Monday, October 12, 2026
Home Blog Page 87

જામનગરમાં માતા પુત્ર સહિત 4 વ્યક્તિઓ એકાએક લાપતા

0

જામનગર શહેર અને જિલ્લામાં એક માતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ થઈ ગયા ની પોલીસમાં નોંધ કરાવાતાં ભારે ચકચાર

  • જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ચાર વર્ષના પુત્ર સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા

  • જામનગરની પ્રાઇવેટ બેન્ક નો એક કર્મચારી ઘેરથી નોકરી પર ગયા બાદ લાપતા બની જતાં ગુમનોંધ કરાવાઈ

  • કાલાવડ તાલુકાના જસાપર ગામમાંથી એક શ્રમિક યુવાન એકા એકા લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ એપ્રિલ ૨૫ જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની ૩૦ વર્ષની પરણીતા ગઈકાલે પોતાના ઘેરથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને સાથે રાખીને એકાએક ક્યાંક ચાલી ગઈ હતી.જેથી પરિવારજનો દ્વારા તેના સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવાઈ હતી, પરંતુ મનિષાબેન ના કોઈ પતો સાંપડ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી, અને મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયા એ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત જામનગરમાં તિરુપતિ સોસાયટી, પુષ્પક પાર્ક શેરી નંબર -૨ માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ બેંક નોકરી કરતા નિતેશકુમાર કાંતિલાલ પટેલ કે જે ગઈકાલે પોતાના ઘેરથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેનો કોઈ પતો સાંપડ્યો નથી, તેથી આખરે ગુમ થયાની પરિવારજનો દ્વારા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.ગુમ થવાનો ત્રીજા કિસ્સો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં બન્યો હતો. જ્યાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અરશીભાઈ સોલંકી પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો હતો, અને બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાંઝ આખરે કાલાવડ પોલીસ મથકમાં ગુમ નોંધ
કરાવાઈ છે.

જોડીયા ના લખતર – કેશીયા ગામ ના માર્ગે થયેલી લુંટ ની ફરીયાદ ખોટી સાબિત થઈ

0

જોડીયા ના લખતર – કેશીયા ગામ ના માર્ગે થયેલી લુંટ ની ફરીયાદ ખોટી સાબિત થઈ

  • ફરિયાદી પોતેજ કસૂરવાર નીકળ્યો: મોજશોખમાં મોટી રકમ ગુમાવી દીધી હોવાથી લૂંટ નું ખોટું તરકટ રચ્યું હતું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ એપ્રિલ ૨૫, જોડિયા તાલુકા ના લખતર કેસિયા ગામના માર્ગે રૂપિયા ૭૦,૦૦૦ ની રોકડ રકમ ની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસ માં નોંધાવાઈ હતી. જેની તપાસમાં એલસીબી પોલીસે ઝૂકાવ્યા પછી ફરિયાદી ની પૂછપરછમાં આખરે તે ભાંગી પડ્યો હતો, અને આવી કોઈ લુંટ થઈ નહીં હોવાનું જણાવતાં ફરિયાદી પોતેજ આરોપી નીકળ્યો હતો. અને મોજ શોખમાં મોટી રકમ ગુમાવી દીધી હોવાથી આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ ના મીત કિરીટભાઈ ગોદવાણી એ પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી, કે પોતે મોટર સાયકલ લઈ ધ્રોલ થી કેશીયા જવા માટે નિકળ્યો ત્યારે લખતર ઓવરબ્રીજ થી કેશીયા તરફ જતા કાચા રસ્તા પર થોડે આગળ પહોચતાં મોટર સાયકલની પાછળ અન્ય બે મોટર સાયકલ પર અજાણ્યા ચાર માણસો આવેલાં અને પોતાનું મોટર સાયકલ ઉભુ રખાવી તે બન્ને મોટર સાયકલ માથી પાછળ બેસેલ બન્ને માણસો નીચે ઉતરી જેમાથી એક માણસે છરી બતાવી રૂપીયા ૭૦,૦૦૦ ની રકમ ની લૂંટ કરી જતા રહ્યા હતાં. આ અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા એલ.સી.બી શાખા ની ટીમ ને તપાસ સોંપવામાં આવી હતી.

આથી ફરીયાદી ની લુંટ ના બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ અને ફરીયાદ હકિકત ધ્યાને લેતાં ફરીયાદી ધ્રોલ ની દુકાન થી બનાવ સ્થળ ખાતે પહોચતા લાગેલ સમય તેમજ બનાવ સ્થળે ફરીયાદી ની પ્રાથમીક પુછપરછ દરમ્યાન બેગમાં રૂપીયા ૭૦,૦૦૦ તથા એક સિલ્વર કલરનુ લેપટોપ ગયેલ હોવાનુ જણાવેલ ત્યાર બાદ ફેરવી તોળવી આ બાબતે બેગમાં રહેલ ૭૦,૦૦૦ રૂપીયા જ લુટ મા ગયેલ અને પોતાનુ પાકીટ તથા મોબાઈલ પોતાની પાસે હોવાનુ જણાવેલું હતું.

તેમજ આ કામે લુટ થયા બાદ બેગ ત્યા નજીકમાથી મળી આવેલ હોવાનુ જણાવેલું હતું, તેમજ પોતા ને છરી વડે થયેલ ઈજા પણ શંકા ઉપજાવે તેમ હોય, તેમજ બનાવ વાળી જગ્યા જોતા એ જગ્યા અવાવરૂ તથા સિમ/વાડી વિસ્તારની વચ્ચે આવેલ કાચો રસ્તો હોય તેમજ સદર રસ્તા પર લોકોની આવર-જવર પણ સામાન્ય રીતે ઓછી હોય જેથી ગુન્હા વાળી જગ્યા પણ શંકા ઉપજાવે તેવી હોય, તેમજ આ કામેના ફરીયાદી ની તા. ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ ની આખા દિવસ દરમ્યાનની દિન ચર્યા અંગે વિસ્તૃત પુછપરછ કરતાં પોતે જણાવેલ હકિકત ને તથા પોતાની દુકાનની આજુબાજુમા આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરી ક્રોસ વેરીફાઇ કરતાં બન્નેમા વિસંગતતા જણાય આવેલ હતી.

આમ તપાસ દરમ્યાન ઉપરોકત તમામ મુદાઓ ધ્યાને લેતા ફરીયાદીની બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ તથા હકિકત શંકા ઉપજાવી કાઢે તેમ હોય જેથી જોડિયા પો.સ્ટેના પો.સ્ટાફ ની તથા એલ.સી.બી શાખાના પો.સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસ કરતા ફરીયાદી એ જણાવેલ હકિકત સત્ય જણાતી ન હોય તેમજ ફરીયાદી અવાર-નવાર પોતાની હકિકત બદલતો હોય જેથી આ કામેના ફરીયાદીની યુકતિ-પ્રયુક્તિ થી તથા અલગ-અલગ ટીમ મારફતે ઉપરોકત શંકા ઉપજાવે તેવા મુદાઓ અંગે જીણવટ ભરી રીતે સધન પુછપરછ કરતાં ફરીયાદી ભાંગી પડયો હતો, અને સત્ય હકિકત જણાવેલી કે હુ તથા મારા કાકા જગદીશભાઇ ગોદવાણી બન્ને બાલાજી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમા પાર્ટનર હોય અને છેલ્લા બે મહિના થી આ દુકાનનુ સંચાલન પોતે કરતો હોય અને ફરીયાદી બહાર ફરવા જાવ ત્યારે આ દુકાનમાથી થયેલ વેપાર ધંધાના રૂપીયા મોજશોખ માટે તથા હરવા ફરવા માટે વાપરતો હોય, જેથી આ દુકાનના હિસાબમાં આશરે ૬૦ થી ૭૦ હજાર રૂપીયાની ઘટ આવતી હોય અને ઘરના પૈસા તેમાં નાખવા પડે તેમ હોય જેથી તા.૦૪/૦૪/૨૦૨૫ ના સાંજના મારી દુકાન બંધ કરી ધ્રોલ ગાંધીચોકથી થોડે આગળ આવેલ રવી સ્ટેશનરીમાં જઇ રૂપીયા ૩૦ મા એક કટર ખરીદ કર્યું હતું અને ધ્રોલ થી કેશિયા જવા માટે નીકળી ગયેલ અને લખતર ઓવરબ્રીજ થી નીચે થઇ કેશિયા તરફ જત કાચા રસ્તા પર થોડે જ આગળ જઇ વોકળા પાસે મોટર સાઇકલ ઊભુ રાખી તેની પાસે રહેલ બેગમાથી ધ્રોલ થી ખરીદી કરેલ કટર કાઢી હાથ વડે જમણી સાઇડ છાતી પર એકાદ-બે છરકા મારેલ અને ત્યા થી થોડે આગળ જઈ બેગ રસ્તામા ફેકી દિધેલી હતી. અને ત્યાર બાદ કાકાને ફોન કરી મારી પાસે રહેલ રૂપીયા ૭૦,૦૦૦ ની કોઈ અજાણ્યા ચાર ઈસમો લુટ કરી લઈ ગયેલ હોવાની હકિકત જણાવેલ અને તે મુજબ ફરીયાદ પણ લખાવેલ હતી.

પરંતુ હકિકતમા લુટનો કોઈ બનાવ બનેલ જ નથી. આ ફરીયાદ ખોટી લખાવેલ હતી તેમ કબુલાત આપેલ હોય જેથી આ ગુન્હાના કામેના ફરીયાદી મીત કિરીટભાઈ ગોદવાણી વિરૂધ્ધ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં વધુ એક નામીચો શખ્સ “પાસા” માં ધકેલાયો

0

જામનગરના વધુ એક ડેન્જર પર્સન એવા નામચીન શખ્સ સામે પાસા નું શસ્ત્ર ઉગમતા એસ.પી; જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા પ એપ્રિલ, ૨૫ જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા વધુ એક શખ્સ સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રોહિત વિશાલભાઈ ઉર્ફે સદામભાઈ શિંગાળા (ઉંમર વર્ષ ૨૫) કે જેની સામે શરીર સંબંધી બે ગુન્હા નોંધાયેલા છે, જે ડેન્જર પર્સન સામે એલસીબી ની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા સમાહર્તા ને મોકલવામાં આવી હતી.જેને જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી . આથી એસ.પી. પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર એલ.સી.બી.ની ટુકડીએ રોહિત ને આજે સવારે પાસા હેઠળ અટકાયતમાં લઈ લીધો હતો, અને તેને વડોદરા ની જેલમાં ધકેલી દીધો છે.

જામનગરમાં માર મારવાના કેસમાં સીટી- C ના PI , PSI નો નિર્દોષ છુટકારો

0

જામનગ ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને બોલાવી ગોંધી રાખી માર મારી ગાળો આપી અપમાનીત કરવાના કેશમાં આરોપી સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI કે .પી જોષી અને PSI સંજય મહેતા ને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત

  • ફરીયાદીના પુત્ર ગુન્હો કરી ફરાર હોય તેથી તે હાજર ન થતાં તેમના પિતાને અને માતાને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને માર મારવાનો આક્ષેપ હતો

  • ગોંધી રાખી માર માર્યો હોય તેવા કોઈ ઠોસ પુરાવા નથી , માત્ર આક્ષેપ છે. એડવોકેટ:- રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. પ એપ્રિલ ૨૫  કેશની હકિક્ત એવી છે કે, જામનગર ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા ભાવસંગ રાઠોડ દ્વારા નામ.અદાલતમાં તેમને અને તેમના પરીવારને જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ત્યા પી.એસ.આઈ. દ્વારા રાત્રીના ઘરે જયારે તેઓ હાજર ન હતા ત્યારે પોલીસ વાળાઓ ભાવસંગ રાઠોડના ઘરે આવેલ અને તેમના પત્ની અને પુત્રવધુ હાજર હોય તેમને ધમકી આપેલ કે, તારો પુત્ર સંજયસીંહ અને તારો પતી ભાવસંગ બંન્નેને સવારના ૧૧ વાગ્યે પોલીસ સ્ટેશન હાજર કરી દેજો નહી તો સારી વાત નહી રહે, અને હાજર કરવાનું કારણ પુછતા આરોપીઓએ જેમ ફાવે તેમ પરીવાર સાથે વર્તન કર્યું હતુંઅને બિજા દિવસે સવારના સમયે ભાવસંગ રાઠોડ અને તેમના પત્ની પોલીસ સ્ટેશનમાં હાજર થતાં આ પી.આઈ. કે.પી જોષી સાહેબ તથા પી.એસ.આઈ. સંજય મહેતા સાહેબ દ્વારા તારો પુત્ર સંજયસીહને તાત્કાલીક હાજર કરે તેમ કહી અને ફરીયાદી ભાવસંગને પટ્ટાથી તેમની પત્ની સામે માર મારેલ અને ફરીયાદી ભાવસંગ અને તેમના પત્નીને સવારથી રાત્રીના સમય સુધી ગોંધી રાખેલ અને કોઈપણ કારણ વગર ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી અને માર મારી ધમકીઓ આપી ગાળો બોલી અને છોડી મુકેયા હતાઆ બાબતની ફરીયાદી ભાવસંગભાઈ રાઠોડ દ્વારા નામદાર અદાલતમાં પ્રાઇવેટ ફરીયાદ પોલીસ સામે દાખલ કરેલ, તેમાં ફરીયાદી અને સાહેદોની જુબાની લેવામાં આવેલ અને કેશ દલીલ ઉપર આવતા બંન્ને પક્ષે રજુઆતો કરવામાં આવેલ તેમાં ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદીએ કોઈ જ ગુન્હો કરેલ ન હોય, અને તેમના સામે કોઈ જ એફ.આઈ.આર. પણ ન હોય, અને તેમના પુત્ર સામે કોઈ ફરીયાદ કે, અરજી છે કે, કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા કોઈ ખુલાસો કર્યા વગર ફરીયાદી અને તેમના પત્નીને આ રીતે અપમાનજનક સ્થિતીમાં મુકી અને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી અને સતાનો દુરૂપયોગ કરી અને માર મારેલ હોય, તે સમગ્ર પોલીસ સમાજ અને સમાજમાં જે પોલીસની શાખ છે તેમના ઉપર પણ પ્રશ્નાર્થ રૂપી કિસ્સો છે, અને જો આ રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવે તો પોલીસ જ સર્વોપરી છે, તેવું સાબીત થાય અને સમાજમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા ઉપર પણ સવાલ થાય તેવો કિસ્સો છેજેથી આ રીતે કોઈ પોલીસ પોતાને મળેલી સતાનો દુરૂપયોગ ન કરે તેથી આ બંન્ને આરોપીઓ પી.આઈ. કે.પી જોષી સાહેબ અને પી.એસ.આઈ. સંજય મહેતા સાહેબ બંન્નેને કાયદામાં જણાવ્યા મુજબની પુરેપુરી સજા કરવી જોઈએ અને ફરીયાદીને વળતર પણ અપાવવું જોઈએ તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કેશમાં કોઈ જ મેડીકલ પુરાવો નથી, અને જો પોલીસ સામે જે આક્ષેપો છે તેમના પુત્રએ કોઈ ગુન્હો કરેલ છે, તેને હાજર કરવા માટે પોલીસ ઘરે ગયેલ હોય અને બોલાવેલ હોય, તો પોલીસ દ્વારા તેમની ડ્યુટી કરવામાં આવેલ છે અને જો પોલીસ સામે આ રીતે પાયા વિહોણા આક્ષેપો જ થતાં રહેશે તો તમામ ગુનેગારો આ જ રીતે કોઈ ગુન્હો કરી અને નાશી ભાગી જાય અને પોલીસ તેમને શોધવા કોઈ પ્રયત્નો ન કરે અને જો કરે તો પરીવારમાંથી કોઈને ફરીયાદી બનાવી અને પોલીસને ફસાવી અને કેસ કરી નાખવાનો આ પ્રકારનો સમાજમાં ટ્રેન્ડ બની જશે અને પોલીસ તેમનું કામગીરી કરી શકશે નહી અને આ કેશમાં કોઈ જ મેડીકલ પુરાવો કે, તેમને માર મારેલ હોય અને ગોંધી રાખેલ હોય અને તેમના ઘરે ગયેલ હોય તેવો કોઈ જ ઠોસ પુરાવો આવેલ નથી માત્ર અને માત્ર આક્ષેપોના કારણે થાણા અધિકારી અને તેમના સહ કર્મ પોલીસ અધિકારીઓને દંડી શકાય નહીંતે દલીલ સાથોસાથ નામ.સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ચુકાદા ઉપર પણ ધારદાર રજુઆતો કરવામાં આવેલ આમ નામ.અદાલતે તમામ હકિકતો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને Pl કે.પી જોષી સાહેબ અને PSI સંજય મહેતા સાહેબને આ ગુન્હામાં નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં બંન્ને પોલીસ અધિકારીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગર સુવરડા ગ્રામજનો દ્વારા પ્લેન દુર્ઘટનામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અપાઈ

0

જામનગર તાલુકાના સુવરડા ગામમાં એરફોર્ષ ના ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અપાઈ

  • ગ્રામજનો દ્વારા વિમાનને ગામની વસ્તીથી દૂર રાખીને પોતાના પ્રાણની આહુતી આપનાર શહીદ જવાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૫, જામનગર તાલુકાના સુવરડા ગામ પાસે બે દિવસ પહેલાં એરફોર્સ નું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને એક જવાને શહીદી વહોરી હતી. જે વીર જવાનને સુવરડાના ગ્રામજનો એ શ્રદ્ધાંજલિ આપી છે. ફાઈટર પ્લેનને માનવસ્થિતિ દુર રાખીને પોતાના પ્રાણની આહૂતી આપી દેનારા શહિદ જવાન ને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.જામનગરના એરફોર્સના પાયલોટ સિદ્ધાર્થ યાદવ, કે જેણે બે દિવસ પહેલા એરફોર્સના પ્લેન ક્રેશ દરમિયાન સુવરડા ગામની જનતાને બચાવવા માટેના અંતિમ પ્રયત્નો કર્યા હતા. ફાઈટર પ્લેન ક્રેશ થઈને સળગતી અવસ્થામાં નીચે પડી રહ્યું હતું, ત્યારે પોતાના પ્રાણની પરવા કર્યા વિના સળગતા પ્લેનને માનવ વસ્તી થી દૂર ઝાડી ઝાખરા વિસ્તારમાં પ્લેન ને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, અને પોતે શહીદી વહોરી લીધી હતી.જેથી સમગ્ર સુવરડા ના ગ્રામજનો આજે એકત્ર થયા હતા, અને પોતાના ગામને બચાવીને જીવન સમર્પિત કરી દેનારા વીર જવાન સિદ્ધાર્થ યાદવને કદી ભૂલી શકાશે નહીં, તેમ જણાવીને સર્વેએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જેમાં નાના ભૂલકાઓ અને મહિલાઓ સહિતના સમગ્ર ગ્રામજનો એકત્ર થયા હતા.

જામનગરના ડેન્જર પર્સન એવો ‘દિવલો ડોન’ પાસ હેઠળ સુરત જેલમાં ધકેલાયો

0

જામનગરના ડેન્જર પર્સન એવા ‘દિવલા ડોન’ સામે પાસા નું શસ્ત્ર ઉગમતા જિલ્લા પોલીસવડા; જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૫ જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.જામનગરમાં શાંતિનગર શેરી નંબર ૬ માં રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો મંગળસિંહ ચૌહાણ કે જે ‘દિવલા ડોન’ તરીકે પ્રખ્યાત છે, અને પોતે શરીર સંબંધી, ધાક ધમકી આપવી, ચોરી, લૂંટ, દારૂ સહિતની અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે, અને તેની સામે ૧૧ થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.જે ડેન્જર પર્સન દીવલા ડોન સામે એલસીબી ની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા સમાહર્તા ને મોકલવામાં આવી હતી.જેને જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી છે. આથી એસ.પી. પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર એલ.સી.બી.ની ટુકડીએ દીવલા ડોન ને ગઈકાલે મોડી રાત્રે પાસા હેઠળ અટકાયતમાં લઈ લીધો હતો, અને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.

જામનગર : ધ્રોલના સુમરા ગામે ભરવાડ મહિલાનો ચાર માસુમ સંતાનો સાથે આપધાત

0

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ભરવાડ પરિવારમાં ભારે કરુણા જનક કિસ્સો

  • એક ભરવાડ મહિલા અને તેના માસુમ ચાર સંતાનોએ સામુહિક રીતે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે હાહાકાર

  • ધ્રોલ પોલીસે ગામ લોકોની મદદ થી ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કઢાવી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ એપ્રિલ, ર૫ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે બપોરે એક ભારે કરુણાજનક કિસ્સો બન્યો હતો. ભરવાડ પરિવારની એક મહિલા, કે જેણે પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. અને સુમરા ગામમાં સોંપો પડી ગયો છે. ધ્રોલની પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.આ કરૂણાજનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ પોતાના ઘરકંકાસના કારણે આજે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર ૧૦) આજુ )ઉંમર વર્ષ ૮) આનંદી (ઉંમર વર્ષ ચાર) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ ત્રણ) વગેરેને સાથે લઈ ને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી.આ બનાવ ની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોળ ની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ બનાવ ને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરે ના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. નાના એવા સુમરા ગામમાં આ બનાવને લઈને કરુણતા સર્જાઈ છે. અને એક પણ ચૂલો સળગ્યો ન હતો.

જામનગર : ૨૦ લાખના નોટરીરાઈઝ લખાણમાં આરોપી નિદોર્ષ

0

૨૦ લાખ પૂરાના નોટરીરાઈઝ  લખાણથી આપેલ પૈસાની ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ છોડી મૂકતી કોર્ટ

  • કરાર કાયદા , સમયમર્યાદાના કાયદા , તેમેજ સિક્યુરિટી પેટે આપવામાં આવેલ ચેકોનો દૂરઉપયોગ : એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલા

દેશ દેવી ન્યૂઝ તા. o૪ એપ્રિલ ૨૫ કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલ અને આ કામના આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા ગાઢ મિત્રતાના સબંધ હોય અને આરોપીને વર્ષ ૨૦૧૭ માં આર્થિક સંકડામણના કારણે નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલ પાસે હાથ ઉછીની રકમ રૂ।.૨૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ પુરા લીધેલા હતા. અને તે અંગેનું નોટરીરાઈઝ લખાણ પણ કરી આપેલ હતું. અને તે લખાણ મુજબ ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા પાસેથી સિક્યોરિટી પેટે ૩ ચેકો લીધેલ હતા.૪ વર્ષમાં અનેકવાર ફરિયાદીએ આરોપી પાસેથી પૈસા પરત મેળવવા માંગણી કરેલ હોય અને આખરે આરોપીએ આપેલ ચેકો માથી એક ચેક ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે પોતાની બેન્કમાં રજૂ કરેલ હોય અને સદરહુ ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ હતો. અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે દ્રારા અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજાને લીગલ નોટીસ મોકલાવેલ અને નોટીસ બઝી ગયેલ હોય અને નોટીસનો જવાબ આરોપી દ્વારા આપવામાં આવેલ નહી કે લેણી રકમની કોઈ ચુકવણી માટે કોઈ દરકાર લીધેલ ન હોય જેથી ફરિયાદી સુરેશભાઈ જયેષ્ઠરામ રાવલે નામદાર એડી..ચીફ જયુડી. સાહેબશ્રી, વાકાનેર કોર્ટ સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. જેને લઈ આરોપી અનિરુધ સિંહ હરિસિંહ જાડેજા ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલનામદાર કોર્ટ સમક્ષ આરોપી દ્રારા ગુનો કબુલવાનો ઇનકાર કરતા આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજાની પ્લી લેવામાં આવેલ, ફરીયાદીની ફરિયાદ સાબિત કરવા પુરાવા રજુ કરેલ તેમજ કેસ ચાલી જતાં જેમાં આરોપીના વિદ્વાન વકીલ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા ધારદાર દલીલો કરાઈ કે ફરિયાદીની કેપેસિટી તથા સમય બહારનું લેણું તેમજ કરાર કાયદાને તથા સમયમર્યાદાના કાયદાને અને સિક્યુરિટી પેટે આપવામાં આવેલ ચેકોને દૂરઉપયોગ કરીને હાલ ફરિયાદ કરેલ હોય જેમાં ફરિયાદપક્ષ દ્રારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ વાકાનેરની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્રારા એવું તારણ કાઢેલ હોય કે, સદરહુ ચેક આરોપીએ ફરિયાદીને કાયદેસરના દેવા કે જવાબદારી પેટે આપેલ હોય તેવું સાબિત થતું નથી અને આરોપીએ જાતે જુબાની આપવાની જરૂર નથી અને ફરિયાદીની દલીલનો અસ્વીકાર કરી નામદાર કોર્ટે આરોપી અનિરુધ્ધસીહ હરિસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.આ કામે આરોપી અનિરુધ્ધસિંહ હરિસિંહ જાડેજા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા વાકાનરના ધારાશાસ્ત્રી અનિરુધ્ધસિંહ એસ. ઝાલા રોકાયેલા છે.

જામનગર નજીક સુવરડા ગામ પાસે વાયુસેનાનું પ્લેન એકાએક ક્રેશ

0

જામનગર નજીક સુવરડા ગામ પાસે વાયુસેનાનું પ્લેન એકાએક ક્રેશ થઈ જતાં ભારે અફડાતફડીનો માહોલ

  • પ્લેનમાંથી પાયલોટ કૂદી જતાં તેનો બચાવ થયો; સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી

  • પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી જતાં સુવરડા ગામ ની સીમ વિસ્તારમાં પ્લેનનો સળગતો કાટમાળ પડ્યો

  • સૂકા ઘાસ વગેરે માં સળગતું પ્લેન પડવાના કારણે સમગ્ર સૂકા ઘાસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટુકડી દોડતી થઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ એપ્રિલ ૨૫ જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેના નું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીંમ વિસ્તારમાં પડ્યું હતું, જેથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેન નો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફડા તફાડીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.

પ્લેનમાંથી પાયલોટ નીચે કૂદી જતાં તેનો બચાવ થયો હતો, તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં ફાયર બ્રિગેડ ની ટુકડીને દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરત જ પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો. પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્ષ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગર ના જિલ્લા કલેકટર કેતન ઠક્કર એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તુરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

જામજોધપુર પંથકના બે માથાભારે શખ્સો “પાસા” માં ધકેલાયા

0

જામજોધપુરના બાલવા ગામના બે માથાભારે શખ્સો સામે પોલીસે પાસા નું શસ્ત્ર ઉગામ્યું: અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨, એપ્રિલ ૨૫ જામનગર જિલ્લા જામજોધપુર તાલુકાના બાલવા ગામના બે માથાભારે શખ્સો સામે શરીર સંબંધી બે થી વધુ ગુનાઓ નોંધાયા હોવાથી તેઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી, અને બંનેની અટકાયત કરી લઈ સુરત અને અમદાવાદની જેલમાં મોકલી દેવાયા છે.જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રેલ્વે સ્ટેશન પાછળ રહેતા ઇમરાન હાજીભાઈ સમા નામના ૨૩ વર્ષના શખ્સ સામે તાજેતરમાં શરીર સંબંધી બે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે, તે જ રીતે બાલવા ગામમાં જ રહેતા સુલતાન જુમાભાઈ સમા સામે પણ શરીર સંબંધી બે ગુના નોંધાયા છે.જે બંને શખ્સ સામે એલસીબી ની ટીમ દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને બંને ને પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરાયો હતો.જેના અનુસંધાને ગઈકાલે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ બાલવા ગામમાંથી બંનેને અટકાયતમાં લઈ લીધા હતા, અને એકને અમદાવાદની સાબરમતી જેલમાં, અને બીજાને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.