મોરબી થી જામનગર આવી રહેલી એક કારમાં ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક આગ લાગી જતાં ભારે અફડા તફડી સર્જાઈ
-
કારમાં બેઠેલું મોરબી નું દંપતી અને અઢી વર્ષની બાળકી સહી સલામત બહાર નીકળી જતાં ત્રણેયનો બચાવ થયો
-
ધ્રોળ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને બુઝાવી: વાયરીંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી: પોલીસ તંત્ર દોડતું થયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૪, મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફડાતફડી સર્જાઇ હતી, અને કારનો દરવાજો પણ એક તરફથી લોક થઈ ગયો હતો. દરમિયાન કારચાલક અને તેમના પત્ની બહાર નીકળી ગયા હતા અને અંદર પાછળની સીટમાં સુતેલી તેમની અઢી વર્ષની પુત્રીને પણ સહી સલામત બહાર ખેંચી લેતાં ત્રણેયનો બચાવ થયો હતો. જોકે કારમાં આગળ રાખેલી રોકડ રકમ- ઘડિયાળ વગેરે સળગી ગયા હતા. ધ્રોળની ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી, જ્યારે ધ્રોળનું પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
આ બનાવની વિગત એવી છે કે મોરબીમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકે નો વ્યવસાય કરતા રવિ કુમાર ચંદુભાઈ ઓધવીયા પટેલ (૩૨) કે જેઓ પોતાની જી.જે. ૩૬ એ.સી. ૪૫૮૦ નંબરની કારમાં બેસીને મોરબી થી જામનગર તરફ આવી રહ્યા હતા. જે કારમાં તેઓની સાથે પત્ની રવિના બહેનો (ઉંમર વર્ષ ૨૮) તેમજ અઢી વર્ષની પુત્રી ધ્યાની પણ સાથે બેઠેલા હતા.
પોતાની કાર જામનગરના શોરૂમમાંથી ખરીદ કરી હોવાથી ત્યાં સર્વિસમાં મુકવા માટે આવી રહ્યા હતા, તે દરમિયાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ધ્રોળ- લતિપર હાઇવે રોડ પર એકાએક કારના આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સૌપ્રથમ ધુમાડા નીકળવા લાગતાં રવિ કુમાર કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા, પરંતુ તેનો દરવાજો લોક થઈ ગયો હતો.
ત્યારબાદ તેમના પત્ની રવિનાબેન પણ કારમાંથી બહાર નીકળ્યા હતા. દરમિયાન તેઓની પુત્રી ધ્યાની કે જે પાછળની સીટમાં બેઠી હતી, અને આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. પરંતુ રવિ કુમારે સમય સૂચકતા વાપરીને પોતાની પુત્રીને સહી સલામત રીતે બહાર કાઢી લીધી હતી. જે દરમિયાન આગળની સીટના ભાગમાં આગ પ્રસરી ગઈ હતી, અને આગળ રાખેલી આઠ હજાર રૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ તથા અન્ય સામગ્રી કપડાં વગેરે સળગી ઊઠ્યા હતા.
આ બનાવને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, આ મામલે પોલીસ તંત્રને જાણ થવાથી ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા તેમજ રાઇટર અનિલભાઈ સોઢીયા કે જેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવાથી ધ્રોળની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. પોલીસ તંત્ર દ્વારા પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તેઓએ રવિ ભાઈ પટેલ નું નિવેદન નોંધ્યું હતું, અને ધ્રોલ પોલીસ મથકમાં આગ અકસ્માતના બનાવ અંગેની નોંધ કરવામાં આવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અંધ આશ્રમ આવાસ નજીકના વિસ્તારમાં જાહેરમાં જાજરુ કરી રહ્યો હતો, જે દરમિયાન બંને શખ્સોએ આવીને કે અહીં શું કામ જાજરૂ કરે છે, તેમ કહી ધમકાવ્યો હતો, અને કેવી જ્ઞાતિનો છે, તવું પૂછતાં પોતે દલિત જ્ઞાતિનો હોવાનું જણાવ્યું હતું.
સૌ પ્રથમ ટેન્કર ચાલક તથા અન્ય લોકોએ એકત્ર થઈને ટેન્કર ની અંદર રહેલા ફાયર ના નાના બાટલાનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરેલો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી દેવાતાં ફાયર શાખાના કર્મચારી એપલ વારા સહિતની ફાયરની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી ટાયરમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી, તેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સદભાગ્યે સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી વધુ નુકસાની થતી અટકી હતી.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જાન્યુઆરી ૨૫, ગુજરાત – આયુર્વેદના જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા ૫૯ વર્ષથી સતત કાર્યરત, વિશ્વની સૌથી પહેલી આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આ વર્ષે પોતાનો ૫૯ મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ ઉજવણી ૫, જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ ક્રિકેટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શરૂ થઈ છે, જે તારીખ ૧૮ જાન્યુઆરી, સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ રમી ને ઊજવવામાં આવશે.
જામનગર શહેર અને રાજવી પરીવાર સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના તાણાવાણા જોડાયેલા છે. જામસાહેબના માર્ગદર્શન સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દેશ-વિદેશમાં પોતાના વિદ્યાર્થીઓ-શિક્ષકો-સંશોધકો દ્વારા ભારતના આ અદ્વિતીય જ્ઞાનને પ્રસરાવી રહી છે, ત્યારે યુનિવર્સિટીના સ્થાપના દિવસે આજે સવારે મુખ્ય મહેમાન તરીકે યુવરાજ અજયસિંહજી જાડેજા (ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગર રાજ પરિવારના સભ્ય) એ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પટાંગણમાં ધન્વંતરી ભગવાની મૂર્તિનું પૂજન કરીને તેમણે પ્રભુને સર્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ તમામ ફોર્મનો અહેવાલ પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી શહેર-જિલ્લાના પ્રમુખના નામોની જાહેરાત થશે તેમ જાણવા મળ્યુ છે. સમગ્ર શહેર-જિલ્લાના કલ્સ્ટર તરીકે બાબુભાઈ જેબલીયા પણ ઉપસ્થિત હતા.