Monday, October 12, 2026
Home Blog Page 85

જામનગરમાં વ્યાજની પઠાણી ઉધરાણી, આપધાતનો પ્રયાસ કેસમાં આગોતરા જામીન મંજુર

0

જામનગર રાક્ષસી વ્યાજ વસુલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેશમાં આરોપીને આગોતરા જામીન મુકત કરતી જામનગરની નામદાર અદાલત

  • ફરીયાદીને એટલી હદે વ્યાજ માટે હેરાન પરેશાન કરેલ હતા કે, ફરીયાદીએ દવા પી અને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો

  • લીધેલા પૈસા પરત ન ચુકવવા પડે તે આશયથી ખોટી ફરીયાદ ઉભી કરી છે. ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૯ એપ્રિલ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામજોધપુર મુકામે વસવાટ કરતા દર્શકગીરી ગૌસ્વામી દ્વારા તા.૦૮/૦૩/૨૦૨૫ના રોજ જંતુનાશક દવા પી અને આપધાત કરવાનો પ્રયાસ કરેલ અને તેઓને જામનગર જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને તેમનું સારવાર દરમ્યાન ફરીયાદ લેવામાં આવેલ તેમાં તેમને પૃથ્વીરાજસિંહ પ્રવીણસીંહ જાડેજા રે. વસઈ વાળાઓ પાસેથી પ લાખ ૧૦ ટકાના વ્યાજે અને ફેબ્રુઆરી ૨૦૨૫ના અરસામાં તમામ રકમ વ્યાજ સહિત ચુકવી આપેલ પણ હતી અને ત્યારબાદ ૧ લાખ કરી ૧૦ ટકાના વ્યાજે લીધેલ હતા અને તેનું મુદ્દલ અને વ્યાજ પણ ચુકવી આપેલ હતુંતેમ છતાં આરોપી પૃથ્વીરાજસીંહ પ્રવીણસીંહ જાડેજા તેમને હેરાન પરેક્ષા કરતા હોય, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય, અને મુદલ અને વ્યાજની રકમની ચુકવણી કરી દીધેલ હોવા છતાં મોટી રકમ વ્યાજ સહિત માંગવા દબાણ કરતા હોય, તેના કારણે ફરીયાદીએ ઝેરી જંતુનાશક દવા પી અને આપધાત કરવા કોશીશ કરેલ હોય અને તે બાબતની ફરીયાદ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ, જેની જાણ આરોપી પૃથ્વીરાજસિંહ પ્રવીણસિહન થતાં તેમના દ્વારા જામનગરની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મુક્ત થવા અરજી દાખલ કરતા તપાસ કરનાર પોલીસ દ્વારા લેખીતમાં જામીન અરજી સામે વાંધાઓ રજુ કરવામાં આવેલ અને સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ ખુબજ મોટું રાક્ષસી વ્યાજ વસુલ કરેલ અને મુડી પણ વસુલ કરી લીધેલ હોય અને તેમ છતાં આટલી હદે ફરીયાદીને ત્રાસ આપેલ છે કે, તેના કારણે તેમને પોતાનું જીવન ટુંકાવી લેવાનો પ્રયત્ન કરેલ છે અને જયારે વ્યક્તિ આપધાત કરવાનો પ્રયત્ન સુધી પહોંચી ગયેલ હોય તો તેવું અનુમાન થઈ શકે કે, આરોપીએ તેમને ખુબજ અમાનુષી ત્રાસ આપેલ હશે, તે ન માનવાને કોઈ કારણ નથી, અને આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે ફરીયાદી અને સાહેદોને ધમકીઓ આપશેજો આગોતરા જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ નાશી ભાગી જશે અને પોલીસ તપાસમાં સહકાર આપશે નહી અને આરોપીએ આ રીતે ગેરકાયદેસર રીતે નાણાધીરધારનો ધંધો કરેલ છે અને આ રીતે હાલ ખુબજ મોટું દુષણ સમાજમાં આ રીતે રાક્ષસી વ્યાજંકવાદીઓ ફેલાવી રહ્યા છે અને માણસોને ખુબજ દબાવી દબાવી અને તેમના પાસેથી તમામ મુડી હડપ કરી લે છે અને માણસોનું જીવન આ રીતે બગાડી નાખે છે અને તેઓ ખુલ્લેઆમ દાદાગીરીઓ કરી અને માર મારવાની ધમકીઓ આપી અને આ રીતે દબાણ કરે છે આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં આ પ્રકારની પ્રવૃતીઓ કરતા વ્યક્તિઓને વ્યાજંકવાદીઓને કાયદાની કોઈ બિક રહેશે નહી તેવી દલિલો થઈજેથી આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ ફરીયાદમાં જે સજાની જોગવાઈઓ ધ્યાને લેવામાં આવે તો કોઈ ફાંસી કે, આજીવન કેદની સજાની જોગવાઈ નથી, અને આ પ્રકરણમાં માત્ર અને માત્ર ફરીયાદીને સર્વસ્વ માની અને આરોપીને તમામ પૈસા મુડી અને વ્યાજ આપી દીધેલ છે, તેમ છતાં હેરાન પરેશાન કરતા હતા તે બાબત સામે આરોપીએ માત્ર અને માત્ર મદદ થવાના શુભ આશયથી પણ પૈસા આપેલ હોય અને તે પરત કરવા ન પડે તે પણ કારણથી ખોટી ફરીયાદ કરેલ હોય, તે પણ અનુમાન થઈ શકે, અને આગોતરા જામીન આપવામાં આવશે તો પણ શરતો આધીન હોય, આરોપી તમામ પ્રકારની શરતોનું પાલન કરશે
આરોપીના બંધારણીય અધિકારો ધ્યાને લઈ અને આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવા જોઈએ તે બાબતની રજુઆતો કરવામાં આવેલ આમ નામ.અદાલતે તમામ રજુઆતો દલીલો ધ્યાને લઈ અને આરોપી પૃથ્વીરાજસીહ પ્રવિણસીહ જાડેજાને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરના PI જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા

0

જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકના PI જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા

  • પર્યાવરણ અને ભાઈચારાની ભાવના નો સંદેશ આપવા માટે ૮૦૦ કી. મી. સાયકલ યાત્રા નો નિર્ધાર: ભવ્ય વિદાય અપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૫ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. શેખ, કે જેઓ જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે. જેઓને પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ તેમજ અન્ય પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા ફુલહાર અને પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય વિદાય અપાઇ હતી.પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. શેખ, કે જેઓ ગઈકાલે જામનગર થી અજમેર સુધીની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે, અને પર્યાવરણ તેમજ ભાઈચારાની ભાવના અને સંદેશા સાથે તેઓ ૮૦૦ કિલોમીટર નું અંતર સાયકલ પર યાત્રા સાથે પૂર્ણ કરીને અજમેર શરીફની દરગાહે દર્શન કરશે.તેઓના આ યશસ્વી નિર્ણય સાથે અનેક લોકોને પર્યાવરણ અને ભાઈચારાની ભાવના માટેનો સુંદર સંદેશો આપ્યો છે.

જોડીયા અબોલ પશુઓને ઠસોઠસ ભરી ટ્રક નિકળતા VHP પ્રગટ થઇ

0

જોડીયા પંથકમાં એક ટ્રકમાં ૫૦ જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા અટકાવાયા

  • મોરબીના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખની ફરિયાદ ના આધારે ગુનો નોંધાયો : પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં ૫૦ જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદ ના આધારે પોલીસે એક કસાઈ શખ્સ સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રક કબજે કરી લઇ અંદર રહેલા તમામ ૫૦ પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મોરબી પંથકના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ કમલેશભાઈ ભગવાનભાઈ ઝુંઝા કે જેઓ એ ગઈકાલે જોડિયા પોલીસ મથકમાં આવી ને ફરિયાદ કરી હતી કે જી.જે ૧૨ એ.યુ.૮૬૪૫ નંબરના મોટા ટ્રકમાં સંખ્યાબંધ પશુઓને ખીચોખીચ ભરીને મોકલવામાં આવી રહ્યા છે.જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે સ્થળ પર પહોંચી કઈ રૂપિયા પાંચ લાખની કિંમતનો ટ્રક કબજે કરી લીધો હતો, જ્યારે ટ્રકની અંદર ભેંસના પાડા અને પાડી સહિતના અંદાજે ૫૦ જેટલા જીવોને બાંધીને ભરીને રાખ્યા હતા,જે તમામને નીચે ઉતાર્યા હતા, અને તમામ પશુઓને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. પોલીસે બનાવના સ્થળેથી કચ્છના વતની ઇસબશા જમનશા શેખ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેં સામે પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ સહિત ની અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ત્રણબતી વિસ્તારમાં મેમણ વેપારી પર સરાજાહેર હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધાવાયો

0

જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારી યુવાન પર હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધાવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૫ જામનગરમાં પરમદીને રાત્રે ત્રણ બત્તી વિસ્તારમાંથી સ્કૂટર પર જઈ રહેલા એક યુવાન પર હુમલો કરાયો હતો, અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે બનાવવામાં હુમલાખોર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટીંબા ફળી વિસ્તારમાં રહેતો મોબીન સલીમભાઈ નામનો ૩૦ વર્ષનો મેમણ વેપારી યુવાન પરમદિને રાત્રે ૧૧.૪૫ વાગ્યાના અરસામાં જૂની અનુપમ સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન વાહન ચલાવવા બાબતે ઈન્દ્રીસ યુનુસ ભાઇ સોઢા નામના શખ્સ સાથે તકરાર થઈ હતી.જેણે ઉસકેરાઈ જઈ લોખંડની જાળી વડે માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી દેતાં મોબીનભાઈ ને ઇજા થઈ હતી, અને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે હુમલા ના બનાવ અંગે પોલીસે હુમલાખોર આરોપી ઈન્દ્રીસ યુનુસભાઇ સોઢા સામે ગુનો નોધ્યો છે, અને હાલ તે ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગર : પડાણા ગામની ૧૯ વર્ષની યુવતિ મોબાઇલ , આધાર કાર્ડ સાથે ગુમ

0

લાલપુર નજીક પડાણા ગામમાંથી ૧૯ વર્ષ ની યુવતી પોતાના આધાર કાર્ડ અને મોબાઇલ ફોન સાથે ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી અને માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલી, તેમજ હાલ ઘર કામ કરતી નિશાબેન સુરેશભાઈ ભગત નામની ૧૯ વર્ષીય યુવતી ગત ૧૫ મી તારીખે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ હતી.તેણી પોતાની સાથે મોબાઈલ ફોન અને આધાર કાર્ડ વગેરે લઈને નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણી નો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધ ખોળ કર્યા પછી પણ તેનો કોઈ પતો નહીં મળતાં આખરે આજે મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે. મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે, અને મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ ના આધારે તેણીની શોધખોળ શરૂ કરી છે.

જામનગર 78 ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા 500 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ

0

જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાના “ડ્રિમ પ્રોજેકટ” એવા રંગમતિ નદી પરના ૫૦૦ કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સ્થળ પર નિરીક્ષણ કર્યું

  • પ્રથમ તબક્કામાં ૧૨૫ કરોડના ખર્ચે રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ : ધારાસભ્યએ મનપા ના અધિકારીઓની ટીમને જરૂરી સૂચનો કર્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, એપ્રિલ ૨૫ જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદી પર અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે ૧૨૫ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ નું જેમણે સપનું સેવ્યું હતું, તે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગઈકાલે રંગમતી નદીના પટમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.તેઓએ જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને સ્થળ પર રિવર ફ્રન્ટ ને લગતા જરૂરી સૂચનો આપ્યા હતા. આવેળાએ જામનગર મહાનગરપાલિકાના આશિ. કમિશનર ભાવેશ જાની, અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ઇજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓ તેમજ કેટલાક કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.હાલમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરીમાં બે જેસીબી મશીનો લગાડવામાં આવ્યા છે, અને ઊંડી ઉતારવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે.ચાલુ સપ્તાહ દરમિયાન જ ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત કુલ પંદર હિટાચી મશીનો તેમ જ છ જેસીબી મશીન ને એકી સાથે કામે લગાડીને પ્રોજેક્ટને ગતિ આપવામાં આવશે, તેમ જણાવ્યું છે.ધારાસભ્ય રિવાબા જાડેજા ના જણાવાયા અનુસાર આ પ્રોજેક્ટ થી રંગમતી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે, તેનો ઉકેલ લાવી શકાશે. તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થશે અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ શકશે .ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વ્યક્તિગત રસ લઈને આ પ્રોજેક્ટને મંજૂરી મેળવવા ના પ્રયાસો કર્યા હતા, અને તેમાં સફળતા મળી છે, ત્યારે આ રિવર ફ્રન્ટના પ્રોજેક્ટ દરમિયાન રંગમતિ નદી પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરીને નદીકાંઠાના વિસ્તારને વિકસાવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રથમ ચરણમાં ખાસ કરીને નદી ને ઊંડી કરવાનો પ્રોજેક્ટ ચાલુ થયો છે, જે ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ચોમાસા પહેલા સમગ્ર દબાણ હટાવીને વરસાદી પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેઓના વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોને પાણી ભરાવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમાંથી છૂટારો મળે તે માટે મહા નગરપાલિકાની ટીમને સત્વરે કામે લગાડી દેવામાં આવી છે.

જામનગર પડાણાના પાટીયા પાસે અકસ્માતમાં કાકા ભત્રીજા ને ઇજા થયા બાદ કાકા નું કરુણ મૃત્યુ

0

જામનગર લાલપુર નજીક પડાણા પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં કાકા ભત્રીજા ને ઇજા થયા બાદ કાકા નું કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ એપ્રિલ ૨૫ જામનગર નજીક પડાણા ગામના પાટીયા પાસે એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર લાલપુર તાલુકાના ડબાસંગ ગામના ખેડૂત કાકા ભત્રીજાને ઇજા થઈ હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા કાકા નું ગંભીર ઇજા થયા બાદ મૃત્યુ નીપજયું છે, જ્યારે ભત્રીજા ની સારવાર ચાલી રહી છે. પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કલ્પેશભાઈ નાયાભાઈ પિંગળસુર (ઉ.વ. ૨૩) કે જે ગઈકાલે પોતાના કાકા પાલાભાઈ દેવશીભાઈ ઉંમર (૬૦) ને પોતાના બાઈકમાં પાછળ બેસાડીને જાખર ગામમાં રહેતા પોતાના એક કુટુંબીને હાર્ટ એટેક આવી ગયો હોવાથી તેઓની તબિયત પૂછવા માટે જઈ રહ્યા હતા.જે દરમિયાન પડાણા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે.૧૦ ડી.એ. ૫૩૨૯ નંબરની અલ્ટો કાર ના ચાલકે બાઇકને હડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાલાભાઈ પિંગળસુરને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે બાઈક સવાર કલ્પેશભાઈ ને નાની મોટી ઈજા થઈ હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જામ્યુકોમાં બઢતી આપવામાં વિલંબ થતાં અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

0

જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ એપ્રિલ ર૫ જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-૧ માં અધિકારી ની બઢતી ના પ્રશ્ને આજે અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-૧ ના અધિકારીઓ જેવા કે, આસી. કમીશનર, એકઝી. એન્જી., ચિફ ઓડીટર સહિત ના હોદ્દા ઉપર બઢતી માટે લાંબા સમય થી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આથી જામનગર મહાનગર પાલિકામાં ગઈકાલથી ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ. એકા. ઓફિસર જીગ્નેશ નિર્મળ, સ્લમ શાખા ના ઈજનેર અશોક જોષી, એસ્ટેટ વિભાગ ના કન્ટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, વોટર વર્કસ ના નરેશ પટેલ, ચિફ ઓડીટર કોમલબેન પટેલ, આરોગ્ય વિભાગ ના શ્રી ભટ્ટ, સહિત ના અધિકારીઓ ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી.

બઢતી માટેની પાંચ ફાઈલો ઓફિસર્સ સ્ટાફ સીલેકશન કમિટી સમક્ષ લાંબા સમય થી પેન્ડીંગમાં છે. પરંતુ ત્યાંથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો હોવા થી આજ થી વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે.

જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો ધારાસભ્ય હસ્તે આજથી પ્રારંભ

0

જામનગર શહેર માં રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીના આખરે આજથી થયો પ્રારંભ

  • દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર જાત નિરીક્ષણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૫, જામનગર શહેરને નવું નજરાણું મળી રહ્યું છે, અને લોક ભાગીદારીથી તેમજ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે જામનગર ની ઐતિહાસિક રંગમતી નદી કે જેના પર રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. જેમાં આજે પ્રાથમિક તબક્કે રૂપિયા ચાર કરોડના ખર્ચે નદીને ઊંડી ઉતારવાની કામગીરી નો પ્રારંભ થઈ ગયો હતો.જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે રંગમતી નદીના પટમાં જઈને જાત નિરીક્ષણ કર્યું હતું, અને રિવરફ્રન્ટ ને અનુરૂપ મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો કર્યા હતા.જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ અન્ય અધિકારીઓની ટીમ વગેરે સ્થળ પર હાજર રહી હતી, અને વહેલામાં વહેલી તકે રિવરફ્રન્ટ ના પ્રોજેક્ટ ને આગળ વધારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પ્રાથમિક તબક્કામાં આજે બે જેસીબી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને આવનારા પાંચ દિવસમાં ૧૫ થી વધુ જેસીબી તેમજ હિટાચી મશીનો ને લગાવીને નિર્ધારિત નદી ના ભાગને ઊંડો ઉતારવા અથવા જગ્યા ખુલ્લી કરી ને સમથળ કરાવવા માટેની કામગીરી કરી લેવામાં આવશે.ખાસ કરીને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નદી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, જેનો ઉકેલ લાવવા ના ભાગરૂપે આજે સમગ્ર કવાયત કરવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા વગેરે પણ જોડાયા હતા, અને જાત નિરીક્ષણ કર્યું હતું.

જામનગર એસપી એ પોલીસ પરિવારના વૃદ્ધ માતા પિતા , નિવૃત પોલીસ કર્મીઓને યાત્રા કરાવી

0

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી

  • પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

  • જામનગર હેડ ક્વાર્ટર થી ૩ બસો રવાના : ૧૦૦ થી વધુ લોકો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, અને પોલીસ પરિવારના વડીલ સિનિયર સિટીઝનો તેમજ નિવૃત પોલિસ કર્મચારીઓ જે તમામને બસ મારફતે સોમનાથ તીર્થની યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી.એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની વેલફેર સોસાયટી અંતર્ગત જામનગર જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ, કે જેઓ પોતાની ફરજ ના કારણે પરિવાર પાછળ સમય આપી શકતા નથી, જેને ધ્યાને લઈને પોલીસ પરિવારના સીનીયર સીટીઝનો કે જેઓને યાત્રા પ્રવાસ કરાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જે અનુસાર જામનગર થી ત્રણ ખાનગી બસોને તૈયાર કરીને સોમનાથ તીર્થ અને આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરાવવા માટે મોકલવામાં આવી હતી. તેમાં પોલીસ પરિવારના સિનિયર સિટીઝન સભ્યો, તેમજ તાજેતરમાં અથવા થોડા સમય દરમિયાન પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા હોય, પરંતુ જામનગર શહેરમાંજ વસવાટ કરતા હોય, તેવા પૂર્વ પોલીસ કર્મચારીઓને પણ એકત્ર કરીને તમામને યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જામનગર થી બસો મારફતે ૧૨૫ થી વધુ સિનિયર સિટીઝન ને સોમનાથ તીર્થ તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રા પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પરિવાર માટેની આ વિશેષ કાર્યવાહીને લઈને સમગ્ર પોલીસ પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો, અને પોલીસ પરિવારના સિનિયર સિટીઝનોમાં પણ ખુશી જોવા મળી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.