Monday, October 12, 2026
Home Blog Page 97

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનો ઝંઝાવાતી જનસંપર્ક

0

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાનો ઝંઝાવાતી જનસંપર્ક

  • ધ્રોલમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનાં ઉદઘાટન સહિત કાલાવડ – જામજોધપુરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫ જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અહીં પ્રબુદ્ધ નાગરિક સંમેલનો દ્વારા જનસંપર્ક માટેની મહત્વની જવાબદારી જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય રીવાબા જાડેજાને સોંપવામાં આવી છે.દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ધ્રોલમાં વોર્ડ નં ૭ માં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, અને ભાજપનાં વોર્ડ નાં ૭ ના ચારેય ઉમેદવારોને ભવ્ય વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી.એ જ રીતે કાલાવડ તથા જામજોધપુરમાં પણ પ્રબુદ્ધ નાગરિક સંમેલનો યોજવામાં આવ્યા હતા, જે સંમેલનો માં પણ ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને સંબોધીને રીવાબાએ અસરદાર જનસંપર્ક કર્યો હતો.આ તકે ભાજપનાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રદેશ ભાજપ તરફથી રીવાબાને અગત્યની જવાબદારી સોંપવામાં આવતા તેમનાં દ્વારા સઘન જનસંપર્કને પગલે જામનગર જિલ્લાની ધ્રોલ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીઓમાં કમળ ખીલવાની સંભાવનાઓ પ્રબળ બની છે.

જામનગર ની જી.જી. હોસ્પિટલમાં મોબાઈલ ફોન ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

0

જામનગર ની જી.જી. હોસ્પિટલ ની દવાબારી પાસે થી મોબાઈલ ફોન ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

  • સીટી- બી ડિવિઝન સર્વેલન્સ સ્કોર્ડના ક્રિપાલસિંહ સોઢા અને જયદીપસિંહ જાડેજાની બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૨ ફેબ્રુઆરી ૨૫, જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ ની દવા બારી પાસે થી ત્રણેક મહિના પહેલાં એક આસામી નો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. તેની તપાસ માં પોલીસે એક શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડ્યો છે. જામનગર શહેરમાં ત્રણેક મહિના પહેલા એક આસામીનો મોબાઈલ ચોરાઈ ગયા ની પોલીસ માં ફરિયાદ કરવા માં આવી હતી. તે ફોન ની વિગતો મેળવી ને પોલીસે તપાસ શરૂ કરી હતી . જેમાં આ નંબર ની કોલ રેકોર્ડ ની ડીટેલ પણ કઢાવાઈ હતી.ત્યારપછી સર્વેલન્સ સ્ટાફ ને મળેલી બાતમીના આધારે આયુર્વેદિક યુનિ. પાસે થી બેડેશ્વરમાં રહેતા ઉદય રાજેશ મેણીયા નામના શખ્સને ઝડપી લેવાયો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી મોબાઈલ સાંપડ્યો હતો. તેની પૂછપરછ કરાતા તેણે આ મોબાઈલ ત્રણેક મહિના પહેલાં જી.જી. હોસ્પિટલમાં દવાબારી પાસેથી તફડાવ્યો હોવાની કબૂલાત કરી છે.

જામનગર હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો

0

જામનગર નજીક હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨, ફેબ્રુઆરી ર૫ જામનગર નજીક હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા અનિલ ઉર્ફે કાનો અશ્વિનભાઈ સનુરા નામના ૨૫ વર્ષના કોળી જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં લૂંગી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રવિભાઈ અશ્વિનભાઈ સનુરા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી જૂની વોર્ડ ઓફિસ એસ્ટેટ શાખા એ દૂર કરી

0

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી જૂની વોર્ડ ઓફિસ એસ્ટેટ શાખા એ દૂર કરી

  • નવા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ૬૦૦ ફૂટ જમીન ખુલ્લી કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ ફેબ્રુઆરી ૨૫, જામનગર મા રણજીતસાગર રોડ ને ગૌરવ પથ જાહેર કરાયા પછી આ માર્ગ પર મોટા પાયે ડીમલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ની જૂની વોર્ડ ઓફિસ કે જેનું આશરે ૬૦૦ ફૂટ જગ્યામાં બાંધકામ હતું, તે બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું છે.એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી સહિતની ટીમ દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું, અને અંદાજે ૬૦૦ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવાઈ છે.ઉપરોક્ત જગ્યા પર પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા માટેનો મહાનગરપાલિકા દ્વારા પ્લાન તૈયાર કરાયો છે, અને નજીકના ભવિષ્યમાં જ તે અંગેનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.

જામનગરમાં પતિ-પત્ની અને ‘વોહ’ નો પ્રણય ત્રિકોણનો કિસ્સો પોલીસ મથક સુધી પહોંચ્યો

0

જામનગરના દરેડ વિસ્તારમાં પતિ-પત્ની અને ‘વોહ’ નો પ્રણય ત્રિકોણ નો કિસ્સો પોલીસ મથક સુધી પહોંચ્યો

  • પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા ચાલ્યા જતાં પત્ની અને તેના બે પુત્રોએ ધમાલ મચાવી અન્ય સ્ત્રીને માર માર્યો

  • પતિ દ્વારા પણ પોતાની પત્ની પર હુમલો કરાયાની પોલીસ ફરિયાદ : પોલીસે તમામને અટકાયતમાં લીધા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ ફેબ્રુઆરી ૨૫, જામનગર નજીક દરેડ વિસ્તારમાં વસવાટ કરતા પતિ પત્ની અને ‘વોહ’ નો પ્રણય ત્રિકોણ નો કિસ્સો સામે આવ્યો છે, અને પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી વચ્ચે ઝઘડો થયો છે. પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે પત્ની અને તેના બે પુત્રોએ અન્ય સ્ત્રીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર ના દરેડ વિસ્તારમાં રહેતી ગીતાબેન અશોકભાઈ તંબોલીયા નામની ૪૦ વર્ષની પરણીત યુવતિ એ પોતાને ઢોર માર મારવા અંગે પોતાના પતિ અશોક બાબુભાઈ તંબોલીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે અશોક તંબલિયાની અટકાયત કરી લીધી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ગીતાબેન નો પતિ અશોકભાઈ કે જે છેલ્લા ત્રણ મહિનાથી પત્ની અને પોતાના બે સંતાનોને તરછોડીને દરેડ વિસ્તારમાં જ એકલી રહેતી રસીલાબેન ભરતભાઈ બાવળીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને તેના ઘેર રહેવા માટે ચાલ્યો ગયો હતો. જે બાબતે તકરાર થઈ હતી.ગીતાબેન અને તેના બે પુત્રો અજય તેમજ સુનિલ કે જેઓ ત્રણેય રસીલાબેન બાવરીયા ના ઘેર પહોંચ્યા હતા, અને મારા પતિને છોડી દે, અને મારી સાથે રહેવા માટે પરત મોકલી દે. તેમ કહીને ઢોર માર માર્યો હતો, જેના કારણે રસીલાબેને પણ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારવા અંગે ગીતાબેન અને તેના બે પુત્રો અજય તેમજ સુનીલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ દ્વારા માતા પુત્ર ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગર ફિઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થીની લાપતા

0

જામનગરની ફિઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સુરતની એક વિદ્યાર્થીની એકાએક લાપત્તા બની જતાં દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ફેબ્રુઆરી ૨૫, જામનગરની ફિઝિયો થેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલના બ્લોક નંબર ૪૨૧ માં રહીને અભ્યાસ કરતી મૂળ સુરત- કતારગામની વિદ્યાર્થીની જેન્શીબેન રજનીભાઈ ગજેરા જાતે પટેલ (ઉંમર વર્ષ ૧૮), કે જે ફિઝિયોથેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાંથી એકાએક લાપતા બની ગઈ છે.ગર્લ્સ હોસ્ટેલ ના સંચાલકો તેમજ તેણીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ વગેરે દ્વારા અનેક સ્થળે તેણીની શોધ ખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. અને તેણી નો મોબાઇલફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો છે.તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. આ બનાવ અંગે ગુમ થનાર વિદ્યાર્થીની ના પરિવારજનો ને પણ જાણ કરવામાં આવી છે.

જામનગરમાં પરણીત યુવતિ પોતાના એક વર્ષના પુત્ર સાથે લાપતા

0

જામનગરના હાપા વિસ્તારમાંથી પરણીત યુવતી પોતાના એક વર્ષના પુત્ર સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૮ ફેબ્રુઆરી ૨૫, જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતી એક પરણીત યુવતિ પોતાના એક વર્ષના પુત્ર સાથે એકાએક લાપતા બની જતાં પરિવારમાં ચિંતા પ્રસરી છે, અને પોલીસમાં નોંધ કરાવાઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નજીક હાપા વિસ્તારમાં રહેતી ભારતીબેન હિતેશભાઈ ડાભી નામની પરણીત યુવતી પોતાના એક વર્ષના પુત્ર ધ્રુમિલ સાથે પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગઈ હતી, તેની અનેક સ્થળે શોધવા છતાં તેણી નો કોઈ પત્તો સાંપડ્યો ન હતો, તેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી.આ બનાવ અંગે ભારતીબેનના પતિ હિતેશભાઈ ડાભી એ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પત્ની અને પુત્ર ગુમ થયા અંગેની ગુમ નોંધ કરાવી છે. જેને પોલીસ તંત્ર પણ શોધી રહ્યું છે.

જામનગર શહેરમાં રિવરફ્રન્ટની તૈયારી પૂરજોશમાં : સર્વે શરૂ

0

જામનગર શહેરમાં રિવરફ્રન્ટની તૈયારી પૂરજોશમાં : મહાનગરપાલિકા ની અલગ અલગ વિભાગની ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, ફેબ્રુઆરી ૨૫ જામનગર ની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તે મામલે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી ઉપરાંત અનવર ગજણની રાહબરી હેઠળ એસ્ટેટ શાખા, ફાયર શાખા, ટીપી ડીપી શાખા વગેરેના ૨૦ કર્મચારીઓની ટીમ બનાવીને કાલાવડ નાકા બહારથી છેક નાગેશ્વર સુધીના નદીના પટના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રિવરફ્રન્ટ ની જગ્યામાં જે કોઈ હજુ દબાણ બાકી રહી ગયા હોય, તે તમામનો સર્વ કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે, અને ત્યારબાદ રિવરફ્રન્ટ ના પ્રોજેક્ટને પૂરજોશ થી આગળ ધપાવવામાં આવશે. તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા હાલ સર્વે કરાઈ રહ્યું છે.

જામનગરના માઉન્ટેડ પોલીસ વિભાગમાં 8 દિવસમાં ત્રણ અશ્વના મોત

0

જામનગરના માઉન્ટેડ પોલીસ વિભાગમાં જોડાયેલા ત્રણ અશ્વના માત્ર આઠ દિવસના સમયગાળા દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે દોડધામ

  • પશુ ચિકિત્સકોની મદદથી ત્રણેય અશ્વ ના પી.એમ. કરાવી સેમ્પલને અમદાવાદ અને હરિયાણાની લેબોરેટરીમાં મોકલાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૫, જામનગર ના પોલીસ હેડ ક્વાર્ટર ના માઉન્ટેડ વિભાગમાં જોડાયેલા ચેતક, હરણી તેમજ સરીતા નામના ત્રણ અશ્વના માત્ર આઠ દિવસના સમયગાળા દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ છે.પશુ ચિકિત્સકની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ત્રણેય અશ્વના પી.એમ. કરાવ્યા બાદ તેમના સેમ્પલો વગેરે મેળવીને પૃથકરણ માટે અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.જામનગરના પોલીસ હેડક્વાર્ટર માં હાલમાં કુલ ૧૬ જેટલા અશ્વ માઉન્ટેડ વિભાગ સાથે જોડાયેલા છે, અને તેઓની સેવા લેવામાં આવે છે. જે પૈકી ગત ૨૭ મી તારીખે હરણી નામની માદા અશ્વનું ટૂંકી બીમારીમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ ૩૦મી તારીખે ચેતક નામના અશ્વનું પણ ત્રણ દિવસની ફીવર ની બીમારી બાદ મૃત્યુ થયું હતું, અને ગત ૪થી તારીખે સરિતા નામની માદા અશ્વનું પણ ટૂંકી બીમારીમાં જ મૃત્યુ નિપજ્યું હતું, જેથી પોલીસ તંત્રમાં ભારે દોડધામ થઈ છે.મોન્ટેડ વિભાગની ટીમ દ્વારા ત્રણેય મૃત અશ્વ ના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના પશુ ચિકિત્સક ડો. તેજશ શુક્લા અને તેઓની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી, અને ત્રણેય પશુઓની બીમારી દરમિયાન સારવાર કરવામાં આવી હતી, અને તેઓના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.જેના નમુના લેવામાં આવ્યા હતા અને અમદાવાદ તેમજ હરિયાણાના હિસ્સારમાં આવેલી પશુઓની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. તમે પોલીસ દળના અન્ય અશ્વ ની મેડીકલ ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પોલીસ દળમાં ફરજમાં જોડાયેલા ચેતક અશ્વની ઉંમર ૨૪ વર્ષ જેટલી હતી, જ્યારે હરણી તેમજ સરિતા નામની બંને માદા અશ્વ ની ઉંમર ૧૭-૧૭ વર્ષની હતી.પોલીસ દળમાં હાલ ૧૩ અશ્વ સેવારત છે, જયારે ત્રણ અશ્વ નિવૃત્ત થયા છે. પરંતુ તેની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ત્યારે એક વછેરૂ છે, જેની પણ સાર સંભાળ થઈ રહી છે.

જામનગરમાં ખેડૂતની ફિલ્મી હત્યા કેસમાં ઓરોપી મનોજ ઉર્ફે સંજય ગોરાણીયા જામીન મુક્ત

0

જામનગર N.R.I.ની રીલાયન્સ કંપની પાસે આવેલ કરોડોની ખેતીની જમીન પચાવી પાડવા થાર જીપથી કચડી નાખી ખેડુતનું ખુન કરવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી અદાલત

  • આરોપીઓએ વૃધ્ધને પછાડી અને થાર માથેથી ફેરવી દઈ હત્યા  નિપજાવેલ

  • સમગ્ર પરીવારની નજર સામે જ ઘરના મોભીનું ખુન કરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ અદાલત

  • જેલ નહી પરંતુ બેઈલના સીધ્ધાંતો મુજબ આરોપીને જામીન મુક્ત કરવો જોઈએ : એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે નવાગામ વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભરતભાઈ ભીખાભાઈ કેશવાલાઓએ જામનગરના મેધપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરેલ કે, તેઓ અને તેમનું પરીવાર તેમના ફઈની કે, જેઓ લંડન મુકામે વસવાટ કરે છે, તેની વાડીમાં વર્ષોથી વસવાટ કરે છે અને તેમના ફઈ દ્વારા આ જમીન તેમને આપવામાં આવેલ છે, તે બાબતે આરોપીઓ બળદેવ સવદાસ ગોરાણીયા તથા તેમના ભાઈ મનોજ ઉર્ફે સંજય સવદાસ ગોરાણીયા અને તેમના પરીવારના સભ્યો અને સાગરીતો આ જમીન ખાલી કરાવવા માટે અવાર નવાર ધમકીઓ આપતા હતા.આરોપીઓએ જણાવેલ કે, આ જમીન અમે લઈ લીધી છે તમે કબ્જો ખાલી કરી ચાલ્યા જજો નહી તો જીવતા નહી રહો તેવી ધમકી ફરીયાદી ભરતભાઈને અગાઉ આપેલી હતી ત્યારબાદ તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ ફરીયાદી તેમના પરીવારના સભ્યો વાડીમાં રાત્રીના હતા અને તેમના પિતા ભીખાભાઈ કેશવાલા આ વાડીમાં ખાટલામાં સુતા હોય, તે દરમ્યાન થાર મોટરકાર વાડીનો દરવાજો તોડી અને અંદર ફીલ્મી ઢબે આવેલ અને તેઓ આવી અને સીધા ભીખાભાઈને માર મારવા લાગેલ અને મોટે મોટેથી અવાજ કરવા લાગેલ કે, આજે ભરતને પણ પતાવી દેવો છે, તે કહી અને ભીખાભાઈને ઢસડી અને ખાટલાની નિચે પછાડી દીધેલ અને ત્યારબાદ થાર મોટરકાર પુરઝડપે ખાટલાની આજુબાજુ રાઉન્ડ મરાવી અને ભીખાભાઈ ઉપરથી થાર મોટરકાર ચલાવી લઈ કચડી નાખી અને નાશી ભાગી ગયેલ આ ફરીયાદ દાખલ કરતા આરોપીઓની અટક કરવામાં આવી હતીતે પૈકી આરોપી મનોજભાઈ ઉર્ફે સંજયભાઈ સવદાસભાઈ ગોરાણીયા દ્વારા નામદાર અદાલતમાં જામીન મુક્ત કરવા માટે અરજી દાખલ કરતા, તપાસ કરનાર પોલીસ દ્વારા લેખીતમાં વાંધાઓ લેવામાં આવેલ અને સરકાર તરફે રજુઆતો કરવામાં આવેલ કે, આ ખુનનો કેશ છે અને આરોપીઓને ફરીયાદી અને તેમના સમગ્ર પરીવારે જોવેલ છે, અને આ કામે ફરીયાદી અને તેમના પરીવાર સામે આ રીતે ખુબજ ખરાબ રીતે તેમના ઘરના મોભીને મોતને ધાટ ઉતારી દઈ અને ગુન્હો કરેલ છે.

જેથી આ પ્રકારના આરોપીને જામીન મુક્ત કરવાથી આ રીતે ભુ-માફિયાઓ જે જમીન ખાલી કરવા માટે કોઈને કોઈ હદ વટાવતા હોય છે તેમને કાયદાની કોઈ શેહ રહેશે નહી અને હાલ ભુ-માફીયાઓ દ્વારા ખેડુતોની ખેતીની જમીન આ રીતે દબાણ કરી અને પચાવી પાડવામાં આવે છે અને જો તે ખાલી કરે નહી તો આ રીતે કોઈ ઘરના વ્યકિતને મોત અપાવી અને ખુન કરી અને જમીન કબજે કરી લેવામાં આવે છે, અને જો આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો ફરી તે આ જ પ્રકારે કૃત્ય કરશે અને આરોપી સામે અગાઉ પણ કેશો નોંધાયેલા છે.તે તમામ હકિકતો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર મોબાઈલ લોકેશન આવેલ છે એટલે આરોપી સામે સ્ટ્રોગ કેશ છે, તેવું માની શકાય નહી અને અગાઉ ગુન્હા નોંધાયેલા છે, તે આધારે આ ગુન્હામાં જામીન આપવા જોઈએ નહી, તેવો પણ કાયદાના કોઈ સિદ્ધાંત ન હોય, અને આરોપીને લાંબો સમય સુધી જેલમાં રાખવાથી તેના બંધારણીય હકકોને નુકશાન થાય છે અને જેલ નહી પરંતુ બેઈલના સીધ્ધાંતો મુજબ આરોપીને જામીન મુક્ત કરવો જોઈએ આમ, આરોપી પક્ષે થયેલ દલીલો મંજુર ગણી અને આરોપી મનોજ ઉર્ફે સંજય સવદાસ ગોરાણીયાને જામનગરની એડી.સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો  આ કેશમાં આરોપી પક્ષે વિદ્વાન વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨ ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.