જામનગરના ચકચારી લુટેરી દુલ્હનના પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાઓની અટકાયત : ૩૦,૦૦૦ ની રોકડ કબજે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ મે ૨૫ જામનગર ના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે.
જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના ૩૯ વર્ષના યુવાન કે જેના મહારાષ્ટ્ર ની એક યુવતી સાથે લગ્ન કરાવી આપવા માટે ૧.૮૦ લાખ માં સોદો થયો હતો. અને જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલાએ મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે કોર્ટ મેરેજ કરાવી દીધા હતા, અને તે જ દિવસે રોહિણી ને દોઢ લાખ રૂપિયા જ્યારે મુમતાજ બેન અને યુનુસ ભાઈ ને પંદર પંદર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ જામનગર પરત ફર્યા હતા. ૧૮ મી તારીખે રોહિણી ૫૦,૦૦૦ રૂપિયામાં મંગળસૂત્ર લેવા માટે જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને રફુચક્કર થઈ ગઈ હતી, અને આખરે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે પ્રકરણમાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તથા રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરેએ જામનગરના વચેટીયા આરોપી યુનુષભાઈ મન્સૂરી ઉપરાંત કાલાવડ ની મુમતાજ બેન ને જામનગર બોલાવી અટકાયત કરી લીધી છે, અને બન્ને પાસેથી પંદર પંદર હજાર મળી કુલ ૩૦,૦૦૦ ની રોકડ કબજે કરી છે. ઉપરાંત પોલીસ ટુકડીએ લૂંટેરી દુલહનને શોધવા માટે તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર શીતલબેન કે જેના પતી ડાયાભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રિસાઈને પોતાના માવતરે નારણપર ગામે આવી ગયા હતા, અને તેના પતિ કોઈ કામ કરતા ન હોવાથી મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસો ખાઈ લઇ પોતાની જિંદગી નો અંત લાવી દીધો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં વર્ષ ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી દરમ્યાન એક પરણિત મહિલા પોતાને જામનગરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા
એટલું જ નહિ મહિલાની
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, મે ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદી ના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે ૬ જેસીબી મશીન અને ૪ ટ્રેક્ટર, ૧ હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને ૩૩ ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને અંદાજે ૬૬ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઇ રહી છે.
શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં મનપા ના ૧૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે, અને ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડીમોલેશન હાથ ધરાયું છે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને પરમદિવસે કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને સવાર થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ છે.
ત્યારબાદ એક દિવસ નો વિરામ લઈને આજે સવારે રંગમતિ નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ૩૩ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે ૬૬,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૧૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૧૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેશનમાં જોડાયા હતા, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ હતી.સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે ૬ જેસીબી મશીનો, ૧ હિટાચી મશીન, ૪ ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જે બન્ને સ્થળે સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા અને સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.જેમાં બન્ને સ્થળે ૩૩ જેટલા દબાણ વાળું અન અધિકૃત બાંધકામ તોડી પાડી અંદાજે એકાદ કરોડ ની જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે.
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણોને ધ્યાનમાં લેવાયા હતા.
તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ – ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ભારે પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં ગઈકાલે રાત્રે જેસીબી મશીનો, હિટાચી મશીન, સહિતની મશીનરીને કામે લગાડીને મોટો કાફલો ડીમોલેશન ની કાર્યવાહીમાં જોડાયો હતો, અને સમગ્ર ઓપરેશન ગઈકાલે મોડીરાત્રે ગુપ્ત રીતે પાર પાડી લેવામાં આવ્યું હતું, અને કુલ ૭- જેટલા ધાર્મિક સ્થળના દબાણો દૂર કરી લેવાની કાર્યવાહી વહેલી સવાર સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે.જે જગ્યાએ રાત્રિના સમયે ધાર્મિક સ્થળો હતા, તે તમામ જગ્યા પર જેસીબી વગેરે ફેરવી દઈ તમામ જગ્યા ને સમથળ કરી ને ખુલ્લી કરાવી દેવામાં આવી છે.
કુલ ૧૫,૪૦૦ચોરસ ફૂટ એરિયામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી, અને તેમાં અંદાજે છેલ્લા દસ વર્ષથી અંદાજે ૯૦૦૦ સ્ક્વેર ફૂટમાં દબાણ ખડકી દેવાયું હતું, જે તમામ દબાણો હટાવી લઇ સંપૂર્ણ જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે.આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે સંકલનમાં રહીને કરવામાં આવી છે.
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, મે ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા ૧૧૬ જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૨૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે, અને મેગા ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાંક મકાન- દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે ૫૭ જેટલા મકાનો ખડકાયેલા હતા.
જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સુચના અપાઇ હતી. ત્યારબાદ આજે સવારે દિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની ની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખા ની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૨૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેસનમાં જોડાયા હતા, અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.
સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે ૧૨ જેસીબી મશીનો, ૩ હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.જેમાં એક સ્થળે ૪૭ મકાનોનું દબાણ ખુલ્લું કરાવાઈ રહ્યું છે, જ્યારે બીજા સ્થળે ૧૬ દુકાનો સહિત ૪૬ જેટલા બાંધકામો ને તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે ત્રીજા સ્થાને ૨૩ મકાનો પર મહાનગરપાલિકા નો હથોડો વીંઝવામાં આવ્યો છે, અને અંદાજે ૫૦,૦૦૦ ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૫, જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે જામનગર તરફ આવી રહેલું એક બાઈક એક ટ્રક સાથે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઇકના ચાલક
આ બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.