Sunday, October 11, 2026
Home Blog Page 75

જામનગર અલિયાબાડાના માથાભારે શખ્સ ને ”હદપાર“ કરાયો

0

જામનગર નજીક અલિયાબાડા માં રહેતા એક માથા ભારે શખ્સ સામે પોલીસ દ્વારા હદપારી નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ મે ર૫, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા એક માથાભારે શખ્સ સામે ત્રણથી વધુ મારા મારી- તકરાર સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા હોવાથી પોલીસ દ્વારા તેની સામે હદપારીનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેને જામનગર જિલ્લામાંથી હદ પાર કરાયો છે.જામનગર નજીક અલિયાબાડા ગામમાં મેઇન બજાર વિસ્તારમાં રહેતા કિશન ભરતભાઈ મકવાણા નામના માથાભારી શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં એક ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં પણ મારા મારી સહિતના અલગ અલગ બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

આથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એમ. શેખ અને તેઓની ટીમ દ્વારા તેની સામે હદપારી અંગેની દરખાસ્ત તૈયાર કરીને જામનગરના ગ્રામ્ય વિભાગના સબ ડીવી. મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી, ત્યાં એસ.ડી.એમ. બી.એ. કાલરીયા એ તાત્કાલિક અસર થી કિસાન મકવાણાને હદપાર કરવા માટેનો હુકમ ફરમાવ્યો હતો, જેના અનુસંધાને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ગઈકાલે તેની અટકાયત કરી લીધી છે, અને જામનગર જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો છે.

જામનગરમાં રીક્ષા ચાલકને શિશામાં ઉતારનારી લૂંટેરી દુલ્હન પોલીસના હાથે ઝડપાઈ

0

જામનગરના એક રીક્ષા ચાલક યુવાન સાથે છળકપટ થી લગ્ન કરી લેનાર લુટેરી દુલ્હન પોલીસના હાથે ઝડપાઈ

  • લગ્ને લગ્ને કુંવારી એવી મહારાષ્ટ્રના આકોલાની લૂંટેરી દુલ્હન પૈસા મેળવી રફુચક્કર થઈ હતી : હાલ જેલમાં ધકેલાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ મે ૨પ, જામનગર નો એક રીક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને રૂપિયા ૨ લાખ ૩૦ હજાર ગુમાવ્યા હતા, જે લુટેરી દુલ્હન ને પોલીસે શોધી કાઢી છે, અને તેણીને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં મોકલી દેવાઇ છે. લગ્ને લગ્ને કુંવારી એવી યુવતીએ લગ્ન કરી પૈસા મેળવ્યા બાદ બીજા દિવસે જ ભાગી છુટી હતી. જે પોલીસના શકંજામાં આવી ગઈ છે. આ પ્રકરણમાં કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે, જ્યારે હજુ રાજકોટની વધુ એક મહિલા આરોપીનું નામ ખુલ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામનો ૩૯ વર્ષનો યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને પોતે લગ્ન કરી લીધા બાદ યુવતી બીજા દિવસે જ પૈસા લઈને ભાગી છુટી હતી, અને તેણે કુલ બે લાખ ત્રીસ હજાર ગુમાવ્યા હતા.જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેને લગ્ન કરવામાં મદદરૂપ થનારા વચેટિયા જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલા કે જે બંનેએ લગ્ન કરાવી આપ્યા હતા અને મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે લગ્ન કરાવી આપ્યા હતા.તેણીએ સૌપ્રથમ દોઢ લાખ અને ત્યારબાદ બીજા ૫૦,૦૦૦ મેળવીને લગ્નના બીજે દિવસે જ ભાગી છુટી હતી જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ દ્વારા બંને વચેટિયા આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લીધી હતી.

જ્યારે સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તથા રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરેએ મુખ્ય આરોપી લુટેરી દુલ્હન રોહિણી હિંગલે ની શોધ ખોળ હાથ ધરી, અને તેણીને પણ ઝડપી લઇ અદાલત રજૂ કરતા તેને જેલ હવાલે કરવામાં આવી છે, જ્યારે આ પ્રકરણમાં રાજકોટની એક મહિલા આરોપીની પણ દલાલ ની ભૂમિકા સામે આવી હોવાથી પોલીસ દ્વારા તપાસ નો દોર રાજકોટ સુધી લંબાવાયો છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન રોહિણીએ અગાઉ લગ્ન કરી લીધા છે, પરંતુ પૈસા મેળવવાની લાલચમાં જામનગરના રીક્ષા ચાલક યુવાનને છેતરવા નો પ્લાન કર્યો હતો, અને તેની પાસેથી કુલ બે લાખ રૂપિયાની રકમ લઈને પોતે બસમાં બેસીને ભાગી છુટી હતી. જે લગ્ને લગ્ને હજુ કુંવારી જ છે.

જામનગર માં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી : શોભાયાત્રાનું આયોજન

0

જામનગર માં રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી : શોભાયાત્રા સહિતના આયોજનો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ મે ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રવીર, હિંદવા સુરજ, હિન્દૂ ધર્મ રક્ષક, ક્ષત્રિય કુળ શિરોમણી તથા અણનમ વીર યોધ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી વિ.સં. ૨૦૮૧ જેઠ સુદ ૩, તા. ૨૯-૦૫-૨૦૨૫ ને ગુરુવારના આજરોજ ધામધૂમપૂર્વક કરવામાં આવશે. જે અંતર્ગત ત્રિવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેના અનુસનધાને સૌ પ્રથમ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ ગુરુવારના સાંજે ૫-૦૦ કલાકે શ્રી વિશ્વકર્મા બાગ, ગાંધીનગર રોડ ખાતેથી થશે, જ્યાંથી પ્રસ્થાન કરી, શહેરમાં જુદા જુદા રૂટ પર ફરશે, અને સાંજે ૬-૩૦ કલાકે લાલ બંગલા સર્કલ નજીક રાજપૂત સમાજ પાસે પરિપૂર્ણ થશે.
જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પૂષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદી રાજપૂત સમાજને સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહીને મહારાણા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે.ત્યારબાદ સાંજે ૭.૦૦ કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર હોલ, નવા રેલવે સ્ટેશન પાસે એ સ્થળે સમૂહભોજન નું પણ આયોજન કરાયું છે.

જામનગર જિલ્લા માં ૩૨૭ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાશે આગામી તારીખ ૨૨ જૂને મતદાન

0

જામનગર જિલ્લા માં ૩૨૭ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાશે : આગામી તારીખ ૨૨ જૂને મતદાન: તંત્ર તૈયારીમાં જોડાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૮ મે ૨૫, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ની સામાન્ય , વિભાજિત , મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા ની ૩૨૭ ગ્રામ પંચાયતો માં પણ ચૂંટણી થનાર છે. જેમાં ૨૨ જૂનના રોજ મતદાન થનાર છે.ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની કુલ ૮૩૨૬ ગ્રામ પંચાયતો માં સામાન્ય , વિભાજિત, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી અન્વયે નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ માટેનું જાહેરનામું તારીખ ૨ જૂન ના પ્રસિદ્ધ થશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવા ની છેલ્લી તારીખ ૯ જૂન છે. તારીખ ૧૦ ના ઉમેદવારી પત્ર ની ચકાસણી થશે. તારીખ ૧૧ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. જ્યારે તારીખ ૨૨ જૂન ના સવારે સાત થી સાંજે છ સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. અને તા.૨૫ જૂન ના મતગણતરી થશે.જામનગર જિલ્લાની પણ સામાન્ય , વિભાજીત અને મધ્યસત્ર ચૂંટણી ૨૬૬ ગ્રામ પંચાયતો માં થશે તથા ૬૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી મળી કુલ ૩૨૭ ગ્રામ પંચાયતોમાં પણ આ સાથે ચૂંટણી થનાર છે. આમ ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં ગામડાઓ માં રાજકીય માહોલ શરૂ થયો છે. જ્યારે જામનગર જિલ્લાનું ચૂંટણી તંત્ર સક્રિય બન્યું છે.

જામનગરમાં મોડી રાત્રે રેઢિયાળ ની જેમ ભાટકતા તત્વો સામે કડક કાર્યવાહી

0

જામનગર પોલીસ દ્વારા મોડી રાત્રી સુધી ચા-પાન ના ગલ્લે ગપ્પા મારતા શખ્સો અને ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ મે ૨૫, જામનગર શહેરના તળાવ પાળ સહિતના વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે સિટી-એ ડિવિઝન પોલીસ વિભાગ ની ટિમ દ્વારા ખાસ ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ‘ ચલાવી વાહન ચાલકો ના લાઇસન્સ, ફોર-વીલમાં ડાર્ક ફિલ્મ હટાવવા, બાઇક મા ત્રીપલ સવારી, ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો, અને મોડી રાત્રિ સુધી ચા-પાન ના ગલ્લે બેસીને ગપ્પા મારતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તળાવની પાળ સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસે અનેક વાહન ચાલકોને રોકીને તેઓ પાસેથી હાજર દંડ વસૂલ્યો હતો.આ કાર્યવાહી સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં યુવતિ પોતાની ૬ વર્ષની પુત્રી સાથે લાપતા બની જતા શોધખોળ

0

જામનગરમાં નંદન પાર્ક સોસાયટીમાં રહેતી પર પ્રાંતીય યુવતી પોતાની છ વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા : પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૮ મે ૨પ, જામનગરમાં ઢીંચડા રોડ પર નંદન પાર્ક સોસાયટીમાં રહેતી અર્ચનાબેન સક્ષમકુમાર અગ્નિહોત્રી નામની ૩૬ વર્ષ ની પરપ્રાંતીય પરિણીત યુવતી કે જે પોતાની છ વર્ષની પુત્રી શ્રીન (૬ વર્ષ) ને સાથે રાખીને લાપતા બની ગઈ છે, જેથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. તેઓના વતનમાં તેમજ અન્ય સગા સંબંધીઓ વગેરે તમામ જગ્યાએ તપાસ કરી લીધી હતી, પરંતુ માતા-પુત્રી બંનેનો કોઈ પત્તો સાંપડ્યો ન હતા.આખરે આ મામલા સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને જામનગરના સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં અર્ચનાબેન પોતાની પુત્રી સાથે લાપતા બની ગઈ હોવાની ગુમ નોંધ કરાવતા પોલીસ દ્વારા પણ બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગર ઉદ્યોગનગર માં શાળાના ગેટ પાસે ભંગારનો વેપલો : વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ

0

જામનગર ના ઉદ્યોગનગર પાણાંખાણ વિસ્તારમાં આવેલી એક શાળાના મુખ્ય દરવાજે ભંગાર નો માલ ખડકી દેવાતાં શાળામાં વિદ્યાર્થીઓ માટેનો પ્રવેશ બંધ થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ મે ૨૫, જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮/૧૯ કે જે શંકર ટેકરી ઉદ્યોગ નગર પાણાખાણ વિસ્તારમાં આવેલી છે. જે શાળાની આસપાસના વિસ્તારમાં કેટલાક માથાભરે શખ્સો ભંગારનો વ્યવસાય કરે છે, અને પોતાના ભંગાર નો ઢગલો સ્કૂલના મુખ્ય દરવાજાની આડે જ ખડકી દીધો હોવાથી શાળામાં પ્રવેશવા માટે નો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે ભંગારના ધંધાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશવાનો રસ્તો બંધ કર્યો હતો, અને આ મામલે પોલીસમાં અરજી પણ કરાઈ હતી. જેનું પરિણામ હજુ પણ શૂન્ય હોય તેવું જણાઈ રહ્યું છે, અને ભંગારના ધંધાર્થીઓ બિન્દાસ પણે પોતાનો ભંગાર સ્કૂલના મુખ્ય દરવાજાની આડે ખડકી દઈ દબાણ સર્જી રહ્યા છે.હાલ શાળામાં વેકેશન છે, પરંતુ શિક્ષકો વગેરેનો સ્ટાફ શાળામાં પ્રતિદિન અવરજવર કરે છે. પરંતુ તેઓને સ્કૂલમાં પ્રવેશવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. આગામી દિવસોમાં સ્કૂલ શરૂ થાય તે પહેલા જો આ રસ્તો નહીં ખુલે, તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચે તેવી પરિસ્થિતિ છે. જે અંગે તંત્રએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માંગ ઉઠી છે.

જામનગરમાં નવા રોડ માટે જૂની RTO કચેરી જમીનદોસ્ત કરાઇ

0

જામનગરની જૂની આરટીઓ કચેરી નું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭, મે ૨૫ જામનગરમાં લાખોટા તળાવની પાળ થી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક સરકારી બિલ્ડીંગોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગઈકાલે બપોર થી જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી- હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.ટૂંક સમયમાં જ અન્ય સરકારી કચેરીઓ ને પણ તોડી પાડવામાં આવશે, અને ત્યાંથી નવો રોડ તૈયાર કરાશે. જેથી તળાવની પાળેથી સીધા સાત રસ્તા સર્કલમાં પહોંચી શકાશે.

જામનગરમાં વેપારીના ડિસ્કાઉન્ટ ની જાહેરાતે ગામ ગઘેડે ચડાવ્યું : ખરીદી માટે મહિલાઓની પડાપડી

0

જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં એક લેડીસ ડ્રેસ વિક્રેતાએ ૫૫ ટકા ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરતાં અનેક મહિલાઓ ખરીદી માટે તૂટી પડી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ મે ૨૫, જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં આવેલી કામણગારી ડ્રેસીસ નામની લેડીઝ ડ્રેસ મટીરીયલની દુકાનના વિક્રેતાએ ગઈકાલે રવિવારે એક દિવસ માટે ૫૫ ટકા ડિસ્કાઉન્ટ ની ઓફર મૂકી હતી, અને કોઈપણ ડ્રેસ મટીરીયલ ની ખરીદી પર ૫૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરતાં ગઈકાલે રવિવારે સવારથી જ ઉપરોક્ત દુકાન ના દ્વારે ખરીદી કરવા માટે મહિલાઓ તૂટી પડી હતી, અને એક તબક્કે ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા.જાહેર માર્ગ પર જ આવેલી દુકાનના દ્વારે અનેક મહિલાઓ ટોળે વળી હતી , અને ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ત્યારબાદ દુકાનદાર દ્વારા તમામ મહિલાઓને કતાર બંધ આવવા માટે જણાવતાં ધોમ ધખતા તાપ માં અનેક મહિલાઓ ખરીદી માટે લાઈનમાં ઊભી રહી હતી, અને એક તબક્કે પોલીસ ટુકડી પણ દોડતી થઈ હતી. આખરે દુકાનદારે પોતાની દુકાન વહેલી તકે આટોપી લેવાનો વારો આવ્યો હતો, અને મોડેથી મહિલાઓ વિખુટી પડી હતી.

જામનગર માં ડીપી કપાત ના આધાત માં ૬૮ વર્ષના બુઝુર્ગ નું હૃદય બેસી ગયું

0

જામનગર મહાનગર પાલિકાની ડી.પી. કપાત ની કામગીરી પહેલાં જ અસરગ્રસ્ત વયોવૃદ્ધ મકાન માલિકને હૃદય રોગનો હુમલો આવી જતાં દમ તોડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ મે ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી કપાતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના સંદર્ભમાં શનિવારે સમગ્ર વિસ્તારમાં સર્વે અને માર્કિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.જે પૈકી નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ભરતસિંહ કેસરીસિંહ જાડેજા નામના નિવૃત્ત એસઆરપી પોલીસ કર્મી ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ એકલવાયું જીવન જીવે છે, અને તેમનું મકાન પણ કપાતમાં આવી જાય છે.ગઈકાલે શનિવારે મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે નોટિસ આપી આવી હતી, અને માર્કિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓને ગભરામણ થવા લાગી હતી, અને તેઓનું એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.