Monday, October 12, 2026
Home Blog Page 93

જામનગર જિલ્લા જેલરની ઓચિંતી રાજપીપડા બદલી : ગેરકાયદે મુલાકાત પ્રકરણ કારણભૂત

0

જામનગર ની જેલમાં કેદી સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવી આપવાનું વિવાદી પ્રકરણ : જેલર ની બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ માર્ચ ૨૫ જામનગર ની જેલ સમયાંતરે ચર્ચા ના ચાકડે ચઢતી રહે છે. તાજેતર જેલ માં રહેલા આરોપી ની ગેરકાયદે મુલાકાત કરાવવામાં ભૂંડી ભૂમિકા ભજવનાર જામનગર ના જેલર ની તપાસ ના અંતે તાકીદ ની અસર થી રાજપીપળા માં બદલી કરી નાખવામાં આવી છે.ગત તા. ૩૧-૧-ર૦રપ ના ત્રણ શખ્સો એ જામનગર જિલ્લા જેલ માં પ્રવેશ કર્યો હતો, અને બે કેદીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે ની માહિતી મળતા જ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ તપાસ શરૂ કરી હતી, અને જેલ ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજકોટ ના ભૂપત ભરવાડ અને અન્ય એક શખ્સ જેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતાં. અને જેલર ની ચેમ્બર માં રજાક અને યશપાલસિંહ સાથે મુલાકાત કરી હતી.આ ગેરકાયદે મુલાકાતમાં જેલર એમ.એન. જાડેજા ની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. આથી જિલ્લા પોલીસ વડા એ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ ને મોકલ્યો હતો. જેના આધારે જેલર એમ.એન. જાડેજા ની રાજપીપળામાં બદલી કરી નાખી છે. આ ઉપરાંત દિવ્યરાજસિંહ જાડેજા ની અમરેલી ઓપન જેલ માં બદલી કરી નાખવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ કેટલાક આકરા પગલા ની શક્યતા પણ દર્શાવાઈ રહી છે.આ ત્રણેય ને જેલ નો એક કર્મચારી બહાર સુધી લેવા માટે આવ્યો હતો અને કોઈ પણ પ્રકાર ની રજીસ્ટર માં નોંધ કર્યા વગર જેલ ની અંદર લઈ જવાયા હતાં. જેલરે ગેરકાયદેસર રીતે બન્ને કેદીઓ ને બેરેક માંથી બહાર કાઢયા હતાં.અને આ મુલાકાત ગોઠવી દેવામાં આવી હતી જો કે, જામનગર જિલ્લા જેલના જેલર એમ.એન. જાડેજા એ બચવા માટે પ્રયત્ન કર્યો હતો અને રાજ્ય ના જેલવવડા ને પત્ર પાઠવી બચાવ કરતા ખુલાસો કર્યો હતો કે, અનિરૂદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ રક્તદાન કેમ્પનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતાં. જેની નોંધ પણ કરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજમાં તેનો ખુલાસો થયો હતો. આમ આ મુદ્દો પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.હાલ જામનગર ની જેલ માં જેલર તરીકે પાલનપુર થી વી પી ગોહિલ ને મૂકવામાં આવ્યા છે.

જામનગર માં વેપારીને પ્રેમજાળમાં ફસાવી સોનાનો હાર પડાવી લીધો : દંપતિ સહિત 3 સામે ફરિયાદ

0

જામનગર ના એક વેપારીને પ્રેમજાળમાં ફસાવી ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ૧ લાખ નો હાર પડાવ્યો

  • વેપારી યુવાન અને તેની પત્ની તથા બાળકોને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

  • આરોપી : – (૧) રેખાબા પ્રવિણસિંહ ઝાલા (૨) પ્રવિણસિંહ ઝાલા (૩) મહાવીરસિંહ ગોહિલ રહે- કૃષ્ણનગર સત્ય મકોલોની જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ માર્ચ ૨૫ જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી કેટલાક ન્યૂડ ફોટા પાડી લીધા બાદ તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧ લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે તેમજ વેપારી અને તેના પત્ની તેમજ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા અલ્પેશભાઈ ચંદુભાઈ વાળા નામના ૩૮ વર્ષના વેપારી યુવાને પોતાને સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ ફોટા પાડી લઈ પોતાની સાથે ચીટીંગ કરવા અંગે અને સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી રેખાબા પ્રવીણસિંહ ઝાલા, તેમજ પ્રવીણ સિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અલ્પેશ સાથે આરોપી મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી લીધા બાદ તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે તેમજ અવારનવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી રૂપિયા એક લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે પોલીસમાં જાહેર કરાયું છે.ઉપરોક્ત મહિલા સહિતના ત્રણેય આરોપીઓ ફરિયાદી વેપારી ના ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને પરિવારજનોને ધાક ધમકી આપ્યા બાદ ઘરમાં રહેલી ઘરવખરીને તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી, તેમજ ફરિયાદી યુવાન દલિત જ્ઞાતિ ના હોવાથી તેને સમાજમાં હલકા પાડવા માટે હધૂતડધો કરાયો હતો. આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે મહિલા સહિતના ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના સદગુરુ કોલોનીમાં શ્વાન ને રોજ ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટનાથી ચકચાર

0

જામનગર સદગુરુ કોલોની વિસ્તારમાં સંસ્કારી યુવાને ક્રૂરતાની હદ વટાવી હોય તેમ મુંગા શ્વાનને રોજ રાત્રે નિર્દયતાથી માર મારતાં વિકૃતતા છતી થઈ છે.

  • રોજ રાત્રે શ્વાનને માર મારી વિકૃત આનંદ લેતાં યુવાનનો Video થયો વાયરલ

  • સદગુરુ કોલોનીમાં રખડતા શ્વાન એકાએક લાપતા થયા કે પછી અચાનક મૃત્યુ પામ્યા ? તે તપાસનો વિષય

  • થોડા દિવસ પહેલા નવજાત બચ્ચાને જન્મ આપેલી ફીમેલ આ જ વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવી હતી અને તેના તાજા જન્મેલા બચ્ચા પણ ગુમ થઈ ગયા હતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૦૫ માર્ચ ૨૫ જામનગરના સ્વામિનારાયણ નગરમાં વિસ્તારમાં સંસ્કારી મહિલાએ માસુમ બચ્ચાને સ્કૂટી પાછળ બેરહેમીથી દોરી વડે બાંધી રોડ પર ઢસડતા હોવાની ઘટના હજુ સમી નથી ત્યા વધુ એક મુંગા પ્રાણીને માર મારવાની ઘટના સામે આવી છે. ભારે ચકચાર ફેલાઇ છે સદગુરૂ કોલોનીમાં નિર્દયતાથી દરરોજ રાત્રે શ્વાનને લાંખડના પાઇપ વડે માર મારી વિકૃત આંનદ માણતા સંસ્કારી યુવાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જગાવી છે.એને લઈ જીવદયા પ્રેમીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છેશહેરના પોશ ગણાતા એવા સદગુરુ કોલોની વિસ્તારમાં એક સંસ્કારી યુવાન રોજ રાત્રે જમ્યા બાદ શેરીના કુતરાને બેરહેમીથી લોખંડના સળિયા વડે માર મારતો હોવાનું સ્થાનિક નાગરિકના ધ્યાને આવ્યું હતું પહેલાતો એવું લાગ્યું કે આ યુવાન દ્વારા શ્વાનને શેરીમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દરરોજ રાત્રે કલાકો સુધી માર મારતો હોવાનો અને શ્વાનના ભારે આક્રંદની ઘટના સામે આવતા જીવદયા પ્રેમીએ તેનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચર્ચા જાગી છે.બીજી બાજુ આ વિસ્તારમાં શેરીના શ્વાન એકાએક લાપતા બન્યાના બનાવો બન્યા છે.તેમજ ઘણાખરા શ્વાનના અચાનક મોતને ભેટ્યા હતા લોકમુખે એવુ ચર્ચાય રહ્યું છે કે આ યુવાન દ્વારા દૂધની બરીમાં ઝેરી દવા ભેળવી શ્વાન ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.!! હાલતો શ્વાનનેબે રહેમી થી માર મારીઅત્યાચાર ગુજારવામાં આવતો ઘટના સામે આવી છે જેને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આવનારા દિવસોમાં ફરિયાદ નોંધાઈ તો નવાઈ નહી

જામનગરના લાલપુર ગામે મહિલાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ

0

લાલપુર ની ગુજરી બજારમાં ખરીદી કરવા ગયેલા સણોસરા ગામના એક મહિલાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ

  • ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરનો એક શખ્સ કાનમાં પહેરેલું ૯૦,૦૦૦ નું સોનાનું વેઢલું ખેંચીને ભાગી છૂટ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, માર્ચ ૨૫ જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની છે, અને એક મહિલાના કાનમાંથી રૂપિયા ૯૦,૦૦૦ ની કિંમત ના સોના ના વેઢલાની લૂંટ ચલાવાઇ હોવાનો બનાવ લાલપુર પોલીસ મથકે નોંધાયો છે, અને પોલીસ ટુકડી આરોપીને શોધી રહી છે.લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા મટુબેન મેરામણભાઇ ખવા નામના ૫૨ વર્ષના પ્રૌઢ મહિલા કે જેઓ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં લાલપુર માં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા.જે દરમિયાન આશરે ૨૦ થી ૨૫ વર્ષનો એક અજાણ્યો શખ્સ કે જે મટુબેના કાનમાં પહેરેલું રૂપિયા નેવું હજારની કિંમતનું સોનાનું વેઢલું ખેંચી લઈ તેની લુંટ ચલાવીને નાસી છુટ્યો હતો.જે આરોપી ભાગી છૂટવામાં સફળ થયો હતો, જેથી સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મટુબેન મેરામણભાઇની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધ ખોળ હાથ ધરી છે. આ બનાવમાં મટુબેન ને કાનમાં ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર પણ લેવી પડી છે.

જામનગરમાં બાવીસ વર્ષની યુવતી એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

0

જામનગર નજીક હાપા વિસ્તારમાંથી બાવીસ વર્ષની યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા : પોલીસને જાણ કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ માર્ચ ૨પ, જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી એક વિપ્ર યુવતી પોતાના ઘેરથી ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. જે અંગે પોલીસને જાણ કરાઈ છે.આ બનાવની વિગત એવી છે કે હાપા રેલવે સ્ટેશન નજીક અર્ચના-૪ માં રહેતી હેતલબેન હસમુખભાઈ જોશી નામની બાવીસ વર્ષીય અપરણીત વિપ્ર યુવતી, કે જે ગઈકાલે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બની ગઈ હતી, તેણીનો કોઈ સ્થળે પતો સાંપડ્યો ન હતો, ઉપરાંત તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.જે બનાવ અંગે હેતલબેન ના પરિવારજનો દ્વારા જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે. જેથી પોલીસ ટુકડી તેણીને શોધી રહી છે.

જામનગર સાત રસ્તા ઓવરબ્રિજના કામ સંદર્ભે ૫૦ દિવસનું વધુ એક જાહેરનામું

0

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે ઓવરબ્રિજ ના કામ સંદર્ભે આવતીકાલ થી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પડાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, માર્ચ ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ માટેના ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાત રસ્તા સર્કલ પાસે બ્રિજ ના ઓવરહેડ કામના સંદર્ભમાં વાહન વ્યવહાર માટે મ્યુનિ. કમિશનર દ્વારા આવતીકાલ તારીખ ૫ થી આગામી ૨૫.૪.૨૦૨૫ સુધી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમીશનર ડી.એન. મોદી દ્વારા ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૨૩૬ ની જોગવાઈ હેઠળ વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકા ની હદમાં ‘સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત જાડા બિલ્ડીંગથી સાત રસ્તા સર્કલને જોડતા કનેકટીંગ સ્લેબની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૫.૦૩.૨૦૨૫ થી ૨૫.૦૪.૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.જેનો અમલ કરવાનો હુકમ ફરમાવાયો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) ખંભાળિયા રોડથી સાત રસ્તા થઇ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જવા માટે ડાયવર્ઝન રૂટ મુજબ વાલ્કેશ્વરી નગરી ડો. તકવાણી હોસ્પિટલ પાસેના ઓવરબ્રીજ નીચેથી શ્રીજી ફર્નીચર તરફથી સાત રસ્તા થઈ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જઈ શકાશે. જ્યારે (૨) ગુરુદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. અને (૩) વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ પાસેનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ ઉપરાંત ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. જેમાં (૧) સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન થઇ લાલ બંગલો સકલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે., અને (૨) સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.

જામનગરના ઢીંચડા રોડ પર હિટાચી મશીન નીચે દબાઈ જતા એક મહિલાનું મોત , અન્યના પગ કપાયા

0

જામનગરમાં ઢીંચડા રોડ પર ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામ દરમિયાન એક મહિલાનું હીટાચી મશીન નીચે દબાઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ

  • અન્ય એક મહિલાના બે પગ કપાયા : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ : લોકોના ટોળા એકઠા થયા

  • હિટાચી મશીનના ચાલક સહિતની ટીમ ભાગી જતાં ભારે દોડધામ : સ્થાનિક કોર્પોરેટર અને પોલીસ ટુકડી દોડતી થઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ માર્ચ ૨૫, જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓ ને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે, જયારે બીજી મહિલાના બે પગ કપાયા છે.આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. હિટાચી મશીન નો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ ચલાવે છે.આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બીછાવવાનું કામ હાથ ધરાયું છે, અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટર ની પાઇપલાઇન બીછાવવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું.તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે દબાઈ હતી. જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની ૫૫ વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો છુંદો નીકળી ગયો હતો, અને ભારે બીહામણાં દ્રશ્ય સર્જાયા હતા.આ ઉપરાંત તેની સાથે જ ચાલી રહેલી અન્યા એક મહિલા આઇશાબેન ખફી, કે જેના બે પગ કપાયા હતા, અને તેણીને ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર બનાવની જાણ થતાં સૌપ્રથમ આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તાત્કાલિક અસરથી ૧૦૮ ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી.જેથી ૧૦૮ ની ટીમે ઈજાગ્રસ્ત ને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયર ની ટીમે હિટાચી મશીન ની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમત લઈને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપરત કરી દીધો હતો.સીટી સી. ડિવિઝનની પોલીસ ટીમે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના અન્ય સ્ટાફ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા, અથવા તો તેઓ પણ ભાગી છુટ્યા હતા. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

જામનગર RTO માં લાયસન્સ મેળવવા બનાવટી શર્ટી નું કૌભાંડ : આરોપી નિર્દોષ

0

જામનગરમાં RTO ના લાયસન્સ માટે ધોરણ ૮ પાસનું બોગસ લીવીંગ સર્ટીફીકેટ બનાવી અને ટ્રસ્ટના સહી સીકકાઓ બનાવવાના કેશમાં આરોપીને નિદોર્ષ છોડી મુકતી નામદાર અદાલત

  • એફ.એસ.એલ. રીપોટ નો અહેવાલ આરોપીની વિરૂધ્ધમાં આવ્યો હતો

  • FSL રીપોટને ધ્યાને લઈ આરોપીને સજા કરી શકાય નહી, : રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર  તા. 3 માર્ચ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે જુમાં મસ્જીદ ટ્રસ્ટ સંચાલીત સ્કુલમાં નોકરી કરતા મહેબુદખાન અનવરખાન પઠાણ  દ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરેલ કે, તેઓ ટ્રસ્ટની શાળામાં નોકરી કરતા હોય, અને તેઓની નોકરીના સમયગાળામાં તેમના પાસે આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકી અને વાળાઓ એક શાળા છોડયાનું પ્રમાણપત્ર લઈને આવેલ અને તેના સાથે આર.ટી.ઓની યાદી પણ સાથે લઈ આવેલ તે પ્રમાણપત્રમાં દરજાદા ઈરફાન કાસમ નામ લખેલ હોય, અને તેમાં ફરીયાદીની પ્રિન્સીપાલ તરીકે સહી હોય, તેની ખરાઈ કરતા આ સહી ડુપ્લીકેટ કરેલ હોવાનું માલુમ પડ્યું હતુંફરીયાદી દ્વારા સંસ્થાના રેકર્ડ ચેક કરતા આ જે પ્રમાણપત્રમાં જી.આર.નંબરનો ઉલલેખ કરવામાં આવેલ હતો તે જી.આર.નંબર થી કોઈ અન્ય વિધાર્થીઓનું નામ જણાવેલ હોય, જેથી આરોપી સામે બોગસ પ્રમાણપત્ર બનાવવા અને ખોટા ટ્રસ્ટના સીકકાઓ અને બનાવટી સહીઓથી ખોટા પ્રમાણપત્રને સાચા તરીકે ઉપયોગ કરી અને આર.ટી.ઓ. પાસેથી ખોટી રીતે લાયસન્સ મેળવવાનો પ્રયાસ કરવાની કોશીશ કરેલ હોવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો .જે ગુન્હામાં ચાર્જશીટ દાખલ થયેલ અને આરોપીઓ સામે કેશ ચાલેલ, આ કેશ ચાલી જતાં જુમા મસ્જીદના ટ્રસ્ટીઓ સાહેદ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ અને તેમની જુબાનીઓ લેવામાં આવેલ અને ફરીયાદીની પણ જુબાનીઓ લેવામાં આવેલ અને આ ખોટા પ્રમાણપત્ર અંગેનો એફ.એસ.એલ.રીપોર્ટ પણ રેકર્ડમાં લેવામાં આવેલ, ત્યારબાદ આ કેશમાં સુનવણી ઉપર આવતા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકી દ્વારા રૂા.૨,૦૦૦/- જેવી મામુલી રકમ લઈ અને આરોપી ઈરફાન કાસમભાઈ દરજાદા આઠ પાસ હોય તે રીતે ખોટું પ્રમાણ પત્ર બનાવી દીધેલ છે અને તે એફ.એસ.એલ.રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે, અને આરોપી સામેનો કેશ સાબીત થઈ ગયેલ છેતમામ સાહેદોએ આ બાબતનું જુબાની દરમ્યાન સમર્થન આપેલ છે, તે તમામ હકિકતો ધ્યાને લઈ અને આરોપીને મહતમ સજા કરવી જોઈએ અને આ પ્રકારે જે ભષ્ટ્રાચાર ચાલે છે, તે ડામી શકાય, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, કેશ રેકર્ડ ખોટું ઉભું કરવાનો છે અને કેશમાં જે જુબાની લેવામાં આવેલ છે, તેમાં કોઈ જ પક્ષકારોઓ ડોક્યુમેન્ટ કોના દ્વારા રજુ કરવામાં આવેલ છે તેને સમગ્ર ટ્રાયલ દરમ્યાન જણાવેલ નથી અને આરોપી સામે કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, અને એફ.એસ.એલ. તે કોરોબ્રેટીવ એવીડન્સ છે, તે ત્યારે જ લાગું પાડી શકાય જયારે મૌખીક પુરાવો તેને સમર્થન કરતો હોય માત્ર અને માત્ર એફ.એસ.એલ.ને ધ્યાને લઈ અને આરોપીને સજા કરી શકાય નહી,તે તમામ હકિકતો ધ્યાને લઈ અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી મોઈનુદીન યુસુફભાઈ ચાકીને આ કેશમાં નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં રોગચાળો વકર્યો : હોસ્પિટલ દર્દીઓની છાવણીમાં ફેરવાયું

0

જામનગરમાં રોગચાળો વકર્યો : જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ની ભારે ભીડ

  • બાળકોની દૈનિક ૧૫૦ થી ૨૦૦ ની ઓપીડી : તાવ શરદી ઉધરસ ના સૌથી વધુ દર્દી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ માર્ચ ૨૫, જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ ના દર્દી ઓ ની જી.જી. હોસ્પિટલમાં ભારે ભીડ રહે છે. દૈનિક ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓ સારવારમાં આવી રહ્યા છે. અને આશરે ૫૦ જેટલા દર્દીઓને દાખલ થયા છે. ઠંડી ગરમ એમ મિશ્રઋતુ ના કારણે જામનગરમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધતા બાળકોમાં વધુ અસર જોવા મળી રહી છે અને જી.જી.હોસ્પિટલનાપીડીયાટ્રીક વિભાગમાં ૯ વોર્ડ છે. તેમાં દૈનિક ૧૫૦થી ૨૦૦ બાળકો તાવ, શરદી અને ઉધરસની સારવાર માટે આવતાં તેમાંથી કેટલાક બાળકોને દાખલ કરવા પડે છે. હાલ બાળકો ના વોર્ડ માં બેડ ભરાઈ ગયા છે. નોર્મલ ૪ થી પ દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થાય છે. તેમાં પણ મોટા ભાગના બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ અસર જોવા મળે છે. તો મેડીસીન વિભાગમાં દૈનિક ૧૦૦ થી ૧૨૫ જેટલા લોકોની ઓપીડી હોય છે. જેમાં મોટા ભાગના દર્દીઓને અસર જ જોવા મળે છે. માત્ર ૧૦ થી ૧૫ જેટલા લોકોને જ સારવાર માટે દાખલ કરવા ની જરૂર પડે છે.મિશ્રઋતુના કારણે હાલ ની સિઝન માં બાળકોમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધુ રહે છે. જેથી વાલીઓએ બાળકોને ભીડભાડવાળી, પ્રદુષણવાળી જગ્યાઓમાં ન લઈ જવા, માસ્ક પહેરાવીને રાખવું, સારો ખોરાક આપવો, જેથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તેમ પીડીયાટ્રીક વિભાગના ડોકટર એ જણાવ્યું છે.મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસની બાળકોની ઝડપથી અસર થતી હોય છે. તેથી વાલીઓએ પોતાના બાળકને પ્રથમ સ્ટેજમાં બાળકોના ડોકટરને બતાવીને સારવાર કરાવી લેવી જોઈએ. જો તેમાં બેદરકારી રાખે તો બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોય છે તેમ પણ ડોકટરે ઉમેર્યું હતું.

ધ્રોળ નગર પાલિકા ની એક બેઠક માટે કોંગી ઉમેદવારે ભર્યું ફોર્મ

0

ધ્રોળ નગર પાલિકા ની એક બેઠક માટે કોંગી ઉમેદવારે ભર્યું ફોર્મ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ માર્ચ ૨૫, ધ્રોળ નગરપાલિકાની એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.ધ્રોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તાજેતરમાં યોજાઈ હતી જેમાં કોંગ્રેસા એક ઉમેદવાર નું નિધન થતા આ વોર્ડ ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.હવે ફરી વખત ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, અને આ વોર્ડ ની પેટા ચૂંટણી યોજાનાર છે. જ્યારે કોંગ્રેસ તરફી અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલા એ ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. આ સમયે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતાં.

error: Copying and use of the content of the website is considered as illegal activity.