જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં લીલા નારીયેળ ની આડ માં ઇગ્લીંશ દારૂનું વેચાણ કરતા બે વેપારી પકડાયા : અન્ય ૩ ના નામ ખુલ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ જાન્યુઆરી ૨૫, જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર આવેલી નારિયેળ પાણીના વેચાણની દુકાનમાં બે દુકાનદારો ગેરકાયદે રીતે ઈંગ્લીશ દારૂ નું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૮૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો પકડી પાડ્યો છે, અને બે દુકાનદારોની અટકાયત કરી છે. જ્યારે તેઓને દારૂ સપ્લાય કરનાર અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં એક ફાસ્ટફૂડની બાજુમાં નાળિયેર પાણી નું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં લીલા નાળિયેરની આડશમાં ગેરકાયદે રીતે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન દુકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની ૮૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ૪૪,૫૦૦ ની કિંમતની ૮૯ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી સાથે બે આરોપીઓ રીતીકભાઇ વિજયભાઇ ભારાવાળા (રહે. ઇન્દીરા સોસાયટી શેરી નં -૫) તેમજ ધનરાજભાઈ પ્રવિણભાઇ બારૈયા (રહે. રંગમતી પાર્ક શેરી નં.૫) ને ઝડપી લીધા છે, જ્યારે તેઓને દારૂ નો જથ્થો સપ્લાય કરનાર કિસાન ચોક વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ, ઉપરાંત હિતેશ બાંભણિયા અને ઉમેશ ઉર્ફે બાબુ નાખવાને ફરારી જાહેર કરાયા છે.

આથી નિરાલી બેનના કુટુંબી દ્વારા શેઠ વડાળા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને સામતભાઈ ભીમાભાઇએ ગમ નોંધ કરાવતાં પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જાન્યુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં મોટા પાયે દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરી રહ્યું છે, અને અનેક નાના મોટા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કેટલાક ગુન્હેગારો પર વધારે સિકંજો કસવામાં આવી રહ્યો છે.
દરમિયાન જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી-નાગમતી નદી વહેણ પણ દબાણ કરનારા તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને છડે ચોક મકાનો તેમજ ધંધા ના સ્થળો ઉભા કરી દેવાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થાય છે. જે તમામ દબાણો ઉપર તંત્રનો હથોડો ઝીંકાયો છે.
જામનગરની રંગમતી-નાગમતી નદીના વહેંણ ના પટ કે જ્યાં મોટા પાયે દબાણ થઈ ગયા હોવાથી ગઈકાલે સાંજે મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પોલીસ કાફલો તેમજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને કેટલાક આસામીઓને આખરી નોટિસ પાઠવી દેવામાં આવી હતી, જેમાં ૬ રહેણાંક મકાનો અને છ કોમર્શિયલ બાંધકામાનો સમાવેશ થાય છે.
