Monday, October 12, 2026
Home Blog Page 101

જામનગરમાં તબીબી વિદ્યાર્થીનીઓના ટેબલેટ અને મોબાઈલ ફોન ચોરાયા

0

જામનગરમાં ડીકેવી રોડ પર સોડા શોપમાં સોડા પીવા ગયેલી બે તબીબી વિદ્યાર્થીનીઓના ટેબલેટ અને મોબાઈલ ફોન ચોરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જાન્યુઆારી ૨૫, જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને આયુર્વેદિક તબીબી અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની સોડા પીવા ગઈ હતી, જે દરમિયાન તેઓના થેલા માં રાખેલા મોબાઈલ ફોન અને ટેબલેટ ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને મૂળ જૂનાગઢ જિલ્લાની વતની તબીબી વિદ્યાર્થીની ફોરમબેન અમૃતલાલ કનેરિયા પોતાની સાથે જ અભ્યાસ કરતી પ્રગતિ બેન દિનેશભાઈ મોરી સાથે ડી.કે.વી. રોડ પર એક સોડા શોપમાં સોડા પીવા માટે ગઈ હતી, અને બહાર બેગમાં પોતાના મોબાઈલ ફોન અને ટેબલેટ રાખેલા હતા.જે દરમિયાન કોઈ તસકરો રૂપિયા ૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન તેમજ ટેબલેટ વગેરેની ચોરી કરી લઈ ગયા હતા. જે મામલે વિદ્યાર્થીની દ્વારા જામનગરના સીસી બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર નજીક ઠેબા ગામની ૨૧ વર્ષની યુવતિ એકાએક લાપતા

0

જામનગર તાલુકાના ઠેબા ગામની ૨૧ વર્ષીય યુવતિ નાસ્તો લેવા માટે ઘેરથી નીકળ્યા બાદ લાપત્તા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી ૨૫, જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતી પારસબેન ગિરધરભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની અપરણિત યુવતિ કે જે ગત ૧૫ મી તારીખે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નાસ્તો લેવાનું કહીને નીકળી હતી, ત્યારબાદ લાપત્તા બની ગઈ હતી, અને આજ દિન સુધી પરત ફરી ન હતી. આથી પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓ તમામની પૂછપરછ કરતાં તેણીનો કોઈ પતો સાંપડ્યો ન હતો.આખરે ગુમ થનારના પિતા ગિરધરભાઈ બોઘાભાઈ મકવાણાએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની પુત્રી એકાએક ગુમ થઈ ગઈ હોવાની જાણ કરતાં પોલીસે ગુમ નોંધ કરીને તેણીની શોધખોળ હાથ ધરી છે. પંચકોશી એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર નજીક અકરમાતમાં આશાસ્પદ યુવાનનું હેમરેજથી કરુણ મોત

0

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈક ના ચાલક યુવાનનું હેમરેજ થઈ જતાં કરુણ મૃત્યુ

  • આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને બે વર્ષની બાળકી અને ત્રણ માસના પુત્ર એ પિતાનું છત્ર ગુમાવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫, જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી તેનું મૃત્યુ નિપજયું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નિલકમલ સોસાયટી પાછળ રહેતો અને એક બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતો વિનોદ કાળુભાઈ પરમાર નામનો ૩૨ વર્ષનો યુવાન કે જે ગઈકાલે બપોરે પોતાના ઘેરથી જમીને પરત કારખાને જઈ રહ્યો હતો, તે દરમિયાન ખંભાળીયા બાયપાસ રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે ૧૦ સી.પી. ૧૪૫૬ નંબર ના બાઈક ના ચાલકે ઠોકર મારી દેતાં બંને બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અનેગોજારો અકસ્માત થયો હતો.જે અકસ્માતમાં વિનોદ કાળુભાઈ પરમારને માથાના ભાગે ત્રણ જેટલા હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિનોદ ના પિતા કાળુભાઈ લખમણભાઇ પરમારે પોલીસને જાણ કરતાં પોલિસ હેડ કોન્સ્ટેબલ ડી.જી. ઝાલા એ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતર સર્જનાર બાઈક ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવને લઈને ત્રણ માસના પુત્ર અને ૨ વર્ષની બાળકીએ પોતાના પિતાનું છત્ર ગુમાવ્યું છે.

જામનગરના ખોડીયાર કોલોનીમાં એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું

0

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું

  • ક્રિકેટ ની મોબાઈલ ફોન ની આઇડી પર હારજીતનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા : મુખ્ય બુકી નું નામ ખુલ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫, જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી હારજીત નો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કર્યો છે.જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાઇનાન્સ નામની ઓફિસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે.જે બાતમી ના આધારે ગઈકાલે સાંજે દારોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન ત્રણ શખ્સો જુદા જુદા મોબાઈલ ફોન ની ક્રિકેટ ની આઇ.ડી. પર બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હારજીત કરી રહેલા મળી આવ્યા હતા. તેથી પોલીસે ફાઈનાન્સ ઓફિસ ના સંચાલક ચિરાગ સુરેશભાઈ આહીર, ઉપરાંત રવિ નવીનભાઈ ગોરી અને સિકંદર ઈસ્માઈલભાઈ દલવાણી ની અટકાયત કરી લીધી છે.જેઓ પાસેથી જુદા જુદા ચાર નંગ કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૩,૭૦,૦૦૦ ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ રાણા નામના મુખ્ય બુકી સાથે ક્રિકેટની આઈડી પર સોદાની કપાત કરતા હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે અને શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરમાં પ્રથમ વખત ભારતની લોકપ્રિય કરહા પૂજા કરવામાં આવી

0

જામનગરમાં વુલન મિલની ચાલી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પહેલીવાર કરવામાં આવી કરહા પૂજા

  • ધારાસભ્ય રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જાન્યુઆરી ૨૫ જામનગર શહેરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, અને પરંપરાગત રીતે મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત કરહા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ઉકળતા દૂધથી સ્નાન કરી અગ્નિકુડમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ઉત્તર ભારતિય હિન્દી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન યોગેશ યાદવ, એડવોકેટ સુરજ યાદવ, અને ઇન્દ્રજીત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કરહા પૂજા મુરૂભાઈ જેશાભાઈ કારાવદરાની વાડી, શંકર ભગવાનના મંદિરની પાસે આવેલા દિજામ વુલન મીલ પાછળ યોજવામાં આવી હતી. આ પૂજા ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને જામનગરમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન કરનાર યોગેશ યાદવ એડવોકેટે જણાવ્યું હતું કે, આ પૂજા દ્વારા સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

જામનગરમાં 8 વર્ષની ભાણેજની હત્યા કરનાર “નરાધમ મામો” પકડાયો

0

જામનગર તાલુકાના સિક્કા ગામ મા કુટુંબી ભાણેજ ની હત્યા કરનાર કુટુંબી મામા ને એસ પી સમક્ષ રજૂ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫ , જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવી હતી જેના આરોપી ને પોલીસે ઝડપી લીધો છે. અને જિલ્લા પોલીસ વડા સમક્ષ હજાર કરાયો હતો.મૂળ મીઠાપુરની વતની અને હાલ સિક્કા ગામ મા રહેતી પરણીતા ની આઠ વર્ષ ની બાળકી ને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. અને અવારનવાર મારકુટ કરતો હતો.  બે દિવસ પહેલા સિક્કા ગામ મા માતા ખરીદી માટે ગઇ હતી, દરમિયાન તેની આઠ વર્ષની પુત્રી ને નરાધમ મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડી ને તેની હત્યા કરી હતી.આ બનાવ આગે મૃતક બાળકી ની માતા એ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો. અને જિલ્લા પોલીસ વડા સમક્ષ હાજર કરાયો હતો

જામનગરમાં જુનવાણી મકાનની છત ધરાસાઈ થઈ જતાં ૭૦ વર્ષના બુજુર્ગનો ભોગ લેવાયો

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર એક જુનવાણી મકાનની છત ધરાસાઈ થઈ જતાં ૭૦ વર્ષના બુજુર્ગનો કાટમાળ હેઠળ દબાઈ જતા ભોગ લેવાયો

  • મકાનમાં બાજુના રૂમમાં રહેલા મૃતકના બે પુત્રો- પુત્રવધુ અને ત્રણ વર્ષના બાળક સહિત ચાર વ્યક્તિનો ચમત્કારિક બચાવ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, જાન્યુઆરી ૨૫ જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન અવસ્થામાં રહેલા ૭૦ વર્ષના બુઝુર્ગ પર કાટમાળ પડ્યો હતો, અને તેઓનું દબાઈ જતા મૃત્યુ નીપજ્યું છે. જેથી ભારે દોડધામ થઈ હતી. જોકે બાજુના રૂમમાં હાજર રહેલા મૃતકના બે પુત્રો, પુત્રવધુ અને ત્રણ વર્ષના બાળક સહિતના ચાર વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો છે. આસપાસના લોકોએ એકત્ર થઈને કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને બહાર કાઢ્યા હતા.આ દુર્ઘટના અંગેની વિગતો એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આવેલા એક જુનવાણી મકાનની છતનો હિસ્સો આજે સવારે સવા આઠેક વાગ્યા ના સમયે એકાએક ધરાશાઇ થઈ ગયો હતો. બે માળનું મકાન કે જેમાં ઉપર અન્ય ભાડુઆત રહેતા હતા, જ્યારે નીચે મકાન માલિક અને જામનગરમાં બિલ્ડીંગ મકાનનો લે વેચ નું કામ સંભાળતા બિલ્ડર હુસેનભાઈ હાસમ ભાઈ ખફી ઉ.વ. ૭૦) રહેતા હતા.તેઓ આજે સવારે સવાઆઠ વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં પલંગ પર સૂતા હતા, જે દરમિયાન એકાએક છતનો કાટમાળ તેઓના માથે પડ્યો હતો, અને દબાઈ જવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.જે રૂમમાં કાટમાળ પડ્યો હતો તે રૂમની બાજુના જ રૂમમાં મૃતક હુસેનભાઇના પુત્ર જીગર હુસેનભાઇ ખફી, ગુશાનહસન હુશેનભાઈ ખફી, જીગરભાઈ ના પત્ની રુકસાના બેન અને તેઓનો ત્રણ વર્ષનો પુત્ર અલી અસગર ખફી કે જેઓ બાજુના રૂમમાં હોવાના કારણે તમામ નો ચમત્કારિક બચાવ થયો હતો.આ બનાવને લઈને આસપાસના રહેવાસીઓમાં ભારે દોડધામ થઈ હતી. જેમાં પરિવારના બાકીના સભ્યો તેમ જ આડોશી પાડોશી દ્વારા કાટમાળ હેઠળ દબાયેલા હુસેન ભાઈ ખફી કે જેઓને બહાર કાઢ્યા હતા. જે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડીઓ ઉપરાંત ૧૦૮ ની ટુકડી પણ બનાવના સ્થળે આવી પહોંચી હતી, અને પોતાની સાથે લઈ ગયા હતા પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલાં તેમનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ભારે માતમ છવાયો છે.પોલીસ તંત્રને પણ જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવની વધુ તપાસ ચલાવે છે. ફાયર વિભાગ દ્વારા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાટમાળ વગેરે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા ૧૪ વર્ષના તરુણનો વીજ આંચકો લાગતાં મૃત્યુ

0

જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા ૧૪ વર્ષના તરુણ નો વીજ આંચકો લાગતાં મૃત્યુ થવાથી ભારે અરેરાટી

  • એક ખેડૂતે વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી કાંટાળી તારને અડી જતાં બાળકનો ભોગ લેવાયો

  • બાળકના પિતાની ફરિયાદ ના આધારે વાડીની ફરતે વીજ શોક ગોઠવનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫, જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા ૧૪ વર્ષના એક તરુણનું વિજ આંચકો લાગતાં મૃત્યુ નીપજયું છે. એક વાડીના શેઢે પતંગ લેવા જતાં તેમાં ગોઠવેલા ચાલુ વિજ પ્રવાહ સાથેના વિજતારમાંથી એકાએક તરુણને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઇ કાનાભાઈ રબારી નો ૧૪ વર્ષનો પુત્ર વિજય કે જે ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે એક કપાયેલો પતંગ લેવા માટે દોડયો હતો, અને ચંદુભાઈ ઠાકરશીભાઈ બકોરી નામના ખેડૂતની વાડીના શેઢે કાંટાળી તાર માં પતંગ ફસાયો હોવાથી કાઢવા જતાં કાંટાળી તારમાં વિજ પ્રવાહ ચાલુ કરી દેવાયો હોવાથી તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃત બાળક ના પિતા રામભાઈ રબારીએ જામજોધપુર પોલીસ મથકમાં ખેડૂત ચંદુભાઈ બકોરી સામે વાડીને ફરતે કાંટાળી તારમાં વિજ પ્રવાહ ગોઠવી દઇ પોતાના પુત્રનું મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ખેડુત ચંદુભાઈ બકોરી સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૦૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં એક તરુણી અને યુવાનની આત્મહત્યાના કિસ્સા

0

વધતા જતા આત્મહત્યાના બનાવ ચીંતાનો વિષય : જામનગર નજીક દરેડ અને લાલપુર ના પડાણામાં એક તરુણી અને એક યુવાનના ગળા ફાંસા દ્વારા આત્મહત્યા ના કિસ્સા

  • દરેડમાં રહેતી પર પ્રાંતિય તરુણીનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

  • લાલપુરના પડાણામાં રહેતા શ્રમિક યુવાને આગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા જીવ દીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫, જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની ૧૫ વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશી એ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના ૩૭ વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી એ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા ના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર વકીલ મંડળની ઓફિસમાં બે વકીલ વચ્ચે તકરારથી ભારે ચકચાર

0

જામનગરના વકીલ મંડળની ઓફિસ ના રૂમમાં જ બે વકીલો વચ્ચે તકરાર થતાં ભારે ચકચાર

  • મોબાઈલ ફોન તોડી નાખવાનો શક વહેમ રાખી ૭૬ વર્ષના બુઝુર્ગ વકીલ પર અન્ય વકીલે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪, જાન્યુઆરી ૨૫ જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન તોડી નાખવા નો શક વહેમ રાખીને તકરાર થઈ હતી, અને ૭૬ વર્ષના એક બુઝુર્ગ એડવોકેટ ઉપર અન્ય વકીલે હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જામનો ડેલો વિસ્તાર માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા નરૂદ્દીન ફિદાઅલી કાદીયાણી નામના ૭૬ વર્ષ ના એડવોકેટ ગત સોમવારે સાંજે ૬.૦૦ વાગ્યાના અરસામાં વકીલ મંડળની ઓફિસમાં બેઠા હતા. જે દરમિયાન આસિફભાઇ જીકરભાઈ શેરજી નામના અન્ય એક એડવોકેટ તેઓની પાસે આવ્યા હતા, અને તમે મારો મોબાઇલ ફોન શા માટે તોડી નાખ્યો છે, તેમ કહી તકરાર કરી હતી.જેમાં ફરિયાદી નુરુદ્દીનભાઈએ કહ્યું હતું કે મેં તમારો મોબાઈલ ફોન તોડ્યો નથી. જેથી તેઓ ઉસકેરાયા રહ્યા હતા, અને તેઓએ નૂદ્દીનભાઈ નામના બુઝુર્ગ વકીલ ઉપર હુમલો કરી દીધો હતો, અને તેઓને ગાળો ભાંડી જપાજપી કરી છાતીના ભાગે ઢીકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ વેળાએ અન્ય વકિલોએ બંનેને છોડાવ્યા હતા. પરંતુ સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વકીલ નુરુદ્દીનભાઈ ની ફરિયાદના આધારે તેઓ પર હુમલો કરવા અંગે આસિફ જીકરભાઈ શેરજી નામના એડવોકેટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવે જામનગર બાર એસોસિએશનમાં ભારે ચકચાર જગાવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.