જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા નવ વર્ષના બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫, જૂન ૨૬ જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના નવ વર્ષના બાળકનું પાણીના સ્વિમિંગ પૂલમાં અકસ્માતે ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે કરુણતા છવાઈ છે.
મૂળ ગાંધીનગર ના રહેવાસી અને અહીં હાલ તેમના કુટુંબીજનોને ત્યાં જામનગર ફરવા માટે આવેલો હર્ષ પરમાર નામનો ૯ વર્ષ નો બાળક અન્ય પરિવારજનો સાથે હોલીડે રિસોર્ટમાં નાહવા ગયા બાદ અકસ્માતે સ્વિમિંગ પૂલમાં પાણી પી જવાથી બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાથી સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.આ બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બાળકના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


