Sunday, October 11, 2026
Home Blog Page 63

જામનગર : રેવન્યુ રેકર્ડમાં નામ ચડી જવાથી માલિકી હકક પ્રસ્થાપિત ન થાય : અદાલત

0

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામની જમીન બાબતમાં જોડિયાની અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો

  • રેવન્યુ રેકર્ડમાં નામ ચડી જવાથી માલિકી હકક પ્રસ્થાપિત ન થાય : સરકારી રેવન્યુ અધિકારીની ભુલનો ભોગ સામાન્ય નાગરીક બને નહી

દેશ દેવી જામનગર તા ૨ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારણા ગામની એક જમીનના પ્રકરણમાં રેવન્યુ રેકર્ડમાં ખોટું નામ ચડી જતા તેનો ગેરલાભ ઉઠાવીને સીવીલ કોર્ટમાં બોગસ દાવો દાખલ થતાં તે દાવો જોડિયાની સીવીલ કોર્ટ દ્વારા રદ કરાયો છે.આ કેશ હકીકત એવી છે કે, જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનાં તારાણા ગામની રે.સર્વે નં.૮૪ જેના નવા રે.સર્વે નં.૨૫૪ વાળી જમીનનાં મુળ માલીક નારણ બેચર વાઘેલાએ તારાણાનાં રહીશ શીવુભા ઘેલુભા જાડેજા પાસેથી રજી.વેંચાણ દસ્તાવેજથી સને-૧૯૫૬ માં ખરીદ કરી હતી. ત્યાર બાદ રેવન્યુ કચેરીમાં તે અંગે રેવન્યુ રેકર્ડ નામ પણ ચઢાવેલુ હતું. પરંતુ રેવન્યુ કચેરીએ નવા પ્રમોલગેશન વેળાએ રે.સ.નં.૮૪, વાળી જમીનમાંથી ખરા માલીક નારણ બેચર વાઘેલાનું નામ શરતચુકથી નિકળી જતાં અને કહેવાતું ભુલવાળુ નામ શિવુભા વેલુભા જાડેજા ચઢી જતાં તેનો ગેરલાભ લઈ શિવુભા ઘેલુભા જાડેજાના વારસોએ સીવીલ કોર્ટ જોડીયામાં પોતાનો માલીકી હકક રહે તેવું ઠરાવી આપવા દાવો દાખલ કર્યો હતો.

જેમા પ્રતિવાદી નારણ બેચર વાઘેલાનાં વારસ તરીકે ગંગદાસ નારણ વાઘેલા તરફે વકિલ કૌશિક પરમારે કોર્ટમાં હાજર થઈને વાંધા-જવાબ તથા પુરાવાઓ રજુ કરી અને ધારદાર દલીલો કરીને પ્રમોલગેશનની ભુલનાં કારણે ખરા કાયદેસરનાં માલીકનો જમીનના રેવન્યુ રેકર્ડમાં નામ દુર થાય તો તે માલીક મટી નથી જતા. તેથી સીવીલ કોર્ટ જોડીયાએ તે હકીકતોને ધ્યાને લઈ વાદીનો દાવો રદ કર્યો હતો, અને રેવન્યુ કચેરીમાં યોગ્ય કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.આ કેસમાં પ્રતિવાદી તરફે એડવોકેટ હિતેન ઈ.ભટ્ટ, હેમાંશું કે. સોલંકી, ધર્મેન્દ્ર એ. ઠાકર, તેમજ કૌશિક બી.પરમાર રોકાયા હતા.

જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં ફ્લેટ પચાવી પાડવાના પ્રકરણમાં ટ્રાવેલ્સ સંચાલક ની અટકાયત

જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં આવેલો એક ફ્લેટ પચાવી પાડવા અંગે જામનગરના ટ્રાવેલ્સના એક ધંધાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે અટકાયત કરાઇ

  • રાજકોટના એક વેપારીની ફરિયાદના અનુસંધાને પોલીસે જમીન પચાવી પાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ઓગસ્ટ, ૨૫ જામનગરમાં મંગલ બાગ શેરી નંબર ૨ માં શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલો ૪૦૨ નંબરનો ફ્લેટ પચાવી પાડવા અંગે જામનગરમાં અગાઉ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા મુકેશ તેજાભાઈ માખેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસ દ્વારા  આજે અટકાયત કરી લેવાઈ હતી.રાજકોટ ના વેપારી ખોડુભાઈ ભગવાનજીભાઈ બરબસિયાએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઈ માખેલા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે, કે પોતે ૨૦૨૦ ની સાલમાં આરોપીના પિતા તેજાભાઈ માખેલા પાસેથી રૂપિયા ૧૫ લાખમાં ઉપરોક્ત ફ્લેટની ખરીદી કરી હતી, અને તે પ્રમાણેના તેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જે વેચાણથી મેળવેલા ફ્લેટ નો કબજો આરોપીએ છોડ્યો ન હતો, અને ફ્લેટ પચાવી પાડતા મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.જેથી જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ સીટી બી. ડિવિઝન ની પોલીસ ટીમે મુકેશ માખેલા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત)વિધેયક કલમ ૪(૩), ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો હતો જે બાદ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરની અખંડ રામધુનનો આજે ૬૨ માં વર્ષ માં પ્રવેષ

0

છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરની અખંડ રામધુનનો આજે ૬૨ માં વર્ષ માં પ્રવેષ: અખંડ રામધૂનને ૨૨૨૭૯ દિવસ થયા

  • બાલા હનુમાનજી ના મંદિરે ધ્વજારોહણ :૫૧ દિવા ની મહા આરતી અને રામ ધૂન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧, ઓગસ્ટ ૨૫ જામનગરના વિશ્ર્વ પ્રસિઘ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં ૬૧ વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. આ અખંડ રામ નામ જાપ આજે તા.૧.૮.૨૦૨૫ના પાવન દિવસે ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં મગંલ પ્રવેશ કર્યો છે અને રામ ધુન ના અખંડ જાપને આજે ૨૨,૨૭૯ દિવસ થયા છે. જે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.આ અવસરે બાલા હનુમાન મંદિરમાં આજે વિશેષ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં ધ્વજા રોહણ અને વિશેષ રામધૂન ઉપરાંત સંઘ્યા આરતી સાથે ૫૧ દિવાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ અખંડ રામધુનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.૧.૮.૬૪ના રોજ કર્યો હતો, તે પછી આજદિન સુધી રામધુન અવિરત ચાલુ રહી છે. ગમે તેવા સંજોગો હોય ભુકંપ, વાવાઝોડુ, કોરોના જેવી મહામારીમાં પણ આ અખંડ રામધુન બંધ રહી નથી. તેમજ અહીં દેશ-વિદેશથી પણ હજારો શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, અને રામ ધુનમાં જોડાય છે જે અખંડ રામધૂનના જાપનો આજે નવો કીર્તિમાન સ્થાપિત થયો છે, અને ૬૨ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. જેથી ફક્ત ગણમાં પણ ઉત્સાહ જણાય છે.

જામનગર : લાખાબાવળ ગામના બહુચર્ચિત ગૌચર કાંડમાં ‘કરશન રાજાણી’ જામીન મુક્ત

0

લાખાબાવળની કરોડોની કિંમતી સરકારી ગૌચરની જમીન વેંચી નાખનાર આરોપીને જામીન મુકત કરતી જામનગરની અદાલત

  • કલેકટરના અધ્યક્ષ વાળી લેન્ડ ગ્રેબીંગ કમીટીએ તપાસ કરી અને પોલીસ ફરીયાદ કરવાનો હુકમ કરેલ હતો
  • જામનગરના શખ્સે સ્ટેમ્પ પેપર ઉપર વેંચાણ કરાર કરી અને આ જમીન અન્યને વેંચી નાખી  અને તેમાં બીજા આરોપીઓએ પ્લોટીંગ કરી અને અલગ અલગ વ્યકિતઓને જમીન વેંચી મારેલ
  • આ જ ગુન્હામાં અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી અગાઉ રદ કરવામાં આવેલ હતી જ્યારે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલિલો ધ્યાને લઈ કરસન રજાણી ને જામીનમુક્ત કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ તા. ૧ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર જીલ્લાના લાખાબાવડ ખાતે સર્વે નં.૩૨૩ ત્થા સર્વે નં.૩૨૬ વાળી આશરે ૩૮ વિધાની સરકારી ગૌચરની કિંમતી જમીન આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણી દ્વારા વેંચાણ કરાર કરી અને આ જમીન હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવિણ હસમુખભાઈ ખરા ત્યા દિનેશ ચરણદાસ પરમારને વેંચી નાખેલ, અને આ આરોપીઓએ આ જમીનમાં અલગ અલગ પ્લોટીંગ કરી અને જુદા જુદા વ્યક્તિઓને જય ભિમેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સોસાયટી બનાવી અને સોસાયટીના ખોટા આર્ટીકલ ઓફ એસોશ્યેશન અને ખોટા શેર સર્ટી ફીકેટ બનાવી અને ખોટા નકશા બનાવી અને આવા ઉભા કરેલા દસ્તાવેજોના આધારે કુલ ૧૬૩ પ્લોટો પાડી અને આ જમીન અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ અને વેંચી નાખેલ અને તેના લખાણ પણ કરી દીધેલની હકિક્ત સામે આવતા સરકાર તરફે સર્કલ ઈન્સ્પેકટર જામનગર ગ્રામ્ય રાજભદ્રસીંહ ભરતસીંહ રાણા દ્વારા આ સરકારી ગૌચરની જમીન આ પ્રકારે લેન્ડ ગ્રેબીંગ કરી અને બારોબાર પ્લોટીંગ કરી વેંચાણ કરી અને આરોપીઓએ કાવતરૂ રચી અને આ પ્રકારે સરકારની કરોડોની જમીન ખોટા દસ્તાવેજો બનાવી અને વેંચાણ કરતા તમામ આરોપીઓના સામે લેન્ડ ગ્રેબીંગ ત્થા આઈ.પી.સી.ની કલમ મુજબનો ગુન્હો નોંધાવેલ

તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ, તેમાં આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણીએ જામનગરની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટ સમક્ષ જામીન અરજી કરેલ અને રજુઆતો કરેલ કે, આરોપી જામનગરના જ વતની છે અને તેઓ માલધારી સમાજમાંથી આવતા વ્યક્તિ છે, આ પ્રકારનો કોઈ ગુન્હાઈત ઈતીહાસ નથી, તેની સામે સરકાર તરફે પોલીસ દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલ અને તપાસ કરનાર ધ્વારા સોગંદનામું રજુ કરી અને જણાવેલ કે, “આરોપીઓએ ૧,૫૫,૯૮,૩૯૦/- ચેકથી તેમજ રોકડેથી મેળવી લીધેલ છે અને સરકારની ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી અને જમીનનું મોટું કૌભાંડ કરેલ છે

અનુસુચીત જાતીના ત્થા નબળા વર્ગોને આ પ્રકારે ખોટા દસ્તાવેજો બતાવી અને તેમના પાસેથી મોટી રકમ મેળવી અને પ્લોટ વેંચાણ કરી નાખેલ છે. અને આ રીતે કાવતરૂ કરીને જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ કરેલ છે અને આરોપીઓ આ જમીન ગૌચરની સરકારી જમીન છે, તે જાણવા છતાં કરોડોની જમીન વેંચી નાખી અને કૌભાંડ આચરેલ છે જો તેમને જામીન મુક્ત કરવામાં આવશે તો તેઓ કેશના સાક્ષીઓ સાથે ચેડા કરશે અને કેશને ગંભીર અસર કરશે અને ગુન્હાની તપાસ ચાલું છે અને આવા કેશોમાં જામીન મુક્ત થયા બાદ તેઓ આ જ પ્રકારનો બિજો ગુન્હો કરે તેમ છે,

અગાઉ પણ આ કામના પકડાયેલ અન્ય ત્રણ આરોપીઓ ના–મંજુર કરવામાં આવેલ છે તો હાલના આરોપીનો જે રોલ છે તે તેમનાથી વધારે છે, તો તેમની જામીન અરજી પણ ના-મંજુર કરવી જોઈએ, અને આરોપી કરશનભાઈ રાજાણીના વકીલ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આ કામે અગાઉ અન્ય આરોપીની જામીન અરજી ના-મંજુર થયેલ હોય તો હાલના આરોપીની જામીન અરજી તે મુદા ઉપર ના-મંજુર થઈ શકે નહીં, તેમ ધારદાર રજુઆતો કરવામાં આવેલ, આમ આ કામે તમામ દલીલો બાદ નામ.અદાલતે તમામ રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી કરશનભાઈ રણમલભાઈ રાજાણી ને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ રણજીતસિંહ ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

ધ્રોલના ધરમપુર ગામની સીમમાં દારૂનું કટિંગ થાય તે પહેલા LCB ત્રાટકી : ૬૮.૭૬ લાખનો માતબર ઈંગ્લીશ દારૂ પકડાયો

0

ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં મોડી રાત્રે LCB ત્રાટકી : ૬૮.૭૬ લાખનો માતબર ઈંગ્લીશ દારૂ પકડાયો

  • ઈંગ્લીશ દારૂની ૪૬૬૮ બોટલ અને ૨૭૬૦ બિયરના ટીન સહિત રૂા. ૧.૨૯ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી લઈ જામનગરના બે લિસ્ટેડ બુટલેગરોની અટકાયત

  • દારૂનો જથ્થો મંગાવનાર સપ્લાયર- વાડી મલિક-અન્ય વાહનોના ચાલક સહિત અન્ય ૧૨ ને ફ્રારારી જાહેર કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ જૂલાઇ ૨૫, ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમ વિસ્તારમાં દારૂના કટીંગ વેળાએ જ સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે દરોડો પાડતાં નાશભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે ૬૮.૭૬ લાખનો દારૂ કબ્જે કરી લઈ બે શખ્સોની અટકાયત કરી હતી.પોલીસ સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ એલ.સી.બી. ના પોલીસ સબ ઈન્સપેકટર પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા સહિતના પોલીસકર્મીઓ ધ્રોલ પંથકમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન હકીકત મળેલી કે ધરમપુર ગામની સીમ વિસ્તારમાં અજય ધીરૂભાઈ રાઠોડની વાડીમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતાં વાડીમાંથી અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૪૬૬૮ અને બીયરના ૨૭૬૦ ટીન સાથે ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રાની ધરપકડ કરી હતી, અને તેમના કબ્જામાંથી સાત વાહનો, ત્રણ મોબાઈલ સહિત રૂા.૧,૨૮,૯૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જયારે દારૂ મંગાવનાર મહમદ ઈકબાલ ઉર્ફે ટકી , મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, અને દારૂનો જથ્થો લેનાર પુષ્પા રહે. ભોયવાડો જામનગર, સન્ની લાખાભાઈ કોળી સહિતના ૧૨ જેટલા શખ્સોને ફરાર જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામજોધપુર : બુટાવદર ગામે નાસ્તાની રેકડી ચલાવતા એક યુવાન અને તેના માતા પિતા પર હુમલો

0

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં નાસ્તાની રેકડી ચલાવતા એક યુવાન અને તેના માતા પિતા પર હીંચકારો હુમલો

  • બુટાવદર ગામમાં લુખ્ખાગીરી કરનારા બે શખ્સો એ હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૩૧ જુલાઈ ૨૫, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં વડાપાઉં, દાબેલી અને પાણીપુરીના નાસ્તાની રેકડી ચલાવતા નરેશભાઈ જીકાભાઈ મકવાણા નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા જીકાભાઇ અને માતા મનુબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના હરેશ મનજીભાઈ મકવાણા અને વિનોદ મનજીભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને પોતાના ગામમાં આજથી એક અઠવાડિયા પહેલાં નાસ્તાની રેકડી ચાલુ કરી હતી. જે બંને આરોપીઓને પસંદ ન હતું, અને ત્યાં આવીને પૈસા વગેરેની માંગણી કરતા હતા, દરમિયાન ગઈકાલે બંને આરોપીઓ ફરીયાદી નરેશભાઈ ના ઘરે પહોંચી આવ્યા હતા, અને નરેશભાઈ અને તેના માતા પિતા પર હુમલો કરી દીધો હોવાથી શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના ઇન્દિરા કોલોનીમાં બે પરિવાર વચ્ચે તકરાર : ૭ ઇજાગ્રસ્ત , સામસામે ફરીયાદ

0

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે એઠવાડ ફેંકવા બાબતે તકરાર થયા બાદ ધીંગાણું

  • બંને પક્ષે સામ સામે હુમલા કરાતાં સાત વ્યક્તિઓ ઘાયલ: સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ જુલાઈ ૨૫, જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે એઠવાડ ફેંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી, અને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને સામ સામાં હુમલા કરાયા હતા, જેમાં બંને પક્ષની સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની માં રહેતા ગૌતમ કરસનભાઈ બાવરફાડ નામના ૩૮ વર્ષના યુવાનને તેના પાડોશમાં જ રહેતા રાહુલભાઈ શેખવા ના પરિવાર સાથે ચાર દિવસ પહેલા એઠવાડ ફેંકવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને તેનું મન દુઃખ ચાલતું હતું.દરમિયાન ગઈકાલે રાત્રે આ પ્રશ્ને બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને સામ સામે હુમલા થતાં ભારે દોડધામ થઈ હતી, અને બંને પક્ષના મળી સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની ગયા હતા, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો સૌપ્રથમ બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. ત્યાં પણ પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસ દ્વારા ગૌતમ કરસનભાઈ બાવરફાડ ની ફરિયાદ ના આધારે તેના ઉપર અને તેના ભાઈ દિનેશ અને જગદીશ ઉપર હુમલો કરીએ ઈજા પહોંચાડવા અંગે પાડોશી રાહુલ અમરશીભાઈ શેખવા, અમરશીભાઈ ભલાભાઇ શેખવા, અને સંજનાબેન અમરસિંહભાઈ શેખવા સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત સામા પક્ષે રાહુલ અમરશીભાઈ શેખવાએ પોતાના ઉપર તેમજ પોતાના માતા પિતા અને બહેન ઉપર છરી અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ગૌતમ કરસનભાઈ બાવરફાડ, દિનેશ કરસનભાઈ બાવરફાડ, હસમુખ ઉર્ફે અશોક કરસનભાઈ બાવરફાડ અને મીનાબેન બાવરફાડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સામ સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 11 જેટલી આંગણવાડી ને નિશાન બનાવતા તસ્કરો : એક શકમંદને ઉઠાવી લીધો

0

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૧૧ જેટલી આંગણવાડી ને નિશાન બનાવતા તસ્કરો

  • તમામ આંગણવાડી માંથી રાંધણ ગેસના બાટલા, તેલના ડબા સહિતની સામગ્રીની ચોરી થયાની કુલ ૧૧ પોલીસ ફરિયાદ

  • એલસીબી ની ટુકડીએ ચોક્કસ બાતમી ના આધારે એક શકમંદને ઉઠાવી લીધો : તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ જૂલાઈ ર૫, જામનગર જિલ્લામાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૧૧ જેટલી આંગણવાડીમાં રાંધણ ગેસના બાટલા તથા અન્ય સામગ્રીની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડીએ એક શકમંદને ઉઠાવી લીધો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવા આવી રહી છે, અને તેના માધ્યમથી તમામ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

જામનગર તાલુકાના સિક્કા, રાવલસર સહિતની આંગણવાડી ઉપરાંત લાલપુર ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અલગ અલગ ચાર આંગણવાડી, ઉપરાંત મેઘપર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી આંગણવાડી સહિત કુલ ૧૧ આંગણવાડી કેન્દ્રમાં ગેસના બે નંગ બાટલા અથવા તેલના ડબ્બા સહિતની સામગ્રીની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, સિક્કા પોલીસ મથક, લાલપુર પોલીસ મથક અને મેઘપર પડાણા પોલીસ મથકમાં કુલ ૧૧ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, અને અલગ-અલગ સમયગાળા દરમિયાન રાત્રિના કોઇ તસ્કરો આંગણવાડીના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી રાંધણ ગેસના બાટલા તેમજ અન્ય ખાદ્ય સામગ્રી જે હાજર હોય તેની ચોરી કરી ગયા ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણમાં એલસીબી ની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું છે, અને એક શકમંદને ઉઠાવી લીધો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. જેના દ્વારા ઉપરોક્ત તમામ ચોરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં ઉપરોક્ત તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

જામનગરમાં છેતરપીંડીના ગુન્હામાં “વોન્ટેડ” રમેશ કરમુરને પોલીસે દબોચી લીધો

0

જામનગર ના સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ખોટા ડોક્યુમેન્ટ બનાવી રૂ.૧૭ લાખની છેતરપીંડી ના ગુન્હાનો દસ માસ થી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, જુલાઈ ૨૫ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજથી ૧૦ વર્ષ પહેલા રૂપિયા ૧૭ લાખ ૧૧ હજારની છેતરપિંડી અંગે નો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો , તે ગુનાના નાસ્તા ફરતા આરોપીને ૧૦ માસ બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર સીટી એ ડીવીઝન. પોલિસ સ્ટેશન ના બી.એન.એસ. કલમ ૩૧૬ (૨) ,૩૧૮ (૪) , ૩૧૯ (૨) , ૩૩૮ વિગેરે મુજબના ગુન્હા નો આરોપી રમેશ કરમુર કે જે મોટી વાવડી ગામના સર્વે નંબર ૬૮ વાળી ૨૧ વીધા ખેતીની જમીનના મુળ માલીકની જાણ વગર સાહેદોના આધાર કાર્ડ, પાનકાર્ડ વગર ખોટા દસ્તાવેજો કરી રૂપીયા ૧૭,૧૧,૦૦૦ ની છેતરપીંડીના ગુનામા છેલ્લા ૧૦ માસથી વોન્ટેડ હતો.

જે આરોપી રમેશભાઈ ચનાભાઈ કરમુર (રહે. પ્રમુખપાર્ક, શીવમ પાર્ટી પ્લોટની બાજુમાં જામનગર) હાલ જામનગરમાં આવ્યો છે, તેવી માહિતી ના આધારે સીટીએ ડિવિઝન ના એન એ ચાવડા અને તેઓની ટીમે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર હાપામાંથી બે વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરી જનાર મધ્યપ્રદેશ થી ઝડપાયો

0

જામનગર નજીક હાપા માંથી બે વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી જનાર આરોપી મધ્ય પ્રદેશમાંથી પકડાયો

  • એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમેં મધ્યપ્રદેશમાંથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢી જામનગર લઈ આવ્યા

  • આરોપીને ૨૦૧૪ ની સાલમાં લાલપુરની એક સગીરાના અપહરણના ગુનામાં છ વર્ષની સજા પણ થઈ ચૂકી છે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જુલાઈ ૨૫ જામનગર નજીક હાપા વિસ્તારમાંથી આજથી બે વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટ ની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી શોધી કાઢ્યો છે, અને તેની સાથે રહેલી ભોગ બનનાર સગીરા કે જે હાલ પુખ્ત વયની થઈ ગઈ છે, જેને સાથે લઈને જામનગર આવ્યા બાદ આરોપી ને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં આજથી બે વર્ષ પહેલા એક શ્રમિક પરિવારની ૧૬ વર્ષની પુત્રીનું અપહરણ થઈ ગયું હતું, અને કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.જે ફરિયાદના અનુસંધાને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ના પીઆઇ એ.એ.ખોખર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, અને હ્યુમન સોર્સીસ ના આધારે ચોક્કસ કડી મેળવી લઈ તપાસનો દોર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા સુધી લંબાવ્યો હતો.

જે અન્વયે શ્રી એ.એ.ખોખર (પોલીસ ઇન્સ્પેકટર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, જામનગર) અને તેઓની ટીમના એ.એસ.આઇ આર.કે.ગઢવી વગેરેએ હ્મુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામના વતની એવા આરોપી હિતેશપરી નટુપરી ગોસ્વામી (ઉ.વર્ષ. ૩૩)ને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામમાંથી ઝડપી લીધો હતો, અને તેને જામનગર લાવ્યા છે.

આ ઉપરાંત તેની સાથે ભોગ બનનાર પણ મળી આવી હતી. જે હાલ પુખ્ત વયની બની ગઈ છે. પોલીસે તેને પણ સાથે લાવ્યા હતા, અને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.જયારે આરોપી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો સહિતની કલમોનો ઉમેરો કરીને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આરોપી હિતેશપરી ગોસ્વામી સામે ૨૦૧૪ ની સાલમાં લાલપુર પોલીસ મથકમાં પણ અગાઉ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જે કેસમાં પણ તેને અદાલત દ્વારા છ વર્ષની સજા ફટકારી હતી. અને ૨૦૨૧ ની સાલમાં સજા પૂરી કરીને બહાર આવ્યો હતો, અને ફરીથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો, જેની અટકાયત કરી લેવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.