Monday, October 12, 2026
Home Blog Page 91

જામનગરના નવીન એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

0

કેબિનેટ મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા  મુળુભાઇ બેરાના હસ્તે રૂ. 6 કરોડ થી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

  • જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તા. 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત થશે-મંત્રી મુળુભાઇ બેરા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ માર્ચ, ૨૫ જામનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસ.ટી.ડેપો વર્કશોપનો રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને ફાળવવામાં આવેલ રૂ.603.08 લાખના ખર્ચ થકી આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી.વર્કશોપનું 17, 623 ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે કેબિનેટ મંત્રી  મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનુ બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસ.ટી.વર્કશોપ 17 હજાર ચો.મી. થી વધુ જગ્યામાં નિર્માણ પામશે.તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જુના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તા. 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર  ક્રિષ્નાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન  મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, આગેવાન સર્વ વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક બી.સી.જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી  જે.વી.ઇસરાણી ,વહીવટી અધિકારી  જે.વી.કણઝારીયા, નાયબ ઈજનેર  એ.ડી.મહેતા, હિસાબી અધિકારી  બી.જે.ભીમાણી, ડેપો મેનેજર એન.બી.વરમોરા, મહાનગરપાલિકાના નગરસેવકો સહિત બહોળી સંખ્યામાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ, એસ ટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી અડધા કરોડના ફ્રોડ કેસમાં આરોપી જામીન મુક્ત

0

જામનગર રીલાયન્સના કર્મચારીને ડીઝીટલ એરેસ્ટ કરી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી અને પાર્સલમાં ડ્રગ્સ તથા ગેરકાયદેસરના પાસપોર્ટ હોય તેવી ધમકી આપી લાખો રૂપિયાની રકમ ઓળવી જવાના સાઈબર ફોડમાં રાજસ્થાની આરોપીઓને જામીન મુક્ત કરતી નામદાર સેશન્સ અદાલત

  • સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ દ્વારા આરોપીઓને રાજસ્થાનથી અટક કરવામાં આવેલ

  • સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ દ્વારા તપાસમાં ફરીયાદી અને તેમના પત્ની બંનેના એકાઉન્ટ માંથી ૫૫ લાખ જેવી મોટી રકમ ટ્રાન્સફર થયાની હકિકતો જાહેર થયેલ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૬ માર્ચ ૨૫ આ ચકચારી કેશની વિગત એવી છે કે, રીલાયન્સ કંપનીમાં કામ કરતા ઉપમન્યુ ધનશ્યામભાઈ મહેતાને એપ્રીલ ૨૦૨૪ના અરસામાં ફેડેકસ કુરીયર ડીપાર્ટમેન્ટમાંથી ફોન આવેલ અને તેમને જણાવેલ કે, તમારા આધારકાર્ડ સાથે જોઈન્ટ કરી અને તમારા નામે પાર્સલ આવેલ છે અને તે પાર્સલમાં ૫ પાસપોર્ટ, ૨ ક્રેડીટ કાર્ડ, ૧ લેપટોપ, ૫ કીલો કોપર, ૫ કીલો કપડા, તથા ૭૫૦ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવેલ છેતમારે આ બાબતે મુંબઈ સાઈબર ક્રાઈમનો સંપર્ક કરવો પડશે અમારે આ તમારા પાર્સલની વિગત સાઈબર ક્રાઈમ મુંબઈ વાળાને આપવાની રહેશે ત્યારબાદ “મુંબઈ નાર્કોટીકસ સેલ” પર ફરીયાદીને વિડીયો કોલ આવેલ અને ફરીયાદીને વિડીયો કોલમાં પોલીસ સ્ટેશન જેવો રૂમ બતાવેલ અને તેમા ઘણા બધા પોલીસ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય તેવુ વિડીયો કોલમાં બતાવવમાં આવેલ અને મુંબઈ પોલીસ નામનું આઈ.ડી. કાર્ડ મોકલી આપેલ અને ત્યારબાદ સામાવાળા વ્યક્તિ  દ્વારા ફરીયાદીના આધાર કાર્ડ નંબર લેવામાં આવેલ અને ફરીયાદીના ખાતામાં ૭ રાજયમાં ટ્રાન્ઝેકશન થયેલ છે અને મોહમદ અલી નામનો વ્યકતી તમારા આધાર કાર્ડથી લિંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરે છે.જે અમારા સસ્પેકટ લીસ્ટમાં છે અને તેના પર મની લોન્ડરીંગનો કેસ છે આરોપી દ્વારા ફરીયાદીના અન્ય અકાઉન્ટની વિગતો માંગેલ અને મુંબઈ પોલીસનું “ઓનલાઈન મુસયુઝ ઓફ આઈડીન્ટીફીકેશન કેશ”ની શરતો વાળો લેટર તેમજ મીલીન્દ ભારંભે ડિ.સી.પી. ક્રાઈમ બ્રાંચની સહિ અને સ્ટેમ્પ વાળો લેટર મોકલી ફરીયાદીને આજીવન કેદના ગુન્હામાં ફસાવી દેવાનો ભય બતાવેલ અને ઓનલાઈન ફરીયાદી અને તેમના પત્નીના ખાતામાંથી ૫૫ લાખ ખંખેરી લીધેલ, આ બાબતની ફરીયાદીએ ઓનલાઈન સાઈબર ફરીયાદ દાખલ કરતા આ બાબતની ફરીયાદ સી.આઈ.ડી. સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે નોંધવામાં આવેલ અને તપાસ દરમ્યાન આ ફોન ઉપર વાતચીત કરનાર અને ખોટી પોલીસની ઓળખ આપનાર વિગેરેના નામ ખુલેલ અને તેમાં અરોપી (૧) ટીકમસિંહ દિલીપસિંહ ચૌહાણ ત્થા (૨) સન્ની મહેશકુમાર સહાની વિગેરે દવારા અજાણ્યા વ્યકતીના ખાતામાં રૂા.૫૫,૦૦,૦૦૦/- બળજબરી પુર્વક નાણા પડાવી લીધેલ હોવાનું તપાસમાં ખુલતા આરોપીઓની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતોજેથી આરોપીઓએ જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરતા સરકાર પક્ષે અને સી.આઈ.ડી.સાઈબર ક્રાઈમ પોલીસ ધ્વારા વાંધાઓ લેવામાં આવેલ કે, હાલ આ રીતે ઓનલાઈન ફોડનો રેશીયો વધી ગયેલ છે અને ડીઝીટલ એરેસ્ટની ખોટી ધમકીઓ બતાવી અને પોલીસના નામે લાખો રૂપિયાના તોડ થઈ રહ્યા છે, અને હાલ ભારત સરકાર આ વિશે જાગૃતતા માટે ખુબજ સર્તક છે અને આ તમામ નાણા વિદેશમાં આતંકી ભંડોળમાં વપરાય રહયા છે અને દેશને બરબાદ કરવાની કામગીરી આ રીતે ચાલે છેતેમાં અનેક લોકોને આ રીતે ભોગ બનાવેલ હોય, અને અટકાવવા માટે સરકાર ગલીએ ગલીએ અને શહેરમાં મોટા મોટા હોલ્ડીંગ્સ લગાવી અને આ રીતે ભોગ કોઈ ન બને તેના માટે ખુબજ પગલાઓ લઈ રહયા છે, અને આ આરોપીઓ ધ્વારા આ જ પ્રકારની ખોટી પોલીસની ઓળખ આપી, ખોટું પોલીસ સ્ટેશન બતાવી, અને આ ડીઝીટલ એરેસ્ટની આડમાં કૃત્ય કરેલ છે, તેથી આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપીઓ પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર ડીઝીટલ એરેસ્ટની બદી વધી રહેલ છે અને સરકાર શ્રી આ ગુન્હાઓ રોકવાની કામગીરી કરી રહેલ છે, તેથી આરોપીઓને તેમના જામીનના અધિકારોથી વંચીત રાખી શકાય નહી,

તથા આ ફરીયાદમાં જામીન આપવા અંગે ખુબજ ધારદાર દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ દલીલો અને રકર્ડ ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી (૧) ટીકમસિંહ દિલીપસિંહ ચૌહાણ ત્થા (૨) સન્ની મહેશકુમાર સહાનીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા રોકાયેલા હતા.

જામનગર નજીક ખાડામાં 3 યુવાન નહાવા પડ્યા , ૧ ડૂબ્યો ૨ બચી ગયા

0

જામનગર નજીક ખારા બેરાજા ગામમાં પાણીના ખાડામાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીનો એક યુવાન ડૂબ્યો : અન્ય બે બચી ગયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગર નજીક ખારાજા ખારા બેરાજા ગામ પાસે એક ભરડીયા દ્વારા તૈયાર કરેલા મોટા ખાડામાં પાણી ભરાયું હોવાથી ત્યાં નાહવા પડેલા ત્રણેક યુવાનો પૈકીનો એક યુવાન ડૂબી જતા મૃત્યુ પામ્યો છે, જ્યારે અન્ય બેનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટુકડી એ મૃતદેહ ને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો.જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં રાજભા જાડેજા ના ભરડિયાઓ આવેલા છે, જે પૈકી એક મોટો ખાડો થયો હોવાથી તેમાં પાણી ભરાયું હતું, જે પાણીમાં ભરડિયામાં જ કામ કરતા પરપ્રાંતિય ત્રણ શ્રમિકો શનિવારે સાંજે પાંચેક વાગ્યે નહાવા માટે પડ્યા હતા. જે પૈકી એક યુવાન પાણીના ઉંડા ખાડામાં ચાલ્યો જતાં ડૂબવા લાગ્યો હતો. જયારે અન્ય બે યુવાનો બચીને બહાર નીકળી ગયા હતા.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાં ડૂબી ગયેલા યુવાને બહાર કાઢ્યો હતો. જોકે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. જે બાબતે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકનું નામ અમોસ એમનભાઈ બારૈયા (ઉમર વર્ષ ૨૮) અને પર પ્રાંતિય હિન્દી ભાષી હોવાનું જાણવા મળ્યું છે.

વિચિત્ર અકસ્માત : ટ્રક પર બેઠેલા ત્રણ શ્રમિકોને વિજ આંચકો લાગતા દોડધામ

0

કાલાવડ નજીક જીવાપર રોડ પર ટ્રક પર બેઠેલા ત્રણ શ્રમિકોને ઉપરથી પસાર થતી વીજ લાઈન માંથી વિજ આંચકો લાગતાં ભારે અફડાતફડી

  • એક શ્રમિકનું વિજ આંચકો લાગવાથી અંતરિયાળ મૃત્યુ : અન્ય બે ને ઇજા : કાલાવડ પોલીસ- ફાયર બ્રિગેડ અને વીજતંત્રની ટિમ દોડતી થઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫, માર્ચ ૨૫ જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને બેસાડ્યા હતા, તે ટ્રક પસાર થતી વખતે ૬૬ કેવી વીજ લાઈન ને ઉપરથી અડી ગયો હતો, જેથી ટ્રકની કેબીન પર બેઠેલા ત્રણ શ્રમિકો પૈકીના એક શ્રમિક નું વીજ અચકો લાગવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા છે, તેઓની સારવાર ચાલી રહી છે. જે બનાવની જાણ થતાં કાલાવડ પોલીસ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી, મૃતદેહ ના કબજો સંભાળી, કાલાવડ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ગોઝારા અકસ્માત ના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં રહેતો દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ નામનો ટ્રક ચાલક પોતાનો જી. જે. ૧૦ ટી.વાય. ૭૭૦૧ નંબરનો ટ્રક લઈને તેમાં કપાસનો જથ્થો ભરીને કાલાવડ જીવાપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જે ટ્રકમાં ત્રણ મજૂરો કાલાવડમાં રહેતા ઇસ્માઈલ જુમાભાઇ સંધી ઉપરાંત વીકેસ ઉર્ફે વિકાસ સાગરભાઇ અજનાર તેમજ હુસેનભાઇ સુમરા ને ઉપર બેસાડ્યા હતા.જે ટ્રક પુરઝડપે , બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવશે અને અકસ્માત થશે, અથવા તો ઉપર બેસેલ વ્યક્તિ કોઈ વૃક્ષ સાથે અથડાશે, અથવા તો કોઈ વીજ વાયરને અડી જશે તો તેનુ મૃત્યુ થશે તેવુ જાણવા છતા ટ્રકની કેબીનના ઉપરના ભાગે બેઠેલા ઈસ્માઈલભાઇ જુમાભાઇ સોરા, વિકેશ ઉર્ફે વિકાસ સાગરભાઈ અજનાર તથા હુશેનભાઈ સુમરાને બેસાડી પોતાની ટ્રક પુરઝડપે, બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવી હતી.જે કાલાવડના જીવાપર રોડ ઉપર ગૌશાળા પાસે પહોંચતા રોડ ક્રોસ કરતી વીજલાઈન વિકેશને અડી જતાં શોર્ટ લાગતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. આ ઉપરાંત ટ્રકમાં બેઠેલા ઈસ્માઈલ જુમાભાઇ શંધી ને પણ વીજ કરંટ લાગતાં વાસાના ભાગે તથા પગના ભાગે દાજી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. તથા હુશેનભાઈ સુમરાને સામાન્ય ઈજા થઈ હતી. જે બંનેને સારવાર અપાઈ રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પોલીસે તાત્કાલિક અસરથી પીજીવીસીએલ ની ટીમ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા કાલાવડ ની વીજ ટુકડી ઉપરાંત ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ત્યારબાદ ટ્રકમાં પડેલો કપાસનો જથ્થો ઉપડતી સળગી ગયો હતો, જેને પાણીના મારો ચલાવીને ઠારી દીધો હતો.આ ઉપરાંત ૬૬ કેવી વિજ લાઇન જોકે ટ્રીપ મારી ગઈ હતી. તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવી દીધા બાદ ટ્રકને સાઈડમાં ખસેડી લેવામાં આવ્યો હતો, અને આખરે મોડેથી વિજ પુરવઠો પણ પૂર્વવત બનાવી દેવાયો હતો.આ વિચિત્ર અકસ્માત સર્જવા અંગે કાલાવડ પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિક ઈસ્માઈલભાઈ સંધિની ફરિયાદના આધારે ટ્રક ચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના પટેલ કોલોનીમાં પૈસા ટ્રાન્સફર કરવા મામલે પતિએ પત્નીને ધોકાવી નાખી

0

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં મોબાઇલ ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરવા મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો

  • ઉશ્કેરાયેલા પતિએ પત્ની નો મોબાઇલ ફોન ઝુંટવી લેવા માટે તેણીને ઢસડીને ધોકાવી નાખ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક દંપતિને મોબાઈલ ફોનમાંથી મની ટ્રાન્સફર કરવા બાબતે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ પોલિસમાં નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ માં શ્યામ રેસીડેન્સી નંબર ૨૦૪ નંબર ના બ્લોક માં રહેતી શ્રુતિબેન કુલદીપ ગઢવી નામની ૩૩ વર્ષની પરણીતાએ પોતાને ઢોર માર મારી જાહેરમાં ઢસડી ઇજા પહોંચાડવા અંગે અને પોતાનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂટવી લેવાની કોશિશ કરવા અંગે પોતાના પતિ કુલદીપસિંહ ખુમાનસિંહ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા ફરિયાદી શ્રુતિબેનના પતિએ સારવાર કરાવવા માટે ની રકમ મોબાઈલ ફોન મારફતે પત્નીને આપેલી હતી. જે રકમ પરત મેળવવા બાબતે ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.પતિએ મોબાઈલ ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરાવવા માટે પત્ની ના મોબાઈલ ફોનની માંગણી કરતાં પત્નીએ ફોન આપવાની ના પાડી હતી, અને હું તમને પૈસા ટ્રાન્સફર કરી આપીશ. મારો મોબાઇલ ફોન માગશો નહીં, તેમ કહેતા પતિને શંકા ગઈ હતી, અને ઉશ્કેરાટ માં આવ્યો હતો.તેણે પત્નીના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો, ઉપરાંત તેણીને ઢસડીને ઢોર માર માર્યો હતો. જેથી સમગ્ર મામલા ને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો છે.

જામનગર ટ્રાફીક પોલિસના વાહન ચેકિંગમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી નો પર્દાફાશ

0

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે વાહન ચેકિંગ દરમિયાન બાઇકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ હતી.ટ્રાફિક શાખા ના પીએસઆઈ એ.એચ.ચોવટ અને તેમની ટીમ ગઈ રાત્રે દરેડ બાયપાસ રોડ પર એપલ ગેટ નજીકના વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન એક બાઈક ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી ઇંગ્લિશ દારૂની ચાર નંગ બાટલીઓ મળી આવી હતી.બાઇક ચાલકને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાજુ મઘોડિયા હોવાનું અને દરેડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોતે ઇંગ્લીશ દારૂ આયાત કરીને લઈ જતો હતો, જે દરમિયાન પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને બાઈક તેમજ દારૂ વગેરે કબજે કરાયા છે.

જામનગર મોરકંડા ધાર વિસ્તારમાં રબારી યુવાનની હત્યા : ૬ સામે અપરાધ નોંધાયો

0

જામનગરના મોરકંડા ધાર વિસ્તારમાં રહેતા રબારી પરિવાર માટે ગઈકાલે હોળી લોહીયાળ સાબિત થઈ

  • વાળ ના પ્રસંગમાં જમવા જેવી સામાન્ય બાબતની તકરારમાં ૬ પાડોશી શખ્સોએ ત્રણ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કર્યો

  • નાનાભાઈ નું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો : અન્ય બે ભાઈને ઇજા ; છ શખ્સો સામે હત્યાનો અપરાધ નોંધાયો

  • (૧) મુકેશભાઇ ભુરાભાઇ હુણ (૨) દેવાભાઇ ભુરાભાઇ હુણ (૩) ભરતભાઇ ભુરાભાઇ હુણ (૪) ભુરાભાઇ લખમણભાઇ હુણ રહે-મોરકંડા ધાર,યુનો પેટ્રોલપંપની પાછળ જામનગર (૫) વેજાભાઇ કાનાભાઇ હુણ (૬) દેવરાજભાઇ નાથાભાઇ હુણ રહે બન્ને જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૫  જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો, અને વાળ ના પ્રસંગમાં જમવા જવા જેવી સામાન્ય બાબતમાં ત્રણ રબારી ભાઈઓ ઉપર છ પાડોશી શખ્સોએ ધોકા લાકડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં એક ભાઈનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યા માં પલટાયો છે, જ્યારે અન્ય બે ભાઈઓ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે ૬ આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં રહેતા રબારી પરિવારના ત્રણ ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ હુણ રબારી (ઉંમર વર્ષ ૩૦), ઉપરાંત તેના નાના ભાઈ મુન્નાભાઈ હુણ (૨૨ વર્ષ) અને મોટાભાઈ દેવરાજભાઈ હુણ કે જે ત્રણેય ભાઈઓ મોડી રાત્રે પોતાના ઘેર હતા જે દરમિયાન સામેના ભાગમાં રહેતા પોતાના જ્ઞાતિના મુકેશભાઈ ભુરાભાઈ હુણ ઉપરાંત દેવાભાઈ ભુરાભાઈ, ભરત ભુરાભાઈ, ભુરાભાઈ લખમણભાઇ તેમજ વેજાભાઈ કાનાભાઈ અને દેવરાજભાઈ નાથાભાઈ હુંણ વગેરે લાકડાના ધોકા લાકડી વગેરે હથિયારો સાથે ધસી આવ્યા હતા અને સૌ પ્રથમ મુન્નાભાઈ (ઉ.વ. ૨૬) ના માથામાં લાકડાના ધોકા- લાકડી વડે આડેધડ માર મારી હુમલો કરી દેતાં તે ત્યાં જ બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો.જે દરમિયાન અરજણભાઈ તથા તેના મોટાભાઈ દેવરાજભાઈ હુંણ વગેરે છોડાવવા માટે વચ્ચે પડતાં તે બંને ઉપર પણ હુમલો કર્યો હતો. આ બનાવને લઈને ભારે દેકારો બોલી ગયો હતો, અને આસપાસના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.જે બનાવ બાદ ૧૦૮ ની ટિમ ને બોલાવીને ત્રણેય ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે મોડી રાત્રે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સૌથી નાના ભાઈ મુન્નાભાઈ હુંણ કે જેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટયો હતો.તે ઉપરાંત તેના બંને ભાઈઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ હુમલા અને હત્યાના બનાવ અંગે અરજણભાઈ સુધાભાઈ હુંણ એ પોતાના ભાઈની હત્યા નીપજાવવા અંગે તેમજ પોતાને અને પોતાના મોટાભાઈ ને માર મારવા અંગે પાડોશમાં રહેતા મુકેશભાઈ હુણ વગેરે ૬ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગુરૂવારે હોળીના તહેવારના રાતે પોતાની શેરીમાં રહેતા આરોપી મુકેશભાઈ હુણ ના ઘેર નાના બાળક નો વાળ નો પ્રસંગ હતો, તેમ જ શેરીમાં જ રહેતા રમેશભાઈ રબારી ના ઘેર પણ વાળનો પ્રસંગ હતો. જેથી પરિવારના સભ્યો રમેશભાઈના ઘરે જમવા માટે ગયા હતા. પરંતુ મુકેશભાઈના ઘેર જમવા ગયા ન હોવાથી એ વાતનું મનદુઃખ રાખીને આ હુમલો અને હત્યા કરાઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પંચ. બી. ડીવી. પો.સ્ટે. ના પાર્ટ એ ૧૧૨૦૨૦૪૬૨૫૦૨૭૮/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ ૨૦૨૩ની કલમ ૧૮૯ (૨) ,૧૮૯ (૪), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦,૧૧૫ (૨),૧૦૯ (૧),૧૦૩ (૧) તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિ લાપતા

0

જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિ એકાએક લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩, માર્ચ ૨૫ જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં ચેમ્બર કોલોની પાસે રહેતી અને વાલકેશ્વરી નગરીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામની ૨૫ વર્ષની અપરણિત યુવતી પોતાના ઘેરથી નીકળીને નોકરીએ જવાનું કહીને ગયા પછી એકાએક લાપતા બની હતી, અને પરત ફરી ન હતી.પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલ તેમજ તેના અન્ય સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ યુવતીનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો, જ્યારે તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.આખરે યુવતીના પિતા મુકેશભાઈ દ્વારા જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવવામાં આવી છે. જેને પોલીસ શોધી રહી છે.

જામનગર બેડીગેઇટ પાસે મીઠાઇની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતા અફડાતફડી

0

જામનગરમાં બેડી ગેઇટ સુપર માર્કેટ પાસે આવેલી એક મીઠાઈ ની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે અફડાતફડી

  • ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ ગેસનો બાટલો બહાર કાઢી લઈ આગને બુજાવી: લોકોના ટોળા એકઠા થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૫, જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચકક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી, અને ભારે અફડાતફડી સર્જાઇ હતી.બેડી ગેઇટ જેવા ભરચક વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગના રણજીત પાદરીયા, સંજયભાઈ સહિતની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ રાંધણ ગેસના બાટલાને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો, ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ગેસની નળી લીક થવાના કારણે આગનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

જામનગર પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ઝુંબેશ

0

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા તથા શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ની ટિમ દ્વારા હેલ્મેટ અંગે ટ્રાફિક ઝુંબેશ ધરાઈ

  • શહેરની તમામ સરકારી કચેરીઓ ના દ્વારે ઝુંબેશ હાથ ધરી હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશનારા ૪૪ થી વધુ વાહનચાલકો દંડાયા

દેશ  દેવી ન્યૂઝ જામનગર તા ૧૨, માર્ચ ૨૪ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુવિલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, તેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જામનગર શહેરની તમામ સરકારી કચેરી કે જેના મુખ્ય પ્રવેશ દ્વારે ટ્રાફિક શાખા ની અલગ અલગ ત્રણ ટુકડી ઉપરાંત શહેરના સીટી એ., બી., અને સી. સહિત ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ સાથેની ટુકડીઓને વિભાજીત કરીને વહેલી સવારે ૧૦.૦૦ વાગ્યાથી ફરજ પર મૂકી દેવામાં આવ્યા હતા, અને ટ્રાફિક ઝુંબેશ હાથ કરી હતી.જામનગર મહાનગરપાલિકાની કચેરીના દ્વારે, તેમજ લાલ બંગલા પરિસર સેવાસદન -૩ ના દ્વારે, જિલ્લા પંચાયત કચેરી, શરૂ સેક્શન રોડ પર આવેલી જિલ્લા કલેકટર કચેરી, અને જિલ્લા મહેસુલ ભવનની કચેરી ઉપરાંત ગુલાબ નગર રોડ પર સેવાસદન-૪ ,સહિતની તમામ સરકારી કચેરીઓના દ્વારે અલગ અલગ પોલીસ ટીમોને બનાવીને ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ હતી.સવારે દસ વાગ્યાથી બે કલાકના સમયગાળા દરમિયાન તમામ સરકારી કચેરીઓના દ્વારે હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ નારા ૪૪ સરકારી કર્મચારીઓ દંડાયા હતા, અને તેઓ સામે ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીને લઈને ટુ વ્હીલર વાહનચાલકો અને તેમાંય ખાસ કરીને સરકારી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશને લઈને અનેક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને કચેરીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.