Saturday, October 10, 2026
Home Blog Page 59

જામનગરના રાંદલનગર ભોડેશ્વર સોસાયટીમાં ગજાનનનું આગમન આશાપુરા ગ્રુપ દ્વારા મહાઆરતી

0

‘છોટીકાશી’ માં ભગવાન ગજાનનનું આગમન : પંડાલો સજ્જ – ભક્તોમાં થનગનગાટ

  • રાંદલનગર ભોડેશ્વર સોસાયટીમાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા મહાઆરતી – પ્રસાદનું આયોજન

દેશ દેવી ન્યૂઝ તા. ૨૭ ઓગસ્ટ ૨૫ જામનગર ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં ભાદરવા મહિનાની ચર્તુર્થીથી અનંત ચતુદર્શી સુધી સાર્વજનિક ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. આજથી ૧૦ દિવસીય ગણેશોત્સવનો આરંભ થવા જઇ રહ્યા છે ત્યારે નગરનાંં પરંપરાગત અને પ્રખ્યાત સાર્વજનિક સાર્વજનિક ગણેશ મંડલોનાં પંડાલો સજ્જ થઇ ગયા છે. ગતરાતે ગણેશ ભગવાનની મૂર્તિઓ વાજતે ગાજતે લાવવામાં આવી હતી અને આજે સવારથી શુભમુર્હૂતમાં સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો પણ ભગવાન ગજાનને આવકારવા થનગની રહ્યા છે. આજ સાંજથી જ મહાઆરતી – પ્રસાદ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે.

જામનગરના રામેશ્વરનગરમાં બંધ મકાનમાં તિવ્ર દુર્ગંધ , પાડોશીએ પોલીસ બોલાવી : યુવતિનો લટકતા મૃતદેહથી ચક્ચાર

0

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતી એક યુવતીનો કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૫, જામનગરમાં રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટી શેરી નંબર એક માં રહેતી ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા નામની ૨૧ વર્ષની યુવતીએ પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના વિસ્તારમાં એકદમ તીવ્ર દુર્ગંધ આવતાં પાડોશીઓએ મકાનમાં નજર કરીને જોયું ત્યારે યુવતિનો મૃતદેહ લટકતો હતો, અને તીવ્ર દુર્ગંધ મારી રહ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જી. રાજ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું તે જાણવા માટે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. જેણે થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેણીનું છૂટટુ પણ થઈ ગયું હતું, અને એકલી રહેતી હતી. બે થી ત્રણ દિવસ પહેલા તેણીએ આત્મહત્યા કરી લીધી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર : આરોપી જેલ હવાલે

0

જામનગરમાં રહેતી એક સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની અટકાયત : જેલમાં ધકેલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ઓગસ્ટ ૨૫, જામનગરના એક વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેના પાડોશમાજ રહેતા એક શખ્સ કે જેણે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનારની માતાને સમગ્ર બનાવની જાણ થતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરાની માતા દ્વારા પોતાની પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમે આરોપી ની અટકાયત કરી લીધી છે, અને તેની સામે પોકસો તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેને જેલમાં મોકલી દેવાયો છે.સગીરાની પણ તબીબી ચકાસણી કરી લેવાયા બાદ તેણીને માતા સાથે ઘેર મોકલી દેવાઇ છે.

જામનગરમાં ચાંદીબજારમાં સતત ૪૧ માં વર્ષે શ્રી ગણેશ મહોત્સવ નું આયોજન

0

જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા સતત ૪૧ માં વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવ નું વિષેશ આયોજન

  • આ વખતે મુશક પાલખીની થીમ પર આધારિત ભગવાન ગણપતિજીની મૂર્તિ નું સ્થાપન કરાશે: શોભાયાત્રા નું પણ આયોજન

  • પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરાશે: પ્રતિ દિન ધાર્મિક કાર્યક્રમો ની વણઝાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૫, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અને પ્રતિદિન ગણપતિ દાદા ની મહાઆરતી ઉપરાંત મહા આરતી ધૂન ભજન શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.દર વર્ષ ની રીતે આ વર્ષે પણ છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવ નું આયોજન કરતાં જામનગરના ચાંદી બજાર સ્થિત શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરવામાં આવશે.આ વર્ષે મૂષક પાલખી ઉપર ગણપતિ બાપ્પા ની પ્રતિમા સાથે શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થશે. મૂર્તિની સ્થાપના ૨૬ ઑગસ્ટ ૨૬ ઓગસ્ટને મંગળવાર સાંજે ૬ વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવશે.જામનગરના ખંભાળીયા ગેઇટ, વિસ્તારમાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે અને ત્યાંથી હવાઈચોક, થઈ સેન્ટ્રલ બેંક રોડ માંડવી ટાવર થઇ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચી ને શોભા યાત્રા પૂર્ણ થશે.આ શોભાયાત્રા પ્રતિ વર્ષ આયોજીત થાય છે, જેમાં અનેક ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાય છે. સમગ્ર યાત્રા દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાય છે. અને ભક્તો હર્ષોલ્લાસથી ભાગ લે છે.જેથી આ આગમન શોભાયાત્રા માં જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

પ્રતિદિન વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો

ગણપતિ દાદાની સ્થાપના થયા બાદ ચાંદી બજાર વિસ્તારમાં પ્રતિદિન દૈનિક સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી સ્પીકર વગર કરવામાં આવશે.૩૧/૦૮/૨૦૨૫ ને રવિવારે ૧૫૧ દિવાનની મહા આરતી, રાત્રે ૮:૩૦ કલાકે, અને ભક્તિ સંગીત નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે.ત્યાબાદ તા ૦૨/૦૯/૨૦૨૫ ને મંગળવારે હર્ષિદા ગરબા મંડળ દ્વારા ભજન નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે. તેમજ ૬/૦૯/૨૦૨૫ ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે.જે બપોરે ૧૨:૦૦ કલાકે ચાંદીબજાર થી હવાઈચોક થઈ એસટી રોડ, સાત રસ્તા થઈ વિશાલ હોટલ ની પાસે જે.એમ.સી. ના બનાવેલા કૃતિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.

જામનગર : પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યું

0

પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું જામનગરની ૧૮૧ અભયમની ટીમે પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૫, એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે, જામનગર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં રાત્રીના સમયે કોઈ મહિલા રસ્તા પર એકલા બેઠા છે અને તેઓને મદદની જરૂર છે. આ કોલ આવતાની સાથે જ ૧૮૧ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોચી હતી. બાદમાં મહિલાને સાંત્વના પાઠવી સતત ત્રણ કલાક કાઉન્સેલિંગ કર્યું હતું. આ મહિલાએ અલગ અલગ ત્રણ ગામના નામ આપ્યા હતા. બાદમાં ખંભાળિયા તાલુકાના ગામ હોવાથી કંટ્રોલ રૂમમાં આ ગામડાની ખરાઈમાં જાણવા મળ્યું હતું કે, મહિલા દેવભૂમિ દ્વારકાના એક અંતરિયાળ ગામના વતની છે.ત્યારબાદ અભયમની ટીમ દ્વારા તે ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી મહિલાનો ફોટો મોકલ્યો હતો. અને જાણવા મળ્યું હતું કે, તેણીના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હોવાથી તેમના આઘાતમાં મહિલા ઘર છોડીને ચાલ્યા ગયા છે. પરંતુ રાત્રીનો સમય હોવાથી અભયમની ટીમે મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય આપી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી હતી. બાદમાં તેણીના જેઠ અને દિયર ત્યાં આવેલ અને જણાવ્યું હતું કે, મહિલાના પતિના અવસાન બાદ તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતા તેઓ બે મહિનાથી ઘર છોડીને ચાલ્યા ગયા હોય ઘણી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ૧૮૧ અભયમની ટીમે મહિલાને શોધી પરિવારને સોંપતા તેના પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર શંકર ટેકરીમાં દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ

0

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતાં પરિવાર માં માતમ

  • સ્થાનિક કોંગી કોર્પોરેટર દ્વારા પાણીના ટાંકાની પણ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરાવી લેવા મ્યુનિસપલ તંત્ર પાસે માંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૫, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકાની બાજુની જર્જરિત દિવાલ ધસી પડવાના શનિવારના બનાવમાં રાજકોટ લઈ જવાયેલા ઇજાગ્રસ્તનું રાજકોટ ખાતે મૃત્યુ થયાનું નોંધાતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો છે. આ બનાવ વેળાએ પાણીની મોટર સતત ચાલુ રહેલી હોવાથી ઓવર હેડ ટેન્કમાંથી પાણીનો ધોરીયો પડતો હોવાનું અને પાણી કમ્પાઉન્ડની દીવાલ સુધી ભરાયેલું રહ્યું હોવાનું પણ સ્થાનિક વ્યક્તિ જણાવે છે.ગત શનિવારે શંકર ટેકરી પાણીના ટાંકા વિસ્તારમાં બપોરે ૧૨.૪૫ વાગ્યાના અરસામાં એકાએક કમ્પાઉન્ડ વોલ ધડાકાભેર તુટતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ચિંતિત થઈને દીવાલ હેઠળ બાળકો દબાયા છે કે નહીં, તેની શોધખોળ ફાયર બ્રિગેડ સહિતની ટુકડીએ શરુ કરી હતી. પરંતુ આ ઘટનામાં દીવાલ હેઠળ ૧ વ્યક્તિ દેખાયો હોવાનું સામે આવ્યું હતું. જે દિવાલની આડે અયુબભાઈ ખીરા નામના કારખાનામાં મજુરી કરતા આધેડને તાત્કાલિક જ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હતો.પરંતુ ત્યાં તેની તબિયત લથડી હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ તેનું ગઈકાલે રવિવારે અવસાન થયું હતું. જેથી પરિવારમાં ભારે માતમ સર્જાયો હતો. સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવે છે.

આ વિસ્તારના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ જણાવે છે કે, આ ઈએસઆર પણ પચાસેક વર્ષ જૂનો છે. તેમજ તેના નીચેના ટાંકાની દીવાલ પણ જર્જરિત થઈ ચુકી છે. મ્યુ. તંત્ર દ્વારા આ સૌથી જૂના ઈએસઆરની મજબુતી અને સ્ટેબીલીટીનો રીપોર્ટ કરાવવામાં આવે તે જરુરી છે. કારણકે આ ટાંકા દ્વારા જુના અડધા જામનગરને પાણી વિતરણ થાય છે. જેથી મહાનગરપાલિકાએ પણ આ મામલે સતર્કતા દાખવી ને સત્વરે કાર્યવાહી કરવી જોઈએ.

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનાર દેવભૂમિ દ્વારકાનો નામચીન શખ્સ પાસામાં ધકેલાયો

જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ ચલાવનારા દેવભૂમિ દ્વારકા ના નામચીન શખ્સને પાસા હેઠળ પકડી લઈ જેલ હવાલે કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ ઓગસ્ટ ૨૫, જામનગર શહેર અને જિલ્લામાં દારૂ તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિ ચલાવનારા શખ્સો સામે પાસા નું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વધુ એક દારૂના ધંધાર્થીની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને સુરતની લાજપોર જેલમાં ધકેલા દેવાયો છે.મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘીણકી ગામનો વતની ડુંગરભા અરજણભા માણેક હિંદુ વાઘેર કે જેની સામે જામનગર જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવવા અંગે કેસ નોંધાયો હોવાથી એલસીબી ની ટીમ દ્વારા તેની સામે પાસા હેઠળ ની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી હતી, અને જેને મંજૂરીને મહોર મારવામાં આવી છે. આથી એલસીબી ની ટિમ દ્વારા આરોપી શખ્સની પાસા હેઠળ અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાના માંથી હાઇ પ્રોફાઈલ મસમોટો જુગાર ઝડપાયો : ૩૪,૪૧ લાખના મુદ્દામાલ સાથે ૭ નબીરા ઝડપાયા

0

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાના માંથી હાઇ પ્રોફાઈલ મસમોટો જુગાર ઝડપાયો

  • પોણા ત્રણ લાખની રોકડ સહિત કુલ ૩૪,૪૧ લાખના મુદ્દામાલ સાથે ૭ નબીરા ઝડપાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ઓગસ્ટ ૨૫, જામનગર શહેર નજીકના દરેડ ગામે આવેલ જીઆઇડીસી ફેસ-૨માં આવેલ એક બ્રાસપાર્ટના કારખાનામાં એલસીબી પોલીસે જુગારની મહેફીલ પર દરોડો પાડ્યો હતો. જ્યાં જુગારની મોજ માણતા સાત નબીરાઓને ઝડપી લીધા હતાં જ્યારે એક શખ્સ નાશી છૂટ્યો હતો. પોલીસે પોણા ત્રણ લાખની રોકડ, મોબાઇલ અને બે કાર સહિત કુલ રૂા. ૩૪.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચીની ટીમે બાતમીના આધારે જામનગર શહેર નજીકના દરેડ ખાતે આવેલ જીઆઇડીસી ફેસ-૨ માં આવેલ મનાલી બ્રાસપાર્ટ નામના કારખાનામાં જામેલી જુગારની મહેફીલ પર દરોડો પાડી જુગાીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલાં ધીરજભાઇ રૂડાભાઇ સંધાણી, ભાવેશભાઇ જમનભાઇ દોંગા, વિનુભાઇ બાબુભાઇ દુધાગરા, જયેશભાઇ કિશોરભાઇ ત્રીવેદી, ભગાભાઇ રાણાભાઇ કટારા, નારદભાઇ કેશવભાઇ સંધાણી, ધીરેનભાઇ અમૃતલાલ ગાલીયા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે નિકુંજભાઇ પટેલ નામનો શખ્સો નાશી છૂટવામાં સફળ રહેતાં પોલીસે તેને ફરારી જાહેર કર્યો હતો. પકડાયેલા તમામ શખ્સોના કબજામાંથી પોલીસે રૂા.૨૭૬૫૦૦ ની રોકડ રકમ, રૂા.૬૫૦૦૦ ની કિંમતના સાથ મોબાઇલ ફોન અને રૂા.૩૧૦૦૦૦૦ ની કિંમતની બે કાર સહિત કુલ રૂા.૩૪,૪૧,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કાર્યવાહી પીઆઇ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફે કરી હતી.

જામનગર ખંભાળીયા ધોરીમાર્ગ પર ગોજારો અકસ્માત : એકનું મોત , બે ધાયલ

0

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો પિકપ વેન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું અંતરીયાળ મૃત્યુ: જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ઓગસ્ટ ૨પ, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવવામાં બોલેરો માં બેઠેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જયારે ખાનગી લક્ઝરી બસની ઠોકરમાં જીપમાં બેઠેલા અન્ય બે યુવાનો ઘાયલ થયા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં એક બોલેરો પીકપ વેન ને પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બોલેરો જીપની અંદર બેઠેલા મોટી ખાવડી ગામના જીતેન્દ્ર નાથાભાઈ નામના કોળી જ્ઞાતિના ૩૬ વર્ષ ના એક યુવાનનું ઘટના સ્થળેજ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની સાથે બોલિરો માં બેઠેલા દીપક ચંદુભાઈ તેમજ રાહુલભાઈભાઈ ચંદ્રવડીયા જે બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સાતવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ બાબરીયા અને રાઇટર કિરણભાઈ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવને લઈને મોટી ખાવડી પાસેથી વાહન વ્યવહાર અવરોધાયો થયો હતો, અને ટ્રાફિક જામની સમસ્યાઓ થઈ હતી. પડાણા પોલીસે બનાવ ના સ્થળે દોડી જઇ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જયારે બસ ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર મનપાના ઇજનેર અને તેની પ્રેમિકા દ્વારા યુવાનને છાતીમાં છરીઓના “ધા ઝીંક્યા

0

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન પર મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો

  • મહાનગર પાલિકામાં નોકરી કરતા એક ઇજનેર યુવાન અને તેની પ્રેમિકા સામે યુવાનની હત્યાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધાયો

  • ઇજનેર યુવાન તેની પ્રેમિકા સાથે ફરતો હોવાની જાણકારી પ્રેમિકાના પિતાને આપી દેનાર યુવાન પર આ હુમલો કરાયાની પોલીસ ફરિયાદ

  • યુવાન ની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ઓગસ્ટ ૨૫, જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાન ઉપર મહાનગરપાલિકા માં ઈજનેર તરીકે નોકરી કરતા એક યુવાન અને તેની પ્રેમિકા એ છરી વડે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યા ની પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન કે જેણે આરોપી ઇજનેર તેની પ્રેમિકા સાથે ફરતો હોવાથી પ્રેમિકાના પિતાને ફોન કરીને જાણકારી આપી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને ખૂની હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર એલ ૧૮ માં ત્રીજા માળે રહેતા કરણ દિલીપભાઈ ભટ્ટી નામના ૨૩ વર્ષના યુવાન પર જામનગર મહાનગરપાલિકામાં ઇજને તરીકે નોકરી કરતા અને ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા કેયુર હિતેશભાઈ શુકલા નામના શખ્સે પોતાની પ્રેમિકા સુનિતાબેન મનજીભાઈ કાતરીયા સાથે સાધના કોલોનીમાં આવી કરણ ભટ્ટી ને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો, અને ફરીથી કોઈ બાતમી આપશે, તો પૂરું કરી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.ઇજાગ્રસ્ત યૂવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે હાલ સારવાર હેઠળ છે.ઇજાગ્રસ્ત યુવાન કરણ ની બહેન કવિતાબેન સંજયભાઈ પરમારએ પોતના ભાઈ કરણ ની હત્યા નો પ્રયાસ કરવા અંગે ઈજનેર યુવાન કેયુર હિતેશભાઈ શુકલા અને તેની પ્રેમિકા સુનીતાબેન મનજીભાઈ કાતરીયા સામે ફરિયાદ નોંધાવતાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમ બનાવનાર સ્થળે ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતની કલમ ૧૦૯ (૧),૩૫૧(૩),૫૪ તેમજ જીપીએક્ટ કલમ ૧૩૫(૧) મુજબ નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કવિતાબેન, કે જેનો ભાઈ કરણ દિલીપભાઈ ભટ્ટી કે જેણે આરોપી કેયુર શુક્લા તેની ગર્લફ્રેન્ડ સુનિતાબેન કાતરીયા સાથે ફરવા ગયો હોવાની માહિતી સુનિતાબેન ના પિતાને ફોનથી કરી દીધી હોવાથી તેનું મન દુઃખ રાખીને બંને આરોપીઓ કરણના ઘર પાસે આવી પહોંચ્યા હતા, અને મારી નાખવાના ઇરાદે હુમલો કરી દીધો હતો જેમાં છરીનો એક ઘા કરણભાઈ ની છાતીમાં લાગ્યો હતો, અને તેમાં તેને ગંભીર ઇજા થઈ છે. સમગ્ર મામલે પી.આઈ. એન એ. ચાવડા વધુ તપાસ ચલાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.