Sunday, October 11, 2026
Home Blog Page 82

જામનગર ના અન્નપૂર્ણા સર્કલ ની સજાવટ: કાર્ટૂન ના પૂતળા મૂકીને નવું આકર્ષણ ઊભું કરાયું

જામનગર ના અન્નપૂર્ણા સર્કલ ની સજાવટ : કાર્ટૂન ના પૂતળા મૂકીને નવું આકર્ષણ ઊભું કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સમયાંતરે બ્યુટીફિકેશનના કામ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે અન્નપૂર્ણા સર્કલની મધ્યમાં આઠ લાખના ખર્ચે કાર્ટૂન ના પૂતળા સાથેનું આકર્ષક લેન્ડસ્કેપ તૈયાર કરાયું છે, અને નગરના સુશોભનમાં વધારો થયો છે.જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા મ્યુનિ. કમિશનર ડી એન મોદીના માર્ગદર્શન હેઠળ સિટી ઇજનેર ભાવેશ જાની, તેમજ પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના રાજીવ જાની વગેરેની રાહબરી હેઠળ રૂપિયા આઠ લાખના ખર્ચે અન્નપૂર્ણા સર્કલને સજાવટ કરીને નવા રંગ રૂપ અપાયા છે.તે સર્કલની મધ્યમાં સ્પાઇડરમેન,ડોરેમોન, સીનચેન જેવા કાર્ટૂન ના પૂતળાઓ મૂકીને નવુ આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે, અને શહેરના સુશોભનમાં વધારો જોવા મળ્યો છે.

જામનગરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં ૨૦૨૧ થી નાસતા ફરતા આરોપીને જામીન મુક્ત કરવા આદેશ

0

બેંકમાં બોગસ ખાતા ખોલાવી અને કરોડો રૂપિયાના બિલીંગ બનાવી બેનામી ટ્રાન્સેકશન કરવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી નામદાર અદાલત

  • આરોપી સતત વર્ષ ૨૦૨૧ થી નાશતા ફરતા હતા પોલીસે ઝડપી લીધા હતા

  • આરોપીઓએ કમીશન મેળવવા મોટી રકમનું મનીલોન્ડરીંગ કરેલ હોવાનો કરાયો આક્ષેપ

  • અદાલતમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવા આદેશ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧ મે ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા હરીશભાઈ જેઠાભાઈ પરમાર દ્વારા સને ૨૦૨૧ માં જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ દાખલ કરેલ કે, તેમને ધંધામાં નુકશાન ગયેલ હોય, અને લોનના હપ્તાઓ ચડી ગયેલ હોય, જેથી તેઓ સતત ટેન્સનમાં રહેતા હોય, આ દરમ્યાન તેમનો જતીન પાલા સાથે સંપર્ક થયેલ અને તેમને આ બાબતે વાત કરતા આ જતીન પાલાએ તેમને જણાવેલ કે, આપણે મુંબઈ ખાતે નોકરીનો પ્લાન છે અને ત્યાં જ તમને સેટ કરી દઈશું અને તમને મોટો પગાર પણ મળશે, તમારે તમારૂ પાનકાર્ડ આધારકાર્ડ અને કે.વાય.સી.ના તમામ દસ્તાવેજો આપવા પડશે અને તમારા નામે બેંકમાં કરન્ટ ખાતું ખોલવું પડશે, તેમ જણાવેલ અને ફરીયાદી આર્થીક સંકળામણમાં હોય, જેથી આ જતીન પાલાની વાતમાં આવી ગયેલ અને ICICI બેંકમાં ખાતું ખોલાવી લીધેલ હતુંઅને ખાતું ખોલાવ્યા બાદ આરોપીઓએ આ ફરીયાદીના તમામ બેંકના દસ્તાવેજો ચેકબુક એ.ટી.એમ.કાર્ડ વિગેરે તમામ દસ્તાવેજો પોતાના કબજામાં રાખેલ અને ફરીયાદીને કહેલ કે, દર મહીને તમને રોકડ રકમ પગારમાં મળી જશે અને આરોપીએ તેમને એક માસ સુધી રૂા.૪૦,૦૦૦/- જેવી રકમ પણ પગાર તરીકે આપેલ અને ત્યારબાદ અચાનક ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ.બેંકમાંથી ફોન આવેલ અને તેમને કહેલ કે, તમારૂ ખાતું બંધ કરી દેવામાં આવેલ છે અને તેમાં મોટી રકમના શંકાસ્પદ વ્યવહાર થયેલ છે જેથી તમારૂ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવેલ છે, તેમ જાણ થતાંની સાથે જ આરોપીઓનો સંપર્ક કરવા ફરીયાદીએ પ્રયત્ન કરેલ પરંતુ આરોપી મળી આવેલ નહી અને તેમને કોઈ જવાબ પણ આપેલ નહીજેથી ફરીયાદીએ જતીન પાલ અને અન્ય ઇસમો સામે બોગસ દસ્તાવેજો બનાવી બનાવટી ખાતા બનાવી અને તે બનાવટી દસ્તાવેજો અને ખાતામાં સાચા તરીકે ઉપયોગ કરી અને મોટી રકમની હેરાફેરી કરેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ ફરીયાદ દાખલ કરતા આરોપીઓ ની અટક કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ , ત્યારબાદ આ તપાસ સતત ચાલું હતી અને તપાસમાં આરોપી ખોડુભા લખુભા ચુડાસમાં અને કૈલાશ બીપીનભાઈ ગોહીલનું પણ નામ ખુલેલ અને જે રકમનું ટ્રાન્સેકશન ફરીયાદીના ખાતામાં કરવામાં આવેલ હતું, તેમાં હાલના બંન્ને આરોપીઓના ખાતામાંથી પણ રકમની લેવડ દેવડ થયેલ હોવાનું ખુલેલ હતું, પરંતુ આરોપી સને ૨૦૨૧ થી આજદીન સુધી હાથમાં આવેલ ન હતા, ત્યારબાદ લાંબી તપાસ બાદ આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડવામાં આવેલ અને તેમને પણ જેલ હવાલે કરવામાં આવેલ હતાઆમ, આરોપીઓ દ્વારા નામદાર અદાલતમાં જામીન અરજી કરવામાં આવેલ, ત્યારે સરકારી વકીલ અને તપાસ કરનાર પોલીસ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ કમીશન મેળવવા મોટી રકમનું મનીલોન્ડરીંગ કરેલ છે, આરોપીઓએ ફરીયાદીના ખાતાના કોરા ચેકો મેળવી અને બોગસ પેઢી બનાવી બિલીંગ કૌભાંડ કરી અને ભારત સરકાર સાથે પણ આર્થીક ગેરરીતી કરેલ છે, આરોપીઓએ મોટી રકમનું કૌભાંડ કરી અને આર્થીક મોટી રકમનો ગેરલાભ મેળવે છે, આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપીઓ ક્યાંય નાશતા ફરતા ન હતા અને જે ફરીયાદીની ફરીયાદ છે, તે જ મુજબ હાલના આરોપીઓને પણ ખોટી રીતે સંડોવી દીધેલ છે અને હાલના આરોપીઓના પણ તમામ ખાતાઓ આ જ રીતે અન્ય આરોપીએ મેળવી અને તેમના સાથે પણ કૌભાંડ થયેલ છે અને સમગ્ર કેસ રેર્ક આધારીત છે અને તે કેસની ટ્રાયલમાં તમામ પુરાવાઓ ધ્યાને લેવામાં આવશે હાલ જામીનના સ્ટેજે હાલના આરોપીઓ હાજર રહેશે અને તેઓ તપાસમાં અને નામદાર અદાલતમાં હાજર રહેશે તેવી બાહેંધરી આપતા હોય, તો આરોપીઓને તેમનો જામીન મુક્ત થવાના અધિકારોથી વંચીત રાખી શકાય નહી, તેવી દલીલો કરવામાં આવેલ આમ, આરોપીઓ તરફે થયેલ દલીલો ગ્રાહય રાખી અને નામદાર અદાલતે આરોપી ખોડુભા જીલુભા ચુડાસમાં તથા કૈલાશ બીપીનભાઈ ગોહીલને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરકે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ , રજનીકાંત આ૨.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જોડિયાના હડીયાણા ગામે બાળકને મણકાની ગાંઠનું જટિલ ઓપરેશન કરી આરોગ્યતંત્ર વ્હારે આવ્યું

0

જોડીયા તાલુકાના હડીયાણા ગામના શ્રમિક પરિવારના બાળકનું મણકાની ગાંઠનું જટિલ ઓપરેશન કરી આરોગ્યતંત્ર વ્હારે આવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ એપ્રિલ ૨૫ જોડીયા તાલુકાના હડિયાણા ગામમાં મણકાની ગાંઠ અને મગજમાં પાણી ભરાવાની જટિલ સમસ્યા સાથે જન્મેલા વિષ્ણુ નામના બાળક માટે આરોગ્ય તંત્ર વ્હારે આવ્યું છે.ખાનગી હોસ્પિટલમાં ૫ થી ૭ લાખના ખર્ચે થતા ઓપરેશન તેમજ અન્ય સારવાર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણાના વાડી વિસ્તારમાં ખેત મજુરી અર્થે આવેલ રહેતા મૂળ છોટાઉદેપુરના આદિવાસી પરિવાર વિપુલભાઈ રાઠવાના ઘરે ગત તા. ૦૫-૧૨-૨૦૨૪ ના રોજ દીકરાનો જન્મ થયો હતો. આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે બાળકને ભગવાનનું સ્વરૂપ સમજી આ દીકરાનું નામ વિષ્ણુ પાડયું હતું.જન્મ સમયે વિષ્ણુનું વજન ૨.૭ કિ.ગ્રા. હતું. જન્મ પછી થોડાક દિવસ બાદ આ બાળકને જન્મજાત કંઈક ખોડ-ખાંપણ કે બીજી કોઈ તકલીફ હોવાની ખબર પડી હતી. જેથી આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો. આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે આ બાળક અને પરિવારની મુલાકાત લેતાં તેમને પણ આ બાળકને જન્મજાત ખામી હોવાની ખબર પડી, અને તેમણે આ પરિવારને સાંત્વના આપી તેની સરકાર તરફથી જરૂરી તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે, તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ તેની જાણકારી આપી હતી.જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ ની દોરવણી હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે બાળકની સઘન તપાસ કરવામાં આવી જેમાં બાળકના કમરની પાછળ મણકાના ભાગે ગાંઠ જણાઈ, જેને તબીબી ક્ષેત્રે ન્યુરલ ટયુબ ડીફેક્ટ કહે છે.આ બાળકને આવી તકલીફ હોવાની જાણ થતાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડો.સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ રીના ડાંગર, બંસી ડાંગર ડોક્ટર ને મળ્યા અને જી.જી.હોસ્પિટલ દ્વારા બાળકને તાત્કાલિક રિફર કરવા અંગે જણાવ્યું હતું, અને તે ટીમ દ્વારા પરિવારને સમજાવી સંદર્ભ કાર્ડ ભરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થવા માટે સમજાવ્યું. બાળકને માથાના ભાગે પાણી ભરાતું હોઈ એટલે ૧૪-૨-૨૦૨૫ ના રોજ માથાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ૨૦-૦૨-૨૦૨૫ ના રોજ કમરના ભાગે મણકાની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ૨૩-૦૨-૨૦૨૫ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, અને આરોગ્ય ટીમ દ્વારા ફરી બાળકની ગૃહ મુલાકાત કરવામાં આવી બાળકની તબિયત એકદમ સારી છે.ખાનગી હોસ્પિટલમાં જો આ ઓપરેશન અને સારવાર કરાવવામાં આવે, તો તેનો અંદાજીત ખર્ચ ૫ થી ૭ લાખ જેટલો થાય પરંતુ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડમાં ઓપરશન તેમજ અન્ય સારવાર વિનામૂલ્યે કરવામાં આવતાં વિષ્ણુ ના પરિવાર દ્વારા આરોગ્ય તંત્ર અને જોડિયા તાલુકાની આરોગ્ય ટીમ પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેવુ ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર જણાવે છે.

જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામેનો વિરોધ જોવા મળ્યો

જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં રસ્તા પર પાકિસ્તાન સામેનો વિરોધ જોવા મળ્યો

  • પાકિસ્તાન નો ઝંડો દોરી પાકિસ્તાન મુર્દાબાદના નારા માર્ગ પર લખવામાં આવ્યા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૩૦ એપ્રિલ ૨૫ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકી હુમલો કરાયો હતો, જે કાયર હુમલો કરાવનાર પાકિસ્તાન દેશ, કે જેની સામે સમગ્ર દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાન સામે નો વિરોધ જામનગર શહેરમાં પણ જોવા મળ્યો છે. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જાહેર માર્ગ પર પાકિસ્તાનનો ઝંડો દોરીને તેની સાથે પાકિસ્તાન મુર્દાબાદ નો નારો લખેલો હતો, અને જેના પરથી અનેક વાહનચાલકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. આજ વિરોધ પ્રદર્શન ને જામનગરના અનેક નાગરિકોએ સમર્થન આપ્યું હતું, અને પાકિસ્તાન મુર્દાબાદ ના નારા પરથી પસાર થયા હતા.

જામનગર મહાનગરપાલિકા નો એક હંગામી કર્મચારી વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો

0

જામનગર મહાનગરપાલિકા નો એક હંગામી કર્મચારી વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો

  • ૮૦,૦૦૦ વ્યાજે લીધા બાદ ૭૫,૦૦૦ વ્યાજ ચૂકવી દીધા છતાં મુદલ અને વધુ વ્યાજ કઢાવવા ધમકી અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ એપ્રિલ ૨૫  જામનગરમાં શરૂ શેકસન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા અને જામનગર મહાનગરપાલિકાની સ્લ્મ શાખામાં કોન્ટ્રેક બેઇઝ પર હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ભરતભાઈ બુદ્ધભટ્ટી નામના ૩૨ વર્ષના યુવાને જામનગર ના લાલ બંગલા વિસ્તારમાં વ્યાજ વટાવ નો ધંધો કરતા કલ્પેશ જનકરાય મહેતા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી ધાક ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કાનજીભાઈ બુધભટીને અગાઉ આર્થિક તંગી ઉભ થતાં તેણે આરોપી કલ્પેશ મહેતા પાસેથી ૮૦ હજાર રૂપિયા માસિક છ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના દર મહિને ૫,૦૦૦૦ રૂપિયા લેખે વ્યાજની ગણતરી કરતાં ૭૫ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં વધુ વ્યાજ અને મુદ્દલ કઢાવવા માટે આરોપી દ્વારા અવાર નવા ધમકી અપાતી હતી, અને પોતાની પાસેથી ચાર કોરા ચેક લખાવી લીધા હતા .જે ચેક બેન્ક માં જમા કરાવીને ફરિયાદ કરવાની ધાક ધમકી અપાતી હોવાના કારણે આખરે મામલો સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વ્યાજખોર કલ્પેશ મહેતા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

જામનગરના રણમલ તળાવમાંથી ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું

0

જામનગરના રણમલ તળાવમાંથી ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન ઝડપાયું

  • એક જાગૃત નાગરિકે મહાનગર પાલિકા ને જાણ કરતાં સિક્યુરિટી વિભાગ અને ફાયર સ્ટાફ દોડતો થયો

  • માછીમારી જાળમાં ફસાયેલા જીવિત માછલા- કાચબાઓને બહાર કાઢી ને પાણીમાં છોડયા: જાળ કબજે કરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ એપ્રિલ ૨૫, જામનગરના રણમલ તળાવમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન સામે આવ્યું છે, અને એક જાગૃત નાગરિક ની ફરિયાદના આધારે મહાનગરપાલિકાનો સિક્યુરિટી વિભાગ દોડતો થયો હતો, અને ફાયર બ્રિગેડની મદદ લઈને માછીમારી જાળ બહાર કાઢી લીધી છે, જ્યારે તેમાં ફસાયેલા માછલા-કાચબાને જીવિત અવસ્થામાં પાણીમાં છોડી દીધા હતા.જામનગરના રણમલ તળાવ ના પાછળના ભાગે પુલ નીચે બંને તળાવને જોડતા વચલા પુલ પાસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદે રીતે માછલા પકડવાની જાળી નાખવામાં આવી હતી. જે અંગે કોઈ જાગૃત નાગરિકને ધ્યાનમાં આવતાં તેઓએ મનપા ના સિક્યુરિટીને તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરતાં તેઓએ ઘટના સ્થળે દોડી જઇ ઉપરોક્ત જાળી ને બહાર કાઢતાં તેની અંદર અસંખ્ય માછલાઓ તેમજ જીવિત હાલતમાં કાચબાઓ મળી આવ્યા હતા.આથી જીવિત માછલા અને કાચબા વગેરે ને ફરીથી તળાવના પાણીમાં છોડી દીધા હતા, અને ગેરકાયદે નાખવામાં આવેલી માછીમારી જાળ કબજે કરી લેવામાં આવી હતી. આ માછલા પકડવાની જાળી કોના દ્વારા, અને ક્યારે નાખવામાં આવી હતી, તે એક તપાસનો વિષય બન્યો છે.

જામનગરમાં શિક્ષકોને નિયમ વિરૂદ્ધ આચાર્યનો ચાર્જ સોંપી દેવાતા ભારે દેકારો

0

જામનગરમાં સરકારના પરિપત્ર વિરુદ્ધ શિક્ષકોને આચાર્ય નો ચાર્જ ઠોકી દેવાયો : ડિજિટલ યુગમાં કાલા અક્ષર ભેંસ બરોબર , ઉચ્ચ અધિકારીઓ પરીપત્રથી અજાણ.!!

  • સરકારના પરીપત્ર પહેલા મે શિક્ષકને ચાર્જ આપ્યો છે : વિપુલ મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

  • ડીઝીટલ પરીપત્ર ધ્યાનમાં નથી , બે ત્રણ દિવસ પહેલા પરિપત્ર ધ્યાને આવ્યો : વજુભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી

  • રાજ્યના શિક્ષણ નિયામકના પરીપત્રની અવગણી , સીન્યોરીટી વિરૂદ્ધ શિક્ષકોને આચાર્યનો ચાર્જ સોંપાયો છે : હરદેવસિંહ પરમાર સીનીયર ઉપપ્રમુખ જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૨૮ એપ્રિલ ૨૫ જામનગર તાલુકાના તાબા હેઠળ આવતી શ્રી ગૌ સેવા કુમાર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ સુરેન્દ્રસિંહ પરમારને સરકારી નિયામકના પરિપત્રને નેવે મૂકી આચાર્ય નો ચાર્જ ઠોંકી દેવાતા ભારે દેકારો મચી ગયો હતો શિક્ષકે તાલુકા શિક્ષણાધિકારીને પત્ર લખી ચાર્જ બાબતે લેખિત રજૂઆત કરી હતી વધુ માં શિક્ષકે એવો પણ કથિત આક્ષેપ કર્યો હતો કે સિન્યોરિટી મુજબ શાળા માં ફ૨જ બજાવતા અન્ય હોય તેમ છતા અમોને ચાર્જ આપવામાં આવેલ છે. જે ગેરવ્યાજબી છે. સરકારના તા. ૧૫ એપ્રિલ, ૨૫ ના ૫રિપત્ર બાદ શિક્ષકોને ૨૪ એપ્રિલન ચાર્જ આપવામાં આવ્યો છે.

નિષ્ણાતોના મતે પરિપત્ર નું જેતે તારીખે ઓનલાઈન ડિકલેરેશન થઈ ગયું હોય તો તે જોવાની જવાબદારી જે તે લગત શહેર/જિલ્લા/તાલુકા કચેરીની હોય છે છતા પણ ડિઝીટલ યુગમાં નિયામક ના પરીપત્ર ને અવગણીને કે ધ્યાને ન લઈ તેમજ સિનિયોરિટીને નેવે મુકી શિક્ષકને આચાર્ય નો ચાર્જ સોંપી દેતા દેકારો થઈ ગયો હતો હાલતો શિક્ષણ સંઘના લેટર બોમ્બ એ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે. બીજી બાજુ ડિજિટલ યુગમાં ઉચ્ચ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છેસરકાર તમામ ક્ષેત્રે ડીઝીટલ કરવા આથાંગ પ્રયાસો કરી રહ્યું છે.તેવામાં જામનગરમાં ઉચ્ચ અધિકારીઓ પરીપત્રની ટપાલ દ્વારા બજવણી થાય પછી તેની અમલવારી કરવાની રાહ જોતા હોવાનું ખુલ્યુ છે.

જામનગરમાં કરોડોની મિલક્તના પ્રશ્ને દંપતિ પર ઘાતક હુમલામાં આરોપી જામીન મુક્ત

0

જામનગરના ચકચારી એવા કરોડો રૂપિયાની મિલકત બાબતે ગુનાહિત કાવતરું કરી પતિ-પત્ની પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ એપ્રિલ, ૨૫ કેસની હકીકત એવી હતી કે, આ કામના ફરીયાદી વેજાનંદ ઉર્ફે હરદાસભાઈ કાનાભાઈ કંડોરીયા દ્રારા તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ટૂંકમાં એ મતલબની ફરિયાદ નોધાવેલ કે,આ કામના ફરિયાદીએ જામનગરમાં સક્ષમ કોલોનીમાં આવેલ હરી વલ્લભ ટાવર ૧ માં આવેલ ફ્લેટ નં. ૨૦૩ અને ૨૦૪ બે ફ્લેટ આ કામના આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયા પાસેથી 30-30 લાખમાં રોકડેથી લીધેલ હોય જે બંને ફ્લેટો પર પરબતભાઈ કાનાભાઈ ગોજિયાએ લોનો લીધેલ હોય જે ફરિયાદી દ્વારા ભરપાઈ કરી આપવાનું કહેતા હોય જે પરબતભાઈ કાનાભાઈ ગોજિયાએ લોનની રકમ ભરેલ ન હોય જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ કાનાભાઈ ગોજિયા અને તેમના પત્ની વિરુદ્ધ અરજી કરતાં તેનો ખાર રાખી ફરિયાદી અને તેમના પત્ની નાઘેડી પાટિયા પાસે રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા ત્રણ અજાણ્યા ઇસમો એકસંપ થઈ લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદીનું મોટર સાઇકલ રોકી ડાબા પગમાં તથા જમણા હાથમાં ફ્રેકચર કરી ગંભીર ઇજાઓ કરી તથા તેમની પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી હાથ તથા શરીરે લોખંડના પાઇપ વળે ઇજાઓ કરેલ હોય જે મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.જેથી ફરીયાદના અનુસંધાને આરોપીઓ વિરુદ્ધ સિક્કા પોલીસ દ્વારા BNS ની કલમ-૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો નોધેલ, જેના અનુસંધાને પોલીસ દ્રારા ફરિયાદ રજીસ્ટ્રરે લઈ આરોપીઓ વિરુદ્ધ ઉપરોક્ત મુજબનો ગુન્હો નોંધી તપાસ કરતાં એવું ખુલવા પામેલ હતું કે, પરબતભાઈ કાનાભાઈ ગોજિયાને ફરિયાદી પાસેથી જામનગરમાં આવેલ પ્લોટ લેવાનો હોય અને તેની સામે ફરિયાદમાં જણાવેલ ફ્લેટ આપવાના હોય પરંતુ ફરિયાદી સદરહુ પ્લોટ પરબતભાઈ કાનાભાઈ ગોજિયાના નામે કરી ન કરી આપતા હોય જેનું મન-દુખ રાખી આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયા દ્વારા ઇમરાનભાઈ મામદભાઈ ખફી, પોલા બેરા, સાહિલ ખફી, આયદાન ગઢવી અને હિરેન વકાતરનાઓને ફરિયાદીના પ્લોટ ખાલી કરાવવા માટે ૧૦% ભાગ આપવાના હોય અને ફરિયાદીને રસ્તામાથી હટાવી દેવાની વાત કરેલ હોય જેથી આરોપીઓ દ્વારા પ્રથમથી જ ગુનાહિત કાવતરું રેચલ હોય જેથી તપાસ દરમ્યાન BNS ની કલમ ૬૧(૨)(એ) નો ઉમેરો કરવામાં આવ્યો હતો.તપાસમાં એમ પણ ખુલવા પામેલ હતું કે આ આરોપીને ભગાડવામાં મુખ્ય આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયાના પુત્ર વિપુલભાઈ ગોજિયાએ મદદ કરેલ હોય અને આરોપી ઇમરાનભાઈ મામદભાઈ ખફી ના કહેવાથી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયાએ બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલીને આર્થિક મદદ કરેલ હતી. જેથી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયાની તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ધડપકડ કરેલ હતી.

જેથી આરોપી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયા દ્રારા તેમના વકીલ મારફતે નામદાર જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હોય, આરોપીઓના વકીલ ની લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં નામદાર સેશન્સ કોર્ટે દ્રારા શરતોને આધીન રૂપિયા એક લાખના સાર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હોય ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના ધારાશાસ્ત્રીશ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી . ઝાલા, તથા કેયૂર કે. અજુડિયા રોકાયેલા હતા.

જામનગરમાં મહિલાનું અઢી લાખ ભરેલા સોનાના દાગીના ભરેલું પર્સ શોધી આપતી પોલીસ

0

જામનગર માં એક મહિલા નું અઢી લાખ ના સોનાના દાગીના વાળું પર્સ શોધી આપતું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮, એપ્રિલ ૨૫    જામનગર માં એક મહિલા અઢી લાખ રૂપિયા ની કિંમત ના સોના ના ઘરેણા ભરેલું પર્સ રીક્ષા માં ભૂલી ગયા હતા. જામનગર પોલીસ ના કમાન્ડ કંટ્રોલરૂમ ના સ્ટાફ દ્વારા આ પર્સ શોધી કાઢી ને તેના મૂળ માલિક ને પરત કર્યું હતું.પોલીસ ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કાર્તિકસિંહ જાડેજા (રહે. રામેશ્વર, ગણપતિ મંદિર પાસે,) ના જણાવ્યા મુજબ તા.૨૬/૦૪/૨૦૨૫ના તેમના માતા પાર્ક કોલોની થી ઘરે આવવા માટે પંચવટી ડોમીનોઝ પાસે થી રીક્ષામા બેસી રામેશ્વર પુલીયા પાસે ઉતરેલ હતા. તે દરમ્યાન તેઓ સોનાના દાગીના કિ.રૂ.૨,૫૦,૦૦૦ વાળુ પર્સ તે રીક્ષામાં ભુલી ગયેલ હતા. તે શોધી આપવા બાબતે અરજદારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા પો.સબ.ઇન્સ. પી.પી.જાડેજા ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણઘર, જે.જે.રાઠોડ, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ. પારૂલબા જાડેજા, મિતલબેન સાવલીયા, સંજયભાઇ જોડ, રીનાબા વાઘેલા સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ સીસીટીવી ચકાસતા અરજદારનું સોનાના દાગીના વાળુ પર્સ રીક્ષા નં જી.જે-૧૦-ટી.ડબલ્યુ -૦૦૦૬ માં ભુલી ગયા હોવાનું જણાય આવતા રીક્ષાચાલકનો સંપર્ક કરી તેની પાસેથી અરજદાર નું પર્સ મેળવી અરજદાર ને ગણતરી ની કલાકમાં સોંપી આપવામા આવ્યું હતું.

જામનગર : લાલપુરના મેમાણા ગામે ઘરમાં ઘૂસી પત્નિ નું અપહરણ

0

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક ખેડૂત યુવાનના ઘરમાં ઘૂસી ખેડૂત પર હુમલો કરી તેની પત્નીનું અપહરણ: તેમના જ કુટુંબી સામે ફરિયાદ

  • ખેડૂત ની પત્ની ઘરમાંથી ૧૦ લાખ રૂપિયાની રોકડ રકમ અને ત્રણ તોલા સોનું પણ સાથે લઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ એપ્રિલ, રપ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. એક ખેડૂત યુવાનના ઘરમાં તેનો જ કુટુંબી ઘુસ્યો હતો, અને ખેડૂત યુવાનને માર મારી તેની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જણાવાયું છે.ખેડૂત ની પત્ની ઘરમાંથી ૧૦ લાખની રોકડ રકમ અને ત્રણ તોલા સોનું પણ લઈ ગઈ હોવાનું જાહેર થયું છે, જેથી અપહરણ કરનાર, તેમજ ખેડૂતની પત્નીને લાલપુર પોલીસ શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ નાનભા જાડેજા નામના ૪૦ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઘરમાં ઘૂસી જઇ પોતાને માર મારવા અંગે તેમજ પોતાની પત્ની ને ઉઠાવી જવા અંગે પોતાનાજ કુટુંબી જામનગર તાલુકા ના મુંગણી ગામમાં રહેતા ભગીરથસિંહ ઉર્ફે લાલો દીલુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

ગત ૨૫મી તારીખે રાત્રિના આ બનાવ બન્યો હતો, અને ખેડૂત યુવાનના જાહેર કરાયા અનુસાર તેની પત્ની ઘરમાંથી બહાર નીકળી ત્યારે પોતાની સાથે ખેતીની ઉપજની ઘરમાં રાખવામાં આવેલી રૂપિયા દસ લાખની રોકડ રકમ, ઉપરાંત ૩ તોલા સોનુ પોતાની સાથે લઈ ગઈ હોવાનું જણાવ્યું છે. જે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.પોલીસમાં વધુ પૂછપરછ માં જણાવ્યા અનુસાર યુવરાજસિંહ જાડેજા કે જે ખેતીના કામસર અવારનવાર બહાર ગામ જતો હતો, જે દરમિયાન તેના ઘરમાં પાછળથી કોઈ વ્યક્તિ આવતી હોવાનું અને પોતાની પત્નીને મળતા હોવાનું જાણવા મળતાં તે અંગે તપાસ શરૂ કરી હતી.દરમિયાન પરમદિને રાત્રિના સમયે પોતે બાજુના ગામમાં જઉં છું તેમ પત્નીને કહીને ઘેરથી નીકળ્યા હતા, ત્યારબાદ પોતે પોતાના ગામના બસ ડેપો પાસે સંતાઈ ગયો હતો. દરમિયાન પત્નીનો ફોન આવ્યો હતો, કે તમે કેટલે સુધી પહોંચ્યા છે. જ્યારે તેણે પોતે કાલાવડ પહોંચી ગયો હોવાનું પત્નીને ખોટું જણાવ્યું હતું.

ત્યારબાદ પોતે પોતાના ઘર પાસે આવતાં બાઈકમાં એક શખ્સને પોતાના ઘરમાં ઘુસ્તો જોયો હતો, તેથી તે પણ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. જયાં અંદર પોતાના બેડરૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. આથી તેણે પોતાના રૂમ બંધ જોવા મળતાં દરવાજા ને ખખડાવતાં થોડો સમય સુધી ખુલ્યો ન હતો, પરંતુ થોડીવાર બાદ તેમાંથી લાલો જાડેજા બહાર આવ્યો હતો, અને તેણે યુવરાજસિંહ ઉપર હુમલો કરી માર મારી પછાડી દીધો હતો,

ત્યારબાદ યુવરાજસિંહની પત્નીને પોતાની સાથે લઈને ભગીરથસિંહ ભાગી છૂટ્યો હતો. આથી અન્ય પરિવારજનોને બોલાવ્યા બાદ સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. આથી લાલપુર પોલીસ આરોપી ભગીરથસિંહ ને તેમજ ખેડૂત યુવાનની પત્નીને શોધી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.