Monday, October 12, 2026
Home Blog Page 88

જામનગર માં રીક્ષા ચાલક યુવાનની હત્યામાં ધરપકડ નો આંક આઠે પહોંચ્યો

0

જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાનની હત્યા નિપજાવનાર કુલ આઠ આરોપીઓ પકડાયા

  • પોલીસે પકડેલા પ્રથમ પાંચ આરોપીઓને બનાવ ના સ્થળ પર લઈ જઈ રી-કન્સ્ટ્રકશન કરાવ્યું : લોકોના ટોળા એકત્ર થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ એપ્રિલ ૨૫, જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને શનિવારે રાત્રે સમાધાન માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જુના મનદુઃખના કારણે તેની હત્યા નિપજાવી હતી, જે મામલામાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે હત્યા અંગેનો ગુનો નોંધી સૌ પ્રથમ પાંચ આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે બનાવના સ્થળે લઈ જઈ રી- કન્સ્ટ્રકશન કરાવ્યું હતું, ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા. દરમિયાન ગઈકાલે એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જેથી આ પ્રકરણમાં કુલ ધરપકડ નો આંક ૮નો થયો છે.આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાન નો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જે મામલે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ બાદ સીટી ડીવાયએસપી જયવિરસિંહ .એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

જેમાં તેઓએ જૂની અદાવતનું મનદુઃખ રાખીને મૃતક યુવાનને પોતાના સાથે હીનાબેન મકવાણા ને ઘેર લઈ ગયા હતા, અને ત્યાં લોખંડના પાઇપ- ધોકા જેવા હથિયારો વડે મૂઢ માર મારી અધમુવો કરી નાખ્યો હતો, ત્યારબાદ તેને લઈને દિગજામ ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં રેતી ના ઢગલા માં ફેંકી દીધો હતો, જ્યાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ત્યાર બાદ સીટી ડિવિઝન સી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ એક મહિલા સહિત વધુ ૩ આરોપીઓને પકડ્યા છે.જેથી આ પ્રકરણમાં કુલ આઠ આરોપીઓ જેમાં રાહુલ દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કરછી પાડો જામનગર, પ્રકાશ ઉર્ફે પકો નારણભાઈ પરમાર રહે ખેતીવાડી સીધ્ધાર્થ કોલોની શેરી નં – ૪ જામનગર, હીતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા રહે – રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છી પાડો જામનગર, દિલીપ ઉર્ફે દીપો દિનેશભાઈ પરમાર રહે-ખેતીવાડી હીંગોરા ફેબ્રીકેશનની સામે ની ગલીમાં જામનગર, મનોજ ઉર્ફે મનીયો દેવશીભાઈ મકવાણા રહે- અંધાશ્રમ પાછળ કચ્છી પાડી જામનગર, આશીષ ઉર્ફે આશીયો રાજુભાઈ વારસાખીયા રહે અંધાશ્રમ પાછળ હનુમાન ચોક જામનગર, દેપાળભાઈ સોમાભાઈ મકવાણા રહે – રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર અને હીનાબેન દેપાળભાઈ મકવાણા રહે- રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર વગેરે આઠ આરોપીઓ ની અટકાયત કરી લીધી છે, જેની પૂછ પરછ ચલાવાઇ રહી છે.

જામનગરમાં SBI ના 38 લાખના કૌભાંડમાં સંડોવાયેલ કેશિયર નિર્દોષ

0

જામનગર: પૂર્વયોજીત કાવતરૂ રચી અલગ અલગ બેંકની બનાવટી એડવાઈઝરી બનાવી અને ખોટી સહીઓ કરી અને ૩૮ લાખના કૌભાંડમાં સંડોવાયેલ SBI ના કર્મચારીને નિદોષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

  • કેશિયર સામે એસ.બી.આઈ.ના હોદાની રૂએ ખોટી બનાવટી એડવાઈઝરી પાસ કરેલ હોવાનો કરાયો આક્ષેપ

  • બેંકનો નાણાકીય વહીવટ બરાબર ,વ્યવસ્થિત અને નિયમિત ચાલે તે જોવાની જવાબદારી મેનેજર છે.

  • એડવાઈઝરીઓ સાચી , ખોટી કે બનાવટી છે. તેની એકસપર્ટ પાસે તપાસ કરાવેલ નથી : એડવોકેટ  રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ માર્ચ ૨૫  આ ચકચારી કેશની હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી કે જેઓ જામનગરમાં ન્યુ સુપર માર્કેટ, જામનગર ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ચીક મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમાં તેઓની મુખ્ય ફરજ બેંકનો નાણાકીય વહીવટ બરાબર વ્યવસ્થીત અને નિયમીત ચાલે તે જોવાની છે. તેમની બેંકમાં (૧) શક્તિ ઓઈલ કોર્પોરેશનનું ચાલુ ખાતું હતું જેના પ્રોપરાઈટર તરીકે જયં તભાઈ મથુરદાસ ઠકકર હતા તેઓને ઓળખ આપનાર તરીકે ઈન્દુલાલ બી. સોલંકી હતા. (૨) સોમાનાથ ટ્રેડર્સ ના પ્રોપરાઈટર સુરેશ બી. નંદાનાઓના ચાલુ ખાતા હતા. તેમાં ઓળખ આપનારનું નામ: બી. વી. ત્રીવેદી હતા (૩) એસ. બી. કોર્પોરેશન,જેના પ્રોપરાઈટર તરીકે વિપુલ કે મહેતાનું ખાતું હતું અને તેમની પણ ઓળખ આપનાર તરીકે બી. વી. ત્રીવેદી હતા. આ ત્રણેય પેઢીઓએ અલગ અલગ રીતે જુદા જુદા ચેક જેની પુરી વિગતો ૩૮ લાખ જેવી રકમના અલગ અલગ ચેકો જુદા જુદા દિવસે અમેના ખાતાઓમાં જમા કરાવવા બેંકમાં આપ્યા હતા. તે બધા જ ચેકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, મુશન શાખા, જી. અલીગઢ. ઉ.પ. ઉપર ડ્રો થયેલા, આ બધા જ ચેકો ઉપર જણાવેલી જુદી જુદી તારીખએ મુરશન શાખાની કહેવાતી પેમેન્ટ એડવાઈઝમાં આવ્યા બાદ જે તે પેઢીઓના ચાલુ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. જે અલગ અલગ તમામ રકમ તેઓએ ધીમે ધીમે રોકડમાં સ્વરૂપમાં આ ખાતાનોમાંથી ઉપાડી લીધેલ છે અને તેમ આશરે ૩૮ લાખ જેવી રકમની ઉચાપત કરેલ છે.બનાવટી સહીઓથી ઉપરોક્ત નાણાની ઉચાપત કરેલ હોવાની ફરીયાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વાળા મેનેજર દ્વારા જાહેર કરતા આરોપીઓની અટક કરવામાં આવેલ તેમાં હરીશભાઈ ગોવિંદભાઈ ગઢવી તેઓ પણ એસ.બી.આઈ.માં કેશીયર તરીકે નોકરી કરતા હતા, તેમના દ્વારા મીલીભગત કરી અને આ ખોટી કહેવાતી એડવાઈઝરી જાણી-જોઈને મંજુર કરી અને ઉચાપતમાં અને ષડયંત્રમાં પણ ભાગ ભજવેલ છે, આ કેસ ચાલતા તેમાં સાક્ષી સાહેદોને તપાસમાં આવેલ ત્યારબાદ કેસ દલીલ ઉપર આવતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કેસમાં તમામ દસ્તાવેજો નામદાર અદાલતના રેકર્ડમાં આવેલ છે અને તમામ દસ્તાવેજો ફરજી અને બનાવટી હોવાનું પણ રેકર્ડમાં આવેલ છે અને બેંકના કર્મચારી દ્વારા જુબાની આપવામાં આવેલ છે.તે ધ્યાને લેતા આ તમામ બનાવટી કૌભાંડ કરેલ હોવાનું ફલીત થાય છે,જેથી આરોપીને મહતમ સજા આપવી જોઈએ જેથી ફરી આ પ્રકારે બેંકમાં કૌભાંડ થાય નહી અને સમાજમાં દાખલો બેસે, તે તમામ હકિકતો સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ સમગ્ર પ્રકરણમાં જે તે વખતે ફરીયાદ કરવામાં આવેલ હતી અને તે ફરીયાદ બાદ આ તમામ જે એડવાઈઝરીઓ છે, તે એડવાઈઝરીઓમાં કોની સહી છે, કોના દ્વારા કરવામાં આવેલ છે અને આ સહીઓ ખોટી છે કે, સાચી છે, તે બાબતની કોઈ એકસપર્ટને તપાસમાં આવેલ નથી, જેથી આ દસ્તાવેજો બનાવટી હતા કે, કેમ તે બાબત રેકર્ડ ઉપર લાવવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે જેથી આરોપીને સજા કરી શકાય નહી, આમ નામ.અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો ગ્રાહય રાખી અને આરોપી એસ.બી.આઈ.ના કર્મચારી હરીશ ગોવિંદભાઈ ગઢવીને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકેલ આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરના સિદ્ધાર્થનગરમાં જુના મનદુઃખમાં યુવાનની હત્યા : પાંચ સામે અપરાધ

0

જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રીક્ષા ચાલક યુવાનની જુના મનદુઃખના કારણે હત્યાર નિપજાવાતાં ભારે ચકચાર

  • પોલીસે પાંચ આરોપીઓ સામે અપહરણ અને હત્યા અંગે ગુનો નોંધ્યો ૪ ની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ માર્ચ ૨૫, જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને ગઈકાલે રાત્રે સમાધાનના માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જુના મનદુઃખના કારણે પાંચ શખ્સોએ તેની અત્યાર નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતક ની માતા ની ફરિયાદના આધારે પાંચ હત્યારાઓ સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી ૪ ની અટક કરી લીધી છે.આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના ૨૩ વર્ષના યુવાન નો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથભથ હાલતમાં આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા ની આશંકા વ્યક્ત કરીને મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર મામલામાં જૂનું મનદુઃખ કારણભૂત હોવાનું અને તેના કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.મૃતક ની માતા રામીબેન ધનજીભાઈ પરમારે જી.જી. હોસ્પિટલમાં આવી હૈયાફાટ રુદન કર્યું હતું, ત્યારબાદ તેણે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો દેવશીભાઈ મકવાણા, અને આશિષ રાજુભાઈ વારસાકિયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર કાનો કે જેને પોતાના વિસ્તારમાં રહેતી હીનાબેન મકવાણા નામની મહિલા અને તેના પતિ સાથે અને તેના પુત્ર હિતેન અને હીરા સાથે જૂની માથાકૂટ ચાલતી હતી, અને અગાઉ પણ ઝઘડો થયો છે. જેનું મન દુઃખ રાખીને તમામ પાંચેય આરોપીઓએ એક સંપ કરીને મૃતક યુવાનને ફોન કરીને મહાકાળી સર્કલ પાસે બોલાવ્યો હતો, ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી, અને તેને મોટરસાયકલ માં બેસાડી અપહરણ કરીને હીનાબેન મકવાણા ને ઘેર લઈ ગયા હતા, અને તેની હત્યા નીપજાવી હતી.સમગ્ર મામલામાં સીટી સી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે, અને સીટી ડીવાયએસપી જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી તપાસ ટુકડી દોડતી થઈ હતી, અને ચાર આરોપીઓને સકંજા મા લઈ લીધા છે, અને તેની પૂછપરછ ચલાવાઇ રહી છે.

જામનગર શહેર જિલ્લામાં આગામી તહેવારો ને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ

0

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારો ને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

  • જિલ્લા પોલીસ વડા ની આગેવાનીમાં શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ માર્ચ ૨૫, જામનગર શહેર અને જિલ્લામાં આગામી રમજાન ઇદ, રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, અને તમામ તહેવારો એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય, તે દ્રષ્ટિએ જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં એસ.પી. કચેરીમાં યોજવામાં આવી હતી.આ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી દેવધા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી.કે. પંડ્યા, લાલપુરના એએસપી શ્રી પ્રતિભા, સિક્કા પોલીસ મથકના ઇન્ચાર્જ એ.એસ.પી. અક્ષેસ એન્જિનિયર, એલસીબીના પી.આઈ. વી. એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી એન ચૌધરી, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા, પી.પી. ઝા તેમજ જે. જે. ચાવડા ઉપરાંત જામનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ આ ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.આગામી તમામ તહેવારો શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય, અને પૂરતો પોલીસ બંદોબસ્ત જળવાયેલો રહે, તે સંદર્ભમાં એસ.પી. દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગર લાખોટા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો

0

જામનગર ના લાખોટા તળાવમાં આવતીકાલે જે કેનાલ મારફતે પાણી પહોંચાડવાનું છે , તે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫, જામનગર શહેર ની મધ્યમાં આવેલા લાખોટા તળાવ કે જેમાં પાણી ભરવા માટે દરેડ થી જામનગર સુધીની કેનાલ બનાવાઈ છે, જે કેનાલમાં આવતીકાલે રંગમતી ડેમમાંથી પાણી છોડીને તળાવ ભરવાનું છે તે પહેલાં દરેડની કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં દોડધામ થઈ છે.દરેડ નજીકના આસપાસના વિસ્તારમાં કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી હાલ કેનાલમાં ભરેલું છે. જે પાણીમાં એક અજાણ્યા ચાલીસ વર્ષની વયના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, અને કેમિકલ યુક્ત પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.પંચકોસી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને ફાયર બ્રિગેડની મદદથી અજાણ્યા યુવકના મૃતદેહને બહાર કઢાવી પોસ્ટ મોર્ટમની તેમજ તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ્યારે રંગમતી ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે આ પ્રદૂષિત થયેલું પાણી જો લાખોટા તળાવમાં આવશે, તો લાખોટા તળાવનું પાણી પણ પ્રદૂષિત બનશે. એટલું જ માત્ર નહીં તેમાં રહેલા માછલાંઓ સહિતના પાણીના જીવો પર પણ જોખમ તોડાયેલું છે. જે અંગે મહાનગરપાલિકાના તંત્રએ ખૂબ જ તકેદારી રાખવી જરૂરી છે.

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના સામે આવી : પોલીસે ૩ શકમંદોને ઉઠાવી લીધા

0

જામનગર શહેરમાં વધુ એક ચીલઝડપની ઘટના સામે આવી

  • ગણપત નગર વિસ્તારમાં બાઈકમાં જઈ રહેલા એક યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લેવાયો

  • ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં ત્રણ ગઠિયાઓ સોનાનો ચેઇન ઝુંટવીને ભાગી છૂટ્યા: પોલીસે ૩ શકમંદોને ઉઠાવી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫ જામનગરમાં ચીલ ઝડપની વધુ એક ઘટના બની છે. તાજેતરમાં એક વૃદ્ધ મહિલા ના ગળામાંથી હિરજીમિસ્ત્રી રોડ પર રૂપિયા દોઢ લાખના સોનાના ચેન ની ચીલ ઝડપ થઈ હતી. અને તેમાં એક્સેસ સ્કૂટરમાં બે શખ્સો ચીલ ઝડપ કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.દરમિયાન ગઈકાલે વધુ એક ન બનાવ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા દિનેશભાઈ ખનાભાઈ પરમાર (૪૪) કે જેઓ ગણપત નગર વિસ્તારમાંથી પરમદીને રાત્રિના ૧૧.૧૫ વાગ્યા ના અરસામાં બાઈક લઈને પોતાના ઘર તરફ જતા હતા, જે દરમિયાન ત્રણ સવારી એક્સેસ સ્કૂટરમાં આવેલા અજાણ્યા શખ્સો ગળામાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરીને ભાગી છૂટ્યા હતા.જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો હરકતમાં આવ્યો હતો, અને સી.સી.ટી.વી. કેમેરાના અલગ અલગ ફુટેજ મેળવ્યા હતા, અને ત્રણ બાવરી શખ્સો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને ગણતરી ના કલાકોમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

જામનગરના જોગવાડ પાસે બે બળદોની લડાઈમાં બ્રેન્ડેડ યુવાનના અવયવોનું અંગદાન કરાયું

0

જોગવડ નજીક બે બળદોની ફાઈટમાં ઇજાગ્રસ્ત બનેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનને બ્રેન્ડેડ જાહેર કરાયા પછી તેના અવયવોનું અંગદાન કરાયું

  • ઇજાગ્રસ્ત શ્રમિકના પત્ની- પુત્ર વગેરેએ હોસ્પિટલ ના તબીબો સાથે પરામર્સ કર્યા બાદ અંગોનો દાન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો

  • અમદાવાદ ની સિવિલ હોસ્પિટલની તબીબોની ટીમ જામનગર આવી પહોંચ્યા પછી વહેલી સવારે બ્રેન્ડેડ યુવાન પર શસ્ત્રક્રિયા કરાઇ

  • બ્રેન્ડેડ યુવાનના અવયવોને લઈને અમદાવાદ મોકલવા કોરિડોર બનાવાયો : ચાર્ટર પ્લેન મારફતે રવાના

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫, જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગત ૧૮મી તારીખે રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટિયાઓ કે જેઓએ રસ્તે ચાલીને જઈ રહેલા પર પ્રાંતિય શ્રમિક યુવાનને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેઓ બ્રેન્ડેડ જાહેર થયા હતા, અને તેના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.જેથી જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો તેમજ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમ વગેરે દ્વારા શ્રમિક યુવાનનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અવયવોને એકત્ર કરી લેવામાં આવ્યા છે, અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટ થી અમદાવાદ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે .આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના સમસ્તિપૂરના વતની મહેશકુમાર જીગુસા શાહુ ₹ઉ.વ.૪૭) કે જેઓ પોતાના પુત્ર મનીષ (૨૨ વર્ષ) કે જે હાલ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરે છે, તેને ત્યાં પોતે પણ કામે રહેવા માટે બિહારથી ૧૮મી માર્ચના દિવસે જામનગર આવ્યા હતા, ત્યારબાદ તેઓ અન્ય બે મિત્રો સાથે જોગવડ ગામના પાટીયા પાસે ઉતર્યા હતા, અને રસ્તો ઓળંગી રહ્યા હતા.જે દરમિયાન રસ્તામાં બે ખુટિયાઓ ઝગડી રહ્યા હતા, અને એકાએક ધસી આવી ઉમેશકુમાર ને હડફેટમાં લઈ લેતાં તેઓ ફંગોળાયા હતા, અને માથાના ભાગે ગંભીર ઇજા થવા તેઓનું માથું ફાટી ગયું હતું, અને લોહી ની નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેની સારવાર દરમિયાન ગત મંગળવારે તેઓને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા. જોકે તેના અવયવો ચાલતા હતા. દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ વંદનાબેન ત્રિવેદી તથા અન્ય તબીબોની ટુકડીએ ઉમેશ કુમાર ના પુત્ર મનીષ અને મનીષા માતા ઇન્દુ દેવી ઉપરાંત કાકા દલુશા વગેરેને બોલાવી લીધા હતા અને ઉમેશકુમાર પોતે બ્રેનડેડ થયા છે, પરંતુ તેના અંગ ચાલુ છે. જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું નવજીવન આપી શકાશે.જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી, અને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલે મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગર ના જીજી હોસ્પિટલના તબીબી અધિક ડો. નંદીની દેસાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો અને અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર આવી ચૂકી હતી, ત્યારબાદ સવારે ૬.૩૦ વાવ્યે ઉમેશ કુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગો ને કાઢી લેવામાં આવ્યા હતા, અને તેના માટેની વિશેષ પેટીઓ અમદાવાદથી લાવવામાં આવી હતી તેમાં તમામ અંગો મૂકીને અમદાવાદ તરફ લઈ જવા માટે વિશેષ ખોટી ડોર બનાવાયો હતો જેના માટે જામનગર પોલીસની મદદ લેવામાં આવી હતી અને જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

બ્રેન્ડેડ જાહેર થયેલા દર્દી ને મૃત જાહેર કરાયા પછી તેના મૃતદેહને વતનમાં લઈ જવા કાર્યવાહી

જોગવડ નજીક ગત ૧૮ મી તારીખે બે ખૂંટિયાઓની ફાઈટમાં જજાગ્રસ્ત બનીને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશભાઈ ને વહેલી સવારે સર્જરી કરીને તેના અવયવો નું અંગદાન કરી લેવાયા પછી જામનગરની જી.જી . હોસ્પિટલના તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા, અને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ કરાવ્યા બાદ તેમના મૃતદેહને વતનમાં સમસ્તીપુર લઈ જવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સમગ્ર પરિવાર પોતાના વતન જવા માટે નીકળી રહ્યો છે.

જામનગરમાં પરમ પૂજ્ય શ્રી પ્રશ્મધર્માશ્રી સાધ્વીજી કાળધર્મ પામ્યા , શનિવારે નીકળશે પાલખી યાત્રા

0

જામનગરમાં પરમ પૂજ્ય શ્રી પ્રશ્મધર્માશ્રી સાધ્વીજી કાળધર્મ પામ્યા , શનિવારે નીકળશે પાલખી યાત્રા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા..૨૮ માર્ચ ૨૫, .પરમ પૂજ્ય શ્રી ભક્તિ સુરીશ્વરજી સમુદાય ના પ.પૂ.સાધ્વીજી ભગવંત શ્રી પૂણ્યપ્રભાશ્રીજી મ.સા. ના શીષ્યા પ.પૂ.સાધ્વીજી ભગવંત શ્રી પ્રશમધર્માશ્રીજી મ.સા.આજે કાળધર્મ પામતા જૈન સમાજ માં શોક ની લાગણી ફેલાઈ છે.આજે તેમના અંતિમ દર્શનાર્થે જૈન સમાજ ઉમટી પડ્યો હતો.જામનગરમાં લાલબાગ ઉપાશ્રયમાં બિરાજતા પ્રશ્નધર્મશ્રીજી સાધ્વીજી આજે ૬૮ વર્ષ ની ઉમરે કાળધર્મ પામ્યા હતા. તેમણે ૪૫ વર્ષનો સંયમ પાળેલ છે. તેઓ ની પાલખી યાત્રા શનિવાર તાં .૨૯ ના મોટા ઉપાશ્રય થી નીકળશે અને લોકાગચ્છ ની વાડી , શ્રી શેઠજી જૈન દેરાસર, ચાંદી બજાર, મહિલા મંડળ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, બારદાનવાલા રોડ, ત્રણ દરવાજા, નાગનાથ ગેઇટ થઈ સ્મશાને પહોંચશે.તા. ૨૯/૩/૨૫ અને શનિવારે મોટા ઉપાશ્રયે ઉછામણી સમય સવારે ૮.૧૫ કલાકે અને પાલખી નો સમય સવારે ૯ રાખવામાં આવ્યો છે. સકલ શ્રી સંઘે લાભ લેવા અને દરેક ઘર દીઠ એક વ્યક્તિ ને પાલખી યાત્રા માં જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીની સાસણગીર મુલાકાત પછી પ્રવાસીઓની સંખ્યામાં જબરો ઉછાળો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18%થી વધુનો ઉછાળો

  • વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ

  • બરડા વન્યજીવ અભયારણ્ય આજે બન્યું છે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન

  • ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં વધારો થયો છે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ માર્ચ ૨૫ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીની મુલાકાત પહેલાના 20 દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 49,681 હતી, જે તેઓની મુલાકાત પછીના 20 દિવસમાં વધીને 59,009 થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8% નો વધારો દર્શાવે છે.વડાપ્રધાનશ્રીની ગીર જંગલ સફારીની મુલાકાતના પગલે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય, જે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે, તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે. તેના કારણે, ફેબ્રુઆરી, 2025ની સરખામણીએ માર્ચ, 2025માં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે 108 પ્રવાસીઓ આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં 215 પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે.

બરડા વન્યજીવ અભયારણ્ય બન્યું એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન

અત્યારસુધી જૂનાગઢ સ્થિત ગીર અભયારણ્ય એશિયાઇ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હતું. પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય ગીર સંરક્ષિત વિસ્તાર સાથે આવાસસ્થાનો, ભૌગોલિક ક્ષેત્ર અને ભૂમિપ્રદેશની દ્રષ્ટિએ ખૂબ જ સમાનતા ધરાવે છે. બરડા અભયારણ્ય સિંહ જનીનપૂલના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે. ઐતિહાસિક રીતે તે સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતું હતું. બરડા અભયારણ્યમાં સિંહોનું જૂથ છેલ્લે 1879માં જોવા મળ્યું હતું. પરંતુ, પછીથી આ વિસ્તારમાં સિંહો લુપ્ત થયા હતા.સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહારશ્રૃંખલાના પાયાને પુનઃસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ સંરક્ષણ પ્રયાસોને 19 જાન્યુઆરી, 2023ના રોજ મોટી સફળતા મળી, જ્યારે બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઇ સિંહની હિલચાલ નોંધવામાં આવી. સિંહો એક સદી પછી તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા. બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થયા પછી તેને સિંહોના ‘સેકન્ડ હોમ’ એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે. આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 1 નર, 5 માદા સિંહ અને 11 બાળસિંહ છે.

ગીરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ‘ખૂશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું.ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારના ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.

અહેવાલ :- વિરેન્દ્રસિંહ પરમાર માહિતી ખાતુ જામનગર

જામનગરના મોરકંડા પાસે ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઈવર નું મોત

0

જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે ગઈ રાત્રે એક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો

  • ટ્રકમાંથી ઠેકડો મારીને ઉતરી રહેલા ડ્રાઇવર પર ટ્રકનો જોટો ફરી વળતાં અંતરિયાળ મૃત્યુ: પોલીસ તંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮, માર્ચ ૨૫ જામનગર નજીક મોરકંડા રોડ પર ગઈકાલે રાત્રે એક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રક ચાલકનો ભોગ લેવાયો છે. ફંગોડાઈ રહેલા ટ્રકમાંથી કૂદકો મારીને નીચે ઉતરી રહેલા ટ્રક ડ્રાઇવર પર પાછલા વ્હીલ નો જોટો ફરી વળતાં તેનું અંતરીયાળ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.આ વિચિત્ર અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાલુકાના દેવપરા ગામનો વતની અને ટ્રક ડ્રાઇવિંગ કરતો કેશુભા પોલાભા માણેક નામનો ૪૦ વર્ષનો હિંદુ વાઘેર યુવાન કે જે ગઈકાલે પોતાનો જીજે ૩૭ ટી ૬૯૪૫ નંબરનો ટ્રક લઈને તેમાં અનાજનો જથ્થો ભરીને લાલપુર બાયપાસ થી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.જે દરમિયાન રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં મોરકંડા ગામના પાટીયા પાસે એકાએક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, અને ચાલુ ટ્રક માર્ગ પર ફંગોળવા લાગ્યો હતો.જેથી તેમાંથી બચવા માટે ટ્રકનો ડ્રાઇવર કેશુભા માણેક કે જેણે કૂદકો મારી દીધો હતો, પરંતુ દુર્ભાગ્યવશ ટ્રક ના જોટા ની નીચે આવી ગયો હતો, અને ટ્રકનો જોટો તેના ઉપરથી ફરી વળ્યો હતો, અને રોડથી નીચે ઉતરી ને ટ્રક ખાંગો બની ગયો હતો. જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.જે અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ટ્રકના જોટા ની નીચે ફસાયેલા કેશુભા માણેકના મૃતદેહને બહાર કઢાવી લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે આ અકસ્માત ના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.