાં કોન્ટ્રાક્ટ ની જૂની માથાકૂટ નો ખાર રાખી પોતાના ઉપર તેમજ ભરતસિંહ જાડેજા અને જાફર ઉપર તલવાર, ધારીયા અને પાઇપ વડે હુમલો કરવા અંગે તેમજ અન્ય ઉપર પણ હુમલો કરવા અંગે મુંગણી ગામ નાં કેશુભા વિભાજી જાડેજા , ભરતસિંહ દલુભા કેર , જીતુભા દોલુભા કેર , રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા , અજીતસિંહ જીતુભા જાડેજા, જયદેવસિંહ કેશુભા કેસરાણા અને મેઘપર ગામના મનોજ રણજીત જાડેજા અને દિલીપસિંહ ઘોધુભા પિંગળ સામે ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૪૨૭ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ  વળતી ફરિયાદ નોંધાવી હતી .

આ બઘડાટી માં બંને પક્ષના કુલ આઠેક લોકોને નાની મોટી ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યારે બનાવ જાહેર થતાં જ પોલીસ કાફલો ઘટનાને દોડી ગયો હતો .અને ગામ મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો . આ બનાવ ની વધુ તપાસ પો. સબ.ઇન્સ. આર એસ બાર ચલાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.