Monday, October 12, 2026
Home Blog Page 99

રાજ્યભરમાં અતિ ચકચારી બનેલા કોલેજીયન યુવતિ ગેંગરેપ ,આપધાતમાં ‘અનીલ મેર’ નિદોષ

0

જામનગરના અતી ચર્ચાસ્પદ ગેંગરેપ ત્યા કોલેજીયન યુવતીને મરવા મજબુર કરવાના કેશમાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી અદાલત

  • આરોપીઓ દારૂ પીવડાવી બળાત્કાર કરી અને બિભત્સ વિડીયો બનાવી અને બ્લેકમેઈલ કરી અને વારંવાર શારીરીક શોષણ કરતા હોય યુવતીએ સ્યુસાઈટ નોટ લખી અને આત્મહત્યા કરી લીધેલ હતી

  • બચાવ પક્ષના એડવોકેટ રાજેશ ગોસાઇની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી અનીલ મેર નિર્દોષ જાહે૨

  • આ જ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને દસ દસ વર્ષની સજા અને દંડ ફટકારીમાં આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ જાન્યુઆરી ૨૫ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા કોલેજીયન યુવતી આપઘાત પ્રકરણમાં  આ કેશની હકિકત એવી છે કે, જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતાએ એવી ફરીયાદ જાહેર કરેલ કે, તેમની પુત્રી ઉ.વર્ષ ૨૧ વાળાઓ જેઓ ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા હતા તેમને ઝેરી દવા પી અને આપધાત કરેલ અને તેમની અંતીમવીધી બાદ તેમના ઘરે તપાસ કરતા આ મરણજનાર પુત્રીએ એક સ્યુસાઈટ નોટ લખેલ મળી આવી હતીજેમાં જણાવેલ કે, આરોપીઓ ધમકી આપતા કે, તું હું કહું તેમ કર, નહીતો ઘરનાઓને મારી નાખીશું ત્થા આરોપીઓ રસ્તે રોકી સાથે આવવાની ધમકી આપતા અને જો નહી આવે તો દવા પીવડાવી અને મારી નાખીશું, તેના ડરના કારણે તેમના સાથે ધરારથી જવું પડતું અને આ લોકોના કોઈ ફ્રેન્ડ બહારથી આવે તો પણ મારે જવું પડતું અને મારા વીડીયો ઉતારતા અને મને ધરારથી ડ્રીન્ક કરાવતા અને નશાની હાલતમાં મારા વીડીયો બનાવી અને મને બ્લેકમેઈલ કરી અને શરીર સંબંધ વારંવાર બાંધતા, જેના કારણે મારે આ પગલું ભરવું પડેલ છેતેવી સ્યુસાઈટ નોટ મળતા ફરીયાદીએ તેમની દિકરી સાથે આ રીતે બળાત્કાર અને ધમકીઓ આપી અને દબાણ કરી અને માર મારી અને નશાની હાલતમાં તેમના સાથે બળાત્કાર કરી અને બિભત્સ વિડીયો ઉતારી લઈ અને તેમને પરીવારને મારી નાખવાની ધમકીઓ આપેલ હોય, તેથી સ્યુસાઈટ કરેલ હોવાની ૪ આરોપીઓ સામે ફરીયાદ જાહેર કરેલ જેમાં તપાસ કરતા આરોપીઓની અટક કરવામાં આવેલ અને નામ.અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ, તેમાં કેસ ચાલી જતાં તમામ સાક્ષી પુરાવાઓ તપાસમાં આવેલ અને મરણજનાર દિકરીએ જે સ્યુસાઈટ નોટ લખેલ તે પણ નામ.અદાલતમાં રજુ થયેલ અને કેશ ચાલી ગયેલ, આ કેશ ચાલી ગયા બાદ સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ ખુબજ હિન્ન ગણાતું કૃત્ય કરેલ છે.આ માત્ર બળાત્કારનો અને સ્યુસાઈટનો કેશ નથી પરંતુ આ સમગ્ર સમાજને અસર કરતો કેસ છે અને જે દિકરી મરણ ગયેલ છે, તેમની જે સ્થીતી આરોપીઓએ બનાવેલ છે તે તમામ હકિક્તો સામે આવેલ છે અને આ સમગ્ર કૃત્યમાં આરોપીઓ તેમના ફેન્સ બહારગામથી બોલાવી અને તેમના સાથે પણ શરીર સંબંધ બંધાવી અને બિભત્સ વિડીયો બનાવતા આ એક ખુબજ ગંભીર અપરાધ છે, અને ફરીયાદી અને સાક્ષીઓએ તમામે જુબાની આપેલ છે અને તમામ સાક્ષી સાહેદો જે હકિકત છે, તે વડગી રહેલ છે જેથી આ કેશમાં આરોપીઓને મહતમ સજા થવી જોઈએ તેની સામે આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા તરફે રજુઆતો કરવામાં આવેલ કે, સમગ્ર હકિકત અને ફરીયાદ ધ્યાને લેવામાં આવે અને કેશ જે ચાલી ગયેલ છે, તે પુરાવો ધ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને ખોટી રીતે આ ગુન્હામાં સંડોવી દીધેલ છે અને એકપણ જુબાનીમાં કોઈ સાહેદ કે, સાક્ષીએ આ આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા દ્વારા મરણજનાર સાથે કોઈ દુષ્કૃત્ય કરેલ હોય, કે ફરીયાદ મુજબના જે આક્ષેપો છે તેમાં અનીલ મેર ઈન્વોલ્ડ હોય, તેવો કોઈ જ ઠોસ પુરાવો નામદાર અદાલતમાં આવેલ નથી, અને સ્યુસાઈટ નોટમાં પણ અનીલ મેરનું નામ નથી, જેથી આ કામે આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય, અને તેમને કોઈ ગુન્હો કરેલ નથી તેવું સમગ્ર રેકર્ડ ધ્યાને લેતા સામે આવે છે, જેથી આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ મુક્ત કરવો જોઈએ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ અને કેશની હકિકતો અને પુરાવાનું મુલ્યાંકન કર્યા બાદ આ કામના આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ ગોહીલ , રજનીકાંત નાખવા , નિતેષ મુછડીયા રોકાયેલા હતા

જામનગર માં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અંગત પળો ના ફોટા પાડી લઈ વાયરલ કરવાની ધમકી અપાઈ

0

જામનગર ના મોટા થાવરીયા ની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અંગત પળો ના ફોટા પાડી લઈ વાયરલ કરવાની ધમકી અપાઈ

  • યુવતિના ભાઈ અને પિતાને એસ્ટ્રોસિટી ના કેસમાં ફીટ કરાવી દેવા ધમકાવી ચાર લાખ રૂપિયાની કાર પડાવી લીધા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ જાન્યુઆરી ૨૫, જામનગરમાં લીમડાલેન નજીક ઓફિસ ધરાવતી યુવતી કે જેને પ્રેમ જાળમાં ફસાવી દઈ તેના અંગત પળો ના ફોટા પાડી લીધા પછી તે ફોટા વાયરલ કરવા બાબતે યુવતીના ભાઈ અને પિતાને ડરાવ્યા ધમકાવ્યા હતા, તેમજ બળજબરીપૂર્વક ચાર લાખની કિંમતની કાર પડાવી લીધા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ મોટા થાવરીયા ગામની વતની અને હાલ જામનગર નજીકના લીમડાલેન વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સમાં લોન મેળવવા માટેની અરજીઓ તૈયાર કરવા માટેની ઓફિસ ધરાવતી એક યુવતી કે જે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કાલિદાસ કમલભાઈ વાઘેલા નામના શખ્સ ના સંપર્કમાં આવી હતી, અને લોન મેળવવાના બહાને સંપર્કમાં આવ્યા પછી યુવતી અને કાલિદાસ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જે દરમિયાન તેણે કેટલાક મોબાઈલ ફોનમાં અંગત પળોના ફોટા પણ પાસે લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

જે સમયગાળા દરમિયાન કાલિદાસ વાઘેલા ના પરિચયથી ચાર લાખ રૂપિયાની એક કારની યુવતીના ભાઈ અને પિતાએ ખરીદ કરી હતી, અને પિતાના નામે રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. ત્યારબાદ કાલિદાસ વાઘેલા સાથે યુવતી સંબંધ રાખવા માગતી ન હોવાથી તોડી નાખતાં કાલિદાસ ઉસ્કેરાયો હતો, અને તેણે યૂવતીના ભાઈને ધાક ધમકી આપી હતી અને મેં અપાવી દીધેલી કાર મને પાછી આપી દેજો નહીં તો હું તમારી બેનના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. ઉપરાંત એસ્ટ્રોસિટીના કેસમાં તમને અને તમારા પિતાને ફસાવી દઈશ તેવી પણ ધમકી ઉચ્ચારી હતી. જેથી ડરના માર્યા ચાર લાખ રૂપિયાની કાર કાલિદાસ વાઘેલા ને આપી દીધી હતી.

પરંતુ આખરે હિંમત કરીને સમગ્ર મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કાલિદાસ કમલભાઈ વાઘેલા સામે બીએનએસ કલમ ૩૦૮-૨, અને ૩૫૧-૧ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર લીમડા લાઇનમાં ‘ ફ્લોર મીલ’ માં થયેલ ચોરીના CCTV સામે આવ્યા : 3 ટાબરીયા કેમેરામાં કેંદ

0

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી ‘કિસ્મત ફ્લોર મિલ’માં કિસ્મત અજમાવતા તસ્કરો

  • બારીના સળિયાવાળી અંદર પ્રવેશી રૂપિયા ૩૦,૦૦૦ ની રોકડ ઉઠાવી ગયા : પોલીસ ફરિયાદ ની તજવીજ

  • 3 ટાબરિયા CCTV કેમેરામાં કેંદ થતા પોલીસે તે દિક્ષામાં તપાસ આરંભી છે.

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૩૧, જાન્યુઆરી ૨૫ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધીમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને બારીની સળિયા વાળી ને અંદર પ્રવેશ મેળવી લઈ કિસ્મત અજમાવીને અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા.જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આણદાબાવા આશ્રમની નજીક આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રી થી આજે વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરો એ હાથ ફેરો કર્યો હતો, અને પોતાની કિસ્મત અજમાવી તેમાં સફળ થયા હતા. તસ્કરોએ બારી ના સળિયા વાળી ને અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી ૩૦ હજારની રોકડ રકમ કે જે દુકાનમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને પગારના સ્વરૂપે ચૂકવવાની હતી, અને તૈયાર રાખી હતી. જે રકમ તથા અન્ય પરચુરણ ઉઠાવી ગયા હતા.વહેલી સવારે ફ્લોર મિલ ને ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે. ઉપરાંત પોલીસ ટુકડી દ્વારા પણ સામેના ભાગમાં આવેલા આણદાબાવા આશ્રમની હોસ્પિટલ સહિતના સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરો ને શોધવા માટેની કવાયત શરૂ કરાઇ છે. જેમા 3 ટાબરીયાઓ કેમેરામાં કેદ થતા તે દિશામાં તપાસ શરૂ કરી છે .

જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ અંદાજપત્ર રજૂ કર્યું

0

મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કર્યો વર્ષ ર૦રપ-ર૬ ના વર્ષના બજેટનો પ્રસ્તાવઃ વર્ષાંતે રૂ. ૩ર૬ કરોડ પુરાંત દર્શાવાઈ

  • જામનગર મનપાનું રૂ. ૧૪૯૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂઃ રૂ. ૧૧.૮૪ કરોડના નવા કરવેરા સૂચવાયા

  • આ ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી સુધારા-વધારા કરીને જનરલ બોર્ડ સમક્ષ રજૂ કર્યા પછી ફાયનલ બજેટ આવશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૦ જાન્યુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦રપ-ર૬ નું રૂ. ૧૪૯૩ કરોડના ખર્ચવાળું અંદાજપત્ર આજે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું અને વોટર ચાર્જ અને મિલકતવેરા સહિતની અનેક સેવામાં વધારો સૂચવાયો છે. આ કર-દરની વધારાની દરખાસ્તથી રૂ. ૧૧.૮૪ કરોડની આવક મળશે. તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. હવે આગામી સ્ટેન્ડીંગ કમિટીમાં આ બજેટમાં સુધારા-વધારા સૂચવીને આખરી મંજુરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ કમિશનર ડી.એન. મોદી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત રૂ. ૩૮૮.૯૪ કરોડ, વર્ષ દરમિયાન કુલ આવક રૂ. ૧૪૩૦ કરોડ અને ઉઘડતી સીલક સહિત કુલ રૂ. ૧૮૧૮.૯૪ કરોડ તેમજ વર્ષ દરમિયાન કુલ ૧૯૯૩ કરોડનો ખર્ચ અને વર્ષાન્તે ૩રપ.૯૪ કરોડની પુરાંત દર્શાવાઈ છે.મ્યુનિ. કમિશનર દ્વારા અનેક સેવાના કર-દરમાં વધારો સૂચવવામાં આવ્યો છે. ફિક્સ નળ કનેક્શનમાં હૈયાત રૂ. ૧૩૦૦ ના બદલે રૂ. ૧૪૦૦ પ્રતિવર્ષ, સ્લમ વિસ્તારમાં રૂ. ૬પ૦ ના બદલે રૂ. ૭૦૦, તેમજ અન્ય અલગ-અલગ કેટેગરીમાં ૧૦ થી ૧પ ટકાનો કર વધારો સૂચવાયો છે. સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જમાં રહેણાંકમાં રૂ. ૧૦૦ ના બદલે રૂ. ર૦૦ અને બિનરહેણાંકમાં રૂ. ર૦૦ ના બદલે રૂ. ૪૦૦ (વાર્ષિક) સૂચવવામાં આવ્યા છે.કરદર વધારાની દરખાસ્તની મહાનગરપાલિકાને રૂ. ૧૧.૮૪ કરોડની આવક વધુ થશે જેમાં વ્હીકલ ટેક્સમાં ૦.પ૦ કરોડ, વોટર ચાર્જમાં રૂ. ૧.રપ કરોડ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાંથી રૂ. ૪.પ૦ કરોડ, એન્વાયરમેન્ટ ઈમ્યુઝમેન્ટ/ગ્રીનરી ચાર્જમાંથી રૂ. ૧ કરોડ, ફાયર ચાર્જમાંથી રૂ. ૧ કરોડ, સ્ટ્રીટ લાઈટમાંથી રૂ. ૩.૩૪ કરોડ અન્ય દરમાંથી રૂ. ૦.રપ કરોડની વધારાની આવકનો સમાવેશ થાય છે.

આ નવા વાર્ષિક અંદાજપત્રમાં મહેસુલી આવક રૂ. પર૩ કરોડ, મહેસુલી સિલક રૂ. ૧૧.૧૪ કરોડ મળી કુલ રૂ. પ૩૪.૧૪ કરોડમાંથી મહેસુલ ખર્ચ રૂ. પરપ કરોડ અને વર્ષાન્તે રૂ. ૯.૧૪ કરોડની મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.મહેસુલી આવકમાં ટેક્સની આવક રૂ. ૧૧૮.૯૧ કરોડ, ટેક્સ વગરની આવક રૂ. ર૧૪.૩૧ કરોડ, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર આવક રૂ. ર૭ કરોડ, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક રૂ. ૪પ કરોડ, અન્ય ગ્રાન્ટ આવક રૂ. ૯૬.રપ કરોડ તેમજ અન્ય આવક રૂ. ર૧.પ૩ કરોડ મળી કુલ રૂ. પર૩ કરોડ થવા જાય છે.

જ્યારે મહેસુલી ખર્ચમાં એસ્ર્ટા ખર્ચ (સ્ટાફ) રૂ. ૧૦પ.૭૮ કરોડ, એસ્ટા (સફાઈ) રૂ. ૧ર૬.૧૯ કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૂ. પ.૮૧, વહીવટી ખર્ચ રૂ. ૮.૦૭ કરોડ, મરામત-નિભાવ ખર્ચ રૂ. ૭૯.ર૩ કરોડ, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ ૮૧.૯૯ કરોડ, લોન વ્યાજ ખર્ચ રૂ. ૦.રપ કરોડ, એજ્યુ શેષ-લેબર વેલફેર સરકારમાં જમા માટે રૂ. ર૮.૯૭ કરોડ, નક્કી થયેલ પગાર ખર્ચ રૂ. ૮.પ૬ કરોડ, જાહેર શિક્ષણ ખર્ચ રૂ. રપ.૧પ કરોડ, પરચુરણ ખર્ચ રૂ. ૩૬.૯પ કરોડ, તથા કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર માટે રૂ. ૧૮.૦પ કરોડ મળી કુલ રૂ. પરપ કરોડ ખર્ચ થશે.

તેવી જ રીતે કેપિટલ સ્વભંડોળમાં ૧ર૩ કરોડની આવક અંદાજવામાં આવી છે. શરૂઆતની સિલક રૂ. ૧પ.૩૭ કરોડ ઉમેરાતા રૂ. ૧૩૮.૩૭ કરોડમાંથી ૮૪ કરોડનો ખર્ચ અને અંતે પ૪.૩૭ કરોડની કેપિટલ સ્વભંડોળની પુરાંત રહેશે.

રૂપિયો ક્યાંથી આવશે : ટેક્સની આવક ર૩ પૈસા, ટેક્સ વગરની આવક ૪પ પૈસા, એજ્યુ. શેષ, લેબર વેલ-ફેર શેષ આવક પાંચ પૈસા, ઓક્ટ્રોય ગ્રાન્ટ આવક ૯ પૈસા, અન્ય ગ્રાન્ટ આવક ૧૮ પૈસા તેમજ અન્ય આવક ૪ પૈસા મળી કુલ ૧૦૦ પૈસા થશે.રૂપિયો ક્યાં વપરાશે : એસ્ટા (સ્ટાફ) ર૦ પૈસા, એસ્ટા સફાઈ ર૪ પૈસા, એસ્ટા (જેએમટીએસ) ૧ પૈસો, વહીવટી ખર્ચ ર પૈસા, મરામત નિભાવ ખર્ચ ૧પ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ખર્ચ ૧૬ પૈસા, એજ્યુ. અને લેબર વેલ-ફેર શેષ પાંચ પૈસા, નક્કી થયેલ પ્રોગ્રામ ખર્ચ ર પૈસા, જાહેર શિક્ષણ ખર્ચ પાંચ પૈસા, પરચુરણ ખૃચ ૭ પૈસા અને કેપિટલ ગ્રાન્ટ ટ્રાન્સફર સાથે મળી કુલ ૧૦૦ પૈસા થશે.

મનપાની રૂ. પ૭,૮૩૦.૭૩ મુદલ, રૂ. ૩૧,પર૧.૬૩ લાખનું વ્યાજ મળી કુલ રૂ. ૮૯,૩પર.૩૬ કરોડની જવાબદારી છે.જ્યારે રૂ. ૯૬,૬૮૭.પ૯ લાખનું લેણું બાકી છે. જેમાં દુકાન ભાડુ ૧૯પ.૬૪ લાખ, વ્યવસાય વેરો રૂ. પ૩૪પ.૭૩ લાખ, કારખાના લાયસન્સ ફી ર૦૪.૮૩ લાખ, વોટર ચાર્જ (કારપેટ) ૮૩૪૭.પ૩ લાખ, વોટર ચાર્જ (સ્લમ) ર૭૪૧.૦પ લાખ, વોટર ચાર્જ (જુનો) રૂ. ર૧૭પ.૯૯ લાખ, મિલકતવેરા (રેન્ટબેઝ) રૂ. ૬૦૮૪.૯૮ લાખ, મિલકત વેરો (કારપેટ) રૂ. ૪૮,૧૮૦.૮૪ લાખ, સર્વિસ યુઝર્સ ચાર્જ રૂ. ૯૧૦ લાખ અને મુખ્યમંત્રી/પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો રૂ. ર૦૮૪ લાખ મળી કુલ ૭૬,૬૮૭.પ૯ લાખનું લેણું વસૂલવાનું બાકી દર્શાવાયું છે.

આગામી નવા નાણાકીય વર્ષમાં અનેક નવા કામો સૂચવાયા છે. જેમાં પાણી પુરવઠામાં મુખ્ય પાઈપલાઈનના કામો રૂ. ર૯.૮ર કરોડ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામ માટે રૂ. ૧૮ કરોડનો ખર્ચ થશે.

ઊંડ-૧ ઈન્ટેક વોલનું કામ રૂ. ૧૦.૯૧ કરોડનું ખર્ચ કરવામાં આવશે. ર કરોડનો ખર્ચ સમ્પ તથા પંપહાઉસ માટે થશે. નવાગામ (ઘેડ) એસટીપીની સિક્કા, ખાવડી સુધી પાઈપલાઈન, સ્ટોરેજ સમ્પનું કામ હાથ ધરવામાં આવશે. ભૂગર્ભ ગટર મજબૂતિકરણ તથા સંલગ્ન એસ.ટી.પી. માટે રૂ. ૧૧૦ કરોડનો ખર્ચ કરાશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે ૩૩ કરોડ ખર્ચ કરાશે. રખડતા પશુના નિયંત્રણ માટે રૂ. ૧ર કરોડ, ઉપરાંત અન્ય જરૂરી મશીનરીની ખરીદી કરવામાં આવશે.

વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ પાસે રેલવે ફાટક ઉપર અન્ડરબ્રીજ અથવા ઓવરબ્રીજ માટે રૂ. ૧૯.૬૦ કરોડ, નાઘેડી જંકશનથી એરપોર્ટથી આગળ ફ્લાય ઓવરબ્રીજ માટે ૯૦ કરોડનું આયોજન છે. ઠેબા બાયપાસ જંકશન ઉપર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. ૭૩.૯૦ કરોડના ખર્ચનું આયોજન ઘડી કઢાયું છે.

સમર્પણ સર્કલમાં રૂ. ૪૪.૭૪ કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રીજ તથા કાલાવડ નાકા બહાર હૈયાત બ્રીજના સ્થાને રૂ. ૧ર કરોડના ખર્ચ રીવરબ્રીજ બનાવાશે. વિશાલ હોટલ પાસે રૂ. ૪૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કલાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવામાં આવશે.

માંડવી ટાવરનું રેસ્ટોરેશન અને ત્રીજા સ્મશાન માટે રૂ. પ કરોડનો ખર્ચ થશે. કાલાવડ તથા લાલપુર રોડનો ફાયર સ્ટેશનના વાહનો માટે રૂ. ૧ર કોરડ, ઉપરાંત ૩ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રના સાધનોની ખરીદી કરવામાં આવશે.આમ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ હવે સુધારા-વધારા સાથે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. જામનગર મહાનગર૫ાલિકાના કમિશ્નરે આજે રજૂ કરેલ બજેટ ચિફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળ દ્વારા તૈયાર કરાયું હતું. તેમણે સતત રર મી વખત બજેટ તૈયાર કર્યુ છે. જે જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસનો રેકોર્ડ છે.

લ્યો બોલો : જામનગરમાં મકાન પડાવી લેવા ‘વકીલ’ ને ધાક ધમકી

0

જામનગરના એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મદદ કરવામાં ધરમ કરતાં ધાડ પડયા જેવો કિસ્સો બન્યો

  • પોતાનું મકાન લગ્ન પ્રસંગમાં વાપરવા આપ્યા બાદ નવાગામ ઘેડ ના એક શખ્સે મકાન પડાવી લેવા માટે વકીલને ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જાન્યુઆરી ૨૫, જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક એડવોકેટને લગ્ન પ્રસંગમાં મકાન વાપરવા માટે આપ્યું હતું, પરંતુ ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવો કિસ્સો બન્યો છે, અને મકાન વાપરવામાટે રાખનાર શખ્સ મારફતે કડવો અનુભવ થયો છે. પુત્રના લગ્ન માટે વાપરવા માટે આપેલું મકાન પડાવી લેવા માટે એડવોકેટને ધમકી આપી, હવે તમે આ મકાનને ભૂલી જજો, અને ભૂલથી મકાન બાજુ આવશો, તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપનાર નવાગામ- ઘેડ ના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર પંચેશ્વર ટાવર નજીક વંડાફળી શેરી નંબર -૨ માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા મનીષભાઈ ચમનલાલ પંડયા (૫૫) એ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા પોતાના મકાનનો કબજો કરી લઇ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સાજીદ કાસમભાઈ ખફી નામના શખ્સ સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મનીષભાઈ પંડ્યા નું બીજુ મકાન નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલું છે, જે મકાન ખાલી હોવાથી આરોપી સાજીદ ના પુત્રના લગ્ન હોવાથી વાપરવા માટે આપ્યું હતું.પરંતુ તે મકાન પચાવી પાડવાનો ઇરાદો હોવાથી ગઈકાલે એડવોકેટ મનીષભાઈ પોતાના મકાને ગયા હતા, જે દરમિયાન આરોપીએ કહી દીધું હતું કે મારા દીકરાના લગ્નમાં વાપરવા માટે આપેલું મકાન હવે તમે ભૂલી જજો, અને ભૂલથી પણ મકાન બાજુ બીજી વખત આવતા નહીં, નહીંતો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત મકાનમાં હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ ઇન્દ્રજીતસિંહ પરમાર કે જેને પણ ધાક ધમકી આપી ભગાડી મૂક્યા હતા. આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને એડવોકેટ દ્વારા આરોપી સાચી સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના હાપામાં નવજાતને ત્યજી નિષ્ઠુર જનેતા પલાયન

0

જામનગરમાં હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી નવજાતિ શીશુ જીવિત અવસ્થામાં મળી આવતાં ભારે ચકચાર

  • કોઈ દયા વિહીન જનેતાએ બાળકને જીવિત અવસ્થામાં તરછોડી દેતાં ૧૦૮ ની ટીમે હોસ્પિટલમાં પહોંચાડ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૫, જામનગર નજીક હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી સાંજના સમયે એક નવજાત શિશુ જીવીત અવસ્થામાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થતા એક નાગરિકે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યા બાદ તુરતજ ૧૦૮ ની ટુકડીને જાણ કરી હતી. જે દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ૧૦૮ ની ટુકડીએ બનાવના સ્થળે દોડી આવી નિર્જન સ્થળે પડેલા બાળકનો કબજો સંભાળ્યો હતો અને સૌ પ્રથમ પ્રાથમિક સારવાર કરી હતી.ત્યારબાદ બાળક (બાબા)ને જીવિત અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યું છે, જ્યાં તેને સમયસર સારવાર મળી ગઈ હોવાથી બાળકનો બચાવ થયો છે.સમગ્ર ઘટના અંગે દયા વિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

જામનગરમાં કોંગો ફિવરથી આઘેડનું મોત: આરોગ્ય તંત્રમાં દોડધામ

0

જામનગરમાં પાંચ વર્ષે ફરી કોંગો ફીવર સામે આવ્યો : કોંગો ફિવરથી આઘેડનું મોત: આરોગ્ય તંત્રમાં દોડધામ

  • પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા એક આઘેડે એક અઠવાડીયાની સારવાર બાદ ગઈકાલે લીધા છેલ્લા શ્ર્વાસ: મૃત્યુ પછી રિપોર્ટે પોઝીટીવ આવ્યો

  •  જામનગરમાં પાંચ વર્ષ પછી ફરી કોંગો રોગના વાયરસ દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે. 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ જાન્યુઆરી ૨૫ જામનગર શહેરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય એક આઘેડનું કોંગો ફિવરને કારણે મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડદામ વ્યાપી ગઈ હતી. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષિય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં. જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યુ હતું. જે કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું, અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.જામનગરમાં ક્રિમીઅન-કોંગો હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯ માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગો થયો હતો હવે ફરી પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ પ્રહરી ગયો છે.કોંગો લાયરસના લક્ષણો : આ વાયસતી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા.  સંક્રમણના ૨ થી ૪ દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ મો, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.

જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે પિતા પુત્રના હાથે રીક્ષા ચાલકની હત્યા

0

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈ રાત્રે પૈસાની લેતી દેતી ના મામલે રીક્ષા ચાલક યુવાનની હત્યા ની ઘટનાથી ભારે ચકચાર

  • ૧૦,૦૦૦ રૂપિયાની લેતી દેતી ના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૫ જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં રહેતા રીક્ષા ચાલક યુવાન પર ૧૦,૦૦૦ રૂપિયાની લેતી દેતી ના મામલે તેજ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર એ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોધી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્ર ની શોધખોળ હાથ ધરી છે.આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ પટેલ નગર શેરી નંબર -૩ માં રહેતા અને રીક્ષા ચલાવતા સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઇમ નામના ૨૭ વર્ષના સંધિ યુવાન પર ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં છરી વડે હુમલો કરાયો હતો.હર્ષદ મીલ ની ચાલીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિરંજન સિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એ ગળાના ભાગે તેમજ છાતી ના ભાગે છરીના બે ઘા જીકી દઇ બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાય તે દરમિયાન માર્ગમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી જે. એન. ઝાલા, પીઆઇ નિકુંજ ચાવડા તેમજ અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો. આ હત્યાના બનાવવા અંગે મૃતક રીક્ષા ચાલક સબીર ની પત્ની અક્ષાબેન શબીરભાઈ સંધિએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ સબીરભાઈ ની હત્યા નીપજાવવા અંગે નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧), ૫૪, જી પી એફ કલમ ૧૩૫ મુજબ છે અને બંને ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધ ખોળ હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક સબીરભાઈએ આજથી થોડા દિવસ પહેલા જયરાજસિંહ દરબાર નામના અન્ય એક રીક્ષા ચાલકને ૧૦,૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપેલા હતા, જે રકમ પરત આપવા માટે ગઈકાલે મૃતક યુવાનને બોલાવ્યો હતો.જે દરમિયાન રસ્તામાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં આરોપી પિતા પુત્ર ભેગા થઈ ગયા હતા, અને અને મૃતક યુવાન તથા જયરાજસિંહ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે બંનેએ તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.

જામનગરનો ઐતિહાસિક ચુકાદો : લૂંટ, ધાડના ૧૯ કેસમાં સંડોવાયેલ ‘રોબરી ગેંગ’ નો નિદોષ છુટકારો

0

જામનગર હાઈવે ઉપર લુંટ અને ધાડના ૧૯ કેશોમાં સંડોવાયેલા આરોપીઓને નિદોર્ષ છુટકારો ફરમાવતી જામનગર કોર્ટને ઐતીહાસીક ચુકાદો

  • છરી, હોકી, ગુપ્તી, મરચાની ભુકી, સાયકલનો ચેઈન, ત્થા ધોકા સાથે રાખી હાઈવે ઉપર લુંટ ચલાવનાર રોબરી ગેંગને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

  • અદાવતમાં ચાલેલા કાનૂની જેગમાં ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે તમામને નિંદોષ છોડી મૂકવા આદેશ કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ તા. ૨૮ જાન્યુઆરી ૨૫ જીલ્લા ભરમા અતિ ચકચારી બનેલા  આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી મળેલ કે, કોઈ ધાડ પાડું ગેંગ મોટર સાયકલમાં છરી હોકી ગુપ્તી મરચાની ભુંકી સાયકલના ચેઈન અને ધોકા સાથે રાખી અને ખીજડીયા બાપપાસ વાળા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર ટુંકડીઓ ધાડ પાડવાની ફીરાકમાં છે, તેવી માહીતી મળતા પંચકોશી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોમ્બીંગ નાઈટમાં હતાત્યારે ખીજડીયા બાયપાસ પાસે બાતમી મુજબ બે  મોટર સાયકલ માં પાંચ શખ્સો નિકળતા હોય, આરોપીઓને રોકી કોર્ડન કરી અને તેમની તપાસણી કરતા આરોપી હંમત ગમારાના હાથમાં ધારદાર છરી મળી આવેલ ત્થા મનસુખ ભગવાનજીના કબજામાંથી ગુપ્તી મળી આવી હતી તથા પ્રકાશ વશરામભાઈ પાસેથી મરચાની ભુકીની કોથળી મળી આવેલ, નીપેશ ધીરૂભાઈની તપાસ કરતા તેમના પાસેથી સાયકલનો ચેઈન મળી આવેલ ત્થા ભરત અમૃતલાલ પાસેથી બેઈઝબોલનો ધોકો મળી આવેલ તપાસ દરમ્યાન એવી હકિકતો બહાર આવેલ કે, આ આરોપીઓ બહારના રાજયના વાહનો રોકી અને તેમના પાસેથી લુંટ અને ધાડ કરી અને પૈસા પડાવી લે છે અને તેઓની માહીતીની આધારે તપાસ કરતા આ ટુંકડી દ્વારા જામનગર જીલ્લામાં લાખો રૂપિયાની આ રીતે લુંટ ચલાવેલ હોય અને અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તે અંગેના ગુન્હાઓ નોંધાયેલ હોવાની હકિકતો સામે આવેલ અને આરોપી સામે પંચકોશી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લુંટ ધાડની કોશીશનો ગુન્હો નોંધવામાં આવ્યો હતોઅને કેશ ચાલી ગયેલ તેમાં તમામ પંચો અને કેશમાં જામનગર પંચકોશી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જુબાની લેવામાં આવેલ પંચ સિવાયના તમામ સરકારી સાહેદોએ ફરીયાદ મુજબની જુબાની આપેલ હોય અને રેઈડની હકિક્તોને સમર્થન આપેલ, જે કેશ ચાલી ગયા બાદ સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આ આરોપી ગેંગ સામેનો કેશ પુરવાર કરવામાં સરકાર સફળ રહી છે અને આરોપી પાસેથી આ તમામ હથીયારો જે જીવલેણ ઈજાઓ પહોંચાડી શકાય અને તેના ઉપયોગ કરી અને રાહદારીઓ અને ખાસ કરીને જે આઉટ સ્ટેટના વાહનો હોય તેમને રોકી મરચાની ભુંકી ઉડાડી અને બંદક બનાવી અને લુંટ ચલાવે છે અને જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના અનડીટેકટેડ ૧૯ જેટલા ધાડ અને લુંટના ગુન્હાઓ નોંધાયેલ છે, જેથી આરોપી સામે કેશ પુરવાર થઈ ગયેલ હોય, જેથી તેમને પુરેપુરી સજા ફરમાવવી જોઈએ જેથી કરી અને આ રીતે હાઈવે ઉપર આંતક ફેલાવવા વાળાઓ આવા શખ્સો સામે દાખલો બેસે તેવી દલીલો થઈ હતીજેથી બચાવ પક્ષના વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ એ ધારાદાર દલીલો કરી કોર્ટને અવગત કર્યા હતા કે આરોપીઓ પાસેથી આ હથીયારો મળેલ હોય તે હકિક્તને સમર્થન આપેલ નથી અને બાકીના તમામ પોલીસ કર્મચારીઓ હોય, અને ફરીયાદી તેમના સ્ટાફના જ વ્યક્તિઓ છે, જેથી કરી અને તેઓ તમામની જુબાનીઓ સરખી છે અને જયારે શંકા રહીત સાબિત ફરીયાદ કરવામાં આવેલ ન હોય , જેથી સજા કરી શકાય તેવું કોઈ જ મટીરીયલ નામ અદાલતમાં આવેલ નથી

જેથી આરોપીઓને સંડોવી દઈ અને ખોટો કેસ કરેલ છે, તે હકિક્ત છે, તે ધ્યાને લઈ અને આરોપી મનસુખ ભગવાનજી, પ્રકાશ વશરામ, નીપેશ ધીરૂભાઈને આ ગુન્હાના કામે નિદોષ ઠરાવી અને છોડી મુકેલ, આ કેસમાં આરોપીઓ તરકે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ , રજનીકાંત આર.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં જુદા-જુદા ત્રણ વાહન અકસ્માત : એક બાળકી સહિત બે ને ઇજા

0

જામનગર શહેર -હાપા અને કાલાવડમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં એક બાળકી અને યુવાન સહિત બે ના મૃત્યુ: જ્યારે એક બાળકી સહિત બેને ઈજા

  • જામનગર નજીક હાપા વિસ્તારમાં માસુમ બાળકી પર લોડર મશીન નું તોતિંગ વ્હીલ ફરી વળતાં ચગદાઈ જવાથી કમ કમાટી ભર્યું મૃત્યુ

  • કાલાવડ નજીક વાવડી ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલક ખેડૂત યુવાનનો ભોગ લેવાયો

  • જામનગરમાં લાખોટા તળાવની પાળે થાર જીપની ઠોકરે એક બાળકી તથા એક યુવાનને ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડાયા

દેશ દેવી ન્યઝ જામનગર તા ૨૭ જાન્યુઆરી ૨૫, જામનગર શહેર અને કાલાવડમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક બાળકી સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક હાપા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા મનીષભાઈ તોલિયા ભાઈ ભાભોર નામના મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક યુવાનની દોઢ વર્ષની પુત્રી કારીબેન ઝુપડાની બહાર રમતી હતી, જે દરમિયાન જી. જે. ૧૦ એ. એમ. ૨૪૦૦ નંબરના લોડર મશીન ના ચાલકે બાળકીને હડફેટેમાં લઈ કચડી નાખતાં તેણીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. લોડર મશીન ના તોતિંગ વ્હીલ ની નીચે બાળકીનું માથું ચગદાઈ જતાં ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકી ના પિતા મનીષભાઈ ભાભોરે લોડર મશીનના ચાલક રાજુ નીનામા સામે ફરિયાદ નોંધાવતાં સિટી એ. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત નો બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બન્યો હતો. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ છગનભાઈ મેનપરા નામના ૪૨ વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે વાડીએથી પોતા ના જી.જે. ૧૦ બી.એચ. ૧૫૫૭ નંબરના બાઈકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ના ચાલકે તેઓને હડફેટમાં લઈ ઠોકરે ચડાવતાં માથા ના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવ અંગે વિજયભાઈ ના નાના ભાઈ તુલસીભાઈ છગનભાઈ મેનપરાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત નો ત્રીજો બનાવ જામનગરમાં લાખોટા તળાવની પાળે બન્યો હતો. જામનગરના શંકર ટેકરી નહેરુનગરમાં રહેતા અને કડિયા કામ કરતા તુલસીભાઈ મોહનભાઈ ગોહિલ પોતાના બાઈકમાં પત્ની પ્રેમીલાબેન તેમજ ભત્રીજી નિરાલી ઉ.વ. ૮)ને બેસાડીને નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા.જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે -૩ પી.એ. ૫૪૪૪ નંબરની થાર જીપના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તુલસીભાઈ તેમજ તેઓની ભત્રીજી નિરાલીબેન ને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે જીપ ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.