Monday, October 12, 2026
Home Blog Page 105

બેડીમાં બબાલ : રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને યુવાન તેના પત્નિ , બહેન પર ચાર શખ્સોનો હુમલો

0

જામનગરના બેડી વિસ્તારમાં રીક્ષા પાર્ક કરવાના પ્રશ્ને હંગામો : એક યુવાન અને તેના પત્ની તથા બહેન પર ચાર શખ્સોએ હુમલો કર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ ડિસેમ્બર ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો. જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની બહેનને ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી- જોડિયા ભૂંગા વિસ્તારમાં રહેતો અને ટ્રકમાં ડ્રાઇવિંગ કરતો હારુન અલીભાઈ જામ નામનો ૩૬ વર્ષનો યુવાન ગઈકાલે પોતાના ઘેર હતો, જે દરમિયાન સિક્કામાં રહેતો ડાડો નામનો રીક્ષા ડ્રાઈવર કે જે પોતાના સાસરીયા માં અયુબ હાજી ભગાડને ઘેર આવ્યો હતો, અને પોતાની રીક્ષા હારુનભાઈના મકાનની આડે રાખી દીધી હતી.જે રીક્ષાને સાઈડમાં પાર્ક કરવા માટેનું કહેવા જતાં ડાડો તેમજ અયુબ હાજી ભગાડ, હાસમ હાજી ભગાડ અને આદમ હાજી ભગાડ વગેરેએ તકરાર કરી હતી. અને સૌ પ્રથમ હારૂન ઉપર લાકડા ના ધોકા વડે હુમલો કરી દીધો હતો.

જે ચારેય લોકો માર મારતા હતા, ત્યારે હારુંન ભાઈને બચાવવા માટે તેની પત્ની રહીમાં (ઉંમર વર્ષ ૩૦) કે જે ને પણ ચારેય હુમલાખોરોએ માર માર્યો હતો. ત્યારબાદ હારુ ની બહેન નજમા (ઉ.વ.૨૮) પણ છોડાવવા માટે વચ્ચે પડી હતી, જેના ઉપર પણ ચારેય શખ્સોએ હુમલો કરી દીધો હતો.

જે હુમલામાં પતિ પત્ની અને બહેન ત્રણેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં બેડી મરિન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હારુનભાઈ જામની ફરીયાદના આધારે બી.એન.એસ કલમ ૧૧૮(૧) ,૧૧૫(૨) , ૩૫૧(૩)  ,૩૫૨,૫૪ તેમજ જી.પી.હેક્ટ ક.૧૩૫(૧) મુજબ  ચારેય હુમલો ખોરો સામે ગુનો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.

ફફડાટ : જામનગરમાં વહેલી સવારથી ૨૬ જેટલી વિજ ટીમોના ધામા

0

જામનગરમાં વીજતંત્ર દ્વારા પખવાડિયા ના વિરામ બાદ આજે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરાતાં વિજ ચોરો માં ફફડાટ

  • ૨૬ વિજ ચેકીંગ ટુકડી દ્વારા શહેરના લીમડા લાઇન- પંચેશ્વર ટાવર- ગુલાબ નગર સહિતના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું

  • જે વિસ્તારના ફીડરમાં વિજ ખાદ્ય જણાતા ત્યા ચેકિંગ હાથ ધરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ ડીસેમ્બર ૨૮, જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ આજે વહેલી સવારથીજ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને ૨૬ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સોમવારે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર પંચેશ્વર ટાવરનો એરીયા, કડિયાવાળ, ગુલાબ નગર, રામવાડી સહિતના વિસ્તારમાં ૨૬ જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી છે, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની મદદ માટે એસઆરપીના ૧૪ જવાનો, ૧૦ પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આ કામગીરીને લઈને કેટલાક વિજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

જામનગર 2010 ના ચકચારી હથીયાર કેસમાં ઓરોપીઓ નો નિદોષ છુટકારો

0

જામનગરનો ચકચારી હથીયાર કેસ : ગેરકાયદે હથિયારના કેશમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો ફરમાવતી જામનગર સેસન્સ કોર્ટ

  • કાનૂની જંગમાં ૧૫ (પંદર) મૌખીક તથા ૧૦ (દશ) દસ્તાવેજી પુરાવાઓ રજુ થયા હતા

  • વિદ્વાન ધરાશાસ્ત્રી અશોક જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો હતો

દેશ દેવી ન્યૂઝ તા ૩૦ ડિસેમ્બર ૨૪ આ કેશની ટુકમાં વીગત એવી છે કે, ૨૫/૦૮/૨૦૧૦ ના રોજ પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ બે ઈસમો બહારથી આધુનીક હથીયાર લઈ અને વેચવા આવે છે જેથી પોલીસ દવારા પંચો ન હાજર રાખી અને રેઈડ કરતા બે ઈસમો પોલીસ ને જોઈને બાવળમાં ભાગવાનો પ્રયાસ કરેલ જેમાંથી એક ઈસમ પકડાય ગયેલ અને એક ઈસમ ભાગી ગયેલ પકડાય ગયેલ ઈસમનું નામ મુનરાજ મોતાભાઈ હાજાણી અને ભાગી ગયેલ ઈસમનું નામ ઈકબાલ વલીમામદ સફીયા જાહેર થયેલ હતુંજેથી આરોપીઓ સામે સરકાર તરફે ફરીયાદ આર્મસ એકટ ની કલમ ૨૫(૧)(એ) (૧-એ-એ) તથા ૨૮ મુજબ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે મુનરાજ હાજાણી વીરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવેલ અને થોડા સમય બાદ અન્ય આરોપી ઈકબાલ વલીમામદ સફીયા ની અટક કરેલ અને તેઓ સામે પણ ચાર્જસીટ કરવામાં આવેલ અને તે બંન્ને કેસોને નામદાર સેસન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવેલ અને એડી.સેસન્સ જજ એસ.સી.વેમુલ્લા સાહેબની કોર્ટમાં ચાલેલ

ઉપરોકત કેસ ચાલી જતા આ કામના આરોપીઓ મુનરાજ મોતાભાઈ હાજાણી તથા ઈકબાલ વલીમામદ સફીયા વીરૂધ્ધ ચાર્જ ફ્રેમ કરી અને ટ્રાયલ ચાલેલ જેમાં ફરીયાદ પક્ષ દવારા પોતાનો કેશ સાબીત કરવા માંટે કુલ ૧૫ (પંદર) મૌખીક તથા ૧૦ (દશ) દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા અને કેસ સાબીત થયેલ છે અને આરોપીઓ ને મહતમ સજા કરવા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ આરોપીઓ પૈકી ઈકબાલ વલીમામદ સફીયા તરફે તેમના વકીલ અશોક એચ. જોશી દવારા એવી રજુઆત કરવામાં આવેલ કે પંચનામાઓ પુરવાર થયેલ નથી અને પ્રોસીકયુરન પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ નથી.

બંન્ને પક્ષો ની દલીલો સાભળી એડી.સેસન્સ જજ એસ.સી વેમુલ્લા સાહેબ દ્વારા અરોપીઓને નિર્દોષ છુટકારો ફરમાવવામાં આવેલ ઈકબાલ વલીમામદ સફીયા તરફે એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.

કાલાવડના શિશાંગ ગામે કારના ટાયર ચોરી કરવા આવેલા રાજકોટના ૪ શખ્સોએ ઉપસરપંચ પર આડેધડ છરીઓ હુલાવી

0

કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં ગઈ રાત્રે બંધ પડેલી કારના ટાયર ની ચોરી કરવા આવેલા ચાર શખ્સો નો હંગામો

  • ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા

  • ઇજાગ્રસ્તોને બંનેને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા : પોલીસ દ્વારા ત્રણની અટકાયત

  • આરોપી:- (૧) ચીરાગ જેન્તીભાઇ પરમાર (૨) હીતેશ મનજીભાઇ (૩) રોહીત દીનેશભાઇ રહે.ત્રણેય રાજકોટ નં. (૪) એક અજાણ્યો ઇસમ 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ડીસેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર બનાવ બન્યો હતો. એક બંધ પડેલી કારના ટાયરની ચોરી કરવા આવેલા શખ્સોને ગામના ઉપ સરપંચ અને તેના પિતરાઈ ભાઈએ પડકારતાં ચારેય શખ્સોએ હંગામો મચાવી છરી વડે જીવલેણ હુમલો કરીને ભાગી છૂટ્યા હતા, જે બંને ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર હુમલાખોરો પૈકી ત્રણની પોલીસે અટકાયત કરી લીધી છે.આ હીચકારા જીવલેણ હુમલા ના બનાવની હકીકત એવી છે કે કાલાવડ તાલુકાના શિશાગ ગામના રહેતા અને ખેતી કામ કરતા તેમજ ગામના ઉપસરપંચ બળભદ્રસિંહ રઘુભા જાડેજા એ પોતાના ઉપર તેમજ પોતાના પિતરાઈ ભાઈ મયુર સિંહ જયરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે રાજકોટના વતની ચિરાગ જયંતીભાઈ પરમાર, હિતેશ મનજીભાઈ, રોહિત દિનેશભાઈ અને તેના એક અજાણ્યા સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

બંને ઇજાગ્રસ્ત પિતરાઈ ભાઈઓને ગળાના ભાગે તેમજ સાથળના ભાગે છરીના ઘા વાગ્યા હોવાથી ગંભીર અને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે રાજકોટથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંનેની સધન સારવાર ચાલી રહી છે.સમગ્ર બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય ના પીઆઇ એનબીઆર ડાભી તેમની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ રાજકોટ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ઉપસરપંચ બળભદ્રસિંહ નું નિવેદન નોંધ્યું હતું.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે શીશાંગ ગામમાં ગઈ રાત્રે પંચાયતની ઓફિસની પાછળ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ પડેલી એક કારમાંથી કેટલાક શખ્સો ટાયર ખોલવાની કોશિશ કરી રહ્યા હતા.

જેના પર પોતાના પિતરાઇ ભાઈ મયુરસિંહનું ધ્યાન પડતાં તેમણે તુંરત જ ઉપસરપંચ બળભદ્રસિંહ ને જાણ કરી હતી, અને બંને તે સ્થળે પહોંચીને નામ પૂછતાં તેઓ ઉસકેરાઈ ગયા હતા, તેમ જ ગાડીના કાગળો માંગતા તેઓએ આ ગાડી પોતાની છે, અને ટાયર કાઢતા હોવાનું જણાઇ આવ્યું હતું, તેથી તેઓને આવતીકાલે વાહનના કાગળો લઈને આવજો અને કાલે તેમાંથી કાંઈ પણ વસ્તુ કાઢવું હોય તો કાઢી લેજો તેમ કહેતાં ચારે શકશો ઉસકેરાઈ ગયા હતા, અને ચાર પૈકીના ત્રણએ ઢોર માર માર્યો હતો.

જ્યારે અન્ય એક શખ્સ દ્વારા બંને ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દેવાયો હતો. જે સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા બી.એન.એસ.કલમ- ૧૦૯ (૧) ,૧૧૫ (૨),૧૧૮(૧),૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે, અને ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. જ્યારે એક અજાણ્યો શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરમાં ક્રિશ્ચિયન યુવાને જન્મદિવસની સ્ટોરી બનાવી અને ઢીબાઈ ગયો : પ સામે ફોજદારી

0

જામનગરના એક ક્રિશ્ચિયન યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં જન્મદિવસની સ્ટોરીનો વિડીયો બનાવવો ભારે પડ્યો

  • તેજ વિસ્તારના પાંચ શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : મોબાઈલ પણ તોડી નાખ્યો

  • આરોપી :-“(૧) કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર (૨) દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ (૩) રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૪) જયદીપ (૫) વનરાજ રહે- બધા જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ડીસેમ્બર ૨૪ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાનને થોડા દિવસ પહેલાં પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને મોબાઇલમાં વાયરલ કર્યો હતો, જેનું મનદુઃખ રાખીને ખોડીયાર કોલોની વિસ્તારમાં જ રહેતા પાંચ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા હતા, જ્યારે તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સ્ટીફન ડેનિયલ નામના ૩૦ વર્ષના ક્રિશ્ચિયન યુવાને થોડા દિવસ પહેલાં પોતાના મોબાઈલ ફોનમાં બર્થ ડે ની સ્ટોરી બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી હતી, જે સ્ટોરી ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર નામના શખ્સને પસંદ પડી ન હતી, અને તેનું મનદુઃખ રાખીને સૌપ્રથમ યુવાનના મોબાઇલ ફોનમાં ગાળો આપી હતી.

ત્યારબાદ આ વાતનું મન દુઃખ રાખીને ગઈકાલે ક્રિશ્ચિયન યુવાન ગઈકાલે રાતે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ચાની હોટલ પાસે ઊભો હતો, જે દરમિયાન કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ઉપરાંત જયદીપ અને વનરાજ નામના અન્ય બે શખ્સો લોખંડના પાઇપ- ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દઈ યુવાન ને લોહીલુહાણ કરી નાખ્યો હતો, અને તેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો.

જે યુવાનને સૌ પ્રથમ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જે બનાવ ની જાણ થતાં સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે પાંચેય હુમલાખોરો સામે બી.એન.એસ. કલમ.૧૧૫ (૨). ૧૧૮. ૧૧૭ (૨). ૩૫૨.૩૫૧ (૨).૩૨૪.૫૪ તથા જી.પી.એકટ કલમ.૧૩૫ (૧)મુજબ  ગુનો નોધી, વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ઓચિંતા દરોડા : 2 ઝડપાયા

0

જામનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ઓચિંતા દરોડાથી દેશી દારૂના ધંધાર્થીઓમા ફફડાટ

  • આ કાર્યવાહીમાં ૮૯૫ લીટર દેશી દારૂ સાથે બે દેશી દારૂ ના ધંધાર્થીઓ ની ધરપકડ કરવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર, તા. ૨૭ ડીસેમ્બર ૨૪ જામનગર જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરેડ-મસીતીયા રોડ પર ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ૮૯૫ લીટર દેશી દારૂ, વાહનો સહિત કુલ ૭.૬૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં હરદાન ગુજરીયા અને દેવસુર ઘોડા નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે.આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધાને મોટો ફટકો લાગ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમને બાતમી મળી હતી કે દરેડ-મસીતીયા રોડ પર દેશી દારૂ બનાવવાનું અને વેચાણનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને મોટી માત્રામાં દેશી દારૂ, વાહનો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા.

પકડાયેલા આરોપીઓ સામે દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દ્વારા જિલ્લા પોલીસે દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સગા ભાઈ- બહેન વચ્ચે તકરાર

0

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સગા ભાઈ- બહેન વચ્ચે પડી તકરાર

  • ભાઈએ બહેન પર હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ડીસેમ્બર ૨૪, જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મુમતાજ બેન અબ્દુલભાઈ જેડા નામની ૩૫ વર્ષની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી હાથમાં ફેક્ચર કરી નાખવા અંગે પોતાના જ સગા ભાઈ કાદર આમદભાઈ કક્કલ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી મુમતાજ બેન અને તેના ભાઈ સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેના કારણે ભાઈએ ગઈકાલે બહેન પર હુમલો કરી દીધો હતો, અને હાથમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ સોયબ એ. મકવા એ આરોપી કાદર આમદ કકલ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગરના મોક્ષ મંદિરમાં મુકાશે

0

છોટી કાશી ના ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે નવી સુવિઘા ઉપલબ્ધ કરાવાઇ

  • જામનગરમાં લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આધુનિક ભઠ્ઠી અને નવી અંતિમ યાત્રા બસનું રવિવારે લોકાર્પણ

  • સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ લાકડાની ભઠ્ઠી જામનગર માં આવેલા મોક્ષ મંદિર માં મુકાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.ર૭ ડીસેમ્બર ૨૪, જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આગામી રવિવારે બે નવી સૂવિઘાઓનો લોકાર્પણ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.ગાંધીનગર સ્મશાન ગૃહને અંતિમ યાત્રા બસ મસાલા ઉત્પાદન કરતી જાણીતી કંપની મધુસુદન મસાલા લિમીટેડ તરફથી સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અર્પણ કરવામાં આવી છે.આ ઉપરાંત લાકડાથી માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આઘુનિક પધ્ધતિથી તૈયાર કરાયેલી ભઠ્ઠી ” સ્વર્ગારોહણ’ ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે બેસાડવામાં આવી છે. આ નવી પધ્ધતિની ભઠ્ઠીમાં મૃતદેહના લાકડાથી અંતિમ સંસ્કાર માટે સમયની સાથે લાકડાના જથ્થાનો પણ મોટો બચાવ થાય છે જેથી પર્યાવરણ મિત્રરૂપ આ ભઠ્ઠી જામનગરમાં રવિવારથી શરૂ થશે. જે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ બની રહેશે. આ ભઠ્ઠીના દાતા તરીકે સરદાર ઈન્દરપાલ સિંધ કરતાર સિંઘ પરિવારે સહયોગ આપ્યો છે.

આ બન્ને નવી સુવિધાઓનો લોકાર્પણ સમારોહ તા.૨૯-૧૨-૨૦૨૪ ના રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે જેમાં નવી અંતિમયાત્રા બસનું લોકાર્પણ દાતા પરિવારના દયાળજીભાઈ વનરાવનભાઈ કોટેચાના હસ્તે થશે જયારે લાકડાની ભઠ્ઠીનું લોકાર્પણ જામનગરના ગુરુદ્વારાના ગ્રંથીજી ભાઈસાહેબ પ્રકાશ સિંધજીના વરદ હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્થાયી સમિતીના અધ્યક્ષ નિલેષભાઈ કગથરા અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રુમખ જીતુભાઇ લાલ તેમજ દાતા પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે.

ધ્રોળ- જોડીયામાં નિલગાય અને ભૂંડના ત્રાસથી ત્રસ્ત ખેડૂતો ધ્રોળના પ્રાંત કચેરીએ પહોંચી રજૂઆત કરી

0

જામનગર જિલ્લાના ધોળ -જોડિયા તાલુકાના ખેડૂતોની ધ્રોળના પ્રાંત અધિકારી ને રજૂઆત

  • ભીમકટા, જામસર, માણામોરા, કોઠારીયા ગામે ખેતી પાકોમા જંગલી નીલગાય ભૂંડ થી થતા નુકશાન થી બચાવો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬, ડીસેમ્બર ૨૪    જામનગર જિલ્લા નાં જોડીયા તાલુકા ના ભીમકટા, જામસર, માણામોરા, કોઠારીયા ગામના ખેડૂતો એ ધ્રોલ ના પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરીને નીલગાય અને ભૂંડ થી ખેતી ના પાક ને થતી નુકસાની અટકાવવા અંગે પગલા લેવા માંગણી કરી છે.

આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે , અમારા ગામ દરીયા કાઠા ના છે. છેવાડા ના ગામ છે. અને ગામની ખેતી બિનપીયત સુકા પ્રકારની છે. વર્ષ માં એક જ પાક લઈ શકાય છે. અને વરસાદ આધારીત ખેતી છે.જેથી ઋતુમાં ખરીફ પાકમાં મગફળી, કપાસ, તુવેર, અજમો તેમજ રવિ પાકમાં ઘઉં, ચણા, ના ઉભા પાકમાં જંગલી નીલ ગાયો ૫૦ થી ૬૦ ના ટોળામાં ગામો ની ચારે બાજુ થી સીમ વિસ્તારમાં ઉભા પાક ચરી જાય છે. અને ખુબજ મોટા પ્રમાણમા નુકશાન કરે છે . ચાલુ વર્ષ મા.મોટાભાગે ખેડૂત નાં ૧૦૦ ટકા પાક નીલગાય અને ભુંડ એ નુકશાન કર્યું છે. ખેડુતો ખેતી કરી શકે તેમ નથી .અને ખેડુતોને સ્થળાતર કરવાની ફરજ પડે તેમ છે.હાલ સરકાર તથા ફોરેસ્ટ વિભાગના કાયદા મુજબ તેને મારી શકાતા નથી. જેથી તમામ પાકો ખાય જતા ખેડુતોને પારાવારા આર્થીક નુકશાની થયેલ છે. જેથી ગ્રામજનો ની માંગ છે કે ભુંડ ના ત્રાસ દુર કરવામા આવે.ખેડૂતો ધ્વારા ખેતરોમા ફરતે કરવામાં આવેલ કાંટાવાળી તાર ફેંસીંગ કરવા તથા ઝાટકા મશીન નો ઉપયોગ કરવા છતા ખેડુતો ના પાકનુ રક્ષણ થઈ શકતુ નથી. અને તાર ઝાટકા તોડી નાખેલ છે. અને દિવસમાં ૨૦ કલાક રખેવાળું કરવા છતા પાકોને નુકશાન કરેલ છે. હાલમાં ગામોનુ કુલ વાવેતર વિસ્તારના ૫૦ ટકા પાકો નાશ પામેલ છે.

ખેતીના પાકોને નુકશાન થતુ અટકાવવા માટે ખેડુતોની વિનંતી છે કે ગામની સીમમાં આવેલ જંગલી નીલ ગાય તેમજ ભુંડ ને સરકાર ધ્વારા પકડી અન્ય જંગલ વિસ્તારમા સ્થળાંતર કરવામા આવે તો જ મુશ્કેલી નીવારી શકાય તેમ છે. જેથી સત્વરે સરકાર તથા ફોરેસ્ટ વિભાગમાં ભલામણ કરીને પ્રશ્નો નો ઉકેલવામાં આવે. હાલ રાત દિવસ ૨૦ કલાક રખવાડુ કરવા છતા ઉભો પાક ખાય જાય છે. અને ખેડુતો ના જાન માલ ને ભય હોય ખેડુતોના ખેતીના પાકને બચાવી લેવા કાયમી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવા ગ્રામજનો ની માંગણી છે.

આ આગાઉ આ ઠંડી ની સીઝન માં રખવાડા દરમ્યાન ભીમકટા ગામ ના ત્રણ ખેડુતો ના અવસાન થયાં હતા. સરકાર અને તંત્ર આ બાબતે પગલા નહી લે તો ખેડુતો કાયદો હાથમા લેવા મજબુર બની શકે છે. જેથી વહેલી તકે આ પ્રશ્નો નો યોગ્ય નિકલ કરી આપવામા આવે.

જામનગર : કરાર આધારીત કાયદા સલાહકારની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ

0

જામનગર કલેક્ટર કચેરી માટે કરાર આધારીત કાયદા સલાહકારની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૬ ડીસેમ્બર ૨૪, જામનગર જિલ્લાની કલેકટર કચેરી તેમજ તાબાની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકાર પક્ષે સબળ રજૂઆત થઈ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારીત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા સરકારના મહેસુલ વિભાગ દ્વારા મંજુર થયેલ છે.આ જગ્યા પર નિમણુંક આપવા માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવા જરૂરી લાયકાત ધરાવતા વકીલશ્રીઓ કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ ૫(પાંચ) વર્ષથી વધુ હોય તેમજ ઉમર ૫૦ વર્ષથી વધુ ન હોય તેવા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.ઉમેદવારોએ તેમની અરજીઓ નિયત નમુનામાં પોતાના લેટરપેડ ઉપર અથવા કોરા કાગળ ઉપર ભરી જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ તથા બાંહેધરી સાથે તા.૦૨/૦૧/૨૦૨૫ , ૧૮:૧૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો તેમજ તેમણે બજાવવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓ સરકારશ્રીના વખતો-વખતના હુકમો પ્રમાણે બજાવવાની રહેશે.

અરજીનો નમુનો તથા પરિશિષ્ટ-૧ થી ૩, તથા નિયત નમુનાના ડેકલેરેશન અને બાંહેધરી જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા (રૂમ નં.૧૧૦, ૫હેલો માળ) માંથી કચેરી સમય દરમ્યાન મળી શકશે. અધુરી વિગતની કે સંદિગ્ધ અરજીઓ તેમજ મુદત વિત્યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે તો તેમણે પોતાના ખર્ચે આવવાનું રહેશે.તેમ જિલ્લા કલેકટરશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.