Monday, October 12, 2026
Home Blog Page 104

જામનગરમાં ગેંગરેપના આરોપીના ૪ મકાનો પર એસપી ની હાજરીમાં ફેરવાયું બુલડોઝર

0

જામનગરના ઘાંચી ની ખડકી વિસ્તારમાં આવેલા ગેંગરેપના આરોપીના ચાર મકાનો પર એસ.પી. ની હાજરીમાં ફેરવાયું બુલડોઝર

  • મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા ૨૫૦૦ ફૂટની જગ્યામાં ખડકી દેવાયેલા ચાર મકાનોને તોડી પડાયા

  • નદીના પટમાં પણ ગેંગરેપના આરોપી દ્વારા ૫,૦૦૦ ફૂટ જગ્યામાં ગેરકાયદે બનાવાયેલા બોક્સ ક્રિકેટ ના બાંધકામનું પણ ડિમોલેશન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જાન્યુઆરી ૨૪, જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ડિમોલેશન કરાયું હતું, અને ચારેય મકાનમાં ના બાંધકામ ને જમીનદોસ્ત કરી દેવાયા હતા. આ ઉપરાંત તેના દ્વારા જ નદીના પટ વિસ્તારમાં ૫,૦૦૦ ફૂટ જેટલી સરકારી જગ્યામાં બોક્સ ક્રિકેટને લગતું બાંધકામ ખડકી દેવાયું હતું, તે ના ઉપર પણ બુલડોઝર ફેરવી દઈ ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું છે. આ સ્થળે એસપી ની સાથે મ્યુનિ. કમિશનર ખુદ હાજર રહ્યા હતા.જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક માં નોંધાયેલા ચકચારી ગેંગરેપના કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખ કે જેના દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદે ચાર મકાનો ખડકી દેવામાં આવ્યા હતા, અને અંદાજે ૨,૫૦૦ ફૂટ જેટલી જગ્યા પર બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું,જે મામલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને જરૂરી આધાર પુરાવા માંગ્યા હતા. પરંતુ આરોપી દ્વારા કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા, તેમજ સમગ્ર બાંધકામ ગેરકાયદે હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી આજે તમામ બાંધકામને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જયવિરસિંહ એન. ઝાલા , સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા તથા વિશાળ પોલીસ કાફ્લો સ્થળ પર હાજર રહ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા , નીતિન દીક્ષિત ઉપરાંત એસ્ટેટ શાખાના અન્ય અધિકારીઓ સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ સહિતની હાજર રહી હતી, અને બપોરે ત્રણ વાગ્યાથી ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.જેના માટે ૩ જેસીબી મશીન અને ટ્રેક્ટર તેમજ ૧૫ જેટલા દબાણ હટાવ સ્ટાફને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, અને મોડી સાંજ સુધીમાં તમામ બાંધકામને દૂર કરી લઈ મહાનગર પાલિકાની જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી હતી.આ ઉપરાંત આરોપી હુસેન શેખ દ્વારા અન્ય એક સ્થળે પણ ગેરકાયદે મોટું દબાણ કર્યું હોવાનું મહાનગર પાલીકાના તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. સુભાષ બ્રિજની નજીક રંગમતી- નાગમતી નદીના પટમાં સરકારી જમીનમાં નદી નું વહેણ બંધ કરીને આશરે પાંચ હજાર ફૂટ જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું, અને તે સ્થળે બોક્સ ક્રિકેટ માટેની પીચ અને નેટ સહિતનું બાંધકામ કરી લેવાયું હતું.જે ગેરકાયદે દબાણ હટાવી લેવા માટે પણ મહાનગરપાલિકા દ્વારા એકાદ માસ પહેલાં નોટિસ પાઠવવામાં આવી હતી. જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ આધાર પુરાવા રજૂ કરાયા ન હતા, અને સંપૂર્ણપણે બાંધકામ ગેર કાયદે હોવાનું સાબિત થયું હતું, જેથી આ બોક્ષ ક્રિકેટ ને લગતી પીચ સહિતનું તમામ બાંધકામ દૂર કરવા માટે આ સ્થળે પણ જેસીબી સહિતની મશીનરી તે સ્થળે પહોંચાડવામાં આવી હતી, અને ગેરકાયદે દબાણ દૂર કરાયું છે.આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના મ્યુની. કમિશનર ડી.એન. મોદી ખુદ હાજર રહ્યા હતા, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં પોલીસ રક્ષણની વચ્ચે ગેરકાયદે દબાણ દૂર કરી લેવામાં આવ્યું હતો. આ બંને સ્થળે દબાણ દૂર હટાવવાની કામગીરી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.

જામનગર NSUI દ્વારા કોલેજમાં હોદ્દેદારોની નિમણૂક અને બાઈક રેલી યોજાઈ

0

જામનગરમાં એનએસયુઆઈ દ્વારા કોલેજ મા હોદ્દેદારોની નિમણૂક અને બાઈક રેલી યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૪ જાન્યુંઆરી ૨૪, જામનગરમાં એનએસયુઆઈ દ્વારા તમામ કોલેજમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવાનો કાર્યક્રમ સાથે આજે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું.જામનગર ની અલગ અલગ કોલેજો માં NSUI ના પ્રમુખ તેમજ નવી બોડીની રચના કરવામાં આવી છે. આ સાથે જ ડી.કે.વી. કોલેજ થી બાઈક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી ડી.કે.વી.થી ગુરૂદ્વારા ચોકડી, ડો. આંબેડકર ની પ્રતિમા અને ત્યાં થી મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે આ રેલી પૂર્ણ થઈ હતી. જેને એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી અને સ્થાનિક આગેવાનોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે તમામ કોલેજોના વિદ્યાર્થીઓને એન.એસ.યુ.આઈ.માં જોડવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા ઉપરાંત અલ્તાફ ખફી, જેનબબેન ખફી, દાઉદભાઈ નોતીયાર, તૌસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ જોખીયા, સહારાબેન મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર-દ્વારકા પંથકમાં અવિરત વિજ ચેકિંગ : ૩૬.૨૫ લાખની વીજચોરી ઝડપાઈ

0

જામનગર શહેર-કાલાવડ અને ઓખામંડળમાં ગઈકાલે પાંચમા દિવસે અવિરત વીજ ચેકીંગ કરાયુ: રૂ. ૩૬.૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જાન્યુઆરી ૨૫, જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગઈકાલે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી, અને હાલાર માં ૪૪ વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઇ હતી.જેના દ્વારા વધુ કુલ રુ. ૩૬. ૨૫ લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર ના જુદા જુદા વિસ્તારમાં ૨૬ જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી,અને રુ.૨૩.૧૦ લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.મંગળવારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂપિયા ૨૫.૬૫ લાખ ના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.જ્યારે ત્રીજા દિવસે વીજ ચેકિગ માં કુલ રુ. ૫૬.૨૫ લાખ નાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. અને વધુ ૫૭ લાખની પકડી લેવાઇ હતી.દરમિયાન ગઈકાલે વધુ ૪૪ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરના નાગનાથ ગઈટ, મેઘવારવાસ, નાગેશ્વર, ભારતવાસ અને સુભાષ બ્રિજ આસપાસ ના વિસ્તાર ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાડી,મૂળીલા, ખીજડીયા સહિતના ગામોમાં ચેકિંગ કરાયું હતું.ઉપરાંત દ્વારકા પંથકના શીવરાજપુર, હમુસર, વેરાવળ, શામળાસર સહિતના ઓખા મંડળ ના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. અને કુલ ૫૩૭ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૮ વીજ જોડાણ મા ગેર રિતી જોવા મળી હતી. આવા આસામીઓને રૂપિયા ૩૬ લાખ ૨૫ હજાર નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં ૨૧ લોકલ પોલીસ અને ૧૭ એસઆરપી જવાનો ની મદદ લેવામાં આવી હતી.

જામનગર શહેરમાંથી બાઇકની ચોરી કરીને ભાગી છૂટેલો તસ્કર સિક્કા માંથી ઝડપાયો

0

જામનગર શહેરમાંથી બાઇકની ચોરી કરીને ભાગી છૂટેલો તસ્કર સિક્કા માંથી ઝડપાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ જાન્યુંઆરી ૨૫, જામનગર શહેરમાં તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે બાઇકની ચોરી કરીને ભાગી છુટેલા એક તસ્કરને સિક્કા પોલીસે સિક્કાના ધુળીયા ફાટક વિસ્તારમાંથી ઝડપી લીધો છે.જામનગર માં ક્રિષ્ના ચોક વિસ્તારમાં રહેતો અરવિંદ હસમુખભાઈ ભટ્ટ નામનો શખ્સ જામનગર શહેરમા દેશી માલધારી હોટલ પાસેથી એક બાઈકની ચોરી કરીને સિક્કા માં ધુળીયા ફાટક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી સિક્કા પોલીસને મળતાં વોચ ગોઠવી તેને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. જેનો કબજો જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે.

જામનગર શહેરમાં રાશન કાર્ડ-ઈ-કેવાયસી માટે ઝોનલ ઓફિસમાં લાંબી કતારો લાગી

0

જામનગર શહેરમાં રાશન કાર્ડ-ઈ-કેવાયસી માટે લાલબંગલા સર્કલ માં પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં લાંબી લાઈનો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જાન્યુઆરી ૨૪, જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારીએ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માગણી લોકો માંગણી ઊઠવા પામી છે.જામનગર પુરવઠા વિભાગ હસ્તક ની લાલબંગલા વિસ્તારમાં કાર્યરત ઝોનલ ઓફિસમાં રાશન કાર્ડ ના ફોર્મ તેમજ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અહિં એક જ બારી રાખવામાં આવી છે, જ્યાં અસંખ્ય અરજદારો હોવાથી અમુક લોકો સવારે ૭ વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, જ્યારે તેમનો વારો બપોરે ૧ર વાગ્યે આવે છે, અને તેમાં પણ કોઈ કાગળ ખૂટતા હોય તો તે લેવા જતા લાઈનમાં બીજા દિવસે ફરી વખત ઉભવાનો વારો આવે છે.શું સરકાર દ્વારા વધુ કર્મચારી ફાળવીને બારીની સંખ્યા વધારી ન શકાય ? આ અંગે ઉચ્ચ અધિકારી એ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠવા પામી છે.

જામનગરનો ચકચારી પરણીતા આપધાત કેસ : સવાણી પરિવારના 4 લોકોનો નિદોષ છૂટકારો

0

જામનગરમાં પરણીતાને આપધાત કરવા મજબુર કરવાના કેસમાં પતી સહીતના સાસરીયાઓ ને નિર્દોષ ઠેરવી છોડી મુકતી સેસન્સ કોર્ટ

  • વર્ષે ૨૦૧૩ પરણીતા આપધાત કેસ : ૪ લોકો વિરુદ્ધ મરીજવા મજબૂર કર્ષોની ફરિયાદ

  • પરણિતા પક્ષના તમામ પંચો હોસ્ટાઈલ જાહેર થયેલ હતા , વિરોધાભાષ જુબાનીને ધ્યાને લઈ બચાવ પક્ષના વિદ્વન વકીલ અશોક જોષીની દલીલો ગ્રાહ્મ રાખી તમામને નિદોષ છોડી મુકાયા

દેશ દેવી ન્યૂઝ તા . ૨ જાન્યુંઆરી ૨૪ જામનગરના ચપચારી કેસની વિગત એવી છે કે  ગુજરનાર ના લગ્ન દીગ્વીજય પ્લોટમાં રહેતા ભરત હરીચંદ સેવાણીના પુત્ર વિજય ભરતભાઈ સેવાણી સાથે થયેલા અને છ માસ સુધી સારીરીતે રાખેલ અને ત્યારબાદ અવાર નવાર સારીરીક માનસીક દુખ ત્રાસ આપી મારકુટ કરી અને વધુ કરીયાવરની માંગણી દહેજ બાબતે મેણાટોણા મારી ધરકામ બબાબત દુખ ત્રાસ આપી અને અવાર નવાર માવતરે જતી રહે તેમ કહી દુખ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા ગુજરનાર તા. ૧૮/૦૭/૨૦૧૩ ના રોજ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હતીજે અંગે ગુજરનાર ના પિતા દ્વારા ભરત હરીચંદ સેવાણી તથા ગુજરનાર ના પતી વિજય ભરતભાઈ સેવાણી તથા જેઠ કીશોર હરીચંદ સેવાણી તથા સાસું સુનીતાબેન સેવાણી સામે ફરીયાદ આપતા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૦૬ વીગરે મુજબની ફરીયાદ નોંધવામાં આવી હતીઆ કામના આરોપીઓની ધરપકડ કરી અને તપાસ ના અંતે આરોપીઓ સામે નામાદાર કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવેલ સદર કેસ કમિટ થતા ફરીયાદ પક્ષ તરફ થી ૨૦ મૌખીક પુરાવાઓ તથા ૨૫ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપીઓ સામે નો કેશ પુરવાર થાય છે તેવુ માની મહતમ સજા કરવા અરજ કરી હતી સામે પક્ષે આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે, ફરીયાદ પક્ષના તમામ પંચો હોસ્ટાઈલ જાહેર થયેલ છે.જુબાનીઓ માં મહત્વના વિરોધાભાષો છે વગેરે લંબાણ પૂર્વકની દલીલો કરવામાં આવેલબંને પક્ષો ની દલીલો અને દસ્તાવેજી તેમજ મૌખીક પુરાવાઓ ધ્યાને લઈ અને આરોપીઓ સામે રજુ થયેલ સમગ્ર પુરાવો ધ્યાને લેતા , મરણ જનારને આરોપીઓ મારકુટ, શારીરીક માનસીક દુખત્રાસ આપતા તને કાંઈ ધરકામ આવડતું નથી, તું તેઓને ગમતી નથી કરીયાવરમાં તું કઈ લાવેલ નથી વધુ દહેજની માંગણી કરતા હોય તથા તેણીને દુખ ત્રાસ આપતા હોય જેના કારણે ગુજરનારે કંટાળી જઈ આપધાત કરેલ હવાનું ફરીયાદ પક્ષ તરફ થી રજુ કરેલ હતુંપુરાવાઓ ઉપરથી આરોપીઓ સામેનો કેસ કડીબધ્ધ અને નીશંક પણ પુરવાર કરેલ નથી” તેવુ તારણ આણી આરોપીઓ ને પુરાવાના અભાવે છોડી આરોપી ભરત હરીચંદ સેવાણી, કીશોર ભરતભાઈ સેવાણી વીજય ભરતભાઈ સેવાણી તથા સુનીતાબેન સેવાણી ને આઈ.પી.સી કલમ ૩૦૬ ,૩૦૪ બી, ૪૯૮(એ), ૫૦૬ (૨) તથા ૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ ,૪ મુજબના ગુનાના કામે નામદાર એડી.સેસન્સ જજ વી.પી.અગ્રવાલ  દ્વારા છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો  આરોપીઓ તરફે સીનીયર વકીલ અશોક એચ.જોશી રોકાયેલા હતા.

જામનગર અંધાશ્રમ પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો : એક મકાનમાં આગ ચાંપી દેવાઈ

0

જામનગરમાં અંધાશ્રમ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે નવા વર્ષની ઉજવણીમાં બબાલ થયા પછી બે પરિવારો વચ્ચે સામસામેં પથ્થર મારો

  • આજે સવારે એક પરિવારના જૂથ દ્વારા સામા જૂથના મકાનને આગ ચાંપી દેતાં ભારે દોડધામ પોલીસ તંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૪ , જામનગરમાં અંધાશ્રમ આવાસ હનુમાન ચોક શેરી નંબર -૨ માં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો ૩૧ ડિસેમ્બરની અને ન્યુયર પાર્ટીની ઉજવણી કરી રહ્યા હતા, અને ડાન્સ ધમાલ થઈ રહી હતી. જે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતા કચ્છી મહેશ્વરી મેઘવાર ના એક પરિવાર ના જૂથ તેમજ ક્ષત્રિય પરિવારના જૂથ વચ્ચે તકરાર થઈ હતી.ગઈ રાત્રિ દરમિયાન બંને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયા બાદ સોડા બાટલી ના ઘા અને પથ્થર ના ઘા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે મોડી રાત્રે મામલો શાંત થયો હતો.દરમિયાન આજે સવારે તેનું ફરીથી રિએક્શન આવ્યું હતું, અને કચ્છી મહેશ્વરી પરિવારના સભ્ય દ્વારા સામા જૂથ ના રણજીતસિંહ જાડેજા નામના વ્યક્તિના મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જે બનાવને લઈને ફરીથી તંગદિલી ફેલાઈ હતી. સૌપ્રથમ રણજીતસિંહ જાડેજા દ્વારા ૧૧ વાગ્યે અને ૫૦ મિનિટે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબાડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.જોકે તે પહેલા આગમાં ટીવી અને ફર્નિચર વાયરિંગ વગેરે બળીને ખાખ થયા હતા, અને મકાનના નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આખરે આ મામલો પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, અને સામસામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

જામનગરની જાણીતી સંસ્થા દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પ યોજાયો

0

જામનગરની સંસ્થા નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પ યોજાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૪, જામનગરની સંસ્થા નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ દ્વારા કિલેશ્વર ખાતે ટ્રેકિંગ અને લાઈવ લેન્ડસ્કેપ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ફકત કુદરત સાથેના સંબંધને મજબૂત બનાવવા પૂરતો જ સીમિત નહોતો, પરંતુ ચિત્રકલાના ઉપાસકો માટે પોતાની કળા પ્રદર્શિત કરવાનો એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવાનો પણ હતો.આ કેમ્પમાં જામનગરના ચિત્રકારોએ ભાગ લીધો હતો. કિલેશ્વર મંદિર, કીલગંગા નદીનાં વહેતાં ઝરણાં, આસપાસનું ગાઢ જંગલ અને તેની વચ્ચે વસેલા ગ્રામીણ વાતાવરણથી પ્રેરાયેલી લાઈવ ચિત્રોની રચનાઓ ખરેખર વખાણવા લાયક હતી. કળાને વરેલો આ કાર્યક્રમ દરેક માટે કુદરતને એના ખરા સ્વરૂપમાં અનુભવવાનો અવસર બની રહ્યો.સંસ્થાના સભ્યોએ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેનાથી કેમ્પ વધુ યાદગાર બન્યો.ચિત્રકાર સિવાયના અન્ય સભ્યોએ સંસ્થાનાં શુભેચ્છક એવા પ્રખર પર્યાવરણવિદોનાં નેતૃત્વમાં આસપાસના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરીને કિલેશ્વરના સુંદર દ્રશ્યો અને જંગલની શાંતિનો આનંદ માણ્યો. સાથે જ ગ્રામ્ય જીવનશૈલીને નજીકથી જોવા અને અનુભવવાની તક પણ મેળવી.બપોરના ભોજન પછી બાળકો માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં બાળકોના ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો, જે તેમના માટે સંભારણાંરૂપ બની રહ્યો.  શ્રેષ્ઠ લેન્ડસ્કેપ ચિત્રો બનાવવા બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનારા ચિત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા.સંસ્થાનાં પ્રમુખ વિજયસિંહ જાડેજાનાં અનુરોધથી વિજેતાઓને ઇનામોનું વિતરણ સભ્યોનાં પરિવારની મહિલા સદસ્યોનાં હસ્તે કરાવાયું અને એ દ્વારા નારીસન્માનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. નવાનગર નેચર એન્ડ આર્ટ ક્લબ તરફથી આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન ઉત્પલ દવે દ્વારા આ કેમ્પની સફળતા માટે તમામ ચિત્રકારો, સભ્યો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં 2025 ના નવા વર્ષને આવકારવા માટે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો યોજાયા

0

જામનગરની ભાગોળે હાઇવે રોડ પર ૨૦૨૫ ના નવા વર્ષ ને આવકારવા માટે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો યોજાયા

  • ડીજે ના તાલે નાચગાન સાથે અને ભવ્ય આતશબાજી સાથે ન્યુ યરની ધમાકેદાર ઉજવણી કરાઈ; યુવા વર્ગ હીલોળે ચડ્યો

  • જામનગર-ખંભાળિયા રોડ પર પોલીસ દ્વારા નશાખોરોને કાબુમાં રાખવા માટે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ રખાઇ : સધન વાહન ચેકિંગ

  • જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું , ASP તેમજ શહેર Dysp જયવીરસિંહ ઝાલા સહિતનાઓ વ્યવસ્થા ની ચકાસણી કરી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જાન્યુઆરી ૨૫, સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, અને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા જુદા જુદા ખાનગી પાર્ટી પ્લોટ, હાઈવે રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર નાચગાન સાથેના ભવ્ય રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.જામનગરના અનેક યુવા- યુવતીઓ ન્યૂ યર પાર્ટીના કાર્યક્રમમાં જોડાયા હતા, અને નાચ ગાન ધમાલ મસ્તી સાથે નવા વર્ષ ની ઉજવણી કરી હતી.અનેક સ્થળોએ ડીજેના તાલે અને ભવ્ય લાઇટિંગ ઈફેક્ટ સાથે યોજાયેલા કાર્યક્રમમાં યુવાઓ મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા, તેમજ ભવ્ય આતશબાજી સાથે વર્ષ ૨૦૨૫ ને વેલકમ કર્યું હતું.

જામનગરમાં વ્હોરા અગ્રણીના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

0

જામનગરમાં વ્હોરા અગ્રણી ના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ સિટી એ.ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો

  • વ્હોરા પરિવારના બંગલા માં ઘુસેલા બન્ને લૂંટારુઓએ ૨૦ મિનિટ સુધી આતંક મચાવ્યો

  • સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર પોરબંદર સુધી લંબાવી બન્ને લૂંટારુઓ ને તમામ માલમતા સાથે દબોચી 

દેશ દેવી ન્યૂઝ તા. ૧ જાન્યુંઆરી ૨૫ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ મહિલા અને પુત્રવધુ ને બંધક બનાવીને ઘરમાંથી એક લાખની રોકડ. રકમ તથા રૂપિયા ૧૩ લાખ ની કિંમતના સોનાના ઘરેણા વગેરે માલમતા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ બાદ તુરંત જ હરકતમાં આવેલી જામનગર ની સિટી એ. ડિવિઝન પોલીસે ચો તરફ તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકોમાં જ લૂંટના આ બનાવ નો ભેદ ઉકેલી નાખી ને પોરબંદર પંથક માંથી બે લૂંટારૂઓ ને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસે થી લુંટ કરેલો મુદ્દામાલ કબજે કર્યો છે.જામનગર શહેર માં બનતા લુટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલા ની સુચના મુજબ પોલીસ સ્ટાફ સક્રિય હતો. જામનગર નાં સીટી એ ડીવી. પોલીસ મથક વિસ્તાર મા લુંટ નો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામેના ફરીયાદી ફરીદાબેન મુસ્તફાભાઇ અતરીયા ( દાઉદી વોરા ઉ.વ-૫૮ રહે-તાર મામદ સોસાયટી, પ્લોટ નંબર ૨૬, કાલાવડ નાકા બહાર, જામનગર ) ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે બે અજાણ્યા આરોપીઓ એ આવી આયુર્વેદિક દવા આપવાનું કહી ફરીયાદી મહિલા ને પગ થી લાતમારી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો મારમારી મોઢામાં કપડુ ભરાવી દઇ બન્ને હાથપગ દોરી વડે બાંધી દીધા હતા.ત્યાર બાદ બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ૧૨ ગ્રામ તથા તીજોરીમાંથી સોનાનુ બિસ્કીટ ૧૦ તોલાનુ તથા સોનાની બુટી ૬ ગ્રામ તથા સોનાની બે ગીની ૩ ગ્રામ ની તથા સોના ની બંગડી નંગ-૪ અને ચાંદી ની વીંટી મળી આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ-૧૩,૦૭,૫૦૦ તથા રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૦૭,૫૦૦ ની માલમત્તા ની લુટ ચલાવી હતી.જે ગુન્હો શોધી કાઢવા અંગે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એન.એ ચાવડા ના માર્ગદશન મુજબ કુલ-૧૨ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ૩ ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળ ના , કમાન્ડ કંટ્રોલ ના સી.સી.ટી.વી. ફુટેઝ મેંળવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સોર્સ નાં આધારે પોલીસ સ્ટાફ ને આરોપીઓ અંગે માહિતી સાંપડી હતી. અને લુટમાં મોટર સાયકલ નો ઉપયોગ થયેલ હોય અને તે મોટર સાયકલ સાથે બે ઇસમો પોરબંદર તરફ ગયા હોવા ની વિગતો મળી હતી.

જેથી અલગ અલગ ૩ ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતાં મોટર સાયકલ સાથે બે આરોપીઓ હિતેષભાઇ પ્રેમજીભાઈ હોડાર, ( જાતે-ખારવા, ઉ.વ.૨૮, રહે .બોખીર વિસ્તાર કે કે.આવાસ બીલ્ડીંગ નં.૨૮ બ્લોક નં.૭ પોરબંદર અને ધાર્મીક હરીશભાઇ વરવાડીયા, (જાતે ખારવા, ઉ.વ.૨૧, રહે. બારવાવાડ ભાટીયા બજાર કેશવ સ્કૂલની સામે પોરબંદર )ને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા.

બન્ને આરોપીઓ ની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી બન્ને ઇસમો પાસે થી લુટમાં ગયેલ આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ.૧૭,૫૯,૩૭૨ , તથા રોકડા રૂ.૭૦,૦૦૦ , તથા મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦ ,તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ .રૂ ૧૮.૮૯,૩૭૨ નોં કબજે કરવામાં આવ્યો છે. આમ જામનગર પોલીસે ગણતરી ની જ કલાકો માં જ લૂંટના ગુના નો ભેદ ઉકેલી નાખી બે આરોપી ઓ ને પકડી પડ્યા છે. બંને આરોપી ઓ ને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.

આ કામગીરી પો.ઇન્સ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ. કરણસિહ પી. જાડેજા, પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એમ. જાડેજા, પો.કોન્સ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, વિપુલભાઇ જે. સોનગરા તથા સંદિપભાઇ દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.