Monday, October 12, 2026
Home Blog Page 95

જામનગર માં કચરાના સ્થાને કેરળ ભરનાર એજન્સીની છેલ્લા બે મહિનાની તમામ ટ્રીપો કેન્સલ કરતું જામ્યુકો

0

જામનગરમાં કચરાની ગાડીમાં કચરાના સ્થાને કેરણ ભરીને લઈ જવાની પ્રવૃત્તિનો વિડીયો વાયરલ થયો 

  • જવાબદાર એજન્સી ની છેલ્લા બે મહિનાની તમામ ટીપ્રો કેન્સલ કરતું તંત્ર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં કચરા ગાડીમાં કચરો ભરીને લઈ જવાને બદલે કચરા ગાડીમાં બાંધકામનો કાટમાળ ભરીને લઈ જઈને વાહનોના વજન મુજબ કરવામાં આવતા ફેરાના બીલનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપોને પ્રમાણ મળતું હોય તેવો કચરા ગાડીમાં કેરણ ભરાતું હોવાનું વાયરલ થયેલા વીડીયોમાં જોવામાં આવતા બાદ જામ્યુકો દ્વારા એજન્સી દ્વારા છેલ્લા બે મહિનામાં જેટલી ટ્રિપો કરેલી હોય તે તમામ ટ્રીપો કેન્સલ કરી નાખી હતીજામનગર મહાનગરપાલિકાની શરતો મુજબ જામનગરમાંથી કચરો ઉપાડીને વાહનો દ્વારા ગાંધીનગર પાછળ આવેલા કચરો બાળીને વીજળી બનાવવાના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉપર મોકલવાનો રહે છે. પરંતુ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી વાહનોમાં લોકોના ઘરો, દુકાનો, ઓફીસીના કચરાને બદલે બાંધકામના કચરા અને કંઈ ન મળે તો ગાડી ઉભી રાખીને માર્ગો ઉપર પડેલા મોટા-મોટા પથરા, માટીના ઢગલા ઉસેડીને ગાડીમાં નાંખીને સરકારની તીજોરીને નુકશાન પહોંચાડવા જેવી – કામગીરી કરવામાં આવતી હોવાની કરિયાદો ઉઠી હતીઆવી ફરિયાદોને અનુમોદાન મળે તેવી ઘટનામાં રામેશ્વરનગર પાછળ કચરા ગાડીમાં બાંધકામનું કેરણ ઉપાડવામાં આવતું હોવાનું જોઈને તે વિસ્તારના જાગૃત નાગરિકે વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં અપલોડ કર્યો છે. આ ઉપરાંત નાગરિક દ્વારા સીએમ પોર્ટલ અને કમિશનરને પણ ફોટા વીડીયો મોકલીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે મહાનગર પાલિકાના તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિને અટકાવવા માટે જવાબદારો એજન્સી સામે કડક કાર્યવાહી હાથ ધરી એજન્સી દ્વારા છેલ્લા બે મહિનામાં જેટલી પણ રિપોર્ટ કરવામાં આવી હોય તે તમામ ટ્રીપો રદ કરી નાખતા ભારે ફફડાટ ફેલાયો હતો

જામનગરની હોસ્પિટલમાં ખુલ્લી છરી સાથે હંગામો મચાવનારા દંપતી સામે ગુનો નોંધાયો

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં ખુલ્લી છરી સાથે હંગામો મચાવનારા દંપતી સામે પોલીસે ગુન્હો નોંધ્યો

  • સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કરી હંગામો મચાવનારા દંપત્તિને અટકાયતમાં લઈ લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, ફેબુ આરી ૨૫ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં પરમદિને રાત્રે એક દંપત્તિ દ્વારા ખુલ્લી છરી સાથે ભારે હંગામો મચાવાયો હતો. અને તોડફોડ કરી સિક્યુરિટી વિભાગ સાથે બબાલ કરાઈ હતી જે પ્રકરણમાં સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને ગણતરીના કલાકોના આરોપી દંપતીની અટકાયત કરી લીધી છે.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના નવા બિલ્ડીંગ માં પરમ દીને રાતે એક શખ્સ અને તેની પત્ની દ્વારા ખુલ્લી છરી સાથે ધસી આવી સૌ પ્રથમ પહેલા માળે દેકારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખુલ્લી છરી સાથે નીચે ધસી આવી સિક્યુરિટી વિભાગના ટેબલ વગેરેને ઉંધા પાડી દઈ નુકસાની પહોંચાડી હતી, અને ફરજ પર હાજર રહેલા સિક્યુરિટી ના જવાનો સાથે પણ ભારે ધમાચકડી કરી હતી.જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.આખરે આ પ્રકરણને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયું હતું, અને જી.જી. હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતા ખોડાભાઈ અવસરભાઈ કાસુન્દ્રા એ બ્લોચ નામના શખ્સ અને તેની પત્ની સામે હંગામો મચાવી તોડફોડ કરવા અંગે તેમજ ધાક ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ ના અનુસંધાને સીટી બી ડિવિઝન ના પી.આઈ. પી.પી.ઝા ખુદ હરકતમાં આવી ગયા હતા, અને બનાવવાની ગંભીરતા સમજીને હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. એમ.વી.ઓડેદરા અને તેમની ટીમ સાથે તાત્કાલિક અસરથી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સીસીટીવી કેમેરા ના ફૂટેજ વગેરે મેળવી લીધા બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ હંગામો મચાવનાર દંપતિ સહેજાદ ઉર્ફે દંતો બલોચ તેમજ સાહિસ્તા શહેઝાદભાઈ ને શોધી કાઢી બંનેની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી છરી કબજે કરી લીધી છે. તેઓને કાયદાનું ભાન કરાવ્યું છે.મહિલા આરોપી દ્વારા પણ સિક્યુરિટી વિભાગના સ્ટાફ સામે ખોટી છોડતી ના કેસમાં ફીટ કરવા ની ધમકીઓ અપાઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે દંપતિ સામે બીએનએસ કલમ ૧૧૫ (૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ (એક) મુજબ ગુનો નોંધ્યો છે.

જામનગર ખોડીયાર કોલોનીમાં શિક્ષકના ઘરમાં થયેલી ચોરીમાં શ્વાન ની મદદ લેવાઈ

0

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં એક શિક્ષકના મકાન માં થયેલી ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ગુન્હા શોધક શ્વાન તેમજ સીસીટીવી કેમેરાની મદદ લેવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં રહેતા એક શિક્ષકના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી ૧૦ તોલા સોનું અને ૧.૧૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુન્હા શોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાતની પણ મદદ લીધી છે.જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ કે જેઓ ગત ૧૬મી તારીખે પોતાના મકાનને તાળું મારીને ગઢડા ગામે પોતાના ભાણેજ ના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાંથી તેઓ પરત ફર્યા, ત્યારે તેઓના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જે ચોરીના બનાવ અંગે શિક્ષક પ્રફુલભાઈ ચોહાણ દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના મકાનમાંથી ૪.૬ લાખ ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા ૧ લાખ ૧૫ હજારની રોકડ રકમ સહિત કુલ ૫,૨૧,૫૦૦ ની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝન પોલીસે ગુના શોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાત ની મદદ લીધી છે. ઉપરાંત કેટલાક સીસીટીવી કેમેરાઓ પણ ચકાસયા છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં એક દર્દીના સગા નો છરી સાથે હંગામો

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં એક દર્દીના સગા દ્વારા ખુલ્લી છરી સાથે હંગામો મચાવાયો

  • પ્રથમ માળે દેકારો કર્યા બાદ નીચે આવીને સિક્યુરિટી વિભાગ ના ટેબલ વગેરે ઊંધા પાડી દેતાં ભારે દોડધામ

  • નવી બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ ના મનસ્વી વર્તન અને દર્દીઓના સગાઓને હેરાન પરેશાન કરતા હોવાની થોકબંધ ફરિયાદ ઉઠવા પામી છે. !!

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ફેબ્રુઆરી ૨૫ જામનગરની સરકારી જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ગઈકાલે અડધી રાત્રે પાન મસાલાના ચેકિંગ ને લઈ પેટ્રોલિંગમાં નીકળેલા સીક્યુરીટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે બબાલ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો તેવા માં દર્દીના સગાને હાથમાં છરી વાગી જતા મામલો વધુ બીચક્યો  હતો જેને લઈ ભારે દોડધામ મચી ગઈ હતી બીજી બાજુ નવી બિલ્ડીંગ માં અવાર નવાર બબાલ થવાની વાત કાઈ નવી રહી નથી અગાઉ પણ સિક્યુરિટી ગાર્ડની પોલીસ કર્મચારી , ડોકટર , શહેરીજનો સાથે માથાકુટ થઈ ચૂકી છે. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા તેવામાં ગઈકાલ રાત્રે વધુ એક બબાલ સર્જાતા હોસ્પિટલ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઈકાલ રાત્રે પાન મસાલાના ચેકિગ બાબતે એક દર્દીના સગા દ્વારા ભારે હંગામો મચાવાયો હતો. ખુલ્લી છરી સાથે ધસી આવેલા શખ્સ દ્વારા સૌ પ્રથમ પહેલા માળે દેકારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખુલ્લી છરી સાથે નીચે ધસી આવી સિક્યુરિટી વિભાગના ટેબલ વગેરેને ઉંધા પાડી દઈ નુકસાની પહોંચાડી હતી, અને ફરજ પર હાજર રહેલા સિક્યુરિટી ના જવાનો સાથે પણ ભારે ધમાંચકડી કરી હતી.

જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. દર્દી અને તેના સગા બંને સામે જી.જી. હોસ્પિટલમાં પાન મસાલા ખાવા બાબતે સિક્યુરિટી વિભાગ સાથે રક ઝક થઈ હતી, ત્યારબાદ છરી સાથે ધસી આવેલા શખ્સે હંગામો મચાવી દીધો હતો. જોકે મોડેથી પોલીસ તંત્રને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. જો કે આ પ્રકરણમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરના ચકચારી કોમન પ્લોટ પ્રકરણમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાનો જેલવાસ લંબાયો

0

જામનગર : કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી ના-મંજુર કરતી નામદાર અદાલત

  • સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલ અને ફરીયાદ રદ કરાવવા આરોપીએ સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવેલ

  • આરોપી દ્વારા ફરીયાદીને ગુજશીટોકના આરોપી જયેશ પટેલ કે, જે આરોપીના સગા ભાઈ થતાં હોય, તેના નામે પણ ધમકી આપેલ હતી

  • ફરિયાદી ના વકીલ રાજેશ ગોસાઈ દ્વારા જામીન અરજી પર વાંધા રજૂ કરાતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી

દેશ દેવી ન્યૂઝ તા ૨૨ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, જામનગર રેવન્યુ સર્વે નં.૧૨૦૬ વાળી રહેણાંક હેતું માટે બિનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં.૨ અને ૩માં વસવાટ કરતા હતા તે દરમ્યાન મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટ નં.એ ફરતે પોતાના અંગત ઉપયોગમાં બાજુમાં કંમ્પાઉનડ  વોલ કરી અંદર મકાન શેડ સંડાશ બાથરૂમ બનાવી નાખી અને આ કોમન પ્લોટ ફરતે પોતાનું કમ્પાઉન્ડ વોલ અને ગેટ નાખી અને સીસીટીવી કેમેરા ફીટ કરી દીધેલ હોયઆ જગ્યામાં દબાણ કરેલ હોય તેનો વિરોધ કરતા તેઓએ અપશબ્દો બોલાવી અને તેઓ ગુનેગાર જયેશ પટેલના સગા ભાઈ થતાં હોય, તેનો ડર બતાવતા રહેતા હતા અને આ બાબતે ફરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી અને ફરીયાદીનું માલીકીનું મકાન વેંચાણ કરાવી નાખેલ, આમ ત્યારબાદ આરોપી દ્વારા આ કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં પોતાનું ગેરકાયદેસર દબાણ કરી લીધેલ તે બાબતની ફરીયાદ જાહેર કરેલ, અને આ ફરીયાદ બાદ પોલીસ ધ્વરા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરિયારની ધરપકડ કરી લીધેલ, જેથી આરોપીએ નામ.ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરાવવા માટે પીટીશન ફાઈલ કરેલ તે નામ.ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખતા, આરોપી ધ્વારા નામ.સર્વોચ્ચ અદાલતમાં પીટીશન ફાઈલ કરેલ, ત્યારબાદ આ કામના આરોપી ધ્વારા જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરેલ અને તેમના તરફે નામ, અદાલતમાં એવી રજુઆતો કરવામાં આવેલ કે, આ જે જગ્યા કોમન પ્લોટ છે, તેમાં આરોપીએ કોઈ જ દબાણ કરેલ નથી અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે કેશ થયેલ હોય, તેનો ખાર રાખી અને આ ખોટી ફરીયાદ કરેલ છે તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી દ્વારા નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરેલ છે અને આ પીટીશન રદ થયેલ હોય, જે હકિક્તો ધ્યાને લેતા આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, અને આજે જગ્યા બાબતે ફરીયાદ કરવામાં આવેલ છે, તેની પહેલા આ ફરીયાદી ધ્વારા કલેકટર સાહેબ સમક્ષ ઓનલાઈન અરજી કરવામાં આવેલ છે અને કલેકટર સાહેબ દ્વારા કમીટી બેસાડી તપાસ કરવામાં આવેલ છેઅને તે તપાસ બાદ આ જગ્યામાં ગેરકાયદેસર કબજો હોવાની હકિકતો સામે આવતા જ કલેક્ટર સાહેબ શ્રી એ જ ફરીયાદ બાબતનો હુકમ કરેલ છે, તેથી રેવન્યુ ડીપાર્ટમેન્ટના હુકમો ધ્વાને લેવામાં આવે તો પણ આ કામના આરોપી સામે પ્રથમદર્શનીય કેશ હોવાનું ફલીત થાય છે, તો આ પ્રકારના આરોપીઓને જો જામીન મુક્ત કરવામાં આવશે તો ફરીયાદ પક્ષને ખુબજ નુકશાન થશે અને સાક્ષી પુરાવા ફોડવાનો પ્રયત્ન થશે, તે તમામ દલીલો કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી અને આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આ૨. ગોહીલ, રજનીકાંત આર.નાખવા, તથા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગર લાલપુરના રંગપુર ગામમાંથી ૧૯ વર્ષની યુવતી લાપતા બની

0

લાલપુરના રંગપુર ગામમાંથી ૧૯ વર્ષની યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા : પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રંગપર ગામમાં રહેતી વૈશાલીબેન આલાભાઇ કરમુર નામની ૧૯ વર્ષની અપરણિત યુવતી કે જે ગઈકાલે રાત્રે બે વાગ્યા ના અરસામાં પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો સાંપડ્યો ન હતો.આખરે યુવતી ના પિતા આલાભાઇ કરમુર દ્વારા જામનગર જિલ્લાના મેઘપર પોલીસ મથકમાં પોતાની પુત્રી વૈશાલી ગુમ થઈ જવા અંગેની ગુમનોંધ કરાવતાં મેઘપર પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના બર્ધનચોકમાં દબાણ હટાવવા માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ

0

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રેકડી- પથારાવાળા ઓ ના દબાણ હટાવવાની કાર્યવાહી માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ

  • એસ્ટેટ શાખા દ્વારા ૧૦ થી વધુ રેકડી-૪૦ થી વધુ પથારા અને ૩૫ શાકભાજી ની લારી ના વજન કાંટા કબજે કરી લેવાયા: પોલીસે હાજર દંડ વસૂલ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, ફેબ્રુઆરી ૨૫ જામનગર માં બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં અને દિપક ટોકીઝ થી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ ધંધો કરવા માટે ફરી પ્રયત્ન કરતાં એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ,અને ગઈકાલ સાંજે અને આજે બપોરે સુધીમાં ૧૦ થી વધુ રેકડી અને ૪૦ થી વધુ પથારા તેમજ ૩૫ થી વધુ શાકભાજીની લારી ના વજન કાંટા કબજે કરી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં તેઓનો સામાન જપ્ત કરી ને રખાયો છે. કેટલાક રેકડી- પથારાવાળાઓ અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.જામનગર શહેરના દરબારગઢ થી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધી અને દિપક ટોકીઝથી શાક માર્કેટ થઈ દરબારગઢ સુધી ના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ ૪,૯૦૦ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કેટલાક પથારાઓ કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા.આજે પણ સિટી એ. ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગર પાલિકા ની ટુકડી દ્વારા સંપૂર્ણ એરિયામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે અહીંથી રેકડી પથારાવાળાઓમાં નાસભાગ થઈ છે.

જામનગરમાં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગરમાં ડી.પી. કપાત માટે નોટીસ

0

જામનગર માં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગરમાં ડી.પી. કપાત માટે ૩૩૦ મિલકતધારકને મહાનગર પાલિકા દ્વારા નોટીસ

દેશ દેવી ન્યૂઝ જામગનર તા.ર૦ ફેબ્રુઆરી ૨૫, જામનગર માં ગાંધીનગર થી સ્વામિનારાયણ નગર સુધી નો ૧ર મીટર પહોળાઈ નો રોડ બનાવવા માટે ડી.પી. કપાતમાં આવતી આશરે સવા ત્રણસો થી વધુ મિલકત ધારકો ને મહાનગર પાલિકા દ્વારા વધુ એક વખત નોટીસ પાઠવાઈ છે.

જામનગરમાં સ્વામિ નારાયણનગર-ગાંધીનગર વચ્ચે ૩૦ મીટરની પહોળાઈ નો રોડ બનાવવા આયોજન થયું હતું. આ પછી આ રોડ ની પહોળાઈ ટૂંકાવી ૧ર મીટર નો રોડ બનાવવા નિર્ણય પણ લેવાયો હતો. જેની અમલવારી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતર માં ૩૩૦ જેટલા મિલકતધારકો ને નોટીસ પાઠવાઈ હતી. અગાઉ પણ કપાત માં આવતી તમામ મિલકત ને નોટીસ અપાઈ હતી.હાલ તમામ મિલકતધારકોને નોટીસની બજવણી કરવામાં આવી છે, અને ઉચ્ચ કક્ષા એ થી મંજુરી મળતાં મિલકતો ની પાડતોડ શરૂ કરવામાં આવશે. આ માર્ગ માં કપાત માં જતી આશરે ૩૩૦ મિલકતો માં અમુક સૂચિત માં સમાવિષ્ટ થાય છે.

જામનગરના સિદ્ધાર્થનગરમાં રહેતી યુવતિ એકાએક લાપતા બનતા પોલીસને જાણ કરાઈ

0

જામનગર ની યુવતી ગુમ થતાં પોલીસ માં જાણ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૫ , જામનગરના હરિયા કોલેજ નજીકના સિદ્ધાર્થનગરમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ છે.જામનગરની હરિયા કોલેજ રોડ પર આવેલા સિદ્ધાર્થનગર સ્થિત રહેતી ભારતીબેન નાનજીભાઈ પરમાર નામની સત્યાવીસ વર્ષની યુવતી પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલી ગઇ છે. તેણીના પરિવારે શોધખોળ કર્યા પછી પણ ભારતીબેનનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જામનગરના વોર્ડનં-૬ માં ખુલ્લી ગટરના પ્રશ્ને કોંગી નગર સેવિકાએ અનોખો વિરોધ દર્શાવ્યો

0

જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડ પહેલાં કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ગાલ પર કાદવ ચોપડીને પહોંચ્યા

  • વોર્ડ નંબર -૬ માં ખુલ્લી કેનાલના પ્રશ્ને સ્થાનિક મહિલાઓને સાથે રાખીને પોસ્ટર દેખાડી વિરોધ દર્શાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા યોજાઇ હતી, જે પહેલા વોર્ડ નંબર -૪ ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના ગાલ પર કાદવ ચોપડીને અન્ય મહિલાઓ સાથે પહોંચ્યા હતા, અને હાથમાં બેનર પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા એક પ્રકારનો ફિલ્મી સ્ટુડિયો છે, તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વર્ષોથી લોકોના પ્રશ્નોનો નિકાલ થતો ન હોવાની રજૂઆત કરી હતી.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ માં એક ખુલ્લી કેનાલ આવેલી છે. જેના ગટરના ગંદા પાણી સતત માર્ગ પર ફેલાતા રહ્યા છે, જે અંગે અનેક વખત રજૂઆત થયા પછી અને અનેક વખત બજેટમાં તેની જોગવાઈ કરીને બોક્સ કેનાલ બનાવવાની વાતો કરવા છતાં હજુ સુધી કોઈ નકકર કાર્યવાહી થઈ નથી, અને સ્થાનિકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે,અને પરિસ્થિતિ ખરાબ છે.આ પરિસ્થિતિમાં આખુ વરસ સ્થાનિકોએ ગટરના પાણીની વચ્ચે રહેવું પડે છે. તેથી સ્થાનિક ગમહિલાઓની સાથે સાથે પોતે પણ પોતાના ગાલ પર કાદવ ચોપડીને જનરલ બોર્ડના દ્વારે આવી પહોંચ્યા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી ભારે કુતુહલ પ્રસર્યું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.