Sunday, October 11, 2026
Home Blog Page 65

જામનગર ના એડવોકેટ કિરિટભાઇ જોષી હત્યા કેસના આરોપી ના રેગ્યુલર જામીન ના મંજુર કરતી ગુજરાત હાઇકોર્ટ

0

જામનગર ના એડવોકેટ કિરિટભાઇ જોષી હત્યા કેસના આરોપી ના રેગ્યુલર જામીન ના મંજુર કરતી ગુજરાત હાઇકોર્ટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૧ જૂલાઈ ૨૫, સને-૨૦૧૮ ના વર્ષ મા જામનગર માં ટાઉન હોલ,પાસે એડવોકેટ કિરીટભાઈ જોષી ની આરોપી જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતો એ છરી ના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે કેસ મા એક આરોપી ની રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી છે.

ફરીયાદી એડવોકેટ અશોકભાઇ જોષી એ પોતાના ભાઈ ની હત્યા અંગે આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.જામનગર) તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ .જેની તપાસ ડીવાયએસપી આર.બી.દેવઘા ચલાવી રહેલ છે.તેમજ જામનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ વી.એમ.લગારીયા તપાસનીસ અઘિકારી ની સાથે તપાસ ટીમમા મદદમા રહેલ છે.

જામનગરમા એડવોકેટ કિરીટભાઈ જોષી ખૂન કેસમા આરોપી દિલીપ નટવરલાલ પુજારા (રહે.અમદાવાદ) સાગ્રીતો સાથે હત્યા ને અંજામ આપી, આ આરોપી નેપાળ, ભુતાન તેમજ ભારત ના અલગ અલગ રાજય આસામ, બિહાર, ઓરીસ્સા, તેલગાણા,તમિલનાડુ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર સંતાતો ફરતો હતો, ત્યાર પછી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી થાઇલેન્ડ,(બેન્કોક,પતાયા) સેનેગલ દેશમા નાશી ગયેલ હતો, ત્યાર બાદ માર્ચ-૨૦૨૧ ના વર્ષમા આરોપી દિલીપભાઇ પુજારા ભારત પરત આવી, વેસ્ટ બંગાળ ના કલકતા મુકામે અન્ય સાગ્રીતો સાથે સંતાનો છુપાયેલ હોવા ની માહિતીના આઘારે પકડી પાડવામા આવ્યો હતો,

આ કેસના સ્પેશ્યલ સરકારી વકિલ તરીકે અનીલ દેસાઇ રોકાયેલ છે .આ કેસના આરોપી દિલીપ નટવરલાલ પુજારા એ ગુજરાત હાઇકોર્ટ મા રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી ,જે કેસમા તપાસનીસ અઘિકારી આર.બી.દેવઘા એ રજુ કરેલ પુરાવા તથા ગુજરાત હાઇકોર્ટ ના સરકારી વકિલ તથા મુળ ફરીયાદી તરફે વકિલ પ્રેમલ રાચ્છ એ દલીલ કરી હતી, અને આરોપી નો ગુનાહિત ભૂતકાળ તથા અગાઉ ના ખૂન કેસમા પેરોલ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી દેશ છોડી ભાગી ગયેલ,અને ૩ વર્ષ થી વઘુ સમય ફરારી રહેલ,તેમજ કેસની ગંભીરતા ને ધ્યાને લઇ, ગુજરાત હાઇકોર્ટ તરફ થી આરોપી દિલીપ પુજારા ના રેગ્યુલર જામીન ના મંજુર કરવા નો હુકમ કરવામા આવ્યો છે.

જામનગર : જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનને બે શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો

0

લાલપુરના જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • ઉંચે અવાજે વાત કરવાની ના પાડતાં થયેલી સામાન્ય બોલાચાલી બાદ બાજુની ઓડીમાં જ રહેતા બે શખ્સોએ પરપ્રાંતિય યુવાનનું ઢીમ ઢાળી દીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જુલાઈ ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે હત્યાનો એક બનાવ બન્યો છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ તેની બાજુની રૂમમાં જ રહેતા બે અન્ય પર પ્રતિય શખ્સોએ જીવલેણ હુમલો કરી દઈ હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ફરુકાબાદ જિલ્લાના ફતેગઢના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદુતનગર માં રૂમ ભાડેથી રાખીને રહેતા દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવ નામના ૩૨ વર્ષના શ્રમિક યુવાન પર તેના બાજુના રૂમમાં જ રહેતા આકાશ દીપક સિંહ તથા અવનીશ સુરેન્દ્રસિહ નામના બે શખ્સોએ લાકડી અને ગેસની નળી વડે હુમલો કરી દઈ માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાનું સામે આવતાં ચકચાર જાગી છે.

આ હત્યાના બનાવ અંગે મૃતક દિલીપ કુમારના મોટાભાઈ રાજીવ કુમાર મંગલસિંહ એ મેઘપર પડાણા પોલીસ મથકમાં બંને હુમલાખોરો આકાશ અને અવનીશ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન દિલીપ પોતાની સાથેના અન્ય યુવાન સાથે મોટા અવાજે વાત કરી રહ્યો હતો. જે દરમિયાન આરોપી આકાશ કે જે પોતાના મોબાઈલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતો હોવાથી તેને ખલેલ પડતી હતી. જેથી દિલીપ ને ધીમે વાત કરવાનું કહ્યું હતું.

જેના પ્રત્યુત્તરમાં દિલીપે તેને દૂર જઈને મોબાઇલમાં વાત કરી લેવાનું કહેતાં આકાશ ઉશકેરાયો હતો, અને પોતાના સાથીદાર અવનીશ ને લઈ હથિયાર સાથે ધસીઆવી આ હુમલો કરી દીધો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હોવાથી બનાવ હત્યામાં પલટાયો છે.

0

ધ્રોળની નુરી સ્કૂલ ની હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થી નું અપહરણ થઈ ગયા ની પોલીસ ફરિયાદ થી ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, જુલાઈ ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળમાં આવેલી અમીને શરિયત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નુરી સ્કૂલ ની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયું હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને ધ્રોલ પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ જોડીયાના મોટો વાસ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ બાવલાભાઇ નંગામરા વાઘેર કે જેનો પુત્ર સાદિક ઈસ્માઈલભાઈ બાવલા (ઉંમર વર્ષ ૧૫) કે જે ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, જે ગત ૧૫ મી તારીખે ધ્રોળની હોસ્ટેલમાંથી એકાએક લાપતા બન્યો છે, અને તેનો કોઈ પત્તો સાંપડ્યો નથી. આથી ધ્રોળ પોલીસ મથકમાં પોતાના પુત્રનું કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા અપહરણ કરી ગયા ની જાહેરાત કરી છે. તે મામલે ધ્રોળના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર : ધ્રોળ એસટી ડેપો ના મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરી દેવાતા ચકચાર

0

ધ્રોળ એસટી ડેપો ના મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરી દેવાતાં એસટી ડિવિઝનમાં ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જુલાઇ ૨૫, જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપોના મેનેજરને એસ.ટી. ડિવિઝન દ્વારા સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરાયો છે, જેને લઈને એસ.ટી ડિવિઝનમાં ચકચાર જાગી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના ધ્રોળ એસ.ટી. ડેપો ના મેનેજર રફીક શેખને એસ.ટી. ડિવિઝન દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને તેઓની જામજોધપુરના એસટી ડેપોમાં બદલી કરી દેવામાં આવી છે.દ્વારકા-રાજકોટ રૂટની બસના ટાયરમાં બ્લાસ્ટ થયા બાદ બસને રીપેર કરી નહીં દેતાં તે અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી. જેના આધારે તેની બદલી નો ઓર્ડર કરાયો હતો, અને તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓની જામજોધપુર એસ.ટી. ડેપોમાં બદલી કરાઇ છે.

જામનગર : પડાણાના રબારી યુવાન પર વોટ્સએપ માં મેસેજ મૂકવાના પ્રશ્ને ઢીકાપાટુ વારી કરાઇ

0

લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા રબારી યુવાન પર વોટ્સએપ માં મેસેજ મૂકવાના પ્રશ્ને એક શખ્સ દ્વારા હુમલો કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ જુલાઈ ૨પ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મંગાભાઈ લખમણભાઇ નાગેશ નામના ૪૨ વર્ષના રબારી યુવાન પર તેજ ગામના પુનાભાઈ લાખાભાઈ મોરીએ હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને એક વ્યક્તિના મૃત્યુ અંગે અને તેની અંતિમ ક્રિયા માટે ૨૦૦ રૂપિયાનો આર્થિક ફાળો ઉઘરાવવા માટેનો વોટ્સએપ મેસેજ મૂક્યો હતો, જેનું મનદુઃખ રાખીને આરોપીએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં બે મહિનાથી વધુના સમયગાળા બાદ અંબર ચોકડીનો રસ્તો આખરે આજે સવારથી ખુલ્યો

0

જામનગરમાં બે મહિનાથી વધુના સમયગાળા બાદ અંબર ચોકડીનો રસ્તો આખરે આજે સવારથી ખુલ્યો: વાહનોની અવરજવર શરૂ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જુલાઈ ૨૫, જામનગર શહેરમાં ખૂબ જ ભીડભાડ વાળો અને અત્યંત વ્યસ્ત અંબર ચોકડી નો માર્ગ કે જ્યાં ફલાય ઓવર બ્રિઝ નો સ્લેબ મુકવાનું કામ ચાલી રહ્યું હતું, અને પતરાની આડસો મૂકીને ડાઈવર્ઝન કાઢીને રસ્તો બનાવાયો હતો.

આ સ્થળે છેલ્લા બે માસથી રોડની મધ્યમાં બ્રિજનો સ્લેબ બનતો હોવાના કારણે સાઈડમાંથી રસ્તો કાઢવામાં આવ્યા હતા, અને રોડની બંને સાઈડમાં પતરા મુકવામાં આવ્યા હતા. આખરે રોડની મધ્યમાં સ્લેબ અને તેને સંલગ્ન કલર કામ સહિતની કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી, અને આખરે વચ્ચે લગાવેલા પતરા હટાવી લેવાતાં મુખ્ય રસ્તો ખુલ્લો થઈ ગયો હતો, અને આજે વહેલી સવારથી અંબર રોડથી જૂના રેલ્વે સ્ટેશન તરફ જવાના માર્ગે વાહનો સીધા નીકળ્યા હતા. ત્યારે ડીએસપી બંગલા તરફથી આવતા વાહનો અંબર સિનેમા રોડ તરફ જવા માટે મુખ્ય રોડ પરથી જ પસાર થઈ ગયા હતા, અને વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે.

ખાસ કરીને બપોરે સ્કૂલ છૂટવા સમયે અથવા તો સાંજના તમામ સરકારી ઓફિસો વગેરેના કામકાજ પૂર્ણ થવાના સમયે આ ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાતો રહે છે. તેમાં આખરે આજથી મહત્વ ની રાહત મળશે, ઉપરાંત ટ્રાફિક શાખાની પણ કામગીરીમાં ઘટાડો થશે.

જામનગરના ધ્રોલ નજીક સિઝર ટોળકીએ પરપ્રાંતિયની કાર ઝૂંટવી ૩પ હજાર પડાવી લીધા

0

ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકની ત્રણ ફાયનાન્સરો એ કાર ઝુંટવી લઈ ૩૫,૦૦૦ રૂપિયા પડાવ્યા

  • ફાઇનાન્સ માં લીધેલી કાર સીઝ કરવાના બહાને પરપ્રાંતીય યુવાનની પત્ની પાસેથી ઓનલાઇન ચાલીસ હજાર પણ ટ્રાન્સફર કરાવ્યા : ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જુલાઈ ૨૫, જામનગર- રાજકોટ ધોરી માર્ગ ધ્રોળ નજીક સોયલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહેલા એક પર પ્રાંતિય કારચાલક યુવાનને પાછળથી અન્ય કારમાં આવેલા ત્રણ ફાયનાન્સરોએ ઠોકર મારી અકસ્માત કર્યા પછી કાર સિઝ કરી લીધી હતી, અને ખિસ્સામાંથી ૩૫,૦૦૦ રૂપિયા ઝુંટવી લીધા હતા. તેમજ કાર છોડાવવા માટે તેની પત્ની પાસેથી ઓનલાઈન ૪૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા, અને તે રકમ અકસ્માતની નુકસાનીના મેળવ્યા છે, તેમ જણાવી ધાક ધમકી આપી હતી. જેથી માગલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાન નો વતની રાહુલ રંજન ચંદ્રવંશી વિજયકુમાર રાજપુત નામનો ૩૧ વર્ષનો યુવાન ગત ૧૩ તારીખે બપોરના સમયે પોતાની કાર લઈને ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ફાઇનાન્સ કંપનીની કાર સીઝરનું કામ સંભાળતા જયપાલસિંહ ઝાલા ઉપરાંત તેની સાથેના બ્રિજરાજસિંહ અને વસીમ સહિતના ત્રણ શખ્સોએ સૌપ્રથમ પોતાની કાર સાથે પાછળથી અન્ય કાર અથડાવી દઈ અકસ્માત કર્યો હતો.ત્યારબાદ ત્રણેય શખ્સો એ રાહુલ રંજનની કારમાં આવીને બેસી ગયા પછી તેને માર માર્યો હતો, અને તેના ખિસ્સામાંથી ૩૫,૦૦૦ રૂપિયા ઝુંટવી લીધા હતા.

ઉપરાંત મોબાઇલ ફોન કરીને તેની પત્ની પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે વધુ ૪૦,૦૦૦ પડાવી લીધા હતા, અને કાર માં થયેલી નુકસાની પેટે રકમ માંગી છે, તેમ જણાવી દીધું હતું. અને કાર સિઝ કરીને ત્રણેય ભાગી છૂટ્યા હતા. જેથી આ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને રાહુલ રંજન રાજપૂત દ્વારા ત્રણેય આરોપીઓ જયપાલસિંહ ઝાલા , બ્રિજરાજસિંહ અને વસીમ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરની જી.જી હોસ્પિટલની તબીબી યુવતીએ આપધાતનો પ્રયાસ કરતા દોડધામ

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની ઇન્ટર્ન તબીબી યુવતીએ આગમ્ય કારણોસર આપઘાત નો પ્રયાસ કરતાં ભારે દોડધામ

  • જી.જી. હોસ્પિટલ આઈ.સી.યુ. વોર્ડ માં સારવાર માટે ખસેડાઈ : સુરત થી યુવતીના પરિવારને બોલાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ જુલાઇ ૨૫, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રિયા ગીનોયા નામની ૨૨ વર્ષની મેડિકલ સ્ટુડન્ટે આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભરી લેતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે, અને જી.જી. હોસ્પિટલના તબીબી વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ છે. તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભર્યું છે, તે કોઈ જાણી શક્યું નથી. આથી તબીબી યુવતિ ના પરિવારજનો , કે જેઓ સુરત રહે છે, તેમને તાત્કાલિક અસરથી જામનગર બોલાવી લેવાયા છે, અને તેઓ જામનગર પહોંચી રહ્યા છે. જેઓ આવી ગયા બાદ સમગ્ર હકીકત પરથી જાણવા મળશે. હાલ તેણી બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે.

જામનગરના બેડી વિસ્તારમાં બુટલેગર , માથાભારેના ઘરે સરપ્રાઈઝ વિજ ચેકિંગ

0

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બુટલેગર તથા માથાભારે તત્વોના ઘરમાં પોલીસ દ્વારા વિજ તંત્રને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

  • પાંચ અસામાજિક તત્વો ના રહેણાંક મકાનમાંથી વીજ ચોરી પકડી લેવાઇ : વિજ તંત્ર દ્વારા તમામ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ જુલાઈ ૨૫, જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સો, કે જે લોકોની પોલીસતંત્ર દ્વારા યાદી કરાઇ છે, તે પૈકીના પાંચ શખ્સોના નામની યાદી બનાવીને આજે સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ એક પોલીસ ટુકડી બેડી-બેડેશ્વર વિસ્તારમાં પહોંચી હતી, અને પીજીવીસીએલ ની ટીમને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જે દરમિયાન બુટલેગર અને માથાભારે ગણાતા પાંચ શખ્સોના રહેણાંક મકાનમાં વીજ ચોરી મળી આવી હતી. જેથી તમામ સામે વીજ ચોરી અંગેના જામનગરના વિજ પોલીસ મથકમાં અલગથી ગુના નોંધવામાં આવી રહ્યા છે, ઉપરાંત પીજીવીસીએલ દ્વારા પાંચેય સામે વીજ ચોરી અંગેના પુરવણી બિલો આપવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રની આ સરપ્રાઈઝ કાર્યવાહીને લઈને માથા ભારે તત્વો માં ફફડાટ મચી ગયો છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર નો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર નો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬, જુલાઈ ૨૫ જામનગરમાં કાલાવડ નાકા બહારનો રંગમતી પરનો બ્રિજ જર્જરીત હોવાથી ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવા માં.આવ્યો છે. આ .અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતા ની રૂએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી.છે.કે જામનગર મહાનગર પાલિકાની હદ માં કાલાવડ નાકા થી કલ્યાણ ચોક તરફ જતા રસ્તા પર રંગમતી નદી પર આવેલ રીવર બ્રીજ જર્જરિત થયેલ હોવાથી , તમામ પ્રકારના ભારે વાહનો માટે નવો બ્રીજ ન બને ત્યાં સુધી દરેક પ્રકારની સલામતીના કારણોસર બંધ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે,

જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છુ. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે તમામ પ્રકારના ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મહાપ્રભુજી બેઠક થી અન્નપૂર્ણા સર્કલ થઇ ત્રણ દરવાજા થઈ દરબાર ગઢ તરફ આવક જાવક કરી શકાશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.