Sunday, October 11, 2026
Home Blog Page 79

જામનગરમાં બાળ લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી ને 181 ત્રાટકી

0

જામનગર શહેરમાં ૧૮૧ અભયમ ની ટીમે સ્થળપર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા

  • જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને પોલીસની ટિમ સહિતની ટુકડીએ દોડી જઇ સમગ્ર પરિવાર નું કાઉન્સેલીંગ કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ મે ૨૫, જામનગર ૧૮૧ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડી વગેરેને મળેલી હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા, અને તમામ નું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.જામનગર પોલીસ વિભાગ ની ૧૮૧ ની ટિમ ને એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી ને જણાવાયું હતું કે જામનગર શહેર માં એક કિશોરીના બાળ લગ્ન થઈ રહ્યા છે, જેની ઉંમર માત્ર ૧૫ વર્ષની જ છે. જેથી જામનગર ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર વૈભવી સ્વામી, મહીલા પોલીસ તારાબેન તથા પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, અને કિશોરી નું કાઉન્સેલિંગ કરીને કિશોરી ના ઉમરના દસ્તાવેજ તથા કંકોત્રીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું, કે કિશોરીની ઉમર ૧૮ વર્ષ કરતાં ઓછી છે.જેથી કિશોરી ના પિતા ને જણાવેલું કે બાળ લગ્ન એ કાયદાકિય ગુનો બને છે, તેમજ કિશોરીની ઉમર પુખ્તવયની કાયદાની રિતે માન્ય ન થાય, ત્યાં સુધી લગ્ન નહીં કરાવવા જોઈએ, તે માટે સમજાવ્યું હતું, અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે કિશોરી ના પિતા ને માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું, કે કિશોરીની મરજી વિરુદ્ધ આ લગ્ન થતા હોય જેથી તેના માતા-પિતાને સમજાવ્યા હતા. ત્યારબાદ ૧૮૧ જામનગર અભયમની ટિમ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બરબચીયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર અને જસ્મીનભાઈ કરંગીયા સહિતના સ્થળ પર પહોંચી ગયા હતા. ૧૮૧ અભયમ ટીમ દ્વારા ઉપરોકત તમામ સરકારી સંસ્થા સાથે મળી બાળ લગ્ન અટકાવ્યા હતા, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગરના નવા એસટી ડેપોમાં બોમ્બ ડીસ્પોઝલ ટિમ દ્વારા સધન ચેકિંગ

0

ભારત પાક વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને અનુલક્ષીને જામનગરના નવા એસટી ડેપોમાં બોમ્બ ડીસ્પોઝલ ટિમ દ્વારા સધન ચેકિંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ મે ૨૫ જામનગર શહેર- જિલ્લામાં વર્તમાન ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, અને સુરક્ષા ની દ્રષ્ટિએ તમામ પ્રકારના ચાંપતાં પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરના હંગામી એસ.ટી. ડેપોમાં પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગરની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ ની ટીમ આજે સવારે હંગામી એસટી ડેપો પર પહોંચી હતી, જ્યાં જુદી જુદી એસ.ટી. બસોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સ્નિફર ડોગ દ્વારા એસટી બસો તેમજ બસ ડિવિઝનના ખૂણે ખૂણામાં ચેક કરાયું હતું, જ્યારે કેટલાક મુસાફરોનો સામાન પણ ચેક કરી લેવામાં આવ્યો હતો. જો કે આ ચેકિંગ દરમિયાન કશું વાંધાજનક મળ્યું નથી.

જામનગરમાં જુદાજુદા ૬ કેસમાં ૭ વર્ષની સજા ફટકારાઇ : પ૭ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ

0

જામનગર માં ચેક રીટર્નના જુદા જુદા ૬ કેસમાં આરોપીને ૭ વર્ષની સજા અને પ૭ લાખ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો આદેશ કરતી નામદાર અદાલત

  • મિત્રતાના નાતે અને ધંધામાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના કારણથી હાથ ઉછીના પ૭ લાખ મેળવી અને ચેક આપ્યા હતા.

  • આરોપી સામે જી.પી.આઈ.ડી. અંગેનો પણ કેશ થયેલ છે

દેશ દેવી ન્યૂઝ તા . ૧૧ મે ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, રાજકોટ ખાતે વસવાટ કરતા પ્રદીપ ખોડાભાઈ ડાવેરા દ્વારા સમય ટ્રેડીંગના નામે ધંધો ચાલું કરેલ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે કરોડો રૂપિયાની મુડી મેળવી અને મોટું રીટર્ન આપવાના વાયદાઓ આપી અને સીક્યોરીટી પેટે તમામ ઈન્વેસ્ટરોને પોતાના ચેકો આપી અને કરોડો રૂપિયાની મોટી રકમ ભેગી કરી લીધેલ અને તમામ રકમ પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલ અને જે રીતે ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો રોકાણકારોને આપેલ હતી તે મુજબ વળતર ન આપતા તમામ રોકાણ કારો દ્વારા તેમના સામે પોલીસ ફરીયાદ કરેલ અને તેમાં કરોડો રૂપીયાનું કૌભાંડ સામે આવતા તેમના સામે જી.પી.આઈ.ડી.નો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતોઅને આ આરોપીના કૌભાંડમાં જામનગર ખાતેના રોકાણકારો લલીતભાઈ બોડા  દ્વારા આરોપીને રૂા.૩૨ લાખ ત્થા જયોત્સનાબેન બોડા દ્વારા  રૂા.૧૮ લાખ તથા નિતીન ગોસાઈ દ્વારા રૂા.ર લાખ તથા પ્રશાંત પુંજાણી દ્વારા રૂા.પ લાખ, આમ કુલ અલગ અલગ લોકો એ  આરોપીને કુલ રૂા.૫૭/- લાખ આપેલા હતા, તે રકમ કયાંય ઈન્વેસ્ટમેન્ટ કરેલ ન હોય, અને આરોપીઓને આ રકમની પરત ચુકવણી માટે આરોપી પ્રદીપ ડાવેરા દ્વારા તેમના ખાતાના ચેક આપેલ હતા, તે ચેકો મુદત તારીખે આ તમામ ઈન્વેસ્ટરો દ્વારા પોતાના ખાતામાં ભરપાઈ કરતા તમામ ચેકો “ફંડસ ઈન્સફીશ્યન્ટ”ના શેરાથી પરત ફરેલ અને ઈન્વેસ્ટરોને પોતાની મુડી મળી શકેલ નહી, જેથી આ તમામ ઈન્વેસ્ટરો દ્વારા  નામ.અદાલતમાં આરોપી સામે ચેક રીટર્નનની ફરીયાદો અલગ અલગ દાખલ કરેલ, તે તમામ ફરીયાદોમાં આરોપી હાજર થયેલ અને પોતાનો બચાવ માટે વકીલ રોકી અને કાર્યવાહીઓ ચાલું કરી હતી .આ કેસ ચાલી ગયેલ અને કેશ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલ કે, ફરીયાદીઓ દ્વારા ખોટા કેશો દાખલ કરવામાં આવેલ છે, અને આરોપીને જે રકમ આપેલ છે, તે ઈન્વેસ્ટમેન્ટ માટે આપેલ છે, જેથી પેઢી ખર્ચમાં ડુબી ગયેલ હોય, તો ફરીયાદી એક પ્રકારના ભાગીદાર ગણાય જેથી તેમને પણ આ લોશ ભોગવવો પડે જેથી આ રકમ પરત મેળવવા માટે જે આ ફરીયાદો દાખલ કરેલ છે, તે બેઝ લેશ છે અને ટકવાને પાત્ર નથી, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદ જે કરવામાં આવેલ છે તે ધ્યાને લેતા આ કામના આરોપીને પૈસા આપેલ છે અને પૈસા લીધેલ છે, તે સમગ્ર ટ્રાયલમાં એડમીટેડ ફેકટ છે, એટલે કે, સ્વીકૃતી વાળી હકિકતો છે, જેથી આરોપીએ પૈસા લીધેલ નથી અને ચેક આપેલ નથી, તે પ્રકારનો કોઈ જ બચાવ નથી, જેથી જયારે સ્વીકૃતી રેકર્ડ ઉપર આવી ગયેલ હોય, તે કિસ્સામાં ફરીયાદી ધ્વારા હવે કોઈ વિશેષ પુરાવો રજુ કરવાની જરૂરી નથી, જેથી આરોપીએ ચેક રીટર્નનો ગુન્હો કરેલ છે, તે સ્વીકૃતી વાળી હકિકતો છે,જેથી આરોપીને કાયદામાં જણાવેલ પુરેપુરી સજા કરવા અને ચેક મુજબની રકમનો દંડ કરવાનો હુકમ કરવા માટે દલીલો કરવામાં આવેલ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે રજુઆતો અને દલીલો ધ્યાને લઈ મંજુર રાખી અને આરોપીને કુલ અલગ અલગ ૬ કેશોમાં ૭ વર્ષની સજા અને કુલ રૂા.૫૭ લાખનું વળતર તમામ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ, અને જો વળતર ન ચુકવે તો દરેક કેસમાં ૬ માસની વધારે સજા ભોગવવાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

જામનગરમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવને લઈ પુરવઠાની ચાપતી નજર

0

જામનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને પુરવઠા પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

  • આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ન કરી તંત્રને સહયોગ આપવા તેમજ અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કરની નાગરિકોને અપીલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ મે ૨૫, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીના દિશાનિર્દેશોને પગલે જામનગર જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તેમજ ભાવ નિયંત્રણમાં રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ કરવામાં આવે છે.આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રીટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુધ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.ઉક્ત સમગ્ર બાબતો ધ્યાને લઈને જામનગર જિલ્લાના તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં તેમજ સામાન્ય નાગરિકોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અંગે કોઇ પણ વ્યક્તિ અફવા ન ફેલાવે અને સરકારશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે તેવો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

જામનગર જિલ્લામાં આજે રાત્રે ૮:૦૦ કલાકથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર

0

જામનગર જિલ્લામાં આજે રાત્રે ૮:૦૦ કલાકથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટર કેતન ઠક્કર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૦ મે ૨૫, ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૮:૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગરમાં નીલકમલ સોસાયટી માંથી અજ્ઞાત પુરુષનો મૃત્યદેહ સાંપડ્યો

0

જામનગરમાં નીલકમલ સોસાયટી માંથી અજ્ઞાત પુરુષનો મૃત્યદેહ સાંપડ્યો: પોલીસ દ્વારા ઓળખની કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦,મે ૨૫ જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે ૪૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.જે બનાવ અંગે ઉપરોક્ત વિસ્તારમાં વેપાર ધંધો કરતા મિલનભાઈ ધરમશીભાઈ વારોતરિયા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇ.એમ.વી દવે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજ્ઞાત પુરુષના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયા બાદ મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકી રાખ્યો છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જામનગરમાં સાંઢીયા પુલ પર ગેસ ટેન્કરની ઠોકરે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ

0

જામનગરમાં સાંઢીયા પુલ પર ગેસ ટેન્કરની ઠોકરે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ : સદભાગ્યે જાનહાની ટળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ મે રપ, જામનગરમાં સાંઢીયા પુલ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.-૩ આર.ઝેડ. ૨૫૧૧ નંબરના ગેસ ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂરપાટ ઝડપે ચલાવીને આગળ જઈ રહેલી જી.જે. ૧૦ ડી.એ. ૦૬૧૧ નંબરની કારને પાછળથી ઠોકર મારી દીધી હતી, જેથી કાર ધડાકા સાથે અથડાયા બાદ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી, અને માર્ગ પર આડી થઈ હતી.સદભાગ્યે આ અકસ્માતમાં કારમાં બેઠેલી વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઇજા થઈ ન હતી, અને ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર છોડીને ભાગી છૂટ્યો હતો. પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર દરેડમાં સોશિયલ મીડિયામાં આપત્તિ જનક પોસ્ટ મૂકવા સંબંધે પોલીસે ગુનો નોંધ્યો

જામનગરના દરેડ વિસ્તારના એક કારખાનેર સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ મૂકવા સંબંધે પોલીસે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ મે ૨૫, જામનગર નજીમ દરેડમાં આવેલા રાઘવ બ્રાસ નામના કારખાના ના વેપારી મનીષ વલ્લભભાઈ ડાંગરિયા સામે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સોશિયલ મીડિયામાં ભારત-પાક વચ્ચેની આપત્તિ જનક પોસ્ટ મૂકવા સંબંધે ગુનો નોંધવામાં આવ્યો છે. સરકાર પક્ષે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મયુરસિંહ મહિપતસિંહ જાડેજા જાતે ફરિયાદ બન્યા છે, અને મનીષ ડાંગરીયા સામે બીએનએસ કલમ ૧૯૭ (ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.જે ગુનામાં જાહેર કરાયા અનુસાર મનીશ ડાંગરીયા કે જે પોતાના નામના ફેસબુક એકાઉન્ટ પર ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ ભરી પરિસ્થિતિ ને લગત ઘણી બધી પોસ્ટ કરેલી હતી,જે પોસ્ટ પૈકીની એક પોસ્ટ જોતાં ‘વાત આખી પાકિસ્તાનનો સફાયો કરવાની છે, ખાલી આવાવરૂ જગ્યા એટલે કે ખરાબાની જગ્યા મા સર્જિકલ સ્ટ્રાઈક કરીને દલાલ મીડિયામાં વાહવાહી મેળવીને ગુલામ પ્રજાતિઓને અને ભૂંડ ભક્તોને મૂર્ખ બનાવવાની નથીઆ પ્રકારના લખાણવાળી પોસ્ટ મૂકી હોવાથી જે પોસ્ટમાં ઘણા બધા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી. જે પોસ્ટથી ભારતના સર્વ ભૌમત્વ, એકતા, અખંડિતતા તથા સુરક્ષાને જોખમ આવે તેવી જાહેર જનતાને ગેર માર્ગે દોરવા વાળી હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

જામનગરમાં ” બ્રિલિયન્ટ સ્કૂલ્સ” નો ડંકો : A1 ગ્રેડમા – 13 અને A2 – 29 બાળકો ઝળક્યા

જ્યાં વિદ્યાર્થીઓ સર્વોપરી છે તેવા વિદ્યાધામ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦ નું ઝળહળતુ પરીણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકોમાં હરખની હેલી

  • બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ઉત્તમોતમ શિક્ષકો અને શ્રેષ્ઠ સંચાલનનો અદભૂત સમન્વય એ શિક્ષણ જગતમાં જામનગરનું આગવુ નઝરાણુ

  • કારકીર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના આ શ્રેષ્ઠ પરીણામ થી ઝળહળતી કારકીર્દી ઘડતરના મક્કમ ડગથી ધ્યેય સુનિશ્ર્ચિત કરાવવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત “ટીમ બ્રિલિયન્ટ” ગ્રાન્ડ સક્સેસ

  • A 1 ગ્રેડમા – 13 અને A 2 – 29 બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય

દેશ દેવી ન્યૂઝ જામનગર તારીખ ૮ મે ૨૫ ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયુ છે તેમાં જામનગરની સુપ્રસિદ્ધ શૈક્ષણીક સંસ્થા, બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ અપેક્ષા મુજબ ઝળહળતી સિદ્ધી મેળવતા સૌ ખુશખુશાલ થયા છે અને સંસ્થામાં ઉત્સવ જેવો માહોલ બન્યો છે.હાલનો સમય કારકીર્દી ઘડતરનો છે વિકસતા જતા યુગમાં વિદ્યાર્થીઓ માટે કારકીર્દી ઘડતર માટે ધોરણ ૧૦ એ પ્રવેશદ્વાર છે ત્યાંથી ભાવિનો પાયો નખાય છે માટે વાલિઓને પોતાના સંતાનો માટે ખૂબજ કાળજી લેવી પડે છે ત્યારે જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં ભણે છે તેઓના વાલિઓ સંસ્થાની ઉતરોતર પ્રગતિ જાણતા હોઇ ધોરણ ૧૦ના પરીણામ અંગે નિશ્ર્ચિંત હતા કેમકે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા દેવાની હોય માટે વિદ્યાર્થીઓને ભણતર-ગણતર-કેળવણી સાથે માનસીક રીતે એટલા સ્વસ્થ કરવા પડે કે તેઓ હળવાફુલ રહી પરીક્ષા આપી શકે,હવે બ્રિલિયન્ટ ગૃપઓફ સ્કૂલ્સના ધોરણ ૧૦ના બોર્ડ પરીક્ષાના પરીણામો જોતા સ્પષ્ટ થાય છે કે આ સંસ્થામાં સંચાલકો ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી ઉસ્મીતાબેન ભટ્ટ એ જાતે કેટલી જહેમત ઉઠાવી હશે તેની કલ્પના થઇ શકે અને સંચાલકોએ તે માટે પોતાની સંસ્થાના શૈક્ષણિક સ્ટાફ ને વારંવાર મીટીંગ યોજી , મોટીવેટ કરીને કેવા કેળવ્યા હશે કે આ ભવ્ય સંસ્થામા વિદ્યાર્થીઓ ,વાલીઓ સૌ ને પોતીકા પણુ લાગે છે સાથે જ શિસ્ત સાથે શિક્ષણના સમન્વયનો બેજોડ આગ્રહ સહિતની બાબતો આ શ્રેષ્ઠ પરીણામપાછળના ફેક્ટસ છે તેમાં કોઇ મીનમેખ નથી તેમ અભિપ્રાયો આજના રીઝલ્ટ બાદ જાણવા મળ્યા છે.બ્રિલિયન્ટ ગૃપ્સ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦નું ૮૪.૪૩ ટકા ઓવરઓલ ખૂબજ ઝળહળતુ પરીણામ આવ્યુ છે જેમાં A 1 ગ્રેડમા – 13 અને A 2 – 29 બાળકો ઝળક્યા હોઇ ગુજરાત કક્ષાની સફળતા ખરેખર અભિનંદનીય છે તો વળી વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ બે સ્ટુડન્ટને અને મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એક સ્ટુડન્ટને આવ્યા છે તે પણ વિશેષ સરાહનીય છે.સમીક્ષકો એવું કહે છે કે જ્યાં વિદ્યાર્થીઓ સર્વોપરી છે તેવા વિદ્યાધામ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સનું ધોરણ ૧૦ નું ઝળહળતુ પરીણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ-શિક્ષકોમાં હરખની હેલી ઉઠી છે કેમકે આ વિદ્યાર્થીઓએ ઝળહળતા પરીણામ સાથે તેમની ઉજ્જવળ કારકીર્દીના મક્કમ ડગ માંડ્યા છે.જે માટે બ્રિલિયન્ટ ગૃપઓફ સ્કૂલ્સમાં ઉત્તમોતમ શિક્ષકો અને શ્રેષ્ઠ સંચાલનનો અદભૂત સમન્વય એ શિક્ષણ જગતમાં જામનગરનું આગવુ નઝરાણુ બની રહ્યુ છે જેમને શબ્દો રૂપી પ્રશસ્તિની જરૂર નથી રહેતી કેમકે વિદ્યાર્થીઓની સફળતા જ નભને આંબે છે તેમ પણ શિક્ષણવિદો કહે છે.કારકીર્દીના દ્વાર સમાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસના જે શ્રેષ્ઠ પરીણામ આવ્યા છે અને ઝળહળતી કારર્કીર્દી માટે મક્કમ ડગ માંડ્યા છે તે સ્પષ્ટ ધ્યેય સુનિશ્ર્ચિત કરવામાં સંસ્થાના ચેરમેન શ્રી અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ સહિત “ટીમ બ્રિલિયન્ટ” ગ્રાન્ડ સક્સેસ રહી હોઇ જામનગરના વાલીઓ વિદ્યાર્થીઓનો સંસ્થા પ્રત્યે આદર વધ્યો છે અને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમાં બાળકોના એડમીશન મેળવી ગૌરવવંતી ક્ષણો સાકાર કરવા વાલીઓ,વડીલો સૌ ખૂબ બહોળી સંખ્યામાં સંસ્થાની મુલાકાતે આવી રહ્યા છે કેમકે બેસ્ટ શિક્ષણ સાથે કારકીર્દી ઘડતરની ગેરંટી અહી મળે છે તેમ સૌ એક સૂરે જણાવે છે.

જામનગર નજીક ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા મોરબીના ૩ ઝડપાયા : ૧૬ પન્ટરો ના નામ ખુલ્યા

જામનગર નજીક બેડ માંથી ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયા

  • એલસીબી એ પાડેલા દરોડામાં રૂપિયા ૭.૩૨ લાખની માલમતા સાથે ત્રણ મુખ્ય બુકીની અટકાયત : ૧૬ પન્ટરોના નામ ખુલ્યા

  • ક્રાઈમ બ્રાન્ચ ના કાસમભાઇ બલોચ , હિતેન્દ્રસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ વાળા ની ખાનગી બાતમી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ મે ૨૫, જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે, અને મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરોની અટકાયત કરી લઇ રૂપિયા ૭.૩૩ લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જયારે ક્રિકેટના સોદાની કપાત કરનારા મોરબી જામનગર પંથકના અન્ય ૧૬ પન્ટર ને ફરારી જાહેર કરાયા છે.જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી પંથકના ક્રિકેટના સટ્ટાખોરો, કે જેઓ જામનગર જિલ્લામાં ચાલુ કારમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક ચલાવી રહ્યા છે, અને તે કાર જામનગર નજીક બેડ ટોલનાકા પાસેથી પસાર થઈ રહી છે.જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે બેડ ગામના પાટીયા પાસે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે ૩૬ એ.એલ. ૯૯૭૪ નંબરની અર્ટીગા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસે અટકાવી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી.જે તલાસી દરમિયાન કારમાં બેઠેલા ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે કાર તેમજ ૬ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૧૧,૫૦૦ ની રોકડ રકમ વગેરે સહિત રૂપિયા ૭,૩૨,૫૦૦ ની માલમતા કબજે કરી લીધી હતી. આ ઉપરાંત કારમાં બેઠેલા મોરબી પંથકના ત્રણ બુકીઓ અસલમ કાસમભાઇ પરમાર ઘાંચી, તોફીક હુસેનભાઇ પિલુડીયા પીંજારા અને સબીર અમિતભાઈ કાદરી ની અટકાયત કરી લેવામાં આવી છે, અને ત્રણેય સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસની વધુ તપાસ તપાસ દરમિયાન આઈપીએલની ચેન્નાઈ અને કલકત્તા વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમાડવામાં આવી રહ્યો હતો, અને જુદા જુદા જામનગર અને મોરબી પંથકના ૧૬ જેટલા પંટર સાથે ક્રિકેટના સોદાની કપાત કરવામાં આવતી હતી.જેથી એલસીબી ની ટુકડીએ મોરબીના અને જામનગર પંથક ઉપરાંત અલગ કે જેઓને કોડ નંબર અથવા તો ઉપનામ અપાયા હતા જે પૈકીના ૧૩ નંબર , ૧૯ નંબર, ૧૧ નંબર, 47 નંબર, ત્રણ નંબર, નંબર ,કાનો મોરબી, ૫૬ નંબર, 00 નંબર ૪૧૧ નંબર, ૪૪ નંબર ડાગલી, વીઆઈસી, અનિલભાઈ, બાપુ અને એમ એમ વગેરેને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. જેઓની મોબાઈલ નંબર ના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે

error: Copying and use of the content of the website is considered as illegal activity.