Monday, October 12, 2026
Home Blog Page 102

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ મનાવ્યું

0

જામનગરના ઉત્સવ પ્રેમી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ એ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ મનાવ્યું

  • જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમને સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ૪,૫૦૦ જેટલા પતંગોનું વિતરણ કરાયું

  • સાયબર ક્રાઈમની જાગૃતિ લાવવાના ભાગરૂપે સાઇબર ફ્રોડ થી બચવા ના સંદેશા લખેલા પતંગો અલગ અલગ વિસ્તારમાં જઈ ઉડાવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪, જાન્યુઆરી ૨પ જામનગરના ઉત્સવ પ્રેમી એવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ કે જેઓ ભારતીય સંસ્કૃતિ મુજબના પ્રત્યેક તહેવારોની ઉમંગભેર ઉજવણી કરે છે, અને તે પણ ખાસ કરીને જામનગરના સમગ્ર પોલીસ વિભાગને પોતાનો પરિવાર બનાવીને તેની સાથે જ તમામ તહેવારોની ઉજવણી કરે છે. જેની પ્રતીતિ મકરસંક્રાંતિના પર્વના દિવસે પણ થઈ હતી.જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિ ના પર્વને દિવસે પોલીસ હેડ ક્વાર્ટર માં પહોંચ્યા હતા, જ્યાં જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાય એસ પી આર. બી. દેવધા અને એલસીબી, એસ ઓ જી ના પી.આઈ. અને તેમનો તમામ પોલીસ સ્ટાફ ઉપરાંત જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ તથા તેઓના પરિવાર વગેરેને સાથે રાખીને પતંગ ઉડાવી મકરસંક્રાંતિ ના ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી. અને પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો વગેરે ઉત્સાહભેર જોડાયા હતા, અને પોલીસ હેડ ક્વાર્ટરનું આકાશ પતંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું.પતંગ મહોત્સવ ની સાથે સાથે જામનગરની જનતાને સાઇબર ફ્રોડ થી બચવા સાયબર ક્રાઈમ ની ટિમ દ્વારા તૈયાર કરાયેલા સાઇબર અંગેના જુદા જુદા સંદેશાઓ પતંગ ના માધ્યમથી પણ પોલીસ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હતી, અને આજે મકરસંક્રાંતિના પર્વના દિવસે સમગ્ર શહેરભરમાં તે અંગેની વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી.જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં જુદી જુદી પોલિસી વીભાગની ટીમ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં જઈને ૪,૫૦૦ થી વધુ સાયબર ક્રાઇમ અંગે ના સંદેશા લખેલા પતંગોનું નગરજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. એટલું જ માત્ર નહીં આવા સંદેશા વાળા પતંગો અલગ અલગ વિસ્તારમાં ઉડાવીને પણ લોકોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પણ સારી સફળતા મળી હતી. અને પોલીસની આ પહેલને લઈને નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

જામનગરના સિક્કામાં 8 વર્ષની બાળકીની હત્યા : શર્મસાર કિસ્સો

0

જામનગર તાલુકાના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો

  • કુટુંબી ભાણેજ આઠ વર્ષની બાળકી સાથે કુટુંબી મામાએ શારીરિક અડપલાં કર્યા બાદ માથું પછાડી હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • બાળકીની માતાની ફરિયાદ ના આધારે કુટુંબી મામા સામે હત્યા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયતમાં લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે. અને મામા સામે ફિટકાર ની લાગણી વરસી રહી છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા ૨ માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેક ના દીકરા અને માસી રૂપાબેન ના દીકરા નીતિનભાઈ માણેક ને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી.દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી નીતિન તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતા ને ફરિયાદ કરતાં બાળકીની માતાએ મામાને ઠપકો આપ્યો હતો, પરંતુ તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.દરમિયાન ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, દરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી.માતાએ ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા તેની અન્ય બે પુત્રીઓ ત્રણેયએ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જયાં ૮ વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા એવા નિતીન માણેક સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.

જામનગરના ધ્રોલ પંથકમાં ”બકરા” ચોર ને દબોચી લેવાયો : 3 ની સંડોવણી ખૂલી

0

ધ્રોલ પંથકમાં થયેલી ઘેટા-બકરાની ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝડપાયો : અન્ય ત્રણ ની સંડોવણી ખુલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩, જાન્યુઆરી ૨૫  જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક અઠવાડિયા પહેલાં થયેલી ૧૪ નંગ ઘેટા બકરા ની ચોરી નાં કેસ માં પોલીસે ખંભાત પંથક માંથી એક આરોપી ને ઝડપી પાડ્યો છે. જ્યારે તેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા છે.ગત તા. ૫/૧/૨૦૨૫ ના રાત્રી નાં ધ્રોલ ના અલગ-અલગ વિસ્તારમાથી નાના મોટા ઘેટા-બકરા પશુ જીવ કુલ-૧૪ કિ.રૂ.૧,૧૮,૦૦૦ નો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા ની ફરીયાદ નોંધાવાઈ હતી. જેનાં સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સ થી ધ્રોલ પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી, કે ઉપરોકત ગુન્હાના આરોપીઓ રાલેજ ગામ તા.ખંભાત જી.આણંદ માં સંતાયા છે.જે બાતમીના આધારે પોલીસ ટુકડી રાલેજ ગામે પહોંચી હતી અને સજીત જયંતીભાઈ સલાટ ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના ત્રણ મિત્રો સાથે ઘેટા બકરાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપી ની અટક્યત કરી હતી. અને ગુન્હામા ઉપયોગમા લીધેલી અર્ટીગા મોટર પણ કબ્જે લીધી હતી. આ આરોપી સામે ખંભાત મા અન્ય ચાર ગુના પણ નોંધાયા છે.જ્યારે ઘેટા બકરા ની ચોરી મા તેની સાથે રહેલા સંદિપ છગનભાઇ સલાટ (રહે રાલેજ ગામ તા.ખંભાત જી.આણંદ) , વિજયભાઇ મંગળભાઇ સલાટ (રહે ઉદેલ ગામ તા.ખંભાત જી.આણંદ) , પિન્ટો દેવીપુજક (રહે.રહે.નડીયાદ) ને પોલીસ શોધી રહી છે.

જામનગરના પીરોટન ટાપુ પર ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની લાલ આંખ

0

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

  • અંદાજે ૪,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ

  • સમુદ્રી જીવસૃષ્ટિ : પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.

  • લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા

  • એન.ડી.પી.એસ. સંબંધી પ્રવૃત્તિઓ : આ સ્થળ એન.ડી.પી.એસ. સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫, દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે ૪,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

આ કડક કાર્યવાહી પાછળના કારણો: રાષ્ટ્રીય સુરક્ષા પીરોટન ટાપુ પાસે ૫ એસ.પી.એમ. આવેલા છે. જેનાથી દેશનો ૬૦ ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.મહત્વના ઉદ્યોગો માટે ખતરો : જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

જામનગરના પ્રભાતનગર વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો

0

જામનગરના પ્રભાતનગર વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો: ગંભીર હાલતમાં સારવાર હેઠળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫, જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો બાર વર્ષનો એક કિશોર ગઈકાલે રવિવારે રજા ના દિવસે સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર ચડીને પતંગ ઉડાવી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે ધાબા ઉપરથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો.જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેને પીઠના ભાગે મણકાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેની સધન સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને કિશોરના પરિવારમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી કેનાલના કચરામાં આગથી દોડધામ

0

જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી કેનાલમાં કચરાના ઢગલામાં આગ થી દોડધામ: ફાયરે આગ બુઝાવી

  • કેનાલ નજીક કેટલીક દુકાનો આવેલી હોવાથી આગના કારણે એસી વગેરેમાં નુકસાની થવાના ભયને લીધે વેપારીઓ દોડ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૪, જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી પાણી અને કચરાની કેનાલમાં પડેલા ઢગલામાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી, અને આગના લબકારાઓ અને ધુમાડા ના ગોટેગોટા નજરે પડ્યા હતા.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા નો ટિમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી.જે સ્થળે આગ લાગી હતી, તે કેનાલને અડી ને કેટલીક દુકાનો આવેલી હોવાથી અને દુકાન ની પાછળ એર કન્ડિશન મશીન વગેરે લગાવેલા હોવાથી વેપારીઓમાં નુકસાની અંગે દોડધામ થઈ હતી, પરંતુ સમયસર આગ બુજાવી દેવામાં આવી હોવાથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.

જામનગર : કાલાવડના સરવાણીયા ગામે ૧૬ વર્ષની સગીરા નું અપહરણ

0

કાલાવડ નજીક સરવાણીયા ગામમાંથી ૧૬ વર્ષની સગીરા નું અપહરણ : બાલંભડી નો શખ્સ ઉઠાવી ગયા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતી એક સગીરાનું અપહરણ થઈ ગયું છે, અને બાલંભડી નો એક શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે ઉઠાવી ગયો હોવાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.કાલાવડ તાલુકાના સરવણીયા ગામમાં રહેતી ૧૬ વર્ષથી એક સગીરા પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી.પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી તેણીનું અપહરણ થઈ ગયું હોવાનું અને કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ પાસે નેસડા વિસ્તારમાં રહેતો ધનાભાઈ રાજવીરભાઈ માલાણી નામનો શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવા ના ઈરાદા થી ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતાં મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.સગીરાની માતાએ બાલંભડીના ધનાભાઈ રાજવીરભાઈ માલાણી સામે પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

જામનગરના જાણીતા અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનું હૃદયરોગનો હુમલો આવતાં નિધન

0

જામનગરના જાણીતા અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનું હૃદયરોગનો હુમલો આવતાં નિધન થવાથી ઘેરા શોક ની લાગણી

  • અમદાવાદ ની હોસ્પિટલમાં ગત મોડી રાત્રે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ ખેંચ્યા : પાર્થિવ દેહ જામનગર લવાયા પછી અંતિમ યાત્રામાં અસંખ્ય લોકો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ જાન્યુઆરી ૨૫ : મૂળ પોરબંદરના મહિયારી ગામના વતની અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.હાલ પણ તેઓ વ્યવસાય માટે અમદાવાદ હતાં ત્યાં ગત્ રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી તેમના પરિવાર તેમ જ વિશાળ મિત્રો વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જામનગરના બિલ્ડર લોબી સહિતના અનેક મહાનુભાવોએ તેમજ તેમના બહોળા મિત્ર વર્ગે શોકની લાગણી વ્યક્ત કરી છે.આજે બપોરે અમદાવાદથી જામનગર લાવ્યા પછી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતાં.મેરામણભાઈ પરમાર મિલનસાર અને હસમુખા સ્વભાવના હતાં અને બહોળી મીત્ર વર્તુળ ધરાવતા હતં. આ ઉપરાંત અનેક સેવા કાર્યમાં પણ તેમનું યોગદાન હતું.જામનગરમાં રાજ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડરના નામથી વ્યવસાય અને શરૃસેક્શન માર્ગે એમ.પી. હાઉસમાં ઓફિસ ધરાવતા હતા. ઉપરાંત પદમ બેન્કવેટ હોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલ હતા.તેઓએ દુનિયા છોડી છે અને પત્ની કીર્તિબેન તથા પુત્રો દેવ અને આર્ય તેમજ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓના નિધનથી જામનગર અને પોરબંદરમાં શોક છવાયો છે.

જામનગરમાં યુવાને Video બનાવી આપધાત કર્યો હતો , પાડોશી દંપતિના આગોતરા જામીન અરજી રદ

0

કાલાવડના યુવાન ને બ્લેકમેઈલ કરી મરવા મજબુર કરવાના કેશમાં પતી-પત્ની ની જામીન અરજી રદ કરતી અદાલત

  • હું બે વ્યકિતથી કંટાળી ગયેલ છું, આ બે ના હિસાબે મારે આવું કરવું પડે છે, મને માફ કરો મારી છોકરીનું ધ્યાન રાખજો કહી ને જીવ દીધો હતો

  • યુવાને આત્મહત્યા કરતા પહેલા બે વ્યક્તિના નામે Video બનાવ્યો હતો જે ખુબજ વાયરલ થયો હતો

  • ફરીયાદી પક્ષે રાજેશ ગોસાઈ ની ધારાદાર દલીલો વચ્ચે દંપતિની જામીન અરજી નામંજુર કરવા આદેશ કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જાન્યુઆરી ૨૪ , કાલાવડ માં વસવાટ કરતા નરેશભાઈ નાથાભાઈ મહીડા ધ્વારા કાલાવડ પો.સ્ટેશન માં ફરીયાદ જાહેર કરેલ કે, તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ તેમના ભાઈ મહેશભાઈ મહીડા એ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. ફરીયાદી એ તેમના ભાઈ ના મોબાઈલ ની તપાસ કરતા તેમાંથી એક વિડીયો મળી આવેલ અને તે વિડીયો માં આરોપી ઓ મનસુખભાઈ દુદાભાઈ વાણીયા ત્થા લક્ષ્મીબેન મનસુખભાઈ વાણીયા તેમના પડોશી થતાં હોય અને તેઓ ને વારંવાર દુ:ખ, ત્રાસ આપતા હોય, તેઓ બહુ બ્લેકમેઈલ કરતા હોય હેરાન કરતા હોય જેથી તેઓએ આત્મહત્યા કરેલ છે, તેવી ફરીયાદ આરોપીઓ સામે નોંધાવી હતી.આમ ફરિયાદ દાખલ થતાંની સાથે આરોપીઓ  દ્વારા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી માં આરોપીઓ તરફે દલીલો થયેલ કે, ફરીયાદ ધ્યાને લેવામાં આવે તો મરણજનારના માતા એ કામ ધંધા બાબતે ઠપકો આપેલ હોય અને તે ઠપકાના કારણે લાગી આવતા મરણજનારે પોતાનું જીવન ટુંકાવી નાખેલ છે અને જો આ ફરીયાદ મુજબ આરોપીઓનો ત્રાસ હતો તે મરણ જનારે પોલીસમાં કોઈ ફરીયાદ કરી હોત કે, કોઈ અરજી આપેલ હોત તેવી કોઈ જ અરજી કે ફરીયાદ આ ગુન્હા મા થયેલ નથી.આ ઉપરાંત આ વીડીયો કયાંથી આવ્યો છે, કેટલા સમય પહેલાનો છે અને કઈ રીતે મેળવેલ છે અને તે વિડીયો ગુજરનારના મોબાઈલ ફોનમાંથી જ મેળવેલ છે કે, કેમ ? તે તમામ પુરાવાનો વિષય છે, જેથી આરોપીઓ સામે કોઈ પ્રથમદર્શનીય કેશ નથી તેથી આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ.જેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, વિડીયોના જે શબ્દો છે તે ધ્યાને લેવામાં આવે તો મરણ જનારે પોતાની વેદના બતાવેલ છે , અને આ વીડીયો માં તેમને આરોપીઓ ના ત્રાસના કારણે આત્મહત્યા કરવા ફરજ પડેલ છે .તેવું જાહેર કરી અને પરીવાર જનો પાસે થી માફી માંગેલ છે અને મારી છોકરીનું ધ્યાન રાખજો તેવી પોતાની ચીંતા પણ વ્યકત કરેલ છે, કોઈ વ્યકિત આત્મહત્યા કરતા હોય, ત્યારે તેમના પાસે આ સીવાય અન્ય કોઈ વિકલ્પ જ બચ્યો ન હોય, ત્યાં સુધી આ આરોપીઓએ હેરાન પરેશાન અને બ્લેકમેઈલ કરેલ છે.આ પ્રકારના આરોપીઓને જો આગોતરા જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ પસાર થશે અને આ રીતે હેરાન પરેશા કરી અને માણસોની જીંદગી નર્ક બનાવતા વ્યક્તિઓને પણ કોઈ કાયદાની બિક રહેશે નહી, અને હાલ હજુ ફરીયાદ દાખલ થયેલ છે, તપાસ બાકી છે અને આ તમામ જે બનાવ બનેલ છે તે ગુજરનાર અને આરોપીઓ વચ્ચે થયેલ છે.

જો આરોપીઓની અટક કરવામાં આવશે તો જ તમામ હકિકતો સામે આવે તેમ હોય કે, શું હદે બ્લેકમેઈલ અને હેરાન પરેશાન કરવામાં આવેલ છે, તે તમામ તપાસમાં ખુબજ જરૂરી છે, તે ધ્યાને લઈ અને આ આરોપીઓના આગોતરા જામીન રદ કરવા અરજ કરી છે. આમ, અદાલતે તમામ દલીલો રેકર્ડ અને જે વિડીયો વાયરલ થયેલ છે, તે તમામ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી પતી-પત્નીની આગોતરા જામીન અરજી રદ કરી છે.

આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષભાઈ મુછડીયા રોકાયેલા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નું લોકાર્પણ કરાયું

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નું લોકાર્પણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જાન્યુઆરી ૨૫ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું ” ડીજીટલ ઇન્ડિયા ” સ્વપ્ન સાકાર કરવા તથા “સરકાર આપનાં દ્વારે ” જેવા નાગરીકો ની સેવાનો અભિગમ પરિપૂર્ણ કરવા માટે જામનગર શહેરના કરદાતાઓ ઘરે બેઠા ટેક્સ ભરપાઈ કરી શકે તે માટે ઓકટોબર – ૨૦૧૫ માં મોબાઈલ ટેક્સ વેન ચાલુ કરવામાં આવેલ હતી. જે સુવિધામાં વધુ બે મોબાઈલ ટેક્સ કલેક્શન વેન નો ઉમેરો કરવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈ-ગવર્નન્સ અંતર્ગત ઓનલાઈન પેમેન્ટ, બેંક થ્રુ પેમેન્ટ, ત્રણ સિવિક સેન્ટરો ઉપરાંત મેઈન કેશ કલેક્શન સેન્ટરોમાં વેરો વસુલવામાં આવે છે. જામનગર શહેરની હદ વધતાં દુરનાં વિકસતા વિસ્તારોમાંથી જે સોસાયટીનાં લોકો કેશ કલેક્શન માટે નજીકનાં સિવિક સેન્ટરો એ ટેક્સ ભરપાઈ કરવા ન આવી શકે તેવા વિસ્તારનાં લોકો પોતાના વિસ્તારમાં ટેક્સ ભરપાઈ કરી શકશે.આ વેન ની ઓપરેશન અને મેઈન્ટેનન્સ કોસ્ટ પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ નાં મોડ ઉપર આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે. ટેક્સ અને ચાર્જીસનું નિયમિત ચુકવણું કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા , ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી , ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટે.ચેરમેન નિલેષભાઈ કગથરા , કમિશનર ડી.એન. મોદી ,.શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા ,.શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.“ઓન-કોલ ટેક્સ કલેક્શન” ની સુવિધાનાં ભાગરૂપે કરદાતાઓની બાકી મિલ્કત વેરા/વોટરચાર્જની રકમ ઘર બેઠા ફોન કરવાથી આપનાં ઘરે આવી મિલ્કત વેરા / વોટરચાર્જની રકમ કેશ/ચેકથી સ્વીકારી, તે જ સમયે તેની પહોંચ આપવામાં આવશે. આ સુવિધાઓનો લાભ લેવા માટે તમામ કરદાતાઓ એ ઓફીસ અવર્સ દરમ્યાન કેશીયર વૈભવ મહેતા (મો.નં. ૭૯૯૦૨ ૦૧૦૫૨) પર આપની મિલ્કતનાં નવા એસેસી નંબર આપવાથી બાકી રકમ અંગે વેરીફાઈ કરી આપની બાકી મિલ્કત વેરા/વોટરચાર્જની રકમ આપનાં સ્થળ પર આવી વેરો સ્વીકારવામાં આવશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.