Sunday, October 11, 2026
Home Blog Page 83

જામનગર શહેરમાં લોક જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ સેલ ની ટિમ દ્વારા ૪૦ થી વધુ બેનરો લગાવાયા

0

જામનગર શહેરમાં લોક જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ સેલ ની ટિમ દ્વારા ૪૦ થી વધુ બેનરો લગાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૮ એપ્રિલ ર૫ જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભરમાં પણ સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ થી બચવા લોકોને જાગૃત કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૪૦થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે.જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે ભારે કવાયત કરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ સેલ ની ટીમે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમ છતાં દિવસે ને દિવસે નવતર રીતે સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોની ફરિયાદો આવી રહી છે.જેના અનુસંધાને લોકો સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ ન બને, તે માટે શહેરના જી.જી.હોસ્પિટલથી ‘લઈને ધનવતંરી મેદાનની સામે, ડીકેવી સર્કલ, પંચવટી સોસાયટી, તેમજ શરૂ સેક્શન રોડ, વિરલબાગ, જોગસપાર્ક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.ખાસ કરીને યુવાનો આવા સાયબર ક્રાઈમના ગુનાઓનો ભોગ બનતા અટકે, અને જાગૃત થાય તે હેતુથી બેનર લગાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ધાસુરા તેમજ પીએસઆઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગર : દોઢસો કરોડના બોગસ હથીયાર કાંડમાં 3 ને દબોચી લેતી SOG

0

ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના ૩ ફરારી આરોપીઓ ને પકડી પાડતી SOG

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૫ ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના ૩ ફરારી આરોપીઓને જામનગરની એસ.ઓ.જી. આખા મેથી મેં વોચ ગોઠવી કચ્છમાંથી પકડી પાડ્યા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છેજામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશન ના બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૩૧૬(૫), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૧(૧), ૩૪૧(૨), ૩૪૧(૩), ૩૪૧(૪), ૬૧ મુજબ તથા સુરત શહેર ડી.સી.બી. ક્રાઇમ પો.સ્ટે.ના બી.એન.એસ. કલમ-૩૩૬ (૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૫૪ તથા આર્મસ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ મુજબના ગુન્હાના આરોપીઓ સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ભરતસિંહ સોઢા તથા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા વિરૂધ્ધમા ઉપરોકત મુજબના ગુન્હોઓ દાખલ થયેલા છે.જેમા આરોપીઓએ ફરીયાદી તથા કાયદાથી સ્થાપીત ભારત સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગંભીર ગુન્હો આચરેલ હોય અને આરોપીઓ ગુન્હો કરી નાશી ગયા હતા.જે ગુન્હાની ગંભીરતાના ધ્યાને લઇ ગુન્હાની સચોટ તપાસ કરવા સારૂ જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ એ એક એસ.આઈ.ટી. ટીમની રચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા.

જે આરોપીઓ વિરૂધ્ધમા એસ.આઈ.ટી. ની ટીમના મુખ્ય તપાસ અધીકારી આર.ડી.ગોહીલ દ્વારા તપાસ હાથ ધરતા આ આરોપીઓની પેઢીઓની તપાસ કરતા બોગસ સ્ટેમ્પ તથા નોટરી કરાર તથા ડમી સીમ કાર્ડ તથા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કરેલનું ખુલવા પામ્યું હતું.

જેથી ઉપરોકત ત્રણેય ફરારી આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હતી, અને ઉપરોક્ત ફરારી આરોપીઓને કચ્છ આડેસર ચેક પોસ્ટ ખાતેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂપીયા ૧૫,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા આરોપીઓ તથા મુદ્દામાલ જામનગર સીટી સી ડીવી. પોલિસ મથક ખાતે સોપી દેવાયા છે.

જામનગરના મીગ કોલોનીમાં મહિલા પોસ્ટમેનના થેલા ની ઉઠાંતરી

0

જામનગરમાં મિગ કોલોની વિસ્તારમાં એક મહિલા પોસ્ટમેન ના ટપાલ સાથેના થેલા ને નિશાન બનાવતા તસ્કરો

  • બે નંગ મોબાઈલ ફોન અને ટપાલો સાથે નો થયેલો કોઈ તસ્કર ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ

  • પોલીસ તપાસમાં એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ એપ્રિલ ૨૫ , જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલો નો થેલો, કે જેમાં બે નંગ મોબાઈલ ફોન અને સરકારી ટપાલ નો જથ્થો હતો, જે થેલા ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તસ્કરને શોધવાની કવાયત શરૂ કરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે વિશે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના વતની અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પૂજાબેન બાલુભાઈ ગરચર ઉંમર (વર્ષ ૨૮) કે જેઓ ગઈકાલે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં મિગ કોલોની વિસ્તારમાં શાંતિ હાઈટસ નામની બિલ્ડીંગમાં ટપાલ આપવા માટે ગયા હતા.

તેઓએ પોતાનો ટપાલ સાથેનો થેલો એકટીવા સ્કૂટરમાં રાખ્યો હતો, અને બિલ્ડીંગમાં ટપાલ દઈને પરત આવ્યા હતા. જે દરમિયાન સ્કૂટરમાં રાખેલો તેમનો થેલો કોઈ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે 5થેલામાં પોસ્ટ ઓફિસ નો એક સરકારી મોબાઈલ ફોન, તેમજ પોતાનો ખાનગી મોબાઇલ ફોન તથા જુદીજુદી રજીસ્ટર એડી સહિતની ટપાલ વગેરેનો જથ્થો હતો, તે થેલાની ચોરી કરી ગયા હોવાથી અજાણ્યા તસ્કર સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એલ. બી. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ થેલા ની ઉઠાંતરી કરીને જઈ રહેલો જોવા મળ્યો હતો. તે સીસીટીવી ના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કાને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.

જામનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ પત્નિને ડોક્ટર પતિએ છેતરી : ફરીયાદ નોંધાવાઈ

0

જામનગરની ફિજીયો થેરાપિસ્ટ યુવતી ની વડોદરામાં રહેતા પોતાના પતિ સામે ફ્લેટના કબજા બાબતે છેતરપિંડી કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ એપ્રિલ ૨૫જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ વડોદરામાં રહેતા પોતાના પતિ સામે ફ્લેટના દસ્તાવેજ કરી આપવાના મામલે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં રહેતી અને ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી રિદ્ધિબેન મૂળરાજભાઈ થોભાણી કે જેના લગ્ન ૧૨ વર્ષ પહેલા વડોદરા ના વિશાલભાઈ માધવદાસ પંચમતીયા સાથે થયા હતા, અને જે લગ્ન થકી એક પુત્ર તથા એક પુત્રી સહિતના બે સંતાનો પ્રાપ્ત થયા હતા, અને હાલ તે પોતાની માતા સાથે જામનગરમાં રહે છે.રિદ્ધિબેન અને વિશાલભાઈ બંને વચ્ચેથી ત્રણ વર્ષ પહેલા ઝઘડો થયો હોવાથી છૂટા પડી ગયા છે, અને જામનગરના ફેમિલી કોર્ટમાં છૂટાછેડા અંગેનો કેસ પણ ચાલી રહ્યો છે. તે દરમિયાન તેઓનો બંનેનો સંયુક્ત માલિકીનો જામનગરમાં એક ફ્લેટ આવેલો છે, જે ૨૮,૫૦,૦૦૦ માં બેંક લોન કરાવીને ખરીદ કર્યો હતો. જેમાં અડધા પૈસા વિશાલભાઈ એ ભર્યા હતા જયારે બાકીની ૧૫,૯૨,૦૨૪ ની રકમ રીધ્ધિબેન દ્વારા ભરપાઈ કરવામાં આવી હતી, અને તે ફ્લેટનો દસ્તાવેજ રીધી બેન નેકરી આપશે તેવું જે તે વખતે વચન આપ્યું હતું.પરંતુ તેમાં વિશ્વાસઘાત કરી ને વિશાલે દસ્તાવેજ કરી આપ્યા ન હતા, અને છેતરપિંડી કરી હતી ઉપરાંત ધમકી આપી હતી જેથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને રિદ્ધિબેને વિશાલ પંચમતીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ.બી. જાડેજાએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

જામનગરમાં મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

0

જામનગરમાં મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

  • મોટીહવેલી થી પ્રભાત ફેરી તથા મહાપ્રભુજી બેઠક થી પાલખી યાત્રા યોજાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, એપ્રિલ ૨૫ જામનગરમાં આજે ચૈત્ર વદ એકાદશી અર્થાત વરૂૂથી ની એકાદશી પર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. સવારે ૭ કલાકે મોટી હવેલીથી પ્રભાત ફેરીએ પ્રસ્થાન કર્યુ હતુ જેમાં વાહનયુક્ત વૈષ્ણવો જોડાઈ ને સેતાવડ,હવાઇ ચોક, ખંભાળીયા ગેઇટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા સર્કલ, ગૌરવ પથ, ટાઉન હોલ,ત્રણ બત્તી, બેડી ગેઇટ, નાગનાથ ગેઇટ થઇ હવેલી ગૌશાળા થઇ કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠકે પહોંચ્યા હતાં. જામનગર ભાટીયા મહાજન સંચાલિત “મહાપ્રભુજીની ૫૬ મી બેઠકે ભવ્ય પાલખી યાત્રા યોજાઇ હતી જેમાં જયરાજભાઈ ઉદ્દેશી (પ્રમુખ ભાટીયા મહાજન), ચંદ્રેશભાઈ વેદ, વિજયભાઈ આશર, રાજુભાઈ પાલેજા, જયુભાઈ આશર તથા રાજુભાઈ નેગાંધી અને સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ બહેનો પુષ્ટી માર્ગીય પહેરવેશ ધારણ કરી બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.

જામનગરના ફલ્લામાં ૧૯ વર્ષીય યુવતિ રહસ્યમય સંજોગોમાં લાપતા

0

જામનગર તાલુકા ના ફલ્લા ગામમાંથી ૧૯ વર્ષીય યુવતિ રહસ્યમય સંજોગોમાં લાપતા બની

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ એપ્રિલ ૨૫ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતી દેવીબેન રેવાભાઇ બાંભવા નામની ૧૯ વર્ષની અપરણિત યુવતિ પોતાના ઘેરથી રહસ્યમય સંજોગોમાં લાપતા બની ગઈ હતી, જેથી તેણીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.જેના સગા સંબંધીઓમાં તેમજ આસપાસના અનેક વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી આખરે યુવતીના પરિવારજનો દ્વારા જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને પોલીસ શોધી રહી છે.

જામનગરમાં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ગેંગની “ભૂદી” પોલીસ સંકજામાં

0

જામનગર માં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ટોળકી ની મહિલા સાગરિત પકડાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.ર૪ એપ્રિલ ૨૫, જામનગરના એક યુવાનના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી પૈસા પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હામાં બે શખ્સની ધરપકડ કરાયા પછી ગઈકાલે પોલીસે મહિલા આરોપીને પણ પકડી પાડી છે.જામનગરના નાગેશ્વર વિસ્તાર પાસે એક યુવાન કિરણ ઝાલા ના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી બે શખ્સ તથા એક મહિલાએ રૂા.૧૫૦૦ પડાવી લીધાની થોડા દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં બે શખ્સ ઝડપાયા હતા.ત્યારપછી આરોપી મહિલા ની સંડોવણી હોવા થી પોલીસ.તેને શોધી રહી હતી.આખરે ગઈકાલે સંગીતા રાજુભાઈ નામદેવ ઉર્ફે ભૂદી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલા બે સાગરિત સાથે મળી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી હતી. આ મહિલાની સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી અટકાયત કરાયા પછી તેણીની ઓળખ પરેડ કરવામાં આવી હતી.

જામનગરમાં યુવાને કેરીનો ભાવ પૂછ્યો ‘તો રેકડી ધારકે માથામાં વજન કાંટો ફટકાર્યો

0

જામનગરમાં કેરી ખરીદવા આવેલા યુવક પર ભાવતાલ કરવાની નજીવી બાબતે રેકડી ધારકનો ઘાતક હુમલો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ એપ્રિલ ૨૫ જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો એક યુવાન કેરી ખરીદવા માટે એક રેકડી પર ગયો હતો, જ્યાં ભાવતાલ કરવાની નજીવી બાબતમાં રેકડી ધારકે તેના પર હુમલો કરી દેતાં તેને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.જે હુમલા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ કલ્યાણ ચોક વિસ્તારમાં ફ્રુટ ની લારી પર ખરીદી અર્થે આવેલા સુલેમાન જુમ્માભાઈ ચન્ના નામના યુવક પર કેરી ખરીદી પર ભાવતાલ કરવાની નજીવી બાબતે રેકડી ધારક દ્વારા ઈલેક્ટ્રિક વજન કાટા વડે હુમલો કરી દેવાતાં પોતે લોહીલુહાણ બન્યો હોવાઘી સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેના પરિવારજનો વગેરે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને આ હુમલાના બનાવ અંગે રેકડી ધારક સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

જામનગર SOG પોલીસ ની ખોટી ઓળખ આપી વેપારી પાસેથી ૧.૭૭ લાખ પડાવી લીધા

0

જામનગરમાં એસ.ઓ.જી પોલીસની ઓળખ આપી કટલેરીના વેપારી પાસેથી ૧.૫૭ લાખ પડાવી લેનાર નકલી પોલીસ ને પકડી લેવાયો

  • વેપારી યુવાનના મામા એક કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલવા માટે પૈસા માંગ્યા હતા : પોતે પણ હાલ જેલમાં હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, એપ્રિલ ૨૫ જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લેવા અંગે નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ સલાયા ના એક શખ્સને શોધી લેવાયો છે. જે હાલ જામનગરની જિલ્લા જેલમાં હોવાથી તેનો કબજો મેળવી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જેની સામે અગાઉ પણ આવા પાંચ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના ૧૯ વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે ૧,૫૭. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે મોબાઈલ નંબર ૯૮૭૫૨૧૮૭૮૭ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા ૧૦ માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે. જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી.ફરીયાદી મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ નંબર ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તેમજ રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ આરોપી નકલી પોલીસને શોધી કાઢ્યો હતો. જે આરોપી સલાયા નો રહેવાસી હોવાનું અને તેનું નામ સબીર હુસેન હારુન ભગાડ હોવાનું ધ્યાનમાં આવ્યો હતું.

જે આરોપી હાલ જેલમાં હોવાથી પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો, અને તેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પોતે નકલી પોલીસ બનીને આવા અગાઉ પાંચેક ગુના ને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે જામનગરના સીટી એ, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાં પણ આવા અન્ય ત્રણ ગુના નકલી પોલીસ તરીકે ના નોંધાઈ ચૂક્યા છે.

જે આરોપીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે થોડા દિવસો પહેલા અટકાયત કર્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. જેથી તેનો જેલમાંથી કબજો મેળવી લઇ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીના મોબાઈલ નંબર ના આધારે પોલીસે તેની ઓળખ કરી લીધી હતી.

જામનગર PGVCL સ્ક્રેપના વજનમાં કૌભાંડ આચરનાર ૬ શખ્સો ઝડપાયા

0

જામનગર નજીક દરેડમાં પીજીવીસીએલના સ્ટોર માંથી સ્ક્રેપ નો માલ ઉપાડવા સમયે છેતરપિંડી કરવાના પ્રકરણનો પર્દાફાશ

  • વે-બ્રિજ નીચે માણસો ઉતારી વજનમાં ગોટાળા કરનાર મોરબી પંથકની ગેંગના ૬ શખ્સોને ઝડપી લીધા

  • પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે મોરબી પંથકની ટોળકી પાસેથી રોકડ સહિત ૫૪ લાખની માલમતા કબજે કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ એપ્રિલ ૨૫ જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોરમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા લઈ જવાતા ભંગારના જથ્થામાં વજન કાંટા પર મસ મોટુ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું વિજતંત્રની ચકાસણી અને સતર્કતા બાદ ધ્યાનમાં આવ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસના આધારે મોરબી ની ગેંગના ૬ સભ્યોની અટકાયત કરી લીધી છે અને તેઓ પાસેથી રૂપિયા ૫૪ લાખની રોકડ સહિતની માલમતા કબજે કરી છે.આ ફરિયાદ ના બનાવ ની વિગત એવી કે જામનગર પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જુના ઇલેક્ટ્રીક વાયર- કંડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો, અને તેની ઓનલાઈન મારફતે હરાજી કરી લેવાઈ હતી. અને કુલ ૮૨ ટન માલની હરાજી થઈ હતી.
જેમાં સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રેક્ટ મળ્યો હતો, અને તે પેઢીએ ત્રણ કરોડ રૂપિયા વિજતંત્રમાં જમા કરાવી દેવાયા બાદ તેઓને જામનગર માંથી ભંગારનો માલ સામાન ઉપાડવા માટેની એન.ઓ.સી. મળી ગઈ હતી.જે અનુસાર તેઓએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો, અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે ૬૦ ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો.
જેમાં આશરે ૨૧ ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું વિજ અધિકારીઓની ઝીણવટ ભરી તપાસ અને સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું.જેથી વિજતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને ત્યાં પી.આઈ વિરેન રાઠોડ અને તેઓની ટીમને સમગ્ર હકીકત જણાવી હતી જ્યારે વે બ્રિજ નું ઢાંકણ ખોલીને અંદર અગાઉથી માણસ સંતાઈ જતો હોય, તે પ્રકારનો વિડીયો બનાવી લીધો હતો, અને પુરાવા સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
જેના આધારે પીઆઇ વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક દ્રષ્ટિએ વિજતંત્ર ના એરિયામાંથી મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલને ૪૧,૬૮,૩૧૫ નું નુકસાન પહોંચાડવાનો કારસો રચાયો હોવાનું ધ્યાનમાં આવતાં તે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અંતે પોલીસે તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી મોરબીની ગેંગના છ સભ્યોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત ૫૪ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે, અને તમામ ની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર નજીક દરેડ માં વીજ તંત્રના માલ સામાન ના વજનમાં ગોટાળા કરવા ના ગુનામાં પકડાયેલા છ આરોપીઓ

(૧) આકાશ ઘોઘાભાઇ ગગજીભાઇ કુંઢીયા ઉ.વ.૨૧ ધંધો,ભગારનો રહે.ભીમસર વાસ ત્રણ માળીયા, પાવર હાઉસની બાજુમા, વેજીટેબલ રોડ મોરબી

(૨) વિકાસ ઉર્ફે ગુલ્લુ કિશોરભાઇ વેરશીભાઇ પનસારા ઉ.વ.૨૭ ધંધો .ભંગારનો વેપાર રહે.ભીમસર વાસ પાવર હાઉસની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી

(૩) અજય કુવરજીભાઇ ભલુભાઇ વીકાણી ઉ.વ.૨૪ ધંધો.ભંગારનો વેપાર રહે.હાલ રહે.નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી, પાણીના ટાંકા પાસે, મોરબી મુળ રહે. ભીમસર વાસ, મફતીયાપરા, અરુણા મારબલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી

(૪) અર્જુન રાજુભાઇ હેમુભાઇ ભોજવીયા ઉ.વ.૨૮ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, મંગલમ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મો સીરામીકની બાજુમા પાવર હાઉસ પાસે મોરબી

(૫) નિતેશ ઉર્ફે હિતેશ લાભુભાઇ રાયમલભાઈ કુંઢીયા ઉ.વ.૩૩ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, ખોડીયાર માતાના મંદીર પાસે, શેરી નં.૦૪, મોરબી

(૬) રોહીત ઉર્ફે રાહુલ સ/ઓ કુવરજીભાઇ ભલુભાઈ વીકાણી ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી પાણીના ટાંકા પાસે મોરબી મુળ રહે. ભીમસર વાસ વેજીટેબલ રોડ મોરબી

error: Copying and use of the content of the website is considered as illegal activity.