Saturday, October 10, 2026
Home Blog Page 60

જામનગર ના નવનિયુક્ત એસપી એ આજે પદ નો ચાર્જ સંભાળ્યો : ગાર્ડ ઓફ ઓનર અપાયું   

0

જામનગર ના નવનિયુક્ત એસ.પી.એ આજે પદ નો ચાર્જ સંભાળ્યો : ગાર્ડ ઓફ ઓનર અપાયું 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લાના નવનિયુક્ત એસ.પી. ડો. રવિ મોહન સૈની એ આજે વિધિવત્ રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમનું પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. જામનગર થી બદલી પામી વિદાઈ લઈ સુરેન્દ્રનગર જનારા એસ.પી. પ્રેમસુખ ડેલુ એ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. આ સમયે તમામ ડીવાયએસપી સહિત ના પોલિસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના દરેડમાં ડાઇનિંગ હોલ સંચાલક અને તેના પરિવાર દ્વારા સરાજાહેર ખૂની હુમલો : Video વાયરલ

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ડાઇનિંગ હોલ ચલાવતા એક સંચાલક અને તેના પરિવારના બે મહિલા સહિતના છ સભ્યોનો હંગામો

  • ડાઇનિંગ હોલમાં જમવા આવેલા એક ખાનગી કંપનીના સુપરવાઇઝર અને તેના માલિક ઉપર હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા ની ફરિયાદ

  • આરોપી :- (૧) સુનીલભાઇ નંદા (૨) વીશાલ સુનીલ નંદા (૩) ધ્રુવ સુનીલ નંદા (૪) રોહીતભાઇ નંદા (૫) નીશા સુનીલ નંદા (૬) માયાબેન વશીયર

  • સમગ્ર ઘટના અંગે મારા મારી નો Video વાયરલ થતા ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૧ ઓગસ્ટ ૨પ, જામનગર નજીક દરેડ વિસ્તારમાં ડાઇનિંગ હોલ ચલાવતા એક વેપારી અને તેના પરિવારના બે મહિલા સહિતના છ સભ્યોએ હંગામો મચાવ્યો હતો, અને ડાઇનિંગ હોલમાં જમવા આવેલા એક ખાનગી કંપની ના સુપરવાઇઝર સાથે બબાલ કરી મારકૂટ કર્યા પછી તેને બચાવવા આવેલા તેના માલિક ઉપર પણ હુમલો કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ખાનગી કંપની ચલાવતા હરદેવસિંહ બટુક સિંહ વાળા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી જણાવ્યું છે, કે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ ડાઇનિંગ હોલ ચલાવતા સુનિલભાઈ નંદા તેમજ તેના પરિવારના વિશાલ નંદા, ધ્રુવ નંદા, રોહિત નંદા, નિશાબેન નંદા, અને માયાબેન વગેરે લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી નાખ્યા ની ફરિયાદ નોંધાવી છે.પોતાની કંપનીના સુપરવાઇઝર સંજીવ કુમાર દ્વિવેદી, કે જેઓ ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયા હતા, ત્યારે જમવા બાબતે સંજીવ કુમાર તેમજ ડાઇનિંગ હોલના સંચાલકો સાથે તકરાર થઈ હતી, અને તેને મારકુટ કરતા હતા. તેથી હરદેવસિંહ વાળા તેને બચાવવા માટે ગયા હતા.દરમિયાન તેના ઉપર પણ તમામ છ શખ્સો એ હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પંચ.બી પોલીસે બીએનએસ ની કલમ ૧૧૭ ( ૨) , ૧૧૮(૨) ,૧૧૫ (૨) ,૩૫૨,૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબ વધુ તપાસ ચલાવે છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી

0

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો

  • ધ્રોલ અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ: જામનગર શહેર જોડીયા અને જામજોધપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા

  • ગઈકાલના વરસાદથી સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં જામનગરવાસીઓ તથા આસપાસના ખેડૂતો ખુશ ખુશાલ બન્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લામાં મેઘરાજાની અવિરત મેઘ સવારી ચાલુ રહી છે, જેમાં ખાસ કરીને ગઈકાલે કાલાવડ પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને બપોરે ૧૨.૦૦ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. અનેક નદી નાળાઓમાં પુર આવ્યા હતા.

ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો . આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૧૨૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં ૧૩ મી.મી., જ્યારે લાલપુરમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.જામનગર શહેરમાં પણ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને કુલ આઠ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે જોડિયામાં ૯ મી.મી., તેમજ જામજોધપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે.

ગઈકાલના વરસાદને લીધે જામનગર શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ જતાં નગરજનો ખુશખુશાલ બન્યા છે, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી તે વિસ્તારના ખેડૂતો પણ આનંદિત થયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક જળાશયોમાં પણ પાણીની આવક અવિરત ચાલુ રહી છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નવા ગામમાં ૩૦ મી.મી, મોટા પાંચ દેવડામાં ૩૬ મીમી વરસાદ નોંધાયો છે. તે જ રીતે જામજોધપુરના સમાણામાં ૨૩ મી.મી., વાંસજાળીયામાં ૪૦ મી.મી., ધૂંનડામાં ૨૪ મી.મી., લાલપુરના હરીપરમાં ૨૦ મી.મી., જ્યારે માણપુરમાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગરમાં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : VIDEO બનાવી લીધો

0

જામનગરના સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • સગીર બાળક સાથે જ તેના પરિચિત એવા ચાર સગીર બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો વિડિયો પણ બનાવ્યો

  • સગીર બાળકની માતા ફરિયાદ આપવા તૈયાર ન થતાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો : આરોપી સંદર્ભે તપાસ શરૂ કરાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ઓગસ્ટ ૨૫, જામનગરના બેડી વિસ્તારમાં એક સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યનો ગુનો સામે આવ્યો છે, અને તેના અનુસંધાને પોલીસે જાતે ફરિયાદી બની બાળક સાથે અઘટીત કૃત્ય કરનાર ચાર સગીર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરાઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો દસ વર્ષની વયનો એક બાળક કે જેની સાથે ૮, જુલાઈ ના રોજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને તેની સાથે જ ફરતા અન્ય ચાર સગીર શખ્સો કે જે લોકોએ એક મકાનમાં બોલાવી ત્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એટલું જ માત્ર નહીં, મોબાઇલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.

જે વિડીયો હરતો ફરતો બાળકની માતા પાસે પહોંચ્યો હતો, અને બાળકની માતાએ આ મામલે તેના પુત્ર સાથે વાત કર્યા પછી જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાણ કરી હતી, કે મારા પુત્ર સાથે આવો બનાવ બન્યો છે. જોકે અમારે જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સમાધાન કરી લેવાયું છે, અને એક જ જ્ઞાતિના તમામ લોકો હોવાના કારણે કોઈ ફરિયાદ કરવી નથી, તેવી વાત કરી હતી.આથી સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી. પી. ઝા એ સમગ્ર મામલામાં ગંભીરતા લીધી હતી, અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.તેઓ દ્વારા ભોગ બનનાર બાળક અને તેની માતાનું એકથી વધુ વખત કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ તેઓ ફરિયાદ કરવા માટે સહમત થયા ન હતા. આખરે સરકાર પક્ષે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી, અને પીએસઆઇ કે. એન. જાડેજા જાતે ફરિયાદી બન્યા હતા, અને ચાર સગીર શખ્સ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે ગુન્હો નોંધ્યો છે.જે પૈકી બે સગીર આરોપી નો પતો મેળવી લેવાયો છે. અન્ય એક ની શોધખોળ ચાલુ છે, જ્યારે એક સગીર બાળક દેવભૂમિ દ્વારકા વિસ્તારનો હોવાથી તપાસનો દોર ત્યાં સુધી લંબાવ્યો છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

જામનગરમાં બે વર્ષનો બાળક ફ્લેટમાં અંદર પુરાયો : દોડધામ

0

જામનગરમાં મેહુલ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બે વર્ષનો બાળક ફ્લેટમાં અંદર પુરાયો

  • ફાયર બ્રિગેડની ટુકડીએ અગાસી પરથી નીચે બાલ્કની માં ઉતરી બાળકને સહી સલામત બહાર કાઢી લીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૫, જામનગરમાં મેહુલ નગર નજીક વ્રજ રેસીડેન્સી ના ત્રીજા માળે રહેતા વિશાલભાઈ જાસોલીયા નો બે વર્ષનો પુત્ર અંશ કે જે આજે બપોરે ચારેક વાગ્યે પોતાના ઘેર એકલો હતો, અને રૂમનો દરવાજો લોક થઈ ગયો હતો, જેથી બુમાબુમ કરી મૂકી હતી.પરિવારજનો ફ્લેટની બહાર હતા અને દરવાજો અંદરથી લોક થયો હોવાથી દરવાજો ખુલી શક્યો ન હતો, જેથી આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર શાખાના રાકેશ ગોકાણી પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને એપાર્ટમેન્ટની અગાસી પર દોરડું બાંધી ત્રીજા માળે ફ્લેટની બાલકની અંદર ઉતર્યા હતા, અને બાલકની નો દરવાજો કે જે ફાઇબર નો હતો, તેને મહેનત કરીને ખોલી નાખ્યો હતો, અને રૂમમાં પુરાયેલા બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો. ફ્લેટ નો દરવાજો લોક થઈ ગયો હતો, જે લોક ખોલીને પરિવારજનો ને બાળકનો કબજો શોપી દીધો હતો, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

જામનગરના સિક્કાથી જીજી માં સારવાર લેવા આવેલા માતા-પુત્રી એકાએક લાપતા

0

સિક્કા થી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા માતા-પુત્રી લાપતા બની જતા પરિવારજનોમાં ચિંતા : પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ઓગસ્ટ ૨૫, જામનગર નજીક સિક્કા ગામથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા માતા પુત્રી એકાએક લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. અને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. જે બંનેને પોલીસ શોધી રહી છે.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જયેશભાઈ લખુભાઈ પરમાર જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાહેર કર્યું હતું, કે પોતાની પત્ની હર્ષિતાબેન જયેશભાઈ પરમાર (ઉ.વ.૩૩) તથા તેની ત્રણ વર્ષની પુત્રી હિમાંશી જયેશભાઈ પરમાર કે જે બંને પુત્રીની સારવારના કામ માટે સિક્કાથી ૧૨મી તારીખે જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.હિમાંશી, કે જેને જન્મજાતથી અસ્થમા ની બીમારી હોવાના કારણે તેની સારવાર કરાવવા માટે માતા-પૂત્રી જામનગર આવ્યા હતા, પરંતુ હર્ષિતાબેન નો મોબાઇલ ફોન એકાએક સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ત્યારબાદ માતા પુત્રી બંને લાપતા બની ગયા હતા.આ બનાવ પછી પતિ જયેશભાઈ પરમાર જામનગર દોડી આવ્યા હતા, અને પોતાની પત્ની અને પુત્રીની અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે સિટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી હતી.ઉપરોક્ત ગુમ થયેલ માતા પુત્રીને જામનગર પોલીસ શોધી રહી છે જે કોઈને આ અંગેની જાણકારી મળે તો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અથવા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના એ.એસ.આઈ. હર્ષદભાઈ પરમાર (૬૨૮૯૯ ૮૦૭૧) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

જામનગરના ધુવાવ ગામે ગ્રામસભામાં હોબાળો : એકબીજાના કાઠલા પકડ્યા

0

જામનગર તાલુકાના ધુંવાવ ગામે ગ્રામસભાનું સંચાલન મહિલા સરપંચના પતિએ સંભાળતાં ભારે હોબાળો થયો

  • ગ્રામજનો દ્વારા સરપંચ જ સભાનું સંચાલન કરે તેવી માંગણી કરાતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા : ગ્રામજનો દ્વારા પોલીસમાં અરજી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨પ જામનગર નજીકના ધુંવાવ ગામે તારીખ ૧૫ મી ઓગસ્ટના રોજ મળેલી ગ્રામ સભામાં એક ગ્રામજને રજુઆત વેળાએ સભાનું સંચાલન મહિલા સરપંચના બદલ તેના પતિ કરતા હોવાના આક્ષેપ સાથે રજુઆત કરતાં ડખ્ખો સર્જાયો હતો.જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. બાદમાં ગ્રામજનએ મહિલા સરપંચના યુવાન પુત્ર તેમજ અન્ય બે શખસો સામે કાંઠલો પકડયાના, ઘસડયાના તેમજ માર માર્યાના આક્ષેપ સાથે પંચકોશી-એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે.ધુંવાવ ગામે તા.૧૫મીની સાંજે પાંચ વાગ્યે યોજાયેલી ગ્રામ સભામાં ગામના વ્યક્તિ નિલેશભાઈ પરમાર દ્વારા ગામના પ્રશ્નોની રજુઆત વેળાએ અધ્યક્ષસ્થાને સરપંચ જશોદાબેનને બદલે અધ્યક્ષસ્થાને તેના પતિ કાનજીભાઈ ઓધવજીભાઈ પરમાર હોવાનો આક્ષેપ કરીને તલાટી સમક્ષ સરપંચ જશોદાબેન પોતાનું સ્થાન ગ્રહણ કરે અને જવાબદારી નિભાવે તેવી માંગણી કરતાં મામલો બીચક્યો હતો.જેના કારણે સભામાં ગોકીરા સાથે ઝપાઝપીના દ્રષ્યો સર્જાયા હતા.જે દરમિયાન ગામમાંથી કોઈએ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં પોલીસ ટુકડી દોડી આવી હતી અને નિલેશભાઈને પંચકોશી-એ ડિવીઝન મથક ખાતે લઈ ગઈ હતી.આ ઘટના અંગે ગ્રામ પંચાયતના ચાર સભ્યો, એક તાલુકા પંચાયતના સભ્ય સહિત કુલ અનેક ગ્રામજનોની સહી સાથે નિલેશ પરમારએ સરપંચના પુત્ર કેયુર, ગ્રામજનો માંડણભાઈ મેર એક મુસ્લિમ શખસ તથા ગિરધરભાઈ નામના એક વ્યક્તિ સામે બોચો પકડવા, ઢસડવા તથા માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસને ફરિયાદ અરજી કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, સરપંચના પતિ કાનજીભાઈ પરમાર તાલુકા ભાજપાના સંગઠનમાં મહામંત્રીનો હોદો ધરાવતા હતા

જામનગર : શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની ઉમટી

0

‘છોટીકાશી’ માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની

  • નગરનાં અનેક શિવાલયોમાં અભિષેક – પૂજા તથા વાતાવરણમાં ‘ૐ નમ: શિવાય’ અને ‘હર હર મહાદેવ’ ની ગૂંજ સંભળાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭, ઓગસ્ટ ૨૫  ‘છોટી કાશી’ નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસમાં અને વિશેષ કરીને શ્રાવણીયા સોમવારે ભોળાનાથની આરાધના કરવા ભક્તો તત્પર હોય છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વિવિધ શિવાલયોમાં વિવિધ ઝાંખી તથા મહાઆરતી સહિતનાં આયોજન થયા છે.ભગવાન ભોળાનાથ ફક્ત જલાભિષેકથી પ્રસન્ન થઇ જનારા હોય તેમની સરલ ઉપાસના દરેક જન માટે ઇશ્વર કૃપા પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ છે. સોમવારે શિવ ભક્તોએ શિવલિંગ પર જલાભિષેક કરી તથા બિલીપત્ર અર્પણ કરી તુરંત પ્રસન્ન થનારા ભગવાન આશુતોષનાં આશિષ મેળવવા પ્રાર્થના કરી હતી.કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. ચારેય દિશામાંથી શિવલિંગનાં દર્શન થઇ શકે એવું આ એકમાત્ર શિવાલય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંની મહાઆરતી તથા પ્રતિદિન શિવલિંગને કરવામાં આવતા અનોખા વિશિષ્ટ શ્રીંગાર ને કારણે ભોળાનાથનાં દિવ્ય સ્વરૂપોની ઝાંખીથી ભક્તો ભાવવિભોર થાય છે.જામધર્માદા ટ્રસ્ટ હેઠળનાં તથા શહેરની સ્થાપના પૂર્વેનાં માનવામાં આવતા પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.વર્ષભર દર સોમવારે આ શિવાલયે દર્શનાર્થે આવતા ભક્તોની પણ બહોળી સંખ્યા છે, ત્યારે શ્રાવણ મહિનાનાં સોમવારે અહી હજારોની સંખ્યામાં દર્શનાર્થી ઉમટે છે.શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવોપાસના આરંભ થઇ ગઇ હતી. પૂજારીઓ દ્વારા અભિષેક – રૂદ્રી કરવામાં આવ્યા હતાં.  ટાઉનહોલ નજીક આવેલ અને ભક્તોની ભીડ ભાંગનાર સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ શ્રાવણનાં અંતિમ સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ ચિતાનંદજીનાં મંદિર તરીકે ઓળખાતા અને એક હજાર શિવલિંગ ધરાવતા આ ધર્મસ્થાનમાં શ્રી ભૂતનાથ મહાદેવની ઉપાસના માટે પણ ભક્તો ઉમટ્યા હતાં. મહાદેવનો અભિષેક – થાળ વગેરે પૂજન અર્ચન કરવામાં આવ્યા હતાં.શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તોને મહાદેવનાં મહાકાલ સ્વરૂપનાં દર્શન થયા હતાં. સવારે અહીં ભસ્મ આરતીનાં અલૌકિક દર્શનનો લાભ લેવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતાં પ્રાચીન શિવાલયોમાં ગણના થાય એવા ખોજા નાકા વિસ્તાર નજીક આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો શિવોપાસના માટે પહોંચ્યા હતાં. ગઢની રાંગની દિવાલ નજીક આ મંદિરનું પરિસર તેની પ્રાચીનતા પુરવાર કરવાની સાથે રજવાડી સમયમાં ગઢની રાંગ નજીક આ મંદિરમાં ભીમનાથ મહાદેવને રક્ષક સ્વરૂપે પૂજવામાં આવતા હોવાની માન્યતાને સમર્થન આપે છે.વિવિધ જ્ઞાતિ વિશેષનાં શિવાલયોમાં પણ જ્ઞાતિજનો ભગવાન શિવનાં તેઓનાં આરાધ્ય સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવા પહોંચ્યા હતાં. પંચેશ્વર ટાવર પાસે નાગોરી જ્ઞાતિનાં શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે પણ જ્ઞાતિજનો ઉપરાંત નિત્ય દર્શનાર્થે આવતા ભક્તોએ શિવ આરાધના કરી હતી. લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવને રિઝવવા માટે પણ રઘુવંશી સમાજ તથા અન્ય શિવ ભક્તો ઉમટ્યા હતાં. એ જ રીતે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ વડવગરા નાગર જ્ઞાતિનાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ નાગર બંધુઓ તથા અન્ય શિવ ભક્તો પણ જય હાટકેશનાં નાદ સાથે શિવ ભક્તિમાં તલ્લીન થયા હતાં.પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે પણ સવારથી ભક્તો જળાભિષેક માટે પહોંચ્યા હતાં.તો ગ્રીન સીટી વિસ્તારમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા શ્રી રામી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોએ ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજવી છોટીકાશી નું નામ સાર્થક કર્યુ હતું.શહેરનાં વિવિધ શિવાલયો તથા મંદિરો પાસે ટ્રાફિક નિયમન જળવાઇ રહે એ માટે સુરક્ષા તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે વિવિધ શિવ મંદિરોમાં વિવિધ ઝાંખી – મહાઆરતી સહિતનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં મહિલાને લૂંટી લેનાર ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ગિરફતાર

0

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ગિરફતાર

  • રિક્ષામાં એકલા મુસાફરને બેસાડ્યા પછી ડરાવી ધમકાવી મુસાફરના રોકડ દાગીના લૂંટી લેનાર ટોળકી પોલીસ પકકડમાં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ ઓગસ્ટ ૨૫, જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક બુઝુર્ગ મહિલા રીક્ષામાં અન્ય મુસાફરો સાથે બેઠી હતી, જે દરમિયાન એક મહિલા સહિતના પાંચ શખ્સો એ તેણીને ડરાવી ધમકાવી હાથમાં પહેરેલી ૮૦,૦૦૦ ની કિંમતની સોનાની બંગડી ણી લૂંટ ચલાવી ટોળકી ભાગી છૂટી હતી, જેઓ સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ધાડપાડુ ગેંગના એક મહિલા સહિતના પાંચ સભ્યોને ગિરફ્તાર કરી લીધા છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની બંગડી- રિક્ષા સહિતનો માલ સામાન કબજે કરી લીધો છે. જે ટોળકીએ ૭ થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી સવિતાબેન બચુભાઈ ઝાલા નામની ૭૦ વર્ષની બુઝુર્ગ મહિલા ગત ૧૩ તારીખે ખંભાળિયા નાકા પાસે ખરીદી કરવા માટે ગઈ હતી, અને રીક્ષા ની રાહ જોઈને પોતાના ઘેર જવા માટે ઉભી હતી.જે દરમિયાન એક સીએનજી રીક્ષા તેની પાસે ઊભી રહી હતી, અને ૨૦ રૂપિયા ભાડામાં પોતાના ઘર તરફ જવાનું નક્કી કર્યું હતું.જે રીક્ષામાં અગાઉથી એક મહિલા અને ઉપરાંત ત્રણ પુરુષો આગળ પાછળ બેઠેલા હતા. રીક્ષા ચાલુ કર્યા બાદ તમામેં મળીને મહિલાને મારકુટ કરી ડરાવી ધમકાવી તેણી ના હાથમાં પહેરેલી રૂપિયા ૭૦,૦૦૦ ની કિંમતની સોનાની બે બંગડી ની લૂંટ ચલાવી રસ્તા વચ્ચે ઉતારીને રિક્ષામાં તમામ આરોપીઓ ભાગી છૂટયા હતા. જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને એક મહિલા સહિતના પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝન ની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને રીક્ષા ના નંબરો મેળવી લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસના અંતે એક મહિલા સહિતના પાંચ શખ્સોને અટકાયતમાં લઈ લીધા હતા.જેમાં જામનગરમાં નજીક ગોરધનપર વિસ્તારમાં રહેતી વિજયાબેન રૂપેશભાઈ પરમાર, ઉપરાંત રૂપેશ જેરામભાઈ પરમાર, અજય સોલંકી, લાલજીભાઈ સોલંકી, અને આકાશ ચંદુભાઈ પરમાર વગેરેની અટકાયત કરી છે.તેઓએ અડધો ડઝનથી વધુ બનાવોને અંજામ આપ્યો છે. અને પેસેન્જર તરીકે એકલા વ્યક્તિને બેસાડી તેના રોકડ તથા દાગીના સહિતના માલ સામાનની લૂંટ ચલાવી પેસેન્જરને રસ્તામાં ઉતારીને ભાગી છુટતા હતા. જે ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે.

જામનગર માં બ્રાસના વેપારી સાથે ૧૫ લાખની છેતરપીંડી : આરોપી જામીન મુક્ત

0

જામનગર બ્રાસના વેપારી સાથે વિશ્વાસ કેળવી ૧૫ લાખની છેતરપીડીના કેશમાં આરોપીને જામીન મુકત કરતી જામનગરની અદાલત

  • છેતરપીડીમાં ગયેલ બ્રાસના માલ કે, તેના વેચાણની કોઈપણ રકમની રીકવરી આરોપી પાસેથી થયેલ નહી, તેમ છતાં જામીન આપવામાં આવેલ

  • ૧૫ લાખનો માલ બારોબાર વેંચાણ કરી અને એક રૂપિયાની રકમ પણ ચુકવેલ નથી, અને ફરીયાદી સીવાય પણ સાહેદની ૫ લાખની રકમનો માલ લઈ લીધેલ છે, કુલ ૨૦ લાખની રકમનો માલ ખરીદ કરી અને વેપારીને કોઈ રકમ ચુકવેલ નથી તેવી દલીલો સરકાર પક્ષે થયેલ

દેશ દેવી ન્યૂઝ તા ૧૫ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલ જયોત જયોતી પાર્ક શેરી નં.૧માં રહેતા બ્રાસના વેપારી પ્રફુલભાઈ પરસોતમભાઈ ગોંડલીયાએ પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જામનગરની પંચવટી સોસાયટીમાં વસવાટ કરતા આરોપી પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે સામે ફરીયાદ નોંધાવેલ કે, તેમના પુત્ર રૂમીતને પાર્થભાઈ અને કૃપાલભાઈ કોઈ પ્રસંગમાં મળેલ હતા, અને તેમના વચ્ચે બંન્ને બ્રાસનું કામકાજ કરતા હોવાની વાત થતાં, આ પાર્થભાઈ અને કૃપાલભાઈએ જણાવેલ કે, તેમના મિત્ર બ્રાસના માલની ખરીદી કરે છે, તેનો સંપર્ક કરાવી આપીશ તેમ જણાવેલ હતું, ત્યારબાદ બિજા દિવસે ચેતનભાઈ મહેતા નામની વ્યક્તિ ફરીયાદીની પેઢીએ આવેલ અને કહેલ કે, તેમને બ્રાસનો ભંગાર લેવાનો છે, તેમ કહી અને ફરીયાદીને વિશ્વાસમાં લઈ અને ૨૫૬૦ કિલો માલનો ઓર્ડર ફરીયાદીને આપેલ, અને આ આરોપી ચેતનભાઈ મહેતાએ જણાવેલ કે, હું પેમેન્ટ માટે માલ ઉતારીને ચેક લઈ આવું ત્યારબાદ તમે બિલ બનાવજો તેવું વચન આપી અને ૧૫ લાખનો માલ લઈ ગયાત્યારબાદ ફરીયાદી ધ્વારા આ આરોપી ચેતન મહેતાને વારંવાર ફોન કરેલ પરંતુ કોઈ જવાબ આવેલ નહીં અને ફોન પણ બંધ કરી દેતા આ ફરીયાદીએ પાર્થભાઈ અને કૃપાલભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, અમારે પણ તેમનો સંપર્ક થતો નથી, ત્યારબાદ ફરીયાદીએ તપાસ કરતા આવો કોઈ ચેતન મહેતા નામનો વ્યકિત જ નથી, અને ચેતન મહેતાએ જણાવેલ તેવી કોઈ પેઢી પણ ન હોવાનું જણાતા વધુ તપાસ કરતા આ આરોપી પંચવટી સોસાયટીમાં વસવાટ કરે છે, અને તેમનું નામ પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે હોવાનું ધ્યાને આવતા તેમના સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી થયેલ હોવાની ફરીયાદ પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.જેમાં આરોપીની અટક કરવામાં આવેલ અને નામ.અદાલતમાં લાવવામાં આવતા, આરોપીએ જામીન મુક્ત થવાની અરજી કરતા, ફરીયાદ પક્ષે અને પોલીસ ધ્વારા લેખીતમાં વાંધાઓ રજુ કરી અને દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ ખોટું નામ ધારણ કરી અને કોડ કરેલ છે અને તેમને માલ બિજે વેંચાણ કરી અને ૧૫ લાખની રકમ ઓળવી ગયેલ છે અને આ આરોપી પોતાનો ફોનના પાસવર્ડ પણ તપાસમાં આપતા ન હોય અને તેમને માલ ક્યાં વેચણ કરેલછે, તે પણ જણાવતા ન હોય અને તેમના પાસેથી એક રૂપિયાની પણ રીકવરી થયેલ નથી અને તપાસ દરમયાન એક સાહેદ આવેલ છે અને તેમનો પણ ૫ લાખની રકમનો માલ આ રીતે લઈ જઈ અને પૈસા આપેલ નથી, જેથી આરોપીએ કુલ ૨૦ લાખનો માલ લઈ લીધેલ અને બારોબાર વેંચાણ કરી અને ૨૦ લાખની રકમ ચાંઉ કરી ગયેલ છે, આવા આરોપીને જો જામીન મુક્ત કરવામાં આવશે તો વેપારી આલમમાં ખુબજ મોટો આધાત લાગશે, જેથી આરોપીને જામીન મુક્ત કરવો જાઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, ખરેખર સમગ્ર ફરીયાદ અને તપાસમાં આ માલ બિલ વગર વેંચાણ જ કઈ રીતે કરવામાં આવેલ છે ? આ વેપારી કે, જેઓ ૨૦૧૨થી ધંધો કરે છે, તે માત્ર એક જ મુલકાતમાં ૧૫ લાખનો માલ આપે છે તે પણ કોઈપણ પ્રકારની સીક્યોરીટી લીધા વગર ? અને આ રકમ આરોપીએ ચુકવેલ જ નથી, તે પણ કેમ માની લેવું જોઈએ ? અને રીકવરી થયેલ નથી, તેટલા માત્ર કારણથી આરોપીના જામીનના અધિકારોથી તેમને વંચીત ન રાખી શકાય તે તમામ પાસા ઉપર સચોટ દલીલો થયેલ, ત્યારબાદ આરોપી પક્ષે દલીલો માન્ય રાખી અને નામ.અદાલતે આરોપી પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.