Monday, October 12, 2026
Home Blog Page 94

જામનગરમાં સાત રસ્તા નજીક ઇજાગ્રસ્ત હાલમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો

0

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકથી ૪૦ વર્ષીય અજ્ઞાત યુવકનો મૃતદેહ સાંપડ્યો

  • પ્રાથમિક તપાસમાં યુવાન જમ્મુ કાશ્મીરનો હોવાનો અને કુદરતી મૃત્યુ થયું હોવાનું જણાઈ આવતા તપાસનો દોર લંબાવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ માર્ચ ૨૫ , જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ૪૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવવા અંગે પેટ્રોલ પંપમાં નોકરી કરતા ઈકબાલભાઈ દોસ્તમહમદ દરજાદા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. વી.બી.બરબસિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.મૃતક યુવાનને શરીરે ઇજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે, તે જાણવા માટે પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈ રોડ રસ્તા બંધ અંગે નું જાહેરનામું

0

જામનગરમાં તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી રોડ રસ્તા અંગે નું જાહેરનામું

  • લાલપુર બાયપાસ થી પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે

  • રસ્તાઓ બંધ થતા જાહેર કરવામાં આવેલ વૈકલ્પિક રૂટ વાહનચાલકોએ ઉપયોગમાં લેવાનો રહેશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૮, ફેબ્રુઆરી ૨૫ આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય આથી તેમના પ્રવાસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તા.૦૧/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૦૨/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધી અમુક રસ્તાઓ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવશ્રીની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ) અન્વયે તમામ પ્રકારના ભારે વાહનો માટે લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ – નાઘેડી પાટીયા – ગોરધનપર પાટીયા – સરમત પાટીયા -સીક્કા પાટીયા મેઘપર પડાણા ત્રણ રસ્તા સુધી રસ્તો બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે મેઘપર પડાણા ત્રણ રસ્તા – પડાણા – કાનાલુસ ફાટક – સેતાલુસ આરબલુસ – મેઘનું ગામ – પીપળી – ખોજા બેરાજા –ચન્દ્રગઢ – ચંગા પાટીયા ત્રણ રસ્તા – દરેડ ગામ – લાલપુર બાયપાસ તરફનો ડાયવર્ઝન રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.ટુ/વ્હીલર ફોર વ્હીલર વાહનો માટે સાત રસ્તાથી ટાઉનહોલ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વૈકલ્પિક રૂટ તરીકે ઓશવાળ હોસ્પીટલ સર્કલ તરફથી આવતા વાહનો એસ.ટી. ડેપો થઇ તળાવની પાળ-ટાઉન સર્કલ તીનબત્તી થઇ અંબર છત્રી- જી.જી. હોસ્પિટલ તરફનો ડાયવર્ઝન રૂટ તથા વિનુ માંકડના સ્ટેસ્યુ થી તુલશી હોટલ અને તુલશી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીના રસ્તાના વૈકલ્પિક રૂટ તરીકે ગુરુદ્વારા સર્કલથી અંબર સર્કલ – ઝુલેલાલ મંદીર – તીનબતી થઇ બેડી ગેઇટ તરફ જવાનો રસ્તો અને તુલસી હોટલથી લીમડાલાઈન તીનબત્તી સુધીના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.ચેતક ટ્રાવેલર્સ-મીગ કોલોનીથી પત્રકાર કોલોની સુધીના રસ્તાના વૈકલ્પિક રૂટ તરીકે તળાવના પાછળના ભાગના રોડ પર થઇ જય માતાજી હોટલ તરફ જવાનો રસ્તો, ખંભાળીયા બાયપાસ થી દિગ્જામ સર્કલથી સંતોષી માતાજીના મંદિર – સાતરસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા સમર્પણ સર્કલ તરફ આવતા વાહનો માટે ખંભાળીયા બાયપસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની- પવનચક્કી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ ખંભાળીયા બાયપાસ-લાલપુર બાયપાસ- ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ સુધી તથા પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદીર તરફ આવતા વાહનો માટે સત્યમ હોટલ થી સત્યસાંઇ સ્કુલ-હનુમાન ગેઈટ ચોકી થઈ ગુરૂદ્વારા છત્રી-તુલસી હોટલ-લીમડા લાઇન-તીનબત્તી તરફનો ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે.એરફોર્સ ગેઇટ થી મહાકાળી સર્કલ- દિગ્જામ સર્કલ સુધીનો રૂટ બંધ રહેતા ટુ-વ્હિલર/ફોર વ્હિલર વાહનો માટે જોડીયા ભૂંગા-બેડી મરીન પોસ્ટે-પંચવટી બ્રુક બોંડ સર્કલ – ડી.કે.વી. સર્કલ – જી.જી.હોસ્પિટલ – અંબરછત્રી – તીનબત્તી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ અંબર છત્રી થઇ સુભાષબ્રીજ તરફનો રોડ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે.

કોર્ટ કાર્યવાહી માટે તેમજ લાલ બંગલા સંકુલ આસપાસની સરકારી કચેરીમાં અગત્યના કામે આવતા કર્મચારી/અધિકારી/વકીલો તથા સામાન્ય લોકોની ખરાઇ કરીને અવર-જવરની વૈકલ્પિક રસ્તા પરથી જરૂરી મૂક્તિ આપવાની રહેશે.

આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૬) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે સંબંધિત થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જામ્યુકોના હંગામી કર્મચારીની હત્યાનો પ્રયાસ પ્રકરણમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ

0

જામ્યુકો એસ્ટેટ વિભાગના હંગમી કર્મચારી ઉપર પ્રાણઘાતક હથીયારો સાથે સ્કોર્પીયો લઈ ફિલ્મી ઢબે હત્યાના પ્રયાસના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી ના-મંજુર કરતી નામદાર અદાલત

  • આરોપી હનુમાન ગેઈટ પોલીસ ચોકીમાં ઈ-ગુજ-કોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે વર્ષોથી માનદ સેવા આપે છે, તેવી રજુઆતો આરોપી પક્ષે થયેલ હતી

  • કોર્ટ માં લાંબા ચાલેલા કાનૂની જંગમાં એડવોકેટ રાજેશ ગોસાઇની ધારદાર દલીલોના અંતે કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી

દેશ દેવી ન્યૂઝ તા. ૨૮ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને જામનગર મહાનગર પાલીકાના એસ્ટેટ શાખામાં હંગામી નોકરી કરતા કુલદીપસિંહ કીરીટસિંહ પરમાર રાત્રીના સમયે ક્રિષ્ટલ મોલ પાસે બેઠા હતા ત્યારે નાગરાજસીંહ રણજીતસીહ જાડેજાએ ફોન કરી અને બેફામ ગાળો આપેલ અને થોડીવાર બાદ ક્રિષ્ટલ મોલમાં સ્ક્રોપીયો કાર લઈ અને ફિલ્મી ઢબે નાગરાજસીંહ અને તેમના સાથેના અજાણ્યા શખ્સોએ છરી પાઈપ જેવા ધાતક હથીયારો સાથે ઉતરી અને આ હથીયારોથી કુલદીપસીહ ઉપર હુમલો કરી અને પડખામાં છરી મારેલ અને પાઈપથી પણ માર મારી અને ગંભીર ઈજાઓ કરેલ આથી કુલદીપસિંહ ને મારી નાખવાના ઈરાદે આ પ્રકારે હુમલો થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમની ખુબજ ગંભીર પ્રકારની ઈજાઓની સારવાર કરવામાં આવી હતીઆવેલ અને આરોપી નાગરાજ સિંહ અન્ય અજાણ્યા સખ્સો વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ ૧૦૯ (૧) વિગેરે મુજબનો જાનથી મારી નાખવાની કોશીશ અંગેનો ગુન્હો નોંધવામાં આવેલ, આ ગુન્હાના કામે નાગરાજ સિંહ ની ધરપકડ થયેલ અને ત્યારબાદ અજાણ્યા શખ્સ તરીકે નિતીન ઉર્ફે મંથન દિનેભાઈ વાધેલાઓનું નામ ખુલેલ અને તેમને નામદાર અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ, તેમાં જણાવેલ કે, મુખ્ય આરોપી નાગરાજસિંહે પોલીસને કહેલ છે કે, આ બનાવમાં તેમનો કોઈ રોલ નથી અને તેમને કોઈ હથિયારોથી હુમલો પણ કરેલ નથી અને ઈજાઓ પણ કરેલ નથી અને તે અંગેના સીસીટીવી ફુટેઝ પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.દલીલ કરેલ કે, નિતીન ઉર્ફે મંથન ૨૦૧૬ થી પોલીસ ડીપાર્ટમેન્ટમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે માનદ સેવાઓ આપી રહેલ છે અને પોલીસ પરીક્ષા ઉર્તીણ પણ થયેલ છે અને સરકારી નોકરીની તૈયારઓ કરી રહ્યા છે, ત્યા બનાવ અંગેના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયેલ હતા તેમાં પણ નિતીન ઉર્ફે મંથનનો કોઈ રોલ સાબીત ન થતો હતો, આ જામીન અરજી અંગે મુળ ફરીયાદી કુલદીપસીંહ તરફે વાંધાઓ રજુ કરવામાં આવેલ અને દલીલો કરવામાં આવેલ કે, સરાજાહેર ફિલ્મી ઢબે મોટરકારમાં આવેલ હોય અને સરાજાહેર આતંકી રીતે આ પ્રકારે ગંભીર હથીયારોથી જીવલેણ ઈજાઓ કરવામાં આવેલ છે અને તેના કારણે ફરીયાદીને લાંબા સમય સુધી સારવામાં રહેવું પડેલ છે અને જો આ આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં આ પ્રકારની પ્રવૃતીઓ કરનારા આરોપીઓને પ્રોત્સાહન મળશે અને આ આરોપીનો પ્રથમ દર્શનીય રોલ હોવાનું ધ્યાને આવે છે, માત્ર અને માત્ર તેઓ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને સીસીટીવી ફુટેઝમાં તેમનું કોઈ રોલ દેખાતો ન હોય, માત્ર તેઓ હાજર હતા તેટલું નામદાર અદાલતમાં રેર્કમાં આવી ગયેલ છે, તે પુરતું છે, તે સંજોગો ધ્યાને લઈ અને તેમની હાજરી બનાવના સ્થળે હોવાનું એડમીશન હોય, તે તમામ રજુઆતો ધ્યાને લઈ અને આ કામના આરોપી નિતીન ઉર્ફે મંથન દીનેશભાઈ વાધેલાની આગોતરા જામીન અરજી રદ કરવાનો નામ.અદાલતે હુકમ કરેલ, આ કેશમાં ફરીયાદ પક્ષે કુલદીપસીંહ કિરીટસીંહ પરમાર તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, ત્થા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં કપડા ચોરીની ઘટના : સંસ્કારી યુવતિ કેમેરામાં કેંદ : જુવો Video

0

જામનગર રામેશ્વર વિસ્તારમાં કપડાની ચોરી કરતી સંસ્કારી યુવતી CCTV કેમેરામાં કેંદ

દેશ દેવી ન્યૂઝ તા . ૨૭ ફેબ્રુઆરી ૨૫ જામનગરના રામેશ્વરનગર વિનાયક પાર્ક , ગરબી ચોકમાં કપડા ચોરીની અનોખી ઘટના સામે આવી છે. જેમા સ્કૂટરમાં આવેલી સંસ્કારી યુવતિ શેરીમાં રેકી કર્યાં બાદ ધરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર જાગી છે જેની સમગ્ર ઘટના મકાનની બહાર લાગેલા CCTV કેમેરા માં કેદ થતા યુવતિ ભાઠે ભરાઈશહેરના રામેશ્વર નગર પાછળ આવેલ વિનાયક પાર્કમાં ગઈકાલ બપોરના ભાગે ચોરીની એક અનોખી ઘટના સામે આવી હતી જેમાં સંસ્કારી યુવતી સ્કૂટર પર આવી શેરી માં રેકી કર્યાં બાદ ધરની બહાર સુકવેલા કપડાની ચોરી કરી ભાગવા જતા પાડોશીઓ એ બુમાબુમ કરતા યુવતિ પલાયન થઈ ગઈ હતી જે સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં ભારે ચકચાર જાગી હતી તે બાદ મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો , મોડી રાત્રે સંસ્કારી યુવતી ની ઓળખ થતા અને પાસેની શેરીમાં ભાડે ના મકાનમાં રહેતી હોવાનું જાણવા મળતા પાડોશી મહિલાઓ નું ટોળુ એકઠુ થઈ યુવતિના ઘરે પહોચ્યું હતું અને યુવતિએ કપડા ચોરીની કબૂલાત કરી કપડા પરત કર્યા હતા મકાન માલિકે મકાન ખાલી કરાવવાની બાહેધરી લેતા તેની મધ્યસ્થી મામલો થાળે પડ્યો હતો હાલતો સરકારી યુવતી ચોરી કરતી હોવાનું વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે રમૂજી ફેલાઈ હતી

જામનગર કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

0

જિલ્લા કલેકટર  કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં આવેલ તમામ આઠ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૫ જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સાથે જ જે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થઈ આવેલ તેઓને જરૂરી પ્રમાણપત્ર તથા હુકમોનું વિતરણ કર્યું હતું.આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ આઠ જેટલા અરજદારોએ વૃદ્ધ સહાય, ગંગાસ્વરૂપ આર્થિક સહાય, પૂરના પાણીથી થયેલ નુકસાની અંગેની સહાય વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરશ્રીએ અરજદારોના પરિવારની સ્થિતિ તેમજ આવક રોજગાર અંગેની માહિતી પણ મેળવી હતી.અને લાગુ પડતી હોય તેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સ્વાગત કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, મામલતદાર  ડાભી, જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ. વગેરે જોડાયા હતા.

જામનગરમાં દેશી દારૂની ફેક્ટરી ચલાવનાર નિવૃત્ત PI જામીન મુક્ત

0

દેશીદારૂની ફેકટરી ચલાવનાર રીટાર્યડ પી.આઈ.ને જામીન મુકત કરતી નામદાર અદાલત

  • પી.આઈ. દ્વારા તપાસ કરનારને વોટ્સઅપ માં ચાર્જશીટ કરવા માટે મેસેજ પણ કરેલ હતો

  • દેશી દારૂની ભઠીમાં જે ગેસના બાટલાઓ વપરાશમાં લીધેલ તે તમામ બાટલાઓ રીટાર્યડ પી.આઈ.ના નામના હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, પંચકોશી ‘એ’ ડીવીઝનના પોલીસ સ્ટાફ પ્રોહીબીશનની ડ્રાઈવમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે, મોટી લાખાણી ગામની સીમ ખારા વિસ્તાર સુખુભા ફોજીની વાડી પાછળ આવેલ બાવળની કાંટાળી જાળમ રાજેન્દ્રસીંહ ઉર્ફે રાજુ મહીપતસીંહ તથા વિજયસીંહ મહીપતસીંહ જાડેજાઓ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાની અને તે વેંચાણની પ્રવૃતીઓ કરે છે, તે બાતમીની આધારે રેઈડ કરતા સ્થાનીક જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠી ૨૮૦ લીટર દેશી દારૂ અને બેરલ ત્થા લોખંડના ગેસ વિગેર મળી આવેલ અને આરોપી રાજેન્દ્રસીહ ઉર્ફે રાજુ મહીપતસીંહ જાડેજાની અટક કરવામાં આવેલ અને નાશી જનાર તરીકે વિજયસીંહ મહીપતસીંહ જાડેજા હોય, તે બંન્ને સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતોતપાસ દરમ્યાન આ તપાસ બંન્ને આરોપીઓ દ્વારા આ દેશીદારૂની ભઠીમાં રીટાર્યડ પોલીસ ઈન્સ્પેક્ટર મેધરાજસિંહ ભુરૂભા ઝાલાની સંડોવણી હોવાનું પણ તપાસમાં ખુલેલ અને આ દરમ્યાન આ કેશની તપાસ કરતા પો.ઈન્સ. ને  આરોપી મેધરાજસિહ ભુરૂભા ઝાલાઓએ ચાર્જશીટ કરવા માટેનો મેસેજ પણ કરેલ હતો અને આગળ તપાસ ચાલતા બાટલાઓ જે કબજે કરવામાં આવેલ હતા.તે બાટલાઓની રસીદો અરોપીના નામની હોવાનું રેકર્ડ ઉપર આવેલ, તે તમામ તપાસ દરમ્યાન ખુલતા આરોપી મેધરાજસિંહ ભુરૂભા ઝાલાની અટક કરવામાં આવેલ, અને મુખ્ય આરોપીઓ દ્વારા તેમને રોજબરોજ ગુગલ- પે થી રકમ આપવામાં આવતી હતી અને તેમના અને મુખ્ય આરોપીઓ સાથે ટેલીફોનીક આશરે ૧૫૦ જેટલા ફોન થયેલ હોવાની હકિકતો પણ તપાસમાં ખુલેલ, જેથી આરોપીઓને ધોરણસર અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ, જેથી આરોપી રીટાર્યડ પી.આઈ. મેધરાજસિંહ ઝાલા એ નામદાર અદાલત સમક્ષ જામીન મુક્ત કરવા માટેની અરજી દાખલ કરવામાં આવેલ તેમાં તપાસ કરનાર પોલીસ અને સરકાર પક્ષે દલીલો થયેલ કે, આરોપી એક નિવૃત પોલીસ હોવા છતાં અસમાજીક પ્રવૃતીઓ સાથે સંકળાઈ અને તેમાં મદદ કરેલ છે અને આરોપી નિવૃત પોલીસ અધિકારી હોવા છતાં તેમને આ પ્રકારનું જે દુષણ યુવાધનને બરબાદ કરે છેતેમાં વેગ આપવાનું કામ કરેલ છે, આરોપી નિવૃત પોલીસ ઇન્સપેકટર હોય, તેઓ કાયદાની તપાસ પ્રક્રીયાઓથી વાકેફ હોય તેમને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડા કરશે અને તેઓ ફરી આ પ્રકારની પ્રવૃતીઓ કરશે, તથા આરોપી નિવૃત પી.આઈ. હોય, તેઓ તપાસમાં હસ્તક્ષેપ કરશે અને આ કેશમાં અગાઉ પણ તપાસ કરનારને વોટસએપના માધ્યમથી ચાર્જશીટ કરવા માટે પણ હસ્તક્ષેપ કરેલ હોય, તેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, માત્ર અનુમાનીત કારણો કે, તપાસમાં હસ્તક્ષેપ કરશે અને સાક્ષી પુરાવા સાથે ચેડા થશે અને ગુગલ પેઈથી પૈસા જમાં કરાવમાં આવેલ છે, તે તમામ કારણો તે પુરાવાનો વિષય છે અને તેવા અનુમાનીત કારણોથી આરોપીને જામીન ન આપી અને જેલમાં રાખવા તેવો કોઈ કાયદાનો હેતું ન હોય શકે અને આરોપીને જેલમાં રાખવા તે તેમના બંધારણીય અધિકારો સામે તરાપ સમાન છે, તેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ આમ, નામ.અદાલતે તમામ દલીલો રજુઆતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર મેધરાજસીંહ ભુરૂભા ઝાલાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવાન પર પૂર્વ પતિનો સરા જાહેર હુમલો

0

જામનગરમાં જી.જી હોસ્પિટલ રોડ પર પ્રેમ લગ્ન કરનાર એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

  • ફરિયાદીએ એક છૂટાછેડા મેળવેલ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતાં પૂર્વ પતિ અને તેના સાગરીતે માર માર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, ફેબ્રુઆરી ૨૫ જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સુનિલ મુકુંદભાઈ ભટ્ટી નામના ૩૧ વર્ષના યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી માર ખાવાનો વારો આવ્યો છે, અને પોતાની પ્રેમિકા પત્નીના અગાઉના પતિ ખુશાલ ધનસુખભાઈ ગોહેલ અને તેના સાગરીત કેશુ ખીમજી વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી સુનિલ ભટ્ટીએ તાજેતરમાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે યુવતીના અગાઉ આરોપી ખુશાલ ધનસુખભાઈ ગોહિલ સાથે લગ્ન થયા હતા, પરંતુ તેને છૂટાછેડા આપી દીધા હતા.ત્યારબાદ બીજા લગ્ન કર્યા હોવાથી પૂર્વપતિ ખુશાલ ગોહિલ ને પસંદ ન હોવાના કારણે ગઈકાલે સુનિલ જ્યારે જી.જી. હોસ્પિટલ રોડ પર આવ્યો હતો જયાં બે શખ્સો દ્વારા તેના પર હુમલો કરી દેવાયો હતો, અને જાનથીમારી નાખવાની ધમકી અપાતાં મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જ્યાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર માં હિન્દુ સેના દ્વારા શહેરના અગ્રણીઓની હાજરીમાં “છાવા” હિન્દુ ફિલ્મ નિહાળાઈ

0

જામનગર માં હિન્દુ સેના– ગુજરાત દ્વારા શહેરના અગ્રણીઓની હાજરીમાં છાવા હિન્દુ ફિલ્મ નિહાળાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ફેબ્રુઆરી ૨૫, મોગલ સામ્રાજ્ય સામે લડત કરનાર છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર શંભાજી મહારાજ ઉપર આધારિત ફિલ્મ છાવા આજે દેશભર માં ધૂમ મચાવી રહી છે.ત્યારે જામનગર મા પણ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ ના નેજા હેઠળ નિ:શુલ્ક ફિલ્મ નિહાળવા નું અયોજન કરવામાં આવ્યું હતું.ફિલ્મ ની શરૂઆત માં ૧૧ કર્મકાંડી બ્રાહ્મણો ની ટીમ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જામનગર ના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભાજપ ના શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની ઉપસ્થિતિ માં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ ગૌરવ મહેતા, હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જિલ્લા અધ્યક્ષ રોહિત ચૌહાણ, શહેર અધ્યક્ષ દિપક પીલાઈ , શહેર મંત્રી જીતુભાઈ ગાલા ની ખાસ હાજરી સાથે હિંદી ફિલ્મ છાવા ને નિહાળવા માં આવી હતી.શહેર ઉપપ્રમુખ ધીરેન નંદા, ઉપપ્રમુખ મેહુલ મહેતા, યુવા ઉપપ્રમુખ સાગર ચૌહાણ, સચિન જોશી, કારણ દવે રામુ મદ્રાસી સહિત અનેક સૈનિકો ની મહેનત થી છાવા હિન્દુ ભાઇ એ નિહાળી હતી.   આ ફિલ્મ ના નિદર્શન માટે હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદા અને સક્રિય સૈનિક મંથન અઘેરા એ વ્યવસ્થા સંભાળી હતી.

જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા ૪ કેદીઓને જેલ મુક્ત કરાયા

0

જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા સારા વર્તણુક ધરાવતા ૪ કેદીઓને આજે જેલ મુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, ફેબ્રુઆરી ૨૫ જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની આજીવન કેદની સજા પૂર્ણ કરનારા કેદીઓ કે જેઓની જેલ વર્તુણુંક સારી હોય, તેવા કેદીઓને આજે જેલમાંથી શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યા હતા.પોલીસ મહનિર્દેશક અને જેલોના ઈન્સપેકટર જનરલ ડો. કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી આજ તા.૨૪.૨.૨૦૨૫ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરની જીલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી (૧) અલી હારૂનભાઈ ગંઢાર, (૨) બચુ હારૂનભાઈ ગંઢાર, (૩) ઇબ્રાહીમ કાસમભાઈ ગંઢાર અને (૪) આમીન હાસમભાઈ ભગાડ આમ કુલ ૪ કેદીઓને બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.આથી ઉપરોકત ચારેય કેદીઓને શરતોને આધિન આજરોજ જેલ મુકત કરાયા છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવ્યા છે, તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યો છે.

જામનગર : રબારી સમાજના સમુહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0

જામનગર રબારી સમાજ યુવા સંઘ દ્વારા સચીનભાઈ રબારીની આગેવાની માં પોરબંદર ખાતે સમુહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • જામનગર રબારી સમાજના અગ્રણી સચીનભાઈ ચાવડા (રબારી) ની આગેવાની માં ૧૬૦ જેટલી બોટલ બ્લડ એકત્ર કરાયું હતું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૪ ફેબ્રુઆરી ૨પ તાજેતરમાં પોરબંદર ખાતે રબારી સમાજ સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતો, આ લગ્નોત્સવમાં જામનગર રબારી સમાજ યુવા સંઘ દ્વારા અગ્રણી સચીનભાઈ ચાવડાનીઆગેવાની માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સમાજના યુવાનો , વડીલ તેમજ મહિલાઓ એ રક્તદાન કરી ઉમદા સેવા કાર્ય કર્યું હતુંઆ બ્લડ ડોનેશનનું દિપ પ્રાગટય ઓળદર મઢના ભુવા આતા શ્રી અમરેરા આતા ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમા રબારી સમાજ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવેલ આ સાથે સતાપર મઢના ભુવા આતા શ્રી અમરા આતાના હસ્તે બ્લડ ડોનેશન કરનારને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ છે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સચિનભાઈ રબારી , દિનેશભાઈ આલ ભીમાભાઈ ભારાઈ ભગાભાઈ કટારા રમેશભાઈ કરોતરા વિક્રમભાઈ ભારાઈ કરન રાડા મનિષભાઈ ભારાઈ મીઠાભાઈ કોડીયાતર અશોકભાઈ ઘેલીયા જતિન હરણ સંજય કટારા જેઠાભાઈ પટેલ અરજનભાઈ મોરી ભુપતભાઈ મોરી કરસનભાઈ ચાવડા ખીમાભાઈ રાડા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.