Monday, October 12, 2026
Home Blog Page 84

જામનગરમાં કાલાવડ નાકા બહાર રોડ ડિવાઇડર ની એક તરફ નો માર્ગ બે માસ માટે બંધ રહેશે

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર રોડ ડિવાઇડર ની એક તરફ નો માર્ગ બે માસ માટે બંધ રહેશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨, એપ્રિલ ૨પ જામનગરમાં કાલાવડ નાકા બહાર ભૂગર્ભ ગટર ની કામગીરી માટે રોડ ડિવાઈડર ની એક તરફ નો રસ્તો બે માસ માટે બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતા ની રૂએ જાહેર નોટિસ કરવામાં આવી છે.જેમાં જામનગર મહાનગર પાલિકાની હદ માં જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પૂર્વ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૨૩-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ એટલે કે, બે માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવા નો હુકમ ફરમાયો છે.જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તા ની મધ્યરેખા પરના રોડ ડિવાઈડર.ની પૂર્વ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર રાધિકા સ્કૂલ પાસે ૪૫ મીટર ટી. પી. રોડ થી હાપા માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય રસ્તા સુધી જામનગર કાલાવડ રોડ તરફ જતાં રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની પશ્ચિમ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

0

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના તમામ પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીનગર રોડ પર ની સોસાયટીમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

  • શહેરના વિકાસ ગ્રહ રોડ સહિતના માર્ગે મોડી રાત્રે વાહન ચેકિંગમાં અનેક વાહન ચાલકો દંડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ એપ્રિલ ૨૫ જામનગરના સીટી બી. ડિવિઝન ના પી.આઈ પી.પી.ઝા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ગઈકાલે રાત્રે આકસ્મિક રીતે બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ પાસે ના માર્ગથી ગાંધીનગરના રોડ તેમજ બેડી બંદર રોડ સહિતના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમજ આસપાસના વિસ્તારમાં કેટલાક રહેણાંક મકાનોમાં પણ ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી.ત્યારબાદ બ્રુક બોન્ડ રોડ ઉપરાંત ડીકેવી સર્કલ સહિતના જુદા જુદા માર્ગો પર પોલીસ દ્વારા સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, મોડી રાત્રે પોલીસની ઓચિંતી કામગીરીને લઈને અનેક વાહનચાલકો સામે જુદા જુદા ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે કેટલાક ટુવ્હીલર સહિતના વાહનો ડીટેઇન કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જામનગર માં RTO એજન્ટે આપેલ હાથ ઉછીના પૈસામાં આરોપીને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

0

જામનગરમાં ઓફીસ બનાવવા માટે હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેકના કેસમાં આરોપીને ર વર્ષની પુરી સજા ફરમાવતી નામદાર અદાલત

  • આરોપીએ ચેક આપ્યા બાદ પેમેન્ટ સ્ટોપ કરાવેલ હતું , તે બચાવ પણ માન્ય રાખવામાં આવેલ નથી

  • ચેક પર પૈસા લઈ પેમેન્ટ રોકાવી દેવું તે હવે સામાન્ય વાત થઇ ગઈ છે , પૈસા લીધા નથી એવું માની ન શકાય : એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૨૨ એપ્રિલ ર૫  કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને આર.ટી.ઓ.ના એજન્ટ મયુરભાઈ ચાંદ્રા તથા શ્યામ રમણીકલાલ છુછીયા બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપીને ઓફીસ બનાવવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતાં ફરીયાદી મયુરભાઈ ચાંદ્રા  એ  રૂા.૭,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલા હતા અને તે રકમની પરત ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને ચેક આપેલ અને ત્યારબાદ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવી નાખેલ હતું, કરીયાદીએ મુદત તારીખે ચેક ખાતામાં ભરપાઈ કરતા ચેક સ્ટોપ પેમેન્ટના કારણે પરત ફરેલ અને ફરીયાદીએ આરોપી સામે નોટીસ આપેલ તેનો પણ કોઈ જવાબ આપેલ નહી કે, પેમેન્ટ પણ ફરીયાદીને આપેલ નહી, જેથી આરોપી સામે ફરીયાદીએ નામ.અદાલતમાં કેસ કર્યોં હતોતે કેશ ચાલી જતાં આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ કે, ફરીયાદી કોઈ આર.ટી.ઓ.ના એજન્ટ નથી અને તેમના પાસેથી આરોપીએ કોઈ આટલી મોટી ચેકમાં ભરપાઈ કરેલી રકમ લીધેલ નથી, ફરીયાદી વ્યાજનો ધંધો કરતા હોય, અને વ્યાજે પૈસા આપી અને કોરો ચેક લઈ લીધેલ હતો અને તે ચેકમાં આરોપી અને ફરીયાદી વચ્ચે તમામ વ્યવહાર પુર્ણ થઈ ગયા બાદ મોટી રકમ ભરી અને ચેક રીટર્ન કરાવેલ અને તે બાબતની આરોપીને જાણ હતી તેથી તેમને અગાઉથી જ ચેકનું પેમેન્ટ રોકાવી લીધેલ હતું, આમ ફરીયાદીની વિશેષ ઉલટ તપાસ આરોપીએ બચાવ લીધેલ હતો ત્યારબાદ કેસ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે તે વિષય ઉપર વિશેષ દલીલ કરેલ કે, આરોપીને આટલી મોટી રકમ આપવા માટે ફરીયાદી સક્ષમ નથી અને આટલી મોટી રકમનો વ્યવહાર થયેલ નથી અને જે રકમ આરોપીએ લીધેલ હતી તેના બદલામાં કોરો ચેક લીધેલ હતો અને આરોપીએ જે રકમનો વ્યવહાર કરેલ હતો તે પુર્ણ થઈ ગયેલ હતો અને ચેક પરત આપતા ન હોય, જેથી અગાઉ જ પેમેન્ટ રોકાવી દીધેલ હતું, જેથી આરોપીનો બચાવ માન્ય રાખવો જોઈએ અને આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ તેની સામે ફરીયાદ પક્ષે તેવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ સમગ્ર ટ્રાયલમાં એ વાતનું એડમીશન આપેલ છે.કે, કંઈક વ્યવહાર તો થયેલ જ છે, તેમને કોઈ જ વ્યવહાર થયેલ નથી તેવો કોઈ બચાવ લીધેલ નથી અને ચેક આપેલ છે, તેનું પણ એડમીશન આપેલ છે, જે તમામ હકિકતો ધ્યાને લેવામાં આવે તો વ્યવહાર અને ચેકનું એડમીશન આવેલ છે અને હવે વાત રહી પેમેન્ટ રોકાવવાની તો હાલના ટ્રેન્ડમાં ચેક તે એક અતી સંવેદનશીલ વસ્તુ છે, અને વ્યવહારમાં હાલ ચેક તે ખુબજ મહત્વાનો દસ્તાવેજ છે, તેના ઉપર પૈસા મેળવી અને ત્યારબાદ ચેકનું પેમેન્ટ રોકાવી દેવું તે સામાન્ય થઈ ગયેલ છે અને સામાન્ય વ્યકિતઓ તેવું માને કે, ચેકનું પેમેન્ટ રોકાવી દેવાથી કેશ થઈ શકે નહી, તેવું જાણી જોઈને આ કામના ફરીયાદી સાથે આરોપી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરેલ છે, તે રેકર્ડ ઉપર સમગ્ર હકિક્તો ધ્યાને લેતા સામે આવે છે અને આ કાયદામાં સ્પષ્ટપણે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે કે, આરોપી જે બચાવ લઈને આવતા હોય, તે બચાવનો સચોટ પુરાવો હોવો જોઈએપરંતુ આવો કોઈ સચોટ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને માત્ર અને માત્ર મૌખીક પ્રકારના બચાવ લેવામાં આવે છે તે કાયદામાં માન્ય ગણાય નહી અને તમામ એડમીશન જે લેવામાં આવેલ છે, તે આરોપી પક્ષના વિરોધમાં છે, તેથી આરોપીને પુરેપુરી સજા થવી જોઈએ અને ચેકનું વળતર ફરીયાદીને મળવું જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ, આમ ફરીયાદ પક્ષે થયેલ તમામ દલીલો માન્ય રાખી અને આરોપીને ૨ વર્ષની પુરેપુરી સજાનો હુકમ કરેલ આ કેશમાં ફરીયાદી મયુર જયરાજભાઈ ચાંદ્રા તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં ફાઇનાન્સ પેઢી સાથે વિશ્વાસઘાત પ્રકરણમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

0

જામનગર ફાયનાન્સ કંપની માથી વાહન લોન પર ખરીદી અન્યને વંચી દેવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • લોન પર લીધેલા વાહનોમાં બેંકનું હિત સમાયેલું હોવા છતાંઅન્યને વેચી નાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી

  • બચાવ પક્ષના વકીલ લગધીરસિંહ ગોહિલ ની ધારદાર દલીલો ધ્યાને લઈ બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા નામદાર કોર્ટે નો આદેશ

દેશ દેવી ન્યુઝ તા . ૨૧ એપ્રિલ, ૨પ  આ કેસની હકિક્ત એવી છે કેજામનગરના માધવ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા ફાઇનાન્સ કંપની માંથી મનુભા નાથુભા જાડેજા, સુભાષસિંહ માનસિંહ ભટ્ટી એ વાહન ખરીદી માટે અલગ અલગ સમયે લોન લીધી હતી , અને કંપની ને વિશ્વાસમાં લઈ લોન પર લીધેલ વાહનોના હપ્તાની ચુકવણી ન કરી વાહનો અન્યને વેચી નાખ્યા અંગેની ફરિયાદ ફાઈનાન્સ કંપનીના અધિકારી ગીરીશ દામજીભાઈ પટેલ દ્વારા પોલીસમાં આઈપીસી કલમ ૪૦૬, ૪૨૧, ૪૨૪, ૧૧૪, ૩૪ મુજ્બ નોંધાવી હતીજે કેસ કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીના વિદ્વાના વકીલશ્રીની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર અદાલત દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે. આરોપીઓ મનુભા નાથુભા જાડેજા, સુભાષસિંહ માનસિંહ ભટ્ટી તરફે વકીલ તરીકે લખધીરસિંહ વી. ગોહીલ રોકાયેલ હતા.

જામનગર : લાલપુરના શિવપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી અડધી રાત્રે લાપતા

0

લાલપુરના શિવપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી અડધી રાત્રે લાપતા બની જતાં પરિવારજનો માં ચિંતા ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં શિવપુરા વિસ્તારમાં રહેતી મિતલબેન મહેશભાઈ પરમાર નામની ૧૯ વર્ષની યુવતી કે જે ગઈકાલે રાત્રિના પોતાના ઘેર સૂતી હતી, જે દરમિયાન અડધી રાત્રે ૩.૩૦ વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન તેણ લાપત્તા બની ગઈ હતી.પરિવારના સભ્યોને જાણ કર્યા વિના એકાએક ગુમ થઈ જતા મીતલબેન નો પરિવાર ચિંતામાં મુકાયો છે, અને સમગ્ર મામલાને પોલીસ પથકમાં લઈ જવાયો છે, જ્યાં મિતલબેન ને માતા કૂસુંમબેને પોતાની પુત્રી લાપત્તા થઈ હોવાની ગુમ નોંધ કરાવી છે.

જામનગરના જુના ST ડેપોનું આજ થી જમીનદોસ્ત કરવાનો થયો પ્રારંભ

0

જામનગરના જુના એસ.ટી. બસ સ્ટેન્ડ ને આજથી જમીનદોસ્ત કરવાનો થયો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૫ જામનગર શહેર નું જુનું એસ.ટી. બસ સ્ટેન્ડ, કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, અને અત્યાધુનિક નવું એસટી બસ સ્ટેન્ડ જામનગરની જનતાને મળી રહે, તે માટેના રાજ્ય સરકારના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હાલ જામનગરના પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો શરૂ કરાવાયો છે.દરમિયાન જૂની એસ.ટી. બસ સ્ટેન્ડ વાળી જગ્યા, કેજે સ્થળે આજથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, અને જુના બસ સ્ટેશન વાળી ઇમારત કે જેની પાડતોડની પ્રક્રિયાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે, અને જુદા જુદા હિટાચી મશીનો વગેરે લગાવીને એસટી બસ સ્ટેન્ડ માં પાડતોડ શરૂ થઈ ગઈ છે.

જામનગરના ઠેબા ચોકડી પાસે ડમ્પરની ઠોકરે એક બાળક સહિત ૪ લોકો ઇજાગ્રસ્ત

0

જામનગર ના ઠેબા ચોકડી નજીક રેતી ભરેલા ડમ્પરે કાર ને ઠોકર મારતાં જામનગરના રાઉમાં સંધી પરિવાર ના ૪ વ્યક્તિ ને ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૫, જામનગર ના ઠેબા ચોકડી પાસે રેતી થી ભરેલા ડમ્પર ના ચાલકે અર્ટિગા કાર ને ઠોકર મારતાં કારમાં બેઠેલા એક જ પરિવાર ના ૪ લોકો ને ઇજા થઇ હતી.જેમાં જામનગરના રાઉમા પરિવારના જીન્નતબેન, ઝુબેદાબેન, રૂબીનાબેન અને એક માસૂમ બાળક અલીફ ને નાની મોટી ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ, પરિવારજનો દ્વારા પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ અકસ્માત માં ગંભીર સ્વરૂપે ઘાયલ બનેલા જીન્નતબેન ની હાલત અતી ગંભીર હોવાથી તેઓને આઇ.સી.યુ વિભાગમાં ખસેડાયા છે.

જામનગર કોંગી નગરસેવિકા ચલણી નોટો ચોંટાડેલો અને ગારા કીચડ વાળો ડ્રેસ પહેરી જનરલ બોર્ડમાં પહોંચ્યા

0

જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડમાં પ્રવેશતા પહેલાં કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા નો નવતર પ્રકારે વિરોધ

  • ચલણી નોટો ચોંટાડેલો અને ગારા કીચડ વાળો ડ્રેસ પહેરી માથે કાઢી રાક્ષસી ટોપી પહેરી હાથમાં પોસ્ટર દર્શાવી હાજર રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ એપ્રિલ ૨૫ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ની બેઠક આજે ટાઉનહોલ માં મળી હતી, ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કે જેઓ આજે પ્રજાના ટેક્સ ના પૈસા નો વેડફાટ, અને ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર નો મુદ્દો લઈને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ટાઉનહોલ ના પટાંગણમાં પ્રવેશ્યા હતા.તેઓએ ચલણી નોટો ચિપકાવેલો ડ્રેસ પહેર્યો હતો, સાથે સાથે ડ્રેસ પર ગારા કીચડ પણ લગાવેલા હતા, અને માથે કાળી રાક્ષસી ટોપી પહેરીને હાથમાં પોસ્ટર દર્શાવ્યું હતું.જેમાં જામનગરની જનતા વોટર- ટેક્સના પૈસા ભરે છે પણ પ્રજાના પૈસા ભૂગર્ભ ગટરના ગારા કિચડમાં વેડફાઈ જાય છે, તે પ્રકારે ના પોસ્ટર દર્શાવી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ભારે કુતુહલ સર્જાયું હતું.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી

0

ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી ના જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી

  • શહેરના વિધવા- નિરાધાર બહેનોને ભાજપ કાર્યાલય પર બોલાવી અનાજ કીટનું વિતરણ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ એપ્રિલ ૨૫ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના અધ્યક્ષ બીનાબેન કોઠારી, કે જેઓનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની શહેર ભાજપના કાર્યાલય પર વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જામનગર શહેરમાં રહેતા વિધવા તેમજ નિરાધાર બહેનોને શહેર કાર્યાલય પર બોલાવીને તેઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વેળાએ તેઓની સાથે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને ધર્મરાજસિંહ જાડેજા, શહેર ભાજપ સોશિયલ મીડિયા વિભાગના મૃગેશ દવે, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન ઝોટંગિયા સહિતના અન્ય અગ્રણીઓ જોડાયા હતા.

જામનગરની જાણીતી બેકરીના ધંધાર્થીનો પુત્ર દારૂની હેરાફેરી કરતા LCBના હાથે ઝડપાયો

0

જામનગરની જાણીતી બેકરીના ધંધાર્થીનો પુત્ર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

  • સુટકેશમાં કીમતી દારૂ ભરી ડીલેવરી આપે તે પહેલા LCB એ દબોચી લીધો

  • ભલામણની ઘંટડીઓ મોડે સુધી રણકતી રહી પરંતુ વેપારીની કારી ન ફાવી !!

દેશ દેવી ન્યૂઝ તા . ૧૯ એપ્રિલ ૨૫ જામનગર શહેરની જાણીતી બેકરીના ધંધાર્થીના પુત્ર વિદેશી દારૂની કિંમતી બોટલોની હેરાફેરી હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ ગુરુદ્વારા નજીક વોચમાં હતા ત્યારે શહેરના શરૂ શેકશન રોડ , યામાહા શો રૂમમની બાજુમા  ફ્રેન્સ એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૧ માં રહેતો હર્ષ મનોજભાઇ ખેતવાણી ગોવાથી કીમતી દારૂની બોટલો લાંવી સુટકેશ સાથે નિકળતા LCBએ આંતરી લઈ ગુનો નોંધ્યો છે હર્ષે દારૂની બોટલો ગોવાથી લાવ્યો હોવાની કબુલાત કરી છે.શહેરના ગરુદ્વારા ચોકડી પાસે ગીતાંજલી જવેલર્સની સામે આવેલ બ્રીજ નીચે શહેરની જાણીતી બેકરીના ધંધાર્થી દારૂની બોટલો સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને આરોપી હર્ષ મનોજભાઈ ખેતવાણી (રે.શરૂ સેકશન રોડ,ટુ-વ્હીલરના શો-રૂમની બાજુમાં ફ્રેન્સ એપાર્ટમેન્ટ જામનગર) ને આંતરી લીધો હતો.તેની તલાસી લેતાં તેના કબજામાંથી રૂ.૭૭૧૭ની કિંમતની રામપુર ઈન્ડીયન સીંગલ માલ્ટ વ્હિસ્કી, રૂ. ૫૪૬૧ની કિંમતની ગોલ્ડ લેબલ રીઝર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી. રૂ.૪૦૫૫ની કિંમતની ગ્લીશનફલીડચ સીંગલ માલ્ટ સ્કોચ અને રૂ.૧૫૦૦ની કિંમતની ધ ગ્લીનવોક બ્લેન્ડેડ સ્કોચ મળીને કુલ ૪ બોટલ રૂ.૧૮૭૩૩ની કિંમતની સાથે ઝડપી લીધો હતો. તેના કબજામાંથી રૂ.૫૦ હજારની કિંમતનો મોબાઈલ મળીને કુલ રૂ.૬૮,૭૩૩નો મુદામાલ કબજે કર્યો છે. આ દારૂની બોટલો ગોવાથી લાવ્યો હોવાની કબુલાત કરી છે.મોબાઈલ સહિત ૪ બોટલો કબજે કરીને ગુનો નોંધ્યો

જાણીતી બેકરીના ધંધાર્થીનો પુત્ર વિદેશી દારૂની હેરાફેરી ફેરી કરતા ઝડપાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વેપારી આલમ માં તેમજ શહેભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી

error: Copying and use of the content of the website is considered as illegal activity.