Sunday, October 11, 2026
Home Blog Page 81

જામનગર ત્રણ બતી વિસ્તારની એક હોટલમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં આપધાત

જામનગર માં ત્રણ બત્તી નજીક એક હોટલમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ મે ૨૫, મૂળ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના આજમાબાદનો વતની નંદકિશોર રઘુવીરસિંગ નામનો ૨૪ વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે જામનગરમાં ત્રણ બત્તી નજીક ના વિસ્તારમાં આવેલા પેનોરમા કોમ્પ્લેક્સ માં હાર્મની હોટલના રૂમ નંબર ૨૦૭ માં ઉતર્યો હતો. જ્યાં ગઈકાલે તેણે કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં લૂંગી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે હોટલના મેનેજર વિજયભાઈ પોલાભાઈએ પોલીસને જાણ કરતાં સીટીવલ બી. ડિવિઝનના પી.એસ.આઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર નજીક કુતરૂં આડું ઉતરતાં ઇકો કારની ગુલાંટ : કારચાલકનું અંતરિયાળ મૃત્યુ

જામનગર નજીક અલીયાબાડા ગામ પાસે કુતરૂં આડું ઉતરતાં ઇકો કાર ની ગુલાંટ : કારચાલકનું અંતરિયાળ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫, મે ૨૫ જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે એક ઇકો કારની આડે કૂતરું ઉતરતાં અકસ્માતે ઇકો કાર પલટી મારી ગઈ હતી.જે અકસ્માતમાં કારના ચાલકનું ગંભીર ઇજા થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતો અને ઇકો કાર ચલાવતો સંજય હરિભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાની જી.જે. ૧૦ ઇ.સી. ૮૬૮૭ નંબરની ઇકો કાર લઈને પોતાના ઘેરથી અલિયા ગામના પાટીયા પાસે જવા માટે નીકળ્યો હતો. જે દરમિયાન રસ્તામાં એક કૂતરું આડું ઉતરતાં ઇકો કાર પલટી મારી ગઈ હતી, અને પોતે ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બન્યો હતો.આ અકસ્માતના બનાવ બાદ કેટલાક લોકો એકત્ર થઈ ગયા હતા, અને ૧૦૮ ની ટુકડી ને જાણ કરી હતી, જેથી ૧૦૮ ની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત સંજય મકવાણા ને ચેક કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવ અંગે ચંદુભાઈ બાવાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ લાંબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નંદનવન વિસ્તારમાં રેઢી કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરમાં નંદનવન સોસાયટીમાં રેઢી પડેલી એક કારમાં સંતાડેલો ૧૪૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો પકડાયો

  • દારૂના ધંધાર્થીએ કારમાં જુદા જુદા ચોરખાના બનાવી તેમાં સંતાડીને ઇંગ્લિશ દારૂ લાવ્યો હતો : મોડી રાત્રે આરોપી પકડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ મે ૨૫, જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રેઢી પડેલી એક કારમાં ચોર ખાનામાં સંતાડવામાં આવેલો ૧૪૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો પકડાયો છે, અને પોલીસે કાર અને દારૂ કબજે કરી લીધા છે. જે દારૂનો જથ્થો સંતાડનાર આરોપીને મોડેથી પોલીસે ઝડપી લીધો છે. આ ઉપરાંત એક બાઈકમાંથી પણ ઇંગ્લિશ દારૂ પકડાયો છે. જે બાઈક ચાલકને પોલીસ શોધી રહી છે.જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમ દ્વારા નંદનવન સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જી.જે.૧ કે.સી.૩૬૪૮ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં જણાતાં તે કારની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવી હતી. શરૂઆતમાં કશું દેખાયું ન હતું, પરંતુ પોલીસે કારની સીટને ઊચી કરીને ચેક કરતાં અંદર થી નાની મોટી ૧૪૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો સંતાડેલી અવસ્થામાં મળી આવ્યો હતો.તેથી પોલીસે કાર અને બાઈક વગેરે કબજે કરી લીધા છે, જ્યારે જે દારૂનો જથ્થો સંતાડનાર આરોપી જયેશ ઉર્ફે જયૂ કિશોરભાઈ ચાંદ્રા ને ફરારી જાહેર કરાયો હતો. જોકે મોડેથી તે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.આ ઉપરાંત ત્યાંથી અન્ય એક જી.જે.૧૦ ઇ.ડી. ૬૮૭૫ નંબરનું મોટરસાયકલ મળી આવ્યું હતું, જેમાં પણ સંતાડેલો ૨૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ અને બાઇક પોલીસે કબજે કર્યા છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં વધુ એક રખડતા ઢોરે મહિલાને ઢીકે ચડાવી

જામનગર શહેરમાં ફરી રખડતા ઢોર નો ત્રાસ યથાવત : વધુ એક બુઝુર્ગ મહિલાને હડફેટમાં લેતાં ઇજાગ્રસ્ત બન્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ મે ૨૫, જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહયો છે, અને એક રાહદારી બુઝુર્ગ મહિલા તેનો શિકાર બન્યા છે, અને હાલ સારવાર મેળવી રહ્યા છે.જામનગરના દિગવીજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક મહિલા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તે રઝળતા એક ખુટિયા એ રાહદારી બુઝુર્ગ મહિલાને હડફેટમાં લઈ જમીન પર પછાડી દીધા હતા. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.ઉપરોક્ત સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક રીક્ષા ના ચાલકે આવીને બુઝુર્ગ મહિલાને બચાવ્યા હતા, અને ખૂંટીયાને ત્યાંથી દૂર કર્યો હતો. જેથી હાશકારો અનુભવાયો હતો. જ્યારે બુઝુર્ગ મહિલા ને પ્રાથમિક સારવાર અપાઇ છે.મહાનગરપાલિકાના તંત્રએ ફરીથી રસ્તે રઝળતા પશુઓ ને પકડવા માટેની ઝુંબેશ વગવંતી બનાવવા માંગ ઉઠી રહી છે.

જામનગર માં વધુ એક અપણિત યુવતિ લાપતા બની

લાલપુર ના મોડપર માંથી વધુ એક અપરણીત યુવતી લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામ માં રહેતી ૨૧ વર્ષની અપરણિત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે, અને પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવાઇ રહી છે.લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી કાજલબેન ગાંગાભાઈ બગડા નામની ૨૧ વર્ષ ની અપરણિત યુવતી, કે જે ગત ૨જી તારીખે રાત્રિના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાંથી એકાએક લાપતા બની ગઈ હતી. જેને અનેક સ્થળે શોધવા છતાં કોઈ પતો નહીં સાંપડતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.આખરે આ મામલે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતાં મેઘપર પોલીસે તેણીની શોધખોળ શરૂ કરી છે. જેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી તેની કોલ ડીટેઇલ અને ટાવર લોકેશન ના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની સરકારી હોસ્પિટલમાં મહિલા પટ્ટાવાળાએ અન્ય મહિલાના ત્રાસથી ઝેર પીધું

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ઝેર પીધું : સારવાર હેઠળ

  • અન્ય બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસથી કંટાળી જઇ આ પગલું ભર્યા ની કબૂલાત:પોલીસે નિવેદન નોંધ્યું

  • બંન્ને મહિલા ખોટી ફરિયાદની ધમકી આપતી હોવાનું જણાવી કથિત ત્રાસ આપતી હોવાનું ખુલ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ર૫, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની કાયમી મહિલા કર્મચારીએ ગઈકાલે સરકારી જી.જી. હોસ્પિટલમાં પોતાની ફરજ દરમિયાન ઝેરી પ્રવાહી પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, અને હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ હતી.મોડેથી તેણી ભાનમાં આવતાં પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જી.જી હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જીજી હોસ્પિટલમાં જ ફરજ બજાવતી બે હંગામી મહિલા કર્મચારીઓ, કે જેના છેલ્લા એકાદ મહિનાના ત્રાસ થી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.

જામનગરના કાલાવડમાં એક શિક્ષિકા એકાએક લાપતા બની જતા શોધખોળ

કાલાવડ ની ખાનગી સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ૨૫, કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતી અને કાલાવડમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી વર્ષાબેન હીરાભાઈ મકવાણા નામની ૨૪ વર્ષીય અપરિણીત યુવતી, કે જે પોતાના ઘેરથી નીકળીને કાલાવડમાં સ્કૂલે જવા માટે ગઈ હતી, જે સ્કૂલે પહોંચી ન હતી, અને એકાએક લાપતા બની ગઈ છે.જેના પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ તેણી નો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ ટાઉન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને કાલાવડ ટાઉન પોલીસ શોધી રહી છે.

જામનગરના ત્રણ પોલીસમેન વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય માન અપાયું

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાતા ત્રણ પોલીસ કર્મચારીઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ૨૫, જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા એક આસી.સબ. ઇન્સ્પેક્ટર સહિત ૩ પોલીસ કર્મચારી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા છે, જે તમામ માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની કચેરીમાં વિદાય સમારોહ યોજાયો હતો, અને એસ.પી. દ્વારા તમામને મોમેન્ટ અર્પણ કરી વિદાયમાન અપાયું હતું.જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. ગિરધરભાઈ છગનભાઈ અઘેરા, તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ રાજેન્દ્રસિંહ રાણા (સ્વૈચ્છિક નિવૃત્ (ટ્રાફીક શાખા), અને દીપકભાઈ કરશનભાઈ ચુડાસમા (પોલીસ હેડ ક્વાર્ટર) કે તેઓને વિદાય આપવા માટેનો એક સમારોહ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો.જેમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા તમામ ને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, અને તમામને વિદાયમાન અપાયું હતું.

જામનગરમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો અનાજનો જથ્થો ઝડપાયો

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો

  • ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા૧ મે, એપ્રિલ ૨૫ જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા અનાજમાં ૨૬,૨૫૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.૧૦,૨૩,૭૫૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.૧૦,૫૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.૧૬,૫૦૦નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી ૪ રીક્ષા, ૧ મોટરસાઇકલ અને ૫ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ, તંત્ર દ્વારા કુલ રૂ.૧૬,૫૧,૫૧૦/- નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે.

જામનગર મહાનગર પાલિકાના કચરાના કામમાં ૯૦૦ કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ

જામનગર મહાનગર પાલિકાના કચરાના કામમાં ૯૦૦ કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ

  • આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કચરા સહિતના કોન્ટ્રાક્ટ ની આઈટમ રદ કરવા ની માંગ સાથે વિપક્ષ ધરણા પર બેઠો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૫, જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળવાની હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને ધરણા પર બેસી ગયા હતા, અને કચરાના કામમાં ૯૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે, તેઓ આક્ષેપ કરીને આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કચરા ના કોન્ટ્રાક્ટ સહિતની આઈટમ ને રદ કરવાની માંગ કરી હતી.જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજની બેઠક માટેના દર્શાવાયેલા એજન્ડા મુજબ આઈટમ નં૧૨ ની દરખાસ્ત રદ કરવા અને ભાજપના લાગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કોભાંડની વિજીલન્સ તપાસ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બહાર હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને વિરોધ દર્શાવ્યો હતો, અને ધરણા કરવામાં આવ્યા હતા.જામનગર મહાનગર પાલિકાના સ્ટે.કમિટીની આજ રોજ તા.૦૧-૦૫-૨૦૨૫ ના મળનારી બેઠક ના એજન્ડા આઈટમ નં.૧૨ માં કમિશ્નર ડી.એન. મોદી મારફત શિફ્ટ આધારિત ગાર્બેજ કલેક્શનનું કામ તથા રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા એમ.આર.એફના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-૧) (વોર્ડ નં.૧ થી ૮ ) તથા ઝોન-૨ ( વોર્ડ- ૯ થી ૧૬ ) અંગે કમિશ્નરથી રજુ થયેલી દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.