Monday, October 12, 2026
Home Blog Page 92

જામનગરમાં ઈગ્લિશ , દેશી દારૂની હેરાફેરીમાં 1 પકડાયો : 3 ના નામ ખુલ્યા

0

જામનગર નજીક એક કાર માંથી રૂ.૨,૧૫ ,૮૦૦ ની કિંમત ના અંગ્રેજી તથા દેશી દારૂ ના જથ્થા સાથે એક આરોપી પકડાયો

  • એલ.સી.બી. ના દરોડા માં મોબાઇલ ફોન- કાર અને દારૂ સહિત .રૂ.૧૦,૨૦,૮૦૦ નો મુદામાલ કબ્જે લેવાયો : અન્ય ત્રણ ની સંડોવણી ખુલી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ માર્ચ ૨૫ , જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીક થી એલસીબી પોલીસે દારૂ ભરેલી મોટરકાર ને ઝડપી પાડી હતી, અને તેમાંથી ૧૨૦ નંગ ઈંગ્લીશ દારૂ ની બોટલ તથા ૬૫૦ લીટર દેશી દારૂ સાથે મોટર કબજે કરી હતી.અને એક આરોપી ને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાયર સહિત અન્ય ત્રણ આરોપી ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.જામનગર પોલીસ ની એલ.સી.બી.શાખા પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા PSI સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ ને મળેલ ખાનગી હકિકતના આધારે જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.જયાંથી ક્રેટા મોટર મા પસાર થતા રાજુ કરશનભાઈ કોડીયાતર (ઉ.વ.૧૯ , રહે. ધીંગેશ્વર મહાદેવ ના મંદિર પાસે રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રવારકા) ની જી.જે.૧૮ બી.એફ.૦૪૫૧ ને આંતરી ને તેની તલાશી લેતાં તેમાં થી ઇંગ્લીશ દારૂની રૂ.૮૫,૮૦૦ ની કિંમત ની ૧૨૦ નંગ અંગ્રેજી દારૂ ની બોટલ તથા રૂ.૧,૩૦ ૦૦૦ ની કિંમત નો ૬૫૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવતાં પોલીસે દારૂ સાથે રાજૂ કોડિયાતર ને ઝડપી લીધો હતો. ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન , રૂ ૮ લાખ ની કિંમત ની કાર દારૂ વગેરે મળી કુલ રૂ.૧૦,૨૦,૮૦૦ નો મુદામાલ કબ્જે લીધો હતો.ઇંગ્લિશ દારૂ નો જથ્થો કાનાભાઈ જશાભાઈ કોડીયાતર. ( રહે.ધરામણી નેશ રાણપર ગામથી પાંચ કી.મી. આગળ તા.ભાણવાડ જી.દેવભુમી દ્રવારકા) એ સપ્લાય કર્યો હતો. તથા સુદાભાઈ બાઘાભાઈ કોડીયાતર (રહે. વીજરાણી નેશ રાણપર ગામથી ૩ કિ.મી. આગળ તા.ભાણવાડ જી.દેવભુમી દ્રવારકા ( દેશી દારૂ મોકલનાર) અને સુરેશભાઇ ઉર્ફ સુરીયો વિજયભાઈ કોળી (દારૂ મંગાવના ,રહે. સુભાષપાર્ક શેરી નં-૩ જામનગર વાળા) ને ફરારી જાહેર કરાયા છે, જેને પોલીસ શોધી રહી છે.

જામજોધપુરના બગધરા ગામે સામાન્ય મનદુખમાં શ્રમિક યુવાનની હત્યા

0

જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનની હત્યા : બે દિવસ પહેલા ની જૂની અદાવત કારણભૂત

  • સામાન્ય બોલાચાલી બાદ ચાર થી પાંચ શખ્સો ઢીમ ઢાળી દીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૪ જામજોધપુર તાલુકાના બગસરા ગામની સીમ વિસ્તારમાં રવિવારે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુઃખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર ૪ થી ૫ શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે. આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનની ટુકડી દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં કરમશીભાઈ દામજીભાઈ અજુડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનીષ ગિલદાર નરગાવે નામના ૩૩ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવાઈ હતી.મૃતક યુવાનને બે દિવસ પહેલા પોતાના ગામના જ ચાર થી પાંચ જેટલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને તિક્ષણ હથિયાર વડે શ્રમિક યુવાન પર હુમલો કરી દેવાતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.જે બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બગધરા ગામે દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં સરકારી કર્મીઓ બાદ હવે નગરજનો માટે હેલ્મેટ ફરજીયાત

0

જામનગરમાં સરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકો ને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ

  • જામનગર શહેરની ટ્રાફિક શાખા દ્વારા સરકારી કર્મચારી બાદ હવે પ્રજાજનો સામે પણ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯, માર્ચ ૨પ ગુજરાત રાજ્યમાં વડી અદાલતના આદેશ અનુસાર સરકારી કર્મચારીઓએ હેલ્મેટ સાથે જ વાહનો ચલાવવા માટે નો આદેશ કરાયા બાદ ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે માં હવે દરેક પ્રજાજનો એ પણ ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે, અને તે અંગેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. ટ્રાફિક શાખા દ્વારા તેની કડક થી અમલવારી કરાવવાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેથી હવે નગરજનોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું ફરજિયાત બનશે. નહિતર ટ્રાફિક શાખા દ્વારા ૫૦૦ રૂપિયા ના દંડની કાર્યવાહી પણ થશે.છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે વર્ષ ૨૦૨૩ માં કુલ ૭.૮૫૪ તથા વર્ષ ૨૦૨૪ માં કુલ ૭,૫૪૨ લોકો મૃત્યુ પામ્યા હતા.જેમાં ૩૫ ટકા જેટલા લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી ૨૫ ટકા જેટલા વ્યકિતઓ ૨૬ વર્ષની નીચેની વયના હોય છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતના વ્યકિતઓ હોય છે.માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવુ એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ સરકારી કર્મચારીઓ માટે આ નિયમ લાગુ કરાયો હતો, ત્યારબાદ આજથી સમગ્ર રાજ્યભરમાં પ્રજાજનોએ પણ ટુ વ્હીલર માં નીકળતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે.

જેથી જામનગર ની જનતાએ પણ ટ્રાફિક દંડથી બચવા માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જેની આગામી દિવસોમાં કડક હાથે અમલવારી પણ કરાશે.ટ્રાફિક શાખાની ટુકડી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરાશે, તે ઉપરાંત પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ના સીસીટીવી કેમેરાઓની મદદથી પણ દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.

જામનગરના બે ચિટરે પોરબંદરના ટ્રક માલિકને બેંક સેટલમેન્ટના બહાને ૯ લાખનું બૂચ મારી દીધુ

0

જામનગરના બે ચીટર શખ્સો સામે ટ્રક ભાડેથી ચલાવવાના બહાને છેતરપિંડી કરવા અંગેનો વધુ એક કિસ્સો સામે આવ્યો

  • પોરબંદરના ટ્રક માલિકે ટ્રક વેચાણથી આપ્યા બાદ તેની લોનનું સેટલમેન્ટ નહીં કરી રૂપિયા ૯ લાખ પડાવી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ માર્ચ ૨૫, જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે ચીટર શખ્સો સામે ટ્રક ભાડેથી ચલાવી તેના હપ્તા ભરવાના બહાને છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો દાખલ કરાયો છે, અને ટ્રક મેંળવી લીધા બાદ તેના બેન્ક સેટલમેન્ટ ના ૦૯ લાખ રૂપિયા પણ પડાવી લેવા અંગેની પોરબંદરના ટ્રક માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે પોરબંદરના વતની અને ટ્રક ચલાવતા દેવાભાઈ લાખાભાઈ કોડીયાતર કે જેઓએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આમીન નોતીયાર તેમજ રામભાઈ ભીમશીભાઈ નંદાણીયા સામે પોતાનો એક ટ્રક ભાડેથી ચલાવવા અને તેનું બેંક સેટલમેન્ટ કરાવી હપ્તા ભરી દેવા ના બહાને મેળવી લીધા બાદ ટ્રક પરત નહીં કરી, ઉપરાંત બેન્ક સેટલમેન્ટના નવ લાખ રૂપિયા પણ પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દેવાભાઈ કે જેઓ પોતાની પાસે રહેલા ટ્રકના હપ્તા ભરી શકે તેમ ન હોવાથી આરોપી આમીનના સંપર્કમાં આવ્યા હતા, અને પોતાનો ટ્રક આરોપીને આપીને બેંકમાંથી ટ્રકની લોનનું સેટલમેન્ટ કરીને એનઓસી કઢાવી આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ લાંબા સમય સુધી લોનના હપ્તા નહીં ભરી સેટલમેન્ટ કર્યું ન હતું. જેથી આખરે ફરીયાદી દેવાભાઈએ નવ લાખ જેવી રકમ આપીને સેટલમેન્ટ કરી દેવાનું જણાવ્યું હતું. પરંતુ તે રકમ પણ ઉપરોક્ત બંને આરોપીઓ ઓળવી ગયા હતા, અને ટ્રક પરત નહીં કરતાં આખરે મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને બંને સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

દ્વારકા જતા પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી અર્થે જામનગર જીલ્લા વહીવટીતંત્ર સજ્જ

0

હોળી-ધુળેટીના પર્વને લઈને દ્વારકા જતા પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી અર્થે જામનગર જીલ્લા વહીવટીતંત્ર સજ્જ

  • જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી પદયાત્રીઓની સલામતી, આરોગ્ય તેમજ માર્ગો પર સ્વચ્છતા સંબંધે સૂચનો આપ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૮, માર્ચ ૨૫ આગામી હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદીરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીકો દ્વારા કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જેને લઈને જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ લગત વિભાગના અધીકારીઓને પદયાત્રીઓનું આરોગ્ય જળવાઈ રહે, માર્ગો પર સ્વચ્છતા તેમજ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા સૂચનો આપ્યા હતા. તેમજ હાલ થઇ રહેલી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.ઉલ્લેખનીય છે કે પદયાત્રીઓના કેમ્પમાં જે જગ્યાએ પીવાના પાણીની સુવિધા હોય ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતો ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રોડની સાઈડમાં સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તમામ રસ્તાઓની સાફ સફાઈ અને પ્લાસ્ટિક ઉપાડવાની કામગીરી કરાઈ રહી છે. લોકોને ગરમીથી રક્ષણ મળી રહે અને લુ ન લાગે તે માટે કેમ્પમાં બેનરો તમજ માર્ગદર્શિકાઓ પણ લગાવવા માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ

0

જામનગર માં જન ઔષધિ દિવસની ઉજવણી સાંસદ ની ઉપસ્થિતિ માં કરાઈ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૮ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ આજે ૭ મા જન ઔષધિ દિવસ ની ઉજવણી જામનગર શહેર ના જોલી બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી.જે કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લાભાર્થી ઓ સાથે સંવાદ કરવામા આવ્યો હતો.અને જન ઔષધિ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરી ને બિરદાવવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી પરંતુ શ્રેષ્ઠ દવા ઓ ના મુખ્ય લક્ષ્ય સાથે જરૂરિયાતમંદ લોકો ને બીમારી ના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે.હાલમાં જામનગર શહેર માં ૮ કેન્દ્ર આવેલા છે જે માટે સાંસદ દ્વારા જામનગર જિલ્લા માં વધુ ને વધુ આ પ્રકાર ના કેન્દ્રો ખુલે તથા મહત્તમ લોકો સુધી આ યોજના નો લાભ પહોંચાડવા માટે અગત્ય ના સૂચનો આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ માં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહી યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.ઉપરોક્ત કાર્યક્રમમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ ગુપ્તા, કોર્પોરેશન ના આરોગ્ય અધિકારી ડો.ગોરી,તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ પટેલ , ડીપીસી યજ્ઞેશ ખારેચા, જિલ્લા આઇઇસી અધિકારી નીરજ મોદી તથા જિલ્લા પંચાયત ના આરોગ્ય અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.

જામનગર સાતનાલા મુખ્ય કેનાલ સહિતના ૫૦ ગેરકાયદે દબાણોને નોટીસ

0

જામનગરમાં ધરાર નગર સાતનાલા નજીક પાણીની મુખ્ય કેનાલ સહિત મહાનગરપાલિકાની જગ્યામાં ૫૦થી વધુ ગેરકાયદે દબાણો ખડકાયા

  • મ.ન.પા.ની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા મકાન-દુકાન સહિતના દબાણ કર્તાઓને નોટિસ પાઠવાઇ : ૧૫ દિવસનું અલ્ટીમેટમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ માર્ચ ૨૫, જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આજે સવારે એમપી શાહ ઉદ્યોગ નગરની પાછળના ધરાર નગર સાતનાલા વિસ્તારના ૫૦થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી ૧૫ દિવસમાં જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. ધરાર નગર સાતનાલા પાસેથી પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે, જે કેનાલ ઉપર કેટલાક મકાનો અથવા તો ધંધાના સ્થળો ખડકી દેવાયા છે. ઉપરાંત એક સમાજની વાડીનું બાંધકામ પણ કરી લેવામાં આવ્યું છે.જે તમામને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી નિતીન મહેતા , અનવર ગજણ ની ટિમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની જગ્યા ખુલી કરાવી દેવા માટે ૧૫ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. જેને લઈને દબાણ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.

જામનગર નજીક ના વિજરખી પાસે કાર ને ઓવરટેક કરવાના પ્રશ્ને કોન્ટ્રાક્ટર યુવાનને માર પડ્યો

0

જામનગર નજીક વિજરખી ગામ પાસે કાર ને ઓવરટેક કરવાના પ્રશ્ને જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનને માર પડ્યો

  • અન્ય કારમાં આવેલા છ શખ્સો એ લાકડી ધોકા વડે માર મારી ફેક્ચર કરી નાખ્યું : કારમાં પણ તોડફોડ કર્યાની ફરિયાદ

  • આરોપી :- (૧) શૈલેષભાઇ ધનાભાઇ લોખીલ (૨) દિનેશભાઇ બીજલભાઇ લોખીલ (૩) હેમંતભાઇ વશરામભાઇ લોખીલ (૪) અશ્વિનભાઇ ધનાભાઇ લોખીલ (૫) મનુભાઇ મેરાભાઇ લોખીલ (૬) દિનેશભાઇ ખેંગારભાઇ લોખીલ રહે બધા વિજરખી ગામ તા.જી.જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬, માર્ચ ૨૪ જામનગર ના એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાનને વિજરખી ગામ પાસે તકરાર થઈ હતી, અને અન્ય કારમાં આવેલા છ શખ્સોએ લાકડી પાઇપ ધોકા વડે હુમલો કરી દઇ ફેક્ચર સહિત ઇજા પહોંચાડી હતી, જ5યારે કારમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને બાંધકામ નો વ્યવસાય કરતા પરાક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, કે જેઓ પોતાના મિત્ર જીતેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડેર સાથે પોતાની કિયા ગાડીમાં બેસીને જામનગર થી મછલીવડગામે એક પ્રસંગમાં ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન વિજરખી ગામની ગોલાઇ પાસે બન્ને કાર સામસામે આવી જતાં ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાત થઈ હતી.જે દરમિયાન અન્ય કારમાં આવેલા શૈલેષ ધનાભાઈ લોખીલ, ઉપરાંત તેમની સાથેના દિનેશ બીજલભાઇ લોખીલ, હેમંત વશરામભાઈ લોખીલ, અશ્વિન ધનાભાઈ લોખીલ, મનુભાઈ મેરાભાઇ લોખીલ અને દિનેશ ખેંગારભાઈ લોખીલ વગેરે લાકડી ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને પરાક્રમસિંહ જાડેજા ઉપર હુમલો કરી દઈ ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. ઉપરાંત તેઓની કારમાં પણ તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી તે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પરાક્રમસિંહ જાડેજા દ્વારા ઉપરોક્ત તમામ છ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ ૧૧૫ (૨),૧૧૭ (૨),૩૨૪ (૨),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ હુમલા અને તોડફોડ અંગેની ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ બીએચ લાંબરીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને હુમલો કરનારા તમામ છ આરોપીઓની અટકાયત કરી તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો વગેરે કબજે કર્યા છે.

જામનગર જિલ્લા જેલરની ઓચિંતી રાજપીપડા બદલી : ગેરકાયદે મુલાકાત પ્રકરણ કારણભૂત

0

જામનગર ની જેલમાં કેદી સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવી આપવાનું વિવાદી પ્રકરણ : જેલર ની બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ માર્ચ ૨૫ જામનગર ની જેલ સમયાંતરે ચર્ચા ના ચાકડે ચઢતી રહે છે. તાજેતર જેલ માં રહેલા આરોપી ની ગેરકાયદે મુલાકાત કરાવવામાં ભૂંડી ભૂમિકા ભજવનાર જામનગર ના જેલર ની તપાસ ના અંતે તાકીદ ની અસર થી રાજપીપળા માં બદલી કરી નાખવામાં આવી છે.ગત તા. ૩૧-૧-ર૦રપ ના ત્રણ શખ્સો એ જામનગર જિલ્લા જેલ માં પ્રવેશ કર્યો હતો, અને બે કેદીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે ની માહિતી મળતા જ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ તપાસ શરૂ કરી હતી, અને જેલ ના સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજકોટ ના ભૂપત ભરવાડ અને અન્ય એક શખ્સ જેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતાં. અને જેલર ની ચેમ્બર માં રજાક અને યશપાલસિંહ સાથે મુલાકાત કરી હતી.આ ગેરકાયદે મુલાકાતમાં જેલર એમ.એન. જાડેજા ની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. આથી જિલ્લા પોલીસ વડા એ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગ ને મોકલ્યો હતો. જેના આધારે જેલર એમ.એન. જાડેજા ની રાજપીપળામાં બદલી કરી નાખી છે. આ ઉપરાંત દિવ્યરાજસિંહ જાડેજા ની અમરેલી ઓપન જેલ માં બદલી કરી નાખવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ કેટલાક આકરા પગલા ની શક્યતા પણ દર્શાવાઈ રહી છે.આ ત્રણેય ને જેલ નો એક કર્મચારી બહાર સુધી લેવા માટે આવ્યો હતો અને કોઈ પણ પ્રકાર ની રજીસ્ટર માં નોંધ કર્યા વગર જેલ ની અંદર લઈ જવાયા હતાં. જેલરે ગેરકાયદેસર રીતે બન્ને કેદીઓ ને બેરેક માંથી બહાર કાઢયા હતાં.અને આ મુલાકાત ગોઠવી દેવામાં આવી હતી જો કે, જામનગર જિલ્લા જેલના જેલર એમ.એન. જાડેજા એ બચવા માટે પ્રયત્ન કર્યો હતો અને રાજ્ય ના જેલવવડા ને પત્ર પાઠવી બચાવ કરતા ખુલાસો કર્યો હતો કે, અનિરૂદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ રક્તદાન કેમ્પનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતાં. જેની નોંધ પણ કરી હતી પરંતુ સીસીટીવી ફૂટેજમાં તેનો ખુલાસો થયો હતો. આમ આ મુદ્દો પોલીસ વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.હાલ જામનગર ની જેલ માં જેલર તરીકે પાલનપુર થી વી પી ગોહિલ ને મૂકવામાં આવ્યા છે.

જામનગર માં વેપારીને પ્રેમજાળમાં ફસાવી સોનાનો હાર પડાવી લીધો : દંપતિ સહિત 3 સામે ફરિયાદ

0

જામનગર ના એક વેપારીને પ્રેમજાળમાં ફસાવી ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ૧ લાખ નો હાર પડાવ્યો

  • વેપારી યુવાન અને તેની પત્ની તથા બાળકોને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

  • આરોપી : – (૧) રેખાબા પ્રવિણસિંહ ઝાલા (૨) પ્રવિણસિંહ ઝાલા (૩) મહાવીરસિંહ ગોહિલ રહે- કૃષ્ણનગર સત્ય મકોલોની જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ માર્ચ ૨૫ જામનગર માં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા એક વેપારી ને પ્રેમ પ્રકરણમાં દગો થયો છે, અને એક મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી કેટલાક ન્યૂડ ફોટા પાડી લીધા બાદ તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧ લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે તેમજ વેપારી અને તેના પત્ની તેમજ સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર સંગમ બાગ પાસે રહેતા અલ્પેશભાઈ ચંદુભાઈ વાળા નામના ૩૮ વર્ષના વેપારી યુવાને પોતાને સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ ફોટા પાડી લઈ પોતાની સાથે ચીટીંગ કરવા અંગે અને સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી રેખાબા પ્રવીણસિંહ ઝાલા, તેમજ પ્રવીણ સિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અલ્પેશ સાથે આરોપી મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી લીધા બાદ તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા. જે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે તેમજ અવારનવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી રૂપિયા એક લાખનો સોનાનો હાર પડાવી લેવા અંગે પોલીસમાં જાહેર કરાયું છે.ઉપરોક્ત મહિલા સહિતના ત્રણેય આરોપીઓ ફરિયાદી વેપારી ના ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને પરિવારજનોને ધાક ધમકી આપ્યા બાદ ઘરમાં રહેલી ઘરવખરીને તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી, તેમજ ફરિયાદી યુવાન દલિત જ્ઞાતિ ના હોવાથી તેને સમાજમાં હલકા પાડવા માટે હધૂતડધો કરાયો હતો. આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે મહિલા સહિતના ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.