જામનગર જિલ્લામાં ગુંડા તત્વો અંગેની માહિતી આપવા પોલીસ તંત્રનો અનુરોધ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦, માર્ચ ૨૫ જામનગર શહેર અને જિલ્લામાં કોઈ પણ ગુંડા તત્વો નાગરિકોને પરેશ કરતા હોય તો જામનગર શહેર -જિલ્લાના કોઈપણ નાગરિકે વિના સંકોચે જામનગરના પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રજાજનોને અનુરોધ કરાયો છે.
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા આપવા ની સાથે અનુરોધ કરાયો છે, કે નાગરિકોએ પોતાના રહેણાંક વિસ્તાર, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવાનારા કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા અસામાજિક તત્વો ની રંજાડ હોય તો આવા તત્વો વિરુદ્ધ પોલીસે ખાસ ઝૂંબેશ શરૂ કરી છે.
આથી જિલ્લાની તમામ જાહેર જનતાને આવી ગુંડાગીરી અને અસામાજિક તત્વો બાબતેની કોઈપણ જાણકારી હોય તો વિના સંકોચે ભય મુક્ત બનીને પોલીસને જાણ કરી શકે છે.આવી કોઈપણ જાણકારી અથવા ફરિયાદ હોય તો જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર : (૦ર૮૮) ૨૫૫૦૨૦૦ તેમજ જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર : ૬૩૫૯૬ ૨૭૮૦૦ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જામનગર શહેર – જિલ્લાના કોઈ પણ નાગરિકો આવા અસામાજિક તત્વોના નામ, સરનામું કે અન્ય માહિતી વગેરે કોઈ પણ નાગરિકો પોલીસ ને મોકલી શકે છે. જે માહિતી શેર કરનાર વ્યક્તિની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે.

જામનગર શહેરને રસ્તે રઝળતા પશુઓથી મુક્ત કરાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરની મધ્યમાં પણ કેટલાક ઘાસના વિક્રેતાઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઘાસનું વેચાણ કરે છે, તે મુજબ જામનગરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની સામે તેમ જ પંચેશ્વર ટાવર નજીક ગૌરીશંકર મહાદેવના મંદિરની સામેના ભાગમાં બે ઘાસના વિક્રેતાઓને ત્યાં પણ મહાનગરપાલિકાની ટુકડી ત્રાટકી હતી, અને ત્યાં હાજર રહેલો ઘાસનો જથ્થો કબજે કરી લઇ બંને સ્થળો પરથી જાહેરમાં ઘાસનું વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ માર્ચ ૨૫, ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશકના આદેશ અનુસાર જામનગર શહેર- જિલ્લામાં વસવાટ કરતા અ-સામાજિક તત્વો ને શોધી કાઢી તેઓ સામે કડક હાથે કામ લેવાનો આદેશ કરાયો છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ઊંધા માથે થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે. એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધાની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
છેલ્લા બે દિવસ દરમિયાનમાં શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુલ ૨૮૫ અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઇ કરાયા છે. તેઓની આગળ પાછળની તમામ હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે, અને તેનું સંપૂર્ણ સર્વે કરી અને તમામ તત્વોની બાયોગ્રાફી તૈયાર કરી લેવામાં આવી છે. જેનો એસ.પી. પ્રેમસુખ ડેલુ અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરીગીરી કરતા તત્વોને પણ શોધી કાઢવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને તેના માટે એલસીબીના પી.આઈ. વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી, જેના ભાગરૂપે માત્ર ૨૪ કલાકમાં જ શહેરમાંથી કુલ ૪૬ ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને તમામને એલસીબી ની કચેરી સમક્ષ હાજર કરાવાયા હતા.
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. લુહારી કામ કરતા ૨૨ વર્ષીય યુવકે પોતાનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ ના કારણે ગળા ફાંસો ખાઈ લીધો હતો. જેને લટકતો જોઈને તેના પિતા પણ બેશુદ્ધ બન્યા હતા, અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે.
જે દ્રશ્ય જોઈને તેના પિતા ભાલચંદ્રભાઇ હેબતાઈ ગયા હતા, અને તેઓ પણ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેમને આડોશી પાડોશી એ સારવાર માટે ધ્રોલમાં પહોંચાડ્યા હતા અને સમગ્ર પરિવાર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.જોકે મોડેથી ભાલચંદ્રભાઇ ભાનમાં આવી ગયા બાદ ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.
જે બાતમી આધારે બન્ને ઇસમોને પકડી લઇ મજકુર ઇસમોની ગુન્હાહિત પ્રવૃતિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે બન્ને વિરૂધ્ધ પોલીસ કર્મચારી એ જ ફરીયાદ આપતા બંને આરોપીઓ વિરૂધ્ધ 