Sunday, October 11, 2026
Home Blog Page 62

જામનગર જિલ્લામાં જુગારના ૧૦ દરોડા : ૫૩ સ્ત્રી – પુરુષો ઝડપાયા

0

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગાર ની મૌસમ પૂર બહારમાં

  • સમગ્ર જામનગર જિલ્લા માં જુગાર અંગે ૧૦ સ્થળોએ દરોડા માં ૫૩ સ્ત્રી – પુરુષો ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧, ઓગસ્ટ ૨૫ જામનગર માં શ્રાવણીયા જુગાર ની મૌસમ પુર બહાર ખુલી છે. પોલીસે ગઈકાલે અલગ અલગ ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અને જુગાર રમી રહેલા ૫૩ સ્ત્રી પુરુષો ને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક દરોડામાં ત્રણ આરોપી નાસી ગયા હતા.જામનગર માં દિગ્જામ માર્ગે , વાછરડા દાદા ના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો નરેશ બાનાભાઈ મકવાણા , વિજય ખેતિભાઈ ઢચા અને નરેશ સામતભાઈ રોશિયા ને રૂપિયા ૪૬૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.કાલાવડમાં માછલડા સોસાયટીમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમી રહેલા મહેશ મનજીભાઈ રાઠોડ , દુદાભાઈ કુંભાભાઇ સોંદરવા અને વિપુલ તુલસીભાઈ સુંદરવા ને રૂપિયા ૧,૩૨૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે .કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જુગાર રમતા સાહીલભાઇ ગફારભાઇ મુલતાની , શાહબુદીનભાઇ કાસમભાઇ મુલતાની , શાહરૂખભાઇ અશરફભાઇ પોપટપૌત્રા અને આરીફભાઇ ઉર્ફે તીડી અકબરભાઈ કાજી ને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે અઝરૂદીનભાઇ બાઉદીનભાઇ મુલતાની, મકદુમભાઇ રહીમભાઇ મુલતાની અને આદીલભાઇ ઇસ્માઇલભાઇ ફકીર નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના સ્થળે થી રૂ. ૩૭૩૦ ની રોકડ રકમ કબજે કરી હતી.જામજોધપુર તાલુકા માં કડબાલ ગામ માં ગંજીપાના થી જુગાર રમી રહેલા અનીલભાઇ કાનાભાઇ રાઠોડ , જીતુભાઇ બધાભાઇ રાઠોડ , રમેશભાઇ જેઠાભાઇ વિંઝુડા , રમેશભાઈ પબાભાઇ રાઠોડ, રમેશભાઇ વાલજીભાઇ રાઠોડ અને દિનેશભાઇ લાખાભાઇ વિંઝુડા ને પોલીસે ઝડપી પાડી રૂ. ૫૨૦૦ ની રોકડ રકમ કબજે કરી હતી.જામજોધપુર ના શેઠ વડાળા ગામ માં રહેતા યોગેશકુમાર નંદલાલ રાચ્છ ના મકાન માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.આને જુગાર રમી રહેલા યોગેશ ઉપરાંત કાસમભાઇ અબ્દુલભાઇ ચૌહાણ ,મનિષભાઇ નારણભાઇ ધ્રાંગીયા , સરીફાબેન ઇકબાલભાઇ ઉઢેજા , જીનતબેન રફિકભાઇ ઉઢેજા , જેબુનબેન ઇસ્માઇલભાઇ રાવકરડા , સિમરનબેન હસનભાઇ ઘોઘા તથા કપિલાબેન પ્રવિણભાઇ અમ્રુતિયા ને રૂ.૮૨૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.જામજોધપુર ના બગધરા ગામ માં જુગાર રમી રહેલા વિકી પ્રવીણભાઈ ડાંગર , જગદીશગીરી ભાવગીરી ગૌસ્વામી , હાર્દિક પ્રવીણભાઇ ડાંગર , ઇલાબેન પરસોતમભાઇ ધોકીયા , જાગ્રુતીબેન મુકેશભાઇ પ્રેમજીભાઇ વારા , ક્રિષ્નાબેન રાજેશભાઇ બેચરભાઇ બાબરીયા , રેવંતીબેન વજુભાઇ બાબરીયા ને રૂ. રૂ ૨૫૩૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા. હતા.

ધ્રોલ માં જુગાર રમી રહેલા સુગરસિંગ લખનસિંગ કુશવા , કિશનભાઇ વિરજીભાઇ વાણીયા , વિક્રમભાઇ હિરાભાઇ ચાવડા , કરશનભાઇ મનસુખભાઇ રાઠોડ , સંજય ભૂપતભાઇ રાઠોડ ને રૂ. ૧૨,૮૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.ધ્રોલ ના હજામચોર ગામ માં જુગાર રમતા મુન્નાલાલ ભીખાભાઈ ભીમાણી , ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ છગનભાઈ ભીમાણી , લાલજીભાઈ ભવાનભાઈ ભીમાણી , ગુલાબસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને કરશનભાઈ ઉર્ફે કશુભાઈ જબરભા ભાન (ગઢવી) ની રૂ. ૧૮૦૫૦ ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

જામનગર ના પોલીસ હેડકટર પાછળ ના તંબોલી આવાસ એક વિંગ માં જુગાર રમાતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને જુગાર રમી રહેલા નરેન્દ્રસિંહ જસુભા જાડેજા , નિરૂભા પ્રવિણસિંહ જેઠવા , કુલદીપસિંહ હરૂભા ઝાલા , જ્યોત્સનાબેન પ્રવિણભાઇ કનખરા અને મીનાબેન વલીદાસ સોવચન સોલંકી , ફાલગુનીબેન વિકમભાઈ પરેસા ને રૂ ૧૦૨૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામજોધપુર ના વાંસજાળીયા માં ગંજીપાના થી જુગાર રમી રહેલા ભરતભાઇ કારાભાઇ મોરી , મુકેશભાઇ જેન્તીભાઇ મકવાણા , કીશોરભાઇ લખમણભાઇ સોલંકી ઉમેશભાઇ નથુભાઇ વૈરૂ , અજયભાઇ નટવરભાઇ સવસાણી ચીરાગભાઈ નાગાભાઇ કરમુર ને રૂ. ૧૪૨૬૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકા ના ધુડશીયા ગામ ના વડીસંગ ડેમ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા હસમુખભાઇ લાલજીભાઇ બુસા , પ્રશાંતભાઇ જેન્તીભાઇ ભંડેરી લલીત વલ્લભભાઇ વાગડીયા , ઉપેન્દ્રભાઇ લાલજીભાઇ બુસા , વિજયભાઇ ગીરધરભાઇ વાગડીયા , જયેશભાઇ ભીખુભાઇ બુસા અને કિશોરભાઇ રામજીભાઇ ભંડેરી ને પોલીસે પકડી પાડ્યા હતા. અને તેઓ પાસે થી રૂ. ૩૩૩૫૦ ની રોકડ કબજે કરી હતી.

મેળાનો વિવાદ યથાવત : નિર્ધારિત પ્લોટની બહાર લગાવેલી રાઈડો સીલ કરાઈ

0

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળા નો વિવાદ યથાવત : નિર્ધારિત પ્લોટ ની બહાર લગાવેલી બે રાઈડ સીલ કરાઈ

  • મંજૂરી વિના મેળા મેદાનમાં ઘુસી આવેલી પાંચ રેકડી અને પાંચ હાથથી ચાલતી ચકરડીને પણ બહાર કઢાવાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, ઓગસ્ટ ૨૫ જામનગર મહાનગરપાલિકા આયોજિત પ્રદર્શન મેદાનનો શ્રાવણી મેળો હજુ શરૂ થયો નથી, પરંતુ તેનો વિવાદ યથાવત રહ્યો છે, અને આજે રવિવારે મેળો પ્રારંભ થવાના દિવસે પણ મેળા બાબતનો વિવાદ યથાવત રહ્યો છે. મેળા મેદાનમાં લગાવેલી બેરાઈડ કે જેના બે સંચાલકોએ નિર્ધારિત જગ્યા કરતાં વધારે જગ્યા વાપરીને મોટી રાઈડ લગાવી હોવાથી તંત્ર દ્વારા બે રાઇડને બહાર કાઢી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ રાઇડ ધારકો દ્વારા તે રાઈડને બહાર કઢાઈ ન હતી.તે પૈકી ચિલ્ડ્રન રાઈડ ના ત્રણ નંબરના પ્લોટ માં લગાવેલી નાવડી નામની રાઈડ કે જેના પર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટીમે સાંકળ બાંધી તાળા મારી દીધા છે, અને રાઈડને સીલ કરી છે.તે ઉપરાંત ચિલ્ડ્રન રાઈડના આઠ નંબરના પ્લોટ માં પણ બ્રેકડાન્સ નામની રાઈડ કે જે નિર્ધારિત પ્લોટ કરતાં વધારે જગ્યામાં લગાવેલી હોવાથી તેને પણ સીલ મારી દેવાયા છે, અને તાત્કાલિક અસરથી બન્ને રાઈડને ખોલીને જગ્યા ખુલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખાની ટુકડી રવિવારના દિવસે મેળા મેદાનમાં બંદોબસ્ત માટે ગોઠવાઈ હતી. તેઓના ચેકિંગ દરમિયાન કોઇપણ પ્રકારની મંજૂરી વગર પાંચ રેકડી ધારકો મેળા મેદાનમાં ઘૂસી આવ્યા હોવાથી પાંચ રેકડીઓને બહાર કઢાવાઇ હતી, જ્યારે હાથથી ચાલતી ચાર ચકરડી ને પણ બહાર કઢાવી નાખીવામાં આવી છે, અને કોર્ટના હુકમ અનુસાર હાલ મેળો શરૂ કરાયો નથી. જેનો આખરી હુકમ આવી જાય, ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

જામનગર બ્રહ્મ સમાજના બહેનોએ પોલીસ ભાઈઓ સાથે રક્ષાબંધનનું પર્વ મનાવ્યું

0

જામનગરમાં બ્રહ્મ સમાજના બહેનોએ બેડી મરિન પોલીસ સ્ટેશનના PI તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધનનું પૂર્વ મનાવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯, ઓગસ્ટ ૨૫ જામનગર શહેરમાં બ્રહ્મ સમાજના બહેનોએ પોલીસ એ પ્રજાના મિત્ર છે, એ વાત તો ખરી, પરંતુ જામનગરના બહેનોના ભાઈઓ તરીકે પણ અડીખમ ઉભા રહીને સુરક્ષા પ્રદાન કરે છે, તેવી પ્રતીતિ વ્યક્ત કરવા માટે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફને રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું હતું.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મનિષાબેન સુંબડ ઉપરાંત અન્ય બ્રહ્મ સમાજના મહિલા અગ્રણીઓ મીનાબેન જ્યોતિષી, વૈશાલીબેન જોષી, હિરલબેન મીન, ભાગ્યશ્રીબેન પાઠક, ધારીણીબેન ત્રિવેદી, જાગૃતિબેન બીપીનભાઈ ત્રિવેદી, મીનાબેન વ્યાસ, અને માધવીબેન રાવલ વગેરેએ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.આઈ. વી.બી. ચૌધરી તેમજ અન્ય પોલીસ સ્ટાફ એએસઆઇ શક્તિસિંહ જાડેજા, રાજભા જાડેજા,ધર્મેન્દ્રસિંહ જેઠવા, રાજભા ઝાલા વગેરેને રાખડી બાંધી હતી, અને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું.પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સ્ટાફ વગેરે એ પણ તમામ બહેનો સાથે પોલીસ સ્ટેશનમાં બેસીને મુક્ત મને ચર્ચાઓ કરી હતી, અને પોલીસ અધિકારી તથા અન્ય પોલીસ ભાઈઓ વગેરે એ બહેનોને સુરક્ષાની સંપૂર્ણપણે ખાતરી ઉચ્ચારી હતી. સાથો સાથ એકબીજાને મીઠા મોઢા કરાવ્યા હતા, અને ભાઈ-બહેન ની પવિત્ર ફરજ નિભાવી હતી.

જામનગર ના પ્રદર્શન મેદાન માં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવ્યો: અરજદારને ૧૦,૦૦૦ નો દંડ

0

જામનગર ના પ્રદર્શન મેદાન માં લોકમેળો યોજવા સામે મનાઇ હુકમ મેળવવાનો દાવો અદાલતે ફગાવ્યો : અરજદારને ૧૦,૦૦૦ નો દંડ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મેળામાં ભીડ અને ટ્રાફિક જામ તેમજ અકસ્માત ની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરીને જામનગરના એક એક્ટિવિસ્ટે મેળો યોજવા સામે મનાઈ હુકમ મેળવવા માટે દાવો નોંધાવ્યો હતો, જે અદાલતે રદ કર્યો છે. અને એકટીવિસ્ટ ને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.આ દાવાની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધી ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ પ્રદર્શન મેદાનમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જગ્યા એસટી ડીવીઝનને ફાળવી દેવામાં આવી છે, જ્યારે બાકીની જગ્યામાં શ્રાવણી મેળો યોજાયાઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા, ભીડ અને અકસ્માતની ભીતિ સર્જાશે, તેવી દહેશત વ્યક્ત કરીને જામનગરના એકટીવીસ્ટ કલ્પેશ આસાણીએ જામનગરની અદાલતમાંથી મનાઈ હુકમ મેળવવા માટે દાવો દાખલ કર્યો હતો.જેમાં સૌપ્રથમ અદાલતે ૭મી ઓગસ્ટ ની તારીખ મુકરર કરી હતી, પરંતુ ૧૦ તારીખે મેળો શરૂ થઈ જતો હોય ખૂબ જ ઓછો સમય મળતો હોવાના કારણે એક્ટિવિસ્ટ દ્વારા સેસન્સ કોર્ટ માં અપીલ કરી હતી, અને ગઈકાલે સોમવારે તેની સુનાવણી રાખવામાં આવી હતી.જેમાં મહાનગરપાલિકા તરફે રોકાયેલા એડવોકેટ વિરલ રાચ્છ, તેમજ એક્ટિવિસ્ટના વકીલ વચ્ચે બે દિવસની લાંબી દલીલો ચાલી હતી. અદાલતે સમગ્ર પ્રકરણમાં અવલોકન કર્યા બાદ એકટીવીસ્ટ વારંવાર આવા દાવા લાવવાની ટેવ વાળા છે, તેવી રજૂઆતો અને મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન સંદર્ભેનું અવલોકન કર્યા બાદ એક્ટિવિસ્ટ કલ્પેશ આસાણીનો મનાઇ હુકમ મેળવવાનો દાવો ફગાવી દેવાયો છે, ઉપરાંત અદાલત ને ખર્ચ પેટે એક્ટિવિસ્ટરને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે, અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માં જમા કરાવવાનો આદેશ કરાયો છે. આ હુકમને લઈને આજે શ્રાવણી મેળો યોજવા માટેનો માર્ગ મોકળો થયો છે. જોકે તંત્ર દ્વારા પણ સંપૂર્ણપણે તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જામ્યુકો દ્વારા શ્રાવણી મેળા માટે પાકિંગ વ્યવસ્થા DCC , ITI ગ્રાઉન્ડ માં ગોઠવાઈ

0

જામનગર મહાનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન પાર્કિંગ માટે ડી.સી.સી. ગ્રાઉન્ડ તથા આઈ.ટી.આઈ માં વ્યવસ્થા ગોઠવાઈ

  • જામનગરના શ્રાવણી મેળામાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન પાર્કિંગ માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજ નું મેદાન સમથળ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, ઓગસ્ટ ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન પાર્કિંગના મુદ્દે પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડી.સી.સી. હાઈસ્કૂલ પાછળના મેદાનની વિશાળ જગ્યા તેમજ આઈ.ટી.આઈ. નું મેદાન વગેરે સ્થળે પાર્કિંગ કરવા માટેની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.જામનગરના પ્રદર્શન મેદાનની સામે આવેલું વિદ્યોતેજક મંડળ પરિસરનું વિશાળ ગ્રાઉન્ડ, કે જેમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ વિદ્યોતેજક મંડળના પ્રમુખ તથા અન્ય ટ્રસ્ટીગણ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જામનગર શહેરની જનતાની સુખાકારી ના ભાગરૂપે આ મેદાનમાં વહન પાર્કિંગ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે ઉપરોક્ત પરિસરમાં આવેલું જુનું બાલમંદિર વાળું બાંધકામ કે જે બિન ઉપયોગી અને જર્જરિત હોવાથી તેને તાત્કાલિક અસરથી ડીમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યું છે, અને પાર્કિંગ માટે વિશાળ જગ્યા ખુલ્લી કરી દેવા માટે જમીન સમથળ કરાવવામાં આવી રહી છે.આગામી દિવસોમાં અહીં લાઈટીંગ કે જેના થાંભલા ફીટ કરી પાર્કિંગની પૂર્તિ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેથી નગરજનોને મેળામાં આવવા માટે તેમજ પોતાના વાહન પાર્ક કરવા માટેની સુવિધા પ્રાપ્ત થઈ જશે.

જામનગર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા મહા એક્ઝિબિશન યોજાયુ : ૧૦૧ મહિલાઓએ ભાગ લીધો

0

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) મહિલા પાંખ આયોજિત મહા શેલનું આયોજન કરાયું હતું : જબરો પ્રતિસાદ મળતા મહિલા પાંખનો ઉત્સાહ વધ્યો

  • વિશ્વકર્મા બાગ ખાતે શનિ-રવિ માં યોજાયેલ શેલમાં ૧૦૦ વધુ મહિલાઓએ ભાગ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૬ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) મહિલા પાંખ દ્વારા તારીખ ૨ અને ૩ ઓગસ્ટ ના શનિ રવિ દરમિયાન જામનગરના ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં મહાશેલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહિલા પાંખ દ્વારા ૧૦૦ થી વધુ સ્ટોલ ઊભા કરી બ્રહ્મ સમાજની બહેનો માટે રોજગારીની તકો ઊભી કરી હતી તેમાં બ્રહ્મ સમાજના મહિલા પાંખ ની સાથે સમસ્ત બ્રહ્મસમાજ ની બહેનો એ  સહયોગ આપ્યો હતોજેમાં જામનગર શહેર ઉપરાંત લાલપુર, દ્વારકા, ખંભાળીયા, રાજકોટ, મોરબી, જુનાગઢ, ભૂજ વગેરે શહેરોના બહેનો દ્વારા એક્ઝીબીશનમાં વિવિધ જાતના ૧૦૦ થી વધારે સ્ટોલ રાખવામાં આવેલ છે. ખાસ કરીને બ્રહ્મસમાજની બહેનો દ્વારા ફેન્સી રાખડી, હાથ બનાવટ આભૂષણો, ડ્રેસ, સાડી, કીર્તી, લેગીન્સ, બ્યુટી પ્રોડક્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, ઘર સુશોભનની વસ્તુઓ, ખાણી-પીણીના સ્ટોલ, ઘર વપરાશ ઉપયોગી માટીના વાસણો જેવી અનેકવિધ વસ્તુઓના સ્ટોલ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સુંદર આયોજનમાં બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા ભારે જેમ જ ઉઠાવી હતી.

જામનગરમાં ચાલુ છકડા રીક્ષાએ ચાલકને હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

0

જામનગરના ધરાર નગર વિસ્તારમાં એક રિક્ષા ચાલકને દૂધ આપવા જતી વેળાએ ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવી જતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૫, જામનગરના ધરાનગર વિસ્તારમાં આજે સવારે એક કરુણ બનાવ બન્યો છે. દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ સંધિ નામના ૫૦ વર્ષથી આઘેડ કે જેઓ રીક્ષા છકડામાં દૂધ આપવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓને ચાલુ રિક્ષામાં એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, અને ચાલુ રીક્ષા માંથી નીચે પટકાઈ પડ્યા હતા, અને રિક્ષાછકડો પણ આગળ જઈને થંભી ગયો હતો.દરમિયાન તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, અને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, ત્યારબાદ પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ઇસ્માઈલભાઈ ના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન

0

કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, ઓગસ્ટ ૨પ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી અતિશય જર્જરિત અને દયનીય સ્થિતિમાં હોવાથી ગ્રામજનો અને આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે.આ “રસ્તો” હવે ખાડા-ટેકરાનું સાચા અર્થમાં સમાનાર્થી બની ગયો છે, અને તેના પરથી પસાર થવું એ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં, તંત્ર દ્વારા આ માર્ગની દુરસ્તી માટે કોઈપણ ગંભીર પગલાં લેવામાં ન આવતા, ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

ધાંધલપીપળીયા ગામનો આ માર્ગ, જે ગ્રામજનોને કાલાવડ તાલુકા મથક અને અન્ય નજીકના ગામો સાથે જોડે છે, તે હવે માત્ર માર્ગ ન રહેતા, એક જીવલેણ ફાંસલા સમાન બની ગયો છે. છેલ્લા દસ વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના પરિણામે મોટા ખાડાઓ, ઉબડ-ખાબડ સપાટી અને ધૂળની ડમરીઓ એ આ રસ્તાની નિયતિ બની ગઈ છે.
આ માર્ગ પરથી પસાર થતા નાના વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તો તે અત્યંત જોખમી પુરવાર થઈ રહ્યો છે.ચોમાસાની ઋતુમાં આ રસ્તાની સ્થિતિ વધુ વણસી જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો તળાવમાં ફેરવાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી ખાડાઓની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની જાય છે, અને પરિણામે વાહનચાલકોના સ્લીપ થવાના કે ગબડી પડવાના અનેક બનાવો બન્યા છે. આવા અકસ્માતોમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો જીવનું જોખમ પણ ઊભું થયું છે. બાળકો અને વૃદ્ધો માટે આ માર્ગ પરથી પસાર થવું એ રોજિંદી યાતના બની ગઈ છે.આ માર્ગની દુર્દશા એટલી હદે છે કે ગામમાં કોઈ બીમાર પડે તો તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ આ રસ્તા પરથી પસાર થતા ખચકાય છે, અથવા તો તેમને સમયસર પહોંચવામાં વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ પીપરડી જીઆઇડીસી, રાવકી જીઆઇડીસી, તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જતા ખેડૂતોના વાહનો, પણ દરરોજ આ રસ્તા પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓ વેઠે છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે, જેનાથી ગ્રામજનોને આર્થિક બોજ પણ વેઠવો પડે છે.સ્થાનિક ગ્રામજનો દ્વારા પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆતો કરવા છતાં, તંત્રના કાને ધાંધલપીપળીયા ગામના લોકોની વેદના અથડાઈ હોય તેવું લાગતું નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું તેમનું ગામ કાલાવડ તાલુકાના નકશામાં નથી, કે પછી તે કોઈ જંગલ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં વિકાસના કામો પહોંચી શકતા નથી..? આ સવાલોનો જવાબ તંત્ર પાસે નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચૂંટણીના સમયમાં આ જ રસ્તા પરથી અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે. મત માંગવા આવતા નેતાઓ ગામલોકોને મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ આ રસ્તો તેમની પ્રાથમિકતામાંથી બહાર નીકળી જાય છે. “આવતીકાલે રસ્તો બની જશે,” “પ્રક્રિયા ચાલુ છે,” “ફંડ મંજૂર થઈ ગયું છે” જેવા જવાબો આપીને વર્ષોથી ગ્રામજનોને વાયદાઓ પર જીવાડવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા દસ વર્ષથી રસ્તાની સ્થિતિ ‘જેમ હતી તેમ’ જ રહી છે, અને કદાચ વધુ ખરાબ થઈ છે.ગ્રામજનોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, જેથી તેઓ આ ગંભીર સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે તંત્ર પર દબાણ લાવે.એક લોકશાહી દેશમાં, જ્યાં સરકાર “સૌનો સાથ, સૌનો વિકાસ” ના સૂત્રને વળગી રહેવાનું દાવો કરે છે, ત્યાં ધાંધલપીપળીયા જેવા ગામનો એક દાયકાથી જર્જરિત રસ્તો તંત્રની ઉદાસીનતા અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. આશા રાખીએ કે તંત્ર વહેલી તકે સફાળું જાગે અને ધાંધલપીપળીયા ગામના લોકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત માર્ગ મળે, જેથી તેઓ પણ આધુનિક સમાજમાં સન્માનભેર જીવી શકે. રસ્તા બાબતે ગામના નવનિયુક્ત સરપંચ કાંતાબેન રાજેશભાઈ તાળાને રસ્તા અંગે પૂછતાં તેઓએ જણાવ્યું કે અમોએ આ અંગે મામલતદાર, ટીડીઓ કલેક્ટર તેમજ સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆતો કરેલી છે. હવે જોઈએ કે આગળ શું કાર્યવાહી કરે છે આ માર્ગનું સમારકામ એ માત્ર વિકાસનો પ્રશ્ન નથી, પરંતુ હજારો લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો પ્રશ્ન છે.

જામનગરમાં મોચી યુવાનનું ટ્રેન હડફેટે ચડી જતાં કરુણ મૃત્યુ

0

જામનગરમાં મુરલીધર સોસાયટીમાં રહેતા એક મોચી યુવાન નું ટ્રેન હડફેટે ચડી જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ઓગસ્ટ ૨૫, જામનગરમાં મુરલીધર સોસાયટી વિસ્તારમાં ચંદ્ર સરોવર એપાર્ટમેન્ટમાં રહેતો હસમુખ ભીખાભાઈ ઝાલા નામનો ૩૭ વર્ષનો મોચી યુવાન ગઈકાલે રાત્રિના દસ વાગ્યા ના સુમારે સમર્પણ રોડ પર જકાતનાકા પાસે આવેલી રેલવે ફાટક નજીકના પાટા ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન આવી જતાં પોતે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો, અને માથા અને મોઢા નો ભાગ છૂંદાઈ જતાં ગંભીર ઇજા થવાથી ઘટનાના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે સત્યમ કોલોની માં રહેતા હિતેશભાઈ નાગજીભાઈ સાવલિયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જી .જી હોસ્પિટલના ઉચાપત કાંડમાં મંડળના લેટર બોમ્બથી ખળભળાટ

0

જામનગરની સરકારી હોસ્પિટલ માં સરકારી નાણાં ની ઉચાપત કરવા અંગેનું ચર્ચાસ્પદ પ્રકરણ

  • ચોથા વર્ગના કર્મચારી ઉપર ઉચાપાત અંગે ની ફરિયાદ માં ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ જરૂરી

  • આઉટસોર્સિંગ એજન્સી ની ભૂંડી ભૂમિકા  સીવાય આટલુ મોટુ કાંડ શક્ય નથી : અનીલ બાબરીયા

  • ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩, ઓગસ્ટ ૨૫ જામનગર ની સરકારી ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ના વર્ગ – ૪ ના કર્મચારી ઉપર ઉચ્ચાપતની ફરિયાદ કરવા માં આવી છે. જ્યારે પણ ઉચાપત થાય ત્યાર માત્ર નાના કર્મચારી સામે જ ફરિયાદ કરવામાં આવે છે. જ્યારે મોટા અધિકારીઓ સામે ફરિયાદો થતી નથી. હકીકતે ઉપરી અધિકારીની સહી વગર કોઈપણ બિલ ની ચુકવણી થતી નથી , તો આવા અધિકારીઓને શા માટે બચાવવામાં આવે છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જામનગર જિલ્લા યુનિટ ના પ્રમુખ અનિલ બાબરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે , જામનગર ની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે વર્ગ – ૪ ના કર્મચારી ઉપર ખોટો પગાર ચડાવી ઉચ્ચાપત કરવાની ફરિયાદ જામનગરની ગુરુ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલ ના અધિકારી, મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે.

આ અગાઉ પણ આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા ગુરુ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલમાં ઉચ્ચાપાત થયેલ હતી, અને તેમની વિરુધ ફરિયાદ કરવામાં આવી હતી. આવા અનેક કિસ્સા બનેલ છે .તેમાં ફક્ત એક તરફ અને વર્ગ – ૪ ના કર્મચારી ની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે છે. આ ઉચ્ચાપત થયેલ છે, તે ઘણા લાંબા સમય થી ઉચ્ચાપત કરે છે તેવી ફરિયાદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે .આ ઉચ્ચાપત આટલા સમય થી ચાલતી હોય અને અધિકારીઓ ને ખબર ના હોય તેવું બને ખરું ? પરંતુ જયારે આવા કૌભાંડો ખુલે ત્યારે નાના કર્મચારી ઉપર આંગળી ચિંધાઈ છે. અને ફરિયાદ કરી અને અધિકારીઓ આમાં છટકબારી કરી છુટ્ટી જાય છે. આવા ઉચ્ચાપત ના પ્રકરણ વારંવાર બનતા હોય છે તો શું અધિકારીઓ અજાણ હોય છે ? જયારે પણ કઈ ફરિયાદ કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે, અમે વિશ્વાસ થી સહી કરી દઈએ છીએ. પરંતુ આટલા મોટાસમય થી આ બનાવ બનતા હોય છે તે તેને ધ્યાન જ હોય છે અને અધિકારી પોતે પણ આમાં સંડોવાયેલા હોય છે .અને આમાં ભાગ બટાઈ માં સામેલ હોય છે. બધા જ બીલો માં અધિકારીઓ ની સહી આવે છે , અને પછી જ ટ્રેઝરી ઓફીસમાં જાય છે અને પછી જ પાસ થાય છે.

આ બધી તપાસવાની જવાબદારી અધિકારીની હોય છે. આઉટસોર્સિંગ એજન્સી સેનેટરી ઇન્સ્પેકટર તેમજ વહીવટી અધિકારી ને બીલ મુકે છે તે અધિકારી તપાસ કરી અને પછી જ બીલ માં સહીઓ કરે છે.તો શું આ બધા અધિકારીઓને ખબર વગર એમ જ સહી કરી નાખે છે ? આ બધા અધિકારીઓ જેમાં મેડીકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર આમાં સામેલ હોય છે અને આઉટસોર્સિંગ એજન્સી સાથે મળેલ હોય છે અને તેને બીલ પાસ કરવા માટે મોટી મોટી રકમ આપવામાં આવતી હોય છે. અને એજન્સી એ બીલ પાસ કરવવા માટે ના પૈસા પાસ કરવા માટે ખોટા આઉટસોર્સિંગ એજન્સી ઓ કર્મચારીઓના નામ બતાવે છે. અને આમ નાના કર્મચારીઓ ને સંડોવે છે .આમાં નાનો કર્મચારી ચિઠ્ઠી નો ચાકર હોય છે.
આજ દિવસ સુધી જયારે જયારે આવા બનાવ બનેલ છે તેમાં ફક્ત અને ફક્ત નાનો કર્મચારી ની જ સંડોવણી ખુલતી હોય છે. અને મોટા-મોટા મગરમચ્છો આમાં થી બાકાત રહી જતા હોય છે. ક્યારેય પણ પોલીસ દ્વારા કે ઉપર થી આવતી તપાસ દ્વારા અધિકારીઓ ની તપાસ કરવામાં આવતી નથી અને નાના કર્મચારીઓ ને જ ફસાવી દેવામાં આવે છે.

આ ઉચ્ચાપત માં મોટા માથાઓ અધિકારીઓ સામેલ છે, તેની તટસ્થ રીતે તપાસ થાય અને સત્ય બહાર લાવવામાં આવે તેવી અમારી કર્મચારી મહામંડળ જીલ્લા યુનિટ જામનગરની લાગણી અને માંગણી છે. આગામી સમય માં આ તપાસ કરવામાં નહિ આવે અને અધિકારીઓ ઉપર પગલા લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે .

આ બધા પ્રકરણ માં આઉટસોર્સિંગ એજન્સી ઓનો મોટો ફાળો છે. અને પોતાને કમાવવા માટે અન્ય ની બલી ચડાવવામાં આવે છે .આઉટસોર્સિંગ એજન્સીઓ ના કર્મચારી હોય અને તેની તમામ જવાબદારી આઉટસોર્સિંગ એજન્સી ની થાય છે. પરંતુ આની સાથે સાથે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર, વહીવટી અધિકારી તેમજ એકાઉન્ટ ઓફિસર પણ સામેલ છે. જેથી આઉટસોર્સિંગ એજન્સી ને પોલીસ ફરિયાદ થી બચાવવાના પ્રયત્ન કરી ને સીધે સીધી પોલીસ ફરિયાદ કર્મચારી ઉપર કરવામાં આવે છે. જેથી તાકીદે પગલા લેવા જોઈએ.તેમ પણ અનિલભાઈ પી. બાબરિયા ( પ્રમુખ ગુજરાત રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મહામંડળ જીલ્લા યુનિટ જામનગર ) એ વધુ માં આ રજૂઆત માં જણાવાયું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.