Sunday, October 11, 2026
Home Blog Page 61

જામનગર માં એક વકીલ સામે ખોટી ફરિયાદ નોંધાતા બાર એસોસિએશન આક્રમક

0

એક વકીલ સામે ખોટી ફરિયાદ નોંધાતાં : જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ આક્રમક રજૂઆત : લડી લેવાના નિર્ધાર કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૪, ઓગસ્ટ ૨૫    જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા સામે પોલીસ માં ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવતા આજે જામનગર બાર એસોસિએશન ના નેજા હેઠળ જિલ્લા પોલીસ વડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.અને ખોટી ફરિયાદ રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ મુદ્દે જરૂર પડ્યે ઉગ્ર લડત આપવાની પણ ચિમકી આપવામાં આવી છે.તાજેતર માં એક મહિલા એ પોતાના ઘર માં તોડફોડ કરીને ઘર ખાલી કરવાની ધમકી આપવા અને ૫૦,૦૦૦ ની માંગણી કરવા અંગે નામચીન શખ્સ દિવલા ડોન સહિત ના ઓ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી . જેમાં સહ આરોપી વકીલ નિર્મળસિંહ નું નામ પણ પોલીસ ફરિયાદમાં દર્શાવાયું હતું.આથી આજે જામનગર બાર એસોસિએશન ની બેઠક પ્રમુખ ભરત સુવા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. અને ત્યાર પછી વકીલ મંડળના સભ્યો જામનગર જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પહોંચયા હતા.જ્યાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જામનગર વકીલ મંડળના સભ્ય વકીલ નિર્મળસિંહ જાડેજા ને આ કામમાં ખોટી રીતે આરોપી બનાવેલ હોય અને તેઓ બનાવ વાળી જગ્યાએ કે બનાવમાં ક્યાંય ભાગ લીધેલ ન હોય તેમ છતાં માત્ર અને માત્ર અગાઉ તેવો આરોપી દીવાલો ડોન ના વકીલ રહેલ હોવાના કારણે આ ફરિયાદી કે જે અગાઉ વેશ્યાવૃત્તિ ધારામાં પટેલ કોલોની માંથી પકડાયેલ હતી તે જ ફરિયાદિ એ ખોટા આક્ષેપો સાથેની ફરિયાદ અન્ય આરોપી સામે આપેલ હોય તેમાં વકીલ નિર્મળસિંહ જાડેજા ને સહ આરોપી ખોટી રીતે બનાવેલ છે. આ રજૂઆતમાં એમ પણ જણાવાયું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ આપવામાં આવે તો શું તેની સામે ગુનો નોંધવામાં આવે ? આ પ્રકરણમાં કોને મિલીભગત છે. ?! વકીલ નિર્મળસિંહ જાડેજા નું નામ આ ફરિયાદમાંથી રદ કરવું જોઈએ અને તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે કરાવવામાં આવે. અને જ્યાં સુધી યોગ્ય તપાસ ના થાય ત્યાં સુધી વકીલ ની ધરપકડ કરવામાં આવે નહીં તેવી માંગણી કરવામાં આવી હતી .અને જરૂર પડ્યે ઉગ્ર લડત આપવા ની પણ ચિમકી આપવામાં આવી હતી. આ રજૂઆત સમયે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા, ઉપ પ્રમુખ ભરતસિંહ જાડેજા સેક્રેટરી મનોજ ઝવેરી , જયેન્દ્રસિંહ ઝાલા , રાજેશ ગોસાઈ , કેતન આશર સહિત ના વકીલો જોડાયાં હતા.

જામનગરના સિક્કામાં પ્રેમ સંબંધ હત્યા સુધી પહોંચ્યો : પ્રેમિકાને તલવારના ધા ઝીંકાયા

0

જામનગર તાલુકાના સિક્કામાં મોડી રાત્રે વિપ્ર વિધવા મહિલાની તલવારના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

  • સિક્કામાં રહેતા સુખદેવસિંહ વીરાજી જાડેજા અને મૃતક વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમ સંબધ હતો , બન્ને વચ્ચેના મતભેદ હત્યા સુધી પહેચ્યો

  • સિક્કા હાઈવે પર હોટલ ચલાવતો એક શખ્સ મહિલા પાસે અઘટિત માંગણી કરતાં ઇન્કાર કર્યો હોવાથી હત્યા નીપજાવાઈ હોવાનું પ્રાથમિક તારણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૫, જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા વિપ્ર મહિલાની ગઈ મોડી રાત્રે તલવારના ચાર જેટલા ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવાઈ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે,મહિલા પાસે અગત્યની માંગણી કરતાં તેનો ઇનકાર કર્યો હોવાથી આ હત્યા નીપજાવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત કરાઈ છે.આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતી નીલમબેન મહેશભાઈ અશવાર નામની ૩૬ વર્ષની વિધવા મહિલા, કે જેના ઉપર રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તલવારના ચાર જેટલા ઘા ઝીંકી ડી હત્યા નિપજાવાઈ હતી, અને તેણીનું બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવ અંગે સલાયામાં રહેતા મૃતક નીલમબેન ના ભાઈ જયદીપભાઇ અરવિંદભાઈ વ્યાસે સિક્કા પોલીસ મથકમાં આવી પોતાની બહેનની હત્યા નિપજાવવા અંગે સિક્કામાં જ રહેતા અને સિક્કા હાઈવે રોડ પર હોટલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મૃતક મહિલા પાસેથી અઘટિત માંગણી કરી હોવાથી તેનો ઇનકાર કર્યો હોવાના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી સિક્કા પોલીસ તેને શોધી રહી છે.મૃતક મહિલા, કે જેના પતિનું અવસાન થઈ ગયું છે, અને પોતાના બે સંતાનો સાથે પંચવટી સોસાયટીમાં રહેતી હતી. અને આરોપીના સંપર્કમાં આવ્યા બાદ કઈ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને આ હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સિક્કા પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.

ખોટા મત થી ભાજપ ને ફાયદો કરાવી દેવાનું કારસ્તાન ને ખુલ્લું પાડતા રાહુલ ગાંધી ના કાર્યક્રમ LED માં રજૂ કરાયો

0

જામનગર : ખોટા મત થી ભાજપ ને ફાયદો કરાવી દેવાનું કારસ્તાન ને ખુલ્લું પાડતા રાહુલ ગાંધી ના કાર્યક્રમ એલઈડી માં રજૂ કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ઓગસ્ટ ૨પ, ગત સપ્તાહ માં લોકસભા ના વિરોધ પક્ષ ના નેતા રાહુલ ગાંધી એ દેશભર મા ભાજપ ના ઇશારે ચૂંટણી પંચે દેશ ભર માં ખોટા મત ઉમેરી ભાજપ ને ફાયદો કરાવવા માટે સંવિધાનિક વિરોધી કામ કરેલ છે .માટે રાહુલજી ની આ અંગે ની પત્રકાર પરિષદ ની વાત જન જન સુધી પોહચડવા માટે આજે તા. ૧૩ ના લાઈવ એલ ઈ ડી મા દર્શાવી જનતા વચ્ચે રજૂ કરવામાં આવી હતી.આજે સાંજે સાત વાગ્યે શહેર ના ખોડિયાર કોલોની , એરોડ્રામ રોડ ,શાક માર્કેટ પાસે , નીલકમલ ચોકડી માં આયોજિત આ કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , યુવક કોંગ્રેસ પ્રમુખ તોશિફખાન પઠાણ, કોંગ્રેસ ના કોર્પોરેટરો ,કાર્યકરો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો એ રાહુલ ગાંધી ના કાર્યક્રમ એલઈડી માં નિહાળ્યો હતો.જેમાં મત ની ‘ રમત ‘ અંગે કેટલાક ચોંકાવનારા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

જામનગરની ઇન્દિરા સોસાયટીમાં પુત્રવધુ એ ત્રણ મહિલા સાથે મળી સાસુના વાળ પક્ડી ઢસડીને માર માર્યો

0

જામનગરમાં નવાગામ ઘેડ નજીક ઇન્દિરા કોલોનીમાં સાસુ- વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : વહુ એ સાસુ પર હુમલો કર્યો

  • રીસમણે બેઠેલી પુત્રવધુએ પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો સાથે સાસુ ના ઘરમાં ધસી આવી સાસુના વાળ પકડી-ઢસડીને માર માર્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ ઓગસ્ટ ૨૫, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં સાસુ વહુ વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા જેવા દ્રશ્ય સર્જાયા છે, અને રિસામણે બેઠેલી પુત્રવધુએ સાસુ ના ઘરે પોતાના પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો સાથે ધસી આવી હંગામો મચાવ્યો હતો, અને સાસુના વાળ પકડી ઢસડીને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા કોલોની શેરી નંબર ૧૦ માં રહેતા ભારતીબેન ભાવચંદભાઈ વઢવાણી નામના ૬૫ વર્ષના ગોલારાણા જ્ઞાતિના વૃદ્ધ મહિલાએ પોતાને વાળ પકડી ઢસડી ને માર મારવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની જ પુત્રવધુ પાયલબેન ધર્મેશભાઈ વઢવાણી ઉપરાંત તેણીના પરિવારના અન્ય ત્રણ મહિલા સભ્યો ભારતીબેન, ભૂમિબેન, તેમજ ગીતાબેન સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પુત્રવધુ પાયલબેન કે જે છેલ્લા ૧૫ દિવસથી રિસામણે બેઠી હતી, અને પોતાના માવતરે ચાલી ગઈ હતી.દરમ્યાન ગઈકાલે કપડાં લેવાના બહાને અન્ય ત્રણ મહિલાઓ સાથે સાસુના ઘરમાં ધસી આવી હતી, અને મારે છુટાછેડા જોઈએ છે, તેમ કહી દબાણ કર્યું હતું, અને સાસુ સાથે ઝઘડો કર્યા પછી મારામારી કરી હતી, ત્યારબાદ તેઓના વાળ પકડીને ઢસડી અન્ય મહિલાઓની મદદથી મારકુટ કરીને ભાગી છુટ્યા હતા. જે મામલે પુત્રવધુ અને તેના પરિવારના અન્ય ત્રણ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવે છે.

જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધમકી

0

જામનગર જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીની નજરે જોનાર સાક્ષીને પતાવી દેવાની ધમકી

  • આરોપીએ તેના સાળાના વ્હોટ્સએપ કોલમા સાક્ષીને ધમકાવ્યો હોવાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩, ઓગસ્ટ ૨૫ લાલપુર તાલુકાના ભણગોર ગામે હાલ રહેતા અને જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શખ્સએ નજરે જોનાર સાક્ષીને તેના સાળાના મોબાઈલ ફોન પર વ્હોટ્સ એપ કોલમા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે લાલપુર પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા નામના યુવાને ગામના રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા નામના હાલ જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજાના કાકાના દીકરા વિરેન્દ્રસિંહ જાડેજાની હત્યા નીપજાવવામાં આવેલ હોય અને આ હત્યા કેસમાં હાલ જિલ્લા જેલ જામનગર ખાતે કાચા કામના કેદી તરીકે રાજદીપસિંહ જાડેજા નામનો શખ્સ સજા ભોગવતો હોય આ અત્યારનો બનાવ ગ્રીન પાન ખાતે જે તે સમયે બનેલ તે દુકાનના માલિક પંકજભાઈ રાયચુરાએ જોયેલ અને તેઓ નજરે જોનાર સાક્ષી તરીકે હોય જેઓને આ કેસમાં ગત તારીખ ૧૪ ના રોજ મુદત હોય તેને આરોપીએ પોતાના સાળા હરપાલ સિંહના મોબાઇલ ફોન ઉપર વ્હોટ્સ એપ કોલમા ” જો તું કોર્ટમાં સાક્ષી તરીકે જુબાની આપીશ અને મારું નામ બોલીશ તો મને સજા થશે અને સજા થશે તો પેરોલ ઉપર છૂટી જઈશ તને મારી કે મરાવી નાખીશ. મારી પાસે 50 વીઘા જમીન છે તે વહેંચીને પણ મરાવી નાખીશ એક ને મારી નાખવામાં પણ એટલી જ સજા છે અને ત્રણને મારી નાખવામાં પણ એટલી જ સજા પડે” તેમ જણાવી ખોટા પુરાવા આપવા સાહેદને મોબાઈલ ફોન ઉપર ધમકાવી પતાવી દેવાની ધમકી આપતા રાજદીપસિંહ જાડેજા સામે પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા એ લાલપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં અત્યાધૂનિક ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત કરાયું

0

જામનગર ના મચ્છર નગર વિસ્તારમાં સૌ પ્રથમ વખત એસી. સહિતની સુવિધા યુક્ત અત્યાધૂનિક ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત કરાયું

  • જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાની ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે લાઇબ્રેરીનું થશે નિર્માણ

  • પોલીસ ભરતી થી લઈને અનેક ઉચ્ચ અભ્યાસ ક્રમ સાથેના પુસ્તકો પણ આ અત્યાધુનિક મહારાણા પ્રતાપ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ઓગસ્ટ ૨૫, જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાસ ચિંતિન કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -૨ માં ગંગેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવેલા કોમન પ્લોટ માં એ.સી. સહિતની તમામ સુવિધાઓથી સુસજ્જ એવા મહારાણા પ્રતાપ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલય નું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના કોમ્પિટિટિવ પરીક્ષા (સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને પોલીસ ભરતી સહિતની ઉચ્ચ અભ્યાસક્રમ ના પુસ્તકો વગેરેના વાંચન માટે પુસ્તકો સહિતની સુવિધા સભર યોગ્ય સ્થળ મળી રહે, તેવા ઉમદા હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની વર્ષ ૨૦૨૩-૨૪ ની માર્ગ અને મકાન વિભાગ ની સ્પેશિયલ ૧૦૦ ટકા ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ તેમજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલય નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત ગઈકાલે મંગળવાર તારીખ ૧૨.૮.૨૦૨૫ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છર નગર વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવેલા કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું.જે ખાતમુહૂર્ત ના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, કિશનભાઈ સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, જસુબા ઝાલા, પ્રભાબેન ગોરેચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, નગર ના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, શહેર ભાજપ ના વોર્ડ પ્રમુખ- મહામંત્રીઓ તથા રાજપુત સમાજના અગ્રણીઓ અને સ્થાનિક વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે સર્વેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિની સાથે નવા પુસ્તકાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.જે સર્વેનું ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અભિવાદન કરાયું હતું.

જામનગરમાં ચકચારી બનેલા વ્યાજ વટાવ કેસમાં આરોપી આગોતરા જામીન મુક્ત

0

જામનગર : પ લાખના ૨૪ લાખ લીધા બાદ પણ વ્યાજ અને મુદલની રકમની માંગણી માટે અસહ્ય ત્રાસ આપી ચેક લખાણો કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતી જામનગર કોર્ટ

  • ફરસાણના વેપારી પાસેથી આરોપીએ લાખો રૂપિયાનો માલ વ્યાજની રકમ પેટે જુટવી લઈ ગયા હોવાની પણ રાવ હતી

  • કોરા ચેકો પડાવી લઈ અને ૨૪ લાખનો ખોટો ચેક રીટર્ન કરાવી અને નોટીસ આપેલ હતી

  • વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો અને લાંબા કાનૂની જંગ બાદ ઓરોની આગોતરા જામીન મુક્ત

  • હાથ ઉંછીના લીધેલા પૈસા પરત ન કરવા પડે તે માટે ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલ છે : એડવોકેટ :- રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા . ૧૩ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, રામેશ્વરનગર ખાતે વસવાટ કરતા સીધી વેપારી સુમીતભાઈ મહેશભાઈ પરવાણીએ આરોપી વિજયસીંહ પ્રભાતસીંહ જાડેજાઓ પાસેથી ધંધાના કામે જરૂરીયાત હોવાથી જે તે વખતે ૫ લાખની રકમ ૪ ટકાના વ્યાજે લીધેલ હતી, આરોપીને ફરીયાદી નિયમીત રીતે ૪ ટકા વ્યાજ ૨૦ માસ સુધી રૂા.૪,૦૦,૦૦૦/- જેટલું ચુકવી આપેલ હતું, અને આરોપી ફરીયાદીની દુકાનેથી જથ્થાબંધ માલ લઈ જતા અને તે વ્યાજ ખાતે જમાં લેતા હતા, ત્યારબાદ ફરીયાદીની આર્થીક સ્થિતી ખરાબ થઈ જતાં તેમના દ્રારા પૈસા આરોપીને વ્યાજની રકમ આપવામાં વહેલા મોડું થતું તો આરોપી તેમની દુકાને આવી અને માથાકુટ કરતાઅપશબ્દો બોલતા અને અપમાનીત કરતા, ત્યારબાદ ફરીયાદીએ તેમના પાસેથી માલ અને વ્યાજની રકમ બાબતે હિસાબ કરાવતા તેઓએ આરોપીને માલ રોકડ સહીત કુલ ૧૫ લાખની રકમ ચુકવી દીધેલ હોવાના હીસાબો રજુ કરેલ, તે આરોપીએ માન્ય ન રાખી અને અહય દુ:ખ, ત્રાસ આપી અને ચેકો પડાવી લીધેલ અને લખાણ કરાવી લીધેલ, ત્યારબાદ આરોપીએ આ ચેકનો દુરૂપયોગ કરી રીટર્ન કરાવી અને ચેક રીટર્નનની નોટીસ પણ આપેલ અને ત્યારબાદ આરોપીએ ફરીયાદીના ઘરે અને ધંધાના સ્થળે રોજબરોજ આવી અને તકરાર કરતા માથાકુટ કરતા અને જેમફાવે તેમ વર્તન કરતા અને તેમના ઉપર અત્યંત દુ:ખ,ત્રાસ આપેલ અને ૨૪ લાખ નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ,તે બાબતની ફરીયાદી આરોપી સામે ફરીયાદીએ જાહેર કરતા, આ આરોપી વિજયસીંહ ધ્વારા નામ.અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ તેમાં પોલીસ તરફે લેખીતમાં અને સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, એફ.આઈ.આર.માં ફરીયાદીનું નામ છે, ફરીયાદી ઉપર ખુબજ દુઃખ,ત્રાસ આપેલ અને જુલમ કરેલ છે, તેવા સચોટ પુરાવા છે, આરોપીએ લાયસન્સ વગર મોટી પઠાણી ઉધરાણી કરી અને રાક્ષસી વ્યાજ વસુલ કરેલ છે, ફરીયાદીને ધમકાવી અને દુકાનમાંથી લાખો રૂપિયાની ચીજ વસ્તુ લઈ ગયેલ છે, તે એક પ્રકારની લુંટ જ ગણાય અને આરોપી ગુન્હો દાખલ થયા બાદ નાશતા ફરે છે, આરોપી ખુબજ માથાભારે છે અને સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે, અને ડરાવી ધમકાવી અને ફરીયાદી સાથે સમાધાન કરાવડાવી અને ખોટા સોગંદનામાઓ કરે કરાવે તેમ છે, જેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે ધારદાર દલીલો કરવામાં આવેલ કે, સમગ્ર વ્યવહાર આર્થીક વ્યવહાર છે અને જે રકમ આપેલ છે તે કોઈ વ્યાજની રકમ નથી, તેને માત્ર અને માત્ર મદદરૂપ થવા માટે હાથ ઉછીની રકમ આપેલ અને આ પ્રકારની ખોટી ફરીયાદમાં આરોપીને સંડોવી દઈ અને હાથ ઉછીની રકમ લીધેલ છે,તે પરત ન આપવી પડે જેથી ખોટી ફરીયાદ કરે છે, માટે આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેમ દલીલો કરવામાં આવેલ, આમ તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી વિજયસીંહ પ્રભાતસીંહ જાડેજાને નામ.અદાલતે આગોતરા જામીન ઉપર મુક્ત કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરના વોર્ડ નંબર -૨ ના મચ્છર નગર વિસ્તારમાં ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત

0

લાઈબ્રેરી એ માત્ર પુસ્તકોથી ભરેલો ખંડ નથી, પરંતુ જ્ઞાન પ્રાપ્તિનો દ્વાર છે : ધારાસભ્ય રિવાબા જાડેજા

  • જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર -૨ માં મચ્છર નગર વિસ્તારમાં ‘મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’ નું ખાતમુહૂર્ત

  • જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જાડેજાની ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે લાઇબ્રેરીનું થશે નિર્માણ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, ઓગસ્ટ ૨૫ જામનગર ના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પણ ચિંતિત છે, અને ખાસ કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -૨ માં નવા અને અત્યાધુનિક તમામ સુવિધાઓથી સુસજ્જ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખના ખર્ચે નવા પુસ્તકાલય નું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના વોર્ડ ૦ર માં કોમ્પિટિટિવ પરીક્ષા(સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને વાંચન માટે પુસ્તકો તેમજ યોગ્ય સ્થળ મળી રહે, એ હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા ૩૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલય નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત મંગળવાર તારીખ ૧૨.૮.૨૦૨૫ ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છર નગર વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. જે ખાતમુહૂર્ત ના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તાર ના સર્વે નાગરિકોએ પસ્થિત રહેવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરની અદાલતે લાંબા કાનૂની જંગ પછી અરજી રદ કરતાં મેળો યોજવાનો માર્ગ મોકળો

0

જામનગરમાં શ્રાવણી મેળો યોજવા અંગેની અનિશ્ચિતતા ના વાદળો આખરે દૂર થયા

  • જામનગરની અદાલતે લાંબા કાનૂની જંગ પછી અરજી રદ કરતાં મેળો યોજવાનો માર્ગ મોકળો થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, પરંતુ ટ્રાફિક સહિતના મુદ્દાને લઈને મેળાના આયોજન સામે જામનગરની અદાલતમાં મનાઈ હુકમ મેળવવા માટે નો દાવો કરવામાં આવ્યો હતો.જામનગરના એક નાગરિક દ્વારા મેળો યોજવા સામે મનાઇહુકમ મેળવવા માટે અરજી કરાઈ હતી, અને જુદા જુદા કારણો રજૂ કરાયા હતા. તેમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા, અને નીચેની અદાલત તેમજ સેશન્સ અદાલતમાં આ મામલે ગત સપ્તાહે કાનૂની જંગ ચાલ્યો હતો.એક તબક્કે અદાલત દ્વારા મેળાના આયોજન માટે હંગામી સ્ટે આપ્યો હતો, અને નીચેની અદાલતમાં ફરીથી સુનવણી થઈ હતી. જેમાં શુક્રવારે લાંબા કાનૂની જંગ બાદ ફાઇનલ ચુકાદો સોમવાર પર મુલતવી રાખ્યો હતો.દરમિયાન આજે અદાલત દ્વારા મહાનગરપાલિકાની ની તરફેણમાં ચુકાદો આપ્યો છે, અને મનાઈ હુકમ મેળવવાની માંગણી રદ કરી છે. જેથી હવે શ્રાવણી મેળો યોજવા માટેનો માર્ગ મોકળો બન્યો છે, અને તંત્ર ફરીથી તડામાર તૈયારીમાં લાગી ગયુ છે. આગામી સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા મેળા નો પ્રારંભ ક્યારથી થશે, તેની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. અને આગામી સાતમ આઠમના તહેવારો દરમિયાન જામનગર શહેર જિલ્લાની પ્રજા મેળાનું મનોરંજન માણી શકશે.

જામનગરમાં કાશી વિશ્વનાથ રોડ પરથી એક સિક્યુરિટી ગાર્ડ ઈંગ્લીશ દારૂ સાથે પકડાયો

0

જામનગરમાં કાશી વિશ્વનાથ રોડ પરથી એક સિક્યુરિટી ગાર્ડ ઈંગ્લીશ દારૂ સાથે પકડાયો

  • ગોરધન પરના પાટીયે ડબલ સવારી બાઈકમાં નીકળેલા બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ર૫, જામનગરના હાપા વિસ્તારમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો રુદ્ર ઉર્ફે કાનો રાજુભાઈ પરમાર નામનો શખ્સ ગઈકાલે કાશી વિશ્વનાથ રોડ પરથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળતાં સીટી બી. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધન પર ના પાટીયા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા પ્રવીણ દેવાણંદભાઈ ગઢવી તેમજ સાજણ રાણાભાઇ ગઢવીને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ બાઈક અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.