Sunday, October 11, 2026
Home Blog Page 80

જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનુ અપહરણ કરી ઢોર મારમારી ફેંકી દેવાયો

જામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો : ૧૦૮ ની ટીમે સારવારમાં ખસેડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.જે બનાવવાની મોડેથી ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર માં આજે મોકડ્રીલ ના સંદર્ભમાં એસપી કચેરીએ મીટીંગોનો દોર હાથ ધરાયો

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે મોકડ્રીલ ના સંદર્ભમાં એસપી કચેરીએ પોલીસ વિભાગ દ્વારા પણ મીટીંગોનો દોર હાથ ધરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ મે ૨૫, જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે મોક ડ્રીલની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સાથે રાખીને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ વેળાએ જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેર વિભાગના ડીવાય એસપી જયવીરસિંહ. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી.કે. પંડ્યા, જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર. બી. દેવધા, લાલપુર ડિવિઝન ના આઈપીએસ અધિકારી પ્રતિભા, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી,આઇ, તથા એલસીબીના પી.આઈ. વી.એમ. લગારીયા, એસ.ઓ.જી. પી.આઈ. બી.એન. ચૌધરી, તેમજ અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે છણાવટ કરવામાં આવી હતી.

જામનગરમાં એક વણિક મહિલા નો પતિ અને સસરાએ પગ ભાંગી નાખ્યો

જામનગરમાં સરુ સેક્શન રોડ પર રહેતી એક વણિક મહિલા અને તેના પુત્ર પર પતિ અને સસરાએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જામનગરમાં સરું સેક્સન રોડ પર ગુલાબ એવન્યુમાં રહેતી વેજલબેન ભાવિકભાઈ શાહ નામની ૪૨ વર્ષની વણીક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઋષભ ઉપર લાકડી પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પતિ ભાવિક અમૃતલાલ શાહ અને સસરા અમૃતલાલ શાહ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વણિક મહિલાના ઘરમાં શોર્ટકીટ થયું હોવાથી તેણે એક ઇલેક્ટ્રિક કારીગરને ઘરમાં કામ કરવા માટે બોલાવ્યો હતો, જે કારીગર ઘરમાં કામ કરી રહ્યો હતો, જે દરમિયાન વેજલબેન ના સસરા અમૃતભાઈ તથા પતિ ભાવેશભાઈ આવી ગયા હતા, અને તેઓએ કહ્યું હતું કે આ કારીગરને શું કામ ઘરમાં બોલાવ્યો છે, તેમ કહી તકરાર કરી હતી, અને લાકડી લઈને સૌપ્રથમ કારીગર પર હુમલો કરતાં તે ભાગી છૂટ્યો હતો.ત્યારબાદ વેજલબેન ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. જેમાં તેણીને મૂઢ ઇજા થઈ હતી. દરમિયાન તેનો પુત્ર ઋષભ બચાવવા માટે વચ્ચે પડતાં પુત્રને પણ પતિ અને સસરાએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામ સાહેબે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

પહેલગામ આતંકવાદી હુમલા ના વળતા પ્રહારમાં ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા બદલ જામ સાહેબે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી ૨૬ નિર્દોષ નાગરિકોની કાયરતાપૂર્વક હત્યા કરી હતી. જેનો આજે ભારતીય સૈન્ય એ બદલો વાળી દીધો છે, અને ૧૫ દિવસ બાદ ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક પાર પાડ્યું છે, અને સંખ્યાબંધ આતંકવાદીઓ ના ઠેકાણા ઉડાવી દીધા છે, અને અસંખ્ય આતંકવાદીઓનો પણ ખાતમો કરી નાખ્યો છે. ત્યારે જામનગરના માજી રાજવી જામ સાહેબ દ્વારા ભારતીય સૈન્ય ને શાબાશી આપી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીને શુભેચ્છા પત્ર લખ્યો છે, જે અહીં અક્ષરસ્ પ્રસ્તુત છે.

પરમ વંદનીય નરેન્દ્ર ભાઈ,

આપણું સાચા અર્થમાં ખૂબ મહાન રાષ્ટ્ર છે તે દુનિયાને બતાવવા બદલ વિશ્વભરમાં રહેલા તમામ ખરા જાડેજાઓ વતી હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપના નેતૃત્વમાં શૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદભુત શસ્ત્રો સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે.ભારતીય સેનાને ખૂબ શાબાશી અને પરમ આદરણીય પ્રધાનમંત્રીનો ખૂબ આભાર. ઐતિહાસિક મહત્વ માટે મહત્વપૂર્ણ એવી મહાન સિદ્ધિઓ માટે માતાજી આપને આશીર્વાદ આપે. જય ભારત જામસાહેબ

જામનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા ને ધ્યાને લઈને મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે

જામનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા ને ધ્યાને લઈને મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે

  • સમગ્ર જિલ્લામાં આવતીકાલે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટ રહેવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૫, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આવતીકાલ તારીખ ૭ મે ૨૦૨૫ ના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ મોકડ્રીલ યોજાશે, અને રાત્રિના ૮.૦૦ થી ૮.૩૦ સુધી બ્લેકઆઉટની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે.જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિ કમિશનર ડી. એન. મોદી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ સુરક્ષા સંદર્ભે મોકડ્રીલ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે જામનગર જિલ્લાનું તંત્ર પણ સતર્ક છે, અને અગ્નિ સામક વિભાગ, મ્યુનિસિપલ વિભાગ, વિજતંત્ર,પી.ડબ્લ્યુ.ડી. તબીબ, ફાયર બ્રિગેડ સહિતના તમામ વિભાગોની ટિમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.યુદ્ધના સમયે જોખમથી બચવા માટે આવતીકાલે યોજવામાં આવેલી મોક ડ્રીલ દરમિયાન હુમલા સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો, તે માટેની કાર્યવાહી ની જાણકારી અપાશે.ત્યારબાદ સાંજે ૪.૦૦ વાગ્યે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે, અને રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ ની મોકડ્રીલ પણ કરવામાં આવશે, જેની જાહેરાત જિલ્લા કલેકટર કેતન ઠકકર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જામનગરમાં પાડોશી એ ચારિત્ર્યની શંકા રાખી મહિલાને માથામાં ધોકા ફ્ટકાર્યા

જામનગરમાં અંધાશ્રમ આવાસ વિસ્તારમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે તકરાર

  • એક મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પાડોશી મહિલા અને તેના પુત્રનો ધોકા વડે હુમલો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૫, જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્ર એ ચારિત્ર્યની શંકાના આધારે માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસના નોંધાવાઈ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રંજનબેન અશોકભાઈ ગુઢકા નામની ૫૦ વર્ષની મહાજન જ્ઞાતિની મહિલાએ પોતાના માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતી ગુલાબબા નીરૂભા જાડેજા, અને તેના પુત્ર રાજ ઉર્ફે લાલિયો નીરૂભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા કે જેણે પાડોશમાં રહેતી હુમલાખોર મહિલા ગુલાબબાના પતિ નિરુભા જાડેજા કે જેને પોતાના ભાઈ માનેલા હોવા છતાં બંને આરોપીઓએ ચારિત્ર્ય અંગે શંકા કરીને આ હુમલો કરી દીધા નું જાહેર કરાયું છે.ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરે તે માટે જી.જી. હોસ્પિટલમાં તેમજ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પણ આવીને ધાકધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરની જી જી હોસ્પિટલમાં SI સાથે મારકુટ કરનાર 3 મહિલા સહિત 4 સામે ગુનો નોંધાયો

જામનગરની જી.જી. હોસ્પિટલ માં એસ. આઈ. ની કચેરીમાં ઘૂસી જઇ હંગામો મચાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસ ફરિયાદ

  • સફાઈ કર્મચારીઓના એસ.આઈ. પર હુમલો કરી દેનાર ત્રણ હંગામી મહિલા કર્મીઓ સહિત ચાર સામે પોલીસે ગુન્હો નોંધ્યો

  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થતા , તેનો Video શહેરભરમાં ખૂબજ વાયરલ થયો હતો

  • આરોપી – (૧) જયાબેન હરીશભાઇ રાઠોડ (૨) સુનંદાબેન બાંગ્લે (૩) પાર્વતીબેન મકવાણા (૪) ધારેશભાઇ છીપરીયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૩, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના સફાઈ કર્મચારીના જમાદાર ની કચેરીમાં ઘૂસી જઈ હંગામો મચાવવા અંગેના પ્રકરણમાં અને એસ.આઈ. સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી દેવા અંગેના પ્રકરણમાં પોલીસે ત્રણ હંગામી સફાઈ મહિલા કર્મચારી સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.જે બનાવ અંગેનું સીસીટીવી ફૂટેજ પણ કબજે કરાયું છે.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સફાઈ કર્મચારી મહિલાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, અને આજે સવારે જમાદારની કચેરીમાં ઘૂસી જઈ હંગામો મચાવાયો હતો, અને આખરે આ પ્રકરણ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યું હતું.સફાઈ કર્મચારી મહિલાઓ દ્વારા વીજળીક હડતાલ પાડીને ટોળા સ્વરૂપે પોલીસ મથકે જઈને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન સિટી બી. ડિવિઝન પી.આઈ. પી.પી.ઝા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા જોઈને તાત્કાલિક અસરથી આ પ્રકરણમાં ગુન્હો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં હોસ્પિટલ માં જમાદાર તરીકે ફરજ બજાવતા એસ.આઇ. રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર તેમજ પોતાની સાથે ઓફિસમાં હાજર રહેલા આશિષભાઈ તેમજ રસીદાબેન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ બહાર નીકળશો તો જાનથી મારી નાખીશું તેવી ધાકધમકી આપવા અંગે હંગામી સફાઈ મહિલા કર્મચારી જયાબેન હરીશભાઈ રાઠોડ, સુનંદાબેન બાંગલે, પાર્વતીબેન મકવાણા, તેમજ ધારેશભાઈ છીપરિયા સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોધ્યો છે, ઉપરાંત સમગ્ર બનાવ અંગેનું સીસીટીવી કેમેરાનું વિડીયો ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યું છે.આ ઘટના બાદ જયાબેન રાઠોડ નામની મહિલાએ પોતે ફીનાઇલ પી લીધું હોવાનું જણાવીને ત્યાં ઢળી પડી હોવાથી તેણીને તાત્કાલિક અસરથી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા તેના પર પહેરો ગોઠવી દઈ તેણી નું પણ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર રબ્બાની પાર્કમાં કચરા ગાડીએ બે વર્ષની બાળકીને અડફેટ લીધી

જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં મહાનગર પાલિકાની કચરા ગાડીએ બે વર્ષની માસુમ બાળકીને હડફેટમાં લેતા ગંભીર ઇજા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ મે ૨૫, જામનગરમાં કાલાવડનાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં આજે બપોરના સમયે જામનગર મહાનગરપાલિકાની જી.જે. ૧૦ ટી.એક્સ. ૩૩૨૧ નંબરની કચરા ગાડીએ ત્યાં રમી રહેલી બે વર્ષની એક માસુમ બાળકી ને હડફેટમાં લેતાં અફડા તફડી નો માહોલ સર્જાયો હતો, અને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.બાળકી ઇજાગ્રસ્ત બની હોવાથી આ સમયે ત્યાં એકત્ર થયેલા લોકોએ તૂરત જ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી, અને ૧૦૮ ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ અકસ્માતની જાણ થતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ”બાહુબલી“ ની સરાજાહેર બબાલ : મોટો પથ્થર ઊંચકી મારવા દોડયો

જામનગર પાસે નવા નાગનામાં રહેતા એક યુવાન પર વાહન અથડાવવા ની સામાન્ય બાબત માં ઉશ્કેરાયેલો શખ્સ મોટો પથ્થર લઈને મારવા દોડ્યો

  • પોલીસે હુમલો કરવા આવનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો : સમગ્ર બનાવનો વિડીયો શહેરમાં વાયરલ થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ મે ૨૫, જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે વાહનો અથડાયા પછી એક વાહન ચાલક ઉશ્કેરાયો હતો, અને જમીન પરથી મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહનચાલક ને મારવા માટે દોડ્યો હતો. જેનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. પોલીસે તે આરોપીને પકડી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો ભગવાનજીભાઈ સુરેશભાઈ નકુમ નામનો ૨૬ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મહેશ પ્રવીણભાઈ ખાનીયા નામના અન્ય એક શખ્સ સાથે વાહન અથડાવવા બાબતે તકરાર થઈ હતી.
જે તકરાર બાદ મહેશ ખાનિયા ઉસકેરાયો હતો, અને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉચકીને ભગવાનજી નકુમને મારવા માટે દોડ્યો હતો. જે અંગેનો કોઈએ મોબાઇલમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે શહેરભરમાં તે વીડિયો વાયરલ થયો હતો. જોકે ભગવાનજીભાઈ ભાગી છુટ્યો હોવાથી બચી ગયો હતો.પરંતુ આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સિટી એ. ડિવિઝન પોલીસે પથ્થર લઈને હુમલો કરવા આવનાર મહેશ ખાનિયા સામે ભગવાનજીભાઈ નકુમની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર માં મહીલાની છેતરપિંડી નો ભોગ બનેલાઓ સિટી બી- ડિવિઝન પોલીસ નો સંપર્ક કરે

જામનગર માં મહીલા ની છેતરપિંડી નો ભોગ બનેલાઓ સિટી બી- ડિવિઝન પોલીસ નો સંપર્ક કરે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૫ મે ૨૫, જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં ભોગબનનાર મંછબા જાડેજા એ પોતાની ફરીયાદ જાહેર કરી છે કે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ (રહે. પટેલ કોલોની શેરી નં-૦૪ ઓરચીડ એવન્યુ બી-૧૦૩ જામનગર) એ ફરીયાદી ને તથા કિરણબેન ને વીશ્વાસમા લઇ ઇલેક્ટ્રીક વસ્તુ ના કન્ટેનર ના જેમાં ટી.વી તથા એ.સી. ઓછા ભાવે મળે તેવા ધંધા માં નફો કમાવવા લોભામણી લાલચ આપી ફરીયાદી પાસે થી કટકે કટકે રોકડ તથા ગુગલ પે તથા ઓનલાઈન થી આરોપીએ રોકડા રૂપીયા તેમજ ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધું હતું.ઉપરાંત કિરણબેન બારોટ પાસે થી રોકડ તથા ઓનલાઈન પેમેન્ટ થી રૂપીયા લઈ જઈ પૈસા પરત નહી આપી ફરીયાદી તથા અન્ય ભોગ બનનાર ને મુડી તથા નફાના ભાગના પૈસા પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. જેના અનુસંધાને ગુન્હો દાખલ થયેલ હોવાથી અને તપાસ દરમ્યાન જાણવા મળી રહ્યું છે કે મહિલા આરોપીએ અન્ય લોકો પાસે થી ધંધાના નામે નાણા મેળવી નફો આપવાનુ કહી નાણા પરત નહી આપી ગુનાહીત વિશ્વાસઘાત કર્યા નુ જણાઇ આવે છે.જેથી જામનગર શહેર તથા આજુ બાજુ ના વિસ્તારના કોઈ નાગરીકો સાથે આરોપી ચાર્મીબેન ગજાનંદભાઇ વ્યાસ દ્વારા વિશ્વાસઘાત કર્યા નો બનાવ બનેલો હોય, તો જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.