Monday, October 12, 2026
Home Blog Page 96

જામજોધપુરના સમાણામાં સસ્તું સોનું મેળવવાની લાલચમાં રૂપિયા ૮ લાખ ગુમાવ્યા

0

જામજોધપુર સમાણા એરફોર્સ ના એક કર્મચારીએ સસ્તું સોનું મેળવવાની લાલચમાં રૂપિયા ૮ લાખ ગુમાવ્યા

  • હિંમતનગરના બે શખ્સોએ સોનાના ખોટા સિક્કા પધરાવી દઈ આઠ લાખ રૂપિયા લઈ જઇ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને સાચા ને બદલે ખોટા સોનાના સિક્કા પધરાવી દઈ આઠ લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ સમાણા એરફોર્સ મા એરમેન મેસમાં ફરજ બજાવતા પારસ કિશનલાલ રાજ્ય પુરોહિત (ઉમર વર્ષ ૨૬) કે જેઓ હિંમતનગરના વતની લાલજીભાઈ મોતીરામભાઈ બાવરી ના સંપર્કમાં આવ્યા હતા, અને તેની સાથે દીલાભાઈ સલાટ વગેરે બન્નેએ મળીને પારસ ભાઈ ને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી સોના ના ખોટા સિક્કા પધરાવી દીધા હતા, અને તેના બદલામાં આઠ લાખ રૂપિયા ની રોકડ રકમ મેળવી લીધી હતી. અને છુમંતર થઈ ગયા હતા.પાછળથી તપાસ કરાવતા સોનાના સિક્કા બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પારસભાઈ રાજ્ય પુરોહિત ની ફરિયાદ ના આધારે પોલીસે લાલજી મોતીરામ બાવરી અને દીલાભાઇ સલાટ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં સ્માર્ટ મીટર લગાડવા બાબતે ગ્રાહક અને અધિકારી વચ્ચે જામી પડી

0

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર એક એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ ટુકડી અને સ્થાનિકો વચ્ચે બબાલ

  • વિજ ગ્રાહકોને જાણ કર્યા વિના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરનાર વીજ ટુકડીને સ્થાનિકોએ અટકાવતાં જીભાજોડી થઈ

  • થોડા સમય વિરામ બાદ ફરી સ્માર્ટ મીટર લગાડવાંનુ ભૂત ધુણ્યું : લોકોમાં ભારે કચવાટ

  • ડે. ઈજનેરે પાવર કાપી નાંખવાની વાત કરતા ગ્રાહક અને અધિકારી વચ્ચે જામી પડી : Video વાયરલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં થોડા સમય બાદ ફરી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી નો પગ પેસારો થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છેબીજી બાજુ લોકોને સમજણ વગર પાછલા બારણે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવાતા પીજીવીસીએલની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે અગાઉ પણ સ્માર્ટ મીટરને લઈ લોકોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો જેને લઇ તંત્રએ હાલ પૂરતી કામગીરી મોકૂફ રાખવાની ફરજ પડી હતી.તેવામાં ગઈકાલે હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને આખરે વીજ ટુકડીએ પરત ફરવાનો વારો આવ્યો હતો.પાર્કિંગમાં લગાવેલા વીજ મીટર કે જયાં વિજગ્રાહકોને જાણ કર્યા વિના નવા સ્માર્ટ મીટર લગાવવા ની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, અને ત્યારબાદ વીજ ગ્રાહકોને બોલાવીને તેના ડોક્યુમેન્ટમાં સહી કરવાનું કહેતા સ્થાનિક નારાજ થયા હતા.દરમિયાન વિજ ટુકડી સાથે સ્થાનિકો દ્વારા બબાલ કરવામાં આવી હતી, અને ભારે ગરમા ગરમી અને પાવર કટ કરી નાખવાની પણ ધમકી અપાઈ હોવાનું એપાર્ટમેન્ટ ના રહેવાસીઓ જણાવી રહ્યા હતા. આખરે વિજ ટુકડીને સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયા રોકી દઈ પરત ફરવાનો વારો આવ્યો હતો.

જામનગરના ભીમવાસ વિસ્તારમાં ‘મહાનામ ઉર્ફે માનવ’ પર હુમલો કરવાના પ્રકરણમાં એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઈ

0

જામનગરના ભીમવાસ વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરવાના પ્રકરણમાં એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઈ

  • આરોપી : સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ, આકાશ વિપુલભાઈ, મુકેશ ઉર્ફે ચીનો વિપુલભાઈ અને સુનિલ ઉર્ફે ધમાની પત્ની

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ફેબ્રુઆરી ૨૫ જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં પોલીસે તેનું નિવેદન નોંધ્યા બાદ એક મહિલા સહિત ચાર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા મહાનામ ઉર્ફે માનવ ઉગાભાઈ વઘેરા નામના ૩૧ વર્ષના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર ના એક થી વધુ ઘા ઝીંકી દેવાતાં તેને લોહી લુહાણ હાલતમાં ૧૦૮ ની ટુકડી મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયારે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ તેમજ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ઘનિષ્ઠ પૂછપરછ કર્યા બાદ તેના નિવેદનના આધારે તેના ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરનારા જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ, આકાશ વિપુલભાઈ, મુકેશ ઉર્ફે ચીનો વિપુલભાઈ અને સુનિલ ઉર્ફે ધમાની પત્ની વગેરે ચાર શખ્સો સામે  સીટી બી ડીવઝન દ્વારા બી.એન.એસ. કલમ-૧૧૮(૨) ,૧૧૭(૨) ,૧૧૮(૧) ,૧૧૫(૨) ,૩૫૨ ,૩૫૧(૩) ,૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ  હુમલા અંગેનો ગુન્હો નોંધ્યો છે, અને પોલીસ દ્વારા ચારેય ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાની ત્રણ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નો તખ્તો તૈયાર

0

જામનગર જિલ્લા ની ત્રણ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નો તખ્તો તૈયાર

  • જામજોધપુર માં ૫૮.૧૨ ટકા : ધ્રોલ માં ૬૮.૦૫ ટકા અને કાલાવડ માં ૬૩.૧૬ ટકા મતદાન થયુ હતું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૫ , જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. આ સાથે જ તાલુકા પંચાયત ની જામ વણથલી બેઠક ની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં સરેરાશ ૪૩.૯૪ ટકા મતદાન થયું હતું. હવે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય ભર મા અનેક નગરપાલિકાઓ ની સામાન્ય ચૂંટણી તેમજ પંચાયત ની અમુક બેઠક ની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ની પણ ત્રણ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયત ની એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી.જામજોધપુર નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૮ બેઠક માટે યોજાયેલી ચૂંટણી માં રવિવારે ૫૮.૧૨ ટકા જેટલું મતદાન થયું હતું.ધ્રોલ નગરપાલિકા ની સાત વોર્ડ ની ૨૪ બેઠકો માટે ની ચૂંટણી માં ૬૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે કાલાવડ નગરપાલિકામાં સાત વોર્ડ ની ૨૭ બેઠકો માટે ચૂંટણી થવા પામી હતી. જેમાં ૬૩.૧૬ ટકા ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત જામનગરતાલુકા પંચાયત ની જામવંથલી ની બેઠક ની પેટા ચૂંટણી યોજાઈ હતી .જેમાં ૪૩.૯૫ ટકા મતદાન થયું હતું.હવે આજે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં ધ્રોલ નગરપાલિકાની મતગણતરી પ્રાંત કચેરી ધ્રોલ માં , જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી એવીડીએસ કોલેજ જામજોધપુર માં તથા કાલાવડ નગરપાલિકાની મત ગણતરી મ્યુનિસિપલ હાઇસ્કુલ કાલાવડ માં થનાર છે. જ્યારે જામનગર તાલુકા પંચાયત ની જામ વણથલી ની એક બેઠક માટે ની યોજાયેલી પેટા ચૂંટણી ની મતગણતરી મહેસુલ સેવાસદન જામનગર માં થશે.સવારે ૯ વાગ્યે આ ત્રણે સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા છે.

જામનગર : હુ તમારા બધા ઉપર કેશ કરીશ , કહી વહુ એ સાસુને ઝાપટો ચોડી દીધી

0

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા વાણંદ પરિવારમાં સાસુ અને વહુ વચ્ચે પડી તકરાર..

  • વહુએ ઉશ્કેરાટમાં આવી જઈ સાસુ પર ફડાકા વાળી કરી : સાસરીયાઓ સામે કેસ કરવાની ધમકી પણ ઉચ્ચારી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, ફેબ્રુઆરી ૨૫ જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર -૩ માં રહેતા વાણંદ પરિવારમાં સાસુ વહુ વચ્ચે તકરાર થઈ હતી, અને ઉશ્કેરેટમાં આવી જઈ વહુએ સાસુ ઉપર ફડાકા વાળી કરી દીધી હતી. ઉપરાંત તમામ સામે ફરિયાદ નોંધાવવાની પણ ધમકી આપી હતી, જેથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને સાસુ એ વહુ સામે ફરિયાદ નોંધાવી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગર શેરી નંબર ત્રણમાં રહેતા ભારતીબેન ભરતભાઈ ધામેલીયા નામના ૫૦ વર્ષના વાણંદ જ્ઞાતિના પ્રૌઢ મહિલાએ પોતાને ત્રણ ચાર ફડાકા ઝીંકી દેવા અંગે તેમજ સમગ્ર પરિવાર ઉપર કેસ કરવાની ધમકી આપવા અંગે પોતાની પુત્રવધુ ઋષિતા દિલીપભાઈ ધામેલીયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે સાસુ અને વહુ વચ્ચે ટીવી ચાલુ કરવા બાબતે ઝઘડો થયો હતો, અને વહુ ઉસકેરાઈ ગઈ હતી, અને સાસુ પર હુમલો કરી દીધો હતો. જે મામલે સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટી.કે.પાંભરે તપાસ હાથ ધરી છે, અને વહુ સામે ગુનો નોધ્યો છે.

જામનગરની યુવતિને TV સીરીયલમાં કામ અને એન્જીન્યરીંગ કોલેજમાં એડમિશનની લાલચ : આરોપી નિર્દોષ

0

જામનગરની યુવતિને TV સીરીયલમાં કામ , એન્જીન્યરીંગ કોલેજમાં એડમીશન અપાવવાની લાલચ આપી યુવતી સાથે ખોટા લગ્ન સર્ટી બનાવનાર આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

  • શોશ્યલ મીડીયામાં ફોટા ત્થા સર્ટીફીકેટ વાયરલ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતીને ધમકીઓ આપવાનો ચકચારી કેસ

  • આરોપી પ્રકાશ ગોસ્વામીના એડવોકેટ રાજેશ ગોસાઈની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નિદોર્ષ મુક્ત કરતી નામદાર કોર્ટ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૫ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગરમાં રહેતી દિપાલીબેન કમલેભાઈ સોઢાની ઓળખાણ પ્રકાશ ગોસ્વામી સાથે થયેલ અને દીપાલી બહેને ૧૨ સાયન્સ પાસ કરેલ હોય અને તેમને એન્જીન્યરીંગમાં એડમીશન લેવાની વાત પ્રકાશ ગોસ્વામીને કરતા તેમને કહેલ કે , અલગ અલગ ઈજનેર કોલેજમાં તેમની સારી ઓળખાણ છે અને અમદાવાદમાં એડમીશન થઈ જશે તેમ કહી અને યુવતીને પોતાની સાથે અમદાવાદ લઈ ગયેલ અને ત્યારબાદ આરોપીએ ફરીયાદીને કહેલ કે, તું મોડલીંગ કર તો તને ટી.વી.સીરીયલમાં કામ અપાવી દઈશ તેમ કહી મોડલીંગના ફોટોસ પાડી અને પોર્ટફોલીયો બનાવ્યો હતોત્યારબાદ કહેલ કે, જયપુરમાં ટી.વી.સીરીયલમાં શુટીંગ કરવાનું છે અને સીરીયલમાં તને કામ મળી જશે તેમ કહી અને જયપુર લઈ ગયેલ હતો અને ત્યાં એકટીંગની તાલીમ લેવાનું જણાવી અને અલગ અલગ જગ્યાએ ફેરવેલ અને ત્યારબાદ આરોપીએ કહેલ કે, મારે તારા સાથે લગ્ન કરવા છે, પરંતુ ફરીયાદીએ લગ્નની ના પાડેલ તેથી આરોપી પ્રકાશ ગોસ્વામી ફરીયાદીને અવાર નવાર ધાકધમકી આપી અને ધમકાવતો કે, તારા ખરાબ ફોટા શોશ્યલ મીડીયામાં મુકી અને બદનામ કરી આપીશ તેવી ધમકી આપી અને ફરીયાદીને અલગ અલગ જગ્યાએ ફેરવતો અને ત્યારબાદ ફરીયાદીના તમામ અસલ ડોક્યુમેન્ટસ અને અભ્યાસના પ્રમાણપત્રો તમામ ટ્રેનમાં આવતી વેળાએ  મારકુટ કરીને જુટવી લીધા હતાત્યારબાદ ફરીયાદીએ આરોપી સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખેલ, તેથી આરોપી ખુબજ ઉશ્કેરાઈ ગયેલ અને અવાર નવાર ફોન કરી ફરીયાદી અને તેના પરીવારને ગાળો દેતો હતો, અને ફરીયાદી આરોપીના વશ ન થતાં તેમજ લગ્ન માટે તૈયાર ન થતાં આરોપીએ ફરીયાદી ત્થા તેમનું બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવી લઈ અને આ પ્રમાણપત્ર તેમની બહેન જયોતી બહેનના ફેસબુકના એકાઉન્ટમાં મુકેલ, અને આ લગ્નનું ખોટું પ્રમાણપત્ર બનાવી અને ધમકીઓ આપેલ કે, તું મારી પત્ની છો આ ખોટું પ્રમાણપત્ર ફેસબુકમાં વાયરલ કરતા તેની જાણ ફરીયાદીને થતાં તેમને આરોપી સામે જામનગર પોલીસ સ્ટેશનમાં આરોપીએ તેમના સાથે કરેલ વિશ્વાસધાત ઠગાઈ અને બોગસ પ્રમાણપત્ર બનાવી ફરીયાદીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે લગ્ન થયાના બનાવટી દસ્તાવેજો બનાવી અને ફોન ઉપર ગાળો બોલી અને ધમકી આપતા હોવાની ફરીયાદ કરી હતી

પોલીસે આ ફરીયાદમાં આરોપી પ્રકાશ ઉર્ફે પીન્ટુ મનોહરગીરી ગૌસ્વામી રે. રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ અને આ ફરીયાદમાં તપાસ કરી અને ચાર્જશીટ કરેલ આ કેશ ચાલી જતાં આરોપી તરફે ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ અને દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદી સ્વખુશીથી આરોપી સાથે અલગ અલગ જગ્યાએ ગઈ હતી અને સાથે ફરી હતી ફરીયાદીને ટી.વી.સીરીયલમાં કામ ન મળતા ઉશ્કેરાઈ જઈ અને આરોપી સામે ખોટી ફરીયાદ કરેલ છે, જ્યારે સરકાર પક્ષે દલીલો કરાયેલ કે, આરોપીએ બ્લેકમેઈલ કરી અને ફરીયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરેલ છે અને ગાળો બોલી ધમકાવેલ હોય, જેથી સજા કરવી જોઈએ

આ તમામ રજુઆતો બાદ આરોપી પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો માન્ય રાખી અને આરોપી પ્રકાશગીરી ઉર્ફે પીન્ટુ મનહરગીરી ગૌસ્વામીને નામ.અદાલતે નિદોર્ષ મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર .નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરના ઢીંચડા રોડ પર ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું

0

જામનગરમાં ઢીંચડા રોડ પર એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું

  • મનપાના ૩૦ મીટર ના ડીપી રોડ ને નડતર રૂપ સાડા દસ હજાર ચોરસ મીટર જગ્યામાં ઊભું કરાયેલું ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ એક ધાર્મિક સ્થળને દૂર કરી લઈ મહાનગરપાલિકા હસ્તકની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. જામનગરના જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં ડિમોલેશન કરાયું હતું, અને આશરે સાડા દસ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે.જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ૩૦ મીટરનો ડીપી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે રોડ માં ઢીંચડા નજીકના માર્ગે આશરે સાડા દસ હજાર ચોરસ મીટર જગ્યામાં એક ધાર્મિક સ્થળ નું બાંધકામ ઉભું કરાયું હતું અને એક દરગાહ ખડકી દેવામાં આવી હતી. જે જગ્યા ખાલી કરવા અંગે તંત્ર દ્વારા અનેક વખત નોટીશો અપાઈ હતી. પરંતુ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી.આજથી દોઢ વર્ષ પહેલાં જામનગર શહેર વિભાગના મામલતદાર દ્વારા પણ સ્થળ પર રોજ કામ વગેરે કરાવાયું હતું, અને સરકારની જગ્યા ખુલી કરી દેવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. પરંતુ ધાર્મિક સ્થળનું બાંધકામ દૂર કરાયું ન હતું.હાલમાં નવો રોડ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળના વ્યવસ્થાપકોને અંતિમ નોટિસ પાઠવાઇ હતી, ત્યારબાદ આજે ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ખુદ બનાવના સ્થળે હાજર રહ્યા હતા, તેઓની સાથે એ.એસ.પી. અક્ષેશ એન્જિનિયર, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, એલસીબીના પીઆઇ વી એમ લગારીયા અને પીએસઆઇ પી.એન. મોરી ઉપરાંત સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા ઉપરાંત સીટી સી. ડિવિઝન ના પી.આઈ. તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. જે તમામ પોલીસ અધિકારીઓ ના ચુસ્ત બંદોબસ્ત ની વચ્ચે સમગ્ર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા ના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનીલ ભાનુશાલી તથા મહાનગરપાલિકાની અન્ય ટીમ દ્વારા ચાર જેસીબી ની મદદ લઈને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૨૦ શ્રમિકોની મદદ લેવામાં આવી હતી, અને માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળ નું બાંધકામ દૂર કરી નાખી સરકારી જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી હતી, અને નજીકના ભવિષ્યમાં જ આ વિસ્તારમાં નવો ૩૦ મીટરનો ડી.પી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવશે.

જામનગરના ગ્રેઇન માર્કેટમાં થયેલ અડધા લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

0

જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ધોળે દહાડે અડધા લાખની રોકડ રકમની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો એક તસ્કરની અટકાયત

  • સીટી-બી ડિવિઝન પોલિસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડના ક્રિપાલસિંહ સોઢા અને જયદીપસિંહ જાડેજા ની ખાનગી બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર માં ગ્રેઈન માર્કેટમાં એક દુકાનમાંથી ધોળે દહાડે થયેલી રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમની ચોરી અંગે ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. જે ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ તથા પાસબુક કબજે કર્યા છે.જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા મુકેશભાઈ ખીમજીભાઈ વાંસજાળીયા ની દુકાનમાંથી ધોળે દહાડે રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમની ચોરી થઈ હતી. જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને સિટી બી ડિવિઝન પોલીસે ગીતા લોજ પાસેથી કમલેશ ભીખુભાઈ પિત્રોડા નામના લુહાર શખ્સ ને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૪૯,૫૦૦ ની રોકડ રકમ અને મુકેશભાઈ વાંસજાળીયા ના નામની બેંકની પાસબુક કબજે કરી લીધી છે.

ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક ઉમેદવાર નું નિધન

0

ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક ઉમેદવાર નું નિધન

  • વોર્ડ નંબર ૭ ની તમામ ચાર બેઠક ની ચૂંટણી મુલતવી રખાયા ની તંત્ર ની જાહેરાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ નગરપાલિકા ના વોડ નંબર ૭ નાં કોંગ્રેસ ઉમેદવાર નું આજે નિધન થયું છે.આથી આ.વોર્ડ ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાં માં આવશે.જામનગર જિલ્લા ની ધ્રોલ , કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઓ માટે આગામી તારીખ ૧૬ મી ના રોજ મતદાન થનાર છે. આ ત્રણે નગરપાલિકાઓ માં ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન ધ્રોળ નગરપાલિકા ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જામસંગ જાડેજા નું આજે સાંજે નિધન થયું હતું.ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના ઉમેદવાર દશરથસિંહ જાડેજા આજે સાંજે સાડા ચારેક વાગ્યા ની આસપાસ ધ્રોળ માં હોસ્પિટલ નજીક ના વિસ્તાર માં હતા ત્યારે તેઓને છતી દુઃખાવો શરૂ થયો હતો. આથી તુરંત તેઓ ને ધ્રોલ ની જ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતા.પરંતુ તેઓ ની સારવાર કારગત નીવડી ન હતી.અને તેઓ નું નિધન થયું હતું. બનાવવા ની જાણ થતા જ સ્થાનિક આગેવાનો અને તેમના સગા સંબંધી દોડી ગયા હતા.  મળતી માહિતી મુજબ સરકારના નિયમ અનુસાર વોર્ડ નંબર ૭ ની તમામ ચાર બેઠકો ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવશે.

જામનગરમાં સ્કોલરશીપ ના મુદ્દે ABVP ના ઘરણાં , પ્રદર્શન

0

જામનગરમાં જીજી હોસ્પિટલ ના ગેઇટ પાસે સ્કોલરશીપ ના મુદ્દે એબીવીપીના ઘરણાં : વિરોધ પ્રદર્શન

  • એબીવીપીના કાર્યકરો પોસ્ટર સળગાવી રસ્તા પર બેસી જતાં ચક્કાજામ: પોલીસે ૩૦ કાર્યકરોની અટકાયત કરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા સ્કોલરશીપના મુદ્દે વિરોધ દર્શન કરાયું હતું, અને જામનગરની જીજી હોસ્પિટલના ગેઇટ નજીક ના માર્ગે અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા, અને સૂત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરી પોસ્ટર સળગાવ્યા હતા.આ ઉપરાંત કેટલાક કાર્યકર્તાઓ રસ્તા પર બેસી જતાં જીજી હોસ્પિટલ રોડ નો ટ્રાફિકજામ થઈ ગયો હતોઝ અને ભારે દોડધામ થઈ હતી. સિટી બી. ડિવિઝનની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ૩૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી લઈ પોલીસે હેડ ક્વાર્ટર માં લઈ ગયા હતા, અને તેઓ સામે અટકાયતી પગલા ભરવામાં આવી રહ્યા છે.જોકે મોડેથી ટ્રાફિક વ્યવસ્થા પોલીસે સંભાળી લીધી હતી, અને વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો.

error: Copying and use of the content of the website is considered as illegal activity.